સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 2 December 2015

ભાજપે હવેલી લેતાં 'ગતિશીલ ગુજરાત' ગુમાવ્યું - શહેરોમાં કમળ ખીલ્યું ઃ ગામડાંએ પંજો ઊગામ્યો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ભાજપે હવેલી લેતાં 'ગતિશીલ ગુજરાત' ગુમાવ્યું

શહેરોમાં કમળ ખીલ્યું ઃ ગામડાંએ પંજો ઊગામ્યો

જિલ્લા અને તાલુકા પંચાયતો 'ભાજપ મુક્ત'!

ભાજપના ગઢ ગણાતા અને પાટીદારોના વર્ચસ્વવાળાં મહેસાણા-ઊંઝામાં ભાજપને જોરદાર ફટકો

પાટીદાર મતો નિર્ણાયક બનશે એવી ભીતિ શહેરી વિસ્તારોમાં સૂરસૂરિયું સાબિત થઇ

પાટીદારોનાં આંદોલનની અસર ભાજપને શહેરોમાં  ના નડી પરંતુ ગ્રામ્યમાં પાટીદારનું ફેક્ટર નડયું

અમદાવાદ, તા.૨
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે લોકચુકાદો જાહેર થઇ ગયો છે. વીસ વર્ષના એકધારા શાસન પછી પહેલી જ વાર પડકાર અનુભવનારા ભાજપનું કમળ શહેરી મતદારો સમાવતા અમદાવાદ સહિતના છ મહાનગરોમાં કે નગરપાલિકાઓના ક્ષેત્રમાં ખીલ્યું છે. તો તાલુકા, જિલ્લા પંચાયતોમાં ભાજપે મોટી પછડાટ ખાધી છે. અર્થાત્ શહેરોમાં કમળ ખીલ્યું છે તો ગામડાંઓએ પંજો ઉગામ્યો છે.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં  ભાજપની જીત છતાં બેઠકો ઘટી ઃ ભાજપની ૩૧માંથી ૨૧ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન
બીજા શબ્દોમાં કહીએ તો ભાજપે હવેલી લેતાં 'ગતિશીલ ગુજરાત' ગુમાવ્યું છે. આજે જાહેર થયેલાં પરિણામો મુજબ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર એવાં છ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સત્તા જાળવી રાખી છે. તો ૪૨ નગરપાલિકાઓમાં પણ વિજય મેળવ્યો છે. અલબત્ત, રાજકોટમાં કટોકટની જીત મળી છે. બીજી તરફ ૩૧ પૈકી માત્ર પાંચ જિલ્લા પંચાયતોમાં ભાજપ શાસન ટકાવી શક્યું છે. જ્યારે રાખમાંથી બેઠી થઇ હોય એમ કોંગ્રેસે ગ્રામીણ ઈલાકાઓનો સમાવેશ કરતી ૨૧ જિલ્લા પંચાયતો ઉપરાંત તાલુકા પંચાયતોમાં જોરદાર હાજરી નોંધાવી છે. ગુજરાતના રાજકારણમાં આ પરિણામોની દૂરગામી અસર પડશે એ નિશ્ચિત છે. નોંધપાત્ર બાબત એ પણ છે કે પાટીદાર અનામત આંદોલનની પાર્શ્વભૂમાં લડાયેલી ચૂંટણીમાં પાટીદાર મતો નિર્ણાયક બનશે એવી ભીતિ શહેરી ઈલાકાઓમાં સૂરસૂરિયું સાબિત થઇ છે. જિલ્લા પંચાયતોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ભાજપનો સફાયો કરવામાં આ પરિબળે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું રાજકીય સૂત્રો કહી રહ્યા છે ખરાં.
ભાજપ તથા કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલી અને ખૂબ જ વિવાદોમાં રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોએ પણ આશ્ચર્ય સર્જ્યું છે. કારણ કે તમામ છ મહાનગરપાલિકાઓમાં તેમજ ૩૧ નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યાં શહેરી વિસ્તારો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારો છે તેવી જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે જબરજસ્ત દેખાવ કર્યો છે. પાટીદારોનાં આંદોલનની અસર ભાજપને શહેરોમાં નથી નડી પરંતુ ગ્રામ્યમાં પાટીદારનું ફેક્ટર નડી ગયું છે. આમ છતાં સમગ્ર પરિણામ કોઈ એક પક્ષની તરફેણમાં ગયું નથી. મતદારોએ જાણે ૫૦-૫૦ ટકા મત બન્ને પાર્ટીઓને આપવાનું નક્કી કર્યું હોય તે રીતનું પરિણામ આવ્યું છે. જેથી બન્ને પક્ષની લાજ બચી ગઈ છે.
પાટીદારોનાં અનામત આંદોલનને કારણે સરકારની છબી ખરડાઈ હતી. પટેલોને ભાજપની વિરૃદ્ધમાં અને કોંગ્રેસની તરફેણમાં મત આપવાની હાકલ અનેક પાટીદારોએ કરી હતી પરિવર્તન કે પુનરાવર્તનના પ્રશ્ન વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. હાર્દિક પટેલ અને પાટીદારો ઘણું નુકસાન કરશે એવું મનાતું હતું પરંતુ કોર્પોરેશનમાં તેની કોઈ અસર થઈ નહોતી. એટલું જ નહીં હાર્દિકનો ગઢ વિરમગામમાં પણ ભાજપે ભગવો લહેરાવી દીધો છે.
કોંગ્રેસ માટે જમાપાસુ પંચાયતોની ચૂંટણી રહી છે. ૩૧ જિલ્લા પંચાયતોમાંથી ૧૯માં જીત મેળવી છે. તેમ જ ૧૦૦થી વધુ તાલુકા પંચાયતમાં પણ વધુમાં જીત મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં સૌ પ્રથમ વખત યોજાયેલી આ ચૂંટણીમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપની પરંપરાગત ગણાતી પાટીદારોની વોટ બેન્ક ઘટી છે. જેથી જ ત્યાં હારનો સામનો કરવો પડયો છે.
પરંતુ મોટા શહેરોમાં પાટીદારોની ખાસ અસર થઈ નથી. અમદાવાદમાં નિકોલ, વસ્ત્રાલ જેવા પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં ભાજપે આખી પેનલો જીતી છે. જોકે બીજી બાજુ ભાજપના ગઢ ગણાતા અને જ્યાં પાટીદારોનું વર્ચસ્વ છે તેવા મહેસાણા-ઊંઝામાં ભાજપને જોરદાર ફટકો પડયો છે. પાલિકાઓની ૨૨ બેઠકો કોંગ્રેસે પડાવી લીધી છે. ભાજપ અહીં ખાતુ પણ ખોલાવી શકી નથી. સીનીયર મંત્રી નિતિન પટેલનાં મત વિસ્તારમાં પણ કોંગ્રેસે સફળતા મેળવી છે.
મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ભાજપે તો જિલ્લા-તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે શાનદાર પરિણામ મેળવ્યું છે. જ્યાં પાટીદારો તેમજ શાસક વિરોધી પરીબળ કામ કરી ગયા હોવાનું દેખાઈ રહ્યું છે. શહેરોમાં કોંગ્રેસે પાટીદારોને પોતાની તરફ ખેંચવાના અનેક પ્રયાસો કર્યા હતા. પરંતુ સફળ થયા નહોતા અને પાટીદાર ફેક્ટરનું રીતસરનું સૂરસૂરીયું થઈ ગયું હતું. પોલીસ દમન કે ભાજપને વોટ નહીં આપવાની અપીલ કામમાં આવી નથી.
રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાની કુલ ૫૭૨ બેઠકો તથા ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૦ તાલુકા પંચાયતો અને ૫૬ નગરપાલિકાઓની કુલ ૮૦૫૪ બેઠકોની ચૂંટણીની મત ગણતરી બુધવારે સવારે ૯ વાગ્યે શરૃ થઈ હતી. શરૃઆતનાં કલાક બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી શરૃ થઈ હતી. જોકે અમદાવાદમાં ભાજપ પ્રથમથી જ આગળ હતું. વડોદરામાં પણ ભાજપ બીડીંગ કરતું હતું. જ્યારે સુરત-રાજકોટ- જામનગરમાં કોંગ્રેસ આગળ હતી. પરંતુ બે કલાક બાદ તમામ છ કોર્પોરેશનમાં ભાજપ આગળ થઈ ગયું હતું. જે લીડ ગણતરીનાં અંતીમ સમય સુધી જળવાઈ રહી હતી. બપોરે ૧ વાગ્યે વિજેતા ઉમેદવારોનાં ધીમે ધીમે વિજય સરઘસ નીકળવાનાં શરૃ થયા હતા. ત્યાર બાદ મોટી સંખ્યામાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠેર ઠેર વિજય સરઘસો નીકળ્યા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી. મત ગણતરીના સ્થળની બહાર બન્ને પક્ષનાં કાર્યકરો તેમજ લોકોનાં ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. જેથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

અત્યારે વિધાનસભાની ચૂંટણી થાય તો ભાજપને માત્ર ૯૭ બેઠકો મળે..!!
અમદાવાદ, બુધવાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ૨૦૧૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર ગણાવાતી હતી. હવે પરિણામો આવી ગયા છે. જેમાં મહાનગરપાલિકાઓમાં એટલે કે શહેરોમાં ભાજપે બાજી મારી છે જ્યારે કોંગ્રેસે ગામડાઓમાં મોટાપાયે જીત મેળવી છે. સમગ્ર પરિણામની બન્ને પક્ષોની ટકાવારી કાઢીએ તો એવી હકિકત બહાર આવે છે કે જો આજની તારીખે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપને માત્ર ૯૭ બેઠકો મળી શકે છે..!! જ્યારે કોંગ્રેસને ૮૭ બેઠકો મળી શકે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી સરેરાશ ૫૩ ટકા અને કોંગ્રેસને ૪૭ ટકા બેઠકોને આધારે મંડાતું ગણિત
જે પરિણામો જાહેર થયા છે તે મુજબ મહાનગરપાલિકામાં ભાજપનને ૬૮ ટકા, જિલ્લા પંચાયતોમાં ૩૮ ટકા, નગરપાલિકાઓમાં ૬૨ ટકા અને તાલુકા પંચાયતોમાં ૪૫ ટકા બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસને અનુક્રમે ૩૨, ૬૨, ૩૮ અને ૫૫ ટકા બેઠકો મળી છે. સમગ્ર સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીઓની બેઠકની ટકાવારી મુજબ ભાજપને સરેરાશ ૫૩ ટકા અને કોંગ્રેસને ૪૭ ટકા બેઠકો મળી છે.
ગુજરાત વિધાનસભામાં કુલ ૧૮૨ બેઠકો છે જેમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે. આવેલા પરિણામની ટકાવારી મુજબનું ગણિત માંડવામાં આવે તો અને આજની તારીખમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપને માત્ર ૯૭ બેઠકો મળી શકે તેમ છે. જ્યારે કોંગ્રેસને ૮૭ બેઠકો મળી શકે. ભાજપને ૨૦થી ૨૫ જેટલી બેઠકોનો નુકસાન થઇ શકે, જ્યારે કોંગ્રેસને એટલો જ ફાયદો થાય.

જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પંજાએ કમળને કચડી નાંખ્યું!
આ વિસ્તારના ૧૭ જિલ્લાઓમાંથી માત્ર એક પોરબંદરે જ ભાજપની આબરૃ બચાવી

અમદાવાદ,તા.૨
ગુજરાતમાં ૨૦૧૦ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતોના ક્ષેત્રે ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાખ્યો હતો. પરંતુ પાંચ વર્ષમાં પરિસ્થિતિ પલટાઈ ગઈ છે. ભાજપનો સૌરાષ્ટ્રમાં એક પોરબંદર જિલ્લા સિવાય સફાયો થઈ ગયો છે તો ઉત્તર ગુજરાતમાં પણ ભાજપને સત્તાની ખુરશી ટકાવી રાખવા કોઈ જમીન મળી નથી. આ વિસ્તારની ૧૬ જિલ્લા પંચાયતોમાંથી માત્ર એકમાં જ ભાજપને સમખાવા પૂરતી જિલ્લા પંચાયત મળી છે.
કચ્છ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બધું મળીને ૧૫ જિલ્લા પંચાયતો પૈકી ૭માં પણ કોંગ્રેસને કબજો જમાવ્યો છે. ડાંગ અને ભરૃચ જિલ્લામાં અનુક્રમે ટાઈ પડી છે અને ત્રિશંકુ પરિસ્થિતિ છે. એટલે બાકીના છ જિલ્લાઓમાં જ ભાજપ સત્તાનું પુનરાવર્તન કરી શક્યો છે.
 
વિસ્તાર
ભાજપ
કોંગ્રેસ

કચ્છ
કચ્છ
-

સૌરાષ્ટ્ર
પોરબંદર
બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર,

-
-
મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા,

-
-
અમરેલી જૂનાગઢ, ગીર,સોમનાથ

ઉત્તર ગુજરાત

મહેસાણા, પાટણ, ગાંધીનગર સાબરકાંઠા, અરવલ્લી

મધ્ય ગુજરાત
પંચમહાલ
અમદાવાદ, આણંદ, વડોદરા, મહિસાગર છોટા ઉદેપુર

દ. ગુજરાત
સુરત, વલસાડ,
નર્મદા, તાપી નવસારી


(૧) ડાંગર જિલ્લામાં ભાજપ-કોંગ્રેસને ૮-૮ બેઠક મળતાં ટાઈ પડી છે.
(૨) બનાસકાંઠા અને ખેડા જિલ્લામાં પંચાયતની ચૂંટણી આ વર્ષે યોજાઈ નથી.
(૩) ભરૃચ જિલ્લામાં કોઈનેય બહુમતી મળી નથી. અહીંની કોંગ્રેસને ૧૩, ભાજપને ૧ ૨ અને જેડીયુને ૯ બેઠક મળતાં ત્રિશંકુ પરિસ્થિતિ સર્જાઈ છે.


ભાજપને ગઇ ચૂંટણી કરતા ૩ બેઠકનો ફટકો ઃ કોંગ્રેસને ૩નો ફાયદો
વડોદરામાં ભાજપની ૬૧થી ઘટીને ૫૮, કોંગ્રેસ ૧૧થી વધીને ૧૪ બેઠક પર વિજયી

વડોદરા, તા.૨
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો. ૧૯ વોર્ડની ૭૬ બેઠકમાંથી ૭૫ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે ૫૮ બેઠક જીતી હતી.
આરએસપીની આખી પેનલે ભાજપ-કોંગ્રેસને મ્હાત કરી ભવ્ય જીત મેળવી
 જ્યારે કોંગ્રેસે ૧૪ તથા આરએસપીએ ચાર બેઠક જીતી લીધી હતી. ૨૦૧૦માં ભાજપે ૬૧ બેઠક જીતી હતી અને કોંગ્રેસ ૧૦ બેઠક પર આજ રોજ જાહેર થયેલા પરિણામો જોતા ભાજપને ત્રણ બેઠકનો ફટકો પડયો છે તો કોંગ્રેસને ત્રણ બેઠકનો ફાયદો થયો છે આ વખતે કોંગ્રેસને ખૂબ સારો દેખાવ કરવાની ઇચ્છા હતી અને ઓછામાં ઓછી ૩૦ બેઠકો કબજે કરવાની ઇચ્છા હતી.
જો અપક્ષો અને આરએસપી સારો દેખાવ કરે તો બોર્ડ પણ બનાવી શકાય તેવો વ્યૂહ વિચારી રાખ્યો હતો, પરંતુ કોંગ્રેસ ક્યાંય પાછળ રહી ગઇ ફરી વિરોધ પક્ષમાં જ બેસવાનો વારો આવ્યો છે.
આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપ-કોંગ્રેસના ૭ વર્તમાન કોર્પોરેટર ચૂંટણી હારી ગયા છે, જ્યારે ૨૦ જીતી ગયા છે. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટરે આરએસપીમાંથી પોતાની પેનલ ઊભી રાખી હતી. જેણે ભાજપને મહાત કરીને પેનલના ચારેય ઉમેદવારે ચૂંટણી જીતી લીધી છે. આ પેનલમાં રાજેશ આયરે અને તેમના પત્ની પૂર્ણિમા આયરેનો સમાવેશ થાય છે

ભાજપને સત્તા મેળવતા પરસેવો પડયો ઃ કોંગ્રેસ 'મજબૂત' વિપક્ષ
રાજકોટમાં કોંગ્રેસની ૩૪ સામે ભાજપે માંડ માંડ ૩૮ બેઠકો મેળવી

રાજકોટ,તા.૨
રાજકોટ મહાપાલિકાના આજે જાહેર થયેલા ચૂંટણીના પરિણામે વર્ષો બાદ ભારે ઉત્તેજના જગાવી હતી. ઈ.સ.૨૦૦૫ અને ૨૦૧૦માં બે તૃતિયાંશથી વધારે બહુમતિ મેળવનાર ભાજપને આ ૨૦૧૫માં પાંખી બહુમતિ મેળવવામાં પણ પરસેવો વળી ગયો હતો. જાહેર પરિણામ મૂજબ જોરદાર લડત આપનાર કોંગ્રેસને ૩૪ બેઠક મળી છે જ્યારે ભાજપને ૩૮ બેઠક મળતા તેનું શાસન માંડ માંડ ટકી રહ્યું છે.
રસ્તા,ગટર,પીપીપી જેવા પ્રશ્ને લોકોનો રોષ અને પાટીદારો નારાજ પણ મતપેટી સુધી તે મતો લાવવામાં કોંગ્રેસને થોડુ છેટુ રહી ગયું
ભાજપ પાસે રહેલી ૫૮માંથી ૨૦ બેઠકો તેણે ગુમાવી છે તો નવા સીમાંકનના કારણે કોંગ્રેસની ૨૩ બેઠકો વધી છે. જે કારણે મનપામાં એક દસકાંથી સતત બે તૃતિયાંશ બહુમતિ સાથે નિર્ણયો લેતા ભાજપે હવે પાંખી બહુમતિથી કામ ચલાવવું પડશે.
રાજકોટમાં આજે બપોરે દોઢેક વાગ્યે જ્યારે એકમાત્ર વોર્ડ નં.૬ની ગણત્રી બાકી હતી ત્યારે બાકીના ૧૭ વોર્ડમાંથી બન્ને પક્ષોને ૩૪-૩૪ બેઠક મળતા ભારે ઉત્તેજના સર્જાઈ હતી પણ વોર્ડ નં.૬ની ચારેય બેઠક ભાજપને મળતા ભાજપની સત્તા ટકી રહી હતી. ૧૨૬ ચો.કિ.મી.નો વિસ્તાર, ૪ લાખ મકાનો, ૧૩.૭૦ લાખની વસ્તી અને ૮.૭૦ લાખ મતદારો અને ૪ વિધાનસભા મતવિસ્તાર ધરાવતા રાજકોટમાં ૨૩ વોર્ડ અને ૬૯ બેઠકો સામે નવા સીમાંકન મૂજબ ૧૮ વોર્ડ અને ૭૨ બેઠકો માટે પ્રથમવાર આ ચૂંટણી યોજાઈ હતી. પ્રથમવાર મનપામાં ૫૦ ટકા મહિલા અનામત આવી છે જેમાં એક વોૅર્ડમાં તો ત્રણ મહિલા જીતતા મહિલા ઉમેદવારોની સંખ્યા ૩૭ એટલે કે પુરુષો કરતા વધારે થશે.
હાલની ટર્મ ૨૦૧૦-૨૦૧૫માં ભાજપને ૫૮ અને કોંગ્રેસને ૧૧ તો અગાઉ ૨૦૦૫માં ભાજપને ૫૯ અને કોંગ્રેસને ૧૦ બેઠક મળ્યા બાદ આ ચૂંટણીમાં પણ ૫૦થી વધુ બેઠકો મેળવવાનો ભાજપનો આત્મવિશ્વાસ મતદારોએ ખોટો પાડયો છે. આમ, મહાપાલિકામાં એંસીના દાયકા પછી પ્રથમવાર કોંગ્રેસ મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવી છે. વર્ષોથી સત્તાના ફળ ચાખતા ભાજપમાં મુખ્યમંત્રી, ફિલ્મ અભિનેતા વગેરે પ્રચારમાં આવ્યા હતા તો કોંગ્રેસના પ્રચારમાં કોઈ મોટા નેતા આવ્યા ન્હોતા. વળી, સ્થાનિક ધોરણે પણ સક્રિય નેતાનો અભાવ રહ્યો હતો.
આ ચૂંટણીમાં ભંગાર રસ્તા અને તેના પ્રતિ તંત્રની નિંભરતા, ઉભરાતી ગટર, પાણીના ધાંધિયા (આજે પણ પાણીકાપ મુકાયો!), પી.પી.પી.ના નામે જમીન અને સંચાલનના નામે જાહેર ઈમારતોની લ્હાણી જેવા સ્થાનિક અને મોંઘવારી, શાસકવિરોધી જનવલણ તેમજ પાટીદારોની સરકાર પ્રતિ નારાજગી જેવા મુદ્દા આ પરિણામ પર અસરકારક રહ્યા હતા.
ભાજપે એકતરફ વોર્ડ નં.૮,૯ જેવા પાટીદાર બહુમત વિસ્તારમાં બહુમતિ મેળવી છે અને આ ફેક્ટર ચાલ્યું નહીં તેમ જાહેર કર્યું તો બીજી તરફ શહેરમાં પાટીદાર આંદોલનનું એપીસેન્ટર ગણાતા મવડીમાં શહેર ભાજપ પ્રમુખ પણ હારી ગયા છે તો બીજી તરફ વોર્ડ નં.૧૬માં પછાત લત્તામાં કે અંબાજી કડવા પ્લોટ સહિતના ઓ.બી.સી.વસ્તી ધરાવતા વોર્ડમાં પણ ભાજપને પરાજ્યનો સામનો કરવો પડયો છે.
ભાજપની સત્તા ટકાવી રાખનારા પરિબળોમાં તેનું બુથ મેનેજમેન્ટ કે જેમાં જરૃરિયાતમૂજબના મતો મતપેટીમાં નંખાવી દેવાના નક્કર પ્રયાસો કારણભૂત રહ્યા છે. ભાજપનો પ્રચાર વેગીલો અને વ્યાપક હતો તે સામે કોંગ્રેસનો પ્રચાર વોર્ડ નં.૧,૯ જેવા અનેક લત્તાઓમાં તદ્દન શુષ્ક રહ્યો હતો અને કોંગ્રેસના ઉમેદવાર દેખાતા નથી તેવું પણ લોકો કહેતા હતા.ઉપરાંત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ, કાર્ય કરતા કાર્યકરોને બદલે દેખાવના નેતાઓના કારણે કોંગ્રેસે સતત ત્રીજી ટર્મ સત્તાથી વંચિત રહેવું પડયું છે. કોંગ્રેસના નવા નિશાળિયા પણ વિજેતા થયા છે

પાટીદાર અનામત આંદોલનની આગ વચ્ચે
સુરત મ્યુનિ.માં ભગવો લહેરાયો પણ બેઠકો ઘટીને ૮૦, કોંગ્રેસને ૩૬ બેઠક
પાટીદાર ઇફેક્ટ ઃ પાંચ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ સાથે ૨૦ ઉમેદવારોને વિજયી બોનસ
કેટલાક વોર્ડમાં ભાજપને આંતરિક જૂથબંધી નડી


(પ્રતિનિધિ દ્વારા)     સુરત,તા.૨
સુરત મહાગનરપાલિકાની ચૂંટણી જંગમાં ભાજપે કુલ ૧૧૬ બેઠક પૈકી ૮૦ બેઠક મેળવીને બહુમતી હાંસલ કરી લીધી છે પણ બેઠકોમાં મોટું નુક્સાન થયું છે.  કુલ ૨૯ વોર્ડમાંથી ભાજપની કુલ ૧૮ પેનલ જીતી ગઇ છે.
કોંગ્રેસની ૭ પેનલ આખી જીતી છે. જ્યારે ચાર પેનલ તૂટી છે. જેમાં સીંગલ વોટીંગ થયું હતું. કુલ ૨૯ વોર્ડ માટે યોજાયેલી પ્રતિષ્ઠાભરી  ચૂંટણીમાં ૪૦ ટકા જેટલા કંગાળ મતદાનમાં નુક્સાન ભાજપને થયું છે. વર્ષ-૨૦૧૦ની ચૂંટણીમાં કુલ ૧૧૪ બેઠકો પૈકી ૯૮ બેઠક ભાજપને મળી હતી. નવા વોર્ડ સીમાંકન બાદ કોંગ્રેસનો એકડો નીકળી જાય તે રીતે થયેલી વોર્ડ રચના બાદ પણ કોંગ્રેસે આશ્વર્યજનક દેખાવ કર્યો છે. જોકે, તેની પાછળ પાટીદાર ફેકટર કામ કરી ગયું હતું. પાટીદારોની બહુમતીવાળા વોર્ડ પૈકીના પાંચ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ જીતી ગઇ હતી.  જ્યારે પાટીદાર ઈફેક્ટવાળા બીજા પાંચ વોર્ડમાં પાંચ પેનલ ભાજપની પણ જીતી છે.
સવારે ૯ વાગ્યાથી શરૃ થયેલી મતગણતરીમાં સવારથી જ ઉત્તેજનાપુર્ણ માહોલ ગણતરી કેન્દ્રો ગાંધી ઇજનેરી કૉલેજ અને એસવીએનઆઇટી પર જોવા મળ્યો હતો. સૌથી પ્રથમ વોર્ડ નંબર-૧૪ કરંજ-મગોબ વોર્ડની ભાજપની આખી પેનલ વિજેતા બની હતી. બંને સ્થળોએ સમાંતર ચાલેલી મતગણતરીમાં જોકે, ઘણા આંચકાજનક પરિણામ ભાજપ માટે આવ્યા હતા. ૧૦૦થી વધુ બેઠકો જીતવાનો દાવા વચ્ચે ભાજપને મતગણતરીના અંતે ૮૦ બેઠકોથી સંતોષ માનવો પડયો છે. જ્યારે ૬૫થી ૭૦ બેઠકો જીતવાનો દાવો કરનાર કોંગ્રેસને ૩૬ બેઠકો મળી છે. સાત વોર્ડમાં તો ભાજપની આખેઆખી પેનલ હારી ગઇ છે.
સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપને ૧૮ બેઠકનો રોકડો ફટકો પડયો છે.  ભાજપની ૧૮ બેઠક ઘટવા પાછળ પાટીદાર આંદોલનની ઈફેક્ટ તથા ભાજપની જુથબંધી જવાબદાર ગણવામાં આવી રહી છે. વરાછા વિસ્તારમાં તો પાટીદાર ઈફેક્ટ સાથે ભાજપના કેટલાક કાર્યકરોએ પ્રચારથી અડગા રહીને ભાજપને ભારે નુકસાન પહોંચાડયું હતું. તો કેટલાક નેતાઓની નકારાત્મક અભિગમના કારણે પણ ભાજપને ભારે ફટકો પડયો હતો. આંજણાં વિસ્તારમાં લઘુમતિ ફેક્ટર સાથે મહેસાણાના મતદારો ઉપરાંત ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવારના કારણે ભાજપની આખી પેલન હારી ગઈ હતી.  ભાજપે ભલે બહુમતિ મેળવી લીધી છે પરંતુ ગત વખતે ૯૮ બેઠકો મળી હતી જેમાં ઘટાડો  થઈને ૮૦ બેઠક થઈ ગઈ છે. પાટીદાર બહુમતિવાળા વિસ્તારમાં ઉમેદવારો પ્રત્યે પણ નારાજગી જોવા મળી હતી. વરાછા-કામરેજ વિધાનસભામાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપની પાંચ પેનલનો સફાયો થયો હતો. જ્યારે કરંજ અને કતારગામના પાંચ વોર્ડમાં જ્યાં પાટીદાર ઈફેક્ટ હતી ત્યાં ભાજપની પેનલ જીતી છે તેની પાછળ ઓ.બી.સી. મતદારો ભાજપ પડખે રહ્યાં તેવું કારણ કહેવાય રહ્યું છે.
૨૨ નવેમ્બરે યોજાયેલી ચૂંટણી માટે થયેલા મતદાન બાદ પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપ સત્તાથી દુર રહે તેવું સટ્ટાબજારમાં કહેવાતું હતું. પરંતુ સુરતમાં રાજકીય વિશ્લેષકોએ ભાજપની ૭૦થી ૮૦ વચ્ચે બેઠક આવે તેવી ગણતરી કરી રહ્યાં હતા જે સાચી પડી છે. આ ચૂંટણીમાં ફરી એક વખત રાંદેર ઝોન વિસ્તારમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. ેઅપક્ષ અને અન્ય પક્ષો પણ મજબુત પ્રચાર કરી રહ્યાં હોવા છતાં આ ચૂંટણીમાં એક પણ અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવારો વિજેતા થયાં ન હતા. ચૂંટણી પરિણામ આવ્યું ત્યારે ૧૧૬માંથી ભાજપને ૮૦ અને કોંગ્રેસને ૩૬ બેઠકો મળી હતી. ૮૦ બેઠકો મળવા સાથે ભાજપે સુરત પાલિકા પર સતત પાંચમી વાર ભગવો લહેરાવ્યો છે.   બે દાયકા બાદ પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસ પહેલી વાર આક્રમકતાથી ચૂંટણીમાં ઉતરી હતી પરંતુ નબળી નેતાગીરીના કારણે કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો ન હતો.  જેના કારણે હવે કોંગ્રેસે ફરી એક વાર પાંચમી ટર્મમાં પણ વિપક્ષમાં જ બેસવું પડશે.

ભાજપના હાથમાં પુનઃ સત્તા સોંપતી કચ્છની જનતા
કચ્છમાં ફરી વખત ભાજપનો જયજયકાર ૪૧૪માંથી ર૮૦ બેઠક પર વિજય
કોંગ્રેસને ૧૩૩ બેઠકો મળી ઃ અપક્ષે પણ એક બેઠક મેળવી ખાતું ખોલાવ્યું ઃ લખપત-માંડવી તાલુકા પંચાયતમાં પંજાએ થપાટ મારી

ભુજ, તા.૨
કચ્છના રાજકારણમાં શાસન ધુરા ભાજપ સંભાળશે કે પછી પુનરાવર્તન થશે? આ વખતે જિલ્લા પંચાયતથી માંડી તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં શાસન કરવા માટે કોંગ્રેસને મતદારો તક આપશે તેવી અનેક ચર્ચાઓ બાદ આજે જાહેર થયેલા પરિણામોએ પુનઃ એક વખત કોંગ્રેસને વધુ મહેનત કરવાનો ઈશારો કરી દીધો છે. કેમ કે, ચારેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે.

૧૦ તાલુકા પંચાયતોમાંથી માંડ બે જ તાલુકામાં કોંગ્રેસને તક મળી છે. તો જિલ્લા પંચાયતમાં પુનઃ ભાજપે કબ્જો જમાવી દીધો છે. કચ્છમાં ફરી વખત ભાજપનો જય-જયકાર થયો છે. કચ્છની ૧૦ તાલુકા પંચાયતોમાંથી બેને બાદ કરતા આઠ તાલુકા પંચાયતો ઉપર ભાજપની પતાકા લહેરાઈ છે. જ્યારે જિલ્લા પંચાયતમાં ૪૦ માંથી માત્ર ૧૩ સીટ કોંગ્રેસને મળી છે. ચારેય નગર પાલિકાઓમાં પુનઃ એક વખત ભાજપે શાસનધુરા સંભાળી છે. કચ્છમાં રાજકીય વિશ્લેશકો ખોટા પડયા છે. કેમ કે, આ વખતે કોંગ્રેસ બાજી મારી જશે તેવી ચર્ચા ઉઠી હતી પરંતુ તે ધારણા ખોટી પડી છે. લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસના શાસનને ભાજપ છીનવી શક્યુ નથી. જો કે, માંડવી તાલુકા પંચાયત ઉપર ભાજપને હક્ક ગુમાવવો પડયો છે.
કચ્છ જિલ્લામાં ભાજપ સત્તા પર આવશે કે પછી કોંગ્રેસ બાજી મારી જશે તેવી ચર્ચાઓનો આજે આતુરતા વચ્ચે અંત આવ્યો હતો. કચ્છમાં પણ એવી ધારણા બાંધવામાં આવી હતી કે કદાચ આ વખતે ભુજ નગરપાલિકાથી માંડી તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ નોંધપાત્ર સંખ્યામાં બેઠકો લઈ જશે. પરંતુ ગણતરી ઉંધી પડી છે. ર૯મી તારીખે કચ્છ જિલ્લામાં યોજાયેલી ૪૧૪ બેઠકોના પરિણામ આજે જાહેર થતાં ૪૧૪ બેઠકોમાંથી ભાજપને ર૮૦, કોંગ્રેસને ૧૩૩ અને અપક્ષને એક સીટ મળી છે. એમ કચ્છમાંં પુનઃ ભાજપનો ભગવો લહેરાયો છે.
ર૯મી તારીખે યોજાયેલ જિલ્લા તાલુકા પંચાયત માટે સરેરાશ ૬પ ટકા તેમજ ચાર નગરપાલિકા માટે પ૪.પપ ટકા મતદાન થયુ હતુ. જિલ્લા પંચાયતની ૪૦ બેઠકો માટે ૧૦૧ ઉમેદવારો, દસ તાલુકા પંચાયત માટે ૪૯૧ અને ચાર સુધરાઈ માટે ૪૩૯ ઉમેદવારો મેદાનમાં હતા.
આમ, કચ્છની ૪૧૪ બેઠકો માટે ૧૦૩૦ ઉમેદવારોના ભાવિ આજે ઈવીએમમાંથી ઉઘડયા હતા. કુલ સ્ત્રી-પુરૃષ મતદારો ૧ર૮પ૦૮પ માંથી ૬૧૦૨૬૯ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
 ત્યારે આજરોજ જાહેર થયેલા પરિણામ ઉપર એક નજર માંડીએ તો કચ્છ જિલ્લા પંચાયતની કુલ ૪૦ બેઠકોમાંથી ભાજપને ર૭, કોંગ્રેસને ૧૩, જ્યારે ૧૦ તાલુકા પંચાયતમાંથી લખપત અને માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસને મળી છે. અને ચારેય નગરપાલિકા ભાજપના ખોળે ગઈ છે. સરવાળે વાત કરીએ તો કચ્છની ૪૧૪ બેઠકો અંતર્ગત જિલ્લા પંચાયતની ૪૦ બેઠકોમાંથી ર૭ ભાજપને, કોંગ્રેસને ૧૩, તેમજ ૧૦ તાલુકા પંચાયતોની ર૦૬ બેઠકોમાંથી ૧ર૪ ભાજપને, કોંગ્રેસને ૮૧, અપક્ષને ૧, જ્યારે ચાર નગરપાલિકાની ૧૬૮ બેઠકોમાંથી ભાજપને ૧ર૯ અને કોંગ્રેસને ૩૯ બેઠકો મળી છે.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ચાર નગરપાલિકાની ૪૧૪ બેઠકોમાંથી ર૮૦ ભાજપને, ૧૩૩ કોંગ્રેસને અને અપક્ષને ૧ સીટ મળી છે.

ભાવનગર મ્યુનિ.માં સતત પાંચમી વખત ભાજપ ઃ ૫૨માંથી ૩૪ બેઠક
ભાજપની ૮ બેઠક ઘટી જ્યારે કોંગ્રેસની ૮ બેઠકના વધારા સાથે ૧૮ પર ભવ્ય જીત

ભાવનગર, તા.૨
ભાવનગર મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૫૨માંથી ૩૪ તથા કોંગ્રેસને ૧૮ બેઠક મળી હતી. મનપામાં સતત પાંચમી વખત ભાજપે સત્તાના સુત્રો સંભાળ્યા હતા. ભાજપ કોંગ્રેસ સિવાય સી.પી.એમ. કે અન્ય પક્ષનો એક પણ ઉમેદવાર ચૂંટાયો ન હતો. મત ગણતરી કાર્ય શાંતિપૂર્વક રીતે સંપન્ન થતા તંત્રે રાહતનો દમ લીધો હતો. વિજેતા ઉમેદવારોના ઠેર ઠેરભવ્ય સરઘસ નિકળ્યા હતા.

ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણીની મત ગણતરી સવારે સરકારી ઈજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. પ્રથમ બેલેટ પેપરના અને ત્યારબાદ ઓનલાઇન વોટીંગ પછી ઇ.વી.એમ. સેટના મતોની ગણથરી હાથ ધરવામાં આવી હતી. પ્રારંભથી છેલ્લે સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકશની સ્પર્ધા રહી હતી. ભાવનગર પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં અને પશ્ચિમ વિધાનસભા મત વિસ્તાર એમ બંને વિસ્તારોમાં બંને પક્ષોએ જોર દેખાડયું હતું.
મનપાની ગત ટર્મમાં ભાજપના ૪૧ નગરસેવકો ચૂંટાયા હતા અને કોંગ્રેસના ૧૦ સભ્યો ચંૂંટાયા હતા.
તેની સામે આ વખતે ભાજપના ૩૪ ઉમેદવારો જીત્યા હતા તો કોંગ્રેસના ૧૮ ઉમેદવારોની જીત થઇ હતી. આમ ભાજપને ૮ બેઠકનું નુકશાન થયું હતું. તો કોંગ્રેસને ૮ બેઠકનો ફાયદો થયો હતો. છેલ્લા ૧૦ વર્ષમાં કોંગ્રેસની બેઠકમાં ઉત્તરોત્તર ઘટાડો થયા હતો અને તેને નવા શહેર કોંગી પ્રમુખ રાજેશ જોશી રોકવામાં સફળ થયા હતા, એટલું જ નહિ કોંગીની ૧૦માંથી ૧૮ બેઠક સુધી પહોંચાડી હતી.
કોંગ્રેસની બેઠકમાં વધારો થતા કોંગી કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહ દેખાતો હતો. બીજી બાજુ ભાજપને થયેલા ૮ બેઠકના નુકશાનના લેખા-જોખા પક્ષમાં થવા લાગ્યા છે. ભાજપની બેઠકો ઘટી તેમાં ખોટી રીતે ટિકીટોની થયેલી વહેંચણી તથા ભાજપના જ કાર્યકરોની નારાજગી અને નિષ્ક્રીયતાપણ મહત્વના કારણો છે. ઉપરાંત અણધડ રીતે કરાયેલા સીમાંકનથી ભાજપની બેઠક વધવાને બદલે ૮ બેઠક ઘટી હતી અને તેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો હતો. આ બાબત શહેર ભાજપ પ્રમુખ ચીમન યાદવે પણ સ્વાકારી હતી.
પરિણામો જાહેર થતાની સાથે જ ભાજપ-કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને તેમના સમર્થકોએ ઉંચકી લીધા હતા અને ગુલાલની છોળો વચ્ચે હારતોરા કરી તમામના વિજય સરઘસ વાજતે-ગાજતે નીકળ્યા હતા. આમ ૧૯૯૫, ૨૦૦૦, ૨૦૦૫, ૨૦૧૦ અને હવે ૨૦૧૫ની ચુંટણી પછી ભાવનગર મહાનગરમાં પાંચમી વખત ભગો લહેરાયો હતો.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment