સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 5 February 2015

સ્વાઈન ફલૂ SPECIAL - સ્વાઇન ફ્લૂ બેકાબૂ રાજ્યમાં વધુ ૯ દર્દીનાં મોત - આ લિંક શેર કરો તમારુ એક શેરીગ કોઇની જીદગી બચાવિ શકે છે.

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

સ્વાઈન ફલૂ SPECIAL -  સ્વાઇન ફ્લૂ બેકાબૂ રાજ્યમાં વધુ ૯ દર્દીનાં મોત - આ લિંક શેર કરો તમારુ એક શેરીગ કોઇની જીદગી બચાવિ શકે છે.

સ્વાઈન ફલૂથી ડરવાની જરુર નથી પણ સમયસર સારવાર જીદગી બચાવિ શકે છે. સ્વાઈન ફલૂનો સામનો લોક જાગરુતી તથા લોક ભાગીદારી થી જ શકય છે. સ્વાઈન ફલૂની માહીતી વાંચી શેર કરો. ડોકટર ની સલાહ વગર દવા ન લો.

સ્વાઇન ફ્લૂ બેકાબૂ રાજ્યમાં વધુ ૯ દર્દીનાં મોત


અમદાવાદ, તા. ૫  અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂ હાહાકાર મચાવી રહ્યો છે. આજે ગુરુવારના રોજ અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના વધુ ૨૨ દર્દી નોંધાયા હતા જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. આજે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના વધુ ૬૧ દર્દીઓ નોંધાયા હતા. અમદાવાદના બે સહિત રાજ્યભરના નવ દર્દીઓના મોત નિપજ્યાં છે. સૌથી વધુ કચ્છમાં ત્રણ દર્દીઓનો સ્વાઇન ફ્લૂનો ભોગ લીધો છે. આ સિવાય આણંદ, ભરૂચ, નવસારી અને વલસાડમાં એક-એક દર્દીના સ્વાઇન ફ્લૂના લીધે મોત નિપજ્યાં છે.
ગુજરાતમાં કચ્છ અને અમદાવાદ એમ જિલ્લા સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આજે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના વધુ ૬૧ દર્દીઓ નોંધાયા હતા. સરકારે જાહેર સત્તાવાર આંકડા પ્રમાણે, અમદાવાદમાં ૨૨, કચ્છમાં ૧૩, વડોદરામાં ૧૨, સુરત ૭, અમરેલી ૪ અને ગાંધીનગરમાં વધુ ત્રણ સ્વાઇન ફ્લુના દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, વલસાડ, સુરેન્દ્રનગર, દાહોદ અને ભરુચમાં એક-એક દર્દીઓ નોંધાયા હતા. ગુજરાતમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ ૪૭૬ દર્દીઓ નોંધાયા છે જેમાં ૬૨ દર્દીઓનો મોત નિપજ્યાં છે. અમદાવાદ શહેરમાં આજે સ્વાઇન ફ્લુના વધુ ૨૨ દર્દીઓ નોંધાયા હતા જેમાં બે દર્દીઓના મરણ નિપજ્યાં છે જેમાં એક દર્દી સ્થાનિક છે જ્યારે એક દર્દી બહારગામથી અમદાવાદમાં સારવાર માટે આવ્યું હતુ જેનું મોત નિપજ્યું છે.
ઘાટલોડિયા-ચાંદલોડિયામાં સૌથી વધુ ૧૮ દર્દી
અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂ વકરી રહ્યો છે.શહેરમાં અત્યાર સુધીમાં ચાંદલોડિયામાં છ અને ઘાટલોડિયામાં ચાર મળીને સ્વાઇન ફ્લૂના ૧૬ દર્દી નોંધાયા હતા પણ આજે ઘાટલોડિયામાં વધુ બે દર્દી સામે આવ્યા છે. આમ શહેરના સ્થાનિક ૭૫ દર્દીઓ નોંધાયા છે જેમાં સૌથી વધુ ઘાટલોડિયા-ચાંદલોડિયામાં ૧૮ દર્દી નોંધાયા છે.
ગત વર્ષે માત્ર ૩૭ આ વર્ષે ૩૫ દિવસમાં ૧૪૭ કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં ગત ૨૦૧૪માં સ્વાઇન ફ્લૂૂૂના કુલ ૩૭ કેસો સામે આવ્યાં હતાં જેમાં અમદાવાદ શહેરના ૯ સ્વાઇન ફ્લૂૂૂ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે બહારગામથી અમદાવાદમાં સારવાર લેવા માટે આવ્યા હોય તેવા ૨૮ કેસ નોંધાયા હતા. આ વર્ષે ૨૦૧૫ના ૩૬ દિવસમાં જ અમદાવાદમાં કુલ ૧૪૭ કેસો નોંધાયા છે.
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂની સ્થિતિ
૪૭૬ ગુજરાતમાં કુલ દર્દી નોંધાયા
૬૨ ગુજરાતમાં કુલ મોત
૬૧ ગુજરાતમાં આજના દર્દી
૨૨ અમદાવાદમાં સૌથી વધુ દર્દી
ગુજરાતમાં ગુરુવારે વધુ કેટલા મોત

૩ કચ્છ
૨ અમદાવાદ
૧ આણંદ
૧ ભરૂચ
૧ નવસારી
૧ વલસાડ
સ્વાઇન ફ્લુ વકરવાના પાંચ કારણો
૧. સ્વાઇન ફ્લૂ હોવાની મોડી જાણ થવી
૨. સ્વાઇન ફ્લૂના નિદાન વિલંબ
૩. દર્દીઓનું હાઇડ્રેશન મેન્ટેઇન ન થવું
૪. રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવી
૫. સ્વાઇન ફ્લૂને અનુકૂળ ઠંડીની સિઝન
લક્ષણો
સ્વાઇન ફ્લૂૂૂના લક્ષણોમાં દર્દીને તાવ, ગળામાં દુખાવો, શરદી-ખાસી, તૂટ, કળતર અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
બચવા શું કરવું ?
ખાંસી કે છીંક વખતે નાક અને મોં ઉપર આડો રૂમાલ રાખો, ભીડમાં જવાનું ટાળો, વારંવાર હાથ ધોવા, તાવ કે શરદીની તુરંત સારવાર લો.
Source :-    http://www.sandesh.com/article.aspx?newsid=3039559

સ્વાઇન ફ્લૂ ના લક્ષણો કેવા હોય છે?

ખાસ નોંધઃ સ્વાઇન ફ્લુ વિશે ની તમામ માહિતી ઓ એ મારા રિસર્ચ અને વાંચન ના આધારે છે. આ માહિતી ને મેડિકલ સલાહ ગણવી એ હિતાવહ નથી. કોઇ પણ જાત ની તબીબી માહિતી અથવા મુશ્કેલી માટે ડોકટર ની સલાહ લેવી ફરજીયાત છે. આ માહિતી માત્ર સામાન્ય જ્ઞાન માટે છે અને સમાજ માં આ દિશા માં જાગૃતિ ફેલાવા માટે છે.
સ્વાઇન ફ્લુ ના લક્ષણો એ સાદા ફ્લુ જેવા જ હોય છે, પરંતુ સ્વાઇન ફ્લુ માં તાવ, કફ, ગળા માં ઇન્ફેક્શન, શરદી, માથા નો દુખાવો, ટાઢ સાથે તાવ પણ થઇ શકે છે. આ ઉપરાંત, સ્વાઇન ફ્લુ માં ઘણાં લોકો ને, ઝાડા અને ઉલટી ના કિસ્સા પણ નોંધાયા છે.  આ બધાં લક્ષણો બીજા ઘણી તકલીફો માં પણ થાય છે, પરંતુ આમાં થી કોઇ પણ લક્ષણો દેખાય તો તાત્કાલીક ડોક્ટર ની મુલાકાત ગોઠવવી જરૂરી છે. રેપિડ ફ્લુ ટેસ્ટ એ સ્વાઇન ફ્લુ ને પારખવા નું પહેલું પગથિયું છે, પરંતુ એ ટેસ્ટ નેગેટિવ આવે તો સ્વાઇન ફ્લુ નથી એવું માની લેવા ની પણ જરૂરી નથી. જરૂરી દરકાર અને કાળજી થી દરેક રોગ ને કાબુ માં રાખી શકાય છે. ખાસ કરી ને બાળકો માં આ રોગ ખૂબ ઘાતક પુરવાર થયો છે. આ રોગ ની ન્યુરોલોજીકલ અસર બહુ ભાગ્યે જ પરંતુ ઘાતક પુરવાર થયેલી છે. દાંત પકડાઇ જવા, મૂર્છા આવી જવી, માનસિક અવસ્થા માં ફેરફાર થવો આ બધા લક્ષણો બાળકો માં જોવા મળ્યા છે. આ લક્ષણો બાળકો માં કેમ દેખાય છે? એ વાત પર હજુ પણ કોઇ સામાન્ય મત જોવ મળ્યો નથી. સામાન્ય રીતે આ જ લક્ષણો જે બાળકો”Rye Syndrom” થી પિડાતા હોય એમાં પણ જોવા મળે છે. “Rye Syndrom” એ જે બાળકો એ વાઇરલ ફીવર ના લીધે એસ્પિરીન (જેના થી મોટા ભાગે દૂર રહેવું જોઇએ) નો ઉપયોગ કર્યો હોય તેમાં જોવા મળે છે  હેવા નો અર્થ એટલો જ છે કે આ લક્ષણો હોય તો એ સ્વાઇન ફ્લુ જ છે એ માની લેવા ની જરૂર નથી. માત્ર અને માત્ર લેબોરટરી ટેસ્ટ જ સ્વાઇન ફ્લુ ની સાચી તપાસ કરી શકે છે.
Source :-  http://literature.gujjubhai.com

સ્વાઈન ફલૂ

મહામારી એચ 1-એન 1/09 ઈન્ફ્લૂએન્ઝા
Classification and external resources
શૂકર ફ્લૂ
Electron microscope image of the reassorted H1N1 influenza virus. The viruses are ~100 nanometres in diameter.[૧]
MedlinePlus 007421
eMedicine article/1673658 
MeSH D053118

2009નો ફલૂ રોગચાળો એ નવીન પ્રકારના H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો વૈશ્વિક ફેલાવો છે, જેનો વાતચીતની ભાષામાં “ સ્વાઈન ફલૂ ” તરીકે ઉલ્લેખ થાય છે.[૨] જો કે આ વાયરસ એપ્રિલ 2009માં પ્રથમ શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર, એવીયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝાના વાયરસના જનીનનું સંમિશ્રણ હતું, તે ડુક્કરના માંસ કે તેની બનાવટો ખાવાથી ફેલાઈ શકતો નથી.[૩][૪]
મેકિસકોના વેરાક્રુઝ રાજ્યમાં આ રોગચાળો ફાટી નીકળવો શરૂ થયો, તેની સત્તાવાર ઓળખ થાય તે પહેલાં મહિનાઓથી ત્યાં આ રોગચાળો ચાલુ હોવાનો પુરાવો છે.[૫] આ વાયરસના ફેલાવાને કાબૂમાં લેવા મેક્સિકોન સરકારે મેક્સિકો સિટીની મોટાભાગની જાહેર અને ખાનગી ફેસિલિટી બંધ કરી દીધી. આમ છતાં, આ વાયરસ વિશ્વભરમાં ફેલાવાનો ચાલુ રહ્યો, કેટલાક વિસ્તારોમાં દવાખાનાં ચેપગ્રસ્ત લોકોથી ભરાઈ ગયાં, અને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ(WHO)) તથા રોગોના નિયંત્રણ માટેનાં યુ.એસ. કેન્દ્રોએ (સીડીસી (CDC) ) કેસો ગણવાનું બંધ કર્યું અને જૂનમાં રોગચાળો ફેલાયો હોવાનું જાહેર કર્યું.[૬]
મોટાભાગના લોકોએ માત્ર હળવાં લક્ષણોનો અનુભવ કર્યો છે,[૬] કેટલાકે વધુ તીવ્ર લક્ષણોનો અનુભવ કર્યો છે. હળવાં લક્ષણોમાં તાવ, ગળાના સોજો, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ કે સાંધામાં દુખાવો અને ઉબકા અને ઊલ્ટી કે અતિસારનો સમાવેશ થઈ શકે. જેમનામાં આ લક્ષણો તીવ્ર માત્રામાં હોય તેમાં વધુ જોખમ હોય છે તેમાં સમાવિષ્ટ છે : અસ્થમા, ડાયાબિટીસ,[૭] જાડાપણા સાથે, હૃદયરોગ, રોગપ્રતિરક્ષા સાથે સમાધાન સાધેલ, ન્યૂરોડેવલપમેન્ટ સ્થિતિ[૮] સાથેના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ.[૯] આ ઉપરાંત, અગાઉ ખૂબ તંદુરસ્ત વ્યકિતઓ માટે પણ ઓછી ટકાવારીમાં દર્દીઓને વાયરલ ન્યૂમોનિયા કે તીવ્ર શ્વાસોચ્છવાસ તકલીફના લક્ષણો વિકસી શકે. આ જાતે જ શ્વસનની વધેલી તકલીફ તરીકે દેખાય છે અને ફલૂ લક્ષણોની પ્રારંભિક શરૂઆત પછી 3-6 દિવસોમાં ખાસ કરીને થાય છે.[૧૦][૧૧]
અન્ય ઈન્ફલ્યુએન્ઝા વાયરસની જેમ, H1N1 રોગ ખાસ કરીને શ્વાસના બિંદુઓ મારફત વ્યકિતથી વ્યકિતમાં ફેલાય છે.[૧૨] લક્ષણો સામાન્ય રીતે 4-6 દિવસો સુધી રહે છે.[૧૩] તેથી ચેપને ફેલાવો અટકાવવા, આવાં લક્ષણોવાળી વ્યકિતઓને, શાળા, કામકાજ અને ભીડવાળાં સ્થળોથી દૂર ઘરમાં રહેવું એવી ભલામણ કરાય છે. વધુ તીવ્ર લક્ષણોવાળી વ્યકિતઓ અથવા જોખમવાળાં જૂથની વ્યકિતઓને એન્ટિવાયરલ (ઓસેલ્ટામિવિર કે ઝનામિવિર)થી લાભ થઈ શકે.[૧૪] હાલમાં,ઢાંચો:Swine-flu-deaths વિશ્વભરમાં ના નિશ્ચિત મૃત્યુ થયા છે. આ આંકડો રાષ્ટ્રીય તંત્રો દ્વારા અપાયેલ અહેવાલ દ્વારા સમર્થિત મૃત્યુનો સરવાળો છે અને ડબલ્યુએચઓ (WHO) જણાવે છે કે નવા H1N1 પ્રકારના કુલ મૃત્યુ દર આના કરતાં (સમર્થિત કે અહેવાલ ન અપાયેલ મૃત્યુ સહિત) “ નિ:શંકપણે ઊંચો ” છે. [૧૫] સીડીસી નો અંદાજ છે કે, માત્ર યુનાઈટેડ સ્ટેટસમાં, 14 નવેમ્બરના રોજ મુજબ સ્વાઈન ફલૂથી 9820 મૃત્યુ (શ્રેણી 7070-13930) થયા હતા.[૧૬] 18 જાન્યુઆરી, 2010ના રોજ, માર્ગારેટ ચાન, ડબલ્યુએચઓના ડિરેકટર જનરલે કહ્યું હતું કે ઉત્તરના ગોળાર્ધમાં રોગચાળો હળવો થતો હોવાનું જણાયું હતું, પરંતુ હજુ એપ્રિલમાં શિયાળો ન પૂરો થાય ત્યાં સુધી ચેપ લાગી શકે, અને એકવાર દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો શરૂ થાય અને વાયરસ વધુ ચેપી બને તો શું થાય તે કહેવું ખૂબ જલ્દી હતું.[૧૭]

વર્ગીકરણ

અમેરિકન મીડિયાએ શરૂઆતમાં ફાટી નીકળેલા રોગચાળાને “ H1N1 ઈન્ફલ્યુએન્ઝા ” અથવા “ સ્વાઈન ફલૂ ” હોવાનું કહ્યું હતું. ડબલ્યુએચઓ (WHO)[૧૮] એ તેને રોગચાળો H1N1/09 વાયરસ તરીકે ઓળખાવ્યો, જ્યારે સીડીસી એ તેને “ નવીન ઈન્ફલ્યુએન્ઝા એ (H1N1) ” અથવા “ 2009 H1N1 ફલૂ ” કહ્યો.[૧૯] નેધરલેન્ડમાં તેને શરૂઆતમાં “ ડુક્કરિયો ફ્લૂ ” કહેવામાં આવતો, પરંતુ હવે રાષ્ટ્રીય આરોગ્ય ઇન્સ્ટિટ્યૂટ તેને “ નવો ઈન્ફલ્યુએન્ઝા એ (H1N1) ” કહે છે, જો કે મીડિયા અને સામાન્ય લોકો “ મેકિસકન ફલૂ ” નામનો ઉપયોગ કરે છે. દક્ષિણ કોરિયા અને ઈઝરાયેલ ટૂંકમાં તેને “ મેકિસકન વાયરસ ” કહેવા વિચાર્યું હતું.[૨૦] પાછળથી દક્ષિણ કોરિયન પ્રેસે “ સ્વાઈન ફલૂ ” ના સંક્ષિપ્ત રૂપ એસઆઇ (SI) નો ઉપયોગ કર્યો. તાઈવાને “ H1N1 ફલૂ ” કે “ નવો ફલૂ ” નામો સૂચવ્યાં, જે મોટાભાગના સ્થાનિક મીડિયાઓએ અપનાવ્યાં.[૨૧] પશુ આરોગ્ય અંગેની વિશ્વ સંસ્થાએ “ નોર્થ અમેરિકન ઈન્ફલ્યુએન્ઝા ” નામ સૂચવ્યું.[૨૨] યુરોપિયન કમિશને “ નવીન ફલૂ વાયરસ ” શબ્દ સ્વીકાર્યો. [૨૩]

નિશાનીઓ અને લક્ષણો

સ્વાઈન ફલૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને “ સૂકી ઉધરસ ” ), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાક દદડવાનો સમાવેશ થાય છે. કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી, તથા મજ્જાતંતુવિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે.[૨૪][૨૫] ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, મંજ્જાતંતુવિષયક વણસેલી સ્થિતિવાળાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન),[૧૦][૨૬] અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિતઓનો સમાવેશ થાય છે. [૯] યુ.એસ.માં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 70 % થી વધુ લોકો સીડીસી અહેવાલ પ્રમાણે આવી સ્થિતિ ધરાવતાં હતા.[૨૭]
સપ્ટેમ્બર 2009માં સીડીસી એ અહેવાલ આપ્યો કે H1N1 ફલૂ, “ સામાન્યરીતે મોસમી ફલૂથી થાય છે તે કરતાં લાંબાગાળાથી માંદા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું જણાય છે.[૨૮]" અત્યારસુધીમાં મૃત્યુ પામેલા બાળકો પૈકી, બે-તૃતીયાંશ અગાઉથી બાળકોમાં ચેતાતંત્રમાં વિકૃતિ હતી, જેમ કે મગજનો લકવો, સ્નાયુઓનો ખામીપૂર્ણ વિકાસ કે મંદ વિકાસ. “ મજ્જાતંતુ અને સ્નાયુની સમસ્યાવાળા બાળકોને ખાસ કરીને આવી મૂશ્કેલીઓનું ભારે જોખમ હોઇ શકે. ” [૨૮]

તીવ્ર કેસોમાં લક્ષણો

વિશ્વ આરોગ્ય સંસ્થાનો અહેવાલ છે કે, તીવ્ર કેસોમાં ચિકિત્સકીય ચિત્ર, મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાવર દરમિયાન જણાતા રોગનાં ઢાંચા કરતા આશ્ચર્યજનક રીતે જુદું પડે છે. અમુક તબીબી પરિસ્થિતિવાળા લોકોને વધુ જોખમ હોવાની જાણ હોવા છતાં, ઘણાં તીવ્ર કેસો અગાઉ તંદુરસ્ત રહેતા લોકોમાં થયેલા છે. આ દર્દીઓમાં, તીવ્ર માંદગીનું જોખમ વધારી દેતાં તે પ્રત્યે અનુકૂળ વલણ દાખવતાં પરિબળો હાલમાં સમજાયા નથી, જો કે, સંશોધન ચાલુ છે. તીવ્ર કેસોમાં, દર્દીઓની સ્થિતિ સામાન્યરીતે લક્ષણો શરૂ થયા પછી 3 થી 5 દિવસમાં વણસવા માંડે છે. સ્થિતિ ઝડપથી વણસે છે, જેમાં ઘણા દર્દીઓની શ્વસન પ્રક્રિયા 24 કલાકમાં નિષ્ફળ થવા માંડે છે, જે માટે સઘન સંભાળ એકમમાં તેમને તત્કાલ દાખલ કરવાનું જરૂરી બને છે. દાખલ થયા પછી, મોટાભાગના દર્દીઓને યાંત્રિક વેન્ટિલેશન સાથે તત્કાલ શ્વાસવિષયક સપોર્ટ જરૂરી બને છે.[૨૯]
સીડીસી એ નવેમ્બર 2009માં ભલામણમાં જણાવ્યું હતું કે નીચેનાં લક્ષણો “ સંકટકાલિન ચેતવણી ચિહ્નો ” બને છે અને વ્યકિત નીચે પૈકી કોઈપણ એક પણ ચિહ્નોનો અનુભવ કરે તો તાત્કાલિક સંભાળ મેળવવાની સલાહ આપી હતી :[૩૦]
પુખ્ત વ્યકિતઓમાં :
  • શ્વાસ લેવામાં મૂશ્કેલી કે હાંફ ચઢવો
  • છાતી કે પેટમાં દુખાવો કે દબાણ
  • અચાનક મૂર્ચ્છા
  • ગૂંચવણ
  • ભારે અથવા સતત ઊલ્ટી
  • ઓછું ઉષ્ણતામાન
બાળકોમાં :
  • ઝડપી શ્વાસોચ્છવાસ અથવા શ્વાસ લેવા માટે ભારે મહેનત
  • ત્વચાનો રંગ વાદળી
  • પૂરતું પ્રવાહી ન પીવાય
  • જાગવું નહી કે આંતરક્રિયા ન કરવી
  • એટલા ચીઢીયા થઈ જવું કે બાળક તેને ઊંચકવામાં આવે તેમ ઈચ્છે નહીં
  • ફલૂ જેવાં લક્ષણોમાં સુધારો થાય, પરંતુ પછી તાવ અને ખરાબ ઉધરસ સાથે પાછાં આવે
  • લાલ ચકામા સાથે તાવ
  • ખાઈ ન શકાય
  • રડે ત્યારે આંસુ ન નીકળે

નિદાન

રોગચાળા H1N1/09 ફલૂના સમર્થિત નિદાન માટે દર્દીના ગળા, નાક કે ગળાની પેશીના સ્વાબનું પરીક્ષણ કરવું જરૂરી બને છે.[૩૧] રિયલ ટાઈમ આરટી-પીસીઆર એ ભલામણ કરાયેલ પરીક્ષણ છે, કેમ કે બીજાઓ રોગચાળા H1N1/09 અને નિયમિત મોસમી ફલૂ વચ્ચે ભેદ પાડી શકતા નથી.[૩૧] આમ છતાં, ફલૂનાં લક્ષણો ધરાવતાં મોટાભાગના લોકો માટે ખાસ કરીને રોગચાળા H1N1/09 ફલૂ માટે પરીક્ષણ જરૂરી બનતું નથી, કારણ કે પરીક્ષણના પરિણામો, ભલામણ કરાયેલ સારવાર કોર્સને સામાન્યરીતે અસર કરતા નથી.[૩૨] સીડીસી માત્ર તેવા લોકો માટે પરીક્ષણની ભલામણ કરે છે જેઓને શંકાસ્પદ ફલૂ માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલ હોય, સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિરક્ષા સિસ્ટમ ધરાવતાં લોકો હોય.[૩૨] જેમનું માત્ર ઈન્ફલ્યુએન્ઝાનું નિદાન કર્યુ હોય અને ખાસ કરીને રોગચાળો H1N1/09 ફલૂ ન હોય તેવા લોકો માટે વ્યાપકપણે ઉપલબ્ધ પરીક્ષણોમાં ઝડપી ઈન્ફલ્યુએન્ઝા નિદાન પરીક્ષણો (આરઆઇડીટી (RIDT) ) સમાવિષ્ટ છે, જેનું પરિણામ 30 મિનિટમાં મળી જાય છે, અને પ્રત્યક્ષ તથા પરોક્ષ ઈમ્યુનોફલોરસન્સ એસેસ (ડીએફએ અને આઇએફએ) 2-4 કલાક લે છે.[૩૩] આરઆઇડીટી ખોટા નિષેધકોના ઊંચા દરને કારણે, સીડીસી સલાહ આપે છે કે, નવીન ઈન્ફલ્યુએન્ઝા એ (H1N1) વાયરસ ચેપ સાથે સુસંગત માંદગીવાળા પરંતુ નિષેધક આરઆઇડીટી પરિણામોવાળાં દર્દીઓની સારવાર, તબીબી ખરાબ સ્થિતિ, માંદગીની તીવ્રતા તથા ગૂંચવણોના જોખમ અન્વયે રહેલ ચિકિત્સકીય શંકાના સ્તર પર અનુભવના આધારે કરવી જોઈએ, અને ઈન્ફલ્યુએન્ઝા વાયરસવાળા ચેપ અંગે વધુ નિશ્ચયાત્મક નિર્ણય જરૂરી હોય, તો આર આરટી-પીસીઆર અથવા વાયરસ આઇસોલેશન સાથેનું પરીક્ષણ કરવું જોઇએ.[૩૪] સામૂદાયિક આરોગ્યના જ્યોર્જિયા વિભાગના ડો રહોન્ડા મેડોઝ જણાવે છે કે, સમયના 30-90 % સુધી કોઈપણ સ્થળે ઝડપી પરીક્ષણો ખોટાં હોય છે. તેણીએ પોતાના રાજ્યના ડોકટરોને ચેતવણી આપી છે કે ઝડપી ફલૂ પરીક્ષણોનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તે ઘણીવાર ખોટાં નીકળે છે.[૩૫] લોયોલા યુનિવર્સિટીના હેલ્થ સિસ્ટમના સંશોધનકાર પોલ શ્ક્રેકેનાબર્ગરે પણ આરઆઇડીટીના ઉપયોગ પરત્વે પ્રશ્ન ઉઠાવ્યો છે, જેમણે સૂચવ્યું છે કે ઝડપી પરીક્ષણો ખરેખર તો ભયંકર જાહેર આરોગ્ય ઊભું કરી શકે.[૩૬] ડબલ્યુએચઓના ડોકટર નિક્કી શિંડોએ, H1N1 પરીક્ષણ પરિણામો માટે રાહ જોઈને સારવારમાં વિલંબ કરવાના અહેવાલો સામે દિલગીરી વ્યકત કરી છે અને સૂચવ્યું છે કે, “ ડોકટરોએ પ્રયોગશાળાના સમર્થન માટે રાહ જોવી ન જોઈએ, પરંતુ ચિકિત્સકીય અને રોગચાળાવિષયક પશ્ચાદભૂ પર આધાર રાખીને નિદાનો કરવાં જોઇએ અને તત્કાલ સારવાર શરૂ કરવી જોઇએ. ” [૩૭]

વાયરસની વિશિષ્ટતાઓ

ઈન્ફલ્યુએન્ઝાનો આ નવીન પ્રકારનો વાયરસ છે, જે માટેની મોસમી ફલૂ સામેની ઉપલબ્ધ રસીઓ ખૂબ ઓછું રક્ષણ પૂરું પાડે છે. મે 2009માં પ્રકાશિત, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના યુ.એસ. કેન્દ્રો ખાતેના અભ્યાસમાં જણાયું હતું કે નવા રોગ સામે બાળકોમાં રોગપ્રતિરક્ષા અગાઉથી હોતી નથી, પરંતુ પુખ્ત વ્યકિતઓ ખાસ કરીને 60 ઉપરની વ્યકિતઓમાં, અમુક માત્રામાં રોગપ્રતિરક્ષા હોય છે. બાળકોએ, 18 થી 64 વર્ષની 6-9 % પુખ્ત વ્યકિતઓ, અને 33 % વૃદ્ધ વ્યકિતઓએ નવા પ્રકાર સામે કોઈ ઉલટ પ્રતિક્રિયાત્મક એન્ટિબોડી પ્રતિક્રિયા દર્શાવી ન હતી.[૩૮][૩૯] જ્યારે એમ વિચારવામાં આવ્યું છે કે આ તારણો, વૃદ્ધ વ્યકિતઓમાં રહેલ આંશિક રોગપ્રતિરક્ષા, તે જ પ્રકારના મોસમી ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામેના અગાઉના એકસપોઝરને કારણે હોવાનું સૂચવે છે. ચીનમાં ગ્રામીણ રસી ન લીધેલ લોકોના નવેમ્બર 2009માં કરાયેલ અભ્યાસ પરથી જણાયું હતું કે, H1N1 પ્રકાર સામે ઊલટ પ્રતિક્રિયાત્મક એન્ટિબોડી પ્રતિક્રિયા માત્ર 0.3 % જોવા મળી હતી, જે મોસમી ફલૂ માટેની પૂર્વ-રસીઓ અને નહીં કે એકસપોઝરને પરિણામે વૃદ્ધ યુ.એસ. લોકોમાં રોગપ્રતિરક્ષા જણાયાનું સૂચવે છે.[૪૦]
એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ પ્રકારના પાંચ જુદા જુદા ફલૂ વાયરસના જનીનો રહેલા છે : ઉત્તર અમેરિકન સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા, ઉત્તર અમેરિકન એવિયન (પક્ષી) ઈન્ફલ્યુએન્ઝા, મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝા, અને એશિયા અને યુરોપમાં ખાસ મળી આવતા બે સ્વાઈન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ. વધૃ પૃથ્થકરણ પરથી જણાયું છે કે વાયરસના અનેક પ્રોટિન, માણસોમાં હળવાં લક્ષણો પેદા કરતી જાતોને મોટેભાગે મળતા આવે છે, પ્રતિષ્ઠિત વાયરોલોજીસ્ટ વેન્ડી બારક્લેએ 1લી મે, 2009ના રોજ સૂચવ્યું કે પ્રારંભિક નિર્દેશો એ છે કે વાયરસ, મોટાભાગના લોકો માટે તીવ્ર લક્ષણો પેદા કરે તેવી શકયતા ન હતી. [૪૧]
હાલમાં વાયરસ પૂર્વ-રોગચાળાની જાતો કરતાં ઓછા પ્રાણઘાતક છે અને ચેપ લાગેલ હોય તેવા લગભગ 0.01-0.03 % ને મારે છે; 1918નો ઈન્ફલ્યુએન્ઝા, એકસો ગણો વધુ પ્રાણઘાતક હતો અને મૃત્યુનો દર 2-3% હતો.[૪૨] 14 નવેમ્બર સુધીમાં, વાયરસથી 6 અમેરિકન દીઠ એકને ચેપ લાગ્યો હતો, સાથે 200,000 ને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને 10,000 મરણ પામ્યા હતા - જે સરેરાશ ફલૂની મોસમ કરતાં વધુ માણસોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અને થોડાકના મૃત્યુ થયા હતા, પરંતુ 50 થી ઓછી ઉંમરના લોકો માટે વધુ જોખમ હતું. 1100 બાળકો અને 18 થી 64ની વયના 7500 પુખ્તોના મૃત્યુ સાથે આ આંકડો “ રોજિંદા ફલૂની મોસમમાં હોય તે કરતાં વધુ ઊંચો છે. ”[૪૩]

સંક્રમણ

H1N1 નો ફેલાવો, મોસમી ફલૂના ફેલાવાની જેમ જ થતો હોવાનું વિચારાય છે. ફલૂના વાયરસ મુખ્યત્વે ઈન્ફલ્યુએન્ઝાવાળા લોકોની ઉધરસ કે છીંક દ્વારા વ્યક્તિ મારફત વ્યક્તિમાં ફેલાય છે. કેટલીકવાર કોઈક વસ્તુનો સ્પર્શ કરવાથી જેમ કે ફલૂ વાયરસવાળી સપાટી કે પદાર્થ અને ત્યારપછી તેમના મોં કે નાકને અડવાથી લોકોને ચેપ લાગી શકે છે. [૩] 2009 નવીન H1N1 ની ફરીથી થવાની મૂળભૂત સંખ્યા (રોગ પ્રત્યે કશી રોગપ્રતિરક્ષા ન હોય તેવા લોકોમાં, ચેપગ્રસ્ત લોકો ચેપ લગાડે તેવી બીજી વ્યકિતઓની સરેરાશ સંખ્યા) 1.76 હોવાનો અંદાજ છે.[૪૪] ડિસેમ્બર 2009નો અભ્યાસ જણાવતો હતો કે, પરિવારોમાં H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાયરસની સંક્રમણ શકિત ભૂતકાળના રોગચાળા કરતાં ઓછી છે. મોટાભાગનું રોગ સંક્રમણ લક્ષણો શરૂ થયા પહેલાં તરત કે પછી થયેલ છે.[૪૫]
H1N1 વાયરસ, ડુક્કર, મરઘાં, નોળિયા, ઘરની બિલાડી, ઓછામાં ઓછો એક કૂતરો, અને એક ચિત્તા સહિત પ્રાણીઓમાં સંક્રમિત થાય છે. [૪૬][૪૭][૪૮][૪૯]

નિવારણ

સીડીસી એ ભલામણ કરી હતી કે પ્રારંભિક રસીનો ડોઝ અગ્રિમતાવાળાં જૂથોને, જેમ કે સગર્ભા સ્ત્રીઓ, છ મહિનાના શિશુ સાથે રહેતાં લોકો અથવા તેની સંભાળ કર્તા લોકો, છ મહિનાથી ચાર વર્ષ સુધીનાં બાળકો અને આરોગ્ય સંભાળ કાર્યકરોને આપવો જોઈએ.[૫૦] યુ.કે.માં, એનએચએસે ભલામણ કરી હતી કે, મોસમી ફલૂ થવાનું જોખમ હોય તેવા છ મહિનાથી વધુ ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, તથા રોગ-પ્રતિકાર સાથે બાંધછોડ કરનાર પરિવારના લોકોને રસીની અગ્રતા આપવી.[૫૧]
શરૂઆતમાં બે ઈંજેક્ષનો જરૂરી હોવાનું વિચારાયું હતું, તેમ છતાં ચિકિત્સકીય અભ્યાસોએ દર્શાવ્યું કે નવી રસીમાં “ બે ને બદલી એક જ ડોઝ ” થી પુખ્ત વ્યકિતઓને રક્ષણ મળે છે, અને તેથી મર્યાદિત રસીનો પુરવઠો આગાહી કર્યા પ્રમાણે બે ગણા લોકોને મળશે. [૫૨][૫૩] “ વધુ કાર્યક્ષમ રસી ” હોવાથી ખર્ચ પણ ઓછો થશે.[૫૨] 10 કરતાં ઓછી ઉંમરના બાળકો માટે, 21 દિવસના આંતરે બે વખત રસી આપવાની ભલામણ છે.[૫૪][૫૫] મોસમી ફલૂ માટે હજુ અલગ રસીની જરૂર પડશે.[૫૬]
વિશ્વભરના આરોગ્ય અધિકારીઓને પણ ખૂબ ચિંતા થતી હતી, કારણ કે વાયરસ નવો હતો અને સહેલાઈથી બદલાઇ જતો હતો અને વધુ ઝેરી બનતો હતો, જો કે મોટાભાગના ફલૂનાં લક્ષણો હળવાં હતાં અને સારવાર વિના થોડાક દિવસો જ અસ્તિત્વમાં રહેતાં હતાં. અધિકારીઓએ સમુદાયો, ધંધાદારીઓ અને વ્યકિતઓને, શાળાઓ બંધ કરવા, માંદગી માટે મોટા પ્રમાણમાં કર્મચારીઓની ગેરહાજરી, હોસ્પિટલોમાં દર્દીઓના ઘસારા અને સંભવત: રોગચાળાના બહોળા ફેલાવાની અન્ય અસરોની શકયતા અંગે આકસ્મિક યોજના બનાવવાની વિનંતી કરી હતી. [૫૭]
 

બરાક ઓબામાને ડિસે. 20, 2009 ના રોજ રસી આપવામાં આવી હતી.
ઢાંચો:Asof, 16 કરતાં વધુ દેશોમાં રસીના 65 મિલિયન ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો; રસી સલામત અને અસરકારક જણાઈ છે, જેણે મજબૂત રોગપ્રતિરક્ષા અસર ઊભી કરી છે, જેણે ચેપ સામે રક્ષણ આપવું જોઇએ.[૬૫] ચાલુ સામાન્ય મોસમી ઈન્ફલ્યુએન્ઝાની રસી, H1N1 ચેપનું જોખમ ન તો વધારે છે કે ન તો ઘટાડે છે, કેમ કે નવીન રોગચાળાની જાત, આ રસીમાં વપરાતી જાતો કરતાં તદ્ન ભિન્ન છે.[૬૬][૬૭] એકંદરે નવી H1N1 રસીની સલામતી રૂપરેખા, મોસમી ફલૂ રસીના જેવી સમાન છે, અને નવેમ્બર 2009ના રોજ મુજબ ગુઇલન-બેર લક્ષણોવાળાં ડઝન કરતાં ઓછાં કેસોમાં પશ્ચાત્ રસી આપી હોવાનું જણાવાયું હતું.[૬૮] આમાંથી માત્ર થોડાક જ H1N1 રસીકરણ સાથે ખરેખર સંબંધિત હોવાનો અંદેશો હતો, અને માત્ર હંગામી માંદગી હોવાનું જણાયું હતું.[૬૮]1976ના સ્વાઈન ફલૂ વાવર સામે મજબૂત વિરોધાભાસ હતો, જેમાં યુનાઈટેડ સ્ટેટસમાં ગુઇલન-બેર સિન્ડ્રોમના 500 કરતાં વધુ કેસોમાં સામૂહિક રસી અપાઈ હતી અને 25 વ્યકિતના મૃત્યુ થયા હતા. [૬૯]
ઈંડા પ્રત્યે એર્લજી હોય તેવા લોકો માટે સલામતીની ચિંતા રહે છે, કારણ કે મરઘાના ઈંડા આધારિત સંવર્ધનમાંથી રસીના વાયરસ વિકસે છે. ઈંડાની એર્લજીવાળા લોકોએ, તેમના ચિકિત્સકની સલાહ લીધા પછી, સંભાળપૂર્વક અને નિયંત્રિત પર્યાવરણમાં કક્ષાવાર રસીનો ડોઝ લઈ શકે.[૭૦] બેકસટર દ્વારા ઉત્પાદિત કરેલી રસીમાં ઈંડાનો ઉપયોગ કર્યો નથી, પરંતુ રોગપ્રતિરક્ષા પેદા કરવા ત્રણ અઠવાડિયાને આંતરે બે ડોઝ આપવા જરૂરી છે.[૭૧]
નવેમ્બરના અંતમાં, કેનેડામાં, રસી આપ્યા પછી એનાફાયલેકટિક શોકના 24 કેસોનું સમર્થન કરાયું હતું, જેમાં એકનું મૃત્યું થયું હતું. રસી લેનાર 3,12,000 વ્યકિતઓ દીઠ 1 ને એનાફાયલેટિક પ્રતિક્રિયા આવ્યાનો અંદાજ છે, આમ છતાં રસીની એક બેચમાં, અપાયેલ 157,000 ડોઝ પૈકી 6 વ્યકિતઓને એનાફાયલેક્સિસ થયો હતો. ડો. ડેવિડ બટલર-જોન્સ, કેનેડાના મુખ્ય જાહેર આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ રોગપ્રતિરક્ષા રસી હોવા છતાં, આ 6 દર્દીઓમાં તીવ્ર એર્લજીક પ્રતિક્રિયા થવાનું કારણ હોવાનું જણાતું ન હતું. [૭૨][૭૩]
જાન્યુઆરી, 2010માં વોલ્ફગેંગ વોડાર્ગ, ડોકટર તરીકે તાલીમ મેળવેલ સોશ્યલ ડેમોક્રેટ ડેપ્યુટી અને યુરોપ કાઉન્સિલની આરોગ્ય સમિતિના અધ્યક્ષે દાવાપૂર્વક જણાવ્યું હતું કે મોટી પેઢીઓએ રસીઓ વેચવા “ ખોટો રોગચાળો ” જાહેર કરવા વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) પર દબાણ લાવવા “ રોગચાળા ભયની ઝુંબેશ ” નું આયોજન કર્યું હતું. ડો. વોડાર્ગે કહ્યું હતું કે “ ડબલ્યુએચઓ (WHO)” ની “ ખોટા રોગચાળા ” ફલૂ ઝુંબેશ આ સૈકાનું સૌથી મોટું તબીબી ક્ષેત્રનું નિંદ્ય કાવતરું છે. તેમણે જણાવ્યું હતું કે, સો કે વધુ “ સામાન્ય ” જણાવાયેલા ઈન્ફલૂએન્ઝાના કેસોની જીવલેણ નવા રોગચાળાની શરૂઆત હોવાની જાહેરાત કરાઈ ત્યારે મેકિસકો સિટીમાં છેલ્લા મેમાં “ ખોટા રોગચાળા ” ની ઝુંબેશ શરૂ થઈ, જો કે તેમણે કહ્યું કે, આ માટે કોઈ ખાસ વૈજ્ઞાનિક પુરાવો ન હતો. આમ છતાં તેમણે દલીલ કરી છે, ડબલ્યુએચઓ (WHO)એ “ મોટી સંખ્યામાં લોકોને રોગ લાગુ પાડયો અને મૃત્યુ પામ્યા ” એવા વિધાનને તેની હાલની વ્યાખ્યામાંથી દૂર કરીને તેના બદલે સીમાઓને ઓળંગીને ફેલાયેલ તે એક વાયરસ કે લોકો પાસે તે અંગે કોઈ પ્રતિરક્ષા ન હોવાનું જ માત્ર જણાવીને “ કેટલીક મોટી ફાર્માસ્યુટીકલ્સ કંપનીઓ અને તેના વૈજ્ઞાનિકો સાથેના સહયોગથી રોગચાળાની ફેર-વ્યાખ્યા કરી હતી. ”[૭૪] ડબલ્યુએચઓ (WHO)એ જવાબ આપતાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર સલાહ ગંભીરતાથી આપવાની તેની ફરજ તેમણે સ્વીકારી હતી અને બહારના હિતોની દખલગીરી સામે રક્ષણ પૂરું પાડયું હતું. તેના પગલાંની સમીક્ષાની જાહેરાત કરીને ડબલ્યુએચઓ (WHO)ના પ્રવકતા ફાડેલા ચૈબે જણાવ્યું હતું કે “ સમીક્ષા એ આઉટબ્રેક સાઈકલનો ભાગ છે. અમે સમીક્ષા અને તેની ચર્ચા કરવાની તક મળે તેવી અપેક્ષા રાખીએ છીએ અને તેને ચોક્કસપણે આવકારીએ છીએ. ” [૭૫][૭૬]

ચેપ નિયંત્રણ

પ્રવાસ-પૂર્વસાવચેતી


ચાઇનામાં આવનારી ફ્લાઇટમાં ફ્લૂની તપાસ

ગ્રીસમાં એરપોર્ટ ટર્મિનલમાં થર્મલ ઇમેજિંગ કેમેરા અને સ્ક્રીન, ફોટોગ્રાફ.થર્મલ ઇમેજિંગ વધેલ શરીરના તાપમાનને શોધી શકે છે, જે સ્વાઇન ફ્લૂની નિશાનીઓ પૈકી એક છે.
7 મે 2009ના રોજ, ડબલ્યુએચઓ (WHO)એ જણાવ્યું કે નિયંત્રણ સુગમ ન હતું અને દેશોએ વાયરસની અસર હળવી કરવા પર ધ્યાન આપવું જોઈએ. સરહદો બંધ કરવા કે પ્રવાસ મર્યાદિત કરવાની તેણે ભલામણ કરી ન હતી.[૭૭] 26 એપ્રિલ 2009ના રોજ, ચાઈનીઝ સરકારે જાહેર કર્યું કે બે અઠવાડિયાની અંદર ફલૂ જેવાં લક્ષણોનો અનુભવ થયો હોય તેવા ફલૂ-ગ્રસ્ત વિસ્તારમાંથી પાછા ફરેલા મુલાકાતીઓને કવોરેન્ટાઈન (સંસર્ગનિષેધ) કરી શકાશે. [૭૮]
જૂન 2009ની શરૂઆતમાં યુ.એસ. એરલાઈન્સે કોઈ મોટા ફેરફારો કર્યા ન હતા, પરંતુ ફલૂ, ઓરી કે અન્ય ચેપોના લક્ષણોવાળા ઉતારુઓની તપાસનો ચાલુ સ્થાયી પ્રેકિટસમાં સમાવેશ કર્યો હતો, અને વિમાન સ્વચ્છ હોવાનું સુનિશ્ચિત કરવા વિમાની હવા-ફિલ્ટરો પર આધાર રાખ્યો હતો.[૭૯] સામાન્ય રીતે એરલાઈન્સ માસ્ક પૂરા પાડતી ન હતી અને સીડીસી એ એરલાઈન્સનો સ્ટાફ માસ્ક પહેરે તેવી ભલામણ કરી ન હતી.[૭૯] કેટલીક યુ.એસ. સિવાયની મોટાભાગની એશિયન એરલાઈન્સ, તેમજ સિંગાપોર એરલાઈન્સ, ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ, ચાઈના સઘર્ન એરલાઈન્સ, કેથે પેસિફિક, અને મેકિસકન એરલાઈન્સે કેબિન સફાઇ, અદ્યતન એર-ફિલ્ટરોની ગોઠવણ અને વિમાનની અંદરના સ્ટાફે મોં પર માસ્ક પહેરવાં જેવા પગલાં લીધાં હતાં.[૭૯]

શાળાઓ

ઢાંચો:Globalize
યુ.એસ. સરકારી અધિકારીઓ ખાસ કરીને શાળાઓ અંગે ચિંતાતુર છે, કેમ કે સ્વાઈન ફલૂ વાયરસ, 6 મહિનાથી 24 વર્ષની ઉંમર સુધીના યુવાન અને શાળા-વયના લોકોને અસામાન્યપણે અસર કરતાં હોવાનું જણાયું છે.[૮૦] સ્વાઈન ફલૂના ફેલાવાથી ઘણા દેશોમાં અનેક પૂર્વ-સાવચેતી પગલાં તરીકે શાળાઓ બંધ રાખવામાં આવી હતી. શાળાઓ બંધ કરવાને બદલે, સીડીસી એ ઓગસ્ટમાં ભલામણ કરી હતી કે ફલૂનાં લક્ષણો ધરાવતાં વિદ્યાર્થીઓ અને શાળાના કાર્યકરોએ કુલ સાત દિવસ અથવા લક્ષણો હળવા થાય ત્યારપછી 24 કલાક-બેમાંથી જે લાંબું હોય તે પ્રમાણે ઘરે રહેવું જોઇએ.[૮૧] સીડીસી એ એવી પણ ભલામણ કરી હતી કે, કોલેજોમાં છેલ્લી વસંતમાં હોય તે કરતાં વિદ્યાર્થીઓ નોંધપાત્ર પ્રમાણમાં તીવ્ર માંદગીમાં સપડાયા હોય તો કોલેજોએ 2009ના વર્ગો મોફૂક રાખવા જોઇએ. વધુમાં તેઓએ શાળાઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે મોડા પેપર્સ કે ખૂટતા વર્ગો માટે સજા કરતા કે “ સેલ્ફ આઈસોલેશન ” અમલમાં મૂકયાની ડોકટરની ચિઠ્ઠી જરૂરી બનાવતા કોઈપણ નિયમો મોફૂક રાખવા અને માંદા હોય ત્યારે બહાર નીકળવાનું સાહસ કરતાં વિદ્યાર્થીઓને અટકાવવા;[૮૨] વિદ્યાર્થીઓ ઘરે જવા રાહ જોતા હોય ત્યારે ફલૂ જેવાં લક્ષણો ધરાવતાં લોકોને માટે અલગ રૂમની ગોઠવણ કરવાની અને માંદા વિદ્યાર્થીઓ કે સ્ટાફ અને તેઓની સંભાળ રાખનાર લોકોએ સર્જિકલ માસ્કનો ઉપયોગ કરે તેવી શાળાઓને સલાહ આપી હતી.[૮૩]
કેલિફોર્નિયામાં, શાળા જિલ્લાઓ અને યુનિવિર્સિટીઓ સજાગ છે અને શિક્ષણ ઝુંબેશોને પ્રારંભ કરવા આરોગ્ય અધિકારીઓ સાથે કામ કરે છે. ઘણા લોકોએ તબીબી પુરવઠાનો સ્ટોક કરવાનું આયોજન કર્યું હતું અને પ્રારંભિક અને માધ્યમિક શાળાઓ બંધ હોય તો ઓછી આવકવાળાં બાળકો માટે પાઠ અને ભોજનની વ્યવસ્થા કરવાની યોજનાઓ સહિત, ખરાબ કેસોની ચર્ચા કરવાનું વિચારાયું હતું.[૮૪] કેલિફોર્નિયા યુનિવર્સિટી કેમ્પસે કાગળના માસ્કથી માંડીને આહાર અને પાણી માટે હાથ-સ્વચ્છતા વસ્તુઓ સુધીનો પુરવઠો સ્ટોક રાખ્યો હતો.[૮૪] આકસ્મિક સમયે તૈયાર રહેવામાં મદદ કરવા, યુનિવિર્સિટી ઓફ મેરિલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિનના બાળરોગશાસ્ત્રના પ્રાધ્યાપક જેમ્સ સી. કિંગ જુ. એ સૂચવ્યું છે કે, દરેક દેશે સ્થાનિક આરોગ્ય વિભાગ, માતા-પિતા અને શાળા વહીવટકર્તાઓ દ્વારા સંચાલિત “ ઈન્ફલ્યુએન્ઝા કાર્ય ટીમ ” ઊભી કરવી જોઇએ.[૮૫]ઢાંચો:Asof યુનાઈટેડ સ્ટેટસમાં 126000 વિદ્યાર્થીઓને અસર કરતી 19 રાજ્યોની કામચલાઉ 600 જેટલી શાળાઓ બંધ કરવામાં આવી છે.[૮૬]



મોં પરના માસ્ક

શાળાઓ, કાર્ય-સ્થળો, કે જાહેર સ્થળો જેવાં આરોગ્ય સિવાયના સંભાળ સ્થળોએ મોં પર માસ્ક પહેરવાં કે રેસ્પિરેટરોનો ઉપયોગ કરવાનો સીડીસી ભલામણ કરતું નથી, પરંતુ તેમાં થોડાક અપવાદ છે : વાયરસ સાથેની માંદી વ્યકિતએ તે બીજા લોકોની આસપાસ હોય, અને ફલૂવાળી કોઈ વ્યક્તિની સંભાળ લેતી વખતે તીવ્ર માંદગીનું જોખમ હોય તેવા લોકોએ માસ્ક પહેરવાનું વિચારવું જોઇએ.[૯૧] મોં પરના માસ્ક પહેરવા અંગે કેટલાક મતભેદ છે, કેટલાક નિષ્ણાતોને ભય છે કે માસ્ક લોકોમાં સુરક્ષાની ખોટી લાગણી પેદા કરશે અને બીજી ધોરણસરની સાવચેતીઓની જગ્યાએ મુકવી જોઇએ નહીં.[૯૨] ચેપગ્રસ્ત વ્યકિતઓના નિકટના સંપર્કમાં હોય તેવા લોકોને માસ્ક લાભદાયક બની શકશે, પરંતુ તેઓ સ્વાઈન ફલૂનો ચેપ અટકાવી શકશે કે કેમ તેની જાણ નથી.[૯૨]નાગોયા યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસન ખાતે વાયરોલોજીના પ્રાધ્યાપક યુખિહિરો નિશિયામાએ જણાવ્યું હતું કે “ કશું ન હોય તેનાં કરતાં માસ્ક હોય તે વધુ સારું છે, પરંતુ હવાજનિત વાયરસ ખાલી જગ્યામાંથી સહેલાઈથી ઘુસી જતા હોવાથી તેને સંપૂર્ણપણે અટકાવવાનું મૂશ્કેલ છે. ” [૯૩]3M માસ્ક ઉત્પાદકના કહેવા પ્રમાણે માસ્ક ઔદ્યોગિક સ્થળોમાં રજકણોને બહાર કાઢશે, પરંતુ “ સ્વાઈન ફલૂ વાયરસ જેવા જૈવિક એજન્ટો માટે કોઈ સ્થાપિત એકસપોઝર મર્યાદા નથી. ” [૯૨] અસરકારકતાનો પુરાવો ન હોવા છતાં, આવા માસ્કનો ઉપયોગ એશિયામાં સામાન્ય છે.[૯૩][૯૪] ખાસ કરીને માસ્ક જાપાનમાં ખૂબ લોકપ્રિય છે, જ્યાં સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું ઊંચું મૂલ્ય કરાય છે, અને ત્યાંની સભ્યતા, રોગ ફેલાતા અટકાવવા માંદા માણસો માટે માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવે છે.
Source :- http://gu.wikipedia.org

Get Government or Education Exam Material Online (GSG) Click Here 


Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment