સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 3 May 2016

PM મોદીએ BJP સાંસદોનો લીધો બરાબર ઉધડો, કહ્યું 'ગામડાંઓમાં જાઓ છો ખરા?' - દર વર્ષે વરસાદ આવે કે ના આવે પણ ચૂંટણીઓ અવશ્ય આવે છે ! (ચીની કમ) - અરે વાહ...સાંસદોના પગારમાં તોતીંગ વધારા સામે મોદીએ વાંધો ઉઠાવ્‍યોઃ સાંસદો ખુદ વેતન નક્કી ન કરેઃ પે કમીશન રચવુ જોઇએ - જુન પછી કેન્દ્રીય કર્મચારીઓ માટે અચ્છે દિનઃ ન્યુનતમ પગાર થશે ર૧૦૦૦

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

PM મોદીએ BJP સાંસદોનો લીધો બરાબર ઉધડો, કહ્યું 'ગામડાંઓમાં જાઓ છો ખરા?'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપના સંસદીય દળની બેઠકમાં સાંસદોનો બરાબર ક્લાસ લીધો હતો. વડાપ્રધાને સાંસદોને પૂંછયું કે શું તમે બધા ગામડાઓમાં જાઓ છો ખરા? તેમણે એમ પણ કહ્યું કે તમે બધા સરકારની યોજનાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડો છો કે નહીં. જો તમે નહીં જનતા સુધી યોજનાઓ નહીં પહોંચાડો તો સરકારની યોજનાઓની જનતાને માહિતી કેવી રીતે મળશે.

વડાપ્રધાને એનડીએ સરકારની યોજનાઓ અને ઉપલબ્ધિઓ પર પ્રકાશ ફેંકતા કહ્યું કે 3 કરોડ 18 લાખ નવા ગેસ કનેક્શન આપવામાં આવ્યાં છે. મુદ્રા બેંકના કારણે પણ ત્રણ કરોડ લોકોને ફાયદો થયો છે. વડાપ્રધાને સાંસદો પર ટિપ્પણી કરતા કહ્યું કે શું તમે આ બધુ જનતાને જણાવ્યું છે ખરા? જ્યાં સુધી સાંસદો જણાવશે નહીં ત્યાં સુધી જનતાને ખબર કેવી રીતે પડશે કે સરકાર લોકોના હિતમાં કામ કરી રહી છે.

પૂર્વની યુપીએ સરકાર પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે જૂની સરકાર પોતાની યોજનાઓનો ઢંઢેરો પીટતી હતી. આપણે ઓછામાં ઓછુ જે કામ થઈ રહ્યું છે તેની જાણકારી તો લોકોને આપવી જોઈએ. સાંસદોને સીધો પ્રશ્ન પૂછતાં પીએમ મોદીએ કહ્યું કે ઉર્જા ઉત્સવ ઉજવવાની વાત થઈ હતી તો શું સાંસદોએ તેની જાણકારી જનતાને આપી? તેમણે એમ પણ પૂછયું કે કયા કયા  સાંસદોએ પોતાના મતવિસ્તારમાં ઉર્જા ઉત્સવની ઉજવણી કરી. સંસદીય દળની બેઠકમાં સંસદીય કાર્યમંત્રી વેંકૈયા નાયડુએ પાર્ટી સાંસદોને ઓગસ્ટા ડીલ પર પાર્ટીના વલણ અંગે પણ માહિતી આપી હતી.

દર વર્ષે વરસાદ આવે કે ના આવે પણ ચૂંટણીઓ અવશ્ય આવે છે ! (ચીની કમ)


ચીનીકમ અદેશનાં પાંચ રાજ્યોમાં થઈ રહેલી વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. આ દેશમાં ચૂંટણી હવે બારમાસી ઉત્સવ છે. દર થોડા થોડા સમયે કોઈ ને કોઈ પ્રકારની ચૂંટણીઓ આવતી જ રહે છે. આ ચૂંટણીઓ પતશે એટલે દેશના સૌથી મોટા પ્રદેશ ઉત્તર પ્રદેશની ચૂંટણી આવશે. એટલે આ પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો લોકોના વલણનું દર્શન કરાવશે.
સટ્ટાબજાર શું કહે છે ?
સૌથી પહેલાં દેશના બે મુખ્ય રાજ્યો આસામ અને પશ્ચિમ બંગાળમાં  થઈ રહેલી ચૂંટણીઓ અંગે સટ્ટાબજાર શું કહે છે તે જોઈએ. સટોડિયાઓ પોતાનો દાવ ખેલી રહ્યા છે. સટ્ટાબજાર આસામમાં ભાજપને નંબર-૧ કહે છે જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનો જાદુ યથાવત્ રહેશે એમ માને છે. સટ્ટાબજારની ગણતરી અનુસાર આસામની કુલ ૧૨૬ બેઠકોમાંથી ભાજપને ૫૬થી ૫૭, કોંગ્રેસને ૨૯થી ૩૦, એઆઈયુડીએફને ૧૩થી ૧૪, એજીપીને ૯થી ૧૦ અને અન્યને ૧૪થી ૧૫ બેઠકો મળશે તેમ માને છે. એ જ પ્રમાણે પશ્ચિમ બંગાળની કુલ ૨૯૪ બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસને ૧૭૩થી ૧૭૬, સીપીઆઈ (એમ)ને ૭૨થી ૭૫, કોંગ્રેસને ૨૮થી ૩૦, ભાજપને ૬થી ૭ અને અન્યને ૫થી ૬ બેઠકો મળશે તેમ માને છે. અલબત્ત, સટોડિયાઓ હંમેશા સાચા જ પડે છે તેવું નથી. મતલબ કે આસામમાં ભાજપ મોખરે છે, પરંતુ સ્પષ્ટ બહુમતીથી હજુ ૧૨ બેઠકો દૂર છે જે તે મેનેજ કરી શકે છે.
હાઈટેક પ્રચાર
હાલ જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે તેમાં સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. ક્યારેક ઉમેદવારો પદયાત્રા કરીને મતદારોના ઘરનું બારણું ખટખટાવતા હતા તે ઉમેદવારો હવે મોબાઈલ મારફતે મતદારોના બેડરૂમમાં પ્રવેશી ચૂક્યા છે. આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરાલા અને પોંડિચેરીમાં દરેક રાજકીય પક્ષો મોબાઈલ મેસેજીસનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સર્વે અનુસાર રાજ્યની બધી જ ૨૯૪ બેઠકો પૈકી ચોથા ભાગની બેઠકો પર સોશિયલ મીડિયાની અસર રહેશે. રાજકીય પક્ષો તેમના ઉમેદવારોની તસવીરો, પોસ્ટર્સ તથા વીડિયો અપલોડ કરી રહ્યા છે. કેરળમાં સીપીએમને પણ ખ્યાલ આવી ગયો છે કે, ચૂંટણીની વૈતરણી પાર કરવા માટે સોશિયલ મીડિયાની હોડીમાં સફર કરવી જરૂરી છે. કેટલાક પક્ષોના ઉમેદવારોએ પોતાની વેબસાઈટ બનાવી છે તો કેટલાકે પોતાના બ્લોગ બનાવ્યા છે. ઓનલાઈન પ્રચાર માટે આઈટી નિષ્ણાતોની ટીમ તૈનાત કરી છે. એક એવું અનુમાન છે કે, ભાજપના નેતાઓએ લોકસભાની ચૂંટણીમાં સરેરાશ ૮૦,૯૮૧ ટ્વિટ કર્યા હતા. મતલબ કે હવે ચૂંટણીઓ હાઈટેક બનતી જાય છે.
પાંચ રાજ્યોનો ખેલ
આ ચૂંટણીઓ પતે તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ અન્ય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ સારાં પરિણામો હાંસલ કરવા માટે અગાઉથી જ પાંચ દાવ ખેલ્યા છે. પાર્ટીએ પાંચ રાજ્યોમાં જાતિગત સમીકરણોના આધારે નવા પ્રમુખો નીમ્યા છે. યુપીમાં કેશવ પ્રસાદ મૌર્ય, કર્ણાટકમાં પૂર્વ મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પા, પંજાબમાં વિજય સાપલા, તેલંગાણામાં ડો. કે. લક્ષ્મણ અને અરૂણાચલ તાપિર ગાવને પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
કેશવપ્રસાદ મૌર્ય
આ બધામાં ઉત્તર પ્રદેશના નવા નીમાયેલા કેશવ પ્રસાદ મૌર્યનું નામ સૌથી વધુ ચોંકાવનારું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ કેશવ પ્રસાદ મૌર્ય પણ બચપણમાં તેમના પિતાની દુકાનમાં ચા અને અખબાર વેચતા હતા. તેઓ ૧૮ વર્ષ સુધી અલ્હાબાદમાં વિશ્વ હિંદુ પરિષદના પ્રચારક રહ્યા છે. યુ.પી.ના ફુલપુર મતક્ષેત્રમાંથી ૨૦૧૪માં પહેલી જ વાર તેઓ સાંસદ બન્યા. તેઓ અતિ પછાત જાતિમાંથી આવે છે. તેમની સામે હત્યાથી માંડીને કેટલાક અપરાધિક મામલાઓ કોર્ટમાં છે. તેમને ઉત્તર પ્રદેશમાં ભાજપના અધ્યક્ષ બનાવીને પક્ષે કટ્ટર હિંદુવાદી છબીની સાથે પછાત વર્ગના મતદારોને રિઝવવાની કોશિશ કરી છે.
બી. એમ. યેદિયુરપ્પા
કર્ણાટકના મજબૂત લિંગાયત સમાજને આકર્ષવા માટે બી. એસ. યેદિયુરપ્પાને કર્ણાટકમાં ભાજપે પ્રમુખ બનાવ્યા છે. તેમની સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે. ભ્રષ્ટાચારના આરોપસર જ તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા હતા. લાગે છે કે, તેમની પસંદગી પક્ષની મજબૂરી છે. પક્ષ માને છે કે, તેમના કદનો કોઈ નેતા નથી જે કર્ણાટકમાં કમળ ખીલાવી શકે. ૨૦૦૮માં ભાજપે દક્ષિણ ભારતમાં પહેલી વાર કર્ણાટકમાં યેદિયુરપ્પાની નેતાગીરીમાં જ સરકાર બનાવી હતી. ભ્રષ્ટાચારના આરોપો બાદ ભાજપે તેમને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. ૨૦૧૨માં ભાજપને છોડી દઈ તેમણે નવી પાર્ટી બનાવી હતી. તે પછી ભાજપ હારી ગયું. હવે તેમને જ કર્ણાટકમાં ભાજપને સુકાની બનાવવામાં આવ્યા છે. રાજનીતિમાં આવું થાય તેમાં કાંઈ નવું નથી.
વિજય સાંવલા
પંજાબમાં આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપે કેન્દ્રીય રાજ્યમંત્રી વિજય સાંપલાને પક્ષના પ્રમુખ બનાવ્યા છે. તેઓ રવિદાસિયા દલિત સમુદાયમાંથી આવે છે. તેમણે સરપંચના પદથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. હોશિયારપુરની અનામત બેઠક પર ભાજપની ટિકિટ લઈ તેઓ ચૂંટણી લડયા હતા અને લોકસભામાં પ્રવેશ મેળવ્યો હતો. ભાજપે પંજાબમાં દલિત કાર્ડ ખેલીને અકાલીઓને નારાજ કર્યા હોવાનું કહેવાય છે, કારણ કે પંજાબના દલિતો અત્યાર સુધી અકાલીઓ સાથે રહ્યા છે. જોકે, હવે આમ આદમીની પાર્ટી પણ પંજાબમાં પોતાનું સ્થાન મજબૂત કરવા કોશિશ કરી રહી છે. તેની નજર પણ દલિત વોટ્સ પર છે.
ટૂંકમાં હાલની ચૂંટણીઓ પતે તે પહેલાં જ આવનારી બીજી ચૂંટણીઓ માટે ખેલ શરૂ થઈ ગયો છે. દેશમાં દર વર્ષે વરસાદ આવે કે ના આવે પણ ચૂંટણીઓ તો અવશ્ય આવે જ છે.
આનંદો.
ચૂંટણીઓના બહાને કાળું નાણું તો બજારમાં પ્રવાહિત થશે.
અરે વાહ...સાંસદોના પગારમાં તોતીંગ વધારા સામે મોદીએ વાંધો ઉઠાવ્‍યોઃ સાંસદો ખુદ વેતન નક્કી ન કરેઃ પે કમીશન રચવુ જોઇએ
સંસદીય સમિતિએ ૧૦૦ ટકા પગાર વધારાની ભલામણ કરી હતી જે મોદીને મંજુર નથી
અરે વાહ...સાંસદોના પગારમાં તોતીંગ વધારા સામે મોદીએ વાંધો ઉઠાવ્‍યોઃ સાંસદો ખુદ વેતન નક્કી ન કરેઃ પે કમીશન રચવુ જોઇએ
   નવી દિલ્‍હી તા.૩ : ભાજપના સાંસદ યોગી આદિત્‍યનાથના વડપણવાળી સંસદીય સમિતિ તરફથી સાંસદોના પગાર અને ભથ્‍થામાં ૧૦૦ ટકા વધારાની ભલામણ પર પીએમ મોદીએ જોરદાર વાંધો ઉઠાવ્‍યો છે. પીએમઓનુ માનવુ છે કે, પોતાના પગાર અંગે સાંસદોએ ખુદ નિર્ણય લેવો ન જોઇએ. પીએમ મોદીનુ માનવુ છે કે, સાંસદોના વેતનનો ફેંસલો પણ પે કમીશન કે તેના જેવી કોઇ બોડીએ કરવો જોઇએ જે સમયના હિસાબે તેમાં વધારો કરતી રહે.
   પીએમ મોદીનુ સુચન છે કે, સાંસદોના પગારને રાષ્‍ટ્રપતિ, ઉપરાષ્‍ટ્રપતિ કે કેબીનેટ સેક્રેટરી જેવી પોસ્‍ટના પગારમાં થતા વધારા સાથે જોડી દેવી જોઇએ. મળતી માહિતી મુજબ મોટાભાગના સાંસદોએ કહ્યુ છે કે, ખર્ચ અને મોંઘવારી વધવાને કારણે પગાર વધારાની જરૂર છે. થોડા દિવસ પહેલા રાજયસભામાં સપા નેતા નરેશ અગ્રવાલે આ મુદો ઉઠાવ્‍યો હતો. કેટલાક સાંસદોનુ કહેવુ હતુ કે, તેમનો પગાર કેબીનેટ સેક્રેટરીથી વધુ હોવો જોઇએ.
   યોગી આદિત્‍યનાથના વડપણવાળી સમિતિએ સાંસદોના પગાર પ૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ રૂ. દર મહિને કરવા ભલામણ કરી હતી. આ સિવાય મત વિસ્‍તાર ભથ્‍થામાં પણ ૪પ,૦૦૦ થી ૯૦,૦૦૦ કરવા ભલામણ કરી હતી. છેલ્લે સાંસદોનો પગાર ર૦૧૦માં વધ્‍યો હતો.(૩-૭)
જુન પછી કેન્દ્રીય કર્મચારીઓ માટે અચ્છે દિનઃ ન્યુનતમ પગાર થશે ર૧૦૦૦
સચિવોના સમૂહે ન્યુનતમ વેતન ર૧૦૦૦ અને મહત્તમ વેતન ર,૭૦,૦૦૦ કરવાની ભલામણ કરશેઃ ૩૦ જુન સુધીમાં રિપોર્ટ સરકારને સોપશેઃ ૧૧ જુને મહત્વની બેઠકઃ રિપોર્ટ સોંપાયા બાદ સરકાર એક મહિનામાં નિર્ણય લેશેઃ તહેવારોની સીઝન પહેલા જ કર્મચારીઓને રાજી કરી દેવા આયોજન
જુન પછી કેન્દ્રીય કર્મચારીઓ માટે અચ્છે દિનઃ ન્યુનતમ પગાર થશે ર૧૦૦૦
   નવી દિલ્હી તા.૩ : કેન્દ્રીય કર્મચારીઓ માટે જુન પછી અચ્છે દિન આવશે. ૭માં પગારપંચની ભલામણોના અમલ માટે રચવામાં આવેલી સચિવોની સમિતિએ પોતાનો અંતિમ રિપોર્ટ ૩૦ જુને આપી દેવાની તૈયારી શરૂ કરી છે. તેમાં સૌથી મહત્વની બાબત એ હશે કે, કેન્દ્રીય કર્મચારીઓનુ ન્યુનતમ અને મહત્તમ વેતનને લઇને સચિવોના સમૂહનું વલણ ઘણુ ઉદાર રહ્યુ છે.
   સુત્રોના જણાવ્યા પ્રમાણે સચિવોના સમૂહે કેન્દ્રીય કર્મચારીઓનુ ન્યુનતમ વેતન ર૧,૦૦૦ રૂ. અને મહત્તમ વેતન ર,૭૦,૦૦૦ રૂ. કરવાની ભલામણ કરી શકે છે. અત્રે એ નોંધનીય છે કે, ૭માં વેતનપંચે ન્યુનતમ વેતન ૧૮,૦૦૦ અને મહત્તમ ર,પ૦,૦૦૦ કરવાની ભલામણ કરી હતી.
   જો સચિવોના સમૂહની આ ભલામણો સ્વીકારી લેવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીઓને અપેક્ષાથી ઘણો વધુ પગાર મળશે. સરકારે કેબીનેટ સેક્રેટરી પી.કે.સિંહાના નેતૃત્વમાં સચિવોના એક સમૂહની રચના કરી છે. આ સમૂહ ૭માં વેતનપંચની ભલામણોનો અભ્યાસ કર્યા બાદ પોતાની ભલામણો અને સુચનો આપશે.
   સચિવોના સમૂહે તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો પાસેથી ૭માં વેતનપંચની ભલામણો અંગે સુચનો માંગ્યા છે. તમામ મંત્રાલયો અને વિભાગોએ પોતાના સુચનો ૧૧મી જુન પહેલા સોંપવાના છે. ૧૧ જુને અંતિમ બેઠક મળશે અને તે પછી સચિવોનો સમૂહ ૩૦ જુન સુધીમાં પોતાના રિપોર્ટને અંતિમ ઓપ આપશે અને સરકારને સોંપશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલય પણ ઇચ્છે છે કે, રિપોર્ટ જુન કે જુલાઇ સુધીમાં તેમને મળી જાય કે જેથી તેની પાસે આ ભલામણો પર અંતિમ નિર્ણય લેવા માટે ઓછામાં ઓછા એક મહિનાનો સમય મળે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત તહેવારોની સીઝન પહેલા કરવા માંગે છે. આનાથી અર્થતંત્રને પણ ફાયદો થશે. જો કર્મચારીઓના હાથમાં એ વખતે પૈસા આવશે તો તેઓ તહેવારોમાં વધુ ખર્ચ કરશે. આનાથી બજારમાં પણ રોનક વધશે.
   નાની બચતના વ્યાજદરમાં ઘટાડો કરવાથી આમ આદમી નારાજ છે. એવામાં હવે કેન્દ્રીય કર્મચારીઓની નારાજગી સરકાર નથી ઇચ્છતુ. આ જ કારણોસર સચિવોની સમિતિ ઉદાર બની છે. કેન્દ્રીય યુનિયનોએ પણ પગાર વધારાના મામલામાં કંજુસાઇ સામે લાલબત્તી ધરી છે.
   નાણા મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓએ કહ્યુ છે કે, પગાર વધારાથી જે નાણાકીય બોજ વધશે તે સહન કરવા સરકાર તૈયાર રહે. પ્રથમ વર્ષે બોજો વધારે રહેશે.
Source :-http://sandesh.com/article.aspx?newsid=3255947
http://sandesh.com/article.aspx?newsid=3255881
http://www.akilanews.com



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

1 comment:

  1. The data transferred over the platform secured with a binding connection protocol. the app does what you can do using Bluetooth or NFC, but faster. also works more quickly for data transfer between PCs and mobile devices, compared to USB drive transfer.
    https://shareits.xyz/
    SHAREit
    SHAREit apk

    ReplyDelete