Gayatri Solution Group News
બેન્કિંગ વ્યવસ્થામાં સાઈબર ફ્રોડ સામે રિઝર્વ બેન્કે કમર કસી
- ગ્રાહકોની સલામતિના પગલાં લેવા બેંકોનેસૂચના
મુંબઈ,ગુરૃવાર તા.૨૦ ઓક્ટોબર, ૨૦૧૬
બેન્કિંગ વ્યવસ્થામાં સાઈબર ફ્રોડ અને સલામતી ભંગના કિસ્સામાં થઈ રહેલા
વધારાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ આવી ઘટનાઓને કાબુમાં લેવા
કમર કસી છે. આરબીઆઈ દ્વારા જારી કરાયેલા એક સર્ક્યુલરમાં જણાવાયું છે કે,
ગ્રાહકો દ્વારા હાથ ધરાતા ઈ-બેન્કિંગ વ્યવહારમાં સલામતિ અને સુરક્ષાની
ખાતરી રાખવા બેન્કોએ યોગ્ય વ્યવસ્થા અને પ્રક્રિયા લાગુ કરવી જોઈએ.
બેન્કોમાં વ્યવસ્થા અને પ્રક્રિયાઓ એવી રીતે તૈયાર થયેલી હોવા જોઈએ
જેમાં ગ્રાહકોને પોતાની સલામતિની લાગણી થતી રહે. ઈલેકટ્રોનિક બેન્કિંગ
ટ્રાન્ઝકશન્સના એલર્ટસ વ્યવસ્થા માટે ફરજિયાત રજિસ્ટર કરાવવા બેન્કોએ
ગ્રાહકોને જણાવવું જોઈએ. બેન્ક બાજુએથી કોઈ ફ્રોડ અથવા લાપરવાહી
દર્શાવવામાં આવે તો તે માટે ગ્રાહકોને દવાબદાર ઠેરવવા જોઈએ નહીં એમ પણ
પરિપત્રમાં જણાવાયું છે.
માત્ર સાઈબર સંબંધિત હુમલા સામે જ નહીં પરંતુ એકંદર બેન્કિંગ
વ્યવસ્થામાં ઊભા થઈ રહેલા આર્થિક જોખમો સામે પણ આરબીઆઈ સખત બની રહી છે. આવા
પ્રકારના ફ્રોડ અંકૂશમાં લાવી શકાય છે અને અસરકારક રીતે તેનો ઊકેલ આવી
શકે છે તેની ખાતરી રાખવા આરબીઆઈએ ખાસ ટીમની રચના કરી છે.
૩૧ જુલાઈ ૨૦૨૬ના અંતે દેશમાં ૬૯.૭૨ કરોડ ડેબિટ કાર્ડ વપરાશમાં હતા. જે
ડેબિટ કાર્ડની સલામતિ સામે જોખમ ઊભા થયા છે તેવા કાર્ડના સ્થાને નવા કાર્ડ
આપવા રિઝર્વ બેન્કે બેન્કોને સૂચના આપી છે. હજુ તાજેતરમાં જ ખાનગી
ક્ષેત્રની બેન્ક એક્સિઝ બેન્કે આરબીઆઈને જણાવ્યું હતું કે, પોતાને સાઈબર
હુમલાનો અનુભવ થયો હોવાની માહિતી આપી હતી. એસબીઆઈ તો ૬ લાખ નવા કાર્ડ આપી
રહી છે.
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/business/vepar-any-central-bank-groin-against-cyber-fraud
ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરતાં કેવી સતર્કતા રાખવી ?
(18 Jul)
આજકાલ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો વપરાશ સહેલાઈથી થઈ રહ્યો છે. આ બંને
માધ્યમોથી ખરીદી કરવું ખૂબ સહેલું થઈ ગયું છે. ઉચ્ચ મધ્યમવર્ગીઓ પણ આ
કાર્ડસ વાપરવામાં પાવરધા થઈ ગયા છે. પણ સાઈબર ક્રાઈમના સુત્રો જણાવે છે કે
ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરતી વખતે કરવામાં આવતી ભૂલોને લીધે આર્થિક
ગુનાઓનું પ્રમાણ વધી ગયું છે. લોકોની ફસામણી કરી, બેન્કના નામે ખોટાં ફોન
કરી, અંગત નાણાંકિય માહિતીઓ ચોરી લઈ, બનાવટી કાર્ડ તૈયાર કરી, ચોરાયેલા
કાર્ડનો તત્કાળ ઉપયોગ કરી કાર્ડધારકને લુંટી લેવાના ઘણાં કિસ્સાઓ પ્રકાશમાં
આવ્યા છે. બેંક અને સરકારે આ બાબત તરફ લક્ષ આપી જનજાગૃતી આણવાનો સમય હવે
આવી ગયો છે. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરતી વખતે કાર્ડ ધારકે તેને પર્સ કે
વૉલેટમાં સાચવીને મુકવું જોઈએ, કાર્ડનો પાસવર્ડ કોઈની સાથે પણ શેઅર ન કરવો
જોઈએ. જો કાર્ડ ખોવાઈ જાય તો બેન્કમાં તત્કાળ જાણ કરી કોઈપણ જાતનો આર્થિક
વહેવાર થંભાવી દેવો જોઈએ. તેમ જ તત્કાળ કાર્ડ બ્લોક કરી દેવું જોઈએ.
ડેબિટ કાર્ડ ચોરાઈ જાય તો સૌથી પહેલાં ચોર બેંકના ખાતામાંથી તાત્કાલીક
ખરીદી માટેની રક્કમ કાઢી લે છે. જ્યારે ક્રેડિટ કાર્ડથી ખરીદી કરીએ તો
બેન્ક પેમેંટ કરવા માટે અમુક દિવસની મહોલત આપે છે.
ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતી વખતે કાર્ડધારક આડેધડ ખરીદી કરી લે છે અને
જ્યારે પાકતી મહોલતે બેન્કને પૈસા આપવા પડે ત્યારે ચૂકવણીમાં ઠાંગાઠૈયાં
કરે છે. પરંતુ પૈસા ચૂકવવા જ પડે છે. આવા વખતે ભરપૂર પસ્તાવા સાથે
કાર્ડધારક હપ્તાથી બેન્કને પૈસા પાછા આપે છે. જેમાં વાપરેલી મૂળ રક્કમનું
વ્યાજ, સેવાકર, લેટ ફી જેવા અનેક વધારાના ચાર્જેસ ચૂકવવા પડે છે. ઉપરાંત
ખરીદી કરવામાં આવેલી મૂળ રક્કમ કરતાં લગભગ (૩૬%) છત્રીસ ટકા જેટલું વધુ
વ્યાજ ચૂકવવું પડતું હોય છે.
હાલમાં ક્રેડિટ કાર્ડની ખરેદી પર સરકાર કર સવલત (ટેક્સ બેનેફિટ) આપે છે તે
બાબત માહિતી મેળવી લેવી જોઈએ. પરંતુ ધ્યાન રહે કે અપાતી દરેક સવલતનો લાભ
લેતી વખતે દુકાનદાર હોય કે ગ્રાહક બંનેને પોતાની આર્થિક જવાબદારીનું ભાન
હોવું જ જોઈએ.
Source :-http://m.dailyhunt.in/news/india/gujarati/gujarat+samachar-epaper-gsamacha/debit+ane+kredit+kard+vaparata+kevi+satarkata+rakhavi-newsid-42152031
મારા ડેબિટ કાર્ડ-પિન તો હેક નથી થયા ને ? લોકોમાં ગભરાટ : લોકો દોડયા બેંક - ATM
ચીનના હેકર્સે કાર્ડ કલોન કર્યાની શંકા : તહેવારો ટાંણે લોકોનો મૂડ બગડયો
અમદાવાદ
તા. ૨૦ : વ્હાઈટ લેવલ એટીએમથી ફેલાયેલા માલવેરની મદદથી બેંક કસ્ટમરના
એકાઉન્ટ હેક ન થાય તેની તકેદારીના ભાગરૂપે એસબીઆઈ સહિતની ટોચની બેંકોએ ૩૨
લાખ ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે. તહેવાર ટાણે જ બેંકોએ ડેબિટ કાર્ડ
બ્લોક કરી દેતાં અમદાવાદ સહિત દેશભરના બેંક કસ્ટમર્સમાં ભારે ગભરાટ ફેલાયો
છે. લોકો 'મારું ડેબિટ કાર્ડ કે મારો પિન હેક તો નથી થયો ને?' તેવા ડર સાથે
બેંક અને એટીએમમાં દોડી ગયા હતા અને બેલેન્સ સહિતની વિગતો ચેક કરી હતી.
દિવાળીના
તહેવારો ટાણે જ રાજય સહિત દેશભરમાં ૩૦ લાખથી વધુ ડેબિટ કાર્ડ બ્લોક થઇ
જવાના કારણે બેંકોના ગ્રાહકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. બેંકોના ગ્રાહકો
પોતાના ડેબિટ કાર્ડમાંથી પૈસા ઉપડી ગયા નથી તે અંગેની બેંકોમાં પૂછપરછ
વધારી દીધી હતી. તો બીજી બાજુ કેટલાક ગ્રાહકો એટીએમમાં જઇ આ અંગે ક્રોસ ચેક
કરતાં જોવા મળ્યા હતા કેટલાક ગ્રાહકો બેંકની મોબાઇલ એપ્લિકેશન થકી પણ
એકાઉન્ટ ચેક કરતા હતા. જો કે શહેરમાં હજી સુધી એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, યસ
બેંક, એકિસસ બેંક અને એચડીએફસી બેંક સહિત અન્ય બેંકના ગ્રાહકના ડેબિટ
ખાતામાંથી નાણાં ઉપડી ગયા હોય તેવો બનાવ બહાર આવ્યો નથી. જોકે ગઇ કાલે
એસબીઆઇ, એકિસસ બેંક સહિત કેટલીક મોટી બેંકોમાં ડેબિટ કાર્ડના ફ્રોડ અંગેની
વિગતો બહાર આવતાંની સાથે બેંકિંગ સત્ત્।ાવાળાઓ પણ સાવધાન થઇ ગયા હતા.
ઉલ્લેખનીય
છે કે જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઇએ છ લાખ કરતાં વધુ ડેબિટ
કાર્ડ બ્લોક કરી દીધા હતા. જેમાં શહેર સહિત રાજયના બેંક ગ્રાહકોના કાર્ડ
બ્લોક થયા હોવાના સમાચાર છે. દરમ્યાન જે ગ્રાહકોના કાર્ડ બ્લોક કરાયા છે
તેઓના કાર્ડ ઝડપી ઇસ્યુ કરવાની કામગીરી એસબીઆઇએ સત્ત્।ાવાળાઓએ હાથ ધરી છે.
બેંકના જણાવ્યા પ્રમાણે ગ્રાહકોએ હાલ કોઇ ગભરાવાની જરૂર નથી.
બેંકિંગ
સેકટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે એસબીઆઇના ૧૬ સર્કલ છે જેમાં ગુજરાતમાં
સૌથી વધારે અસર થઇ છે. તહેવારે પૂર્વે આ પ્રકારની મુશ્કેલી ઊભી થતાં બેંકના
ગ્રાહકોમાં ચિતા વ્યાપેલી જોવા મળી છે. ગભરાટ ભરી સ્થિતિમાં બેંકમાં
પૂછપરછ વધી ગઇ છે.
બેંકના
ઘણા ગ્રાહકો મોબાઈલ એપ અને ઓનલાઈન બેન્કિંગથી નાણાકીય વ્યવહારો કરે છે.
આવા ગ્રાહકોએ ખાતામાંથી રકમ તો નથી ઉફડી ગઈ ને તે મોબાઈલ એપ કે નેટ
બેન્કિંગથી ચકાસણી કરી લીધી હતી. ૩૦ લાખથી વધુ ડેબિટ કાર્ડ બ્લોક થયાના
પગલે એસબીઆઇએ ગ્રાહકોને એટીએમનો પિન બદલવા ભલામણ કરી છે. બેંકિંગ
સત્ત્।ાવાળાના જણાવ્યા પ્રમાણે પિન બદલવાના કારણે ગ્રાહકોની બેંક ખાતાની
સલામતી વધી શકે. પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને સર્વર અને
સિસ્ટમના ફોરન્સિક ઓડિટ કરવાના આદેશો આપ્યા છે. જેના કારણે એવું જાણી શકાય
કે બેંકના કયા ગ્રાહકોના ડેબિટ કાર્ડમાંથી ડેટા ચોરાયા છે. આ અંગે એસબીઆઈના
ડીજીએમ હેમંત કરોલિયાએ જણાવ્યું કે ગુજરાતમાં હજુ સુધી કાર્ડ બ્લોક થયા
અંગેનો એક પણ કેસ સામે આવ્યો નથી. જોકે બેંકોને સૂચના આપી છે કે આવું કંઈ
બને તો કસ્ટમરને તુરંત નવું ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરી દેવા.(૨૧.૨૮)
Source :-http://www.akilanews.com/20102016/gujarat-news/1476961640-50403
તલાટી, PSI, ASI, GPSC, TET, TAT, HTAT, Constable ની પરીક્ષા માટે જનરલ નોલેજ ની તૈયારી કરો online... અહીક્લિક કરો online તૈયારી માટે....!!!
Source :-http://gujaratsamachar.com/, http://www.gujarati.webdunia.com/,
http://www.akilanews.com, http://sandesh.com,
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)