સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 28 September 2017

GST: જુનો માલ વધુ ૩ મહિના વેચી શકાશેઃ મુદત લંબાવવા તૈયારી - ATMમાંથી કેશ ન નીકળે પણ ખાતામાંથી પૈસા કપાઇ જાય, તો શું કરવું? કયાં કરવી ફરિયાદ? - ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણીઃ બે તબક્કે મતદાન

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

GST: જુનો માલ વધુ ૩ મહિના વેચી શકાશેઃ મુદત લંબાવવા તૈયારી
વેપારીઓની માંગણી પર ગ્રાહક મંત્રાલયે ૩ મહિના સમય લંબાવવાનો પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલ્યોઃ નાણા મંત્રાલયની મંજુરી બાદ થશે એલાનઃ ડબ્બાબંધ વસ્તુઓ પર સંશોધિત એમઆરપી લખવાની પરવાનગીમાં છુટ આપવાનો અધિકાર ગ્રાહક મંત્રાલય પાસે છે
   નવી દિલ્હી તા.ર૯ : જીએસટી સાથે જોડાયેલી મુશ્કેલીઓને જોતા સરકાર કંપનીઓને જુનો માલ વેચવા માટે ત્રણ મહિનાની વધુ મુદત આપવાની તૈયારી કરી રહી છે. આનાથી કંપનીઓ, નિકાસકારો અને દુકાનદાર જીએસટી લાગુ થયા પહેલા બનેલા સામાન પર નવા દરનું સ્ટીકર લગાવી ૩૧ ડિસેમ્બર સુધી સામાન વેચી શકશે.
   ૧લી જુલાઇથી જીએસટી લાગુ થયા બાદ જુનો માલ વેચવાની છુટ ૩૦ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઇ રહી છે. ગ્રાહક મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે તમામ રાજયોના તંત્રએ તારીખ વધારવા માટે વિનંતી કરી છે. તેમણે કહ્યુ છે કે બજારમાં હજુ પણ મોટી સંખ્યામાં જીએસટીથી પહેલા તૈયાર થયેલો માલસામાન ઉપલબ્ધ છે એવામાં ૧લી જુલાઇથી પહેલા બનેલા સામાન પર પ્રકાશિત મહત્તમ રિટેઇલ પ્રાઇસની સાથે સંશોધિત મુલ્ય લખવાની પરવાનગી પણ વધારે જરૂરી છે.
   જો ગ્રાહક મંત્રાલય સંશોધિત મુલ્ય લખીને સામાન વેચવાની પરવાનગી ન આપે તો સંશોધિત નિયમો અનુસાર ૧લી ઓકટોબરથી જીએસટી લાગુ થવાના પહેલા બનેલો સામાન જપ્ત કરવાની પણ જોગવાઇ છે.
   એક અધિકારીએ કહ્યુ છે કે ગ્રાહક મંત્રાલયને ડબ્બાબંધ વસ્તુઓ પર સંશોધીત એમઆરપી લખવાની પરવાનગીમાં છુટ આપવાનો અધિકાર છે. આ વિષય જીએસટી સાથે જોડાયેલો છે તેથી નિર્ણયની માહિતી નાણા મંત્રાલયને મોકલવામાં આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલય તરફથી પરવાનગી મળતા જ તેનુ સત્તાવાર રીતે એલાન થઇ શકે છે. મંત્રાલય આજે કે કાલે જાહેરાત કરશે.
   દરમિયાન જીએસટી બાદ માત્ર થોડી જ ચીજોના ભાવો ઘટયા છે. કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે, જે વસ્તુઓના ભાવ ઘટયા છે કંપનીઓ તેનો લાભ ગ્રાહકોને આપે.
   અત્રે એ નોંધનીય છે કે, ભાવ વધારવા પર ઓછામાં ઓછા બે અખબારોમાં જાહેરાત આપવી જરૂરી છે. ૧ર૩ કંપનીઓએ ભાવ વધારવાની જાહેરાત અખબારમાં કરી છે. ટેકસ ઘટયા બાદ ૩૦ કંપનીઓએ એમઆરપી સંશોધિત કરી ભાવો ઘટાડયા છે. ૩પ૦ કંપનીઓએ સામાન પર વધેલા ભાવ લખ્યા (જીએસટી બાદ). અત્યાર સુધીમાં ગ્રાહક મંત્રાલયને પ૦૦ જેટલી ફરિયાદો મળી છે

Source :-http://www.akilanews.com/29092017/main-news/1506659312-115062

ATMમાંથી કેશ ન નીકળે પણ ખાતામાંથી પૈસા કપાઇ જાય, તો શું કરવું?
કયાં કરવી ફરિયાદ?
<br />ATMમાંથી કેશ ન નીકળે પણ ખાતામાંથી  પૈસા કપાઇ જાય, તો શું કરવું?
   મુંબઇ તા. ૨૯ : ઘણીવાર ATMમાંથી કેશ નિકાળતા સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવું પણ બને છે કે તમે ATMમાંથી પૈસા નિકાળી રહ્યા હોય. પરંતુ કેશ નથી નિકળતું. અને તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે.
   આવી સ્થિતિમાં તમારા પૈસાને કલેમ કરવા માટે તમારે બેન્કમાં ફરિયાદ કરવી પડે છે. મોટાભાગના મામલામાં આવા બેન્ક આવા ટ્રાન્ઝેકશન મામલે તમારા એકાઉન્ટમાં પૈસા ક્રેડિટ કરી આપે છે.
    પરંતુ કોઈ કારણસર જો બેન્ક આ પૈસા તમારા એકાઉન્ટમાં ક્રેટિડ ન કરે તો તમને લાગશે કે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. આ મામલે ખુદ ગ્રાહક મંત્રી રામ વિલાસ પાસવાને ટ્વીટ કરીને જાણકારી આપી છે.
   પાસવાને આવી જ એક ઘટના ટ્વીટ કરીને જણાવી. તેમણે જણાવ્યું કે, ATMમાંથી પૈસા નિકાળતા સમયે ગ્રાહકને પૈસા ન મળ્યા. પરંતુ ખાતામાંથી પૈસા કપાઈ ગયા. ગ્રાહકે તેની ફરિયાદ બેન્કને કરી, તો બેન્કે તેના સમાધાન થઈ જવાની વાત કરી પરંતુ તેમ ન થયું. આ પછી ગ્રાહકે ઉપભોકતા વિભાગની હેલ્પલાઈન પર ફોન કરીને આ મામલાની જાણકારી આપી અને માત્ર ૧૮ દિવસમાં આ સમસ્યાનું સમાધાન થઈ ગયું અને ગ્રાહકને તેના પૈસા મળી ગયા.
   જો તમારી સાથે પણ કયારેક આવું બને તો તમે અઠવાડિયાના કોઈપણ દિવસે હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર ૧૪૪૦૪ અથવા ૧૮૦૦-૧૧-૪૦૦૦ પર પોતાની ફરિયાદ નોંધવી શકો છો. જો તમે ઈચ્છો તો ગ્રાહક વિભાગની વેબસાઈટ www.consumerhelpline.gow.in પર જઈને તમારી ફરિયાદ ત્યાં પણ આપી શકો છો. (૨૧.૧૨)

Source :- http://www.akilanews.com/29092017/main-news/1506662050-115069

ગુજરાતમાં ડિસેમ્બરમાં ચૂંટણીઃ બે તબક્કે મતદાન

ચૂંટણી પંચમાં જોરશોરથી તૈયારીઃ ઓકટોબરના મધ્યમાં જાહેર થશે તારીખોઃ હિમાચલમાં એક તબક્કે મતદાનની તજવીજઃ ગુજરાતમાં પહેલીવાર ૧૦૦% VVVPAT મશીનોનો થશે ઉપયોગઃ NRI માટે પ્રોક્ષી વોટીંગની વ્યવસ્થાઃ બંને રાજ્યોના પરિણામો એક સાથે આવશે

નવી દિલ્હી તા. ૨૯ : ઓકટબર માસના મધ્યમાં ચૂંટણી કમિશન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ બંને રાજયોની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષો એકબીજાની સામસામે આવશે.
   એવું જણાઈ રહ્યું છે કે ચૂંટણી કમિશન હિમાચલ પ્રદેશમાં નવેમ્બરના મધ્યમાં અને ગુજરામાં ડિસેમ્બર માસમાં બે તબક્કામાં ચૂંટણી યોજવા વિચાર કરી રહ્યું છે. ઉપરાંત સાથોસાથ ખાલી પડેલી ચાર લોકસભા બેઠકો ઉત્ત્।રપ્રદેશમાં ગોરખપુર અને ફુલપુર તેમજ રાજસ્થાનમાં અજમેર અને અલવર બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજવા વિચારી રહ્યું છે.
   આ ચૂંટણીમાં પહેલીવાર ઇલેકશન કમિશન કોઈપણ રાજયમાં સમગ્ર ચૂંટણી પૂર્ણરૂપે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ(VVPAT) મશિન દ્વારા કરાવશે. આ મશિનની મદદથી મતદાતા પોતે જેને વોટ આપ્યો છે તેને વોટ મળ્યો છે કે નહીં તે રિસિપ્ટ દ્વારા નિશ્ચિત કરી શકશે.
   જોકે કમિશન પહેલીવાર કોઈ એક સમગ્ર રાજયમાં VVPATનો ઉપોયગ કરવાનું હોય બીજા કેટલાક ઇનિશિએટિવને હાલ પૂરતા પડતા મૂકવામાં આવ્યા છે જેમ કે દરેક પોલિંગ સ્ટેશનમાં એક નિશ્ચિત ટકાવારીમાં પેપર ટ્રેઇલ રિસિપ્ટની ગણતરી કરવી.
   જયારે કેન્દ્રીય કેબિનેટે ભારત બહાર રહેતા લોકોને પ્રોકસી વોટિંગની સુવિધા આપવાનો પ્લાન હાલ આ બે રાજયોની ચૂંટણીમાં પડતો મૂકયો છે. ઓગસ્ટ મહિનામાં જ રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એકટમાં સુધારા કરતો કાયદો લાવવા માટે સરકાર દ્વારા સુધારા બિલનો મુસદ્દો તૈયાર કરાયો હતો જેને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.
   આ નવા સુધારાના કારણે ભારત બહાર રહેતા ભારતના નાગરીકોને ચૂંટણીમાં વોટ નાખવા માટે હજારો રૂપિયા ખર્ચીને ભારત આવવાની જરૂર નહીં રહે તેઓ પોતે જે દેશમાં છે ત્યાંથી જ નક્કી કરવામાં આવેલ પ્રોકસી પદ્ઘતીથી વોટિંગ કરી પોતાનો વોટ આપી શકશે. પરંતુ આ સુધારા બિલને હજુ સંસદની મંજૂરી બાકી છે.
   ઇલેકશન કમિશન પૂરજોશમાં બંને રાજયોમાં ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. આ સપ્તાહની શરૂઆતમાં જ ઇલેકશન કમિશનની ટીમે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓ અંગે નિરિક્ષણ કર્યું હતું. જયારે ગુજરાતમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારી અંગે નિરિક્ષણ કરવા માટે ઓકટોબરના બીજા સપ્તાહમાં ઇલેકશન કમિશન રાજયમાં આવી શકે છે.
   હિમાચલ પ્રદેશમાં ઇલેકશન કમિશનની ટીમ સામે સર્વસામાન્ય માગણી એવી મુકવામાં આવી હતી કે ચૂંટણી નવેમ્બરના મધ્યભાગ સુધીમાં કરી લેવી જોઈએ. કેમ કે ત્યાર બાદ વધુ મતદાતા ધરાવતા અને પ્રદેશ બરફાચ્છાદીત્ત્। થઈ જશે જેથી ચૂંટણીમાં મતદાનની ટકાવારી પર અસર વર્તાઈ શકે છે.
   સૂત્રોએ જણાવ્યું કે રાજયમાં સૌથી વધુ મતદાતા ધરાવતી ત્રણ બેઠક લાહૌલ સ્પિતિ, કિન્નૌર અને ભારમોરમાં નવેમ્બરના મધ્યબાદ બરફ પડતો હોવાથી મતદાતા અને ચૂંટણી અધિકારીને મુશ્કેલી ન પડે માટે કમિશન નવેમ્બર મધ્યમાં જ હિમાચલપ્રદેશની ચૂંટણી પૂર્ણ કરી લેવા માગે છે. આ માટે ૧૦૦૦૦ જેટલા પેરા મિલિટરી જવાનો ફાળવવા ઇલેકશન કમિશને ગૃહવિભાગને પત્ર પણ લખી દીધો છે.
   જયારે ગુજરાત માટે ઇલેકશન કમિશન પોતાના શેડ્યુલ પ્રમાણે ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજશે. જોકે બંને રાજયોના પરીણામ સાથે જ આપશે. ઇલેકશન કમિશનના ઓફિસરના જણાવ્યા મુજબ 'મતદાન અને ગણતરી વચ્ચે એક મહિનાનો ગાળો ઇલેકશન કમિશન અને મતદાતાઓ માટે કોઈ નવી બાબત નથી. આ પહેલા પણ દેશની વિવિધ ચૂંટણીમાં આવું થઈ ચૂકયું છે. આ જ વર્ષે પંજાબની વિધાનસબા ચૂંટણીનું પરીણામ એક મહિના બાદ UP, ઉત્ત્।રાખંડ અને ગોવા સાથે આપવામાં આવ્યું હતું.'
   ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા અંગે વરિષ્ઠ કોંગ્રેસી નેતા અહેમદ પટેલની આગેવાનીમાં કોંગ્રેસનું ડિલિગેશન ઇલેકશન કમિશનને મળ્યું હતું. તેમણે ૧૦૦% VVPAT, નિશ્ચિત ટકાવારીમાં પેપર ટ્રેઇલ રિસિપ્ટની ગણતરી, પોલિંગ સ્ટેશનમાં સીસીટીવી અને અસામાજીક તત્વોથી મતદાન પ્રક્રિયાની સુરક્ષા તેમજ સરકારી અધિકારીઓને તેમના ગૃહ જિલ્લામાંથી અન્યત્ર ફરજ આપવાની માગણી કરી હતી.

Source :- http://www.akilanews.com/29092017/main-news/1506661937-115066

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 27 September 2017

અનામત મુદ્દે 15 દિવસ સરકાર ગેરમાર્ગે દોરશે, ત્યાં આચરસંહિતા આવશેઃ હાર્દિક - ગુજરાત સરકારની બિનઅનામત આયોગને મંજૂરી, પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે - પાટીદારો માટે સરકાર બિન અનામત આયોગ રચશે : નીતિન પટેલ

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ગુજરાત સરકારની બિનઅનામત આયોગને મંજૂરી, પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે

આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને ‘બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ’ નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે પણ તપાસ પંચ બનાવવાની સરકારે જાહેરાત કરી છે. આ પંચ માટે નિવૃત જજની નિમણૂંક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો સાથે થયેલી મુલાકાત બાદ આજે મળેલી કેબિનેટ મિટિંગમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે બિન અનામત શૈક્ષણિક વિકાસ નિગમની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર વિદેશ જવા ઈચ્છતા બિનઅનામત વર્ગના લોકોને ઓછા વ્યાજે લોન આપશે તેવી જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાસના સભ્યો સાથે ચર્ચાયેલા મુખ્ય મુદ્દાની પણ ચર્ચા પણ આજની કેબિનેટ બેઠકમાં થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સાથે નીતિન પટેલની અધ્યક્ષતામાં સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાટીદારોએ પોતાનો પક્ષ રજૂ કરી પોતાની માગો અંગે ચર્ચા કરી હતી. ગઈકાલે જ સરકારે પાટીદારોની માગણીને ધ્યાને લઈ ઘટતું કરવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયા કે પાટીદાર પરના પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે, જે સરકાર ના હસ્તક છે. કેસ પાછા ખેંચવા ગૃહ સચિવને સૂચના આપી. બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની મંજૂરી આપવામાં આવી. ઓછા વ્યાજની લોનની પણ જોગવાઈ કરાઇ. પોલીસ દમન માટે હાઇકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવામાં આવશે. સર્વણ સમાજ માટે આયોગ રચવાનો નિર્ણય લેવાયો. શિક્ષણ, વ્યવસાય-ધંધા, ખેતી સહિતની બાબતો માટે લોન અને જરૂરી સહાય આપશે. ગઈકાલની મીટિંગ સફળ ગણાવતાં નીતિન પટેલે કહ્યું કે ગુજરાત સરકાર હસ્તક જ કેસ પાછા ખેંચવાની સત્તા છે તેવા તમામ કેસો પાછા ખેંચાશે.

Source :-http://sandesh.com/cabinet-has-decided-that-the-police-cases-against-youths-during-the-patidar-agitation-will-be-withdrawn-gujarat-deputy-cm-nitin-patel/

પાટીદારો માટે સરકાર બિન અનામત આયોગ રચશે : નીતિન પટેલ

ગાંધીનગર, તા. ૨૬
બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન મુદ્દે પાટીદાર નેતાઓને રાજ્ય સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદારોને આર્થિક રીતે સહાયરૂપ થવા ગુજરાત સરકારે બિન અનામત જ્ઞાતિઓ માટેનું આયોગ રચવાનો સૈધ્ધાંતિંક નિર્ણય લીધો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ હતું.
સ્વર્ણિમ સંકૂલ-૨ના પાવાગઢ હોલમાં મંગળવારે ત્રણેક કલાક સુધી બેઠક મળી હતી. જેમાં પાટીદાર સમાજની ૬ સંસ્થા, પાસ-એસપીજીના હાર્દિક પટેલ- લાલજી પટેલ અને કન્વીનરો સમેત ૧૦૦થી વધુ પાટીદાર સમાજના આગેવાનોએ પાસના આંદોલનકર્તાઓની ચાર મુખ્ય માંગણીઓના ઉકેલ અંગે ચર્ચાઓ કરી હતી. તેના ઉકેલમાં ૨૫મી ઓગસ્ટ- ૨૦૧૫ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડથી લઈને રાજ્યમાં થયેલા તોફાનોમાં પોલીસ દમન સામે તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જ્યુડિશ્યિલ કમિટીનું તપાસપંચ રચવા માટે પણ સહમતી સધાઈ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યૃં હતું.પાટીદારો સામેના કેસો પરત ખેંચવા અને આંદોલનમાં શહિદોના સ્વજનોને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આર્થિક સહાય આપવા અને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવાનો નિર્ણય લેવાયો હતો. આંદોલનકર્તાઓની અનામતની માંગણી મુદ્દે નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે સ્પષ્ટ કર્યુ કે, સરકારે ૧૦ ટકા ઈબીસીનું રિર્ઝવેશન  આપ્યુ જ છે. જેને હાઈકોર્ટે રદ્દ કર્યુ છે. સરકારે સુપ્રીમમાં પિટિશન  દાખલ કરી છે. જે અત્યારે લાર્જર બેન્ચ પાસે ન્યાયિક પ્રક્રિયાને  આધિન છે. તેના પહેલાથી સીએમ સ્વાબલંબન યોજના પણ અમલમાં છે. એટલે ભાજપની સરકારે પાટીદારોના અનામત મુદ્દે પણ  તમામ પ્રયાસો કર્યા અને હજી પણ આયોગ તપાસ પંચ બાદ પણ મંત્રણાનો દોર ચાલુ રહેશે.
આયોગ શું કામ કરશે
બિન અનામત જ્ઞાતિઓ માટે અસ્તિત્વમાં આવનારૂ આયોગ કૃષિલક્ષી યોજનાઓ, વેપાર, શિક્ષણ, વ્યવસાય માટે આર્થિક સહાય અને લોન આપશે.  સરકારી નોકરીની તકો સામે યુવાનોને તૈયાર કરવા પણ તે  કાર્યરત રહેશે. આયોગના ગઠનમાં સરકાર શેરભંડોળ આપશે અને તેના સંચાલન માટે પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ પણ મળશે.
આયોગ- તપાસપંચ માટે આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય
બિન અનામત જ્ઞાતિઓ માટેના આયોગમાં શેરમુડી ભંડોળની ફાળવણી સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં જ અધિકૃત નિર્ણય થઈ જશે. એટલૂ જ નહી, પોલીસ દમન મુદ્દે પણ ન્યાયિક તપાસ કમિટી રચવા હાઈકોર્ટ સમક્ષ રિટાર્યડ હાઈકોર્ટ જજનુ નામ સુચવવા પણ વિનંતી કરવામાં આવશે. એમ નાયબ મુખ્યમંત્રીએ જાહેર કર્યુ હતુ.
સમાજના ૧૦૦ આગેવાનો હાજર રહ્યા
અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મંત્રણા બેઠકમાં પાસના હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, વરૂણ પટેલ સહિતના કન્વીનરો તેમજ એસપીજીના લાલજી પટેલ, પુર્વિન પટેલ સહિતના સભ્યો તેમજ ઉમિયા માતાજી ઊંઝા અને સિદસરથી વિક્રમભાઈ પટેલ, રમેશ પટેલ, જયરામ પટેલ, બી.એન.ઘોડાસરા, સમસ્ત પાટીદાર સમાજ સુરત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ- કાગવડ, સરદારધામ- અમદાવાદથી વંસત ગજેરા, મુકેશ પટેલ, બટુક મોવલિયા, સંજય મોવલિયા, લાલજીભાઈ ઉગામેડી, ગોપાલભાઈ સમારડી, લવજી બાદશાહ, સી.કે.પટેલ (એનઆરઆઈ) મુકેશ પટેલ, દુષ્યંત પટેલ, આર.પી.પટેલ, ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ડે.CM સાથે સાપરિયા, વાનાણી ૫ણ હાજર
મંત્રણામાં સરકાર તરફથી ડે.CM નીતિન પટેલની સાથે કૃષિમંત્રી ચિમન સાપરિયા અને શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણી ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિકે ભાજપના નેતાની હાજરી સામે વાંધો ઉઠાવતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કે અન્ય કોઈ નેતાઓ આ બેઠકમાં જોવા મળ્યા ન હતા.

Source :- http://sandesh.com/patidars-for-government-non-a/

અનામત મુદ્દે 15 દિવસ સરકાર ગેરમાર્ગે દોરશે, ત્યાં આચરસંહિતા આવશેઃ હાર્દિક

રાજકોટમાં પાટીદાર આગેવાન હાર્દિકે એક પત્રકાર પરિષદ યોજી, હવેનું આંદોલન સાયલન્ટ, મજબૂત અને સ્વયંમભુ રહેશે

રાજકોટઃ શહેરમાં પાટીદાર આગેવાન હાર્દિક પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેણે મંગળવારે પાટીદાર અનામત આંદોલન અંગે પાટીદાર સમાજની 6 અગ્રણી સંસ્થાઓ સાથે થયેલી બેઠક અંગે માહિતી આપી હતી. હાર્દિકે કહ્યું કે, 'આંદોલન વખતે આનંદીબહેને કરેલી વાત જ ગઇકાલે મિટિંગમાં દોહરાવવામાં આવી છે. બિન અનામત આયોગ EBC જેવું જ છે.'
આગામી ચૂંટણી છ કરોડ જનતાની
થોડા સમય પહેલા જ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા હાર્દિકે ટ્વીટ કરી વેલકમ લખ્યું હતું. આ અંગે સવાલ પર તેણે કહ્યું કે, 'કોંગ્રેસમાં કે ભાજપમાં કયારેય નહીં જોડાઉ. જે પાર્ટી અનામત આપશે એ જ સત્ત પર રહેશે. હવેનું આંદોલન સાયલન્ટ, મજબૂત અને સ્વયંમભુ રહેશે. આગામી ચૂંટણી ભાજપ વિરુદ્ધ 6 કરોડ જનતાની છે. અમે બિન અનામત અયોગને આવકારીએ છીએ, બિન અનામત અયોગ EBC જેવું જ છે. નલિન કોટડીયા આજે ભાજપ તરફી જતા રહ્યા છે.'
કેબિનેટની બેઠકમાં પાટીદારોની માંગણીઓ અંગે ચર્ચા

મંગળવારે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિનઅનામત આયોગ અંગે તૈયારી બતાવી હતી. જે બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં પાટીદાર આગેવાનોની માંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે હાર્દિકે કહ્યું કે આજની મિટિંગ ફેલ રહી છે.
બેઠક બાદ નીતિન પટેલે શું કહ્યું હતું?

સરકારે ઘણી વખત ચર્ચા કરી છે. સરકાર તરફથી અનેક લાભો અપવામાં આવ્યા છે. આર્થિક અનામતનો કાયદો સુપ્રીમના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. પાટીદાર સમાજની મુખ્ય માંગણી હતી કે પાટીદારો પર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવે. તે તમામ કેસો પાછા ખેંચવા સરકાર તૈયાર છે. સંસ્થાઓ તરફથી માંગ હતી કે, શહીદ થયેલા પાટીદારોના સમાજના પરિવારને નોકરી આપવામાં આવે. તે માટે પણ સરકાર તૈયાર છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-patidar-conveyor-hardik-patel-held-press-confrense-in-rajkot-NOR.html?ref=ht&seq=1

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

ચૂંટણી આવી, સરકાર જાગી : પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે - પતિની આત્મહત્યા બદલ પત્નીની ધરપકડ - કુલડીમાં ગોળ ભાંગનાર સરકાર સામે બ્રહ્મ સમાજ નારાજ, સવર્ણ આયોગ નામંજૂર

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ચૂંટણી આવી, સરકાર જાગી : પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે

પંચ માટે નિવૃત જજની નિમણૂક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે 

અમદાવાદ: બુધવારે મળેલી બેઠકમાં બિનઅનામત આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ આયોગને 'બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ' નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે પણ તપાસ પંચ બનાવવાની સરકારે જાહેરાત કરી છે. આ પંચ માટે નિવૃત જજની નિમણૂંક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર જાગી છે.
- પાટીદાર પરના પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે, જે સરકાર ના હસ્તક છે
- કેસ પાછા ખેંચવા ગૃહ સચિવને સૂચના
આપી
- બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની મંજૂરી આપવામાં આવી
- મુખ્યમંત્રી ની અધ્યક્ષતા માં લેવાયા નિર્ણય
- ઓછા વ્યાજની લોનની પણ જોગવાઈ
- પોલીસ દમન માટે હાઇકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવામાં આવશે
- ખેતી વિષયક નિર્ણય
: બજેટમાં પશુઓ પાકને નુકસાન કરે છે તેના રક્ષણ માટે 700 કરોડ ફળવ્યા છે, જેમાં હવે 10 હેક્ટર સુંધી મંજૂરી મળશે
પહેલા ૨૦ હેક્ટર ના ખેડૂતો ને મળતી હતી, જેનો લાભ હવે 10 હેક્ટર ના માલિકો ને પણ મળશે
- પોલીસ કેસ પાછા ખેંચવા માટે ગૃહ વિભાગ અને ગૃહ સચિવને તાત્કાલિક ચર્ચા કરી આદેશ અપાશે
- સર્વણ સમાજ માટે આયોગ રચવાનો નિર્ણય
- શિક્ષણ, વ્યવસાય-ધંધા, ખેતી સહિતની બાબતો માટે લોન અને જરૂરી સહાય આપશે
- ગઈકાલની મીટિંગ સફળ ગણાવતાં નીતિન પટેલ
- ગુજરાત સરકાર હસ્તક જ કેસ પાછા ખેંચવાની સત્તા છે તેવા તમામ કેસો પાછા ખેંચાશે
કેબિનેટની બેઠકમાં પાટીદારોની માંગણીઓ અંગે ચર્ચા
મંગળવારે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિનઅનામત આયોગ અંગે તૈયારી બતાવી હતી. જે બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં પાટીદાર આગેવાનોની માંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક બાદ હાર્દિક પટેલે શું કહ્યું હતું?
- સમગ્ર બેઠકમાં અનામતની એક પણ પ્રકારની વાતચીત કરવામાં આવી નથી.
- શહીદ પરિવારોને વળતર આપવાની જે વાત છે એની જવાબદારી ભાજપ સરકારે પાટીદાર ધાર્મિક સંસ્થાઓના આગેવાનોને સોંપી છે અને અર્ધસરકારી નોકરીની વ્યવસ્થા પણ સમાજના અમુક આગેવાનો કરશે.
- બિનઅનામત આયોગ અને કેસો પાછા ખેંચવાનું આવતીકાલે કેબિનેટની મીટિંગ પછી જાહેર કરીશું એવું સરકારના પ્રતિનિધિએ કહ્યું.
- ગોળીબાર તથા લાઠીચાર્જ કરનાર અધિકારીઓ પર તપાસ કરવા સીટની રચના કરવામાં આવશે.
બેઠક બાદ નીતિન પટેલે શું કહ્યું હતું?
સરકારે ઘણી વખત ચર્ચા કરી છે. સરકાર તરફથી અનેક લાભો અપવામાં આવ્યા છે. આર્થિક અનામતનો કાયદો સુપ્રીમના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. પાટીદાર સમાજની મુખ્ય માંગણી હતી કે પાટીદારો પર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવે. તે તમામ કેસો પાછા ખેંચવા સરકાર તૈયાર છે. સંસ્થાઓ તરફથી માંગ હતી કે, શહીદ થયેલા પાટીદારોના સમાજના પરિવારને નોકરી આપવામાં આવે. તે માટે પણ સરકાર તૈયાર છે.
બેઠકમાં 'ભાજપ હાય હાય'ના નારા લાગ્યા હતા
સરકાર તેમજ પાટીદાર સમાજની મહત્વની 6 સંસ્થાઓના ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો અને આંદોલનકારી સંસ્થા પાસ અને એસપીજીના હાર્દિક પટેલ, પૂર્વી પટેલ સહિતના કન્વીનરો સહિત 100 જેટલા અગ્રણીઓની બેઠક સરકાર યોજાઈ હતી. જ્યારે ચાલુ બેઠકમાં જ પાસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને 'ભાજપ હાય હાય'ના નારા લગાવવામાં આવ્યા હતા.

બેઠકમાં અમુક માંગો સ્વીકારવામાં આવી નહોતી
સરકાર અને પાટીદાર આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠકમાં હાલ કોઇ ઉકેલ આવ્યો ન હતો. સરકારે સવર્ણ આયોગ આપવાની વાત કરી હતી, જે પાટીદાર આગેવાનોને માન્ય નથી. સાથે જ સરકાર પાટીદારો પર થયેલા કેસો પરત ખેંચવા તૈયાર થઇ છે, પરંતુ અનામત અને જવાબદાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગનો સ્વીકાર સરકાર દ્વારા કરવામાં આવ્યો નહતો. પાટીદાર આગેવાનોએ માંગણીઓ અંગે સરકારને બે દિવસનો સમય આપ્યો હતો.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-binanamat-aayog-proposal-clearance-in-cabinet-meeting-by-gujarat-government-NOR.html?ref=ht

 પતિની આત્મહત્યા બદલ પત્નીની ધરપકડ

આને કહેવાય રિવર્સ કેસ
<br />પતિની આત્મહત્યા બદલ પત્નીની ધરપકડ
   મુંબઇ તા. ૨૭ : ચોથી સપ્ટેમ્બરની સાંજે નવી મુંબઈના વાશીમાં ગ્રીન પાર્કમાં રહેતા ૨૬ વર્ષના કમલેશ વસંત ભાનુશાલીએ તેના જ ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતાં પહેલાં કમલેશ ભાનુશાલીએ લખેલી સુસાઇડ-નોટમાં તેની આત્મહત્યા માટે તેની પત્ની ક્રિષ્નાના માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. એથી ગઈ કાલે કમલેશના મૃત્યુ બદલ ક્રિષ્નાની ખ્ભ્પ્ઘ્ માર્કેટ પોલીસે ધરપકડ કરી હતી.
   આખા બનાવની માહિતી આપતાં કમલેશ ભાનુશાલીના મોટા ભાઈ અશ્વિન ભાનુશાલીએ કહ્યું હતું કે 'કમલેશનાં લગ્ન ૩૦ જૂને ગોરેગામ (ઈસ્ટ)માં રહેતી ક્રિષ્ના દિનેશ ભાનુશાલી સાથે થયાં હતાં. આ દંપતી હનીમૂન પર જઈને પાછું આવ્યું ત્યારથી ક્રિષ્ના પતિ કમલેશ, સસરા વસંતભાઈ અને સાસુ હરબાઈ સાથે ગેરવર્તાવ કરતી હતી. કોઈ પણ કારણસર કમલેશ સાથે ઝઘડા કરીને કમલેશને તે માનસિક ત્રાસ આપતી હતી. આત્મહત્યાના બે દિવસ પહેલાં એટલે કે પહેલી સપ્ટેમ્બરે ક્રિષ્નાની બહેન કમલેશના ઘરે એક દિવસ માટે રોકાવા આવી હતી. એના બીજા દિવસે જ ક્રિષ્ના અને કમલેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ક્રિષ્નાએ કમલેશને કહ્યું હતું કે તું બે લાખ રૂપિયા ભરીને આપણું બેન્કમાં અકાઉન્ટ ખોલાવીશ નહીં ત્યાં સુધી તારા અને મારા વચ્ચે કોઈ જ સંબંધ નહીં રહે, હું તારી સામે ખોટી ફરિયાદ કરીને તને ફસાવી દઈશ. ત્યાર બાદ ક્રિષ્ના પિયર જતાં પહેલાં કમલેશને ધમકી આપીને ગઈ હતી કે હું તમને બધાને ફિટ કરી દઈશ.'
   આ ધમકી પછીના રવિવારે કમલેશ પર ક્રિષ્નાનો ફોન આવ્યો હતો એમ જણાવતાં અશ્વિન ભાનુશાલીએ કહ્યું હતું કે 'સોમવારે ચોથી સપ્ટેમ્બરે સાંજે કમલેશ બહારથી ઘરે આવીને તેના રૂમમાં જતો રહ્યો હતો. એ સમયે મારી પત્ની અને મારી પુત્રી બહાર ગાર્ડનમાં ગયાં હતાં. સાંજના પોણાસાત વાગ્યે હું અમારી ફરસાણની દુકાને ગયો ત્યારે મને ખબર પડી કે કમલેશ આજે દુકાને ગયો જ નથી. એટલે મેં તેને ફોન કરવાના ખૂબ જ પ્રયાસ કર્યા, પણ તેણે ફોન ઉપાડ્યો નહોતો. હું તરત જ ઘરે ગયો હતો. ત્યાં ગાર્ડનમાંથી મારી પત્ની અને પુત્રી સાથે ફલેટમાં ગયો અને જોયું તો કમલેશ બેડરૂમમાં પંખા પર લટકતો હતો. અમે કમલેશને પંખા પર લટકતો જોઈને ચીસાચીસ કરવા લાગ્યાં હતાં. એથી અમારા પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. તેમણે પંખા સાથે લાગેલી રસ્સી કાપીને કમલેશની બોડી નીચે ઉતારી હતી. અમે તરત જ નજીકની હોસ્પિટલમાં તેને લઈ ગયા હતા, જયાં ડોકટરોએ કમલેશને મૃત જાહેર કર્યો હતો.'
   એ સમયે તેના ગજવામાંથી સુસાઇડ-નોટ નીકળી હતી એમ જણાવતાં અશ્વિન ભાનુશાલીએ કહ્યું હતું કે 'આ સુસાઇડ-નોટ કચ્છી, ગુજરાતી અને ઇંગ્લિશમાં લખાયેલી હતી જેમાં કમલેશે આત્મહત્યા માટે તેની પત્ની ક્રિષ્નાને જવાબદાર કહી હતી. પોલીસે આ સુસાઇડ-નોટ પર કબજો કરીને પોસ્ટમોર્ટમની વિધિ પછી કમલેશની ડેડ-બોડી અમને સોંપી હતી.'ત્યાર પછી પોલીસે આ બાબતમાં તપાસ કરીને ૨૧ સપ્ટેમ્બરે રાતે સાડાનવ વાગ્યે કમલેશની આત્મહત્યા બદલ ક્રિષ્ના સામે ફરિયાદ નોંધી હતી. એ બાબતની જાણકારી આપતાં અશ્વિન ભાનુશાલીએ કહ્યું હતું કે 'ગઈ કાલે ખ્ભ્પ્ઘ્ માર્કેટ પોલીસે મેં કરેલી ફરિયાદ સામે ક્રિષ્નાને સ્ટેટમેન્ટ આપવા બોલાવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરી હતી.'
   ક્રિષ્નાની ધરપકડ બાબતે ખ્ભ્પ્ઘ્ માર્કેટ પોલીસે કહ્યું હતું કે અમે કમલેશને માનસિક ત્રાસ આપીને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપસર ગઈ કાલે ક્રિષ્નાની ધરપકડ કરી હતી.આખા બનાવ બાબતમાં સ્પષ્ટતા કરવા ગઈ કાલે ક્રિષ્નાના પિતા દિનેશ ભાનુશાલીને  ફોન કર્યો હતો, પરંતુ હું તમને ઓળખતો નથી એટલે તમારી સાથે વાત કરી શકું નહીં એમ કહીને ફોન મૂકી દીધો હતો. અમે આ બાબતના ન્યુઝ છાપવાના છીએ એના જવાબમાં તેમણે કહ્યું હતું કે તમને જે ઠીક લાગે એ છાપજો.(૨૧.૧૭)

Source :- http://www.akilanews.com/27092017/main-news/1506492106-114944

કુલડીમાં ગોળ ભાંગનાર સરકાર સામે બ્રહ્મ સમાજ નારાજ, સવર્ણ આયોગ નામંજૂર

તમામ બિનઅનામત સમાજની અમદાવાદમાં આગામી 5 ઓક્ટોબરે ચર્ચા સભા યોજાશે 

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા બિનઅનામત આયોગની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેનો બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બ્રહ્મ સમાજનું કહેવું છે કે, આ ચૂંટમીલક્ષી જાહેરાત છે. સરકારે બ્રાહ્મણ અને અન્ય સવર્ણ સમાજની સાથે ચર્ચા કર્યા વિના આયોગ બનાવવાની જાહેરાત કરી છે, જે બ્રહ્મ સમાજને મંજૂર નથી. ખાસ કરીને તેના વિરોધમાં તમામ બિનઅનામત સમાજની અમદાવાદમાં આગામી 5 ઓક્ટોબરે ચર્ચા સભા યોજાશે.
2015થી આયોગની માંગ કરતું આવ્યું છે બ્રહ્મ સમાજ
સરકારની જાહેરાત સંદર્ભે ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, બ્રહ્ન સમાજ દ્વારા 2015થી 'બ્રહ્મ વિકાસ આયોગ'ની માંગણી કરવામાં આવતી હતી, પરંતુ માત્ર પાટીદાર સમાજ સાથે મળીને સરકારે કુલડીમાં ગોળ ભાંગે એમ ચૂંટણીલક્ષી 'સવર્ણ આયોગ'ની જાહેરાત કરી અને અન્ય બિનઅનામત સમાજ સાથે ચર્ચા કર્યા વિના સવર્ણ સમાજ ઉપર થોપવામાં આવેલ છે. જે બ્રહ્મ સમાજને નામંજુર છે.
રઘવાઈ થયેલી સરકારની મતની રાજનીતિ
યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત માં 50% બિનઅમાનત વર્ગમાં થી માત્ર 16% મતદાર ધરાવતા પાટીદારોના માત્ર એક જૂથને ચર્ચામાં બોલાવીને 11% બ્રાહ્મણ અને 23% અન્ય એમ કુલ 34% બિનઅમાનત જ્ઞાતિને હળહળતો અન્યાય કરેલ છે. જે કદાપી ચલાવી લેવામાં નહીં આવે. માત્ર એક જ જ્ઞાતિના આગેવાનો બોલાવીને અન્ય જ્ઞાતિઓનું તૃષ્ટીકરણ કરવું એ યોગ્ય બાબત નથી. રઘવાઈ થયેલી સરકાર હવે જ્ઞાતિનો સહારો લઈને મતની રાજનીતિ રમે છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-brahm-samaj-protest-gujarat-government-savarna-aayog-decision-NOR.html?ref=ht

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD






Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)