સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 22 January 2015

વાઇબ્રન્ટ સમિટ, PBD ઇવેન્ટ વખતે ૧૫ હજાર લિટર દારૃ પીવાયો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

વાઇબ્રન્ટ સમિટ, PBD ઇવેન્ટ વખતે ૧૫ હજાર લિટર દારૃ પીવાયો

ગાંધીના ગુજરાતનું ગૌરવ

આ વખતે દારૃની પરમિટ સરળ બનાવી લીકર શોપનો સમય વધારી દેવાયો હતો જાન્યુઆરી ૨૦૧૪માં

અમદાવાદ, ગુરૃવાર
વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા વિદેશીઓ અને અન્ય રાજયોના લોકો માટે ગુજરાત સરકારે આ વખતે દારુની પરમિટ મેળવવાના નિયમો સરળ બનાવી દીધા હતાં અને લીકર શોપનો સમય પણ વધારી દીધો હતો. જેના કારણે જાન્યુઆરી એકથી પંદર દરમ્યાન ૧૪૯૦૦ યુનિટ કાયદેસર દારુંનું વેચાણ અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલ્સમાંથી થયું હતું. ગત જાન્યુઆરીમાં આખા મહિનામાં આટલો દારૃ વેચાયો હતો. આ વર્ષે વાઈબ્રન્ટ સમિટ અને પ્રવાસી ભારતીય દિવસના સરકાર આયોજિત કાર્યક્રમોમાં દારુની રેલમછેલ બોલી હતી.
નશાબંધી અને આબકારી વિભાગમાંથી મળેલા આંકડા જાન્યુઆરીના પહેલા પંદર દિવસના છે પરંતુ હોટેલ સંચાલકોનું કહેવું છે કે મહતમ દારૃનું વેચાણ ૭થી ૧૩ જાન્યુઆરી વચ્ચે થયું છે. બહારથી આવનારા અને ખાસ કરીને વિદેશથી આવનારા લોકોની ફરિયાદ હતી કે ગુજરાતમાં વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન દારુ મેળવવામાં તકલીફ પડે છે. આ તકલીફને તાત્કાલીક ધોરણે ઉકેલવા માટે દારુની પરમિટની સિસ્ટમ હળવી કરી દીધી હતી. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી પણ અમદાવાદમાં કરવામાં આવી હતી એટલે મોટાપાયે પ્રવાસી ભારતીયો અમદાવાદમાં આવ્યાં હતાં, તેમની પણ દારુની મોટી માંગ રહી હતી. આ બધાને સરળતાથી દારુ મળી રહે તે માટે ઓગસ્ટથી ડિસેમ્બર દરમ્યાન અમદાવાદમાં ચાર નવી હોટેલ્સને પણ લીકર શોપનું લાયસન્સ આપવામાં આવ્યું હતું.

જાન્યુઆરીના પ્રથમ ૧૫ દિવસમાં કઈ હોટેલમાંથી કેટલો દારુ વેચાયો
હોટેલ
વેચાયેલા યુનિટ
ધી ગ્રાન્ડ ભગવતી
૩૫૩૪
કામા હોટલ
૭૬૩.૬૮
હોટલ સેન્ટલોર્ન
૫૪૨.૧૮૬
હોટલ રિવેરા
૬૧૭
રોયલ મેનોર હોટલ્સ
૬૫૨.૩૧૫
ધી મેટ્રોપોલ હોટલ
૯૦૨.૬૮૬
ઈન્દર રેસીડન્સી
૨૫૦૫
પેસેફિકા હોટલ્સ
૫૮૪.૬
હોટલ પ્રેસીડન્ટ
૪૭૬૬.૪૭૮
 
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 21 January 2015

ગુજરાત પોલીસ બોમ્બ ડિફયૂઝ કરવા ૭ કરોડનો રોબોટ લાવશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગુજરાત પોલીસ બોમ્બ ડિફયૂઝ કરવા ૭ કરોડનો રોબોટ લાવશે

TCV સિસ્ટમને માત્ર એક જ વ્યકિત રિમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ કરી શકે છે

અમદાવાદ બુધવાર
 ગુજરાત હંમેશા આતંકવાદીઓના હીટ લિસ્ટમાં રહયું હોવાથી બોંબ બ્લાસ્ટ કરવાની ધમકીઓ પણ મળતી રહે છે. આથી કોઇ અણધારી પરિસ્થિતિને પહાંેચી વળવા ગુજરાત પોલીસ આતંકીઓએ પ્લાન્ટ કરેલા બોંબને નિષ્ફળ બનાવવા દેશમાં સૌપ્રથમવાર બોંબને ડિફયૂઝ કરવા ટીસીવી (ટોટલ કન્ટેનમેન્ટ વેસલ)નામનું સંપૂર્ણ રોબોટ સંચાલિત યુનિટ સાત કરોડના ખર્ચે વસાવશે. જેની મદદથી પ્લાન્ટ કરેલા બાંેબને નિષ્ક્રીય કરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરી શકાશે.
 જાહેર જગ્યાએ કે ભીડભાડવાળા વિસ્તારમાં કોઇ શંકાસ્પદ વસ્તુ કે બોંબ જેવી વસ્તુ મળે તો સ્થળ પર સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બોંબ સ્કવોર્ડની ટીમો કામે લાગીને આખા વિસ્તારને કોર્ડન કરી લે છે.કયારેક બોંબને નિષ્કિય કરવા માટે  ભીડભાડવાળા વિસ્તારમાં સંભવિત જાનહાનીને ટાળવા માટે દુર પણ લઇ જવો પડે છે. આ કાર્યવાહી દરમિયાન બોંબ નિષ્કિય કરતી ટીમના જીવ પણ જોખમમાં મુકાઇ જતા હોય છે તે આ નવી  ટોટલ કન્ટેનમેન્ટ વેસલ સિસ્ટમમાં ટાળી શકાય છે. ગુજરાત પોલીસનું આધુનિકીકરણ કરવાના ભાગરુપે હવે ખરીદવામાં આવી રહેલી આ સિસ્ટમને માત્ર એક જ વ્યકિત રીમોટ કંટ્રોલની મદદથી ઓપરેટ કરી શકે છે.આ રોબોટ સિસ્ટમની ખાસિયત એ છે કે તેની મદદથી બાંેબની તિવ્રતા અને સંભવિત જાનહાનીનો પણ અંદાજ લગાવી શકાય છે. આ સિસ્ટમમાં રોબોટની સાથે પાણી ભરેલું એક પીપ જેવું વાહન હોય છે જેમાં બોંબ નાખીને નિષ્ક્રિય કરવામાં આવે છે. તેમજ આ સિસ્ટમના રોબોટને કોઇ પણ વાહન સાથે જોડી શકાય છે આથી રસ્તામાં મુકવામાં આવેલા બોંબના સ્થળે તાત્કાલિક પહોંચવામાં સરળતા રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં ૨૦૦૮માં સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે ૧૫૦થી પણ વધુ લોકોના મુત્યું થયા હતા.આ ઉપરાંત ડાયમંડ નગરી સુરતમાંથી પણ વિવિધ સ્થળોએ આતંકવાદીઓએ પ્લાન્ટ કરેલા બોંબ મળી આવ્યા હતા.
આથી રોબોટ સંચાલિત સિસ્ટમનું મહત્વ વધી જાય છે. આ અંગે ગુજરાત પોલીસ મોર્ડનાઇઝેશનના આઇજીપી પ્રવીણસિંહા એ જણાવ્યું કે સરકાર દ્વારા બોંબને ડિસ્ફયુઝ કરવા માટે ટીસીવી (ટોટલ કન્ટેનમેન્ટ વેસલ)નામનું સંપૂર્ણ રોબટ સંચાલિત યુનિટ સાત કરોડના ખર્ચે ખરીદવાની મંજુરી પણ મળી ગઇ છે. ઉપરાંત બોંબ સ્કવોર્ડના ઉચ્ચ અધિકારીઓનેે રોબોટનો ઉપયોગ ખાસ ટ્રેનિંગ પણ અપાશે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 20 January 2015

જગદંબાની ભક્તિનું અનોખું પર્વ એટલે માહી નવરાત્રી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

જગદંબાની ભક્તિનું અનોખું પર્વ એટલે માહી નવરાત્રી

- આજથી માહી નવરાત્રીનો પ્રારંભ

- વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે

સામાન્ય રીત એવુ માનવામાં આવે છે કે વર્ષમાં 2 નવરાત્રી હોય છે. આ વાત સત્ય તો છે પરંતુ અર્ધસત્ય છે. મોટા ભાગના લોકોની માન્યતા પ્રમાણે વર્ષમાં એક ચૈત્રી નવરાત્રી અને એક શરદ નવરાત્રી હોય છે પરંતુ ધાર્મિક માન્યતા પ્રમાણે વર્ષમાં શક્તિની પૂજા માટે 4 નવરાત્રી હોય છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી છે. આમાં, પુરતશી મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાલમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીમાં નવ આદ્ય શક્તિની પુજાનું મહત્વ હોય છે. શક્તિની પૂજાનો ઉલ્લેખ વૈદિક કાળથી મળી રહ્યો છે. તો આવો જાણીએ કે વર્ષમાં કઈ કઈ 5 નવરાત્રીઓ હોય છે અને તેનુ મહત્વ શુ છે.

1.મ્હા નવરાત્રી: મ્હા નવરાત્રી,ને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, માઘ (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરાય છે.

2. વસંત નવરાત્રી: આ નવરાત્રી ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં આવતી હોય છે. આ નવરાત્રીની કથા રાજા સુદર્શન અને રાણી શશિકલા જે રામના પૂર્વજ સાથે જોડાયેલી છે. તેમને ઋષિ ભારદ્વાજે આશિર્વાદ આપ્યા અને મા શક્તિની આરાધના કરવાનું કહેવામાં આવ્યુ હતું. આ પૂજા અર્ચનાથી તેમને ખૂબ જ વૈભવ અને સુખ મળ્યુ. સુદર્શનના વંશજ શ્રીરામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રીમાં માતાજીની આરાધના કરી અને તે પછી જ તેઓ માતા સીતાને પરત મેળવવામાં સફળ રહ્યા હતા. વસંત નવરાત્રિમાં માતાજીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકાય છે

3. .ગુપ્ત નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન અનુસરવામાં આવે છે.

4. શરણ નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી અશ્વિન મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબર)ના સમયે થાય છે માટે.

નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે.
દુર્ગા, જે અપ્રાપ્ય છે તે
ભદ્રકાલી
અંબા કે જગદંબા, વિશ્વમાતા
અન્નપૂર્ણા, જે અનાજ (અન્ન)ને મોટી સંખ્યામાં (પાત્ર: નો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે) સંઘરીને રાખે છે તે.
સર્વમંગલા, જે બધાને (સર્વને) આનંદ (મંગલ) આપે છે તે.
ભૈરવી
ચંદ્રિકા કે ચંડી
લલિતા
ભવાની
મોકામ્બિકા

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 16 January 2015

ફોટો ખેંચતા જ શબ્દોનું ભાષાંતર કરે તેવી આ google એપ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ફોટો ખેંચતા જ શબ્દોનું ભાષાંતર કરે તેવી આ google એપ

- સૌથી શ્રેષ્ઠ વાત એ કે ઇન્ટરનેટ-ડેટા કનેક્શન ના હોય ત્યાં પણ કામ કરે

ન્યુયોર્ક, તા 16 જાન્યુઆરી 2015
જો તમે શબ્દોનું ભાષાંતર ઓછામાં ઓછા સમયમાં કરવા માંગતા હોય તો ગૂગલ તમારા માટે લાવ્યું છે આ ટ્રાન્સલેટ એપ. હવે મોબાઈલ દ્વારા કોઈપણ ફોટો ખેંચતા જ ગુગલની ટ્રાન્સલેટ એપ તરત તેનું ભાષાંતર કરી દે છે. આ એપ લોકોને ખુબ જ ઉપયોગી છે. જે અલગ અલગ દેશોની યાત્રા કરે છે.

ગુગલ ટ્રાન્સલેટ એપ અન્ય ભાષાઓમાં લખેલા માર્ગદર્શક સંકેતોનું ભાષાંતર કરવામાં સહયોગ કરે છે. ગુગલ ટ્રાન્સલેટ એપને ઉપયોગમાં લેવી ખુબ જ સરળ છે. તમારે ફક્ત લખાયેલા શબ્દો પર મોબાઈલ કેમેરાનું ફોકસ કરવાનું હોય છે અને આ એપ મોબાઈલ પર શબ્દનું સીધું ભાષાંતર બતાવે છે.

આ એપ ફ્રેંચ, જર્મન, પોર્ટુગલ, રૂસી અને સ્પેનીશ ભાષાઓમાં તથા અંગેજી ભાષામાં ભાષાંતર કરે છે. આ એપની સૌથી શ્રેષ્ઠ વાત એ છે કે એપ જે જગ્યાએ ઇન્ટરનેટ અને ડેટા કનેક્શન ના હોય ત્યાં પણ કામ કરે છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 12 January 2015

ટીવીને કોમ્પ્યૂટર બનાવી દેશે આ સ્ટિક

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ટીવીને કોમ્પ્યૂટર બનાવી દેશે આ સ્ટિક

- ઈન-બિલ્ટ વાયરલેસ કનેક્ટિવિટી, ઓન બોર્ડ સ્ટેરેજથી સજ્જ

- સ્ટિકની કિંમત અને અન્ય ફિચર્સ જાણવા ક્લિક કરો

નવી દિલ્હી તા. 12 જાન્યુઆરી 2015

ઈલેકટ્રોનિક ગેજેટસના માર્કેટમાં રોજ નવું આવે છે. તેવામાં ઈન્ટેલ કંપની તામારા માટે લાવી રહી છે એક એવું ડોન્ગલ જે તમારા ટીવીને ફુલ-ફ્લેજેડ કોમ્પૂટરમાં બદલી નાખશે. ઈન્ટેલ કોમ્પ્યૂટેક સ્ટિક નામના આ ડિવાઈસમાં વિન્ડોઝ 8.1 કે લાઈનેક્સ પ્રી-ઇનસ્ટોલ આવે છે.

આ 4-ઈંચ લાંબી ડિવાઈસમાં ક્વાડ-કોર ઈન્ટેલ એટમ પ્રેસેસર છે. આ ડિવાઈસમાં ઈન-બિલ્ટ વાયરલેસ કનેક્ટિવિટી, ઓન બોર્ડ સ્ટેરેજ અને એડિશનલ સ્ટેરેજ માટે માઈક્રો એસડી કાર્ડ સ્લોટની સુવિધા છે. ઈન્ટેલ કોમ્પ્યૂટ સ્ટિકને આ વર્ષે લોન્ચ કરશે.

ઈન્ટેલ કમ્પ્યૂટેક સ્ટિકના વિન્ડોઝ 8.1 વર્ઝનમાં 32 જીબી સ્ટોરેજ અને 2જીબી રેમ છે. તેની કિંમત 149 ડોલર એટલે લગભગ 9,315 રૂપિયા રાખવામાં આવી છે. વળી આ લાઈનેક્સ વર્ઝનની કિંમત 89 ડોલર એટલે લગભગ 5,565 રાખવામાં આવી છે. તેમાં 8 જીબી સ્ટેરેજ અને 1 જીબી રેમ છે.

Specifications:

- CPU: Intel Atom Processor Z3735
- PMIC: Dollar Cove AXP288
- Memory: 2GB DDR3L
- Storage: eMMC 16GB/32GB/64GB
- Expandable Storage: Micro SD Card Slot
- Display: HDMI (Male connector)
- WiFi: IEEE 802. 11 bgn
- Bluetooth: Bluetooth 4.0 HS uART (Singel Wifi/Bluetooth combo chip)
- Antenna: 30mm x 6.5mm x 2 mm, U shape dipole antenna
- USB: USB2.0 cut type A x 1
- Power Input: Micro-USB 2.0 B connector
- Power Button: Yes
- Adaptor: 10W(5V/2A)
- BIOS: 2MB
- LED Indication: Power Status Indicator
- OS: Windows (Win 8.1 with Bing, 32bit)
- Accessory: 20cm HDMI cable (optional)
- Dimension: 110.9mm x 38mm x 9.8 mm (HDMI connector inlcuded)

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 22 December 2014

19 જાન્યુ.ના રોજ તમારા કમ્પ્યૂટરની થઇ જશે કંઇક આવી હાલત, વાંચી લો સિસ્ટમને બચાવવાની ટિપ્સ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

19 જાન્યુ.ના રોજ તમારા કમ્પ્યૂટરની થઇ જશે કંઇક આવી હાલત, વાંચી લો સિસ્ટમને બચાવવાની ટિપ્સ

ન્યૂયોર્ક, 19 ડિસેમ્બર

વૈજ્ઞાનિકોએ ઉચ્ચારેલી એક ચેતવણી અનુસાર કમ્પ્યૂટરનો અંત નજીક છે. વૈજ્ઞાનિકોએ તો તેના અંતની તારીખની પણ ભવિષ્યવાણી કરી દીધી છે. તેમના મતે ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ બાદ તમારું કમ્પ્યૂટર આગળ વધવાની ના પાડી શકે છે, આમ થવા પાછળનું કારણ વાયટુકે૩૮ નામની એરરને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ એરર કોર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ પર આધારિત છે. આ એવી સિસ્ટમોને પ્રભાવિત કરશે જેમાં ટાઇમ સાઇન્ડ ૩૨ બીટ ઇંટિઝર છે.

આ ટાઇમ એક નંબર ઓફ સેકન્ડને કલક્યુલેટ કરે છે અને તે ગુરુવાર ૧ જાન્યુઆરી, ૧૯૭૦થી ચાલુ છે. ૩૨ બીટ મુજબ ગણતરી કરવાથી ભવિષ્યનો સૌથી શક્ય હોય તેવો સમય ગુરુવાર ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ના રોજ વહેલી સવારે ૩:૧૪:૦૭ યુટીસી છે. આ સમયની એક સેકન્ડ બાદ સિસ્ટમની ડેટ રિવર્સ થઈ જશે. સોફ્ટવેર આ તારીખને ૨૦૩૮ની જગ્યાએ ૧૯૦૧ લેશે, જેને સોફ્ટવેર સપોર્ટ કરશે નહીં. તેની મેેમરી ઓછી હોવાને કારણે તે ૨૦૩૮ સુધી જ યોગ્ય રીતે કામ કરી શકશે ત્યારબાદ તે નેગેટિવ ઇન્ટિઝર સ્ટોર કરવા લાગશે, જેનાથી ટાઇમ પણ રિવર્સ થઈ જશે.

મહત્ત્વનું છે કે, વર્ષ ૨૦૦૦માં પણ મિલેનિયમ બગ એટલે કે, વાયટુકેની સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા પણ તેના જેવી જ છે. વર્ષ ૨૦૦૦માં સર્જાયેલી સમસ્યામાં કમ્પ્યૂટર વર્ષ ૧૯૦૦ અને ૨૦૦૦ વચ્ચે ભેદ નહીં સમજી શકે તેની ભીતિ હતી. આ સમસ્યાનું મૂળ ૩૨ બીટ સિસ્ટમમાં રહેલું છે. ૩૨ બીટ સિસ્ટમ ઓછી મેમરી યૂઝ કરતી હોવાને કારણે આ સમસ્યા સર્જાય છે. હાલમાં જ યૂ ટયૂબ પર ગગનમ સ્ટાઇલ વીડિયોની હીટ એટલી વધી ગઈ હતી કે, જેને કારણે સિસ્ટમ કાઉન્ટર તૂટી પડયું હતું, જોકે ત્યારબાદ સિસ્ટમને ૬૪ બીટમાં ફેરવી ભૂલને સુધારી લેવામાં આવી હતી.

સિસ્ટમને કેવી રીતે બચાવવી?
-ટાઇમ-ટીને ૬૪ બીટ બનાવવામાં આવે.
-૩૨ બીટ સિસ્ટમની જગ્યાએ ૬૪ બીટ કરવામાં આવે.
-૩૨ બીટ સાઇન્ડ ઇન્ટિઝરની જગ્યાએ ૩૨ બીટ અનસાઇન્ડ ઇન્ટિઝર ઉપયોગમાં લેવામાં આવે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 7 December 2014

ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ ઘોષિત કરવામાં આવે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ ઘોષિત કરવામાં આવે

ગીતાના 515મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની માંગ

ભાજપના આગેવાન તેમજ દેશના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ભગવદ્ ગીતાને રાષ્ટ્રીય ગ્રંથ જાહેર કરવામાં આવે તેવી માંગ સરકાર સમક્ષ કરી છે.

ભગવદ્ ગીતાનો 515મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે એક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં સુષ્મા સ્વરાજ સહિતના ભાજપના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.આ પ્રસંગે સુષ્મા સ્વરાજે કહ્યુ હતુ કે હું આ કાર્યક્રમમાં વિદેશ મંત્રી તરીકે નહી પરંતુ ગીતા પ્રમાણે જીવન જીવનાર એક સાધકની હેસિયતથી શામેલ થયી ચું.

કાર્યક્રમ દરમ્યાન તેમણે કહ્યુ હતુ કે વિદેશ મંત્રી તરીકે પડકારોનો સામનો કરવામાં મને ગીતાના કારણે જ સફળતા મળી છે.ગીતા જીવન જીવવાનો રાહ બતાવે છે.પીએમ મોદીએ અમેરિકાના પ્રમુખ ઓબામાને ગીતા ભેટમાં આપીને તેને અનઔપચારિક રીતે તો રાષ્ટ્રીય ગ્રંથનો દરજ્જો આપી જ દીધો છે.હવે તેને  સત્તાવાર રીતે રાષ્ટ્રીય ગ્રંથનો દરજ્જો આપી દીધો છે.

હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરે પણ આગામી વર્ષે આ પ્રસંગે હરિયાણામાં ભવ્ય મહોત્સવ ઉજવવાની જાહેરાત કરી છે.