Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News
વિરપુર સહિત સર્વત્ર આજે ઉજવાશે જલારામબાપાની ૨૧૬મી જન્મજયંતિ
રામનામ મે લીન હૈ, દેખથ સબમેં રામ...
તાકે પદ વંદન કરું, જય જય જલારામ
રાજકોટમાં વિશાળ શોભાયાત્રા, જૂનાગઢમાં અન્નકૂટ દર્શન, પોરબંદરમાં ધર્મોત્સવ, જામનગરમાં મહાપ્રસાદ, અમરેલીમાં કળશ મહોત્સવ યોજાશે
(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા. ૧૭
નાત-જાતના કે ધર્મના ભેદાવ વગર સમગ્ર માનવ સમાજના કલ્યાણ અર્થે જીવી જનારા, પરોપકારી, અલખના આરાધક, પ્રાતઃ સ્મરણીય સંત શિરોમણી પૂજ્ય જલારામબાપાની ૨૧૬મી જન્મજયંતિ ઉજવવા વિરપુર સહિત સર્વત્ર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જલારામધામ વિરપુરમાં ભાવિકોનો અવિરત પ્રવાહ ઉમટી રહ્યો છે. વિરપુર અનેરા શણગારથી દિપી ઉઠયું છે. જ્યારે રાજકોટ, પોરબદંરા, અમરેલી, જૂનાગઢ, જામનગર સહિતના શહેરોમાં પણ જલારામ જયંતિ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે.
વિરપુરમાં પૂજ્ય જલારામબાપાની ૨૧૬મી જન્મજયંતિ તા.૧૮મીએ ભક્તિભાવભેર ઉજવાશે. બુધવારે વહેલી સવારથી જલારામબાપાનું મંદિર દર્શનાર્થે ખુલ્લુ મુકાશે. હાલ જન્મજયંતિ પૂર્વે જ હજારો યાત્રિકો વિરપુર પહોંચી ગયા છે તો બીજી બાજુ પદયાત્રિકોનો અવિરત પ્રવાહ પણ ચાલુ છે. વિરપુરની બજારો, તમામ માર્ગો ઉપર ધજાપતાકા તથા રોશનીના અનેરા શણગાર કરાયા છે. જલારામબાપાનું મંદિર પણ ભવ્ય શણગારથી દિપી ઉઠયું છે. સવારે ૬.૩૦ વાગ્યે આરતી થશે. પૂ. બાપાના પરિવાર દ્વારા વહલી સવારે બજાર રોડ, ભરવાડ પરા પાસે આવેલ પૂ. બાપાની સમાધિ ખાતે પૂજન થશે. દિવસ દરમિયાન હજારો દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેશે. સાંજે પણ આરતી યોજાશે. સમગ્ર વિરપુર જલારામમય બની ગયું છે.
* રાજકોટમાં જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા સાંજે ૪ વાગ્યે ચૌધરી હાઇસ્કૂલ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે. વિવિધ ફ્લોટ્સ સાથેની શોભાયાત્રા શહેરભરમાં ફરી રાત્રે ૮ વાગ્યે પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. ત્યાં મહાઆરતી અને મહાપ્રસાદ ઉપરાંત સંગીત સંધ્યા યોજાશે.
* જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા તા.૧૮ના ૨૧૬મી જન્મજયંતીની ઉજવણી થશે. આ પ્રસંગે પોસ્ટ ઓફિસ રોડ પર આવેલા જલારામ મંદિરે સવારે મંગળા આરતી, અન્નકુટ તતા જલારામ ઝાંખી સહિતના કાર્યક્રમો યોજાશે અને સવારે ૧૦.૩૦ થી ૨.૩૦ સુધી માંગલ્ય પાર્ટી પ્લોટ ખાતે લોહાણા સમાજ તેમજ જલારામ ભક્તો માટે સમુહ જ્ઞાાતી ભોજન યોજાશે. જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જીવદયાનું કામ કરતી આઠ જેટલી ગૌ શાળાને ૫૧ હજાર રૃપીયાની ભેટ આપવામાં આવશે. તેમજ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે.
જ્યારે ઝાંઝરડા ચોકડી નજીક આવેલા જલારામ ભક્તિધામ ખાતે સવારે મંગલા આરતી તથા ધ્વજારોહણ, ૧૧ કુંડી યજ્ઞા, મેડીકલ કેમ્પ, બપોરે રાજભોગ આરતી તથા દ્વિતીય ધ્વજારોહણ, ૩ થી ૬ સુધી સંતકિર્તન, ચાર વાગ્યે અન્નકુટ દર્શન, સાંજે ૬.૩૦ વાગ્યે ૨૧૬ દિપમાળા વૃંદ સાથે સંધ્યા આરતી અને આરતી સ્પર્ધા તેમજ સાંજે ૭ થી ૧૦ દરમિયાન લોહાણા સમાજ તેમજ જલારામભક્તો માટે સમુહ ભોજન પ્રસાદ થશે. જલારામ ભક્તિધામ ખાતે આવતીકાલે સવારે ૧૦ થી રાત્રીના ૧૦ સુધી નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ પરીક્ષણ કેમ્પ યોજાશે.
* પોરબદરમાં જલારામ જયંતિએ જલારામબાપાના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. સવારે ૯ અને રાત્રે ૯ વાગ્યે મહાઆરતી યોજાશે. પાર્ટી પ્લોટ, ચોપાટી ખાતે મહાપ્રસાદ યોજાશે. બપોરે ૪ વાગ્યે નવા જલારામ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાશે તથા નવા જલારામ મંદિર સામે, એસ.ટી. રોડ ખાતે મહારક્તદાન કેમ્પ સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી યોજાશે. શિતલા ચોકના જલારામ મંદિરે પણ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે.
* અમરેલીમાં ઠક્કર યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ કળશ મહોત્સવ ઉજવાશે. જેમાં ૧૦૧ કન્યાઓ માથા ઉપર કળશ લઇ વરણાંગીમાં જોડાશે. અમરેલી લોહાણા મહાજન દ્વારા બપોરે ૪ વાગ્યે લોહાણા ગેસ્ટ હાઉશ, લીલીયા રોડ ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રા શહેરમાં ફરી નાગનાથ મંદિરે પૂર્ણ થશે. જ્યારે લાઠી રોડ બાયપાસ પર આવેલ લોહાણા મહાજન વાડી ખાતે મહાપ્રસાદ યોજાશે.
ત્ત્* જામનગરમાં હાપા જલારામ મંદિરમાં સાંજે ૭ વાગ્યે મહાઆરતી તથા મહાપ્રસાદનું આયોજન જલાારમ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા કરાયું છે.

Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment