સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 3 September 2013

તમારો પાસવર્ડ સલામત છે ને?

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Gujarat Samachar News

તમારો પાસવર્ડ સલામત છે ને?

- લોકો કેવા પાસવર્ડ પસંદ કરતા હોય છે એ જાણો

- પાસવર્ડની પસંદગીમાં બેદરકારી જોખમી

ન્યૂયોર્ક, તા. 10 ઓગસ્ટ, 2013

આજે ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના જમાનામાં તમારો પાસવર્ડ ખૂબ મહત્વની ચીજ છે છતાં ઘણાં ખરા લોકો પાસવર્ડની પસંદગી કરવામાં થાપ ખાઇ જાય છે. તાજેતરમાં જ ગૂગલે કરેલા એક સર્વેમાં આ અંગે રસપ્રદ માહિતી જાણવા મળી. ગૂગલના આ સર્વેક્ષણમાં એ તપાસ કરવામાં આવી કે લોકો પોતાના પાસવર્ડ તરીકે શું પસંદ કરે છે. સર્વેમાં જાણવા મળ્યું કે મોટા ભાગના લોકો તેમનો પાસવર્ડ પસંદ કરવા બાબતે બેદરકાર હોય છે. ઘણાખરા લોકો તેમની પ્રાથમિક માહિતી પર આધારિત પાસવર્ડ જ પસંદ કરતા હોય છે જે જોખમી છે અને હેકર્સ આવા પાસવર્ડ આસાનીથી ચોરી શકે છે. સર્વેક્ષણ મુજબ ટોપ ટોન પાસવર્ડ પસંદગી નીચે મુજબ હતી.

1. પાલતુ પ્રાણીનું નામ
2. કોઇ પ્રસંગની તારીખ દા.ત. લગ્નતિથિ
3. ઘરના કોઇ સભ્યનો જન્મદિન
4. ઘરના કોઇ સભ્યનું નામ
5. જન્મસ્થળ
6. પસંદગીનો તહેવાર
7. મનગમતી સ્પોર્ટ્સ ટીમ સાથે સંકળાયેલું નામ
8. કોઇ મહત્વની બાબત
10.'password' શબ્દ

હવે આમાંની ઘણીખરી માહિતી તો તમે જેવી સોશિયલ નેટવર્કીંગ સાઇટ્સ પર આપી દેતા હોવ છો. તો આ માહિતીના આધારે તમારો પાસવર્ડ જાણવો સાવ આસાન બની જતો હોય છે. આ સર્વેમાં બીજી ચોંકાવનારી બાબત એ જાણવા મળી કે આશરે અડધોઅડધ લોકો (48%) તેમનો પાસવર્ડ બીજા લોકોને જણાવી દેતા હોય છે. કેટલાક લોકો તો તેમનો પાસવર્ડ કમ્પ્યુટરની પાસે જ લખી રાખતા હોય છે. આ તો એવી વાત થઇ કે તમારા ઘરને લોક કરીને તમે ચાવી બાજુમાં જ લટકાવો છો. ટૂંકમાં પાસવર્ડની પસંદગી કરવામાં ભારે કાળજી રાખો અને પાસવર્ડ એવો પસંદ કરો કે જે બીજા આસાનીથી જાણી ન શકે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment