સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 2 May 2016

લૂથી બચવા શું શું કરશો - ઘરેલુ ઉપચારો - ગરમીમાં લૂ થી કેવી રીતે બચશો ? - હીટ સ્‍ટ્રોક થવાની કાર્ય પ્રણાલી / ચિન્‍હો / કારણો / જોખમી પરિબળો / નિદાન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

લૂથી બચવા શું શું કરશો
* સીધા સૂર્યપ્રકાશથી બચવુ
* અવારનવાર ભીના કપડાને શરીર પર લુછવું
* વારંવાર પાણી પીવુ
* લીંબુ, શરબત,મોળી છાશ,નાળિયેરનું પાણીનો વધુ ઉપયોગ કરવો
* અશક્ત,બિમાર,વૃધ્ધો તડકાથી દૂર રહેવું
* બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં

ઘરેલુ ઉપચારો - ગરમીમાં લૂ થી કેવી રીતે બચશો ?

ઉનાળાની ગરમીમાં ગળુ સુકાય જાય છે. આ ઋતુમાં લૂ લાગવાની શકયતા વધી જાય છે. માટે આ ઋતુમાં સાવધાની જરૂરી છે. દિવસના સમયે ખાલી પેટ બહાર ન નિકળતા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવા દો.

શકય હોય તો ઘરેથી પાણી લઇ નીકળો. થોડાક સમયના અંતરે પાણી પીતા રહો. આ ઋતુમાં ઘરેલુ ઉપચાર
ફાયદાકારક હોય છે.

summer

લૂ લાગી તો શું કરીએ.

પહેલા તો લૂ થી બચવાની દરેક શકય કોશિશ કરવી જોઇએ. જો લૂ લાગી જાય તો કાચા કેરીના શરબતનું સેવન કરવું જોઈએ. આ લૂ માં રામબાણ ઈલાજ છે.

આ સિવાય કાચા કેરીનો લેપ બનાવી પગના તળે માલિશ કરવી જોઇએ. હળવું ભોજન કરો. જો તાપમાં નીકળવાની મજબૂરી હોય તો છત્રી લઇને નીકળો.

શકય હોય તો સફેદ કપડા પહેરીને જ બહાર નીકળો આથી ગરમી ઓછી લાગશે. પાણી કે જ્યુસ પીને જ ઘરેથી નીકળો

ધ્યાન રાખો કે પેટ ખાલી ના હોય ગરમીમાં ડુંગળીનું સેવન કરો. ગરમીમાં કાચી ડુંગળીનું સેવન જરૂર કરવુ જોઈએ. ડુંગળીને ખિસ્સામાં રાખવાથી પણ ફાયદો થાય છે.

ડાયેરિયામાં ડુંગળીનો રસ લાભકારી હોય છે.

આ ઋતુમાં કેવો ખોરાક લેવો જોઈએ - જેઠ અને આષાઢ મહીનામાં સુપાચ્ય અને હળવું ભોજન કરવુ જોઈએ. માંસ, માછલી અને મદિરાથી પરહેજ કરવું જોઈએ. ફળોનું સેવન ખૂબ જ કરવું જોઈએ

જેમ કે તરબુચ કાકડી ખીરાનું સેવન કરવુ જોઈએ. ફળોનો રસ આરોગ્યપ્રદ અને ફાયદેકારી સિદ્ધ થાય છે. તરલ પદાર્થનુ સેવન વધારે કરવુ જોઇએ .સત્તૂનું સેવન કરી શકાય. સત્તૂના સેવનથી તરસ વધારે લાગે છે. ગ્લૂકોઝ ઘરમાં ના હોય તો ગોળ ખાઇ લો. ઓઆરએસનુ મિશ્રણ ઘરમાં ના હોય તો ચિંતા ન કરશો એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી મિશ્રણ તૈયાર કરી શકાય.
.

ઉનાળામાં અંગ દઝાડતી ગરમી... હીટસ્‍ટ્રોકથી બચવા કાળજી જરૂરી
   રાજકોટઃ હાલમાં રાજકોટ શહેર સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૪૦ થી ૪૪ ડીગ્રી સુધીનું તાપમાનનો આપણે સૌ અનુભવ કરી રહયા છીએ. હજુ તો ગરમીના મે માસ અને જુન માસ બાકી છેત્‍યાર પહેલા જ નાગરીકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. બપોરના ૧ થી પ સુધી અંગ દઝાડી દે તેવો ગરમ પવન ફુંકાઇ રહયો છે. આ પવનને કારણે હીટ સ્‍ટ્રોક લાગે તો ઘણા પ્રકારના ગંભીર પ્રકારના દર્દો થઇ શકે છે. રાહદારીઓ કે પ્રવાસીઓ ગરમીને કારણે બેભાન થઇ જવાના પ્રસંગો પણ બને છે. હીટ સ્‍ટ્રોકને કારણે પેટની બીમારીઓ અને ચામડીને લગતા રોગોનું પ્રમાણ ખુબ જ વધી જાય છે. આ સ્‍થિતિમાં વ્‍યકિત જો થોડી કાળજી રાખે અને તેની જીવનશૈલીમાં થોડો   બદલાવ લાવે તો હીટ સ્‍ટ્રોકમાંથી બચી શકાય છે. વોકહાર્ટ હોસ્‍પીટલના ફીઝીશ્‍યન અને ક્રીટીકલ કેર નિષ્‍ણાંત ડો. મિલાપ મશરૂએ હીટ સ્‍ટ્રોકના ચિન્‍હો, તેના કારણો, જોખમી પરીબળો, માઠા પરીણામો તેમજ હીટ સ્‍ટ્રોકનું નિદાન કેવી રીતે કરી શકાય અને નિદાન પછી તેની સારવાર, હીટ સ્‍ટ્રોક માટેના ઘરગથ્‍થુ ઉપાયો તેમજ હીટ સ્‍ટ્રોકથી કેવી રીતે બચી શકાય તે અંગેની વિસ્‍તૃત સમજણ આ લેખમાં આપેલ છે.
   હીટ સ્‍ટ્રોક એટલે કે સામાન્‍ય ભાષામાં આપે લુ લાગવી કહીએ છીએ. હીટ સ્‍ટ્રોક લાંબા સમયથી ગરમીમાં રહેવાથી કે ગરમ વાતાવરણમાં શારીરીક પ્રવૃતી કરવાથી થઇ શકે છે. તબીબી ભાષામાં જો આ રીતે રહેવાથી શરીરનું તાપમાન ૧૦૪ એફ અથવા તેનાથી વધી જાય તો તે દર્દીને હીટ સ્‍ટ્રોક-ગુજરાતીમાં લુ લાગી છે એમ કહી શકાય છે. વાતાવરણમાં વધુ પડતા ભેજનું પ્રમાણ, અમુક પ્રકારની શારીરીક તકલીફો અને અમુક પ્રકારની દવાઓ હીટ સ્‍ટ્રોકનું જોખમ વધારે છે. બહુ નાના બાળક અથવા બહુ વધારે વયના વૃધ્‍ધોને પણ ઝડપથી હીટ સ્‍ટ્રોક થઇ શકે છે.
   હીટ સ્‍ટ્રોક થવાની કાર્ય પ્રણાલી
   શરીરની ગરમી બહાર કાઢવાની ક્ષમતા કરતા જ્‍યારે શરીરને વધારે ગરમી મળે ત્‍યારે લૂ લાગે છે.
   હીટ સ્‍ટ્રોકના ચિન્‍હો
   (૧) તાવ ૧૦૪ં એફથી વધારે (ર) પરસેવાનો અભાવ (૩) ઉલ્‍ટી, ઉબકા (૪) ચામડી લાલ થઇ જવી (પ) શ્વાસોશ્વાસની ક્રિયા વધી જવી (૬) હૃદયના ધબકારા વધી જવા
   (૭) હાથ-પગમાં નબળાઇ લાગવી કે હાથ-પગમાં દુખાવો થવો.
   (૮) ગંભીર કિસ્‍સામાં માથુ દુખવું, આડી અવળી વાતો કરી અને વધારે ગંભીર પરિસ્‍થિતિમાં આચકી આવીને બેભાન થઇ જવું.
   હીટ સ્‍ટ્રોકના કારણો
   (૧) ગરમીમાં વધારે કપડા પહેરવા (ર) ઓછુ પાણી પીવું (૩) દારૂનું સેવન કરવુ આ બધા કારણોને લીધે શરીરનું તાપમાન જળવાતુ નથી જેના કારણે હીટ સ્‍ટ્રોક થાય છે.
   હીટ સ્‍ટ્રોકના જોખમી પરિબળો
   (૧) નાના બાળકો અનેવૃધ્‍ધો
   (ર) વધુ ગરમીથી ન ટેવાયેલા લોકો જયારે અચાનક ખુબજ ગરમ વાતાવરણમાં લાંબો સમય રહે છે ત્‍યારે હીટ સ્‍ટ્રોકની સંભાવના વધે છે. (૩) અમુક દવાઓઃ બીપી, હૃદયરોગ અથવા માનસીક રોગની દવાઓ જે દર્દીને ચાલતી હોય છે તેવા દર્દીને હીટ સ્‍ટ્રોક થવાની શકયતા વધી જાય છે.
   હીટ સ્‍ટ્રોકના માઠા પરિણામો
   (૧) બીપી ઓછું થઇ જવું (ર) હોઠ અને ચામડી સુકી અને કાળી પડી જવી (૩) જો આ તબકકામાં દર્દીને તાત્‍કાલીક સારવાર ન મળે તો દર્દી કોમામાં પણ જઇ શકે છે.
   હીટ સ્‍ટ્રોકનું નિદાન
   આમ તો દર્દીને જોઇને જ તબીબો હીટ સ્‍ટ્રોકનું નિદાન કરતા હોય છે. પરંતુ તબીબો બીજા રોગ નથી તે પાકો ખ્‍યાલ કરવા નીચે મુજબના ટેસ્‍ટ કરાવે છે. (૧) બ્‍લડ ટેસ્‍ટઃ સોડીયમ, પોટેશ્‍યમ, બ્‍લડ ગેસ એનાલીસીસ નોર્મલ છે કે કેમ તે જાણવા તેમજ સીએનએસને કોઇ નુકશાન થયું છે કે કેમ તે ચેક કરાવે છે.(ર) યુરિન ટેસ્‍ટઃ યુરિનનો કલર, કારણ કે ડાર્ક કલરનું યુરિન એટલે કે હીટ રીલેટેડ કન્‍ડીશન અને કિડની ફંકશન જોવું જરૂરી છે. (૩) મસલ્‍સ ફંકશન ટેસ્‍ટઃ એ ચેક કરવા સીપીકે નામનો ટેસ્‍ટ જરૂરી છે જેનાથી તમારા મસલ્‍સને કોઇ ગંભીર ઇજા થઇ નથી તે જાણી શકાય.
   હીટસ્‍ટ્રોકની સારવારઃ હીટ સ્‍ટ્રોકમાં તબીબોનું કાર્ય છે શરીરના તાપમાનને નોર્મલ કરવુ જેથી મગજ અને શરીરના બીજા અંગોને નુકશાન ન પહોંચે ક્રીટીકલ કેર વડે આવા દર્દીને નીચે જણાવેલ ઘણા ઉપાયોથી સારવાર આપવામાં આવે છે.
   (૧) બરફના પાણીને શરીર ઉપર રહેવુ (ર) બરફની થેલીઓ સાથળ અને બગલમાં રાખવી (૩) શરીર પર પાણી છાટવુ અને પાણી ફેલાવી બાસ્‍પીભવન કરાવવુ  જેથી ચામડીને ઠંડક થાય. (૪) દર્દીને બરફની બ્‍લેંકેટથી ઢાકવુ (પ) દર્દીને આ બધુ કરતા ધ્રુજારી આવતા ધ્રુજારીની દવા આપવી.
   હીટ સ્‍ટ્રોક માટેના ઘરગથ્‍થુ ઉપાય અને જીવનશૈલી પરિવર્તન
   દર્દીને તાત્‍કાલીક સારવાર કેન્‍દ્રમાં લઇ જવા સુધીના સમય માટે આપણે દર્દીને આટલી સારવાર આપી શકીએ છીએ. (૧) છૉયા અથવા એસીવાળા સ્‍થાન પર દર્દીને લઇ જવો (ર) દર્દીના શરીર પર ભીના કપડા ફેરવવા. (૩) પંખાનો સીધો પવન દર્દીના શરીર પર પહોંચે તેમ કરવુ. (૪) દર્દીને ઠંડા પાણીમાં નાહવા કહેવું (પ) પ્રવાહી વધારે પીવુ (૬) દારૂવાળા પ્રવાહીનું સેવન ન કરવું.
   હીટ સ્‍ટ્રોકથી બચવાના ઉપાય
   હીટ સ્‍ટ્રોકથી બચી શકાય તે માટેના સરળ ઉપાયો નીચે મુજબ છે.
   (૧) ઓછા વજનવાળા અને હળવા કપડા પહેરવા (ર) તડકામાં કામ કરવાનું હોય તો આછા કલરના કપડા પહેરવા (૩) પ્રવાહી વધારે માત્રામાં પીવું.
   (૪) તમે બીપી, હૃદયરોગ અથવા માનસીક રોગની દવા લેતા હોય તો વધારે કાળજી રાખીને શરીરને ગરમીથી બચાવવુ જોઇએ અને હીટ સ્‍ટ્રોક સામે રક્ષણ માટેની પુરતી તૈયારી રાખવી. (પ) નાના બાળક અથવા  કોઇપણ વ્‍યકિતને કારમાં બેસાડીને કાર પાર્ક કરી દેવી ખુબ જ ખતરનાક બની શકે છે. કારનું તાપમાન દશ મીનીટમાં જ ર૦ એફ વાતાવરણના તાપમાન કરતા ઉપર વધી શકે છે જે જીવલેણ બની શકે છે.
   (૬) તમારી દીનચર્યા એવી રીતે ગોઠવો કે શારીરિક કામ બહારનું હોય તો તે સવારે અથવા સાંજે કરવુ અને અનિવાર્ય હોય તો આગળ જણાવેલી કાળજી રાખવી.
   (૭) તમારા શરીરને ગરમીમાં કામ કરવાની ટેવ ન હોય તો તેને ધીમે ધીમે ટેવ પાડવી, એક સાથે શરીર ગરમીનો સામનો કરશે તો હીટ સ્‍ટ્રોકની શકયતા વધી જાય છે.
   ડો. મિલાપ મશરૂ
   એમડી ફીઝીશ્‍યન ક્રિટીકલ કેર
   વોકહાર્ટ હોસ્‍પીટલ , રાજકોટ
   મો. ૯૮રપ૩ ૦૭૦૧૧
 


Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-lu-fury-heat-stroke-three-people-in-gujarat
http://www.gujarati.webdunia.com/article/home-remedies/%E0%AA%98%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%81-%E0%AA%89%E0%AA%AA%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%82-%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%B6%E0%AB%8B-114040500007_1.htm
http://www.akilanews.com/05052014/rajkot-news/1399285867-25042




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment