સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 24 June 2014

વરસાદ ખેંચાતા જીરૃ તેમજ તલ ઊંચકાયા ઃ વરીયાળીમાં તેજીને બ્રેક

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

વરસાદ ખેંચાતા જીરૃ તેમજ તલ ઊંચકાયા ઃ વરીયાળીમાં તેજીને બ્રેક

ઊંઝા, બુધવાર
ઊંઝા માર્કેટ યાર્ડમાં આજકાલ જીરૃ તેમજ તલની બજારો વરસાદ ખેંચાવાના કારણે પ્રતિ મણે રૃપિયા ૪ા૦નો ઉછાળો થયો છે. જીરામાં માલ બોજાને કારણે બજાર ઉપર પ્રેસર છે જયારે વરીયાળીમાં નફા રૃપી વેચવાલીને કારણે તેજીને બ્રેક વાગી છે.
આજકાલ વરસાદ ખેંચાવાને કારણે વાવેતર લેટ થતાં આગામી કૃષિ ઉત્પાદનમાં તેમજ કવોલીટીમાં અસર થવાની ગણત્રીએ હાલમાં કૃષિ બજારોમાં તેજી આકાર લઇ રહી છે. જીરામાં લોકલ તેમજ વિદેશી ઘરાકી નીકળતાં જીરાનો દૈનિક વેપાર ૧૨૦૦૦ બોરીનો આવી રહ્યો છે. જો કે સૌરાષ્ટ્ર, રાજસ્થાન તેમજ કચ્છમાંથી જીરાની દૈનિક ૧૦ થી ૧૨ હજાર બોરીાની આવકો જળવાઈ રહેતાં ભાવો સરેરાશ પ્રતિ મણે ૧૭૦૦ થી ૨૧૫૦ની રેન્જમાં ચાલી રહ્યા છે. ખેડૂતો પાસે જીરાનો હજુ પણ ૫૦ ટકા જેટલો માલ હોવાની શકયતાઓને કારણે જીરા બજાર કંટ્રોલમાં રહ્યું છે.
બીજી તરફ વરીયાળીના માલોમાં નફારૃપી વેચવાલી નીકળતાં ૨૫૦૦ થી ૨૭૦૦ બોરીના વેપાર છે. વરીયાળીની આવકો ઘટીને માંડ ૭૦૦ બોરીની થઇ ગઇ છે. વરીયાળીના ચાલુ માલોના ભાવો ૧૭૦૦ થી ૧૮૦૦ અને આબુરોડ કવોલીટીના ૨૫૦૦ થી ૨૭૦૦ની રેન્જમાં ભાવો જળવાઈ રહ્યા છે. તલ બજારમાં પણ છેલ્લા ત્રણેક દિવસમાં પ્રતિ મણે રૃ. ૪૦/- ના ઉછાળા સાથે ભાવો વધીને ૨૦૮૦ ની સપાટી ગયા છે. જયારે ઉંઝા બજારમાં તલની ૪૦૦૦ બોરીની આવક સામે તેટલા જ વેપાર થતાં ડિમાન્ડ જોવા મળી રહી છે. વરસાદ ખેંચાય તો જીરા હજુ ૧૦૦ રૃપિયા બજાર વધે તેવી શકયતા છે.
 
 Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 23 June 2014

ઇરાકમાં યુદ્ધ જેવી સ્થિતીના કારણે ક્રુડ તેલ હજૂ ૧૫-૨૦ ટકા વધશેઃ ફિઓ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ઇરાકમાં યુદ્ધ જેવી સ્થિતીના કારણે ક્રુડ તેલ હજૂ ૧૫-૨૦ ટકા વધશેઃ ફિઓ

ઇરાકની કટોકટીના કારણે ભારતના ઓઇલ ઉદ્યોગ ઉપર નકારાત્મક અસર

વિશ્વના તેલ અને ગેસ બજારો પણ આની અસરથી બચી નહીં શકે

મુંબઇ,સોમવાર
ઇરાકમાં યુદ્ધ જેવી સ્થિતી ચાલુ રહ ે તો ક્રુડતેલના  ભાવોમા આગામી થોડા મહીનાઓમાં  બેરલ દીઠ ૧૫ થી ૨૦ ડોલર વધી શકે છે એવું  ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષપોર્ટર્સ ઓરગેનાઇઝેશને જણાવ્યું હતુ.
ક્રુડતેલના ભાવો બેરલે ૧૧૩ ડોલર તો થઇ ગયાં છે અને હવે વધુ વધે તો તેલના આયાત બીલમાં ૪ થી ૫ આબજ ડોલરનો વધારો થઇ શકે છે એમ પણ આ સંગઠનના પ્રમુખે જણાવ્યુ હતુ.તેમના મતે આવો ભાવ વધારો ફુગાવાને પણ વધુ ભડકાવી શકે છે.
ભારતનો ઇરાક સાથેનો વેપાર ૧૯.૪ અબજ ડોલરનો  છે અને તેમાં આયાતો ૧૮.૫ અબજ ડોલરની અને નિકાસો માત્ર ૦.૯ અબજ ડોલરના સ્તરે ૨૦૧૩-૧૪માં  હતી.આ મામૂલી પ્રમાણની નિકાસોમાં અનાજ,મશીનરી,લોખંડ અને પોલાદ,ઔષધો અને સિરામિક્સનો સમાવેશ થતો હતો.૨૦૧૨-૧૩ની સરખામણીએ ૨૦૧૩-૧૪માં  નિકાસોમાં ૨૮ ટકાનો ઘટાડો જોવાયો હતો.લોખંડ અને પોલાદ,ખાંડ અને પેટ્રો પ્રોડક્ટ્સની નિકાસમાં ઘટાડો થવાના કારણે આટલો ઘટાડો થયો હતો.
ઇરાક ખાતે અનાજની નિકાસો ૨૮.૪ કરોડ ડોલરની મશીનરીની ૧૬ કરોડ ડોલરની ,આયર્ન એન્ડ સ્ટીલની  ૧૦.૫ કરોડ ડોલરની , ફાર્માની ૪.૯ કરોડ ડોલરની અને સિરામિક્સની ૩.૬ કરોડ ડોલરની હતી.
ઇરાકની સૌથી મોટા રિફાઇનરી બાઇજી ઉપર સંપુર્ણ નિયંત્રણ લિ લીધો હોવાનો ભલે સુરક્ષા દળો દાવો કરતાં હોય, તેમ છતાં પણ ત્યાં ચાલી રહેલી હિંસાની અસર  તેલ બજાર ઉપર પડી રહી છે. ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૧૧૫ ડોલર હતા અને સામવારે પણ એમાં વધારો થઇ રહ્યો હતો.
' ઇરાક તેલ ઉત્પાદનની બાબતમાં સાઉદી એરેબિયા પછી બીજા ક્રમે આવે છે. ફેબુ્રઆરી, ૨૦૧૪માં એનું ઉત્પાદન દૈનિક ૩.૩૫ મિલિયન બેરલ સુધી પહોંચ્યું હતું જે છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયમાં સોથી વધુ હતો તેમજ તે વૈશ્વિક ઉત્પાદનની બાબતમાં ૩.૬ ટકા રહ્યું હતું, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. બાઇજી પ્લાન્ટની દૈનિક ૩૨૦૦૦૦ બેરલની ક્ષમતા હવે બંધ થઇ ગઇ છે. નોંધનીય છે કે આ રિફાઇનરીમાં ઇરાકના રિફાઇન્ડ ઓઇલનો લગભગ અડધો હિસ્સો ઉત્પાદિત થાય છે. ઉપરાંત અહીંયા દરરોજ ૭૦ લાખ લિટર ગેસોલિનનું પણ ઉત્પાદન થાય છે.
આ પ્લાન્ટ ઉત્તરીય ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટને પણ પુરવઠો પુરો પડે છે અને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. આના કારણે દરરોજ આશરે ૧૩૦૦ મેટ્રિક ટન એલપીજીની અછત રહેશે. બઘદાદની આસપાસના પાવર સ્ટેશનોને પણ અહીંથી જ પુરવઠો મળે છે.
 
 Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 18 June 2014

કંપનીઓમાં રોકાણ કરનારાઓના પૈસા ડૂબવાનું હવે જોખમ નથી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

કંપનીઓમાં રોકાણ કરનારાઓના પૈસા ડૂબવાનું હવે જોખમ નથી

મુંબઇ, બુધવાર
એક નવા નિયમ હેઠળ લોકોની કે રોકાણકારોની થાપણો લેનાર કંપનીઓ એ હવે તમામ થાપણો ઉપર ે વીમો લેવો પડશે,  પરિણામે રોકાણકારોના પૈસા ડૂબવાનો જોખમ હવે રહ્યો નથી. ટુંકમાં કંપનીઓમાં પૈસા મુકનારાઓને રાહત થઇ  છે.
કોર્પોરેટ બાબતો અને વીમા નિયંત્રણ આઇઆરડીએને કહેવામાં આવ્યું હતું કે તેઓ વહેલામાં વહેલી તકે થાપણ વીમા પ્રોડકેટને લોંચ કરે.
 હવે થાપણો ફીક્સમાં હોવાથી કંપની ભલે નાદાર બને પણ રોકાણકારોના પૈસા સલામત રહેશે. પંદરમી માર્ચ સુધીમાં તમામ કંપનીઓને તેમને ત્યાં રાખવામાં આવેલી થાપણોનો વીમો લઇ લેવા કહી દેવામાં આવ્યું હતું. કંપનીઓએ પંદર ટકા અલગથી રાખવા પડશે અને કંપનીઓ છ મહિનાથી ત્રણ વર્ષ સુધી પૈસા લઇ સકશે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 12 June 2014

દેશની નિકાસમાં ૧૨.૪ ટકાનો વધારોે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

દેશની નિકાસમાં ૧૨.૪ ટકાનો વધારોે

વિતેલા મે માસ દરમિયાન

વેપાર ખાદ્ય એપ્રિલના ૧૦.૦૯ અબજ ડોલરની તુલનાએ મેમાં વધીને ૧૧.૨૩ અબજ ડોલર

નવી દિલ્હી, બુધવાર
લાગે છે કે ભારતની નિકાસ દેશને આગળ વધવામાં મદદ તો કરશે જ પરંતુ સાથે સાથે ભારતમાં વેપાર માટે વિશ્વાસમાં પણ વધારો કરશે, પંરતુ દુઃખદ બાબત એ છે કે વેપાર ખાદ્યમાં વાર્ષિક ધોરણે ૪૨ ટકાનો ઘટાડો થયો હતો. તેમ છતાં બજાર નિષ્ણતો માને છે કે આ સંક્તો દેશ માટે સારા છે, જો કે ચોમાસું કેવું રહે છે એની ઉપર પણ મોટો આધાર છે.
વિતેલા મે માસ દરમિયાન ભારતની નિકાસમાં ૧૨.૪૦ ટકાનો વધારો થતા તે ૨૭.૯ અબજ ડોલરની સપાટીએ પહોંચી છે. જે છેલ્લા છ માસમાં સૌથી ઊંચી સપાટી છે. ગત વર્ષે સમાન સમય દરમિયાન દેશની નિકાસ ૨૪.૯૧ અબજ ડોલર હતી.
જો કે વેપાર ખાધ-ટ્રેડ ડેફિસીટના આંક એપ્રિલના ૧૦.૦૯ અબજ ડોલરની તુલનાએ મે,૨૦૧૪ મહિનામાં વધીને ૧૧.૨૩ અબજ ડોલર થઈ જતાં દેશની આર્થિક પરિસ્થિતિ ફરી કથળતી હોવાના સંકેત આપતા હતા.
પેટ્રોલિયમ પેદાશોના કારણે આઉટ બાઉન્ડ શિપમેન્ટમાં ૨૮.૭ ટકાનો વધારો થયો હતો અને એન્જિનીયરિંગ ગુડ્ઝના કારણે ૨૨.૦૯ ટકાનો વધારો થયો હતો,એવું સત્તાવાર આંકડાઓમાંથી જાણવા મળ્યું હતું.
જો કે વાણીજય સચિવ રાજીવ ખેરે કહ્યું હતું  જો ખરેખર નિકાસમાં વધારો થયો છે કે કેમ તે જોવા માટે  તેઓ હજી એક વધુ મહિનાના આંકડાઓ જોશે. તો સામા પક્ષે આયાતમાં ૧૧.૪૧ ટકાનો ઘટાડો થયો હતો. ગયા વર્ષના મે મહિનાના ૪૪.૨૮ ડોલરની સામે આ વર્ષે મે માં આ આંકડો ૩૯.૨૩ ડોલર દેખાડતો હતો. આંશિંક રીતે સોનાની આયાતમાં થયેલા ઘટાડાના કારણે આમ થયું હતું. તો વેપાર ખાદ્યમાં પણ ઘટાડો થયો હતો.  વર્ષ ૨૦૧૩-૧૪ના મે મહિનામાં ૧૯.૩૭ અબજ ડોલરની સામે ચાલુ વર્ષે મે મહિનામાં ૪૨.૦૧ ટકાનો ઘડાટો થયો હતો અને ૧૧.૨૩  અબજ ડોલરની આયાત રહી હતી.
વેપાર સચિવે કહ્યું હતું કે  વેપાર વિભાગ તો આયાત જકાસમાં ઘટાડાની તરફેણ કરતું હતું  અને સ્પષ્ટ અભિપ્રાય તો એ હોવું જોઇએ કેે સોનાની આયતમાં નોર્મલ્સી જાળવવી જોઇએ. ' નિકાસના આંકડાઓ તો  તેમના સામાન્ય લેવલ સુધી પહોંચી ગયા છે જે પ્રોત્સાહક છે'      તેમણે કહ્યું હતું કે  જ્યાં શક્ય હોય ત્યાં  કૃષિની   નિકાસને પ્રોત્સાહન આપવું જોઇએ. પરંતુ તેમણે ઉમેર્યું  હતું કે જો જરૃર પડી તો  સરકાર ડૂંગળી અને દુધના ભાવ ઉપર અંકુશ મુકવા પણ તૈયાર છે, જેના કારણે ખાદ્ય ફુગાવો વધે છે.
જો કે માસિક ધોરણે આયાત બિલ અને ખાસ તો તેલની આયાતનું બિલ વધતું જ જાય છે અને જેના કારણે સતત ત્રણ મહિનાઓ સુધી વેપાર ખાદ્ય વધતી રહી હતી. નિષ્ણાતો કહે છે કે  વેપારની અસમતુલા અથવો તો ગેપને મેનેજ કરવી પડશે અને જરૃર પડે તો હળવા પ્રતિબંધો પણ લાદવા જોઇએ,' યુ.એસ અને યુરોપમાં વધારે સારા  વાતાવરણના કારણે  આ વખતે ભારતીય નિકાસમાં વધારો થશે' એમ એક બજાર નિષ્ણાતે કહ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 10 June 2014

અન્ય બેન્કના ખાતેધારકોને ચેક બુક તથા નાણાં ડિપોઝીટની સવલત પૂરી પાડવા યોજના

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

અન્ય બેન્કના ખાતેધારકોને ચેક બુક તથા નાણાં ડિપોઝીટની સવલત પૂરી પાડવા યોજના

એટીએમ ખાતે વધુ સેવાઓ ઉમેરવા હિલચાલ

બેન્કો માટે એટીએમ ચલાવવાનું હાલમાં ખર્ચાળ બન્યું છે

મુંબઈ,મંગળવાર
તમે કોઈ બેન્કના એટીએમમાં જાવ અને તેના ખાતેધારક નહીં હોવા  છતાં તે એટીએમમાંથી તમે તમારી બેન્કની ચેક બુક મેળવી શકશો અથવા તમારા બેન્ક ખાતામાં તે એટીએમ મારફત નાણાં જમા કરાવી શકશો. હાલમાં એક એટીએમમાંથી અન્ય બેન્ક ખાતાના નાણાં કઢાવી શકાય છે અને બેલેન્સ પણ જાણી શકાય છે પરંતુ આ સિવાયની સેવા માટે જે બેન્કમાં ખાતું હોય તે જ બેન્કના એટીએમમાં જવું પડે છે.
નેશનલ પેમેન્ટસ કોર્પોેરેશન ઓફ ઈન્ડિયાએ  કેટલીક ખાનગી તથા જાહેર ક્ષેત્રની બેન્કો સાથે મળીને એક પાઈલટ પ્રોજેકટ ઘડી કાઢ્યો છે જેમાં નોન-હોમ બેન્કના એટીએમાં  અન્ય બેન્કની સેવાઓ પૂરી પાડી શકાય છે કે કેમ તેની શકયતા તપાસાશે. આ પાઈલટ પ્રોજેકટનું પરિણામ હકારાત્મક આવે તો તેને અમલમાં મૂકવા દેવાની બેન્કોએ આરબીઆઈ પાસે પરવાનગી માગી છે. કેટલીક બેન્કો હાલમાં પોતાના એટીએમ ખાતે પોતાના ગ્રાહકો માટે જ રોકડ કે ચેક ડિપોઝીટ સેવા પૂરી પાડે છે. વિવિધ બેન્કોના બે ખાતા વચ્ચે   ડેબિટ કાર્ડ મારફત કેશ ટ્રાન્સફરની સવલત કેટલીક બેન્કોએ આ અગાઉ જ શરૃ કરી દીધી છે.  એટીએમ જાળવણી ખર્ચ ઊંચો આવતો હોવાથી એટીએમ ખાતે વધારાની સેવાઓ શરૃ કરવાનું બેન્કો માટે રાહતરૃપ બની રહેશે એમ ઈન્ડિયન બેન્ક એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું. બેંગ્લોરમાં એક એટીએમમાં મહિલા પર થયેલા હુમલા બાદ  એટીએમ ખાતે સલામતી પાછળના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 9 June 2014

૧૧.૪૦ના ટકોરે સેન્સેક્સ ઉછળતા મુંબઈ શેરબજારના માર્કેટ કેપે. ઈતિહાસ સર્જ્યો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

૧૧.૪૦ના ટકોરે સેન્સેક્સ ઉછળતા મુંબઈ શેરબજારના માર્કેટ કેપે. ઈતિહાસ સર્જ્યો

૯૦ ટ્રીલીયનને પાર

અમદાવાદ, સોમવાર
સિૃથર સરકાર રચાવાના આશાવાદ સાાૃથે ચાલુ ૨૦૧૪ના કેલેન્ડર વર્ષના પ્રારંભાૃથી ભારતીય શેરબજારમાં શરૃ ાૃથયેલી તેજીએ વિક્રમોની વણઝાર રચી છે. વિક્રમોની આ વણઝારમાં આજે મુંબઈ શેરબજારના માર્કેટ કેપીટલાઈઝેશને (રોકાણકારોની સંપતિ) રૃા. ૯૦ ટ્રીલીયનની (૧ટ્રીલીયન=૧૦૦૦ લાખ) સપાટી કુદાવીને એક નવો વિક્રમ રચ્યો હતો. બીજી તરફ ચાલુ વર્ષે પ્રાૃથમ છ માસમાં જ એફઆઈઆઈનું ભારતીય ઈક્વિટી અને ડેટ માર્કેટનું રોકાણ પણ રૃા. ૧ લાખ કરોડની સપાટી કુદાવી ગયું છે.
શેરબજારમાં લિસ્ટેડ છ કંપનીનું માર્કેટ કેપ રૃા. ૨૦૦૦૦૦ કરોડથી વધુ જ્યારે ૧૭ કંપનીઓનું રૃા. ૧૦૦૦૦૦ કરોડથી વધુ
આ વખતે લોકસભાની ચૂંટણી બાદ દેશમાં સિૃથર સરકાર રચાશે તેવા પ્રબળ આશાવાદના પગલે એફઆઈઆઈની એકાૃધારી લેવાલીના પગલે શેરબજારમાં ઉદ્ભવેલ તેજીના વાયરા આજે વાવાઝોડા સમાન બની જવા પામ્યા છે. ચાલુ વર્ષના પ્રારંભાૃથી ઉદ્ભવેલ તેજીના આ વાવાઝોડામાં મુંબઈ શેરબજારના સેન્સેક્સમાં ૨૦ ટકાનો ઉછાળો નોંાૃધાયો છે.
આમ, વર્ષના પ્રારંભાૃથી ઉદ્ભવેલ તેજી આજે પણ અકબંાૃધ રહી હતી. આજે પણ કામકાજનો પ્રારંભ ઉછાળા સાાૃથે ાૃથયા બાદ તેજીની ચાલ આગળ વાૃધી હતી અને ૧૧-૪૦ કલાકે શેરબજાર પર લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની સંપત્તિ વાૃધીને ભારતીય શેરબજારના ઈતિહાસમાં પ્રાૃથમ વખત રૃા. ૯૦ ટ્રીલીયનની સપાટી કુદાવીને રૃા. ૯૦,૪૩,૩૫૪ કરોડ પર પહોંચી જવા પામી હતી. આ સમયે સેન્સેક્સ પણ ૨૫,૬૩૫ની ઈન્ટ્રાડે નવી ટોચ પર હતો.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ જ એક માસાૃથી પણ ઓછા સમયમાં રોકાણકારોની સંપતિમાં રૃા. ૧૦,૦૦,૦૦૦ કરોડાૃથી વધુનો વાૃધારો ાૃથવા પામ્યો છે.
જ્યારે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ ૭ ટકા વધ્યો છે.
માર્કેટ કેપના વિક્રમની સાાૃથોસાાૃથ હવે ભારતીય શેરબજારમાં ૬ કંપનીઓનું માર્કેટ કેપ રૃ. ૨૦૦૦૦૦ કરોડાૃથી પણ વધુ છે જ્યારે ૧૭ કંપનીઓનું માર્કેટ કેપ રૃા. ૧૦૦૦૦૦ કરોડાૃથી વધુ ાૃથવા પામ્યું છે.
આજે આ નવા વિક્રમની સાાૃથે ભારતીય શેરબજારે એક નવો સીમાચિન્હ હાંસલ કરી લીાૃધો છે. તેમ જણાવતા બજારના જાણકાર વર્તુળોએ ઉમેર્યું હતું કે હાલ બજારમાં જે તેજી ઉદ્ભવી છે તે બજેટ પહેલા શમે તેમ જણાતું નાૃથી.

માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ આગેવાન કંપનીઓ
કંપની    માર્કેટ કેપ
ટીસીએસ    ૪,૧૩,૦૦૦
ઓએનજીસી    ૩,૮૮,૦૦૦
રિલાયન્સ ઈન્ડ    ૩,૬૩,૦૦૦
આઈટીસી    ૨,૬૯,૦૦૦
કોલ ઈન્ડિયા    ૨,૫૬,૦૦૦
સ્ટેટબેંક    ૨,૦૫,૦૦૦
(નોંાૃધ ઃ આંકડા કરોડમાં)

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Saturday, 7 June 2014

કેન્દ્રના આગામી બજેટમાં રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસને લીલીઝંડી મળશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

કેન્દ્રના આગામી બજેટમાં રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસને લીલીઝંડી મળશે

રિઅલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓની નાણાંભીડ હળવી થવાની અપેક્ષા

મુંબઈ, શુક્રવાર
રિઅલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટસ (આરઈઆઈટીએસ) જેને આગામી બજેટમાં લીલીઝંડી મળવાની વકી છે તેનાથી વિકાસકો માટે ભંડોળ મેળવવાનો નવો સ્રોત ઊભો થશે. વેચાણમાં મંદી અને ઊંચા વ્યાજદરો જેવા પડકારોનો વિકાસકો સામનો કરી રહ્યા છે. આ સૂચિત ટ્રસ્ટસની રૃપરેખા મ્યુચ્યુઅલ ફન્ડસ જેવી જ છે જે એકસચેન્જો પર લિસ્ટેડ થઈને તેનો વેપાર થઈ શકશે. કામકાજના પ્રથમ વર્ષમાં આવા પ્રકારના ટ્રસ્ટસમાં રૃપિયા ૬૫૦૦૦ કરોડથી રૃપિયા ૮૦,૦૦૦ કરોડ આવવાની વિશ્લેષકો ધારણાં રાખી રહ્યા છે.
આ ટ્રસ્ટસ પોતાની પાસે આવનારા નાણાં રિઅલ એસ્ટેટમાં  ખાસ કરીને ઓફિસ, મોલ્સ, રહેણાંક વગેરે જેવા આવક કરી આપતા સાધનોમાં રોકાણ કરી શકશે. આ રોકાણ મારફત થનારી આવકને ટ્રસ્ટો યુનિટધારકો વચ્ચે વિતરીત કરી શકશે. મોટા કોમ્પલેકસો ઊભા કરતી રિઅલ એસ્ટેટ કંપનીઓને આ ટ્રસ્ટસ મદદરૃપ થઈ શકશે એમ એક પ્રોપર્ટી નિષ્ણાતે જણાવ્યું હતું. ટ્રસ્ટો વિકાસકો પાસે મોટા પ્રોેજેકટો સીધા ખરીદી લેશે તો વિકાસકોને તેમની બેન્ક લોન ભરપાઈ કરવાનું સરળ બની રહેશે. અનેક વિકાસકોના મોટા પ્રોજેકટો નાણાંભીડને કારણે અટવાઈ પડયા છે. ટ્રસ્ટ અમલમાં આવવા સાથે રિઅલ એસ્ટેટ ક્ષેત્રે લિક્વિડિટીમાં વધારો થશે.
હાલમાં મંદીમાં અટવાયેલું રિઅલ એસ્ટેટ ક્ષેત્ર ટ્રસ્ટની રચનાની રાહ જોઈને બેઠું છે. આગામી બજેટમાં સરકાર આ મુદ્દે કેવી જાહેરાત કરે છે તે જોવાનું રહે છે. ટ્રસ્ટસમાં નાણાં રોકનારા રોકાણકારોને વેરામાં કેવી રાહત પૂરી પાડવામાં આવે છે તેના પર પણ નજર રહેલી છે. નોંધપાત્ર વેરા રાહત અપાશે તો જ આરઈઆઈટીએસની યોજના સફળ રહેશે એમ એક કન્સલટન્ટે જણાવ્યું હતું.
મંબઈ-દિલ્હી જેવા મોટા શહેરોમાં પ્રોપર્ટીના ભાવ આજે જ્યારે આસમાને ગયા છે ત્યારે આવા પ્રકારના ટ્રસ્ટથી ભાડાંની જગ્યાઓનો ફલો વધી જવાની ધારણાં રખાય છે. ટ્રસ્ટની યોજનાને સફળ બનાવવી હશે તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોને તેમાં નાણાં રોકવાની પરવાનગી આપવાની રહેશે એટલું જ નહીં આવા પ્રકારની પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડયૂટી તથા રજિસ્ટ્રેશનના દરમાં રાહત આપવાની રહેશે એમ પણ કન્સલટન્ટે ઉમેર્યું હતું.