Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gayatri Solution Group News
હરિયાણામાં મંદબુદ્ધિની યુવતીના ગેંગ રેપ, હત્યા કેસમાં સાતને ફાંસી
આખરે કેટલી વાર 'નિર્ભયા' મરશે ઃ મહિલા ન્યાયાધીશની ટકોર
ફેબુ્રઆરી ૨૦૧૫માં મૂળ નેપાળની
મંદબુદ્ધિની યુવતીની ગુપ્તાંગમાં પથ્થર, સળિયા નાંખી હત્યા કરાઈ હતી ઃ
પી.એમ. રિપોર્ટમાં ગુપ્તાંગમાંથી પથ્થર, બ્લેડ મળ્યા હતા ઃ પોલીસે
બળાત્કારીઓની માહિતી આપનારને રૃ. એક લાખનું ઈનામ જાહેર કર્યું હતું ઃ
નિર્ભયાકાંડની જેમ આ કેસના કુલ નવ આરોપીમાંથી એક સગીર, એકની આત્મહત્યા
(પીટીઆઈ) રોહતક, તા.૨૧
નિર્ભયા કાંડનો સૌથી ઘાતકી બળાત્કારીની મુક્તિનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જ ચંદીગઢમાં રોહતકની અદાલતે પણ મંદબુદ્ધિની યુવતીના સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં સાત આરોપને ફાંસીની સજા સંભળાવી છે.
આ ચુકાદો આપતા રોહતક જિલ્લા અદાલતના ન્યાયાધીશ સીમા સિંઘલે પણ નિર્ભયાને યાદ કરતા કહ્યું હતું કે, ''આખરે કેટલી વાર નિર્ભયા મરશે. આ પ્રકારના ગુનામાં મજબૂત હાથોથી કામ લેવું પડશે. કોઈને અમારું સન્માન છીનવવાનો અધિકાર નથી...''
'હરિયાણા ૧૬ ડિસેમ્બર' તરીકે જાણીતા થયેલા આ કેસમાં પણ નિર્ભયાકાંડની જેમ જ આરોપીઓએ ભયાનક ક્રૂરતા આચરી હતી. આ ઘટનાના પણ હરિયાણા સહિત દેશભરમાં પડઘા પડતા ફક્ત દસ જ મહિનામાં ચુકાદો આવી ગયો છે. આ ઘટનામાં પણ એક સગીરવયનો આરોપી સામેલ છે, જે અત્યારે જુવેઈનાલ જસ્ટિસ બોર્ડના ટ્રાયલનો સામનો કરી રહ્યો છે.
ગયા વર્ષ ફેબુ્રઆરી માસમાં રોહતકમાં મૂળ નેપાળની એક મંદબુદ્ધિની યુવતી અચાનક લાપતા થઈ હતી. ચાર દિવસ પછી રોહતક-હિસાર હાઈવે પર બહુ અકબરપુર ગામની સીમમાં આ યુવતીની લાશ મળી હતી. આ યુવતીના પોસ્ટમોર્ટમ અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો કે, આ યુવતી સાથે ભયાનક હિંસા આચરીને સામૂહિક બળાત્કાર કરાયો હતો. એટલું જ નહીં, યુવતીના ગુપ્ત ભાગમાં પથ્થર અને લોખંડના સળિયા નાંખીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. આ યુવતીના ગુપ્તાંગોમાંથી પથ્થરો અને બ્લેડ પણ મળી આવી હતી.
આ સમાચાર પછી સ્વાભાવિક રીતે જ ચંદીગઢમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વિરોધ પક્ષોએ પણ મનોહરલાલ ખટ્ટર સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિણામે પોલીસે ઝડપથી તપાસ હાથ ધરીને નજીકના ગદ્દીખેડી ગામના રહેવાસી સુનીલ, પદમ, મનવીર, રાજેશ, સરવર, સુનીલ અને સોમવીર સહિત એક સગીર વયના આરોપીની અટકાયત કરી હતી. મૂળ દિલ્હીના સોમવીરે બાદમાં આત્મહત્યા કરી લીધી હતી.
નોંધનીય છે કે, આ કેસની તપાસ કરવા હરિયાણા પોલીસે સાત ટીમ બનાવી હતી. એટલું જ નહીં, આ ગુનેગારોની માહિતી આપનારાને રૃ. એક લાખનું ઈનામ પણ જાહેર કરાયું હતું. આ કેસમાં ફક્ત દસ જ દિવસમાં ૬૧માંથી ૫૭ સાક્ષી ફરી જતા પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ચુકાદા પહેલાં મહિલા ન્યાયાધીશ સીમા સિંઘલની ટિપ્પણી
એક મહિલા તરીકે હું તેની ચીસો સાંભળી શકું છું
રોહતક, તા.૨૧
આજે ચુકાદો આપતા પહેલાં રોહતક જિલ્લા અદાલતના ન્યાયાધીશ સીમા સિંઘલે ટિપ્પણી કરી હતી કે, આ કેસમાં પોલીસે તમામ પુરાવા સાથેની ૩૦૦ પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. આજે હું ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા જ આવી છું.
આ ઘટનાને જે રીતે અંજામ અપાયો છે તેના માટે ફાંસી પણ ઓછી છે
એક ન્યાયાધીશ પહેલાં હું માણસ છું અને માણસથી પણ પહેલાં એક સ્ત્રી છું. આ યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી ખબર પડી છે કે, કેટલી યાતના આપીને તેની હત્યા કરાઈ છે. એક મહિલા તરીકે હું એ મંદબુદ્ધિની યુવતીની ચીસો સાંભળી શકું છું. હું તેનું દર્દ સમજી શકું છું, જે આ રાક્ષસોએ તેને આપ્યું છે. આ ફેંસલો આવા ગુના કરનારા માટે બોધપાઠ સમાન છે. જો આજે હું આ ચુકાદામાં ઢીલ રાખીશ તો આ યુવતી સાથે મૃત્યુ પછીયે અન્યાય થયો ગણાશે. આ ઘટનાને જે રીતે અંજામ અપાયો છે એ માટે ફાંસીની સજા પણ ઓછી છે. આ પ્રકારની સજાથી કદાચ આપણે આવા ગુના અટકાવતા રોકી શકીશું. આપણે નિર્ભયા જેવું નામ આપીને આપણી ઓળખ છુપાવવાની જરૃર નથી.
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment