Pages

▼

Friday, 10 May 2013

૧૩મી મેએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ


Gayatri Solution  Group
૧૩મી મેએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ*** અમદાવાદ , તા. ૮ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકશિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ -૨૦૧૩માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનું પરિણામ ૧૩ મે ના રોજ જાહેરકરવામાં આવશે. પરિણામ સવારે ૧૦.૦૦ વાગે બોર્ડ દ્વારા જારી કરાયેલી વેબસાઇટ પર જાહેર કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ફોન અને એસએમએસ દ્વારા પણ પરિણામ મેળવી શકશે. જ્યારે માર્કશીટનું વિતરણ ૧૮મીના રોજ કરાશે. *. બોર્ડની વેબસાઇટ , એસએમએસ, ફોન દ્વારા પરિણામ જાણી શકાશે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલીધો.૧૨વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અંદાજે ૧ , ૧૬, ૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. સુપ્રિમ કોર્ટ અને એઆઇસીટીઇની ગાઇડ લાઇન મુજબ ઇજનેરી- ફાર્મસી અને મેડિકલ- પેરામેડિકલ સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા સમયસર પૂર્ણ થાય તે હેતુથી વહેલું પરિણામ જાહેર કરવામાં આવી રહ્યું છે. ધો.૧૨ સાયન્સની પરીક્ષા દરમિયાન જ ઉત્તરવહીચકાસણીન ­ી કામગીરી હાથ ધરવામાં આવતાં ચાલુ વર્ષે પણ પરિણામ સમયસર જાહેર થઇ રહ્યું છે. ૧૩મી ના રોજસવારે ૧૦.૦૦ વાગે પરિણામ જાહેર કરવામાં આવશે , તેમ બોર્ડના ચેરમેન આર.આર.વરસાણીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org , www.gipl.net , www.indiaresult ­.comઉપર પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીએ HSC સીટ નંબર લખી ૫૦૧૧પર એમએમએસ કરીને પરિણામ મેળવી શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ અમદાવાદ ૦૭૯૨૬૮૫૧૪૧૧ , ગાંધીનગર ૦૭૯૩૦૫૧૬૦૬૧ નંબર તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર ફોન કરીને ઘેરબેઠા પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓને માર્કશીટનું વિતરણ ૧૮મી મેના રોજ શાળા ખાતેથી કરાશે.
Products :-  Std 1 to Std 10 All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium) -, Std 11,12 Science All Subject Total Syllabus DVD(English Medium, Gujarati Medium), Photoshop Learn in Gujarati CD, Other Software DVD,     etc…
Note :- Purchase any products just email inquiry.gsg@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel, Jaydeep Patel }
(Live In :- Ahmedabad, Gandhinagar, Kalol, Mehsana, Visnagar,
Unjha, Sidhpur, Chanasma, Patan, Palanpur,)

No comments:

Post a Comment