સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 4 July 2014

ચીનના હેકરે ઇ-મેઇલ હેક કરી સુરતની કંપનીના ૪૮ લાખ સેરવ્યા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News


ચીનના હેકરે ઇ-મેઇલ હેક કરી સુરતની કંપનીના ૪૮ લાખ સેરવ્યા

કોરીયાથી મશીનરી પાર્ટસ મગાવતી સુરતની કંપનીને

કોરીયન કંપનીના નામે પેમેન્ટ માટે ઇ-મેઇલ કર્યો


(પ્રતિનિધિ દ્વારા)     સુરત, ગુરૃવાર
ઉધના ઉદ્યોગનગરમાં ટેક્ષટાઇલ મશીનરી બનાવતી કંપનીનું ઇ-મેઇલ આઇડી તેમજ તેમને મશીનરી પાર્ટસ સપ્લાય કરતી કોરીયાની કંપનીનું ઇમેઇલ આઇડી હેક કરી ચીનના હેકરે કોરીયાની કંપનીના નામે પેમેન્ટનો મેઇલ કરી રૃ. ૪૮.૧૪ લાખ સુરતની કંપની પાસે પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતાં. સુરતની ઉધના પોલીસે આ અંગે ચીનના બૈજીંગમાં રહેતા હેકર વિરૃદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ ખાતે ચાણક્યપુરીના બંગલા નં. ૩૫માં રહેતા ચંદ્રકાંતભાઇ છગનભાઇ ગોંડલીયા ઉધના ઉદ્યોગનગર ન્યુ એસ્ટેટ રોડ નં. ૬ જી પ્લોટ નં. બી/૧૬૯ ખાતે અલીન્દ્રા ટેક્ષટાઇલના નામે ટેક્ષટાઇલ મશીનરી બનાવવાનું યુનિટ ધરાવે છે. તેમની કંપની ઘણાં વર્ષોથી કોરીયાની કંપની જુંગ વોન ઇન્ડસ્ટ્રીઝ પાસે મશીનરી પાર્ટસ મંગાવે છે. બંને વચ્ચે મોટાભાગના વ્યવહારો ઓનલાઇન થતાં હોય છે.
ઓર્ડર ઇમેઇલ દ્વારા મંગાવ્યા બાદ કોરીયાની કંપની વળતો ઇમેઇલ કરી જે એકાઉન્ટમાં નાણાં જમા કરાવવા કહે તેમાં અલીન્દ્રા ટેક્ષટાઇલ પૈસા જમા કરાવી દે છે. ગત ત્રીજી જૂનના રોજ કોરીયાની કંપનીનો પેમેન્ટ અંગેનો ઇમેઇલ આવતા અલીન્દ્રા ટેક્ષટાઇલે તેમાં ઉલ્લેખ કરેલા એકાઉન્ટમાં ૮૧૦૦૦ ડોલર રૃ. ૪૮,૧૪,૫૬૩ જમા કરાવી દીધા હતાં. જો કે, થોડા દિવસ બાદ કોરીયાની કંપનીનો પેમેન્ટ માટે ફરી ઇમેઇલ આવતા ચંદ્રકાંતભાઇ ચોંક્યા હતાં.
તેમણે તરત જ કોરીયા ફોન કરી પેમેન્ટની ચૂકવણી કરી દીધી હોવાનું કહેતા સામેથી પેમેન્ટ માટે અગાઉ કોઇ ઇમેઇલ કર્યો ન હોવાનું જણાવ્યું હતું. આથી ચંદ્રકાંતભાઇએ પોતાની બેન્કમાં જઇ તપાસ કરાવી તો તેમણે જે પેમેન્ટ કર્યું હતું તે ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શીયલ બેન્ક ઓફ ચાઇનાના બૈજીંગમાં રહેતા એકાઉન્ટ હોલ્ડર રીઝર્વર યંગલીકના એકાઉન્ટમાં જમા થયું હોવાનું જાણવા મળ્યું હતું.
વધુ તપાસ કરતા ખુલાસો થયો હતો કે, ચીનના બૈજીંગના જે ખાતેદારના એકાઉન્ટમાં પૈસા જમા થયા હતાં તેણે કોરીયાની કંપની અને ચંદ્રકાંતભાઇની કંપનીનું ઇમેઇલ આઇડી હેક કરી ખેલ કર્યો હતો. છેતરપિંડીની આ ઘટના અંગે ચંદ્રકાંતભાઇએ ગતરાત્રે ઉધના પોલીસ મથકમાં ચીનના હેકર રીઝર્વર યંગલીક વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે, હેકર ચીનનો હોવાથી પોલીસ આઇ.પી. એડ્રેસ મેળવ્યા બાદ પુરતા પુરાવા એકત્ર કરી ઇન્ટરપોલની મદદ લેશે. વધુ તપાસ ઉધના પી.આઇ. એ.એચ. રાજપૂત કરી રહ્યાં છે.

ઠગ ચીનની સાઇબર આર્મીનો હેકર હોવાની શક્યતા
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
કોરીયાની કંપની અને સુરતની કંપનીનું ઇમેઇલ આઇડી હેક કરી રૃ. ૪૮.૧૪ લાખ (૮૧૦૦૦ ડોલર) પોતાના એકાઉન્ટમાં જમા કરાવનાર ચીની હેકર ચીનની સાઇબર આર્મીનો સભ્ય હોવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં સત્તાવાર સાઇબર આર્મી છે અને તેમાં કામ કરતા હેકરો અન્ય દેશોની વેબસાઇટ હેક કરવાની સાથે આવા કારસ્તાન પણ કરે છે.
 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment