સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 22 September 2014

અમદાવાદ ચાંદીએ રૃા.૩૯૦૦૦ની સપાટી તોડી - સોનામાં વધુ ૧૦૦ તૂટયા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

અમદાવાદ ચાંદીએ રૃા.૩૯૦૦૦ની સપાટી તોડી

સોનામાં વધુ ૧૦૦ તૂટયા

ઝવેરી બજારમાં કિંમતી ધાતૂઓમાં આગળ ઘપતી મંદી

વિશ્વ બજાર ઘટયા પછી ફરી ઉંચકાઈઃ ઘરઆંગણે નવરાત્રી પૂર્વે ભાવો તૂટતાં  નિકળેલી લેવાલી
અમદાવાદ/મુંબઈ, મંગળવાર
વૈશ્વિક પરીબળોના પગલે ધરઆંગણાના બુલિયન બજારોમાં આજે પણ સોના ચાંદીમાં મંદીનો પ્રવાહ આગળ વધ્યો હતો. અમદાવાદ સોનાચાંદી બજાર ખાતે આજે ચાંદીએ અકલ્પનીય એવી રૃા. ૩૯૦૦૦ ની સપાટી પણ તોડી નાખી હતી અને કામકાજના અંતે ચાંદી ચોરસા રૃા. ૩૮૫૦૦-૩૯૦૦૦ અને ચાંદી રૃપુ ૩૮૦૦૦-૩૮૮૦૦ ની સપાટીએ નરમ રહી હતી.બીજી તરફ સોનામાં પણ રૃા. ૧૦૦ ઘટાડો નોંધાતા કામકાજના અંતે સોનું (૯૯.૯) ૨૬૭૦૦-૨૬૯૦૦ અને સોનું (૯૯.૫) ૨૬૩૫૦-૨૬૭૫૦ ની સપાટીએ નરમ રહ્યું હતું.
મુબઈ સોના-ચાંદી બજારમાં આજે મંદી આગળ વધી હતી. ચાંદીના ભાવો તૂટી કિલોના  રૃ.૪૦ હજારની  અંદર ઉતર્યા હતા.  સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૧૦૦ તૂટયા  હતા. વિશ્વ બજારમાં  સોના-ચાંદીના ભાવો આરંભમાં  તૂટયા પછી  સાંજે ફરી વધી આવ્યાના સમાચારો હતા.  મુંબઈમાં  આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૦૫૧૦ વાળા રૃ.૩૯૬૬૦ ખુલી રૃ.૩૯૬૮૦ બંધ રહ્યા હતા. મોડી સાંજે ભાવો રૃ.૩૯૮૦૦ થી ૩૯૯૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી ૧૦૦થી ૧૫૦ નીચા રહ્યા હતા.  દરમિયાન,  મુંબઈ બજારમાં આજે સોનાના  ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૬૫૦૦ વાળા રૃ.૨૬૩૬૫  ખુલી રૃ.૨૬૪૦૦ બંધ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના  ભાવો રૃ.૨૬૬૫૦ વાળા રૃ.૨૬૫૧૫ ખુલી રૃ.૨૬૫૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે  સોનાના ઔંશદીઠ ભાવો ૧૨૬.૮૦ ડોલરવાળા નીચામાં ૧૨૦૭.૯૦ થયા પછી સાંજે ૧૨૧૬.૧૦ ડોલર રહ્યા હતા. જ્યારે સોના પાછળ વિશ્વ બજારમાંચાંદીના ભાવો ઔંશના ૧૭.૮૬ ડોલરવાળા નીચામાં ૧૭.૩૦ થયા પછી  ઉંચકાઈ સાંજે ૧૭.૭૫  ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર નીચા મથાળેથી  ફરી ઉંચકાતાં  તથા ઘરઆંગણે હવે પછી તહેવારોની  મોસમ આવી રહી હોવાથી મુંબઈ બજારમાં  સોના-ચાંદીમાં નીચા ભાવોએ આજે ડિમાન્ડ  સારી રહ્યાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. મંબઈમાં કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો રૃ.૬૦.૮૧  વાળા નીચામાં રૃ.૬૦.૭૩  તથા ઉંચામાં રૃ.૬૦.૮૫  થઈ છેલ્લે  રૃ.૬૦.૮૨ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનામાં  વાયદામાં હેજફંડોએ તેજીના ઓળિયા  ઘટાડયા છે. બ્રિટનમાં  રોયલ મિન્ટ દ્વારા ઓનલાઈન બુલીયન ટ્રેડિંગ શરૃ કરાયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં સોનાનું મુલ્ય જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં ૭.૧૬ અબજ ડોલર ઘચી ગયું છે.
વિશ્વ બજારમાં અમેરિકામાં વ્યાજના દરો અપેક્ષાથી વહેતા વધવાની આશાએ  ડોલર ઉંચકાતાં સોના-ચાંદીના ભાવો તૂટી રહ્યા છે. વિશ્વ બજારમાં  ચાંદીના ભાવો ૪ વર્ષના તળિયે ઉતરી ગયા છે.
વૈશ્વિક સ્તરે વિવિધ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ  વધી ચાર વર્ષની ટોચે પહોંચ્યો છે. મુંબઈ બજારમાં હાજર સોનાના પ્રીમિયમો  ઘટી ઔંશના ૮ ડોલર થતાં વર્ષનું તળિયું દેખાયું છે. વિશ્વ બજારમાં ગોલ્ડ માઈનર્સ દ્વારા  ફોરવર્ડ સલ-હેજીંગ જે ૭-૮ વર્ષથી  બંધ કરાયું હતું તે હવે ફરી શરૃ કરવામાં આવ્યું છે. ૧૯૯૯માં આવું વાર્ષિક  હેજીંગ ૩૦૦૦ ટન થયું હતું તે ૨૦૧૩માં ઘટી માંડ ૭૫ ટન થયા પછી  ચાલુ વર્ષે  પ્રથમ છ મહિનામાં  ૫૮થી ૫૯  ટન થયાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવો ઘટી ૧૩૨૨થી ૧૩૨૩ ડોલર થતાં ૯ મહિનાના તળિયે   ઉતર્યા છે.  પેલેડીયમના ભાવો જે સપ્ટેમ્બર આરંભમાં  વધી ૧૪ વ્ર્ષની ટોચે પહોંચ્યા હતા તે ઉંચા ભાવતી ૧૦૦ ડોલર હવે ગબડી ગયા ચે.  અમેરિકામાં સૌથી મોટા ગણાતા ગોલ્ડ  એન્ચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં ગયા સપ્તાહના  અંત ભાગમાં  સોનાનું હોલ્ડિંગ ૭.૭૮ ટન ઘટી ૭૭૬.૪૪ ટન થતાં છ વર્ષનું તળિયું દેખાયું છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment