સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 24 November 2015

નોટા મુદ્દે હાઈકોર્ટે સરકારને બરાબર ઝાટકી, તેના ઉપયોગ વિશે લોકોને કરો જાગૃત

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

નોટા મુદ્દે હાઈકોર્ટે સરકારને બરાબર ઝાટકી, તેના ઉપયોગ વિશે લોકોને કરો જાગૃત

નોટાના બટનનો ઉપયોગ શા માટે અને કેવી રીતે કરી શકાય તે અંગે લોકોને જાગ્રત કરવા હાઇકોર્ટે સરકારને નિર્દેશો કર્યા છે. સરકારે કોર્પોરેશનની ચૂંટણીઓમાં નોટાના વિકલ્પ આપવા પર સ્ટે મુકયો હતો. જેની સામે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જેને પગલે હાઈકોર્ટે ૬ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં નોટાનો વિકલ્પ આપવા ચૂંટણીપંચ અને સરકારને કડક આદેશો કર્યા હતા. જો કે તાલુકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ નોટા અંગે સમજણ આપવા સમગ્ર રાજયના દરેક પ્રતિષ્ઠિત અખબારોમાં જાહેરાત આપવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. ઉપરાંત રેડિયો અને ટેલિવીઝનમાં પણ જાહેરાત આપીને લોકોને નોટા અંગે સમજાવો.
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Gram Panchayat/ Nagar Palika/ Maha nagar palika na election mate tamaru nam check karo.

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 19 November 2015

IS તોયબા સાથે હાથ મિલાવી ભારતમાં હૂમલા કરે તેવી શક્યતા

ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ જનરલ આર.આર.નિમ્ભોરકરે ચિંતા વ્યક્ત કરી

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ૭૦૦ આતંકવાદીઓ સક્રિય ઃ પી.ઓ.કે.માં ૩૭થી વધુ આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે
(પીટીઆઇ)    જમ્મુ,તા.૧૯
પેરિસ હુમલા માટે જવાબદાર આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ (આઇએસ) ભારતમાં હૂમલા કરાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે હાથ મિલાવી શકે છે. ફ્રાન્સના પેરિસમાં વિવિધ સ્થળોએ આઇ.એસ.ના આતંકવાદીઓ કરેલા હુમલા બાદ ભારતમાં પણ સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા જાપ્તો વધારી દેવામાં આવ્યો છે.

ભારતીય સૈન્યના લેફ્ટનન્ટ જનરલ આર.આર.નિમ્ભોરકરે કહ્યું કે, ભારતમાં આતંક ફેલાવવા માટે આઇ.એસ. પાકિસ્તાન જૂથ લશ્કર-એ-તોયબાની મદદ લે તેવી શક્યતા છે. આઇ.એસ.ને ગમે તે ભોગે પોતાનો પ્રચાર-પ્રચાર કરવો છે અને આ માટે તેઓ ગમે તે હદ સુધી જઇ શકે છે. આ શક્યતા છે. તેઓ ગમે તેની મદદ લઈને આતંક ફેલાવી શકે છે, આ શક્યતાને નકારી શકાય તેમ નથી. આર.આર.નિમ્ભોરકર ભારતીય સૈન્યની ૧૬ ટુકડીના જરનલ કમાન્ડિંગ ઓફિસર છે.
લેફ્ટ. જનરલ નિમ્ભોરકરે એમ પણ ઊમેર્યું કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં આશરે ૭૦૦થી વધુ આતંકવાદીઓ સક્રિય છે અને તેઓ ભારતમાં ઘુસીને આતંક ફેલાવી શકેછે.પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં સીમા રેખાની પેલે પાર આતંકવાદીઓને તાલીમ આપતા કેમ્પ હજુ પણ ચાલે છે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, તાજેતરમાં પકડાયેલા આતંકવાદી નાવિદે આપેલી માહિતી અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં કુલ ૩૭ જેટલા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યા છે. તેઓ સતત આ પ્રવૃત્તિઓ ચલાવે છે અને અમે જ નહીં આખા વિશ્વને તેની ખબર છે. જો કે ખરેખર કેટલાક આંતકવાદી ટ્રેનિંગ કેમ્પ ચાલે છે, તેનો ચોક્કસ આંકડો મળી શક્યો નથી. જો કે ઉધમપુરમાંથી પકડાયેલા આતંકવાદીની માહિતી અને અમને મળતા ઈનપુટ્સને ધ્યાનમાં રાખીએ તો આશરે ૭૦૦ જેટલા આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં તાલીમ મેળવી રહ્યા છે, જેમાંથી અડધો અડધ તો ભારતમાં પ્રવેશવાની તક શોધે છે.
તેમણે એમ પણ ઊમેર્યું કે, અમારી ફરજ હરહંમેશ દેશની રક્ષા માટે તૈયારરહેવાની છે.આંતકવાદી સંગઠનનું નામ આઇ.એસ. હોય, લશ્કર-એ-તોયબા હોય કે હિઝબ-ઉલ-મુજાહિદિન હોય પણ દરેક આંતકવાદી હૂમલાનું પરિણામ તો એક જ હોય છે. અમારું કામ તેઓ તેમના મિશનમાં કામિયાન ન થાય તે જોવાનું અને તેમને અટકાવવાનું છે. નોંધપાત્ર છે કે નજીકના ભૂતકાળમાં કાશ્મિરમાં આઇ.એસ.ના ઝંડા લહેરાતા જોવા મળી ચૂક્યા છે,જેના કારણે સૈન્ય વધુ સજાગ બન્યું છે.
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 18 November 2015

MATDARO MATE KHAS SUCHNAO. (MOST IMP FOR GUJARAT)

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

ચોથી પેઢીના વારસદાર ગાદીપતિ, જલાબાપાનો વંશવેલો જુઓ અત્યારે જ

જલારામ બાપાનો વંશવેલો અને ઇન્સેટમાં જલારામ બાપાની તસવીર
જલારામ બાપાનો વંશવેલો અને ઇન્સેટમાં જલારામ બાપાની તસવીર
રાજકોટઃ દેનો કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ સૂત્રને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની આજે  216મી જન્મજયંતી છે.જલાબાપાના વંશજો આજે પણ રાજકોટ સૌરાષ્ટ્રમાં રહે છે.તેના ચોથી પેઢીના વારસદાર રઘુરામબાપા વીરપુરની ગાદી સંભાળી રહયાં છેઆવો જલાબાપાના વંશવેલા પર એક નજર કરીએ. 
વીરપુરના જલારામ મંદિરના હાલના ગાદીપતિ રઘુરામ બાપાને એક ભાઇ અને બે બહેનો છે. પરંતુ તે મંદિરના કામમાં કોઇ દિવસ હસ્તક્ષેપ કરતા નથી અને રાજકોટમાં જ રહે છે. રઘુરામભાઇના નાના ભાઇ ભરતભાઇ અને શિલાબેન ઓપ્શન નામના મોલ જેવા અદ્યતન શો રૂમ ધરાવે છે. શિલાબેન એક કોલેજનું સંચાલન કરી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ પણ ચલાવે છે. તેમના મોટા બેન કિર્તીબેન સ્વાધ્યાય પ્રવૃતિમાં ખૂબ જ ઉંડા ઉતરેલા છે. રઘુરામભાઇના નાના બહેનને વીરપુરના અનેક લોકો વીરબાઇ માનો અવતાર જ ગણે છે. વીરપુર જલારામ મંદિરના ગાદિપતિ રઘુરામ બાપા નિસંતાન છે. તેમના ભાઇ ભરતભાઇના લગ્ન મુંબઇમાં થયા છે. 
આગળની સ્લાઇડ્સ બટુકબાપાનું અવસાન થયું હતું ત્યારે વીરપુર સ્વયંભૂ ચાર દિવસ બંધ રહ્યું હતું.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 17 November 2015

વિરપુર સહિત સર્વત્ર આજે ઉજવાશે જલારામબાપાની ૨૧૬મી જન્મજયંતિ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

વિરપુર સહિત સર્વત્ર આજે ઉજવાશે જલારામબાપાની ૨૧૬મી જન્મજયંતિ

રામનામ મે લીન હૈ, દેખથ સબમેં રામ...

તાકે પદ વંદન કરું, જય જય જલારામ

રાજકોટમાં વિશાળ શોભાયાત્રા, જૂનાગઢમાં અન્નકૂટ દર્શન, પોરબંદરમાં ધર્મોત્સવ, જામનગરમાં મહાપ્રસાદ, અમરેલીમાં કળશ મહોત્સવ યોજાશે
(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા. ૧૭
નાત-જાતના કે ધર્મના ભેદાવ વગર સમગ્ર માનવ સમાજના કલ્યાણ અર્થે જીવી જનારા, પરોપકારી, અલખના આરાધક, પ્રાતઃ સ્મરણીય સંત શિરોમણી પૂજ્ય જલારામબાપાની ૨૧૬મી જન્મજયંતિ ઉજવવા વિરપુર સહિત સર્વત્ર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જલારામધામ વિરપુરમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે. વિરપુર અનેરા શણગારથી દિપી ઉઠયું છે. જ્યારે રાજકોટ, પોરબદંરા, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના શહેરોમાં પણ જલારામ જયંતિ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે.

વિરપુરમાં પૂજ્ય જલારામબાપાની ૨૧૬મી જન્મજયંતિ તા.૧૮મીએ ભક્તિભાવભેર ઉજવાશે. બુધવારે વહેલી સવારથી જલારામબાપાનું મંદિર દર્શનાર્થે ખુલ્લુ મુકાશે. હાલ જન્મજયંતિ પૂર્વે જ હજારો યાત્રિકો વિરપુર પહોંચી ગયા છે તો બીજી બાજુ પદયાત્રિકોનો અવિરત પ્રવાહ પણ ચાલુ છે. વિરપુરની બજારો, તમામ માર્ગો ઉપર ધજાપતાકા તથા રોશનીના અનેરા શણગાર કરાયા છે. જલારામબાપાનું મંદિર પણ ભવ્ય શણગારથી દિપી ઉઠયું છે. સવારે ૬.૩૦ વાગ્યે આરતી થશે. પૂ. બાપાના પરિવાર દ્વારા વહલી સવારે બજાર રોડ, ભરવાડ પરા પાસે આવેલ પૂ. બાપાની સમાધિ ખાતે પૂજન થશે. દિવસ દરમિયાન હજારો દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેશે. સાંજે પણ આરતી યોજાશે. સમગ્ર વિરપુર જલારામમય બની ગયું છે.
* રાજકોટમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાંજે ૪ વાગ્યે ચૌધરી હાઇસ્કૂલ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે. વિવિધ ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા શહેરભરમાં ફરી રાત્રે ૮ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. ત્યાં મહાઆરતી અને મહાપ્રસાદ ઉપરાંત સંગીત સંધ્યા યોજાશે.
* જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા તા.૧૮ના ૨૧૬મી જન્મજયંતીની ઉજવણી થશે. આ પ્રસંગે પોસ્ટ ઓફિસ રોડ પર આવેલા જલારામ મંદિરે સવારે મંગળા આરતી, અન્નકુટ તતા જલારામ ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાશે અને સવારે ૧૦.૩૦ થી ૨.૩૦ સુધી માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે લોહાણા સમાજ તેમજ જલારામ ભક્તો માટે સમુહ જ્ઞાાતી ભોજન યોજાશે. જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જીવદયાનું કામ કરતી આઠ જેટલી ગૌ શાળાને ૫૧ હજાર રૃપીયાની ભેટ આપવામાં આવશે. તેમજ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે.
જ્યારે ઝાંઝરડા ચોકડી નજીક આવેલા જલારામ ભક્તિધામ ખાતે સવારે મંગલા આરતી તથા ધ્વજારોહણ, ૧૧ કુંડી યજ્ઞા, મેડીકલ કેમ્પ, બપોરે રાજભોગ આરતી તથા દ્વિતીય ધ્વજારોહણ, ૩ થી ૬ સુધી સંતકિર્તન, ચાર વાગ્યે અન્નકુટ દર્શન, સાંજે ૬.૩૦ વાગ્યે ૨૧૬ દિપમાળા વૃંદ સાથે સંધ્યા આરતી અને આરતી સ્પર્ધા તેમજ સાંજે ૭ થી ૧૦ દરમિયાન લોહાણા સમાજ તેમજ જલારામભક્તો માટે સમુહ ભોજન પ્રસાદ થશે. જલારામ ભક્તિધામ ખાતે આવતીકાલે સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ પરીક્ષણ કેમ્પ યોજાશે.
* પોરબદરમાં જલારામ જયંતિએ જલારામબાપાના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સવારે ૯ અને રાત્રે ૯ વાગ્યે મહાઆરતી યોજાશે. પાર્ટી પ્લોટ, ચોપાટી ખાતે મહાપ્રસાદ યોજાશે. બપોરે ૪ વાગ્યે નવા જલારામ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાશે તથા નવા જલારામ મંદિર સામે, એસ.ટી. રોડ ખાતે મહારક્તદાન કેમ્પ સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી યોજાશે. શિતલા ચોકના જલારામ મંદિરે પણ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે.
* અમરેલીમાં ઠક્કર યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ કળશ મહોત્સવ ઉજવાશે. જેમાં ૧૦૧ કન્યાઓ માથા ઉપર કળશ લઇ વરણાંગીમાં જોડાશે. અમરેલી લોહાણા મહાજન દ્વારા બપોરે ૪ વાગ્યે લોહાણા ગેસ્ટ હાઉશ, લીલીયા રોડ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રા શહેરમાં ફરી નાગનાથ મંદિરે પૂર્ણ થશે. જ્યારે લાઠી રોડ બાયપાસ પર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે મહાપ્રસાદ યોજાશે.
ત્ત્* જામનગરમાં હાપા જલારામ મંદિરમાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન જલાારમ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા કરાયું છે.
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 16 November 2015

પાટીદાર, તુવેરદાળ અને ફિક્સ પગારદારથી ભાજપ હેરાન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

પાટીદાર, તુવેરદાળ અને ફિક્સ પગારદારથી ભાજપ હેરાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદારની નારાજગી, તુવેરદાળના ભાવ અને ફિક્સ પગારદારોનો રોષ ભાજપને ભારે પડી રહ્યો છે. એ ઉપરાંત ભાજપની અંદરની હુંસાતુંસી ચોથા પરિબળ તરીકે સત્તાધારી ભાજપને કનડી રહ્યો છે. ચૂંટણીઓનો જંગ ભલે પ્રચારની દૃષ્ટિએ જોરદાર રીતે જામ્યો નથી, પરંતુ રાજકીય ગણિતો સાથે એકબીજાના ખેલ બગાડી દેવાના પ્રયાસો ચરમસીમાએ પહોંચ્યા છે. આ ખેલનું સમરાંગણ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનો વિસ્તાર નારણપુરા અને મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો મતવિસ્તાર ઘાટલોડિયા બનવા પામ્યો છે.

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાનો અને નગરપાલિકાથી પંચાયત સુધીની ચૂંટણી માટે ૨૭ નવેમ્બરે પ્રચાર પડઘમ શાંત થશે. પરંતુ આ યુદ્ધ મતદાન પછી પણ ખેલાય એવી રીતે યોદ્ધાઓ મેદાનમાં ઉતર્યા છે. આનાથી સૌથી મોટો પડકાર ભાજપને છે. અત્યાર સુધી એન્ટી ઇન્કમ્બન્સીની સાથે તુવેરદાળ, મગદાળના ભાવો, ફિક્સ પગારદારો, પાટીદારોનો પડકાર હતો, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં દાવેદારો શસ્ત્રો સજાવીને મેદાનમાં ઉતરી પડતાં ભાજપની પરેશાનીમાં વધારો થયો છે. અમદાવાદમાં સૌથી મોટો મોરચો વિધાનસભા વિસ્તાર એવા ઘાટલોડિયા અને નારણપુરામાં ખુલ્યો છે.

અહીં પાટીદારોની નારાજગી સાથે જૂથબંધીએ એવી સ્થિતિ સર્જી છે કે ખુદ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને પાંચ દિવસમાં ત્રણ વખત વિસ્તારની મુલાકાત લઇને કાર્યકરો સાથે સંવાદ કરવો પડી રહ્યો છે. મંગળવારે સાંજે મુખ્યપ્રધાન એઇસી સર્કલ નજીક એક પાર્ટી પ્લોટ ખાતે યુવા મોરચા કાર્યકર્તા સંમેલનને સંબોધવાના છે. ભાજપમાં ઉમેદવારોની પસંદગીના મામલે ભલે આ વખતે ખાનપુર કાર્યાલયે તોડફોડ થઇ નથી કે ક્યાંય નારાજ થઇને ભાજપ સામે અપક્ષ ઉમેદવારી કરવાની ઘટના બની નથી. એ વેળાએ સમયસર રીતે પ્રદેશ ઉપપ્રમુખ અને અમદાવાદના સંગઠન પ્રભારી આઇ.કે. જાડેજાએ મામલો સંભાળી લીધો હતો. પરંતુ હવે જે રીતે ૪૮ વોર્ડ પૈકી ૩૮ જેટલા વોર્ડમાં સળવળાટ થઇ રહ્યો છે તેનાથી નેતાગીરીને રોજે રોજની સ્થિતિનો દિવસમાં બે વખત હિસાબ લેવો પડી રહ્યો છે.

ખાનપુર કાર્યાલયમાં એક ટીમને સતત આ જ કામ સોંપાયું છે કે ક્યાં કેવી સ્થિતિ છે. બીજી તરફ નારણપુરા અને ઘાટલોડિયા વિધાનસભા હેઠળ આવતા વોર્ડમાં સ્થિતિ વધારે દોડાદોડી કરાવે તેવી છે. ઘાટલોડિયા મુખ્યપ્રધાનનો હાલનો મતવિસ્તાર છે. પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારમાં પોલીસ અત્યાચારની સૌથી વધારે ઘટનાઓ બનેલી છે. હાલ તો પાટીદારો ભાજપને એનું મન કળવા દેતાં નથી, પરંતુ અહીં સૌથી વધારે કોંગ્રેસના બેનરો ઝુલતા થઇ ગયા છે. મોટી સંખ્યામાં પાટીદારો કોંગ્રેસમાં જોડાયા છે.

ઘાડલોડિયા વિધાનસભામાં આવતા વોર્ડની સ્થિતિ માટે મુખ્યપ્રધાને પાંચ દિવસમાં ત્રણ વખત બેઠકો યોજી છે. એટલું જ નહીં એમના પરિવારના સભ્યો સંજય પટેલની સાથે ઇલેશ પટેલ, ભુપેન્દ્ર પટેલ જેવાને પણ સતત દોડતા રખાયા છે. પાટીદારો કોઇ રીતે મન કળવા દેતાં નથી અને બીજી તરફ જે વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યાલય ખુલી શકતા ન હતા એવી જગાએ હાલ કોંગ્રેસના કાર્યાલયોમાં દેખાતો ઉત્સાહ ભાજપની ઊંઘ બગાડી રહ્યો છે.

નારણપુરા વિસ્તારમાં પાટીદારોના પ્રભુત્વની સાથે અહીં દાવેદારોની કત્લેઆમ ભાજપને ભારે પડી શકે છે, તેમ કહી સૂત્રો કહે છે કે, મુળ કોંગ્રેસના પ્રભુત્વવાળા વિસ્તારને અનેક મથામણ પછી ભાજપનો ગઢ બનાવી શકાયો છે. તેમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની જ જાણે ચીઠ્ઠી ચલાવાઇ હોય એમ એમની જ ટુકડીના સભ્યોને ટિકિટો અપાઇ છે. સ્ટેડિયમ વોર્ડમાં એક મહિલાને મળેલી ટિકિટ અંગે પક્ષનો કાર્યકર ફોડ પાડતાં ડરી રહ્યો છે. આ બધા કારણોસર નવા સીમાંકનને લીધે દાવેદારો કપાયા છે.

આવા દાવેદારોમાં સ્ટેડિયમ વોર્ડમાં હેમંત જાની, કિરીટ પટેલ, નારણપુરામાં હિતેશ પટેલ, રમેશ પટેલ, ઝાલા, નવાવાડજમાં ડો.કમલેશ પટેલ, મુકેશ, હેમાંક્ષુ પટેલનો ચાન્સ લાગ્યો નથી. આ તમામ કાર્યકરો વર્ષોથી પાર્ટી માટે કામ કરતાં અને ટિકિટ માટે સક્ષમ દાવેદારો હોવા છતાં એમના દાવાને ધ્યાને લેવાયો નથી. આથી સ્થિતિ એવી છે કે તેઓ બાહ્ય રીતે સક્રિય તો છે, પરંતુ એટલો ઉત્સાહ અને ઉમંગ નથી એવુ કાર્યકરો કહી રહ્યા છે.

સ્ટેડિયમ વોર્ડ ગણાય ગાંધીજીના બાવલાથી સુભાષચંદ્ર બોઝ (આરટીઓ) સુધીનો છે, પરંતુ આ પટ્ટામાંથી એકેયને ઉમેદવાર બનાવાયા નથી તેનો ભારોભાર રોષ કાર્યકરોમાં છે. સમગ્ર વિસ્તારના મોટાભાગના ઉમેદવારો સામે સ્થાનિક લોકોમાં પણ રોષ છે. નારણપુરામાં રોજે રોજ પરિસ્થિતિને સાનુકૂળ કરવા માટે થતી ગ્રુપ મિટિંગ્સના રિપોર્ટ હજુ સુધી પોઝેટિવ થઇ શક્યા નથી. આને લીધે સંગઠન પ્રભારી આઇ.કે. જાડેજા ઉપરાંત યમલ વ્યાસ, ભાવનાબેન દવે, બિપિન પટેલ, હર્ષદ દાઢી જેવાને વિશેષ જવાબદારી સાથે મોકલવામાં આવ્યા છે.

આની સાથે અમિત શાહના ઇશારે કેટલાક સક્ષમ કાર્યકરોને વિધાનસભા વિસ્તારના કાર્યાલયમાં રિપોર્ટિંગની જવાબદારી તો કેટલાકને અન્ય વોર્ડમાં જવાબદારી સોંપીને બહાર ધકેલી દીધા છે. આ સંજોગોમાં ભાજપના જ કાર્યકરો નારણપુરા અને ઘાટલોડિયા વિધાનસભાના વોર્ડમાં ખેલાઇ રહેલો જંગ કોની સામેના યુદ્ધનો ઇશારો કરે છે એની હવે ખુલ્લેઆમ ચર્ચા કરતા થઇ ગયા છે. આમાં હાર અને જીત બન્ને ભાજપની જ થશે.
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

જો +265882604641 નંબર પર કોલબેક કરશો તો રૂ. 1316 કપાશે!

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

જો +265882604641 નંબર પર કોલબેક કરશો તો રૂ. 1316 કપાશે!

હોટલાઈન મારફતે વન રિંગ સ્કેમ
 
અમદાવાદ: સાઉથ-ઈસ્ટ આફ્રિકાના મલાવીથી +26588260466 નંબર પરથી આવેલા મિસ કોલ પર જો કોલ બેક કરશો તો તમારા બેલેન્સમાંથી રૂ.1316 કપાઈ જશે. દિવાળીના તહેવાર દરમિયાન હજારો અમદાવાદીઓના મોબાઈલ પર મોડી રાત્રે +26588260466 અનેક મિસ કોલ આવ્યા હતા. જોકે દરેક કોલમાં પાછળના 4 આંકડા બદલાયા કરતા હતા. આ ઘટના અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા નંબર સાઉથ-ઈસ્ટ આફ્રિકાના મલાવીથી પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરી કરાયો હોવાનું બહાર આવ્યું હતું. જોકે મોટાભાગના લોકોએ ભળતા-સળતા નંબરો પર કોલબેક કરવાનું ટાળતા તેઓ વિદેશી હેકર્સના ચંગુલમાં ફસાતા બચી ગયા હતા.

મિસ કોલ કરવાનો ઈરાદો ફક્ત હેરાન કરવાનો જ હોઈ શકે

આ પ્રકારના નંબરો પરથી અડધી રાતે મિસ કોલ કરવા પાછળ હેરાન પરેશાન કરવા સિવાય બીજો કોઈ ઈરાદો હોઈ શકે નહીં. તેમ છતાં પણ આ નંબર પરથી ઘણા બધા લોકોને મિસ કોલ આવ્યાની રજૂઆતો મળતા તે નંબરની તપાસ શરૂ કરવામાં આવી છે. > કે.એન.પટેલ, એસીપી,ક્રાઈમ
 
આખા સ્કેમની વિચિત્ર ઢબ : ઈન્ટરનેશનલ હોટલાઈન મુખ્ય સ્ત્રોત
 
આ ફ્રોડનો પ્રારંભ જાપાનમાં થયો હતો. ટેલિકોમ કંપનીઓ મર્યાદિત સંખ્યામાં આ પ્રકારના ટોલ નંબર ઈશ્યુ કરે છે. આ નંબર પર થતા કોલનો ચાર્જ નિયમિત કોલ કરતા ઘણો જ વધારે હોય છે.
 
મિડનાઇટ મિસકોલનું કારણ વાંગીરી ફ્રોડ?:  સુરક્ષા બાબતોના નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય નંબર પરથી મિસકોલ કરીને ફોનધારકના ખિસ્સા હળવા કરવાનું કૌભાંડ ‘વાંગીરી ફ્રોડ’ નામે ઓળખાય છે. જાપાનીઝ શબ્દ ‘વાંગીરી’નો અર્થ ‘એક રીંગ કરીને ફોન કાપી નાખવો’ એમ થાય છે, જેના પરથી આ આખા કૌભાંડનો સંચાર થાય છે.