સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 27 February 2015

મોદી અગાઉ CM હતા તો પણ ગુજરાત ગરીબ કેમ ? ઃ ખડગે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

મોદી અગાઉ CM હતા તો પણ ગુજરાત ગરીબ કેમ ? ઃ ખડગે

કેન્દ્ર સરકાર ખેડૂતોની દેવા માફી કરશે કે કેમ ? ઃ મુલાયમનો મોદીને સવાલ

(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ યુ.પી.એ. સરકારની 'મનરેગા' યોજના પર કરેલા પ્રહારો કોંગ્રેસને જચ્યા ન હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વળતા પ્રહારમાં કહ્યું હતું કે, વડાપ્રધાન પૂર્વે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તો ગુજરાત ગરીબ શા માટે રહ્યું ? વડાપ્રધાન વક્તવ્ય સારૃં આપે છે. પણ ઠાલા શબ્દોથી પેટની આગ બુઝાતી નથી. જ્યારે મુલાયમ સિંહ યાદવે મોદીને પૂછયું હતું કે સરકાર ખેડૂતોની દેવા માફી અંગે કંઇ વિચારે છે કે કેમ ?
વડાપ્રધાને રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવ અંગે બોલતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસને આ વક્તવ્ય માફક આવ્યું ન હતું. તેના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વળતા પ્રહારમાં કહ્યું હતું કે વડાપ્રધાન પૂર્વે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા અને ત્યાં ભાજપનું શાસન હતું તો ગુજરાતમાં ગરીબી શા માટે છે ? વડાપ્રધાન આકર્ષક શબ્દોથી સારૃં વક્તવ્ય આપી શકે છે. પણ ખાલી પેટની આગ ઠાલા શબ્દોથી બુઝાતી નથી.
દરમિયાન ગૃહના વડા સુમિત્રા મહાજને સ્પષ્ટતા કરી હતી કે ખડગે વડાપ્રધાનના ભાષણમાં કોઇ એક મુદ્દે સ્પષ્ટતા કરી દે. તેઓ આ અંગે લાંબુ ભાષણ આપી ન શકે.
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવે સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર ખેડૂતોના દેવા માફ કરવા અંગે વિચારે છે કે કેમ. આખરે ભારે દેકારા વચ્ચે રાષ્ટ્રપતિના ભાષણના આભાર પ્રસ્તાવને ધ્વની મતથી પસાર કરાયો હતો.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 26 February 2015

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત્ ઃ ૮નાં મોત,૧૮૧ કેસ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત્ ઃ ૮નાં મોત,૧૮૧ કેસ

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસો-મૃત્યુનો સિલસિલો જારી

સ્વાઇન ફ્લૂનો મરણઆંક ૨૪૭, કુલ કેસો ૩,૯૫૦ અત્યાર સુધી ૨,૫૧૮ દર્દીઓ સાજા થઇ ઘેર પર

અમદાવાદ , ગુરૃવાર
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વધુને વધુ પ્રસરી રહ્યો છે. સરકારના અથાગ પ્રયત્નો છતાંયે સ્વાઇન ફ્લૂના કસો અને મૃત્યુમાં વધારો નોંધાઇ રહ્યો છે. ખાસ કરીને આખાયે ગુજરાતમાં અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો નોંધાયા છે. આજેપણ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના ૮ દર્દીઓના મોત થયાં હતાં જયારે નવા ૧૮૧ પોઝિટીવ કેસો નોંધાયા હતાં.
સૂત્રોના મતે, ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ એટલી ગંભીર બની છેકે, અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા ૩૯૫૦ સુધી પહોંચી છે. આજે અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના ૭૩ પોઝિટીવ દર્દી નોંધાયા હતાં. સિવિલમાં ૩૩૦ દર્દીઓની ઓપીડીમાં તપાસ કરાઇ હતી જે પૈકી ૧૬ દર્દીઓને તાકીદે સ્વાઇન ફ્લૂના વોર્ડમાં દાખલ કરાયાં હતાં. હાલમાં અમદાવાદ સિવિલમાં કુલ ૧૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના કુલ કેસોનો આંક ૧૮૩૬ થયો છે. આજે અમદાવાદમાં વધુ ત્રણ દર્દીઓના સ્વાઇન ફ્લૂને લીધે મોત થયાં હતાં જેથી મરણઆંક વધીને ૬૪ થયો છે. ગુજરાતમાં આજે મહેસાણામાં ૨, સુરત,ભાવનગર અને અમરેલીમાં એક એક એમ કુલ મળીને આઠ દર્દીઓના મોત થયાં હતાં. રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસો વધવાનો સિલસીલો આજેય યથાવત રહ્યો હતો. વડોદરામાં ૧૩,સુરતમાં ૩૧, અમરેલીમાં ૮ પોઝિટીવ કેસો નોંધાયા જયારે બનાસકાંઠા,ભાવનગર અને ખડામાં પાંચ પાંચ કેસો નોંધાયા હતા. કચ્છ,ગાંધીનગર,જામનગર અને ભરૃચમાં ત્રણ ત્રણ કેસોની નોંધણી થઇ હતી. અત્યાર સુધી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કુલ ૩૯૫૦ કેસો નોધાયાં છે જયારે સ્વાઇન ફ્લૂ પિડિત ૨૫૧૮ દર્દીઓ સાજા થઇ ઘેર પરત ફર્યાં છે. સરકારના અથાગ પ્રયત્નો છતાંયે હજુયે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ કાબૂમાં આવી શક્યો નથી.

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કુલ કેસો ઃ ૩૯૫૦
રાજ્યમાં સ્વાઇન ફ્લૂનો મરણઆંક ઃ ૨૪૭
દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ ઃ ૨૫૧૮
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કુલ કેસો ઃ ૧૮૩૬
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક ઃ ૬૪

અમદાવાદ સિવિલમાં સ્વાઇન ફ્લૂ વિશે એનાલિસિસ કરાશે
સ્વાઇન ફ્લૂ પિડિત ૧૦૦ દર્દીઓએ અમદાવાદ સિવિલમાં આખરી શ્વાસ લીધાં છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી મરનારાં દર્દીઓની કુલ સંખ્યા પૈકી ૪૫ ટકા દર્દીઓ અમદાવાદ સિવિલમાં મોતને ભેટયાં છે તેમાંયે એક વાત એવી બહાર આવી છેકે, બાળકો અને સ્ત્રીઓના સ્વાઇન ફ્લૂને કારણે સૌથી વધુ મૃત્યુ થયાં છે. આ કારણોસર અમદાવાદ સિવિલ હોસ્પિટલના પ્રિવેન્સીવ એન્ડ સોશિયલ મેડીસીન વિભાગના નિષ્ણાતો આ મુદ્દે એનાલિસિસ કરશે. આ તારણો સાથેનો એક રિપોર્ટ પણ રાજ્ય આરોગ્ય વિભાગને સુપરત કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, સિવિલમા સ્વાઇન ફ્લૂથી મોતને ભેટનારાં ૧૦૦ દર્દીઓ પૈકી ૧૫ બાળકો અને ૪૫ મહિલાઓનો સમાવેશ થાય છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 25 February 2015

લોર્ડ હેરિસે ભારતમાં ક્રિકેટનો પાયો નાખ્યો હતો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

લોર્ડ હેરિસે ભારતમાં ક્રિકેટનો પાયો નાખ્યો હતો

- 1890 બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજ ગવર્નર

- હેરિસના નામ પરથી હેરિસ શિલ્ડ સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન થાય છે

અમદાવાદ,તા.૨૫
ભારતમાં પહેલીવાર ક્રિકેટની શરૃઆત ઇસ ૧૭૨૧માં ખંભાતના અખાતમાં થઇ હતી. બ્રિટીશ નાવિકો અને જહાજમાં સફર કરતા વેપારીઓ લાંબા પ્રવાસમાં સમય પસાર કરવાના સાધન તરીકે અવાર નવાર ક્રિકેટ રમતા હતા.જો કે એ સમયે ગિલ્લી દંડા પ્રકારની ક્રિકેટને મળતી આવતી રમત ભારતમાં પ્રચલિત હતી પરંતુ ક્રિકેટ અંગે કોઇ કશું જ જાણતું ન હતું.એ સમયે ગુજરાત મુંબઇનો ભાગ ગણાતું આથી ખંભાતની દરિયાઇ ઓળખ મુંબઇ સમુદ્રકાંઠા પાસે આવેલા કેમ્બે વિસ્તાર તરીકે થતી હતી.ક્રિકેટના ઇતિહાસની અંગ્રેજોની નોધ મુજબ આ રીતે ભારતમાં ક્રિકેટનું પહેલું આગમન ગુજરાતમાં થયું હતું.ત્યાર પછી ભારતમાં ક્રિક્ેટના પ્રથમ ઇન્સ્ટીટયૂટ કલકત્તા ક્રિકેટ કલબની સ્થાપના ૧૭૯૨માં થઇ જેની ગણતરી આજે દુનિયાના સૌથી જુના ક્રિકેટ સંગઠનોમાં થાય છે. હાલમાં તે ક્રિકેટ એન્ડ ફુટબોલ કલબના નામથી ઓળખાય છે.
 જો કે મુુંબઇએ ભારતમાં ક્રિક્ેટનું પિયર ગણાય છે. ભારતમાં મુંબઇ ખાતે ૧૭૯૭માં પહેલી વાર ક્રિકેટ મેચ શહેરના બે પારસી સમુદાયો વચ્ચે રમાઇ હતી.૧૮૪૮માં પારસીઓ એ ધ ઓરિએન્ટલ ક્રિકેટ કલબની મુંબઇમાં સ્થાપના કરી હતી.એ જમાનામાં વ્યાપાર,શિક્ષણથી માંડીને રમતજગત જેવા ઘરખમ ક્ષેત્રમાં પારસીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.
અંગ્રેજોના શાસનમાં મુંબઇ બોમ્બે પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું હતું.આ બોમ્બે પ્રેસિડેન્સીના ગર્વનર લોર્ડ હેરિસે ક્રિકેટની રમતને પ્રોત્સાહન આપ્યું હતું.હેરિસ ઇગ્લેન્ડની ટીમના કેપ્ટન તથા ઇગ્લેન્ડ ક્રિકેટ કલબના અધ્યક્ષ રહી ચુકયા હોવાથી તેમનો ક્રિકેટમાં ખૂબજ રસ ધરાવતા હતા.
તેમના નામ પરથી હેરિસ શિલ્ડ સ્કુલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હતું.આ ટુર્નામેન્ટે અનેક દિગ્ગજ ક્રિકેટરો આપ્યા છે જેમાં શારદાશ્રમ સ્કુલ વતી રમેલા સચિન તેન્ડુલરનો પણ સમાવેશ થાય છે. ઇ.સ ૧૯૦૭ સુધી  મુંબઇમાં ક્રિકેટ પારસીઓ અને ગોરાઓ જ રમતા પરંતુ ધીમે ધીમે ધર્મ આધારિત બૌધ્ધ,જૈન અને યહુદીઓના પણ ક્રિકેટ ગૃપ બન્યા જે અંદરો અંદર ક્રિકેટ ટીચ્યા કરતા હતા. ૧૯૧૨માં મુસલમાનોએ પણ પોતાની ટીમ તૈયાર કરીને રમવાનું શરૃ કર્યું હતું.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 23 February 2015

Swine flu awareness most important Tips

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

Swine flu awareness most important Tips

Swine flu awareness most important Tips

પ્રથમ તો એ જાણી લેવું કે નાક અને મોં/ગળુ
એ ઍક માત્ર સ્વાઈન ફ્લુના પ્રવેશ
માટેનાં દ્વાર છે. આ પ્રકારની વૈશ્વિક
રોગચાળાની સમસ્યામાં રાખવામાં આવતી બધી સાવચેતી છતાં H1N1
સાથે સંપર્કમાં આવતા ટાળવા લગભગ
અશક્ય છે. મારી દ્રષ્ટિએ H1N1 સાથે
સંપર્ક ઍ મોટી સમસ્યા નથી પણ
તેનો પ્રસાર (ચેપ) જે રીતે થાય છે તે બહુ જ
ખતરનાક છે એટલે આપણું ફોકસ એ
પ્રસારને અટકવાનું હોવું જોઈએ.
યાદરાખો, જ્યારે તમે સ્વસ્થ હોવ અને
H1N1ના ચેપના કોઈપણ
લક્ષણો તમારામાં ના દેખાતા હોય તો હવે તે
તમને ના થાય અને તેનો પ્રસાર
તથા એલર્જીના લક્ષણો તમારા સુધી ના પહોચે
તે માટે કેટલાક ખૂબ સરળ પગલાંઓ મેં
મારા મેડીકલ અનુભવને આધારે તૈયાર
કરેલા છે જે સંપૂર્ણપણે
મોટા ભાગના સરકારી કોમ્યુનિકેશન્સ કે કોઈ
પણ મીડિયા દ્વારા પ્રકાશિત
કરવામાં આવેલ નથી.
1) વારંવાર હાથ ધોવા. સામાન્ય લાગતી આ
વાત ને હું સૌથી મહત્વ આપું છું. પ્લીઝ,
આમાં બાંધ છોડ કે આળસ જરાય નો કરો.
જો તમે પુરુષ હો અને વારંવાર જોબ,
ધંધા માટે બહાર જતા હો તો તમે અચૂક
ધ્યાન રાખો કારણ તમે ધ્યાન
નહિ રાખો તો આ રોગ
તમારા દ્વારા આખા ઘરમાં ફેલાશે !
અહી જાગરૂકતા એ સૌથી મહત્વની વાત છે !
2)"હેન્ડ્સ-ઓફ-ધ-ફેસ" અભિગમ ઍટલે કે
તમારા હાથ ને શક્ય હોય
તેટલા ચહેરાના સંપર્કમાં ના લાવો ( સિવાય
કે તમારે જમવૂ હોય અથવા સ્નાન કરવુ હોય)
3) નવશેકા મીઠા વાળા પાણીથી દિવસમાં બે
વાર કોગળા કરવા (જો મીઠુ માફક ના આવતુ
હોય તો Listerine વાપરી શકો છો) ગળામાં/
અનુનાસિક પોલાણમાં પ્રારંભિક ચેપ બાદ
H1N1ને વિપુલ પ્રમાણમાં વિકસવા અને
લાક્ષણિક લક્ષણો બતાવવા માટે 2-3
દિવસ લાગે છે. સરળ કોગળા પ્રસારને
અટકાવે છે. એક રીતે
મીઠા વાળા પાણીના કોગળા નિરોગી વ્યક્તિ પર
ઍ જ અસર કરે છે જે ટેમિફ્લ્યૂ (ઍક પ્રકાર
ની દવા) જે ચેપગ્રસ્ત વ્યક્તિ પર કરે છે.
આ સરળ, સસ્તી અને શક્તિશાળી પધ્ધતિને
અવગણશો નહી.
4) ઉપર જણાવેલ 3 ઉપાયની જેમ જ
દિવસમાં ઓછામાં ઓછા એક વખત
મીઠા વાળા પાણી સાથે દરરોજ તમારા નાક
સાફ કરવા, કેમ કે બધા ને
જાળા નેતિ અથવા સુત્રા નેતિ (અનુનાસિક
પોલાણ સાફ કરવા ખૂબ જ્ સારા યોગ
આસનનો પ્રકાર) આવડતા ના હોય પરંતુ
દિવસમાં એકવાર નાક ને શક્ય હોય તેટલુ
ફૂલવો અને કોટન બડ્ઝ ને
મીઠા વાળા પાણી મા બોળી બંને
નસકોરાની સાફ કરો જે વાયરલ વસ્તી નીચે
લાવવામાં ખૂબ જ અસરકારક છે.
5) તમારી કુદરતી રોગપ્રતિકારક
શક્તિ વધારવા વિટામિન સી (આમલા અને
અન્ય બીજા ફળો)થી સમૃદ્ધ ખોરાક
લેવો જોઇઍ જો તમે વિટામિન
સી ની ગોળીઓ લઈ રહ્યા હોવ
તો તેની અસર વધારવા માટે તેમા જ઼િંક હોય
તેની અવશ્ય ખાતરી કરો અચૂક કરો.
જો તમારી રોગપ્રતિકાર શક્તિ પાવર ફૂલ
હશે તો ઓટોમેટીક આ વાઈરસ તમારા પર
એટેક કરવામાં નિષ્ફળ જશે.
6) શક્ય હોય તેટલુ ગરમ પ્રવાહી (ચા, કોફી,
વગેરે) વધુ માત્રા માં લો, ગરમ
પ્રવાહી પિવુ ઍ કોગળા કરવા સમાન જ છે
કારણ કે ગરમ પ્રવાહી વિકસતા વાઇરસ ને
ગળા માંથી ધોઈ પેટ સુધી પંહોચાડે છે
જ્યા તેમના માટે સર્વાઇવ કરવુ મુશ્કેલ છે
અથવા તો ત્યા કોઈ નુકશાન
પંહોચાડી શકતા નથી.
વ્હાલા દોસ્તો, આપણને સૌને ખ્યાલ જ છે કે
સ્વાઈન ફ્લુથી ઓલરેડી ભારતભરમાં ૭૦૦
જેટલા મૃત્યુ થઇ ગયા છે અને ૧૦,૦૦૦
જેટલા કેસ પોઝીટીવ છે.
મારી દ્રષ્ટીએ દુનિયામાં સૌથી મોટું અને
સેવાનું કામ જો કોઈ હોય તો તે છે
કોઈની જીંદગી બચાવવી ! આ માહિતી ને શેર
કરવી અને બીજાને સમજાવવી એ
આપણી સામાજિક જવાબદારી અને કર્તવ્ય
ગણી આપ અચૂક શેર કરજો !
Source by Facebook

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

બેંક કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા વધારો બેંકો બીજા, ચોથા શનિવારે બંધ રહેશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

બેંક કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા વધારો બેંકો બીજા, ચોથા શનિવારે બંધ રહેશે

સમજૂતી સધાતાં બેંક કર્મચારીઓની સૂચિત હડતાળ ટળી

(વાણિજ્ય પ્રતિનિધ દ્વારા), મુંબઈ  તા. ૨૩
પગાર વધારા સહિત અન્ય માગણીઓ  સંદર્ભે  સમજુતિ સધાતા દેશની જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓની ૨૫ ફેબુ્રઆરીથી ચાર દિવસની સૂચિત હડતાળ ટળી ગઈ છે. ઈન્ડિયન બેન્કર્સ' એસોસિએશન (આઈબીએ)  તથા બેન્ક કર્મચારીઓના વિવિધ સંગઠનોની આજે અહીં મળેલી બેઠકમાં બેન્ક કર્મચારીઓના પગારમાં ૧૫ ટકા વધારો કરી આપવા આઈબીએ સહમત થયું હતું. આ ઉપરાંત સરકારી કર્મચારીઓની જેમ  બેન્ક કર્મચારીઓને  પણ બીજા અને ચોથા શનિવારે રજા આપવામાં આવશે. જો કે બાકીના શનિવારોએે બેન્કો સંપૂર્ણ સમય કામ કરશે.
પગારમાં વધારાને કારણે બેન્કો પર વાર્ષિક રૃપિયા ૪૨૦૦ કરોડથી વધુનો બોજો આવી પડશે. પગારમાં ૧૯.૫૦ ટકાનો વધારો કરી આપવા કર્મચારીઓએ માગણી કરી હતી. દેશમાં ૨૮ જેટલી જાહેર ક્ષેત્રની બેન્કો છે જેનું સંયુકત કર્મચારી બળ આઠ લાખ જેટલું છે. બેન્ક સંગઠનો સાથેની આજની મંત્રણામાં પગારમાં ૧૫ ટકા વધારા અંગે સમજુતિ સધાઈ છે એમ આઈબીએના ચેરમેન ટીએમ ભાસિને એક નિવેદનમાં જણાવ્યું હતું.
નીચા ધિરાણ ઉપાડ તથા બેડ લોન્સમાં વધારાને કારણે મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કો ભારે નાણાંકીય દબાણ હેઠળ આવી ગઈ છે. બેન્ક કર્મચારીઓ પાંચ દિવસના સપ્તાહની માગણી કરી હતી. પગાર વધારો ૧લી નવેમ્બર ૨૦૧૨થી અમલી બનશે.
છેલ્લા બે વર્ષથી પગારધોરણમાં વધારો કરવા બેન્ક કર્મચારીઓ માગણી કરી રહ્યા હતા. પગાર વધારાની માગણીને લઈને હડતાળ પર નહીં જવા નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગયા સપ્તાહમાં બેન્ક કર્મચારી યુનિયનોને અનુરોધ કર્યો હતો.  ૨૮ જાહેર ક્ષેત્રની બેન્કોની દેશભરમાં પચાસ હજાર જેટલી શાખા છે. દ્વીપક્ષી સમજુતીની વિગતો આગામી ૯૦ દિવસમાં તૈયાર કરાશે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 18 February 2015

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વિકરાળ બન્યો: 12નાં મોત, વધુ 255 કેસ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ વિકરાળ બન્યો: 12નાં મોત, વધુ 255 કેસ

સ્વાઇન ફલૂથી મૃત્યુ- કેસોનો સિલસિલો યથાવત: સરકાર ચિંતામાં

- રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કુલ કેસોએ બે હજારનો આંક વટાવ્યો મરણાંક 167 થયો

- અમદાવાદમાં સ્થિતિ વધુ ગંભીર બની
અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ દિનપ્રતિદીન વકરી રહ્યો છે. રાજ્ય સરકારના અથાગ પ્રયત્નો છતાંયે સ્વાઇન ફ્લૂ કાબૂમાં આવી શક્યો નથી.ખાસ કરીને ફેેેબુ્રઆરીમાં સ્વાઇન ફ્લૂએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું છે. આજે રાજ્યમાં સિઝનમાં પ્રથમવાર એવુ બન્યું છેકે, એક જ દિવસમાં ૨૫૫ કેસો નોંધાયાં છે. આ ઉપરાંત આજે સ્વાઇન ફ્લૂના ૧૨ દર્દીઓએ જાન ગુમાવ્યાં હતાં. રાજ્યમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ એટલી હદે ગંભીર બની છેકે, સ્વાઇન ફ્લૂના કુલ કેસોએ ૨ હજારનો આંક વટાવી દીધો છ જયારે કુલ મૃત્યુઆંક ૧૬૭ થયો છે. ઉલ્લેખનીય છેકે, આખાયે ભારતમાં રાજસ્થાન બાદ ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો છે.
રાજ્યમાં અત્યાર સુધી કચ્છમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યાં હતાં પણ છેલ્લાં દસેક દિવસથી ચિત્ર બદલાયું છે. ગુજરાતમાં સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. આજે પણ અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ ૧૨૯ કેસો નોંધાયા હતાં. વડોદરામાં ૨૩,ગાંધીનગરમાં ૧૪, બનાસકાંઠામાં ૧૩, સુરતમાં ૧૨, મહેસાણામાં ૭, અમરેલીમાં ૬ કેસો નોંધાયા હતાં. કચ્છ, જામનગર,રાજકોટ,સા.કાં અને પાટણમાં ૫-૫ કસો નોંધાયા હતાં. અરવલ્લીમાં ૪ અને અન્ય શહેરોમાં ૧૨ એમ કુલ મળીને ૨૫૫ કેસો નોંધાયા હતા.
આજે સ્વાઇન ફ્લૂએ ગુજરાતમાં જાણે હાહાકાર મચાવ્યો કેમકે, એક જ દિવસમાં ૧૨ દર્દીઓના મૃત્યુ થયાં હતાં જેમાં અમદાવાદના ચાર દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડોદરા, કચ્છ,ગાધીનગરમાં ત્રણ ત્રણ દર્દીઓના મોત થયાં હતાં. સુરત અને ભાવનગરમાં પણ એક એક દર્દીનું મૃત્યુ થયું હતું.અત્યાર સુધી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો મરણઆંક ૧૬૭ થયો છે જયારે કુલ કેસોનો આંક ૨૧૯૧ સુધી પહોંચ્યો છે.
સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે દિવસથી આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. મ્યુનિ.કોર્પોરેશનના આ પ્રયાસને વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આજે સતત બીજા દિવસે આર્યુવેદિક ઉકાળો પીવા માટે શહેરના જુદા જુદા સ્થળોએ લાંબી લાઇનો લાગી હતી. આજે દિવસ દરમિયાન કુલ ૩૭,૭૭૫ લોકોએ ઉકાળો પીવાનો લાભ લીધો હતો.

ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ ૧૦ ટકા આઇસોલેશન બેડ વધારવા પડશે
અમદાવાદ, બુધવાર
રાજ્યમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ બેકાબૂ બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો આઇસોલેશન વોર્ડ હાઉસફુલ બન્યાં છે. મોટાભાગની ખાનગી હોસ્પિટલો સ્વાઇન ફ્લૂના દર્દીઓની સારવાર કરવાને બદલે સિવિલ કે સરકારી હોસ્પિટલોમા ધકેલી દે છે.
આ કારણોસર રાજ્ય આરોગ્ય વિભાગે આજે પરિપત્ર જારી કરીને આદેશ કર્યો છેકે, રાજ્યના ખાનગીઓ હોસ્પિટલોએ હવે ૧૦ ટકા આઇસોલેશન બેડ વધારવાના રહેશે.

સિવિલમાં સ્વાઇન ફ્લૂની ઓપીડી હાઉસફૂલ: પ્રથમવાર ૪૧૮ દર્દીઓ
અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ વધુને વધુ બેકાબૂ બની રહ્યો છે.આજે પ્રથમવાર ઓપીડી પણ જાણે હાઉસફુલ બની હોય તેવા દ્રશ્યો અમદાવાદ સિવિલમાં સર્જાયા હતાં. આજે સ્વાઇન ફ્લૂની ઓપીડીમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં ૪૧૮ દર્દીઓ નોંધાયા હતાં. સિઝનમાં સૌથી હાઇએસ્ટ દર્દીઓ આજે ઓપીડીમાં નોંધાયા હતાં જેથી ખુદ સિવિલ સત્તાધીશો પણ ચોંકી ઉઠયાં હતાં. ટુંકમાં, સ્વાઇન ફ્લૂની ઓપીડીમાં જાણે રીતસરની કતારો લાગી રહી છે.
ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમા સ્વાઇન ફ્લૂએ પગપેસારો કર્યો છે. દિનપ્રતિદીન કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. અત્યારની સ્થિતિએ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોની સરખામણીમાં સિવિલ હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા પ્રમાણમાં વધુ છે. અમદાવાદમાં સિવિલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખાનગી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડમાં પથારીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. સ્વાઇન ફ્લૂના ભયના લીધે પણ ઘણી હોસ્પિટલો દર્દીને સરકારી કે સિવિલમા દર્દીને હળવેકથી ધકેલી દે છે.
આજે રાજ્ય આરોગ્ય વિભાગે પરિપત્ર જારી કરીને આદેશ કર્યો છેકે, રાજયની તમામ ખાનગી હોસ્પિટલોએ આઇસોલેશન વોર્ડમાં ૧૦ ટકા પથારીઓ વધારવાની રહેશે પરિણામે સ્વાઇન ફ્લૂના દર્દીને તાકીદે દાખલ કરી શકાય અને સારવાર આપી શકાય. રાજ્યના આરોગ્ય વિભાગે મ્યુનિ.કમિશ્રરો અને કલેકટરોને આ પરિપત્રનો કડકપણે અમલ કરાવવા પણ સૂચનાઓ આપી છે.

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ અંગે
સત્તાવાર રોગચાળો જાહેર થાય તો સરકારી મેળાવડા ના યોજી શકાય

(પ્રતિનિધિ દ્વારા)    ગાંધીનગર, બુધવાર
ગુજરાતભરમાં ૨૦૦૯માં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વાઇન ફ્લૂ થયો ત્યારે મૃત્યુઆંક હોવા છતાં ગણતરીના દિવસોમાં જ આખું રાજ્ય સ્વાઇનફ્લૂ રોગચાળાગ્રસ્ત ઘોષિત થયેલું અને અત્યારે તેની સરખામણીમાં ૧૭૦૦ ગણા વધુ મૃત્યુ નોંધાયા હોવા છતાં રોગચાળો જાહેર કરાતો નથી એ વિષય સમગ્ર રાજ્યમાં ચર્ચાની ચગડોળે ચઢ્યો છે, એ સમયે રાજ્ય સરકારના સત્તાવાર પ્રવક્તા એવા આરોગ્ય પ્રધાન નીતિન પટેલે એમ જણાવ્યું છે કે, સત્તાવાર રીતે સ્વાઇન ફ્લૂનો રોગચાળો ઘોષિત થાય તો સમૂહમાં લોકોનું એકત્રીકરણ થાય તેવા મેળાવડા પર પ્રતિબંધ મૂકવા સહિતના ત્રણ પગલાં લેવા પડે.
સરકાર દ્વારા જાહેરાત કેમ નથી કરાતી તેનું રહસ્ય ખૂલ્યું ઃ ૩૦૦ કેમિસ્ટને ટેમીફ્લૂના વેચાણનો પરવાનો
સત્તાવાર રોગચાળો જાહેર થાયતો સરકારને ગમે તે બિલ્ડીંગને સીલ કવરાનો તથા ખાનગી વાહનો મેળવવાનો હક્ક મળે, સ્વાઇન ફ્લૂ થયો હોવાની શંકાવાળા વ્યક્તિઓની હેરફેર નિયંત્રિત કરવાનો હક્ક મળે તેમજ મેળાવડા જેવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાનો હક્ક મળે, પરંતુ અત્યારે રોગચાળો કાબૂમાં લેવા માટે જરૃરી તમામ પગલા લેવાઈ રહ્યા હોઈ સરકારને સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફેલાયેલો હોવાનું જાહેર કરવું યોગ્ય જણાતું નથી એમ નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું.
એમણે સામેથી સવાઇન ફ્લૂના ૨૦૧૩માં ૯૮૯ કેસ અને ૧૯૬ મૃત્યુ, ૨૦૧૫માં અત્યાર સુધી ૨૧૯૧ કેસ અને ૧૬૭ મૃત્યુ થતા ૨૦૦૯-૧૦માં ૨૪૦૦ કેસ અને ૪૭૦ મૃત્યુ નોંધાયા હોવાના આંકડા આપ્યા હતા. અલબત્ત, ૨૦૦૯ના કેલેન્ડર વર્ષના અલગ આંકડા માગવામાં આવતા, તે હાથવગા નહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર પાસેથી સ્વાઇન ફ્લૂની સારવાર માટે મગાયેલી ૪ હજાર ટેસ્ટિંગ કિટ્સ પૈકી કેટલી અત્યાર સુધીમાં મળી હોવાની પૃચ્છા બાબતે આરોગ્ય કમિશ્નર જે. પી. ગુપ્તાએ ૨ હજાર કિટ્સ મળી હોવાની જાણકારી આપી હતી અને એવું પણ જણાવ્યું હતું કે, ૩૦૦ જેટલા ખાનગી કેમિસ્ટને પ્રિસ્ક્રિપ્શનથી ટેમીફ્લૂ વેચવાની મંજૂરી અપાઈ છેજેના માટે પૂરતા પ્રમાણમાં ટેમીફ્લૂ ગોળીઓનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 15 February 2015

ભવનાથમાં મહાશિવરાત્રિનાં મેળામાં ઉમટયા બે લાખથી વધુ ભાવિકો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ભવનાથમાં મહાશિવરાત્રિનાં મેળામાં ઉમટયા બે લાખથી વધુ ભાવિકો

ત્રીજા દિવસે રવિવારની રજાની મજા માણતો વિરાટ જનસમુદાય

આશ્રમો અને ઉતારાઓમાં રાત પડતા જામતી ભજનોની રમઝટ સાથે ગુંજતો રહેતો હરિહરનો નાદ, કાલે માનવ મહેરામણ ઉમટશે
જૂનાગઢ, તા.૧૫
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ત્રણ મહાશિવરાત્રી મેળાના ત્રીજા દિવસે બે લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હતા. આજે આશ્રમો તેમજ અન્નક્ષેત્રોમાં લોકોની ભીડ રહી હતી, અને હરિહરનો નાદ ગુંજતો રહયો હતો. ભવનાથ ક્ષેત્રમાં રાત પડતા જ આશ્રમો-ઉતારાઓમા ભજનોની રમઝટ જામે છે, અને ભાવિકો નામી-અનામી કલાકારોના ભજન સાંભળી સવાર પડી જાય છે.
 જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આજે શિવરાત્રી મેળાનો ત્રીજો દિવસ છે. પ્રથમ દિવસે પાંખી હાજરી રહી હતી. જયારે ગઈકાલે એકાદ લાખ લોકો મેળામાં જોવા મળ્યા હતા. જયારે આજે સવારથી બપોર સુધી લોકોની સંખ્યા ઓછી રહી હતી પરંતુ બપોર  બાદ જૂનાગઢ શહેર તથા આસપાસના વિસ્તારના લોકો તેમજ બહારથી આવેલા યાત્રીકો મેળો માણવા ઉમટી પડયા હતા. બાળકો તથા યુવાનોમાં ચકડોળ આકર્ષણનું કેન્દ્ર રહયા હતા. જયારે ખાણી-પીણી રમકડાં તેમજ ફુટપાથ પરના લારી વાળા તેમજ અન્ય ધંધાર્થીઓને ત્યાં ભીડ જોવા મળી હતી.
ભવનાથ ક્ષેત્રમાં દિવસ દરમ્યાન લોકોની સંખ્યા ઓછી હોય છે. પરંતુ સાંજ પડતા જ વિવિધ આશ્રમો તેમજ ઉતારાઓમાં અને અન્નક્ષેત્રોમાં ભીડ જામે છે. અને રાત પડતા ભાવનાથ ક્ષેત્રમાં ચારે બાજુ ભજનોની રમઝટ બોલે છે. ભજનના રસિક લોકો નામી-અનામી કલાકારોના ભજન સાંભળે છે. કયારે સવાર થઈ જામ છે તેની પણ ખબર પડતી નથી. શિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ નાગા સાધુ-સંતો છે. મેળામાં આવતા યાત્રિકો આ સાધુ-સંતોના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
હવે આગામી તા. ૧૭ના શિવરાત્રી ઉજવાશે અને તા. ૧૭ના સવારે અખાડાના નવનિર્મીત બિલ્ડીંગનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હસ્તે ઉદધાટન થશે અને બાદમાં તેઓ ભારતી બાપુનાં આશ્રમની મૂલાકાત લેશે. જયારે તા. ૧૭ના રાત્રીના બેન્ડવાજા અને અંગ કસરતના દાવ તેમજ લાઠીદાવ સાથે સાધુ-સંતોની રવેડી યોજાશે અને બાદમાં મૃગી કુડમાં સાધુ સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતી થશે.

શિવરાત્રી મેળામાં ચોરીનો પ્રયાસ કરતા ૪પ ઝડપાયા
જૂનાગઢ શિવરાત્રી મેળામાં ચોરીનો પ્રયાસ કરતા ૪પ રખડતા ભટકતા અને ત્રણ શખ્સોને પોલીસે નશો કરેલી હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા માઈક પર સતત ખિસ્સા-કાતરૃ તથા મોબાઈલ ચોરથી સાવચેત રહેવા પણ સુચના અપાઈ રહી છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 12 February 2015

મોદી-કેજરીવાલ વચ્ચે આખરે મુલાકાત થઇ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

મોદી-કેજરીવાલ વચ્ચે આખરે મુલાકાત થઇ

ચમત્કારને નમસ્કાર ઃ સમય સમય બળવાન...!

કેજરીવાલે શપથવિધિ સમારોહનું આમંત્રણ આપ્યું પણ વડાપ્રધાન કાલે દિલ્હીમાં ન હોવાથી

બન્ને નેતાઓએ દિલ્હીના વિકાસ અંગે ચર્ચા કરી
કેજરીવાલ સરકારમાં સિસોદીયાને નાયબ મુખ્યપ્રધાન બનાવાય તેવી વકી
ચાર નવા ચહેરા સાથેની માત્ર ૭ સભ્યોની કેબિનેટની યાદી રાજ્યપાલને મોકલાઇ

(પીટીઆઇ)    નવી દિલ્હી, તા.૧૨
દિલ્હીના મુખ્યપ્રધાનપદેથી ગત વર્ષે ૧૪ ફેબુ્રઆરીએ રાજીનામું આપનારા અને આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે પર જ ફરી શપથ ગ્રહણ કરનારા આમ આદમી પાર્ટી (આપ)ના વડા અરવિંદ કેજરીવાલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જા સહિત રાજધાનીને સ્પર્શતા શ્રેણીબદ્ધ મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. કેજરીવાલે ૧૪મીએ દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારા તેમના શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવા મોદીને આમંત્રણ પણ આપ્યું હતું પરંતુ મોદીએ એમ કહ્યું હતું કે તેઓ ૧૪મીએ દિલ્હીમાં ન હોવાથી ઉપસ્થિત રહી શકે તેમ નથી.
કેજરીવાલ 'આપ'ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદીયા સાથે સવારે ૧૦.૩૦ કલાકે વડાપ્રધાનના નિવાસે પહોંચ્યા હતા. મોદી સાથેની તેમની બેઠક ૧૫ મિનિટ લાંબી ચાલી હતી. ઉલ્લેખનીય છે કે મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે ગત લોકસભાની ચૂંટણી પૂર્વે માર્ચ મહિનામાં 'આપ'ના પ્રચારાર્થે કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. તે વખતે તેઓ રાજ્યના પ્રશ્નો અંગે મોદી સમક્ષ રજૂઆત કરવા જતા હતા ત્યારે પાંચ કિ.મી. દૂર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવીને તેમને ગાંધીનગર જતા અટકાવાયા હતા. જોકે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 'આપ'નું ઝાડુ બરાબરનું ફરી વળ્યા બાદ 'સમય સમય બળવાન' એ ન્યાયે મોદીએ કેજરીવાલને શુભેચ્છા પાઠવી ત્યારે કેજરીવાલે તેમને મળવાની ઇચ્છા વ્યક્ત કર્યા બાદ આખરે આજે બન્ને વચ્ચે મુલાકાત થઇ હતી. અન્ય એક સંબંધિત ઘટનાક્રમમાં સિસોદીયાને કેજરીવાલ સરકારમાં નાયબ મુખ્યપ્રધાન બનાવાય અને કેબિનેટમાં ચાર નવા ચહેરા સમાવાય તેવી શક્યતા છે.
મોદી સાથેની બેઠક બાદ સિસોદીયાએ જણાવ્યું હતું કે, 'અરવિંદે વડાપ્રધાનને કહ્યું કે કેન્દ્રમાં અને દિલ્હીમાં ભારે બહુમતીવાળી સરકારો હોવાથી દિલ્હીના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની આ સોનેરી તક છે. બન્નેએ દિલ્હીને સંપૂર્ણ રાજ્યના દરજ્જા અંગે પણ ચર્ચા કરી હતી. વડાપ્રધાને આ મુદ્દા પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી.'
દરમિયાન, કેજરીવાલેે મોદી સાથેની મુલાકાત પૂર્વે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથેની બેઠકમાં તેમના ૭ પ્રધાનોની યાદીને આખરી ઓપ આપ્યો હતો. બાદમાં આ યાદી રાજ્યપાલ નજીબ જંગને મોકલાઇ હતી. સૂત્રોના કહેવા મુજબ કેજરીવાલ 'આપ'ને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારવા પર ધ્યાન આપી શકે તે માટે સિસોદીયાને નાયબ મુખ્યપ્રધાન બનાવી મોટી જવાબદારીઓ સોંપાશે. કેબિનેટમાં રાખી બિરલા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી અને ગીરીશ સોનીના સ્થાને ચાર નવા ચહેરા- ગોપાલ રાય, જીતેન્દ્ર તોમર, સંદીપકુમાર અને અસીમ અહમદ ખાનને સ્થાન મળવાની શક્યતા છે. ગત સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલા સત્યેન્દ્ર જૈનનું કેબિનેટમાં સ્થાન જળવાઇ રહેવાની પણ શક્યતા છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 10 February 2015

મોદીના અહંકારને 'આપ'ની લપડાક ઃ કેજરીવાલનો જયજયકાર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

મોદીના અહંકારને 'આપ'ની લપડાક ઃ કેજરીવાલનો જયજયકાર

ભાજપના નવ માસના શાસનમાં વિકાસપુત્ર 'કેજરી'નો જન્મ !

'નસીબદાર' હાર્યા, 'ઉપદ્રવી ગોત્ર' જીત્યું!

સ્વચ્છતા અભિયાનમાં 'આપ'ના ઝાડુએ આપખુદોનો સફાયો કર્યો  કેજરીવાલનું બુલડોઝર ભટકાતાં મોદીના વિજયરથનો કચ્ચરઘાણ

અમદાવાદ, તા. ૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટી (આપ)ના વડા અરવિંદ કેજરીવાલ વચ્ચેના સીધા મુકાબલા સમાન દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રતિષ્ઠાભર્યા જંગમાં 'આપ'એ કુલ ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો જીતીને ભારતના જ નહીં બલ્કે વિશ્વના ચૂંટણીલક્ષી રાજકારણમાં નવો ઈતિહાસ રચ્યો છે.
બીજી તરફ ભાજપ અને કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયા છે. જોકે, ભાજપ તો સમ ખાવા પૂરતી ત્રણ બેઠકો માંડ માંડ જીતવામાં સફળ રહ્યો હતો. જ્યારે ૧૯૯૮થી ૧૫ વર્ષ સુધી દિલ્હીમાં શાસન કરી ચૂકેલી કોંગ્રેસનો તો રાજધાનીના મતદારોએ સાવ એકડો જ કાઢી નાખ્યો છે. મતદારો દ્વારા ચૂંટણીમાં કેજરીવાલના જયજયકાર વચ્ચે 'આપ'એ ચૂંટણી પરિણામોને મોદીના અહંકારની હાર સમાન ગણાવ્યા છે. કેન્દ્રમાં મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર સત્તારૃઢ થયા બાદ શાસક પક્ષે આદરેલા વાયદાઓના વેપારના ૯ મહિનાના નિરાશાજનક માહોલ વચ્ચે દિલ્હીના મતદારોએ કેજરીવાલરૃપી વિકાસપુત્રને જન્મ આપ્યો છે.
દેશના રાજકારણમાં પા... પા... પગલી માંડી રહેલા નવા નિશાળીયા જેવા 'આપ'નું ઝાડુ ફરી વળતાં મોદીના વિજયરથનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. દિલ્હીના ચૂંટણી પરિણામોએ તમામ રાજકીય પક્ષોને સબક શીખવ્યો છે કે તેઓ જનતાને આપેલા વચનો નહીં પાળે, આમ આદમી જેના કેન્દ્રમાં હોય તેવું સુશાસન નહીં આપે તો જેમને ખભે બેસાડયા હોય તેમને ઠોકર મારવામાં આજના મતદારને વાર નથી લાગવાની.

કોંગ્રેસને ભાંડતી ભાજપ પણ એ જ માર્ગે
જીત ગયે તો મોદી-મોદી હાર ગયે તો બેદી-બેદી

અમદાવાદ, તા. ૧૦
કોંગ્રેસ હારે ત્યારે હારનું ઠીકરું 'સામુહિક જવાબદારી'ના નામે વહેંચી લેવાનો રિવાજ છે. ભાજપે તેની સામે અનેક વખત પ્રહારો કર્યા છે. ચૂંટણી પ્રચારનું સુકાન રાહુલ ગાંધીએ સંભાળ્યું હોય અને પક્ષને ભૂંડી હાર પામવાની થાય ત્યારે રાહુલની જવાબદારી કેમ નહિ એવો સવાલ ભાજપે વારંવાર ઊઠાવ્યો છે. પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દંભી ચહેરો ઊઘાડો પડી ગયો.
ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ એડીચોટીનું જોર અજમાવ્યું, મોદીલહેરના નામે તરી જવાના ભાજપે ય ભરચક પ્રયાસો કર્યા છતાં પક્ષનો જબ્બર રકાસ થયો છે અને ફક્ત ત્રણ જ બેઠક ઔઆવી છે.
આ શરમજનક પરાજય માટે જવાબદાર કોણ એવા સવાલના જવાબમાં હવે ભાજપ પણ બેશરમ થઈને સામુહિક જવાબદારીને આગળ ધરે છે અને મોદીલહેર ઓસરી ચૂકી હોવાનું સ્વીકારતો નથી.
આ અંગે સોશિયલ મીડિયામાં બહુ જ કાતિલ રમૂજ વહેતી થઈ છે. એ મુજબ, શોલેના ગબ્બરસિંઘની સ્ટાઈલમાં નરેન્દ્ર મોદી અમિત શાહને પૂછે છેઃ કિતને આદમી થે? જવાબમાં અમિત શાહ કહે છેઃ સરદાર, સિર્ફ એક હી આદમી થા.
'ફિર ભી હાર ગયે?' મોદી તાડુકીને પૂછે છે, 'અબ ક્યા કરોગે?'
અમિત શાહ લુચ્ચું સ્મિત વેરીને જવાબ આપે છે, 'કરના ક્યા, જીત ગયે તો મોદી-મોદી કરતે થે. અબ હાર ગયે હૈ તો બેદી-બેદી કરેંગે!!'

ઘરવાપસી અને લવ જેહાદના પ્રચારે ભાજપને હરાવ્યો ઃ અખિલેશ
(પીટીઆઈ)            બુલંદશહર, તા. ૧૦
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે કહ્યું હતું કે ભાજપની દિલ્હીમાં કારમી હારનું કારણ 'લવ જેહાદ' અને 'ઘરવાપસી' જેવા કાર્યક્રમો છે. સિકન્દરાબાદ ખાતે એક કાર્યક્રમના ફાજલ સમયમાં પત્રકારો સાથેની ચર્ચામાં યાદવે કહ્યું હતું કે 'લવ જેહાદ' અને 'ઘરવાપસી' જેવા કાર્યક્રમોના પ્રચારને કારણે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે.
સ.પા.ના નેતાએ વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હીના પરિણામોએ તેમના પક્ષ અને કોંગ્રેસને નિકટ લાવ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે 'આપ'નો કુલ ૭૦ પૈકી ૬૭ બેઠકો પર જીત સાથે ભવ્ય વિજય થયો છે.

ભારે બહુમતીથી વિજેતા બનેલા
'આપ'ના વડા કેજરીવાલને ઝેડ-પ્લસ સુરક્ષા વ્યવસ્થા અપાઈ
દિલ્હી પોલીસે કેજરીવાલને ૨૪ કલાક ૧૨ કમાન્ડોનું સુરક્ષા કવચ પૂરું પાડયું

(પીડીઆઈ)    નવી દિલ્હી, તા. ૧૦
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતી મેળવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી પદના દાવેદાર બનેલા કેજરીવાલને દિલ્હી પોલીસે ઝેડ પ્લસ સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી છે. તેમને ૧૨ સશસ્ત્ર કમાન્ડોનું ૨૪ કલાક સુરક્ષા કવચ પુરા પડાશે.
દિલ્હીના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલને ઊંચી સલામતી વ્યવસ્થા માટે તેમના નિવાસસ્થાને સશસ્ત્ર કમાન્ડોનું સલામતી કવચ આપવામાં આપ્યું છે. તેમની મુલાકાત લેનારની પણ મેટલ ડિરેક્ટરથી તપાસ થશે. કેજરીવાલ જ્યાં જશે ત્યાં સશસ્ત્ર કમાન્ડો સાથે બે પાઈલોટ કાર સાથે જશે.અરવિંદ કેજરીવાલ ૧૪મી ફેબુ્રઆરીએ રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. ત્યાર બાદ તેમના માટે બીજી સલામતી વ્યવસ્થાઓ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે અગાઉ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રીપદે હતા ત્યારે સલામતી વ્યવસ્થા લેવાનો ઈનકાર કર્યો હતો.