સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 10 July 2014

ગાજ્યા મેહ વરસ્યા નહીં ઃ નિસ્તેજ બજેટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ગાજ્યા મેહ વરસ્યા નહીં ઃ નિસ્તેજ બજેટ

ઓલ્ડ વાઇન ઇન ન્યુ બોટલ ઃ કોંગ્રેસના બજેટની ભાજપ આવૃત્તિ

અર્થતંત્રના વિકાસ, જીડીપી ગ્રોથ, કાળાં નાણાં અને મોંઘવારી અંગે મૌન ઃ આમ આદમી માટ

આવકવેરા મુક્તિમર્યાદા અઢી લાખ, ૮૦સી હેઠળ રોકાણો પરની કરમુક્તિ મર્યાદા ૧.૫૦ લાખ કરાઇ

સંરક્ષણ ક્ષેત્રે ૨.૨૯ લાખ કરોડ, મહિલાઓ માટે ૯૮,૦૩૦ કરોડ, બાળકો માટે ૮૧,૦૭૫ કરોડ

સિગારેટ, તમાકુ, પાનમસાલા, ગુટખા અને કોલ્ડ ડ્રિન્ક્સ પરની એક્સાઇઝ ડયુટી વધી

બજેટમાં નોકરિયાતોને રાહતો, રોકાણકારોને પ્રોત્સાહનો

(પીટીઆઇ)             નવી દિલ્હી, તા.૧૦
નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે લોકસભામાં રજૂ કરેલા તેમના અને નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ બજેટમાં નોકરિયાત વર્ગને રાહતો આપી હતી અને બીજી તરફ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ઘરેલુ તેમ જ વિદેશી રોકાણકારો માટે પ્રોત્સાહનોની દરખાસ્ત કરી હતી. બજેટમાં આવકવેરા મુક્તિની મર્યાદા વધારીને અઢી લાખ રૃપિયા અને આવકવેરા ધારાની કલમ ૮૦સી હેઠળ વ્યક્તિગત રોકાણો પરની કરમુક્તિની મર્યાદા દોઢ લાખ રૃપિયા કરાઇ છે. સ્વ-ઉપાર્જિત મિલકત માટેની હાઉસિંગ લોન પરની વ્યાજમુક્તિની મર્યાદા પણ રૃા.૫૦,૦૦૦ના વધારા સાથે બે લાખ રૃપિયા થઇ છે.
વરિષ્ઠ નાગરિકો માટેની આવકવેરા મુક્તિમર્યાદા અઢી લાખ રૃપિયાથી વધારીને ત્રણ લાખ રૃપિયા કરાઇ છે. કર રાહતોથી કરદાતાઓને મહત્તમ ૪૦,૦૦૦ રૃપિયાની બચત થશે.
જોકે, આવકવેરાના દરોમાં તથા કોર્પોરેટ કે વ્યક્તિગત સરચાર્જમાં કોઇ ફેરફાર કરાયો નથી અને ત્રણ ટકા એજ્યુકેશન સૅસ પણ જારી રહેશે.
બજેટમાં સિગારેટ, તમાકુ, પાનમસાલા, ગુટખા અને કોલ્ડ ડ્રિન્ક્સ પરની એક્સાઇઝ ડયુટીમાં વધારો કરાયો છે અને સેવા કરની જાળ વિસ્તારવામાં આવી છે.
ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રને ફરી ધમધમતું કરવા અને રોકાણકારોનો વિશ્વાસ પુનર્જીવિત કરવા ઘરેલુ અને વિદેશી રોકાણકારોને હકારાત્મક સંકેતો આપતાં જેટલીએ નવી જવાબદારી ઊભી કરે તેવા પાછલી અસરના કર ફેરફારો ટાળ્યાં હતાં. સીઆરટી ટીવી, ૧૯ ઇંચથી નાની એલસીડી અને એલઇડી ટીવી પેનલ પરની કસ્ટમ ડયુટી ઘટાડાતાં આ ચીજવસ્તુઓ સસ્તી થશે.
બજેટમાં સંરક્ષણ ક્ષેત્રે ૨.૨૯ લાખ કરોડ, મહિલાઓ માટે ૯૮,૦૩૦ કરોડ અને બાળકો માટે ૮૧,૦૭૫ કરોડ રૃપિયાની જંગી ફાળવણી કરાઇ છે. અનુસૂચિત જાતિ કલ્યાણ યોજના માટે ૫૦,૫૪૮ કરોડ, અનુસૂચિત જનજાતિ કલ્યાણ યોજના માટે ૩૨,૩૮૭ કરોડ, મનરેગા માટે ૩૩,૩૬૪ કરોડ અને કૃષિલક્ષી યોજનાઓ માટે ૭,૫૦૦ કરોડ રૃપિયા ફાળવાયા છે. વડાપ્રધાન ગ્રામ સડક યોજના માટે ૧૪,૩૮૯ કરોડ તથા દરેક ઘરમાં ૨૪ કલાક વીજળી માટેની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના માટે ૫૦૦ કરોડ રૃપિયાની ફાળવણી કરાઇ છે. કિસાન વિકાસ પત્રો ફરી શરૃ કરવાની ઘોષણા પણ જેટલીએ કરી હતી. વિદેશથી પરત આવતા પ્રવાસીઓ માટેનું બેગેજ એલાઉન્સ ૩૫,૦૦૦થી વધારીને ૪૫,૦૦૦ રૃપિયા કરાયું છે. વધુ ૬૦ જેટલા નવા આયકર સેવા કેન્દ્રો ખોલવાની ઘોષણા પણ નાણાપ્રધાને કરી હતી.
દરમિયાન, ૨૦૧૨માં પાછલી અસરથી કરાયેલા સુધારાથી હતોત્સાહ થયેલા વિદેશી રોકાણકારોની શંકા-કુશંકાઓ દૂર કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઇનડાયરેક્ટ ટ્રાન્સફર મુદ્દે ૨૦૧૨ના સુધારાથી ઉદ્ભવેલા તમામ નવા કેસોની સીબીડીટી દ્વારા રચાનારી ઉચ્ચ સ્તરની સમિતિ દ્વારા ઝીણવટભરી તપાસ કરાશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય અને વિદેશી રોકાણકારો નવા જોમ સાથે દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર સુધારેલા ડાયરેક્ટ ટેક્સ કોડને પુનર્જીવિત કરશે.
સર્વિસ ટેક્સની આવક વધારવા રેડિયો ટેક્સી અને ઓનલાઇન જાહેરાતોને પણ સર્વિસ ટેક્સની જાળ હેઠળ લવાઇ છે. સંરક્ષણ અને વીમા ક્ષેત્રે સંપૂર્ણ ભારતીય સંચાલન અને અંકુશ સાથે એફડીઆઇ મર્યાદા વધારીને ૪૯ ટકા કરાઇ છે. ખાતર સબસિડીની તેમ જ સશસ્ત્ર દળો માટેના મૂડીખર્ચની વધુ ફાળવણી સાથે બજેટમાં બિનયોજનાકીય ખર્ચ ૧૨,૧૯,૮૯૨ કરોડ અંદાજવામાં આવ્યો છે. ખર્ચનો કુલ અંદાજ ૧૭,૯૪,૮૯૨ કરોડ છે જ્યારે ૧૩,૬૪,૫૨૪ કરોડની કુલ કરપ્રાપ્તિ અંદાજવામાં આવી છે, જેમાં કેન્દ્રનો હિસ્સો ૯,૭૭,૨૫૮ કરોડ રહેશે. ચાલુ નાણાકીય વર્ષ માટે બિન-કર આવકો ૨,૧૨,૫૦૫ કરોડ અને ઋણ સિવાયની મૂડીપ્રાપ્તિ ૭૩,૯૫૨ કરોડ રહેશે. બજેટમાં રાજકોષીય ખાધ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના ૪.૧ ટકા, ૨૦૧૫-૧૬માં ૩.૬ ટકા અને ૨૦૧૬-૧૭માં ૩ ટકા અંદાજવામાં આવી હતી.


આવક પર એક નજર (કરોડમાં)
ટેક્સ રેવન્યુ
૪૫૧૦૦૫.૦૦
ટેક્સ ઓન ઈન્કમ
૨૮૪૨૬૬.૦૦
વેલ્થ ટેક્સ
૯૫૦.૦૦
કસ્ટમ
૨૦૧૮૧૯.૦૦
એકસાઇઝ ડયુટી
૩૭૮૦૬.૫૭
અન્ય ખાતાઓનો સેસ
૨૦૭૧૧૦.૦૦
સર્વિસ ટેક્સ
૨૧૫૯૭૩.૦૦
ટેક્સ ઓફ યુનિયન ટેરીટરીઝ
૩૪૦૧.૪૧
કુલ ટેક્ષ રેવન્યુ
૧૩,૬૪,૫૨૪.૪૧




નોન-ટેક્સ રેવન્યુ પર નજર (કરોડમાં)
ઈન્ટરેસ્ટ રીસીપ્ટ અને ડિવિડન્ડ
૧૦,૯૯૮૦.૨૫
ફિસ્કલ સર્વિસ
૧૬૮.૨૨
નેટ ડીફેન્સ
૧૪૫૪.૨૮
જનરલ સર્વિસ અને સોશ્યલ કોમ્યુનિટી
૪૮૫૦.૬૪
ઈકોનોમીક સર્વિસ
૫૪૦૩.૧૦
રેલવે ઈકોનોમી
૭૯૫૩૫.૬૮
અન્ય વિભાગો સાથે કુલ નોનટેક્ષ રેવન્યુ
૨૧૨૫૦૪.૬૧



*  અનુસૂચિત જાતિ કલ્યાણ યોજના માટે ૫૦,૫૪૮ કરોડની ફાળવણી.
*  અનુસૂચિત જનજાતિ કલ્યાણ યોજના માટે ૩૨,૩૮૭ કરોડ ફાળવાયા.
*  મનરેગા માટે ૩૩,૩૬૪ કરોડ અને કૃષિલક્ષી યોજનાઓ માટે ૭,૫૦૦ કરોડની ફાળવણી.
*  વડાપ્રધાન ગ્રામ સડક યોજના માટે ૧૪,૩૮૯ કરોડ.
*  દરેક ઘરમાં ૨૪ કલાક વીજળી માટેની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના માટે ૫૦૦ કરોડ.
*  વિદેશમાંથી હવે રૃા.૪૫,૦૦૦ સુધીની રોકડ સાથે લાવવાની છૂટ.
*  હાઉસિંગ લોન પરની વ્યાજમુક્તિ મર્યાદા વધારીને બે લાખ રૃપિયા

*  વધુ ૬૦ જેટલા નવા આયકર સેવા કેન્દ્રો ખુલશે. કિસાન વિકાસ પત્રો ફરી શરૃ કરાશે.
*  સંરક્ષણ-વીમા ક્ષેત્રે પૂર્ણ ભારતીય સંચાલન, અંકુશ સાથે એફડીઆઇ મર્યાદા વધારીને ૪૯ ટકા કરાઇ.
*  ૧૨,૧૯,૮૯૨ કરોડનો બિનયોજનાકીય ખર્ચ અંદાજ. ખર્ચનો કુલ અંદાજ ૧૭,૯૪,૮૯૨ કરોડ.
*  ૧૩,૬૪,૫૨૪ કરોડની કુલ કરપ્રાપ્તિનો અંદાજ. બિન-કર આવકોનો ૨,૧૨,૫૦૫ કરોડ અને ઋણ સિવાયની મૂડીપ્રાપ્તિનો ૭૩,૯૫૨ કરોડનો અંદાજ.
*  ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના ૪.૧ ટકા રાજકોષીય ખાધનો અંદાજ જાળવી રખાયો.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment