Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
મોદીના અહંકારને 'આપ'ની લપડાક ઃ કેજરીવાલનો જયજયકારભાજપના નવ માસના શાસનમાં વિકાસપુત્ર 'કેજરી'નો જન્મ !'નસીબદાર' હાર્યા, 'ઉપદ્રવી ગોત્ર' જીત્યું!સ્વચ્છતા અભિયાનમાં 'આપ'ના ઝાડુએ આપખુદોનો સફાયો કર્યો કેજરીવાલનું બુલડોઝર ભટકાતાં મોદીના વિજયરથનો કચ્ચરઘાણ અમદાવાદ, તા. ૧૦ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટી (આપ)ના વડા અરવિંદ કેજરીવાલ વચ્ચેના સીધા મુકાબલા સમાન દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં 'આપ'એ કુલ ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો જીતીને ભારતના જ નહીં બલ્કે વિશ્વના ચૂંટણીલક્ષી રાજકારણમાં નવો ઈતિહાસ રચ્યો છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયા છે. જોકે, ભાજપ તો સમ ખાવા પૂરતી ત્રણ બેઠકો માંડ માંડ જીતવામાં સફળ રહ્યો હતો. જ્યારે ૧૯૯૮થી ૧૫ વર્ષ સુધી દિલ્હીમાં શાસન કરી ચૂકેલી કોંગ્રેસનો તો રાજધાનીના મતદારોએ સાવ એકડો જ કાઢી નાખ્યો છે. મતદારો દ્વારા ચૂંટણીમાં કેજરીવાલના જયજયકાર વચ્ચે 'આપ'એ ચૂંટણી પરિણામોને મોદીના અહંકારની હાર સમાન ગણાવ્યા છે. કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર સત્તારૃઢ થયા બાદ શાસક પક્ષે આદરેલા વાયદાઓના વેપારના ૯ મહિનાના નિરાશાજનક માહોલ વચ્ચે દિલ્હીના મતદારોએ કેજરીવાલરૃપી વિકાસપુત્રને જન્મ આપ્યો છે. દેશના રાજકારણમાં પા... પા... પગલી માંડી રહેલા નવા નિશાળીયા જેવા 'આપ'નું ઝાડુ ફરી વળતાં મોદીના વિજયરથનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. દિલ્હીના ચૂંટણી પરિણામોએ તમામ રાજકીય પક્ષોને સબક શીખવ્યો છે કે તેઓ જનતાને આપેલા વચનો નહીં પાળે, આમ આદમી જેના કેન્દ્રમાં હોય તેવું સુશાસન નહીં આપે તો જેમને ખભે બેસાડયા હોય તેમને ઠોકર મારવામાં આજના મતદારને વાર નથી લાગવાની. કોંગ્રેસને ભાંડતી ભાજપ પણ એ જ માર્ગે જીત ગયે તો મોદી-મોદી હાર ગયે તો બેદી-બેદી અમદાવાદ, તા. ૧૦ કોંગ્રેસ હારે ત્યારે હારનું ઠીકરું 'સામુહિક જવાબદારી'ના નામે વહેંચી લેવાનો રિવાજ છે. ભાજપે તેની સામે અનેક વખત પ્રહારો કર્યા છે. ચૂંટણી પ્રચારનું સુકાન રાહુલ ગાંધીએ સંભાળ્યું હોય અને પક્ષને ભૂંડી હાર પામવાની થાય ત્યારે રાહુલની જવાબદારી કેમ નહિ એવો સવાલ ભાજપે વારંવાર ઊઠાવ્યો છે. પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દંભી ચહેરો ઊઘાડો પડી ગયો. ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ એડીચોટીનું જોર અજમાવ્યું, મોદીલહેરના નામે તરી જવાના ભાજપે ય ભરચક પ્રયાસો કર્યા છતાં પક્ષનો જબ્બર રકાસ થયો છે અને ફક્ત ત્રણ જ બેઠક ઔઆવી છે. આ શરમજનક પરાજય માટે જવાબદાર કોણ એવા સવાલના જવાબમાં હવે ભાજપ પણ બેશરમ થઈને સામુહિક જવાબદારીને આગળ ધરે છે અને મોદીલહેર ઓસરી ચૂકી હોવાનું સ્વીકારતો નથી. આ અંગે સોશિયલ મીડિયામાં બહુ જ કાતિલ રમૂજ વહેતી થઈ છે. એ મુજબ, શોલેના ગબ્બરસિંઘની સ્ટાઈલમાં નરેન્દ્ર મોદી અમિત શાહને પૂછે છેઃ કિતને આદમી થે? જવાબમાં અમિત શાહ કહે છેઃ સરદાર, સિર્ફ એક હી આદમી થા. 'ફિર ભી હાર ગયે?' મોદી તાડુકીને પૂછે છે, 'અબ ક્યા કરોગે?' અમિત શાહ લુચ્ચું સ્મિત વેરીને જવાબ આપે છે, 'કરના ક્યા, જીત ગયે તો મોદી-મોદી કરતે થે. અબ હાર ગયે હૈ તો બેદી-બેદી કરેંગે!!' ઘરવાપસી અને લવ જેહાદના પ્રચારે ભાજપને હરાવ્યો ઃ અખિલેશ (પીટીઆઈ) બુલંદશહર, તા. ૧૦ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપની દિલ્હીમાં કારમી હારનું કારણ 'લવ જેહાદ' અને 'ઘરવાપસી' જેવા કાર્યક્રમો છે. સિકન્દરાબાદ ખાતે એક કાર્યક્રમના ફાજલ સમયમાં પત્રકારો સાથેની ચર્ચામાં યાદવે કહ્યું હતું કે 'લવ જેહાદ' અને 'ઘરવાપસી' જેવા કાર્યક્રમોના પ્રચારને કારણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે. સ.પા.ના નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હીના પરિણામોએ તેમના પક્ષ અને કોંગ્રેસને નિકટ લાવ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે 'આપ'નો કુલ ૭૦ પૈકી ૬૭ બેઠકો પર જીત સાથે ભવ્ય વિજય થયો છે. ભારે બહુમતીથી વિજેતા બનેલા 'આપ'ના વડા કેજરીવાલને ઝેડ-પ્લસ સુરક્ષા વ્યવસ્થા અપાઈ દિલ્હી પોલીસે કેજરીવાલને ૨૪ કલાક ૧૨ કમાન્ડોનું સુરક્ષા કવચ પૂરું પાડયું (પીડીઆઈ) નવી દિલ્હી, તા. ૧૦ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતી મેળવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદના દાવેદાર બનેલા કેજરીવાલને દિલ્હી પોલીસે ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી છે. તેમને ૧૨ સશસ્ત્ર કમાન્ડોનું ૨૪ કલાક સુરક્ષા કવચ પુરા પડાશે. દિલ્હીના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને ઊંચી સલામતી વ્યવસ્થા માટે તેમના નિવાસસ્થાને સશસ્ત્ર કમાન્ડોનું સલામતી કવચ આપવામાં આપ્યું છે. તેમની મુલાકાત લેનારની પણ મેટલ ડિરેક્ટરથી તપાસ થશે. કેજરીવાલ જ્યાં જશે ત્યાં સશસ્ત્ર કમાન્ડો સાથે બે પાઈલોટ કાર સાથે જશે.અરવિંદ કેજરીવાલ ૧૪મી ફેબુ્રઆરીએ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. ત્યાર બાદ તેમના માટે બીજી સલામતી વ્યવસ્થાઓ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે અગાઉ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીપદે હતા ત્યારે સલામતી વ્યવસ્થા લેવાનો ઈનકાર કર્યો હતો. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment