સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 13 November 2016

આજે દેવ દિવાળી - 24મી નવેમ્બર સુધી બધાજ નેશનલ ટોલ ફ્રી જાહેર કરાયા - જાહેર જનતાની મુશ્કેલી જોઈને સરકારે બેંક અને ATMની કેશ લીમીટ વધારી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

જાહેર જનતાની મુશ્કેલી જોઈને સરકારે બેંક અને ATMની કેશ લીમીટ વધારી

- ATMમાંથી 2500 રૂપિયા રોકડ ઉપાડી શકાશે

- બેંકમાં રોજની 4500ની જુની નોટો બદલાવી શકાશે

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2016, સોમવાર

1000 અને 500ની નોટબેન કરતા જાહેર જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે સરકારે આજથી એટીએમમાંથી 2500 અને બેંકમાંથી 4500 રૂપિયા ઉપાડી શકાશે એવી જાહેરાત કરી લોકોને થોડી રાહત આપી છે.

હવે એટીએમમાંથી રોજના 2500 રૂપિયા ઉપાડી શકાશે જ્યારે બેંકમાંથી 4000ને બદલે 4500 રૂપિયાની જૂની નોટો સામે નવી નોટો મળશે. જો કે બેંકમાંથી એક અઠવાડિયામાં 20000 જ ઉપાડી શકાય તેમ હતુ તેમાં પણ વગારો કરીને 24000 સુધીની લીમીટ કરાઈ છે અને દિવસના 10000 ની લીમીટ પણ હવે રહી નથી.
- હવે એટીએમમાંથી રોજના 2500 રૂપિયા ઉપાડી શકાશે જ્યારે
- બેંકમાંથી 4000ને બદલે 4500 રૂપિયાની જૂની નોટો સામે નવી નોટો મળશે
- બેંકમાંથી એક અઠવાડિયામાં 20000 જ ઉપાડી શકાય તેમ હતુ તેમાં પણ વધારો કરીને 24000 સુધીની લીમીટ કરાઈ છે
- દિવસના 10000 ની લીમીટ પણ હવે રહી નથી.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-atm-limit-also-have-been-increased-to-2500-rupees-in-respect-to-the-recalibrated-atms-a


24મી નવેમ્બર સુધી બધાજ નેશનલ ટોલ ફ્રી જાહેર કરાયા

- સરકારી વિભાગની તમામ ચૂકવણી જૂની નોટોથી કરી શકાશે

- આરબીઆઈ પાસે પૂરતુ નવુ નાણું છે

નવી દિલ્હી, તા. 14 નવેમ્બર 2016, સોમવાર
24મી નવેમ્બર સુધી ભારતના બધા જ ટોલ ફ્રી જાહેર કરાયા છે . જ્યારે 24મી નવેમ્બર સુધી પાણી કે  લાઈટ બીલથી લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતા તમામ બીલ અને વેરાની રકમની ચૂકવણીમાં 500 અને 1000ની નોટ વાપરી શકાશે.
સરકારી કર્મચારીઓએ અને સરકારી વિભાગોએ પણ ઘભરાવવાની જરૂર નથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે પૂરતી રકમ છે. આ પગલુ માત્ર જેઓ કાળુ ધન દબાવીને બેઠા છે તેમના માટે જ છે સામાન્ય નાગરિકને પડતી પરેશાની એ આ લોકોને કરવામાં આવતી સજાની સાઈડ ઈફેક્ટ છે.

ઈકોનોમીક સચીવ શશીકાંત દાસે ભારતીય નાગરિકોને હૈયાધારણ આપી હતી કે 24મી નવેમ્બર સૂધી સરકારી બીલ અને સરકારી વિભાગને ચૂકવણી પેટે જૂની નોટો આપી શકાશે અને ભારતના તમામ ટોલ ફ્રી જાહેર કરાયા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-limit-for-such-transactions-is-being-extended-from-14th-november-midnight-to-24th-novem


આજે દેવ દિવાળી : મંદિરોમાં છપ્પન ભોગના અન્નકૂટ, મહાઆરતી યોજાશે

- અંબાજી, સોમનાથ, શામળાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે

- પિતૃઓની કૃપા મેળવવા માટે પણ શ્રેષ્ઠ દિવસ તુલસી વિવાહના પર્વની પણ પૂર્ણાહૂતિ થશે

અમદાવાદ, રવિવાર તા. ૧૩ નવેમ્બર, ૨૦૧૬
 
કારતક સુદ પૂર્ણિમા એટલે કે દેવ દિવાળીનું પર્વ આવતીકાલે ઉજવાશે. દેવોની દિવાળીના આ પર્વમાં રાજ્યભરના મંદિરોમાં છપ્પનભોગના અન્નકૂટ, વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.  દેવ દિવાળી નિમિત્તે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. 
 
કારતક સુદ પૂર્ણિમા નિમિત્તે શક્તિપીઠ અંબાજી ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. અંબાજીમાં સોમવારે આરતીનો સમય સવારે ૬ નો છે જ્યારે સવારે ૬:૩૦થી ૧૧:૩૦, બપોરે ૧૨:૩૦ થી ૪:૧૫, સાંજે ૭ થી રાત્રે ૯ દરમિયાન દર્શન થઇ શકશે અને સંધ્યા આરતીનો સમય ૬:૩૦ થી ૭નો છે. અમદાવાદના નગરદેવી ભદ્રકાળી ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ પારંપરિક ચોષઠખંડી મહા અન્નકૂટ યોજાશે.
 
આ ચોષઠખંડી અન્નકૂટની મહાઆરતી સોમવારે બપોરે ૩ વાગે થશે. બપોરે ૩:૩૦થી રાત્રે ૧૧ સુધી અન્નકૂટના દર્શન થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, લગભગ ૬૦૦ વર્ષ પ્રાચીન ભદ્રકાળી માતાજી મંદિરમાં પરંપરાગત રીતે દિવાળી અન્નકૂટ થાય છે. 
 
દેવ દિવાળીએ મહાદેવ, શ્રી કૃષ્ણની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આમ, સોમનાથ મહાદેવ, શામળાજી, દ્વારકા ખાતે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. દેવ પ્રબોધિની એકાદશીથી શરૃ થયેલા તુલસી વિવાહની સમાપ્તિ પણ દેવ દિવાળીએ થાય છે. પિતૃકૃપા મેળવવા માટે પણ દેવ દિવાળી શ્રેષ્ઠ પર્વ છે. આ દિવસે પિતૃઓની કૃપા કરવા માટે તુલસીના છોડ સમક્ષ બેસીને ભગવદ્ ગીતાનું પઠન અને સંપૂર્ણ પઠન શક્ય બને નહીં તો બારમા અને પંદરમાં અધ્યાયનું પણ પઠન કરવામાં આવે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/amdavad-fifty-will-suffer-leading-temples-mahaarati
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

3 comments: