સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 11 November 2016

IT વિભાગે જૂની નોટો દ્વારા ગેરકાયદેસર રીતે થતું ૧૦૦ કરોડનું વેચાણ પકડયું

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

IT વિભાગે જૂની નોટો દ્વારા ગેરકાયદેસર રીતે થતું ૧૦૦ કરોડનું વેચાણ પકડયું

- પોલીસ જૂની નોટાના મોટા જથ્થાની હેરાફેરી પર નજર રાખશે

- ૫૦ દિવસમાં ૨.૫ લાખ રૃપિયાથી વધુ રકમ જમા કરાવનારાઓની વિગતો IT વિભાગને મોકલાશો

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૧ નવેમ્બર ૨૦૧૬

૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી ગેરકાયદેસર રીતે જૂની નોટોના થઇ રહેલા વ્યવહારો રોકવા આવકવેરા વિભાગે દરોડા પાડવાનું શરૃ કરી દીધું છે. આ દરોડા દરમિયાન અત્યાર સુધીમાં આવા ૧૦૦ કરોડ રૃપિયાનું વેચાણ પકડી પાડવામાં આવ્યું છે.

આ દરમિયાન આવકવેરા વિભાગે તમામ બેંકોને ૫૦ દિવસની અંદર ૨.૫ લાખ રૃપિયાથી વધુ રોકડ રકમ જમા કરાવનારાઓની વિગતો મોકલવાનો આદેશ આપ્યો છે. આ અગાઉ સમગ્ર વર્ષ દરમિયાન ૧૦ લાખ રૃપિયાની રોકડ જમા કરાવનારોની વિગતો આવકવેરા વિભાગને મોકલવામાં આવતી હતી.

૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની જૂની નોટો રદ કરવામાં આવ્યા પછી કાળા નાણાને ધોળા બનાવવા માટે બેંકમાં રકમ જમા કરાવવામાં આવી રહી હોવાથી આવકવેરા વિભાગે આ આદેશ આપ્યો છે.

આ દરમિયાન નાણા મંત્રાલયે પોલીસ અને અર્ધલશ્કરી દળોને પત્ર લખી મોટી રકમની અવરજવર પર નજર રાખવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટ, મેટ્રો, રેલવે અને બસ સ્ટેશનો પર ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની જૂની નોટોના મોટા જથ્થાની હેરાફેરી પર નજર રાખવા જણાવવામાં આવ્યું છે.

આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે જૂની નોટો લઇને વધુ ઉંચી કીંમતે વસ્તુઓ વેચનારાઓ પર આવકવેરા વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. આ વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે અને વેપારીઓ પાસેથી જરૃરી દસ્તાવેજો માગવામાં આવી રહ્યાં છે.

જે લોકો બેનામી મોટી રકમ ખાતામાં જમા કરાવશે તો તેમને ટેક્સ કાયદા હેઠળ ૩૦ ટકા ટેક્સ, ૧૨ ટકા વ્યાજ અને ૨૦૦ ટકા દંડ ભરવો પડશે. નાણા વિભાગે અન્ય લોકોના નાણાં પોતાના ખાતામાં જમા કરાવવા સામે પણ ચેતવણી આપી છે.
 
 
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/it-department-was-illegally-sold-by-the-old-notes-100-crore-pakadayum




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment