સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 18 July 2014

Gayatri Internet Solution Get Best Rate just mail gayatriinternetsolution@gmail.com ( Live in Gujarat)

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gayatri Internet Solution
Get Best Rate just mail gayatriinternetsolution@gmail.com ( Live in Gujarat)Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here 

Source :- Gayatri Solution Group, Gayatri Employ Solution, Gayatri Internet Solution,
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here  
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

દેશના મોટાભાગના રાજ્યોમાં અનાજના સ્ટોકસ માટે વ્યવસ્થાનો અભાવ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

દેશના મોટાભાગના રાજ્યોમાં અનાજના સ્ટોકસ માટે વ્યવસ્થાનો અભાવ

નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ અંતર્ગત અનાજ

પહોંચતું કરવાની રાજ્યોની ક્ષમતા સામે શંકા

ઓકટોબર સુધીમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ ૨૦૧૩નો અમલ કરવા કેન્દ્રએ રાજ્યોને સૂચના આપી છે ત્યારે જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ લાભાર્થી   વ્યક્તિઓની સંખ્યા જે હાલમાં ૫૫ કરોડ છે તે વધીને ૮૪ કરોડ થવાની ધારણાં છે. છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર વિતરણ પદ્ધતિમાં રાજ્યોની નબળી કામગીરીને ધ્યાનમાં રાખતા ૮૪ કરોડ લાભાર્થીઓને અનાજ પૂરું પાડી શકશે કે કેમ તે સામે શંકા સેવાઈ રહી છે.
ગરીબી રેખાથી ઉપરના પરિવારો માટે ફાળવાતા અનાજનો સંપૂર્ણ ક્વોટા ઊંચકવામાં રાજ્યો નિષ્ફળ રહ્યા હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે. આજ રીતે ગરીબો માટેની અન્ત્યોદય અન્ન યોજના હેઠળ ફાળવાયેલા અનાજની ડિલિવરી લેવામાં પણ રાજ્યો નિષ્ફળ રહ્યા છે. નાણાંકીય વર્ષ ૨૦૧૨-૧૩ની વાત કરીએ તો ગરીબી રેખાથી ઉપરના લાભાર્થીઓ માટે ચોખાનો ઉપાડ ફાળવણીના ૮૧ ટકા રહ્યો હતો અને ૨૦૧૩-૧૪નો આ આંક ૭૭ ટકા રહ્યો હતો. આજ રીતે ઘઉંની વાત કરીએ તો ગરીબી રેખાથી ઉપરના લાભાર્થીઓ માટે ઘઉંનો ઉપાડ ૨૦૧૨-૧૩માં ફાળવણીના ૬૯ ટકા રહ્યો હતો અને ૨૦૧૩-૧૪નો આ આંક ૭૬ ટકા રહ્યો હતો.
અંદાજે આઠ કરોડ પરિવારો ગરીબી રેખાથી ઉપરના છે જ્યારે ૬ કરોડ ગરીબી રેખાથી નીચેના હોવાનું માનવામાં આવે છે. અનાજના નબળા ઉપાડ માટે રાજ્યોમાં સ્ટોરેજનો અભાવ તથા નબળી વિતરણ ક્ષમતા કારણભૂત હોવાનું અન્ન મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. વિવિધ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે પરંતુ ચોખા અને ઘઉંની પ્રાપ્તિમાં  જ આ નીતિ વધુ અસરકારક રીતે કામ કરતી હોવાનું જોવા મળે છે.
કેન્દ્ર ઉપરાંત રાજ્યો દ્વારા જાહેર કરાતા ઊંચા ટેકાના ભાવ સરકારી એજન્સીઓ માટે અનાજ ખરીદીની કામગીરીમાં ઢીલ ઊભા કરતા હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ) દ્વારા ઘઉંના નીચા ઉપાડ છતાં તેના ગોદામમાં ૬.૮૦ કરોડ ટનનો સ્ટોક પડયો છે જે બફર સ્ટોકસની આવશ્યકતા કરતા લગભગ બમણો છે.
ગરીબી રેખાથી ઉપરના પરિવારો માટે ફાળવાયેલા અનાજનો પૂરો સ્ટોક નહીં ઉપાડનારા રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આન્ધ્ર પ્રદેશનો મુખ્યત્વે સમાવેશ થાય છે. રાજ્યોને તેમની વસતિના આધારે જાહેર વિતરણ પદ્ધતિ માટેના અનાજની ફાળવણી કરવામાં આવે છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here 
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 11 July 2014

રિટર્ન માટે ઇમેલ અને મોબાઇલ નંબર ફરજિયાત આપવા પડશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

રિટર્ન માટે ઇમેલ અને મોબાઇલ નંબર ફરજિયાત આપવા પડશે

ઓનલાઇન આઇટી

કરદાતાને વન ટાઇમ પાસવર્ડ અપાશે જે ૨૪ કલાક સુધી માન્ય રહેશે

મુંબઇ, શુક્રવાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આવક વેરા રિટર્ન ફાઇલ કરવા માટે મોબાઇલ નંબર અને ઇ મેલ એડ્રેસ આપવાનું ફરજિયાત બનાવ્યું છે, આ પગલાંથી કાર્યક્ષમતા વધશે અને અને સુરક્ષાનું વધુ એક સ્તર તૈયાર થશે. ૩૧મી જુલાઇએ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ છે ત્યારે આ જાહેરાત મહત્ત્વની બની રહી છે.
આવકવેરા વિભાગની ઇ ફાઇલિંગ વેબ સાઇટ ઉપર પાત્ર ઇ મેલ આઇડી અને મોબાઇલ નંબર નોંધવો પડશે અથવા અપડેટ કરવો પડશે જેથી કરદાતા સાથે સીધો સંપર્ક થઇ શકે, એમ સીબીડીટીએ જણાવ્યું છે.
પોતાના ખાતામાં લોગ કર્યા બાદ કરદાતાને તેમના મેલ આઇડી અને મોબાઇલ નંબર ઉપર વન ટાઇમ પાસ વર્ડ મોકલવામાં આવશે જેને ટેક્સ પેયરે ઉપયોગમાં લેવાનો રહેશે. આ પાસ વર્ડ ૨૪ કલાક સુધી વેલિડ રહેશે.
એક ઇ મેલ આઇડી અથવા મોબાઇલ નંબર દસ કરતાં વધુ એકાઉન્ટ માટે ઉપયોગમાં લઇ શકાશે નહી. જોકે, આ નિયમથી પરિવારના વિવિધ સભ્યો માટે ફાઇલ થતા રિટર્ન માટે ટેક્સ કન્સલ્ટન્ટને મુશ્કેલીનો સામનો કદાચ કરવો પડે.
વન ટાઇમ પાસ વર્ડ માટે ૨૪ કલાકની મર્યાદાના કારણે ટેક્સ સલાહકારોને તેમના ક્લાઇન્ટ્સ સુધી માહિતી મોકલવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
આ ઉપરાંત જે કરદાતાઓ પાસે ભારતીય મોબાઇલ નંબર નહી હોય તેમને તેમના એકાઉન્ટ ઓથેન્ટિકેશનમાં મુશ્કેલી નડે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી હતી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 10 July 2014

ગાજ્યા મેહ વરસ્યા નહીં ઃ નિસ્તેજ બજેટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ગાજ્યા મેહ વરસ્યા નહીં ઃ નિસ્તેજ બજેટ

ઓલ્ડ વાઇન ઇન ન્યુ બોટલ ઃ કોંગ્રેસના બજેટની ભાજપ આવૃત્તિ

અર્થતંત્રના વિકાસ, જીડીપી ગ્રોથ, કાળાં નાણાં અને મોંઘવારી અંગે મૌન ઃ આમ આદમી માટ

આવકવેરા મુક્તિમર્યાદા અઢી લાખ, ૮૦સી હેઠળ રોકાણો પરની કરમુક્તિ મર્યાદા ૧.૫૦ લાખ કરાઇ

સંરક્ષણ ક્ષેત્રે ૨.૨૯ લાખ કરોડ, મહિલાઓ માટે ૯૮,૦૩૦ કરોડ, બાળકો માટે ૮૧,૦૭૫ કરોડ

સિગારેટ, તમાકુ, પાનમસાલા, ગુટખા અને કોલ્ડ ડ્રિન્ક્સ પરની એક્સાઇઝ ડયુટી વધી

બજેટમાં નોકરિયાતોને રાહતો, રોકાણકારોને પ્રોત્સાહનો

(પીટીઆઇ)             નવી દિલ્હી, તા.૧૦
નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે લોકસભામાં રજૂ કરેલા તેમના અને નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ બજેટમાં નોકરિયાત વર્ગને રાહતો આપી હતી અને બીજી તરફ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ઘરેલુ તેમ જ વિદેશી રોકાણકારો માટે પ્રોત્સાહનોની દરખાસ્ત કરી હતી. બજેટમાં આવકવેરા મુક્તિની મર્યાદા વધારીને અઢી લાખ રૃપિયા અને આવકવેરા ધારાની કલમ ૮૦સી હેઠળ વ્યક્તિગત રોકાણો પરની કરમુક્તિની મર્યાદા દોઢ લાખ રૃપિયા કરાઇ છે. સ્વ-ઉપાર્જિત મિલકત માટેની હાઉસિંગ લોન પરની વ્યાજમુક્તિની મર્યાદા પણ રૃા.૫૦,૦૦૦ના વધારા સાથે બે લાખ રૃપિયા થઇ છે.
વરિષ્ઠ નાગરિકો માટેની આવકવેરા મુક્તિમર્યાદા અઢી લાખ રૃપિયાથી વધારીને ત્રણ લાખ રૃપિયા કરાઇ છે. કર રાહતોથી કરદાતાઓને મહત્તમ ૪૦,૦૦૦ રૃપિયાની બચત થશે.
જોકે, આવકવેરાના દરોમાં તથા કોર્પોરેટ કે વ્યક્તિગત સરચાર્જમાં કોઇ ફેરફાર કરાયો નથી અને ત્રણ ટકા એજ્યુકેશન સૅસ પણ જારી રહેશે.
બજેટમાં સિગારેટ, તમાકુ, પાનમસાલા, ગુટખા અને કોલ્ડ ડ્રિન્ક્સ પરની એક્સાઇઝ ડયુટીમાં વધારો કરાયો છે અને સેવા કરની જાળ વિસ્તારવામાં આવી છે.
ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રને ફરી ધમધમતું કરવા અને રોકાણકારોનો વિશ્વાસ પુનર્જીવિત કરવા ઘરેલુ અને વિદેશી રોકાણકારોને હકારાત્મક સંકેતો આપતાં જેટલીએ નવી જવાબદારી ઊભી કરે તેવા પાછલી અસરના કર ફેરફારો ટાળ્યાં હતાં. સીઆરટી ટીવી, ૧૯ ઇંચથી નાની એલસીડી અને એલઇડી ટીવી પેનલ પરની કસ્ટમ ડયુટી ઘટાડાતાં આ ચીજવસ્તુઓ સસ્તી થશે.
બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે ૨.૨૯ લાખ કરોડ, મહિલાઓ માટે ૯૮,૦૩૦ કરોડ અને બાળકો માટે ૮૧,૦૭૫ કરોડ રૃપિયાની જંગી ફાળવણી કરાઇ છે. અનુસૂચિત જાતિ કલ્યાણ યોજના માટે ૫૦,૫૪૮ કરોડ, અનુસૂચિત જનજાતિ કલ્યાણ યોજના માટે ૩૨,૩૮૭ કરોડ, મનરેગા માટે ૩૩,૩૬૪ કરોડ અને કૃષિલક્ષી યોજનાઓ માટે ૭,૫૦૦ કરોડ રૃપિયા ફાળવાયા છે. વડાપ્રધાન ગ્રામ સડક યોજના માટે ૧૪,૩૮૯ કરોડ તથા દરેક ઘરમાં ૨૪ કલાક વીજળી માટેની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના માટે ૫૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરાઇ છે. કિસાન વિકાસ પત્રો ફરી શરૃ કરવાની ઘોષણા પણ જેટલીએ કરી હતી. વિદેશથી પરત આવતા પ્રવાસીઓ માટેનું બેગેજ એલાઉન્સ ૩૫,૦૦૦થી વધારીને ૪૫,૦૦૦ રૃપિયા કરાયું છે. વધુ ૬૦ જેટલા નવા આયકર સેવા કેન્દ્રો ખોલવાની ઘોષણા પણ નાણાપ્રધાને કરી હતી.
દરમિયાન, ૨૦૧૨માં પાછલી અસરથી કરાયેલા સુધારાથી હતોત્સાહ થયેલા વિદેશી રોકાણકારોની શંકા-કુશંકાઓ દૂર કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઇનડાયરેક્ટ ટ્રાન્સફર મુદ્દે ૨૦૧૨ના સુધારાથી ઉદ્ભવેલા તમામ નવા કેસોની સીબીડીટી દ્વારા રચાનારી ઉચ્ચ સ્તરની સમિતિ દ્વારા ઝીણવટભરી તપાસ કરાશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય અને વિદેશી રોકાણકારો નવા જોમ સાથે દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર સુધારેલા ડાયરેક્ટ ટેક્સ કોડને પુનર્જીવિત કરશે.
સર્વિસ ટેક્સની આવક વધારવા રેડિયો ટેક્સી અને ઓનલાઇન જાહેરાતોને પણ સર્વિસ ટેક્સની જાળ હેઠળ લવાઇ છે. સંરક્ષણ અને વીમા ક્ષેત્રે સંપૂર્ણ ભારતીય સંચાલન અને અંકુશ સાથે એફડીઆઇ મર્યાદા વધારીને ૪૯ ટકા કરાઇ છે. ખાતર સબસિડીની તેમ જ સશસ્ત્ર દળો માટેના મૂડીખર્ચની વધુ ફાળવણી સાથે બજેટમાં બિનયોજનાકીય ખર્ચ ૧૨,૧૯,૮૯૨ કરોડ અંદાજવામાં આવ્યો છે. ખર્ચનો કુલ અંદાજ ૧૭,૯૪,૮૯૨ કરોડ છે જ્યારે ૧૩,૬૪,૫૨૪ કરોડની કુલ કરપ્રાપ્તિ અંદાજવામાં આવી છે, જેમાં કેન્દ્રનો હિસ્સો ૯,૭૭,૨૫૮ કરોડ રહેશે. ચાલુ નાણાકીય વર્ષ માટે બિન-કર આવકો ૨,૧૨,૫૦૫ કરોડ અને ઋણ સિવાયની મૂડીપ્રાપ્તિ ૭૩,૯૫૨ કરોડ રહેશે. બજેટમાં રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના ૪.૧ ટકા, ૨૦૧૫-૧૬માં ૩.૬ ટકા અને ૨૦૧૬-૧૭માં ૩ ટકા અંદાજવામાં આવી હતી.

આવક પર એક નજર (કરોડમાં)
ટેક્સ રેવન્યુ
૪૫૧૦૦૫.૦૦
ટેક્સ ઓન ઈન્કમ
૨૮૪૨૬૬.૦૦
વેલ્થ ટેક્સ
૯૫૦.૦૦
કસ્ટમ
૨૦૧૮૧૯.૦૦
એકસાઇઝ ડયુટી
૩૭૮૦૬.૫૭
અન્ય ખાતાઓનો સેસ
૨૦૭૧૧૦.૦૦
સર્વિસ ટેક્સ
૨૧૫૯૭૩.૦૦
ટેક્સ ઓફ યુનિયન ટેરીટરીઝ
૩૪૦૧.૪૧
કુલ ટેક્ષ રેવન્યુ
૧૩,૬૪,૫૨૪.૪૧
નોન-ટેક્સ રેવન્યુ પર નજર (કરોડમાં)
ઈન્ટરેસ્ટ રીસીપ્ટ અને ડિવિડન્ડ
૧૦,૯૯૮૦.૨૫
ફિસ્કલ સર્વિસ
૧૬૮.૨૨
નેટ ડીફેન્સ
૧૪૫૪.૨૮
જનરલ સર્વિસ અને સોશ્યલ કોમ્યુનિટી
૪૮૫૦.૬૪
ઈકોનોમીક સર્વિસ
૫૪૦૩.૧૦
રેલવે ઈકોનોમી
૭૯૫૩૫.૬૮
અન્ય વિભાગો સાથે કુલ નોનટેક્ષ રેવન્યુ
૨૧૨૫૦૪.૬૧*  અનુસૂચિત જાતિ કલ્યાણ યોજના માટે ૫૦,૫૪૮ કરોડની ફાળવણી.
*  અનુસૂચિત જનજાતિ કલ્યાણ યોજના માટે ૩૨,૩૮૭ કરોડ ફાળવાયા.
*  મનરેગા માટે ૩૩,૩૬૪ કરોડ અને કૃષિલક્ષી યોજનાઓ માટે ૭,૫૦૦ કરોડની ફાળવણી.
*  વડાપ્રધાન ગ્રામ સડક યોજના માટે ૧૪,૩૮૯ કરોડ.
*  દરેક ઘરમાં ૨૪ કલાક વીજળી માટેની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના માટે ૫૦૦ કરોડ.
*  વિદેશમાંથી હવે રૃા.૪૫,૦૦૦ સુધીની રોકડ સાથે લાવવાની છૂટ.
*  હાઉસિંગ લોન પરની વ્યાજમુક્તિ મર્યાદા વધારીને બે લાખ રૃપિયા

*  વધુ ૬૦ જેટલા નવા આયકર સેવા કેન્દ્રો ખુલશે. કિસાન વિકાસ પત્રો ફરી શરૃ કરાશે.
*  સંરક્ષણ-વીમા ક્ષેત્રે પૂર્ણ ભારતીય સંચાલન, અંકુશ સાથે એફડીઆઇ મર્યાદા વધારીને ૪૯ ટકા કરાઇ.
*  ૧૨,૧૯,૮૯૨ કરોડનો બિનયોજનાકીય ખર્ચ અંદાજ. ખર્ચનો કુલ અંદાજ ૧૭,૯૪,૮૯૨ કરોડ.
*  ૧૩,૬૪,૫૨૪ કરોડની કુલ કરપ્રાપ્તિનો અંદાજ. બિન-કર આવકોનો ૨,૧૨,૫૦૫ કરોડ અને ઋણ સિવાયની મૂડીપ્રાપ્તિનો ૭૩,૯૫૨ કરોડનો અંદાજ.
*  ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના ૪.૧ ટકા રાજકોષીય ખાધનો અંદાજ જાળવી રખાયો.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 9 July 2014

BUDGET LIVE CLICK HERE: નરેન્દ્ર મોદી સરકારનું પહેલું બજેટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

BUDGET LIVE CLICK HERE: નરેન્દ્ર મોદી સરકારનું પહેલું બજેટ

- ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 200 કરોડની ફાળવણી

- બજેટમાં કોને શું મળ્યું? અહી વાંચો...

- દુનિયાની મંદીની દેશ પર અસર
- ટેક્સ દ્રારા આવક વૃદ્ધિ કરવી અનિવાર્ય.
- એફવાય 17માં 3% આર્થિક ખોટના લક્ષ્યાંક હાંસલ કરીશું.
- એફવાય 2015માં 16 નવા પ્રોજેક્ટ આપવામાં આવશે.
- સરકાર યુરીયા નીતિ ઘડશે
- ભારતમાં રોજગારીની તકો વધારશુ.
- દેશનો વિકાસ 7થી 8 ટકા લઈ જવા પ્રયત્ન કરીશું
- સબસીડી ઘટાડીશું
- જીએસટી લાગુ કરવા દરેક રાજ્યમાં વાતચીત ચાલું
- સરકારી દેવું 3.01 ટકા પર લઈ જવાનું લક્ષ્ય
- એલપીજી અને ડીઝલ મોંધુ થવાના સંકેત આપ્યા
- વિકાસ માટે મોટો ફંડ જરૂરી
- બેન્કિંગમાં મૂડી રોકાણ વધારશે.
- અમારુ લક્ષ્ય વિકાસ દર બે આંકડામાં લાવવાનો
- અમરા સામે મોંધવારી મોટી ચેતવણી
- જનતાને ગરીબીમાંથી મુક્ત કરવાની અમારી પ્રાથમિકતા
- છેલ્લા વર્ષોમાં વિકાસદરમાં ઘટાડો આવ્યો છે.
- પેટ્રોલિયમ પર સબસિડીના સમીક્ષા થશે
- કાળુંનાણુ અર્થવ્યવસ્થા માટે અભિશાપ
- કાળુંનાણુ પાછું લાવવું પડશે
- ત્રણ વર્ષમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી એક ચેતવણી સમાન

- 100 સ્માર્ટ શહેરોનો વિકાસ કરાશે
- વીમા ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈનો પ્રસ્તાવ
- એફડીઆઈને પ્રોત્સાહિત કરશે સરકાર
- આઈઆઈટી માટે પાસ-થ્રુ સ્ટેટ્સ આપવાની ભલામણ.
- ઈટીએફની મર્યાદા 1 લાખથી વધારીને રૂપિયા 1.50 લાખ કરાઈ.
- રક્ષા ક્ષેત્રમાં 49 ટકા એફડીઆઈને મંજૂરી
- પીએમ સિંચાઈ યોજના માટે 100 કરોડ
- ટુરિઝમને વધારો આપવા માટે 9 શહેરોમાં ઈ-વિઝાની સુવિધા
- સ્માર્ટ શહેરો માટે 7060 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ
- 100 શહેરોનું આધુનિકીકરણ કરવામાં આવશે
- પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના - 1000 કરોડ  
- પાવર સપ્લાય પહોચાડવા માટે 500 કરોડ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 200 કરોડ
- વનબંધુ યોજના માટે 100 કરોડ
- પીએફ ખાતામાં કલેઈમ વિના પડી રહેલી રકમનો 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા લોકો માટે ઉપયોગ થશે અને એક કમિટી આ બાબતે ડીસેમ્બર સુધીમાં રીપોર્ટ આપશે
- પીએમ રોડ-રસ્તા યોજનાને 14389 કરોડ

- બેટી બચાવ, બેટી પઢાઓ યોજના માટે 100 કરોડ

- આદિવાસી વન બંધુ યોજના માટે 100 કરોડ

- મહિલા બેંકને 100 કરોડ રૂપિયા

- રાષ્ટ્રીય બેંકને 8000 કરોડ રૂપિયા

- રાષ્ટ્રીય પેયજલ યોજનાને 3600 કરોડ રૂપિયા
- 4 નવા એમ્સ માટે 500 કરોડ રૂપિયા
- 15 ગ્રામિણ હેલ્થ રિસર્ચ સેન્ટરનો પ્રસ્તાવ
- નવિ ગ્રામિણ યોજના માટે 500 કરોડ ફાળવામાં આવશે.
- ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં નવુ ચણતર કરવામાં આવશે.
- ગુજરાતના કંડલામાં જેએનપીટીમાં એસઈઝેડએસ બનાવામાં આવશે.
- ગ્રામિણ હાઉસિંગ યોજના પાછળ રૂપિયા 8000 કરોડ ફાળવવામાં આવશે.
- 12 નવી મેડિકલ કોલેજ ખોલવાનો પ્રસ્તાવ
- 4 નવા એઆઈઆઈએમએસ પર વિચારણા થઈ શકે છે.
- એઆઈઆઈએમએસ માટે રૂપિયા 500 કરોડ ફાળવવામાં આવશે.
- આગામિ વર્ષમાં દરેક રાજ્યમાં એઆઈઆઈએમએસ બનાવાની યોજના.
- ટીબીના દર્દી માટે ચેન્નઈમાં મેડિકલ કોલેજ
- અનુસુચિત જાતિના વિકાસ માટે 50,448 કરોડ રૂપિયા
- ગામડાઓમાં ઈ-ક્રાન્તિ લાવવા માટે 500 કરોડ રૂપિયા
- સર્વ શિક્ષા અભિયાન માટે 28,635 કરોડ રૂપિયા
- લખનઉ, અમદાવાદમાં મેટ્રો ટ્રેન માટે 100 કરોડ રૂપિયા
- શહેરી ગરીબોના સસ્તા આવાસ માટે 4000 કરોડ
- શાળાઓના આધુનિકીકરણ માટે 100 કરોડ રૂપિયા
- એ-કેટેગરી ટ્રેનોમાં વાઈ-ફાઈ કનેક્ટિવિટી વધારવામા આવશે.
- કેટલીક ટ્રેનોની સ્પીડને વધારીને 160-200 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે.
- રેલ્વે સ્ટેશનની ઉપર સોલર પેનલ લગાવવમાં આવશે.
- કમ્યુનિટી રેડિયો માટે 100 કરોડ રૂપિયા
- 600 નવા કમ્યૂનિટી રેડિયો શરૂ થશે.
- વેરહાઉસની ક્ષમતા વધારવા રૂપિયા 5000 કરોડની ફાળવણી.
- 5 નવી IIT, 5 નવી IIM ખોલવાનો પ્રરસ્તાવ
- આંધ્રપ્રદેશ, રાજસ્થાનમાં કૃષિ યુનિવર્સિટી
- એગ્રી ટેકનોલૉજીમાં રોકાણની જરૂરત.
- એગ્રી-ઈન્ફ્રા ફંડ માટે રૂપિયા 100 કરોડ.
- જમીન વગરના ખેડૂતો માટે 5 લાખ સુધીની લોન
- કૃષિ ઋણ માટે 8 લાખ કરોડ રૂપિયા
- ઋણ વસૂલી માટે 6 નવા ટ્રિલ્યુનલ બનાવિશું.
- સરકાર પ્રોટીનમાં ક્રાન્તિ લાવશે
- કૃષિ ઉત્પાદનના ભંડારણ માટે 5,000 કરોડ રૂપિયા
- 500 કરોડ ફાળવણી ખેતી પેદાશના ભાવ સ્થિર રાખવા.
- દેશી પશુની જાતિઓના વિકાસ માટે 50 કરોડ રૂપિયા
- ખેડૂત ટીવી શરૂ કરવામાં આવશે, તેના માટે 100 કરોડનો પ્રસ્તાવ
- જમીન આરોગ્ય કાર્ડ માટે 100 કરોડ રૂપિયા
- ફાર્મ લોન પર 3% વ્યાજ સબ્સિડીનો પ્રસ્તાવ.
- 100 સ્માર્ટ શહેરો માટે 7060 કરોડની ફાળવણી.
- એનએચબીએઆરડી મારફત 5 લાખ ભૂમિહિન ખેડૂતોને ફાઈનાન્સ પૂરા પાડીશું.
- સમય પર લોન ચુકાવનાર ખેડૂતોને 3 ટકાની છૂટ આપવામાં આવશે
- કૃષિ ઉત્પાદનની કિંમત નિયંત્રણ કરવા માટે 500 કરોડ
- વારાણસીના વણકર માટે 50 કરોડ ફાળવ્યા
- 6 નવા ટેક્ષટાઈલ સમુહ, 200 કરોડનો પ્રસ્તાવ
- NHAI માટે 37,880 કરોડનો પ્રસ્તાવ
- દિલ્હીમાં હસ્તકલા એકેડમી 30 કરોડના ખર્ચે સ્થપાશે
- કંડલા પોર્ટમાં નવા SEZ બનાવવામાં આવશે
- PPP મોડેલ માટે 3P ઈન્ડીયાની સ્થાપના થશે
- 11,635 કરોડના ખર્ચે 16 નવા પોર્ટ
- એનઆરઆઈ ફંડ ગંગા માટે ફાળવવામા આવશે
- રૂપિયા 100 કરોડ ઘાટ ના વિકાસ માટે ફાળવવામાં આવશે.
- ગંગા નદીમાં 4200ના ખર્ચે અલ્હાબાદથી જળપરિવહન..1620 કિલોમીટર લાંબો પટ્ટો 6 વર્ષમાં પૂરો થશે
- અલ્હાબાદ અને હલ્દિયા વચ્ચે 6 વર્ષની અંદર જળમાર્ગ વિકાસાવમાં આવશે.
- અલ્ટ્રા મોડર્ન થર્મલ પાવર ટેક્નોલોજી માટે 100 કરોડ રૂપિયા
- ભારતમાં 2015-16થી નવી હિસાબી પદ્ધતી અમલમાં લાવવા સૂચન
- બોર્ડર નજીકના ગામડાઓ માટે રૂપિયા 900 કરોડની ફાળવણી.
- 2 લાખ 30 હજાર લાખ કરોડ ડિફેન્સને ફાળવવામાં આવ્યા
- સાફ-સફાઈના કામ પર સીસીટીવીના દ્રારા ધ્યાન રાખવામાં આવશે.
- વન રેંક વન પેન્શન યોજના માટે 1000 કરોડ
- વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન યોજના ઓગસ્ટ-2015 સુધી લંબામાં આવશે.
- પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના પાછળ રૂપિયા 14389 કરોડ ફાળવવામાં આવશે.
- લોન વસૂલી કરવા માટે 6 નવા ઑથોરાઈઝેશન
- KYC નિયમ દરેક માટે સરખા હશે

- નોર્થ ઈસ્ટ નેશનલ હાઈવે માટે રૂપિયા 37,500 કરોડ રૂપિયાની ફાળવણી.

- એક બેંક ખાતા પર એક ડીમેટ એકાઉન્ટનો પ્રસ્તાવ
- પીએનજીના વપરાશ પર વધુ ભાર મુકવામાં આવશે.
- એડીઆર, જીડીઆર નિયમ હળવા કરાવમાં આવ્યા.
- દરેક પ્રકારના ટ્રેડિંગ માટે એકજ ડિમેટ એકાઉન્ટ.
- કોર્પોરેટ બોન્ડસ પર 5% વિથ હોલ્ડિંગ ટેક્સ સ્કીમ 30 જૂન 2017 સુધી વધારી.
- રૂપિયા 15000 કિલોમીટર પાઈપલાઈન માટે પીપીપી મારફતે નવા સોલાર પ્રોજેક્ટ 500 કરોડ ફાળવશે.
- પીપીપી દ્વારા 15 હજાર કિલોમીટર નવી ગેસ પાઈપલાઈનનો પ્રસ્તાવ
- નવા પોર્ટની વચ્ચે પીપીપી મૉડલના દ્રારા કનેક્ટિવિટી વધારવામાં આવશે.
- પીપીએફની મર્યાદા 1 લાખથી વધારીને રૂપિયા 1.50 લાખ કરાઈ.
- આઈબીએમ પ્રોજેક્ટ વિકાસ પર પ્રોત્સાહન આપવામાં આવશે.
- નાણાકીય ખાધ 4.1 નો લક્ષ્ય હાસિલ કરીશું.
- ભારતીય નાણાકીય કોડ પર વિચાર
- ઈલાહાબાદ-હલ્દિયા નવો જળમાર્ગ
- સૌર ઉર્જા માટે 500 કરોડ
- નવા જળમાર્ગ માટે 4200 કરોડ
- નદીઓને જોડવાના રીસર્ચ માટે 100 કરોડ રૂપિયા
- નેશનલ હેરિટેજમાં મથુરા, અજમેર સામેલ
- 5 ટૂરિસ્ટ સર્કિટ માટે 500 કરોડ રૂપિયા
- પીપીપીમાં મૂડીરોકાણની મર્યાદા 1લાખ વધારીને 1.5 લાખ કરાઈ
- યુદ્ધ સ્મારક માટે 100 કરોડ રૂપિયા
- રક્ષા માટે 2 લાખ 30 હજાર કરોડ
- ઐતિહાસિક ધરોહર માટે 200 કરોડ રૂપિયા
- ગંગા સંરક્ષણ માટે 2037 કરોડ રૂપિયા
- ગંગા માટે NRI ફંડ થશે
- સારનાથ, બોધગયા સર્કિટનો વિકાસ
- નેશનલ સ્પોર્ટસ એકેડમીનું નિર્માણ થશે
- જમ્મુ-કાશ્મીરમાં સ્ટેડિયમ માટે 200 કરોડ
- શિપબિલ્ડીંગના ટૂક સમયમાં પોલિસીની જાહેરાત.
- કાશ્મીરી વિસ્થાપિતો(પંડિતો)ના પુનર્વાસ માટે 500 કરોડ રૂપિયા
- નરેગા માટે વધુ ફાળવણી કરવામાં આવશે.
- ઝડપી રિક્વરી માટે આર્થિક સ્થિરતાનો મજબૂત પાયો નાખિશુ.
- પીએસયૂ બેન્કમાં હિસ્સાને વેચીશું.
- બેન્કોના મર્જર માટે સરકારની સહમતિ.
- બેન્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લોંગ ટર્મ ફંડ આપે.
- પીએસયૂ બેન્કમાં 2.4 લાખનું મૂડી રોકાણ વર્ષ 2018 સુધીમાં કરાશે.
- 9 એરપૉર્ટ પર ઈ-વિઝાની સુવિધા આપાશે.
- એશિયાઈ રમતોના પ્રશિક્ષણ માટે 100 કરોડ રૂપિયા
- પુર્વોતરમાં જૈવિક ખેતીના વિકાસ માટે 100 કરોડ રૂપિયા
- દિલ્હીમાં જળ સુધારા માટે 500 કરોડ રૂપિયા
- દિલ્હીમાં વિજળી સુધારા માટે 200 કરોડ રૂપિયા
- અંડમાન-નિકોબાર કોમ્યુનિકેશન સુધાર માટે 150 કરોડ
- ઈનકમ ટેક્ષ છૂટ 1.5થી વધીને 2 લાખ રૂપિયા
- સીનીયર નાગરિકો માટે 3 લાખ સુધીની કમાણી પર ટેક્ષ નહી
- હોમલોન પર વ્યાજમાં છૂટ 1.5થી વધીને 2 લાખ રૂપિયા
- ટેક્ષ સ્લેબમાં કોઈ બદલાવ નહી.
- પુર્વોતર રાજ્યો માટે અરૂણ પ્રભા ટીવી ચેનલ
- મોટા શહેરોમાં મહિલાઓ સુરક્ષા માટે 150 કરોડ રૂપિયાની ફાળવણી
- તેલ, સાબુ, સામાન્ય ટીવી સસ્તા થશે
- 19 ઈંચથી નીચેના એલસીડી, એલઈડી પર 10 ટકા કસ્ટમ ડ્યુટી હટાવી લેવાઈ
- વાયુ અને ઉર્જાના ઉપકરણો સસ્તા થશે
- ટ્રેડર ઈન્ડસ્ટ્રી સાથે સીધું ડિલ કરવા માટે કમિટીનું આયોજન કરવામાં આવશે.
- દિનદયાલ ઉપાધ્યાય યોજનામાં 500 કરોડ ફાળવવામાં આવશે.
- સ્ટીલના બનેલી વસ્તુઓ મોંધી થશે
- કોમ્પ્યુટર, લેપટોપ સસ્તા થશે
- કોલસો થયો મોંધો જ્યારે બૂટ-ચપ્પલ થશે સસ્તા
- કોમ્પ્યુટર ઉપકરણો સસ્તા થશે
- રેડિમેડ કપડા, સૌંદર્ય પ્રસાધનો(કોસ્મોટીક્સ) થશે મોંધા
- બોટલ બંધ જ્યુસ, ઠંડા-પીણા, તંબાકૂ, પાન-મસાલા, સિગારેટ મોંધા
- મોબાઈલ ફોન, દવાઓ, કિમતી રત્નો(પત્થરો), સોલાર લેમ્પ સસ્તા થશે
- સોલાર માટે 500 કરોડ ફાળવીશું.
- એનએચએઆઈ ને રૂપિયા 37800 કરોડ આપવામાં આવશે.
- ટીવી મીડિયામાં જાહેરાત આપવા ટેક્ષ માફ
અપડેટ જોતા રહો...
  
http://budgetlive.nic.in/                                                                       CLICK HERE BUDGET LIVE
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business, http://budgetlive.nic.in/,
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

આજે બજેટ... બજારની મંડાયેલી મીટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

આજે બજેટ... બજારની મંડાયેલી મીટ

અમદાવાદ, બુધવાર
નાણાં મંત્રી અરૃણ જેટલી આજે સંસદમાં બજેટની રજૂઆત કરશે બજારવર્ગ સહિત સહુ કોઈની આજે રજૂ થનારા બજેટ પર મીટ મંડાયેલી છે.
રજૂ થનારા નવા બજેટમાં અત્રે દર્શાવેલ દરખાસ્તો અંગે નાણાંમંત્રી પગલા ભરે તેવી શક્યતા છે.
-     ઇક્વિટીમાં ડિલીવરીબેઇઝ્ડ એસટીટીવીમાં ઘટાડાની શક્યતા
-     સોનાની ઇમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થશે.
-     એસઇઝેડ (સેઝ) પર અમલી મેટમાં (ટેક્સ) ઘટાડો થવાની શક્યતા.
-     સોલાર પાવર પ્લાન્ટ માટે છૂટછાટો જાહેર થવાની શક્યતા
-     વિન્ડ એનર્જી ક્ષેત્રના ટેક્સમાં ઘટાડો થવાની જોવાતી શક્યતા.
-     આઇ.ટી. કંપનીઓ માટે પેકેજ રજૂ થવાની શક્યતા
-     ડીઝલ એસયુવી ઉપર સેસ અમલી બને તેવી શક્યતા
-     રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે ચોક્કસ પગલા જાહેર થવાની શક્યતા
-     એવીએશન ક્ષેત્ર માટે પણ પેકેજ જાહેર થવાની શક્યતા.
-     અમુક ચોક્કસ ક્ષેત્રનો દરજ્જો આપવામાં આવે તેવી શક્યતા.
-     હોમ લોન પર ચૂકવાતા વ્યાજ પર ટેક્સ રાહતમાં વધારો થવાની શક્યતા
-     ટેક્સ છૂટ આપતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ પુનઃ રજૂ કરાય તેવી શક્યતા.
-     નોકરીયાત વર્ગ માટે આ વખતે બજેટમાં વધુ રાહતો અપાય તેવી શક્યતા ખૂબ જ ઓછી.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 8 July 2014

કંપની કાયદામાં વધારે રાહતોની માંગણી કરતું ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

કંપની કાયદામાં વધારે રાહતોની માંગણી કરતું ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર

જો કે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય આ અંગે વધુ તપાસ કરી રહ્યું છે

નવી દિલ્હી, મંગળવાર
કોર્પોરેટ બાબતોના મંત્રાલયે મંગાવેલા સૂચનોના એક ભાગરૃપે નવા કંપની ધારામાં મોટાભાગની ખાનગી પરંતુ અનલિસ્ટેડ કંપનીઓએ વધુ રાહતો માગી છે જેની ઉપર કોર્પોરેટ મંત્રાલય વિચારણા કરી રહ્યું છે. સૂત્રોએ કહ્યું હતું કે  મંત્રાલયને પહેલી જુલાઇ સુધી એક હજાર કરતાં પણ વધુ સૂચનો મળ્યા હતા. કેટલાકે એવું સુચન કર્યુંં હતું કે ડિપોઝિટ સ્વિકારનાર ખાનગી કંપનીઓ ઉપર કોઇ પણ જાતની શરતો લાદવી જોઇએ નહીં. નવા કંપની ધારામાં ખાનગી કંપનીઓ ઉપર એના સભ્યો પાસેથી ભંડોળ લેવા અથવા તો ડિપોઝિટો સ્વિકારવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંત્રાલયને મળેલા એક સૂચનમાં કહેવામાં આવ્યું હતું કે  સભ્યો પાસેથી ભંડોળ મેળવવા ઉપર રાહત આપવી જોઇએ અને  નોંધાયેલા વેલ્યુઅરેસ પાસેથી મુલ્યાંકન કરાવ્યા વગર ખાનગી કંપનીઓને મુક્તિ આપવી જોઇએ.
અન્ય કેટલાક સુચનોમાં એક સુચન એ પણ હતું કે  ખાનગી અનલિસ્ટેડ કંપનીઓના દરેક વર્ગ ઉપર ઓડિટર્સના રોટેશન ઉપર રાહત આપવી જોઇએ, એમ સૂત્રો એ કહ્યું હતું. નવા કંપની ધારા૨૦૧૩ની સમીક્ષા કરી રહેલા મંત્રાલયે સૂચિત રાહતો અંગે પહેલી જુલાઇ સુઘી લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા.
' ખાનગી કંપનીઓ એના સભ્યો પાસેથી જો ડિપોઝિટો ઉઘરાવે તો એની ઉપર કોઇ શરત લાદવી ન જોઇએ. કંપનીઝ એક્ટ ૧૯૫૬ માં આવી કોઇ જ જોગવાઇ નથી. જો કે ખાનગી કંપનીઓમાં સભ્યો પાસેથી ભંડોલ મેળવવું એ અસામાન્ય બાબત નથી. સેકશન ૭૩ (૨)માં  કંપનીઓ માટે ક્રેડિટ મેળવવાનું કામ એકદમ મુશ્કેલ બનાવી દેશે' એમ  અનેક ખાનગી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનાર એક લો ફાર્મના વડાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમામ ખાનગી કંપનીઓને ઓડિટર્સની ફરજીયાત રોટેશન પધ્ધતિને કાઢી નાંખવી જોઇએ. ભલેને એની પેઇડ અપ કેપિટલ ગમે તેટલી કેમ ના હોય.  જો કે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે તો એના મુસદ્દામાં રોટેશન પધ્ધતિની વાત લખી જ હતી.
૨૪મી જૂનના રોજ મંત્રાલયે એક ડ્રાફટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં અનલિસ્ટેડ  ખાનગી કંપનીઓને કંપનીઝ એકટ ૨૦૧૩ની ઘારા ૧૩મંાથી રાહત આપવામાં આવી હતી. મંત્રાલયે એવું સુચન કર્યું હતું કે  ડિપોઝિટો સ્વીકારવા સબંધિત કલમો જે કંપનીમાં ૫૦ કે ઓછા સભ્યો હોય એને લાગુ પડશે નહીં. જો કે ડ્રાફટ નોટિફિકેશનમાં જ્યારે ડાયરેકટર અથવા તો એ જેની તરફેણ કરે એની લોન મંજૂર કરતી વખતે શરતી મુક્તિ આપવામાં આવી હતી. ' આ બાબત તમામ ખાનગી કંપનીઓને રાહત આપવી જોઇએ અને નહીં કે કોઇ ખાસ કંપનીને જે ડ્રાફ્ટ નોટિફિકેશનમાં આવરી લેવાઇ હોય' એમ તેમણે કહ્યું હતું.
 એક કંપનીના મેનેજીંગ પાર્ટનરે કહ્યું હતું કે  ' ડ્રાફટ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલી જોગવાઇઓને અમે આવકરીએ છીએ. આ એક સારૃં પગલું છે. જો કે  કોર્પોરેટ શાસન ચેઇનમાં આ એક નબળી કડી હોવાથી ખાનગી કંપનીઓને રાહત આપતી વખતે સાવઘાની રાખવી જોઇએ' એમ તેમણે કહ્યું હતું.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 7 July 2014

શાકભાજીના રીટેલ અને જથ્થાબંધ ભાવ વચ્ચેના તફાવતમાં ૮૦ ટકાનો જંગી વધારો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

શાકભાજીના રીટેલ અને જથ્થાબંધ ભાવ વચ્ચેના તફાવતમાં ૮૦ ટકાનો જંગી વધારો

એપ્રિલથી જૂન'૧૪ ત્રિમાસિકમાં

આ સમયગાળા દરમિયાન મહત્વના શાકભાજીની આવક પણ ઘટી ઃ આ પ્રતિકૂળતાના કારણે ગૃહિણીઓના બજેટમાં પણ જોરદાર વધારો
નવી દિલ્હી, સોમવાર
એપ્રિલથી જૂન ૨૦૧૪ના સમયગાળા દરમિયાન શાકભાજીના જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેના તફાવતમાં ૮૦ ટકા જેટલો વધારો થયો છે. બીજી તરફ દેશના મુખ્ય ૧૦ શહેરોમાં આ સમયગાળા દરમિયાન શાકભાજીના રીટેલ ભાવમાં ૩૦ ટકા જેટલો વધારો થવા પામ્યો છે એમ ઔદ્યોગિક સંસ્થા એસોચેમ દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેનું તારણ છે. આ સમયગાળા દરમિયાન બટાટા, ડુંગળી અને ટામેટાને બાદ કરતા અન્ય શાકભાજીની આવકોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
દેશમાં શાકભાજીના ભાવમાં ઉછાળાને કારણે નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ગૃહિણીઓના ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. દેશના ૩૩ બજારોને આવરી લઈને એસોચેમે કરેલા સર્વેમાં આ તારણ બહાર આવ્યું છે. સર્વેમાં જણાવ્યા મુજબ દેશમાં છૂટક વેચાણ કરતા વેપારીઓ સરેરાશ ધોરણે જથ્થાબંધ ભાવ કરતાં આશરે ૪૮.૮ ટકા ઊંચા ભાવે વેચાણ કરે છે.અભ્યાસમાં જણાવ્યા અનુસાર કોબીજના જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફા વત ૬૯.૪ ટકાથી વધીને ૭૮.૧ ટકા થયો છે. રીંગણના જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત ૬૨.૪ ટકાથી વધીને ૬૬.૭ ટકા થયો છે જ્યારે ફુલાવર માટે આ તફાવત આશરે ૫૯ ટકા છે. સુરતમાં જથ્થા બંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત ૪૯.૭ ટકાથી વધીને ૫૦.૮ ટકા થયો છે.
લખનૌમાં આ તફાવત ૪૮.૫ ટકાથી વધીને ૫૪.૮ ટકા થયો છે. સિમલામાં જથ્થાબંધ અને છૂટક ભાવ વચ્ચેનો તફાવત ૩૭.૯ ટકાથી વધીને ૪૭.૩ ટકા જમ્મુમાં ૩૭.૫ ટકાથી વધીને ૪૨.૪ ટકા અને ચેન્નાઈમાં આ તફાવત ૩૪.૬ ટકાથી વધીને ૩૭.૩ ટકાનો મોટો વધારો થયો છે.
સર્વેમાં જણાવ્યા પ્રમાણે ૨૦૧૩-'૧૪ દરમિયાન બજારમાં ડુંગળીની આવકમાં ૧૩ ટકાના દરે વધારો થયો હતો, જ્યારે ટામેટાની આવકમાં ૭.૯ ટકાના દરે વધારો થયો હતો. બટાટાની આવકમાં ૬.૨ ટકાના દરે વધારો થયો હતો. ભીંડા અને ફુલાવરની આવકમાં આ સમયગાળા દરમિયાન ૦.૪ ટકા અને ૧.૯ ટકાનો નજીવો વધારો નોંધાયો હતો.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 6 July 2014

નિકાસ ઉપર વળતરની બાબતમાં હવે પસંદગી કરવામાં આવશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

નિકાસ ઉપર વળતરની બાબતમાં હવે પસંદગી કરવામાં આવશે

નવી દિલ્હી, શનિવાર
ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ કહ્યું હતું કે હવે તેઓ નિકાસ ઉપર અપાતા વળતર અંગે ખૂબ જ સાવધાની રાખશે અને માત્ર પસંદગી કરેલી આઇટમો ઉપર જ વળતર આપશે.
' અમારી પાસે મર્યાદીત નાંણા હોય છે અને અમારે તો બજેટમાં જે રકમ ફાળવાયેલી હોય એની મર્યાદાની અંદર રહીને જ કામ કરવાનું હોય છે' એમ કન્ફેેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ડાયરેકટર જનરલે  કહ્યું હતું. ચેપ્ટર થ્રી હેઠળ જે સેકટરને  ટેકાની જરૃર હોય એને જ વળતર આપ્યા છે.
 ચેપ્ટર થ્રીમાં ફોકસ પ્રોડક્ટ, ફોકસ માર્કેટ અને બજાર સાથે જોડાયેલી ફોકસ પ્રોડક્ટ યોજનાનો સમાવેશ થાય છે જેની હેઠળ લક્ષ્યાંકિત બજારો અને ઓળખાયેલી આઇટમોની નિકાસ માટે વળતર આપાય છે. ડીજીએફટી હાલમાં ફોરેન ટ્રેડ પોલીસી (એફટીસી)ની રચનામાં વ્યસ્ત છે.
' અમે તમામ સુચનો ભેગા કર્યા છે અને હવે જે મુદ્દોઓને અમે ઉકેલી શકીએ અને જે મુદ્દો ઉપર વધારે ધ્યાન આપવાની જરૃર છે તેની ઉપર કામ કરીએ છીએ. સરકારના વિવિધ વિભાગો સાથે અમારૃં સંકલન ચાલુ જ છે' એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે એફટીસી ડબ્લયુટીઓના માર્ગદર્શન અને  નિયમોની જેમ જ કામ કરશે.એફટીપી આગામી સપ્તાહમાં રજૂ થનારા બજેટ ઉપર મદાર રાખશે. ' ડીજીએફટીની ભુમિકા નિકાસને પ્રોત્સાહન આપવાની અને વિકાસને વેગ આપવાની છે. જ્યાં જ્યાં અમારી જરૃર પડશે અમે ત્યાં મદદ પુરી પાડીશું.
અમારો હેતુ ટ્રાન્ઝેકશન ખર્ચ ઘટાડવાનો અને વેપારને સરળ બનાવવાનો છે' એમ તેમણે કહ્યું હતું.