સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 18 February 2016

ફ્રીડમ-૨૫૧: સૌથી સસ્તો સ્માર્ટ ફોન મેડ ઈન ચાઈના નીકળ્યો! - क्या है 251 फ्रीडम स्मार्टफोन के इतना सस्ता होने का राज..?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ફ્રીડમ-૨૫૧: સૌથી સસ્તો સ્માર્ટ ફોન મેડ ઈન ચાઈના નીકળ્યો!

- કંપનીએ ઓર્ડર લેવાનું શરૃ કરી દીધું, પણ ઉત્પાદન પ્લાન્ટ નથી સ્થાપ્યો!

- મેડ ઈન ચાઈના લખેલા ભાગ પર કલર લગાવી દેવાયો


દાવો કર્યા પ્રમાણેના એપ પણ ફોનમાં નથી
અમદાવાદ, તા.૧૮
બુધવારે રિંગિંગ બેલ્સ નામની કંપનીએ ફ્રીડમ-૨૫૧ નામનો સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. માત્ર રૃપિયા ૨૫૧માં મળતો હોવાથી એ જગતનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન બન્યો છે. વળી આ ફોન સંપૂર્ણપણે સ્વદેશી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે બીબીસીના દાવા પ્રમાણે આ ફોન ચાઈનામા બનેલો છે. અને તેની ખરી ઉત્પાદક કંપની ચીનની એડકોમ છે. મેડ ઈન ચાઈના લખેલા ભાગ પર સફેદ કલર લગાવી દેવાયો છે.
કંપનીએ રૃપિયા માત્ર ૨૫૧માં ફોન આપવાની વાત કરતા મોબાઈલ ઉત્પાદન વિશ્વમાં હાહાકાર મચ્યો છે. કઈ રીતે ચાર-પાંચ હજારની ક્ષમતા ધરાવતા ફોન જેવા જ ફિચર્સ ધરાવતો ફોન અઢીસો રૃપિયામાં બની શકે એ મોબાઈલ ઉત્પાદકો પણ સમજી શકતા નથી. સરેરાશ વ્યક્તિ મહિને ૨૫૧ જેટલું તો મોબાઈલ રિચાર્જ કરાવી નાખતો હોય છે. એ સંજોગોમાં અત્યંત સસ્તો હોવાથી મોબાઈલ ખરીદવા લોકોએ તડાપીટ બોલાવી હતી. કિંમત ઉપરાંત ૪૦ રૃપિયા ડિલિવરી ચાર્જના ઉમેરી રૃપિયા ૨૯૧ ચૂકવીને ફોન નોંધાવવો પડે છે. ફોનની માત્ર ઓનલાઈન જ ખરીદી થઈ શકે છે અને પૈસા એડવાન્સ ભરવા પડે છે.
ફ્રીડમ-૨૫૧ માત્ર ઓનલાઈન જ ખરીદી શકાય એમ હોવાથી કરોડો લોકોએ તેની વેબ ખોલી હતી. ગુરુવારે તો સેકન્ડના ૬ લાખથી વધારે લોકો વેબસાઈટ ખોલતાં હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. એ પછી વેસાઈટ હેક થતા હાલ વેચાણ અટકાવી દેવાયુ છે. દરમિયાન બીબીસીએ લખ્યું છે કે મોબાઈલના ઓર્ડર લેવાય છે, પણ કંપની તેનું ઉત્પાદન ક્યાં કરશે એ નક્કી નથી. હજુ સુધી કોઈ સ્થળે કંપનીનો ઉતપાદન પ્લાન્ટ સ્થપાયો નથી.
એપલના આઈફોન જેવા જ દેખાતા આ ફોનમાં ફેસબૂક, વોટ્સએપ, યુટયુબ, સ્વચ્છ ભારત, મહિલા સુરક્ષા જેવી એપ બિલ્ટ-ઈન હશે એવી કંપનીએ જાહેરાત કરી હતી. પણ હકીકતે ફોનમાં એવી એપ ફીટ થયેલી નથી. એ રીતે કંપનીએ ગ્રાહકો સાથે છેતરપિંડીની શરૃઆત કરી દીધી છે. બુધવારે ફોનના લોન્ચિંગ વખતે સંરક્ષણ મંત્રી મનોહર પારિકર અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. તેમાંથી મનોહર જોશી હાજર પણ રહ્યાં હતા. ફોન અંગે એક સાસંદે જોકે ફરિયાદ નોંધાવી છે.


કંપની દોઢ અબજ રૃપિયા એકઠા કરી શકે છે!
આ કંપનીનું ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ ઉત્પાદન ક્ષેત્રે કોઈ બેકગ્રાઉન્ડ નથી. તેની કોઈ બીજી પ્રોડક્ટ માર્કેટમાં નથી અને નથી કોઈ અનુભવી પ્રમોટર્સ. પરિણામે માર્કેટના જાણકારો ફોનને શંકાની નજરે જોઈ રહ્યાં છે. વળી એક વેબસાઈટે તો ત્યાં સુધી ભય દર્શાવ્યો છે કે ઓર્ડર લીધા પછી ફોન નહીં મળે તો શું કરીશું? કંપનીના કહેવા પ્રમાણે આગામી ૩ મહિનામા ૫૦ લાખ યુનિટ ડિલિવર કરવાના છે. એક યુનિટના ૨૯૧ રૃપિયાના હિસાબે કંપની જો તમામ ૫૦ લાખ ફોનના ઓર્ડર ઓનલાઈન મેળવે તો ૧ અબજ, ૪૫ કરોડ, ૫૦ લાખ રૃપિયા એકઠા કરી શકે.

क्या है 251 फ्रीडम स्मार्टफोन के इतना सस्ता होने का राज..?

सभी को पता है कि मुफ्त में कुछ भी नहीं मिलता. जाहिर है सस्ता भी कुछ नहीं होता। अब सितंबर 2015 में बनी नोएडा के सेक्टर 63 स्थित रिंगिंग बेल्स कंपनी दुनिया का सबसे सस्ता स्मार्टफोन लेकर आ रही है। पूरी दुनिया में इस पर बहस छिड़ गई है कि जब मैन्यूफैक्चरिंग का बादशाह चीन भी इतना सस्ता स्मार्टफोन नहीं ला सका, तो कैसे भारत ऐसा कर पा रहा है। हमने इस बारे में कई स्त्रोतों और विशेषज्ञों से पुख्ता जानकारी हासिल की और आपको बताते हैं कि क्यों यह स्मार्टफोन इतना सस्ता है। इस मोबाइल को लॉन्च करने और हर हाथ तक पहुंचाने के पीछे तमाम वजहें हैं। -पहली वजह यह कि इस मोबाइल के निमार्ण के पीछे भारत सरकार का हाथ है.

डिजिटल इंडिया और मेक इन इंडिया योजनाओं की सफलता सुनिश्चित करने की दिशा में यह स्मार्टफोन मील का पत्थर साबित होगा।



- सरकार ने इस मोबाइल में प्रीइंस्टॉल्ड सरकारी ऐप यानी पहले से ही ऐप इंस्टॉल कर रखे हैं। इनमें स्वच्छ भारत, वीमेन सेफ्टी, फिशरमैन, फार्मर, मेडिकल जैसे ऐप शामिल हैं। यानी इन्हें मोबाइल से हटाया या डिलीट नहीं किया जा सकता। फेसबुक-व्हाट्सऐप जैसे प्रीइंस्टॉल्ड ऐप भी दिए गए हैं जो इसे सोशल मीडिया के लिए भी बेहतर बनाएंगे। -इन ऐप का मतलब कि इन योजनाओं से जुड़ी जानकारी लोगों तक पहुंचेगी और लोगों से जुड़े आंकड़े सरकार तक पहुंचेंगे। 

-इस मोबाइल की बिक्री अधिकांश भारतीयों को इंटरनेट और डिजिटल इंडिया से जोड़ देगी। यानी सरकार के पास इतने लोगों तक अपनी पहुंच आसान करने और उन पर नजर रखने का मौका हो जाएगा। 

-सरकार अपनी योजनाओं के लिए विज्ञापन जारी करने की रकम का अगर कुछ हिस्सा इस योजना में खर्च कर देती है तो भी यह हर तबके के लोगों तक सीधे पहुंच बना लेगी। -मोबाइल सर्विस प्रोवाइडर कंपनियां भी सरकार के जरिए इस हैंडसेट निमार्ण में मदद कर सकती हैं. क्योंकि सीधी सी बात है कि जितने ज्यादा स्मार्टफोन यूजर्स होंगे उतने ही ज्यादा इन सर्विस प्रोवाइडरों के पास ग्राहक होंगे। रिलायंस, एयरटेल, वोडाफोन, टाटा जैसी कंपनियों को स्मार्टफोन यूजर्स बढऩे से ज्यादा ग्राहक मिलेंगे। 

- फेसबुक भी देश के हर वर्ग और भारी जनसंख्या तक पहुंच बनाने के लिए सरकार को इस सस्ते हैंडसेट निमार्ण में निवेश करने के लिए मदद कर सकती है.

કોણ છે Freedom 251 પાછળનું ભેજું મોહિત ગોયલ? રૂ. 4100નો ફોન રૂ. 251માં કેવી રીતે મળે?


ગેજેટ ડેસ્ક : રિંગિંગ બેલ કંપનીએ માત્ર રૂ. 251માં એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. જેને વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન માનવામાં આવે છે. ત્યારે આ ફોન પાછળ કોનું ભેજું છે? શું માત્ર રૂ. 251માં સ્માર્ટ ફોનનું નિર્માણ (એ પણ નફા સાથે) શક્ય છે. આવા જ કેટલાક સવાલોનો જવાબ મેળવવાનો અહીં પ્રયાસ કર્યો છે. 
કોણ છે મોહિત ગોયલ?

- થોડો સમય અગાઉ સુધી મોહિત તેમના પિતાની કરિયાણાની દુકાનમાં બેસતો હતો.
- ત્રણ દાયકાથી પરિવાર અનાજ તથા ડ્રાયફ્રૂટના ધંધા સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે.
- મોહિતના લગ્ન ધરના સાથે થયાં છે. જે કંપનીમાં સીઈઓ છે.
- મોહિતે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવાનું કહેવાય છે.
- ઉપરાંત મોહિતે એમિટી યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.
- રિસર્ચ ફર્મ કન્વર્જન્સ કેટાલિસ્ટના પાર્ટનર જયંત કોલાના કહેવા પ્રમાણે, સબસિડી વગર આટલી નીચી કિંમતે સ્માર્ટફોન વેચવો શક્ય નથી લાગતો.
- સાઈબર મીડિયા રિસર્ચના ફૈઝલ કાવોસાના કહેવા પ્રમાણે, સૌથી હલ્કી ગુણવત્તાવાળા પાર્ટ્સ વાપરવામાં આવે તો પણ આ સ્પેસિફિકેશનનો ફોન બનાવતા રૂ. 680 થી રૂ. 816નો ખર્ચ આવે.
- કંપનીનું કદ જોતા આ લક્ષ્યાંક પાર કરી શકશે કે કેમ તે સવાલ છે. તેમ પણ કાવોસાએ ઉમેર્યું હતું. 

રિંગિંગ બેલ્સ કંપની વિશે
- મોહિત ગોયલે પાંચ મહિના અગાઉ રિંગિંગ બેલ્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી.
- કંપનીનું મુખ્યાલય નોઈડામાં આવેલું છે.
- મોહિતના પત્ની ધરના કંપનીમાં સીઈઓ છે.
- આઈઆઈટી એલ્યુમિની અશોક ચઢ્ઢા કંપનીના વાઈસ પ્રેસિડન્ટ છે.
- મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સની વેબસાઈટ પ્રમાણે સુષ્મા દેવી, રાજેશ કુમાર અને મોહિત તેના ડાયરેક્ટર્સ છે.
- અખબારોમાં 'ઈન્ડિયાના સૌથી વ્યાજબી ભાવના સ્માર્ટફોન ' તરીકે તેની જાહેરાત કરવામાં આવી છે.
- મધ્યપ્રદેશના ધારાસભ્ય ઓમપ્રકાશ સકલેચાએ દેશનો સૌથી સસ્તો ફોન લાવવામાં મદદ કરી હોવાનું કહેવાય છે.
- કંપની ઉત્તરાખંડ અને નોઈડામાં પ્લાન્ટ 250-250 કરોડ રૂપિયાના ખર્ચે બે પ્લાન્ટ્સ નાખવા માગે છે.
 - બંને કંપનીઝની પ્રોડ્કશન લાઈન પાંચ લાખ મોબાઈલ ફોન્સની હશે.
કંપની પાસે ડેમો પીસ પણ તૈયાર નથી 

- લોન્ચિંગ વખતે 'એડકોમ' કંપનીનો મોબાઈલ ડેમો તરીકે દેખાડવામાં આવ્યો હતો.
- એડકોમ સમાન પ્રકારના મોબાઈલ ફોન્સ રૂ. પાંચ હજારમાં વેચે છે.
- ચાર મહિના પછી કંપનીએ ડિલિવરી આપવાની છે.
- પરંતુ કંપની પાસે તેનો ડેમો પીસ, પ્રોટોટાઈપ કે બિટા પીસ તૈયાર નથી.
- ફોનની ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક સિમ્બોલ્સ iOS જેવા છે.
- ફોન લોન્ચ થાય ત્યારે એપલ તેની ઉપર કોપીરાઈટ કેસ કરી શકે તેમ છે.
- કંપની લાઈસન્સ ફિસ કેવી રીતે ચૂકવશે તથા BIS સર્ટિફિકેશનનું શું? તે અંગે પણ સવાલો ઉઠી રહ્યાં છે.
- આ સર્ટિફિકેશન વિના ભારતમાં ફોન વેચી ન શકાય. તેની મંજૂરી મેળવવામાં સમય લાગી શકે છે.
- કંપનીના કહેવા પ્રમાણે, ઈનોવેટિવ માર્કેટિંગ, ડ્યુટીઝમાં ઘટાડા, લાર્જ સ્કેલ પ્રોડક્શન તથા ઈકોમર્સના કારણે તેઓ સસ્તામાં આપી શકે છે.
- જો કે હેન્ડસેટના પાર્ટ્સ જ 251થી વધુમાં પડે તેમ હોવાનું જાણકારોનું કહેવું છે.
- કંપનીએ વેબસાઈટ પર દાવો કર્યો છે કે તેના 650 કરતા વધુ સર્વિસ સેન્ટર્સ છે. જેનું અસ્તિત્વ વાસ્તવિક સ્વરૂપમાં ક્યાંય જણાતું નથી.
- આટલા મોટાપાયે ઉત્પાદન કરવા માટે કૌશલ્યવાન કર્મચારીઓ ક્યાંથી આવશે ? શું કોઈ ભરતી કરવામાં આવી છે કે કેમ ? જેવા સવાલોના જવાબ આપવામાં કંપની નિષ્ફળ રહી છે. 
ઈન્ડસ્ટ્રીમાં ચિંતાના વમણ

- જો રિંગિંગ બેલ્સ કંપની આ ભાવે સ્માર્ટફોન આપી શકે તો તે ભારત અને ચીનની હેન્ડસેટ મેકિંગ કંપનીઝ માટે પડકારજનક બની રહે તેમ જણાય છે.
- ઈન્ડિયન સેલ્યુલર એસોસિએશને કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદને ભાવો પર ચાંપતી નજર રાખવા વિનંતી કરી છે.
- એસોસિએશને માંગ કરી છે કે જો સબસિડી આપવામાં આવી હોય તો પણ સ્માર્ટ ફોનનો ભાવ રૂ. 3500થી નીચે ન હોવો જોઈએ.
- ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ પણ ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ને પત્ર લખ્યો છે.
- સોમૈયાએ માંગ કરી છે કે ભાવો અંગે ચાંપતી નજર રાખવામાં આવે અને ગ્રાહકો સાથે ઠગાઈ ન થાય તેની કાળજી રાખવામાં આવે.
- કંપનીના કહેવા પ્રમાણે, તેને કેન્દ્ર સરકારની કોઈ મદદ નથી મળી રહી.
- કંપનીના મેનેજમેન્ટના કહેવા પ્રમાણે તેઓ ધંધો જમાવવા માટે 'ઘરના પૈસા' નથી નાખી રહ્યાં.
- કોઈ ટેલિકોમ કંપની સાથે સ્કિમમાં મોબાઈલ લોન્ચ થઈ રહ્યો હોવાનો રિંગિંગ બેલે ઈન્કાર કર્યો છે.
- ભારત સરકાર સાથે મળીને 'સૌથી સસ્તું ટેબ્લેટ' આકાશ લાવનારી ડેટાવિન્ડ કંપની એ રૂ. 999માં સ્માર્ટ ફોન લાવવાની જાહેરાત કરી હતી.
- જો કે આ માટે ડેટાવિન્ડ કંપનીએ ટેલિકોમ કંપની આરકોમ સાથે પાર્ટનરશીપ કરી છે.
- ડેટા વિન્ડ કંપનીના સીઈઓના કહેવા પ્રમાણે, જે સ્પેસિફિકેશન્સ કંપની ઓફર કરી રહી છે તે કમ સે કમ 1600 રૂપિયામાં પડે તેમ છે. આટલો સસ્તો ફોન કેવી રીતે આપી શકશે, તે મોડલ અમારે માટે જાણવું રસપ્રદ બની રહેશે.
ફોનના સ્પેસિફિકેશન્સ 

- 3જી ફોન
- 4-ઈંચ WVGA રિઝોલ્યુશન ડિસ્પ્લે
- 1.3 ગીગાહર્ટ્સ ક્વાડ-કોર પ્રોસેસર
- એક જીબી રેમ
- કુલ 8 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ
- 32 જીબી સુધીની એકસ્ટેન્ડેડ મેમરી (મતલબ કે મોબાઈલ કરતાં મેમરીકાર્ડ મોંઘું પડશે.)
- 3.2 મેગાપિક્સલનો બેક કેમેરા
- 0.3 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા
- 1450 mAh બેટરી
- ઉપરાંત સ્વચ્છ ભારત, માછીમારો, ખેડૂતો, મહિલાઓ અને તબીબો માટેની એપ્સ તેમાં પ્રિ-લોડેડ હશે. 

#Freedom251નું બુકિંગ ફરીથી શરૂ, હવે સરકારે કંપની પાસે માંગ્યો ખુલાસો


નવી દિલ્હીઃ દુનિયાનાં સૌથી સસ્તા સ્માર્ટફોન Freedom 251ની સાઈ ક્રેશ થયા બાદ શુક્રવારે સવારે તેના પર પ્રી-બુકિંગ ફરીથી શરૂ થઈ ગયું છે. ટ્વિટર પર કેટલાક વપરાશકર્તાઓએ બુકિંગ થવા તો કેટલાકે ટેક્નિકલ મુશ્કેલી આવવાની વાત કહી છે. 251 રૂપિયાનો આ ફોન શિપિંગ ચાર્જિસ બાદ 291 રૂપિયામાં મળી રહ્યો છે. પહેલા દિવસે કંપની રિંગિગ બેલ્સે તેનાં 30 હજાર ઓર્ડર લઈને 87 લાખ રૂપિયા એકઠા કરી લીધા હતા. આ દરમિયાન ફોનનાં મોટા પ્રમાણમાં થઈ રહેલા બુકિંગ પર સરકારની નજર છે... એક ડિપાર્ટમેન્ટે માંગ્યો ખુલાસો... યૂપી સરકાર કરશે તપાસ
- એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટેલિકોમ મિનિસ્ટ્રી આ કંપનીની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.
- મિનિસ્ટ્રીનું ઈંટરનલ એસેસમેન્ટ પણ એ કહે છે કે, આ સ્માર્ટફોનની કિંમત 2300 રૂપિયાથી ઓછી ન હોઈ શકે. પરંતુ જ્યા સુધી ગડબડનો કોઈ કેસ કે ફરિયાદ ન આવે ત્યા સુધી આ મામલે દખલગીરી નહી કરે.
- આ તરફ, 251 રૂપિયાનાં ફોનની ખાતરીને ગોટાળો ગણાવી ચૂકેલા બીજેપી સાંસદ કિરિટ સોમૈયાએ ટ્વિટ કરી દાવો કર્યો કે, ટેલિકોમ મિનિસ્ટ્રીએ રિંગિગ બેલસ પાસે ખુલાસો માંગ્યો છે.
- સોમૈયા પ્રમાણે, કંપનીને પૂછવામાં આવ્યું છે કે, તે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સાથે સર્ટિફિકેશન વગર કેવી રીતે ફોન વેચી રહી છે? કેન્દ્ર એ યૂપી સરકાર પાસે પણ કંપની ઓથેન્ટિસિટી તપાસવા માટે કહ્યું છે.,
નવા વિવાદ પર કંપનીએ શું કહ્યું?

- સરકાર તરફથી નજર રાખવાનાં સમાચાર અને બીજેપી નેતા સોમૈયાનાં દાવાનું કંપનીએ ખંડન કર્યું.
- રિંગિંગ બેલ્સનાં ડિરેક્ટર મોહિત ગોયલે જણાવ્યું- અમે કંઈ પણ નથી છુપાવી રહ્યા. બુકિંગથી મળેલા ફંડને અમે અલગ અલગ એકાઉન્ટમાં રાખ્યા છે. બધી ડિલિવરી ન થાય ત્યા સુધી અમે ફંડ્સને હાથ નહી લગાવીએ.
- ગોયલે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, અમે 25 લાખ ફોનનું ઓનલાઈન અને 25 લાખ ફોનનું ઓફલાઈન બુકિંગ ઈચ્છીએ છીએ. અમે બધા 50 લાખ સ્માર્ટફોન્સનું જૂન સુધી 100 ડિલિવરીનું વચન આપીએ છીએ.
- ઉલ્લેખનીય છે કે, આ પહેલા આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની 2.5 લાખથી વધારે સ્માર્ટફોન્સનો ઓર્ડર નહીં લે.
દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોન સામે ઉઠ્યા સવાલો
- લોન્ચિંગ દરમિયાન ડિફેન્સ મિનિસ્ટર મનોહર પર્રિકર જવાના હતા પરંતુ તેઓ ન ગયા.
- ઈન્ડિયન સેલ્યુલર એસોસિયેશને કહ્યું કે, જે ફોનની રિટેલ વેલ્યુ 3500થી 4100 રૂપિયાની વચ્ચે છે, તે 251 રૂપિયામાં કેવી રીતે મળે?
- ફોનનો દેખાવ આઈફોન અને પહેલેથી ઉપલબ્ધ એડકોમ સ્માર્ટફોન જેવો માનવામાં આવી રહ્યો છે.
બુકિંગ શરૂ થતાની સાથે જ સાઈટ ક્રેશ
- આ સ્માર્ટફોન નોઈડાની રિંગિંગ બેલ્સે લોન્ચ કર્યો છે. 30 જૂનથી કંપની તેનું શિપિંગ શરૂ કરી દેશે.
- ગુરુવારે સવારે બુકિંગ શરુ થયા બાદ વપરાશકર્તાઓએ કંપનીની વેબસાઈટ freedom251.comનાં શરૂઆતનાં અમુક કલાક સુધી ક્રેશ થવા અને બાદમાં ઓર્ડર પ્લેસ ન થવાની ફરિયાદ કરી.
- ત્યાર બાદ કંપનીએ પોતાની વેબસાઈટ પર આવી રહેલા વપરાશકર્તા માટે મેસેજ પોસ્ટ કર્યો.
- તેમાં લખવામાં આવ્યું- અમને હાલ એક સેકન્ડમાં 6 લાખ હિટ્સ મળી રહી છે. જેના કારણે સર્વર ઓવરલોડેડ થઈ ગયું છે.
- અમે તેનું બુકિંગ રોકી રહ્યા છીએ. સર્વિસ અપગ્રેડ કર્યા બાદ અમે 24 કલાકની અંદર તેને ફરીવાર શરૂ કરીશું.
-  આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના ગુસ્સો પણ કાઢ્યો છે.
- ટ્વિટર અને ફેસબુક પણ સાઇટની ક્રેશ થવાની પોસ્ટ પણ યૂઝર્સ દ્વાર શેર કરાઇ રહી છે.
પેમેન્ટ નથી થઇ શકતું
- અમુક કલાકો બાદ સાઇટ ખુલી તો રહી છે પણ લોકો મોબાઇલ ખરીદવા માટેની આવશ્યક પ્રક્રિયા પુરી નથી કરી શકતા.
- વારંવાર શિપિંગ એડ્રેસ એડ કરવાનું કહેવામાં આવી રહ્યું છે અને સબમિટ કર્યા પછી રિફ્રેશ થઇને ફરી પાછું ત્યાંનું ત્યાં જ આવી જવાય છે.
શું છે આ ફોનની ખાસિયત, વિરોધનું અન્ય શું છે કારણ
- 4 ઈંચ એચડી ડિસ્પ્લે, 1.3 ગીગા હર્ટઝ પ્રોસેસર અને 1 જીબી રેમ ધરાવતા 251 રૂપિયાનાં આ ફોન બુધવારનાં રોજ નોઈડામાં લોન્ચ થયો.
- પર્રિકર તેનાં લોન્ચિંગ દરમિયાન ન આવ્યા. બીજેપી સાંસદ મુરલી મનોહર જોશી આ લોન્ચિંગ ઈવેન્ટમાં સામેલ થયા.
- મોબાઈલ ઈંડસ્ટ્રી બોડી ઈન્ડિયન સેલ્યુલર એસોસિએશન(આઈસીએ)નું કહેવું છે કે, ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદને આ મામલે તપાસ કરવી જોઈએ.
- આઈસીએનું કહેવું છે કે, સબસિડી પર સેલ છતા આ પ્રકારનાં સ્માર્ટફોનની કિંમત 4100 રૂપિયાથી ઓછી ન હોઈ શકે.
- આઈસીએએ આ સસ્તા સ્માર્ટફોનનાં લોન્ચિંગ ઈવેન્ટમાં સીનિયર પોલિટિકલ અને ગવર્મેન્ટ લીડરશિપને મળ્યું ઈન્વિટેશન અને નેતાઓની હાજરી પર સવાલ કરવામાં આવ્યા છે.
જૂનથી મળશે ફોન, બુકિંગ શરૂ

આ સ્માર્ટફોન નોઈડાની રિંગિગ બેલ્સે લોન્ચ કર્યો છે. 251 રૂપિયાનાં આ સ્માર્ટફોન માટે કંપનીની વેબસાઈટથી પ્રી-બુકિંગ 18 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયું, જે 21 ફેબ્રુઆરી સાંજે 8 વાગ્યા સુધી કરી શકાય છે. 30 જૂનથી કંપની તેનું શિપિંગ શરૂ કરી દેશે.
ઈન્ડિયન સેલ્યુલર એસોસિએશને શું ભાવ પદ્ધતિ જણાવી?

- આઈસીએસે કહ્યું કે, આ પ્રકારની પ્રોડક્ટનું બિલ ઓફ મટીરીયલ(બીઓએમ) વેલ્યુ 40 ડોલર એટલે કે2700 રૂપિયા થાય છે. આ કોસ્ટ ત્યારે આવે જ્યારે તેને સપ્લાઈ ચેનથી ખરીદવામાં આવે.
- આઈસીએનાં નેશનલ પ્રેસિડેન્ટ પંકજ મહિંદ્રૂએ ટેલિકોમ મિનિસ્ટરને લખેલા પત્રમાં કહ્યું કે, રિટેલ  સેલ્સ દરમિયાન પ્રોડક્ટ કોસ્ટમાં ડ્યૂટી, ટેક્સ, ડિસ્ટ્રીબ્યૂશન અને રિટેલ  માર્જિન પણ જોડવામાં આવે છે.
- આ પ્રકારે આ સ્માર્ટફોનની રિટેલ કોસ્ટ રિટેલ કિંમત 4100 રૂપિયા થાય છે તો આવો સ્માર્ટફોન 251માં કેવી રીતે વેચાઈ શકે છે.
- મહિંદ્રૂએ કહ્યું કે, જો આવા ફોનને ઈ-કોમર્સ કે કોઈ પ્રકારની સબસિડીનાં લાભ પર વેચવામાં આવે તો તેની કિંમત 52-55 ડોલર(3500-3800 રૂપિયા) બેસે છે.
- તેઓએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે પ્રોડક્ટ ડાયરેક્ટ કોઈ સબસિડી નથી મળી, તો આ પ્રોડક્ટ આટલા ઓછા ભાવમાં કેવી રીતે વેચાઈ શકે?
- નોંધનીય છે કે, Samsung, Apple, Sony, Lava, Micromax, Karbonn, Motorola અને HTC  જેવી કંપનીઓ આઈસીએની મેમ્બર્સ છે.
જવાબમાં રિંગિંગ બેસ્લે શું ગણિત બતાવ્યું?

- રિંગિંગ બેલ્સનાં પ્રેસિડેન્ટ અશોક ચઢ્ઢાએ લોન્ચિંગ ઈવેન્ટમાં કહ્યું, ' આ વર્ષનાં અંતમાં અમે ફ્રીડમ-251 સ્માર્ટફોનનું હાર્ડવેર ભારતમાં બનાવીશું. બાદમાં તેને 100 ટકા મેડ ઈન ઈન્ડિયા કરી દઈશું.'
- 'અમે તેના માટે નોઈડા અને ઉતરાખંડમાં પાયલોટ પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. તેની કોસ્ટ 500 કરોડ રૂપિયા અને ટાર્ગેટ કેપેસિટી દર મહિને 5 લાખ યૂનિટ્સની હશે. આવા 5 મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સ અમે બનાવીશું. પરંતુ શરૂઆતમાં અમે અઢી લાખ ઓર્ડર્સ બાદ બુકીંગ બંધ કરી દઈશું.'
- બિલ ઓફ મટીરીયલનાં હિસાબે આ સ્માર્ટફોનની કોસ્ટ 2000 રૂપિયા છે. ભારતમાં બનાવીને અમે તેમાંથી 400 રૂપિયા બચાવી લઈશું.
- ઓનલાઈન વેચીને અમે તેમાંથી 400 રૂપિયા વધુ બચાવી લઈશું. જો પ્રી-ઓર્ડરનાં આંકડા વધશે તો અમે 400 રૂપિયા વધારે બચાવી શકીશું.
- ત્યારબાદ જ્યારે પ્લેટફોર્મ મોટું થઈ જશે તો અમે આવી પ્રોડક્ટ્સ હાઈલાઈટ કરીશું જે કસ્ટમર્સ માટે વેલ્યુએબલ હશે.
- તેનાથી અમારી સોર્સ ઓફ ઈનકમ વધશે. તેનો ફાયદો અમે કસ્ટમર્સ સુધી પહોંચાડીશું અને સ્માર્ટફોનની કોસ્ટને કંટ્રોલ કરીશું.
- કંપનીનું કહેવું છે કે, તે આ ફોન માટે કોઈ ગવર્મેન્ટ સબસિડી નથી લઈ રહી. ન પ્રોજેક્ટમાં સરકારનો કોઈ ડિપાર્ટમેન્ટ સામેલ છે.
આઈફોનની કોપી કરવાનો દાવો કેમ?

- હિન્દુસ્તાન ટાઈમ્સનાં રિપોર્ટ પ્રમાણે, ફ્રીડમ 250માં મોટાભાગે બિલ્ટ અપ આઈકોન આઈફોન જેવા દેખાય છે.
- તેનું વેબ બ્રાઉઝર એપ એપ્પલનાં સફારી બ્રાઉઝર જેવું દેખાય છે જે આઈફોન, આઈપેડ અને મેકમાં હોય છે.
- તેમાં રાઉન્ડ હોમ બટન આઈફોન જેવું જ છે.
- મીડિયા રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ફ્રીડમ 251 દિલ્હીની આઈટી ઈમ્પોર્ટર કંપની એડકોમના એક હેન્ડસેટનની લાઈન પર બનેલો છે. એડકોમ કંપનનો ફ્રીડમ 251 જેવો એક સ્માર્ટફોન ઘણા ઈ-રિટેલર કંપનીઓની વેબસાઈટ પર અંદાજે 4000 રૂપિયામાં લિસ્ટેડ છે.
કોના માટે ચેલેન્જ છે આ ફોન?

- રિંગિંગ બેલ્સનો પ્લાન 500 રૂપિયાથી ઓછાનાં અન્ય પણ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવાનો છે. હાલ માર્કેટમાં ઉપલબ્ધ સૌથી સસ્તો સ્માર્ટફોન 1500 રૂપિયાની આસપાસ છે.
- ગવ વર્ષે ડાટાવિંડે પ્લાન કર્યો હતો કે, તે અનિલ અંબાણીનાં રિલાયન્સ કમ્યુનિકેશલ(આરકોમ)ની સાથે મળીને વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન, 999 રૂપિયામાં લોન્ચ કરશે. આ ફોન અત્યાર માર્કેટમાં નથી આવ્યો.
- જ્યારે, તેને 4500થી 5000 રૂપિયાની વચ્ચે આવતા લીનોવો એ2010 અને કાર્બન મેક વન ટાઈટેનિયમ માટે પણ ચેલેન્જ માનવામાં આવી રહ્યો છે.
- 251 રૂપિયાનાં આ સ્માર્ટફોનની સ્ક્રીન લીનોવો(4.5 ઈંચ) અને કાર્બન(4.7 ઈંચ)થી નાની હશે પરંતુ 1.3 ગીગા હર્ટ્ઝ ક્વાડકોર પ્રોસેસર લગભગ એટલું જ કામ આપશે.
2999 રૂપિયામાં 4જી ફોન લોન્ચ કરી ચૂકી છે રિંગિંગ બેલ્સ

- તાજેતરમાં રિંગિંગ બેલ્સે 2999 રૂપિયામાં 4જી સ્માર્ટફોનને માર્કેટમાં લોન્ચ કર્યો હતો.
- આ ઉપરાંત, માર્કેટમાં કંપનીનાં બે ફીચર ફોન પણ ઉપલબ્ધ છે.



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment