સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 22 December 2014

19 જાન્યુ.ના રોજ તમારા કમ્પ્યૂટરની થઇ જશે કંઇક આવી હાલત, વાંચી લો સિસ્ટમને બચાવવાની ટિપ્સ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

19 જાન્યુ.ના રોજ તમારા કમ્પ્યૂટરની થઇ જશે કંઇક આવી હાલત, વાંચી લો સિસ્ટમને બચાવવાની ટિપ્સ

ન્યૂયોર્ક, 19 ડિસેમ્બર

વૈજ્ઞાનિકોએ ઉચ્ચારેલી એક ચેતવણી અનુસાર કમ્પ્યૂટરનો અંત નજીક છે. વૈજ્ઞાનિકોએ તો તેના અંતની તારીખની પણ ભવિષ્યવાણી કરી દીધી છે. તેમના મતે ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ બાદ તમારું કમ્પ્યૂટર આગળ વધવાની ના પાડી શકે છે, આમ થવા પાછળનું કારણ વાયટુકે૩૮ નામની એરરને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ એરર કોર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ પર આધારિત છે. આ એવી સિસ્ટમોને પ્રભાવિત કરશે જેમાં ટાઇમ સાઇન્ડ ૩૨ બીટ ઇંટિઝર છે.

આ ટાઇમ એક નંબર ઓફ સેકન્ડને કલક્યુલેટ કરે છે અને તે ગુરુવાર ૧ જાન્યુઆરી, ૧૯૭૦થી ચાલુ છે. ૩૨ બીટ મુજબ ગણતરી કરવાથી ભવિષ્યનો સૌથી શક્ય હોય તેવો સમય ગુરુવાર ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ના રોજ વહેલી સવારે ૩:૧૪:૦૭ યુટીસી છે. આ સમયની એક સેકન્ડ બાદ સિસ્ટમની ડેટ રિવર્સ થઈ જશે. સોફ્ટવેર આ તારીખને ૨૦૩૮ની જગ્યાએ ૧૯૦૧ લેશે, જેને સોફ્ટવેર સપોર્ટ કરશે નહીં. તેની મેેમરી ઓછી હોવાને કારણે તે ૨૦૩૮ સુધી જ યોગ્ય રીતે કામ કરી શકશે ત્યારબાદ તે નેગેટિવ ઇન્ટિઝર સ્ટોર કરવા લાગશે, જેનાથી ટાઇમ પણ રિવર્સ થઈ જશે.

મહત્ત્વનું છે કે, વર્ષ ૨૦૦૦માં પણ મિલેનિયમ બગ એટલે કે, વાયટુકેની સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા પણ તેના જેવી જ છે. વર્ષ ૨૦૦૦માં સર્જાયેલી સમસ્યામાં કમ્પ્યૂટર વર્ષ ૧૯૦૦ અને ૨૦૦૦ વચ્ચે ભેદ નહીં સમજી શકે તેની ભીતિ હતી. આ સમસ્યાનું મૂળ ૩૨ બીટ સિસ્ટમમાં રહેલું છે. ૩૨ બીટ સિસ્ટમ ઓછી મેમરી યૂઝ કરતી હોવાને કારણે આ સમસ્યા સર્જાય છે. હાલમાં જ યૂ ટયૂબ પર ગગનમ સ્ટાઇલ વીડિયોની હીટ એટલી વધી ગઈ હતી કે, જેને કારણે સિસ્ટમ કાઉન્ટર તૂટી પડયું હતું, જોકે ત્યારબાદ સિસ્ટમને ૬૪ બીટમાં ફેરવી ભૂલને સુધારી લેવામાં આવી હતી.

સિસ્ટમને કેવી રીતે બચાવવી?
-ટાઇમ-ટીને ૬૪ બીટ બનાવવામાં આવે.
-૩૨ બીટ સિસ્ટમની જગ્યાએ ૬૪ બીટ કરવામાં આવે.
-૩૨ બીટ સાઇન્ડ ઇન્ટિઝરની જગ્યાએ ૩૨ બીટ અનસાઇન્ડ ઇન્ટિઝર ઉપયોગમાં લેવામાં આવે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday 7 December 2014

ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ ઘોષિત કરવામાં આવે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ ઘોષિત કરવામાં આવે

ગીતાના 515મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની માંગ

ભાજપના આગેવાન તેમજ દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે.

ભગવદ્ ગીતાનો 515મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે એક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં સુષ્મા સ્વરાજ સહિતના ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે હું આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી તરીકે નહી પરંતુ ગીતા પ્રમાણે જીવન જીવનાર એક સાધકની હેસિયતથી શામેલ થયી ચું.

કાર્યક્રમ દરમ્યાન તેમણે કહ્યુ હતુ કે વિદેશ મંત્રી તરીકે પડકારોનો સામનો કરવામાં મને ગીતાના કારણે જ સફળતા મળી છે.ગીતા જીવન જીવવાનો રાહ બતાવે છે.પીએમ મોદીએ અમેરિકાના પ્રમુખ ઓબામાને ગીતા ભેટમાં આપીને તેને અનઔપચારિક રીતે તો રાષ્ટ્રીય ગ્રંથનો દરજ્જો આપી જ દીધો છે.હવે તેને  સત્તાવાર રીતે રાષ્ટ્રીય ગ્રંથનો દરજ્જો આપી દીધો છે.

હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે પણ આગામી વર્ષે આ પ્રસંગે હરિયાણામાં ભવ્ય મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday 17 October 2014

ગાયત્રી સોલ્યુશન ગ્રૂપ પરીવાર તરફથી દિવાળી ની સુભકામનાઓ. - HAPPY DIWALI HAPPY NEW YEAR

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

ગાયત્રી સોલ્યુશન ગ્રૂપ પરીવાર તરફથી દિવાળી ની સુભકામનાઓ. 
HAPPY DIWALI HAPPY NEW YEAR

Source :-Gayatri Solution Group
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Diwali History

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Diwali History

It is since ancient times that Diwali has been celebrated. It is not easy to say now what really was the reason behind its origin. Different people believe different events to be the cause behind this festival. Here are ten mythical and historical reasons that are possibly behind the Diwali (Deepavali) celebrations.

Rama, Lakshmana, Sita and HanumanThe most well known story behind Diwali is in the Ramayana, the great Hindu epic. According to Ramayana, Rama, the prince of Ayodhya was ordered by his father, King Dasharatha, to go away from his country and come back after living in the forest for fourteen years. So Rama went on exile with his devoted wife Sita and faithful brother, Lakshmana. When Ravana, the demon king of Lanka abducted Sita and took her away to his island kingdom of Lanka, Rama fought against and killed Ravana. He rescued Sita and returned to Ayodhya after fourteen years. The people of Ayodhya were very happy to hear of their beloved prince's homecoming. To celebrate Rama's return to Ayodhya, they lit up their houses with earthen lamps (diyas), burst crackers and decorated the entire city in the grandest manner.

This is believed to have started the tradition of Diwali. Year after year this homecoming of Lord Rama is commemorated on Diwali with lights, fireworks, bursting of crackers and merriment. The festival gets its name Deepawali, or Diwali, from the rows (avali) of lamps (deepa) that the people of Ayodhya lit to welcome their King.

Sri Krishna and ArjunAnother well known story related to Diwali history is narrated in the other Hindu epic, 'Mahabharata'.
Mahabharata reveals to us how the five royal brothers, the Pandavas, suffered a defeat in the hands of their brothers, the Kauravas, in a game of dice (gambling). As a rule imposed on them, the Pandavas had to serve a term of 13 years in exile. When the period was over, they returned to their birthplace Hastinapura on 'Kartik Amavashya' (the new moon day of the Kartik month). The five Pandava brothers, their mother and their wife Draupadi were honest, kind, gentle and caring in their ways and were loved by all their subjects. To celebrate the joyous occassion of their return to Hastinapura and to welcome back the Pandavas, the common people illuminated their state by lighting bright earthen lamps everywhere. The tradition is believed to have been kept alive through the festival of Diwali, which many believe, is held in remembrance of the Pandava brothers' homecoming.

It is also believed that on this very Diwali day, the Goddess of wealth, Lakshmi rose up from the ocean. The Hindu scriptures tell us that long long ago both Devas (gods) and Asuras (demons) were mortal. They had to die sometime or other, like us. But they wanted to live forever. So they churned the ocean to seek Amrita, the nectar of immortality (an event mentioned in the Hindu scriptures as "Samudra-manthan"), during which many divine objects came up. Prime among these was Goddess Lakshmi, the daughter of the king of the milky ocean, who arose on the new moon day (amaavasyaa) of the Kartik month. That very night, Lord Vishnu married her. Brilliant lamps were illuminated and placed in rows to mark this holy occassion. This event is supposed to have given rise to an annual celebration at the same time each year. Even today, Hindus celebrate the birth of the goddess Lakshmi and her marriage to Lord Vishnu on Diwali and seek her blessings for the coming year.

The origin of Diwali also refers to the stories narrated in the Hindu Puranas, the primary source of Hindu religious texts. According to the Bhagavata Purana (the most sacred Hindu text), it was on a Kartik day that Lord Vishnu, took on the form of a dwarf (Vaman-avtaara) and defeated King Bali. Bali, or rather King Mahabali, was a powerful demon king who ruled the earth. Once Bali got a boon from Lord Brahma that made him unconquerable. Even gods failed to defeat him in battles. Although a wise and good king otherwise, Mahabali was cruel to the Devas (gods). Finding no way to defeat Bali, the Devas went to Lord Vishnu and insisted him to find a way to stop Bali. Lord Vishnu made a plan. He disguised himself as a short Brahmin and approached Bali for some charity. A large-hearted king, Mahabali tried to help the Brahmin. But the whole thing was a trick by Lord Vishnu and ultimately the King had to give up all his kingship and wealth. Diwali celebrates this defeating of Mahabali by Lord Vishnu.

The Bhagavata Purana also tells us about Narakasura, an evil demon king who somehow got great powers and conquered both the heavens and earth. Narakasura was very cruel and was a terrible ruler. It is believed that Lord Vishnu killed Narakasura on the day before Diwali and rescued many women whom the demon had locked in his palace. The people of heaven and earth were greatly relieved to have got freedom from the hands of the terrible Narakasura. They celebrated the occassion with much grandeur, a tradition that is believed to be alive through the annual observance of Diwali.

Goddes KaliAccording to another legend, long ago after the gods lost in a battle with the demons, Goddess Kali took birth from the forehead of Goddess Durga to save heaven and earth from the growing cruelty of the demons. After killing all the devils, Kali lost her control and started killing anyone who came her way which stopped only when Lord Shiva intervened. You all must have seen the well-known picture of Ma Kali, with her tongue hanging out? That actually depicts the moment when she steps on Lord Shiva and stops in horror and repentance. This memorable event has been commemorated ever since by celebrating Kali Puja, which is observed in several parts of India in about the same time as Diwali.

Historically it is believed that on a Diwali day in 56 BC King Vikramaditya, the legendary Hindu king of India famed for his wisdom, bravery and large-heartedness, was crowned and declared to be a king. This was marked by a grand celebration by the citizens of Vikramaditya's kingdom celebrated the coronation of their king by lighting up small earthen lamps and that custom still prevails. Many people and even some historians say that this event gave rise to the annual observance of Diwali.

Diwali also marks the sacred occasion when on a new moon day of Kartik (Diwali day) Swami Dayananda Saraswati, one of the greatest reformers of Hinduism attained his nirvana (enlightenment) and became 'Maharshi' Dayananda, meaning the great sage Dayananda. In 1875, Maharshi Dayananda founded the Arya Samaj, "Society of Nobles", a Hindu reform movement to purify Hinduism of the many evils it became associated with at that era. Every Diwali, this great reformer is remembered by Hindus all over India.

For Jains, Diwali commemorates the enlightenment of Vardhamana Mahavira(the twenty-fourth and last Tirthankaras of the Jains and the founder of modern Jainism) which is said to have occurred on Oct. 15, 527 B.C. This is one more reason to engage in Diwali celebrations for pious Jains and other than the purpose of commemoration, the festival stands for the celebration of the emancipation of human spirit from earthly desires.

For Sikhs, Diwali holds a special significance for it was on a Diwali day that the third Sikh Guru Amar Das institutionalized the festival of lights as an occasion when all Sikhs would gather to receive the Gurus blessings. It was also on a Diwali day in 1619 that their sixth religious leader, Guru Hargobind Ji, who was held by the Mughal Emperor Jahengir in the Gwalior fort, was freed from imprisonment along with 52 Hindu Kings (political prisoners) whom he had arranged to be released as well. And it was also on the same auspicious occasion of Diwali when the foundation stone of the Golden Temple at Amritsar was laid in 1577.
Read more at http://www.kidsgen.com/events/diwali/history.htm#FzfmZfQ6ZTmXDiIw.99
Source :-http://www.kidsgen.com/events/diwali/history.htm
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday 15 October 2014

ગુરૃપુષ્ય યોગ અને સુવર્ણની ખરીદીને કોઇ લેવા દેવા નથી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ગુરૃપુષ્ય યોગ અને સુવર્ણની ખરીદીને કોઇ લેવા દેવા નથી

રવિપુષ્ય હોય ત્યારે તંત્ર અને યંત્ર સાધના ઉત્તમ ફળ આપે

ચંદ્રને આધિન પુષ્ય નક્ષત્ર જ્યારે ગુરૃવારે આવે ત્યારે મંત્ર સાધના અને અનુષ્ઠાન માટે શ્રેષ્ઠ
(પ્રતિનિધિદ્વારા)  વડોદરા,બુધવાર
ગુરૃપુષ્યામૃત યોગમાં સુવર્ણ એટલે કે સોનાની ખરીદી કરવાની પરંપરા પાછલા એક દાયકાથી શરૃ થઇ છે પણ શાસ્ત્રોક્ત રીતે ગુરૃપુષ્ય યોગ અને સોનાની ખરીદીને કોઇ લેવા દેવા નથી તેવો મત હિન્દુ શાસ્ત્ર અને જ્યોતિષના નિષ્ણાંતોએ વ્યક્ત કર્યો છે. તેઓનુ કહેવુ છે કે ગુરૃપુષ્ય  અને રવિપુષ્ય યોગમાં સોના જેવી કોઇ ભૌતિક વસ્તુઓની ખરીદીનુ નહી પરંતુ મંત્ર આધિન દેવતાઓના અનુષ્ઠાન અને મંત્ર સિદ્ધિ માટે આ બન્ને યોગ ઉત્તમોતમ ગણાય છે.
જે મંત્રને લઇને લોકોમાં ગુરૃપુષ્ય યોગમાં સોનાની ખરીદી માટે ગેરસમજ ઉભી થઇ છે તે મંત્ર એવો છે કે 'દેવાનાં ચ રૃષિણાં ચ ગુરૃ કાંચન સન્નીભં, બુદ્ધિ ભૂતં ત્રિલોકેશં, તમ નમામી બૃહસ્પતિમ્' જેનો મતલબ એવો થાય છે કે દેવો અને રૃષીઓ જેમને કાંચન(સુવર્ણ-સોનુ) સમાન ઉત્તમ માને છે તે ગુરૃ અને  ત્રણ લોકમાં જેમની બુદ્ધિ સર્વશ્રેષ્ટ અને અતિ ઉત્તમ છે તેવા બૃહસ્પતિને એટલે કે ગુરૃને નમન. એટલે ગુરૃને કંચન સમાને ચળકતા અને શુદ્ધ ગણાવ્યા છે તેનો મતલબ એવો નથી થતો કે ગુરૃપુષ્યમાં સુવર્ણની ખરીદી કરવી જોઇએ.
શાસ્ત્રોએ વર્ણન કર્યુ છે કે 'ગુકારો રંધકારસ્તી, રૃકારો તેજ મચ્યતે' એટલે કે જે અંધકારમાથી તેજ તરફ અને અજ્ઞાાનમાથી જ્ઞાાન તરફ લઇ જાય તે ગુરૃ છે. એટલે ગુરૃ જ્ઞાાન આપે છે. જ્યારે ગુરૃવારના દિવસે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે ગુરૃપુષ્ય યોગ સર્જાય છે અને રવિવારના દિવસે પુષ્યનક્ષત્ર હોય ત્યારે રવિપુષ્ય યોગ હોય છે. આ બન્ને યોગ વર્ષમાં બે કે ત્રણ વખત આવતા હોય છે. જેમા ગુરૃપુષ્ય યોગ સર્જાય ત્યારે સાત્વી સાધના માટે અતિ ઉત્તમ કાળ ગણાય છે. તે દિવસે લક્ષ્મી અને સરસ્વતિની આરાધાના કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તી થાય છે જ્યારે રવિપુષ્ય યોગ દરમિયાન તંત્ર અને યંત્ર સાધનાને શ્રેષ્ઠ ગણવામા આવી છે. માટે નિષ્ણાંતોનુ માનવુ છે કે પુષ્ય નક્ષત્રમા સર્જાતા આ બે શ્રેષ્ઠ યોગ દરમિયાન સોનુ અને અન્ય ભૌતિક સામગ્રીઓની ખરીદીમા સમય વેડફવા કરતા ઘરમા જ મંત્ર સાધના કરીને ગુરૃની કૃપા દ્રષ્ટી મેળવવી જોઇએ.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday 14 October 2014

વધુ પડતી લિક્વિડિટીના ભરાવાને પરિણામે કમર્સિઅલ પેપર્સમાં નાણાં રોકતી બેન્કો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

વધુ પડતી લિક્વિડિટીના ભરાવાને પરિણામે કમર્સિઅલ પેપર્સમાં નાણાં રોકતી બેન્કો

ધિરાણ ઉપાડ મંદ રહેતા આવક કરવા આ સાધનોમાં રોકાણ કરાતું હોવાનો દાવો

મુંબઈ,  મંગળવાર
જંગી લિક્વિડિટી અને નીચા ધિરાણ ઉપાડનો  સામનો કરી રહેલી બેન્કો પોતાના વધારાના નાણાં કમર્સિઅલ પેપર્સ (સીપી)માં રોકી રહી છે. ૧૯ સપ્ટેમ્બર સુધીના ઉપલબ્ધ આંકડા પ્રમાણે બેન્કોએ સીપીમાં રૃપિયા ૨૮૮૭ કરોડનું રોકાણ કહ્યું છે જે વાર્ષિક ધોરણે ૨૪૦ ટકા વધારે છે.
બેન્કોના ધિરાણ ઉપાડમાં મંદ વૃદ્ધિને કારણે આવક ઊભી કરવા બેન્કોએ અન્યત્ર રોકાણ કરવાની ફરજ પડી છે. કંપનીઓના સીપી ખરીદવા કરતા તેમને લોન્સ પૂરી પાડવાનું વધુ લાભદાયી બને છે આમ છતાં સંબંધો જાળવવા કંપનીઓના સીપી ખરીદવા પડતા હોય છે એમ એેક બેન્કરે જણાવ્યું હતું. સીપી મારફત કંપનીઓને સસ્તા દરે નાણાં મળી રહેતા હોવાથી તેઓ ઊંચા વ્યાજદરના ધિરાણ  શા માટે મેળવે. ગ્રાહકોને અમે બળજબરી ધિરાણ આપી શકીએ નહીં.
કંપની માટે વર્કિંગ કેપિટલ લોન્સ પરના વ્યાજ સીપી કરતા ઊંચા હોય છે. બેન્કો બેઝ રેટથી નીચેના સ્તરે ધિરાણ કરી શકતી નથી. શ્રેષ્ઠ રેટિંગ સાથેની કંપની એક વર્ષની મુદતના સીપી મારફત ૯.૨૦થી ૯.૩૦ ટકાના દરે નાણાં ઊભા કરી શકે છે જ્યારે બેન્કો પાસેથી લોન્સના રૃપમાં નાણાં લેવા હોય તો ૧૦થી ૧૦.૨૫ ટકા વ્યાજ ચૂકવવું પડે છે. સારા રેટિંગ્સ સાથેની કંપનીઓ માટે સીપી મારફત નાણાં ઊભા કરવામાં જ શાણપણ રહેલું છે. નાની કંપનીઓ સીપી મારફત નાણાં ઊભા કરી શકતી નથી તેમણે બેન્ક લોન્સ લેવી પડે છે, એમ અન્ય એક બેન્કના એમડીએ જણાવ્યું હતું.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday 13 October 2014

હવે કેન્દ્ર સરકાર આરબીઆઇને ફુગાવો કાબુમાં લેવાનું લક્ષ્ય આપશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

હવે કેન્દ્ર સરકાર આરબીઆઇને ફુગાવો કાબુમાં લેવાનું લક્ષ્ય આપશે

નાણા નીતિના માળખામાં આમૂલ ફેરફાર કરવા કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હી,સોમવાર
નાણા પ્રધાન અરૃણ જેટલીએ વર્તમાન નાણા નીતિના માળખામાં આમૂલ ફેરફાર કરવા માટે લીલી ઝંડી આપી છે અને તે અનુસાર હવે કેન્દ્ર સરકાર આરબીઆઇને ફુગાવાનું લક્ષ્ય આપશે અને જે મધ્યવર્તી બેન્કને હાંસલ કરવાનું રહેશે.
આ નવી સૂચિત વ્યવસ્થા હેઠળ રિઝર્વ બેન્ક ફુગાવાને તેના પોલિસી સ્ટેટમેન્ટમાં સર્વોચ્ચ પ્રાધાન્ય આપશે. નાણા નીતિના વર્તમાન માળખાની સમીક્ષા કરવા માટે આરબીઆઇ દ્વારા તેના ડેપ્યુટી ગવર્નર ઉર્જિત પટેલના નેજા હેઠળ એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી હતી અને તેની ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સમિતિએ નાણા નીતિ અંગેના નિર્ણયો ઘડવાની જવાબદારી મોનેટરી પોલિસી કમિટીને સોંપવાની ભલામણ કરી છે જેનું અધ્યક્ષપદ આરબીઆઇના ગવર્નર સંભાળશે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ મોદી સરકારે અગાઉ એવો નિર્ણય લીધો હતો કે આરબીઆઇ ફુગાવાનો દર હંમેશા ૪ ટકા નક્કી નહીં કરી શકે અને તેના સ્થાને કેન્દ્ર સરકાર ફુગાવાનો દર ઘટાડવા અંગેનું લક્ષ્ય નક્કી કરશે. નાણા વિભાગના અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ આરબીઆઇમાં બેસતા અમલદારો અને અર્થશાસ્ત્રીઓ કરતાં નાગરિકો દ્વારા ચૂંટાયેલી સરકાર દ્વારા ફુગાવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવે તે જ શ્રેષ્ઠ માર્ગ છે.
આ સમિતિએ કરેલી અન્ય ભલામણમાં આરબીઆઇને નવો કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) નવા માળખા હેઠળ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને ગયા સપ્તાહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે નવા માળખામાં આરબીઆઇને સ્પષ્ટ લક્ષ્ય, સ્પષ્ટ સાધનો અને નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવાની ક્ષમતા મળવી મહત્ત્વની છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday 12 October 2014

હવે ભારતના નાગરિકોને અપાશે ઈ પાસપોર્ટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

હવે ભારતના નાગરિકોને અપાશે ઈ પાસપોર્ટ

પાસપોર્ટમાં ઈલેક્ટ્રોનીક ચીપ ફીટ કરાશે,છેડછાડ કરવાનુ અશક્ય બની જશે

2016થી નાગરિકોને નવા પ્રકારના પાસપોર્ટ મળશે

ભારતના વિદેશ મંત્રાયલના પાસપોર્ટ ડીવીઝને હવે ઈ પાસપોર્ટ આપવાનુ નક્કી કર્યુ છે.આ પ્રકારના પાસપોર્ટમાં વિશેષ પ્રકારની ઈલેક્ટ્રોનીક ચીપ લગાવવામાં આવશે.જેના કારણે પાસપોર્ટ સાથે છેડછાડ કરવુ લગભગ અશક્ય બની જશે.

પાસપોર્ટનો દેખાવ લગભગ અગાઉના પાસપોર્ટ જેવો જ રહેશે પરંતુ જે વ્યક્તિનો પાસપોર્ટ હશે તેને લગતી માહિતી અને ડેટા પાસપોર્ટમાં મુકવામાં આવનાર ચીપમાં સમાવી લેવામાં આવશે.

 આ જ ચીપમાં પાસપોર્ટ ધારકની ફીંગર પ્રીન્ટ તેમજ ભારતની ડીજીટલ સીગ્નેચર પણ હશે.પાસપોર્ટ આપવામાં આવશે તે વખતે આ ચીપ સીલ કરી દેવામાં આવશે.જેથી પાસપોર્ટ સાથે છેડછાડ થવાની શક્યતાઓ નહી રહે

દુનિયાના 100 દેશો આ પ્રકારના પાસપોર્ટ પોતાના નાગરિકોને ઈશ્યુ કરી રહ્યા છે ત્યારે ભારતમાં હજી કેટલાક ડીપ્લોમેટીક પાસપોર્ટમાં જ આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

જોકે સરકારે હવે નાગરિકોને પણ 2016થી આ જ પ્રકારના પાસપોર્ટ ઈશ્યુ કરવાનુ નક્કી કર્યુ છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday 9 October 2014

હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ પહેલાની તૈયારી!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા અણુબોમ્બ પહેલાની તૈયારી!

પહેલી જ વખત જાહેર થયેલી તસવીરો બતાવે છે, અણુશસ્ત્રોની અંદરુની હકીકત

બોમ્બ ફેંકતા પહેલા અમેરિકાએ ભુગર્ભમાં સાચવી રાખ્યો હતો

અમદાવાદ, ઓક્ટોબર 9, 2014
જાપાનના બે શહેરો હિરોશિમા અને નાગાસાકી પર 1945ની 6ઠ્ઠી અને 9મી ઓગસ્ટે અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા હતાં. અણુશસ્ત્રોના પહેલાં અને છેલ્લા ઉપયોગોનો એ પ્રસંગ જાણીતો છે. પરંતુ તેની કેટલીક દુર્લભ તસવીરો હવે અમેરિકાએ જાહેર કરી છે, જે અત્યાર સુધી ગુપ્ત રખાઈ હતી. એ તસવીરો ખ્યાલ આપે છે, અણુ હુમલા પહેલાં કેવી તૈયારી થઈ હતી તેનો..

સૈન્ય અધિકારીઓ બોમ્બના પેકિંગનું માપ લઈ રહ્યાં છે. એ પેકિંગ બાદમાં જાપાન પાસે પ્રશાંત મહાસાગરમાં આવેલા ટિનિઆન ટાપુએ મોકલાયુ હતું, જ્યાં અણુ શસ્ત્રો સચવાયેલા હતાં.

લીટલ બોય નામનો બોમ્બ 6ઠ્ઠી ઓગસ્ટે હિરોશિમા પર ફેંકાયો હતો. તેની આંતરીક રચના કેવી હતી, તેનો અછડતો ખ્યાલ આ તસવીરમાં મળી રહે છે. વાયરીંગ દ્વારા બોમ્બના ચાર્જિંગ સાધનો તપાસાઈ રહ્યાં છે.

ફેટબોય નામનો આ બોમ્બ 9મી ઓગસ્ટે નાગાસાકી પર ફેંકાયો હતો. નામ પ્રમાણે જ એ લિટલ બોય કરતાં કદાવર હતો. ટ્રાન્સપોર્ટ થવા માટે વિમાનમાં ગોઠવાય એ પહેલા ટેકનિશિયન અંતિમ ચેકિંગ કરી રહ્યો છે.

વિમાન દ્વારા ટિનિઆન ટાપુ સુધી પહોંચ્યા પછી પહેલેથી તૈયાર કરેલા મોડિફાઈડ ટ્રક પર બોમ્બ ગોઠવાયો હતો. ત્યાંથી ગુપ્ત રીતે બોમ્બને એરફીલ્ડ સુધી લઈ જવાયો હતો. જ્યાંથી જરૃર પડ્યે ફાઈટર વિમાનમાં ગોઠવી તેનો પ્રહાર કરવાનો હતો.

આ રીતે ટ્રકમાં પડદો પાડીને આગળ પાછળ સુરક્ષા વાહનો સાથે બોમ્બની આગળની સફર ચાલી હતી. અહીંથી બોમ્બ એરફિલ્ડ તરફ જઈ રહ્યો છે.

બોમ્બને ગોઠવવા એટલે કે સલામત રીતે સંતાડી રાખવા માટે ભુગર્ભમાં ટાંકી જેવો ખાડો તૈયાર કરાયો હતો.

બોમ્બ લઈને આવતો ટ્રક સીધો જ અલગ પડીને ખાડા પર ગોઠવાઈ નીચે ઉતરી જાય એવી વ્યવસ્થા કરાઈ હતી. એટલે કામદારોએ બોમ્બને હાથ અડાડવાનો થતો જ ન હતો.

હુમલાના સમયે વિમાન સીધુ ખાડા ઉપર ગોઠવી, વિમાનનું ભંડકિયુ ખોલીને તેેમાં બોમ્બ પાતાળમાંથી પ્રગટ થતો હોય એ રીતે મુકી દેવાયો હતો. એ પછી વિમાન જાપાનની દિશામાં રવાના થયુ હતું.

કોઈ રીતે યુદ્ધનો અંત નથી આવતો એવુ લાગતા અંતે અમેરિકાએ એક પછી એક બે પરમાણુ હુમલાઓ કર્યા હતાં, જેના મશરૃમ વાદળો આકાશમાં હજારો ફીટ ઊંચે પહોંચ્યા હતાં. એ પછીનો ઈતિહાસ જાણીતો છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday 3 October 2014

ગૌ માંસની નિકાસ બંધ કરો, ચીની ચીજોનો બહિષ્કાર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ગૌ માંસની નિકાસ બંધ કરો, ચીની ચીજોનો બહિષ્કાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આરએસએસના વડા મોહન ભાગવતનો આદેશ

દેશના છેવાડાના માનવીની સુખાકારી અને સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી સરકારનું કામ અધુરું
(પીટીઆઈ)    નાગપુર,તા.૩
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સ્વદેશીની ભાવનાનું ભારપૂર્વક સમર્થન કરતા ભારતવાસીઓને દેશમાં જ ઉત્પાદિત માલ વાપવાની હિમાયત કરી છે. બીજી બાજુ ભારતમાંથી પશુ-માંસની અને ખાસ કરીને ગોમાંસની થતી નિકાસ પર તત્કાળ પ્રતિબંધ મૂકવાની આરએસેસના વડા મોહન ભાગવતે ભારપૂર્વક માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે આજે દેશમાં કેવી કરૃણ પરિસ્થિતિ પ્રવર્તે છે? મા-બાપ ઘરડા થાય ત્યારે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવામાં આવે છે અને પશુ (ખાસ કરીને ગોવંશ) ઘરડા થાય ત્યારે તેને કતલખાને મોકલવામાં આવે છે.
ભારતીય બજારોમાં બેફામ રીતે ઠલવાતા ચીની માલને લીધે દેશના અર્થતંત્રને થઈ રહેલાં નુકસાન સંદર્ભમાં સ્વદેશીની ભાવના જગાવવા પર ભાર મૂકતા ભાગવતે જણાવ્યું હતું કે દેશવાસીઓએ આત્મનિર્ભર બનવું જોઈએ અને ઉદ્યોગ ક્ષેત્રે સાહસિકતાના ગુણો ખીલે એ માટે યોગ્ય ઉત્તેજન મળવું જોઈએ. લોકોએ પણ દેશમાં જ બનેલી વસ્તુઓ વાપવાનો આગ્રહ રાખવો જોઈએ.
ભારતીય રાષ્ટ્રીય સલામતી, અર્થતંત્રમાં સુધારણા તેમ જ આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનાવવા માટે નરેન્દ્ર મોદીની સરકારે સત્તા પર આવ્યા પછી ચાર જ મહિનાના ટૂંકા ગાળામાં આદરેલા પ્રયાસોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દૂરદર્શનના રાષ્ટ્રીય પ્રસારણમાં બીરદાવ્યા હતા.
આજે દશેરાને દિવસે સંઘના ૮૯માં સ્થાપના દિને તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારત દેશ એક મજબૂત રાષ્ટ્ર તરીકે કાઠું કાઢી રહ્યો છે. એવો લોકોના મનમાં વિશ્વાસ જાગ્યો છે.
સંઘના વડાના ભાષણનું પહેલી જ વાર દૂરદર્શન ઉપર એક કલાક સુધી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું તેની કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) દ્વારા ટીકા કરવામાં આવી હતી. સરકારી પ્રસારણ સેવાનો એનડીએએ દુરૃપયોગ કર્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપએ બચાવ કરતા કહ્યું હતું કે રાષ્ટ્રભક્તિ માટે આરએસએસ દ્વારા સન્નિષ્ઠ યોગદાન આપવામાં આવ્યું છે. સહુને સમાન ન્યાયની ફિલોસોફીનું સંઘે કાયમ સમર્થન કર્યું છે.
દેશની પ્રજાએ નવી સરકારને તેની નીતિઓના અસરકારક અમલ માટે થોડો વધુ સમય આપવો જોઈએ. જ્યાં સુધી દેશની છેવાડાની વ્યક્તિ કલ્યાણ-યોજનાઓ, સલામતી અને સુરક્ષા બાબત સંતોષ વ્યક્ત ન કરે ત્યાં સુધી સરકારનું કામ પૂર્ણ થયેલું ન ગણાય. અમારી પાસે કંઈ જાદુઈ લાકડી નથી કે પલકવારમાં બધું પલ્ટાઈ જાય. પરંતુ એક હકિકત છે કે આ સરકાર આદરેલા કાર્યો પૂરા કરવા પ્રતિબદ્ધ છે. મોદીની તાજેતરની અમેરિકાની મુલાકાતે પણ દેશવાસીઓના મનમાં ઉત્સાહની ભાવના જગાવી છે.
જમ્મુ-કાશ્મીરમાં તબાહી વેરનારા તાજેતરના પૂર વખતે સરકારની અને સંઘના સ્વયંસેવકોની બચાવ અને સહાય કામગીરીની ભાગવતે તારીફકરી હતી.
આરએસએસના વડાએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનની સલામતી માટે એકદમ જાગૃત અને સતર્ક સરકાર, મજબૂત સંરક્ષણ નીતિ અને સીમાડાની રક્ષા માટે કાબેલ સંરક્ષણ દળો અનિવાર્ય છે. આજે આપણાં લશ્કરમાં ૨૩ હજાર ઓફિસરોની ખેંચ છે. લશ્કરને પૂરતા પ્રમાણમાં સૈનિકો અને અફસરો પૂરા પાડવાની આપણી જવાબદારી છે.

વિદેશમાં બનેલી ભગવાનની મૂર્તિઓનું પૂજન બંધ કરો
નાગપુર,તા.૩
ભારતના દેવ-દેવીઓની મૂર્તિઓ મોટા પ્રમાણમાં ચીનમાં બને છે અને પછી આપણે ત્યાં મોકલવામાં આવે છે. આ સંદર્ભમાં આરએસએસના વડા મોહન ભાગવતે વિદેશમાં તૈયાર થયેલી આ મૂર્તિઓની પૂજા-અર્ચના બંધ કરવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજો પણ વિદેશમાં બનેલી હોય તો લોકો એ ખરીદવા માટે લલચાય છે. વિદેશી વસ્તુના મોહને ત્યજીને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો લોકોએ આગ્રહ રાખવો જોઈએ.

ભાગવતે ઉઠાવેલા મુદ્દા પ્રસ્તુતઃ મોદી
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૩
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં દશેરા નિમિત્તે આપેલા ભાષણના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ દ્વારા જે સામાજિક મુદ્દા ઉઠાવાયા છે તે આજના સમયમાં પ્રસ્તુત છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે, મોહન ભાગવતજીએ તેમના પ્રવચનમાં મહત્ત્વના રાષ્ટ્રીય મુદ્દાની વાત કરી હતી. તેમના દ્વારા જે સામાજિક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે આજે ઘણાં જ પ્રસ્તુત છે.
આ પ્રકારનું ટ્વિટ કરીને વડાપ્રધાને મોહન ભાગવતના પ્રવચનની ઓનલાઈન માહિતી આપતી લિંક પણ મૂકી હતી. તેમણે સંઘના કાર્યકરોને સંઘના સ્થાપના દિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રીય સમાચાર ચેનલ દૂરદર્શન પર સંબોધન કરતા ભાગવતે ગૌહત્યા અને માંસની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત પણ છેડી હતી. આ ઉપરાંત તેમણે લોકોને ચાઈનીઝ ચીજવસ્તુઓની ખરીદી નહીં કરવાની પણ અપીલ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, બાંગલાદેશમાંથી ગેરકાયદે રીતે આવતા લોકોના કારણે તમિલનાડુ અને કેરળમાં જિહાદી પ્રવૃત્તિ વધી છે. એટલું જ નહીં, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં હિંદુ સમાજ ખતરામાં છે.
ભાગવતે કહ્યું હતું કે, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનાવવા માટે ફક્ત ચાર જ મહિનામાં જે પગલાં લીધા છે તે આવકાર્ય છે.