Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ગુજરાતમાં વધુ વિસ્તારો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે તેવી પરિસ્થિતિ૧૦૦થી વધુ ગામોમાં ટેન્કરો દોડાવવાનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, ગુરૃવાર
ગુજરાતમાં વધુ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. જામનગર અને દ્વારકા જિલ્લાઓમાંથી ફરિયાદો ઉઠી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાને તથા દ્વારકાના ખંભાળિયા તાલુકાને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરાય તેવી શક્યતા છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ સંબંધે નિર્ણય લેશે તેમ જણાવાઇ રહ્યું છે. હમણા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જ્યાં થઇ તે નવરચિત દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ૧૫- ૧૭ ગામોમાં પીવાના પાણીની ફરિયાદો ઉઠી છે. આ ગામોમાં ૪થી ૬ આની પાક થયો હોવાનો આનાવારી રિપોર્ટ છે. અછતના મેન્યુઅલ મુજબ ૪ આનીથી ઓછો પાક થયો હોય ત્યાં અછત અને ૬ આનીથી ઓછો પાક થયો હોય ત્યાં અર્ધઅછત જાહેર કરવી પડે. એટલે ટૂંક સમયમાં ખંભાળિયા તાલુકાના આ ગામોમાં અર્ધઅછતની ઘોષણા થવાની શક્યતા છે. આવી જ રીતે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ૭૩ જેટલા ગામોમાં દુષ્કાળની સ્થિતિ માથું ઉંચકી રહી છે, જ્યાં આનાવારી રિપોર્ટ પ્રમાણે અર્ધઅછત જાહેર કરવી પડે તેમ છે. જામનગર જિલ્લાના ૬થી વધુ ગામોમાં ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે. બુધવારે મળેલી સચિવોની બેઠકમાં રાજ્યમાં પીવાના પાણીની સર્જાયેલી તંગી અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી અને એ પછી પ્રધાન સૌરભ પટેલના અધ્યક્ષપણા હેઠળ કૃષિપ્રધાન, જળસંપત્તિપ્રધાન વગેરેને સાંકળીને કેબિનેટ સબકમિટી રચાઇ છે, જે ટૂંક સમયમાં બેઠક યોજી વધુ વિસ્તારોને અછતગ્રસ્ત- અર્ધઅછતગ્રસ્ત જાહેર કરવા સંદર્ભે નિર્ણય લેશે. દરમિયાન, ડિસેમ્બરમાં કચ્છના ૬ તાલુકા- ભૂજ, રાપર, ભચાઉ, નખત્રાણા, અબડાસા અને લખપતના કુલ ૩૫૩ ગામોમાં જાહેર કરાયેલી અછત અને અર્ધઅછતની સ્થિતિ સંદર્ભમાં અત્યારે ત્યાં ૯૭ ગામો- પરાંઓમાં ૫૦થી વધુ ટેન્કરોના ૨૦૨ જેટલા ફેરાં કરાવી પીવાનું પાણી અપાઇ રહ્યું છે. અત્યારે આ વિસ્તારોમાં ૨૧ પાંજરાપોળ- ગૌશાળાના ૨૨ હજારથી વધુ પશુધન માટે પશુદીઠ દૈનિક રૃા.૨૫ સબસિડી અપાઇ રહી છે, જ્યારે ખાનગી ટ્રસ્ટો દ્વારા ૪૪ જેટલા ઢોરવાળા શરૃ થયા છે, જેમાં પણ ૨૨ હજારથી વધુ ઢોરઢાંકર રખાઇ રહ્યાં છે. જ્યારે મનરેગા હેઠળ રોજગારી આપવા માટે ૩૭ કામો શરૃ થયા છે, જ્યાં ૧૮૦૦થી વધુ લોકોને રોજગારી અપાઇ રહી છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment