સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 2 May 2016

લૂથી બચવા શું શું કરશો - ઘરેલુ ઉપચારો - ગરમીમાં લૂ થી કેવી રીતે બચશો ? - હીટ સ્‍ટ્રોક થવાની કાર્ય પ્રણાલી / ચિન્‍હો / કારણો / જોખમી પરિબળો / નિદાન

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

લૂથી બચવા શું શું કરશો
* સીધા સૂર્યપ્રકાશથી બચવુ
* અવારનવાર ભીના કપડાને શરીર પર લુછવું
* વારંવાર પાણી પીવુ
* લીંબુ, શરબત,મોળી છાશ,નાળિયેરનું પાણીનો વધુ ઉપયોગ કરવો
* અશક્ત,બિમાર,વૃધ્ધો તડકાથી દૂર રહેવું
* બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક ખાવો નહીં

ઘરેલુ ઉપચારો - ગરમીમાં લૂ થી કેવી રીતે બચશો ?

ઉનાળાની ગરમીમાં ગળુ સુકાય જાય છે. આ ઋતુમાં લૂ લાગવાની શકયતા વધી જાય છે. માટે આ ઋતુમાં સાવધાની જરૂરી છે. દિવસના સમયે ખાલી પેટ બહાર ન નિકળતા. ઘરેથી નીકળતા પહેલા થોડુ કઇંક ખાઇને પાણીથી પેટ ભરેલું હોવું જોઇએ. શરીરમાં પાણીની કમી ન થવા દો.

શકય હોય તો ઘરેથી પાણી લઇ નીકળો. થોડાક સમયના અંતરે પાણી પીતા રહો. આ ઋતુમાં ઘરેલુ ઉપચાર
ફાયદાકારક હોય છે.

summer

લૂ લાગી તો શું કરીએ.

પહેલા તો લૂ થી બચવાની દરેક શકય કોશિશ કરવી જોઇએ. જો લૂ લાગી જાય તો કાચા કેરીના શરબતનું સેવન કરવું જોઈએ. આ લૂ માં રામબાણ ઈલાજ છે.

આ સિવાય કાચા કેરીનો લેપ બનાવી પગના તળે માલિશ કરવી જોઇએ. હળવું ભોજન કરો. જો તાપમાં નીકળવાની મજબૂરી હોય તો છત્રી લઇને નીકળો.

શકય હોય તો સફેદ કપડા પહેરીને જ બહાર નીકળો આથી ગરમી ઓછી લાગશે. પાણી કે જ્યુસ પીને જ ઘરેથી નીકળો

ધ્યાન રાખો કે પેટ ખાલી ના હોય ગરમીમાં ડુંગળીનું સેવન કરો. ગરમીમાં કાચી ડુંગળીનું સેવન જરૂર કરવુ જોઈએ. ડુંગળીને ખિસ્સામાં રાખવાથી પણ ફાયદો થાય છે.

ડાયેરિયામાં ડુંગળીનો રસ લાભકારી હોય છે.

આ ઋતુમાં કેવો ખોરાક લેવો જોઈએ - જેઠ અને આષાઢ મહીનામાં સુપાચ્ય અને હળવું ભોજન કરવુ જોઈએ. માંસ, માછલી અને મદિરાથી પરહેજ કરવું જોઈએ. ફળોનું સેવન ખૂબ જ કરવું જોઈએ

જેમ કે તરબુચ કાકડી ખીરાનું સેવન કરવુ જોઈએ. ફળોનો રસ આરોગ્યપ્રદ અને ફાયદેકારી સિદ્ધ થાય છે. તરલ પદાર્થનુ સેવન વધારે કરવુ જોઇએ .સત્તૂનું સેવન કરી શકાય. સત્તૂના સેવનથી તરસ વધારે લાગે છે. ગ્લૂકોઝ ઘરમાં ના હોય તો ગોળ ખાઇ લો. ઓઆરએસનુ મિશ્રણ ઘરમાં ના હોય તો ચિંતા ન કરશો એક ગ્લાસ પાણીમાં એક ચમચી ખાંડ અને ચપટી મીઠું નાખી મિશ્રણ તૈયાર કરી શકાય.
.

ઉનાળામાં અંગ દઝાડતી ગરમી... હીટસ્‍ટ્રોકથી બચવા કાળજી જરૂરી
   રાજકોટઃ હાલમાં રાજકોટ શહેર સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ૪૦ થી ૪૪ ડીગ્રી સુધીનું તાપમાનનો આપણે સૌ અનુભવ કરી રહયા છીએ. હજુ તો ગરમીના મે માસ અને જુન માસ બાકી છેત્‍યાર પહેલા જ નાગરીકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે. બપોરના ૧ થી પ સુધી અંગ દઝાડી દે તેવો ગરમ પવન ફુંકાઇ રહયો છે. આ પવનને કારણે હીટ સ્‍ટ્રોક લાગે તો ઘણા પ્રકારના ગંભીર પ્રકારના દર્દો થઇ શકે છે. રાહદારીઓ કે પ્રવાસીઓ ગરમીને કારણે બેભાન થઇ જવાના પ્રસંગો પણ બને છે. હીટ સ્‍ટ્રોકને કારણે પેટની બીમારીઓ અને ચામડીને લગતા રોગોનું પ્રમાણ ખુબ જ વધી જાય છે. આ સ્‍થિતિમાં વ્‍યકિત જો થોડી કાળજી રાખે અને તેની જીવનશૈલીમાં થોડો   બદલાવ લાવે તો હીટ સ્‍ટ્રોકમાંથી બચી શકાય છે. વોકહાર્ટ હોસ્‍પીટલના ફીઝીશ્‍યન અને ક્રીટીકલ કેર નિષ્‍ણાંત ડો. મિલાપ મશરૂએ હીટ સ્‍ટ્રોકના ચિન્‍હો, તેના કારણો, જોખમી પરીબળો, માઠા પરીણામો તેમજ હીટ સ્‍ટ્રોકનું નિદાન કેવી રીતે કરી શકાય અને નિદાન પછી તેની સારવાર, હીટ સ્‍ટ્રોક માટેના ઘરગથ્‍થુ ઉપાયો તેમજ હીટ સ્‍ટ્રોકથી કેવી રીતે બચી શકાય તે અંગેની વિસ્‍તૃત સમજણ આ લેખમાં આપેલ છે.
   હીટ સ્‍ટ્રોક એટલે કે સામાન્‍ય ભાષામાં આપે લુ લાગવી કહીએ છીએ. હીટ સ્‍ટ્રોક લાંબા સમયથી ગરમીમાં રહેવાથી કે ગરમ વાતાવરણમાં શારીરીક પ્રવૃતી કરવાથી થઇ શકે છે. તબીબી ભાષામાં જો આ રીતે રહેવાથી શરીરનું તાપમાન ૧૦૪ એફ અથવા તેનાથી વધી જાય તો તે દર્દીને હીટ સ્‍ટ્રોક-ગુજરાતીમાં લુ લાગી છે એમ કહી શકાય છે. વાતાવરણમાં વધુ પડતા ભેજનું પ્રમાણ, અમુક પ્રકારની શારીરીક તકલીફો અને અમુક પ્રકારની દવાઓ હીટ સ્‍ટ્રોકનું જોખમ વધારે છે. બહુ નાના બાળક અથવા બહુ વધારે વયના વૃધ્‍ધોને પણ ઝડપથી હીટ સ્‍ટ્રોક થઇ શકે છે.
   હીટ સ્‍ટ્રોક થવાની કાર્ય પ્રણાલી
   શરીરની ગરમી બહાર કાઢવાની ક્ષમતા કરતા જ્‍યારે શરીરને વધારે ગરમી મળે ત્‍યારે લૂ લાગે છે.
   હીટ સ્‍ટ્રોકના ચિન્‍હો
   (૧) તાવ ૧૦૪ં એફથી વધારે (ર) પરસેવાનો અભાવ (૩) ઉલ્‍ટી, ઉબકા (૪) ચામડી લાલ થઇ જવી (પ) શ્વાસોશ્વાસની ક્રિયા વધી જવી (૬) હૃદયના ધબકારા વધી જવા
   (૭) હાથ-પગમાં નબળાઇ લાગવી કે હાથ-પગમાં દુખાવો થવો.
   (૮) ગંભીર કિસ્‍સામાં માથુ દુખવું, આડી અવળી વાતો કરી અને વધારે ગંભીર પરિસ્‍થિતિમાં આચકી આવીને બેભાન થઇ જવું.
   હીટ સ્‍ટ્રોકના કારણો
   (૧) ગરમીમાં વધારે કપડા પહેરવા (ર) ઓછુ પાણી પીવું (૩) દારૂનું સેવન કરવુ આ બધા કારણોને લીધે શરીરનું તાપમાન જળવાતુ નથી જેના કારણે હીટ સ્‍ટ્રોક થાય છે.
   હીટ સ્‍ટ્રોકના જોખમી પરિબળો
   (૧) નાના બાળકો અનેવૃધ્‍ધો
   (ર) વધુ ગરમીથી ન ટેવાયેલા લોકો જયારે અચાનક ખુબજ ગરમ વાતાવરણમાં લાંબો સમય રહે છે ત્‍યારે હીટ સ્‍ટ્રોકની સંભાવના વધે છે. (૩) અમુક દવાઓઃ બીપી, હૃદયરોગ અથવા માનસીક રોગની દવાઓ જે દર્દીને ચાલતી હોય છે તેવા દર્દીને હીટ સ્‍ટ્રોક થવાની શકયતા વધી જાય છે.
   હીટ સ્‍ટ્રોકના માઠા પરિણામો
   (૧) બીપી ઓછું થઇ જવું (ર) હોઠ અને ચામડી સુકી અને કાળી પડી જવી (૩) જો આ તબકકામાં દર્દીને તાત્‍કાલીક સારવાર ન મળે તો દર્દી કોમામાં પણ જઇ શકે છે.
   હીટ સ્‍ટ્રોકનું નિદાન
   આમ તો દર્દીને જોઇને જ તબીબો હીટ સ્‍ટ્રોકનું નિદાન કરતા હોય છે. પરંતુ તબીબો બીજા રોગ નથી તે પાકો ખ્‍યાલ કરવા નીચે મુજબના ટેસ્‍ટ કરાવે છે. (૧) બ્‍લડ ટેસ્‍ટઃ સોડીયમ, પોટેશ્‍યમ, બ્‍લડ ગેસ એનાલીસીસ નોર્મલ છે કે કેમ તે જાણવા તેમજ સીએનએસને કોઇ નુકશાન થયું છે કે કેમ તે ચેક કરાવે છે.(ર) યુરિન ટેસ્‍ટઃ યુરિનનો કલર, કારણ કે ડાર્ક કલરનું યુરિન એટલે કે હીટ રીલેટેડ કન્‍ડીશન અને કિડની ફંકશન જોવું જરૂરી છે. (૩) મસલ્‍સ ફંકશન ટેસ્‍ટઃ એ ચેક કરવા સીપીકે નામનો ટેસ્‍ટ જરૂરી છે જેનાથી તમારા મસલ્‍સને કોઇ ગંભીર ઇજા થઇ નથી તે જાણી શકાય.
   હીટસ્‍ટ્રોકની સારવારઃ હીટ સ્‍ટ્રોકમાં તબીબોનું કાર્ય છે શરીરના તાપમાનને નોર્મલ કરવુ જેથી મગજ અને શરીરના બીજા અંગોને નુકશાન ન પહોંચે ક્રીટીકલ કેર વડે આવા દર્દીને નીચે જણાવેલ ઘણા ઉપાયોથી સારવાર આપવામાં આવે છે.
   (૧) બરફના પાણીને શરીર ઉપર રહેવુ (ર) બરફની થેલીઓ સાથળ અને બગલમાં રાખવી (૩) શરીર પર પાણી છાટવુ અને પાણી ફેલાવી બાસ્‍પીભવન કરાવવુ  જેથી ચામડીને ઠંડક થાય. (૪) દર્દીને બરફની બ્‍લેંકેટથી ઢાકવુ (પ) દર્દીને આ બધુ કરતા ધ્રુજારી આવતા ધ્રુજારીની દવા આપવી.
   હીટ સ્‍ટ્રોક માટેના ઘરગથ્‍થુ ઉપાય અને જીવનશૈલી પરિવર્તન
   દર્દીને તાત્‍કાલીક સારવાર કેન્‍દ્રમાં લઇ જવા સુધીના સમય માટે આપણે દર્દીને આટલી સારવાર આપી શકીએ છીએ. (૧) છૉયા અથવા એસીવાળા સ્‍થાન પર દર્દીને લઇ જવો (ર) દર્દીના શરીર પર ભીના કપડા ફેરવવા. (૩) પંખાનો સીધો પવન દર્દીના શરીર પર પહોંચે તેમ કરવુ. (૪) દર્દીને ઠંડા પાણીમાં નાહવા કહેવું (પ) પ્રવાહી વધારે પીવુ (૬) દારૂવાળા પ્રવાહીનું સેવન ન કરવું.
   હીટ સ્‍ટ્રોકથી બચવાના ઉપાય
   હીટ સ્‍ટ્રોકથી બચી શકાય તે માટેના સરળ ઉપાયો નીચે મુજબ છે.
   (૧) ઓછા વજનવાળા અને હળવા કપડા પહેરવા (ર) તડકામાં કામ કરવાનું હોય તો આછા કલરના કપડા પહેરવા (૩) પ્રવાહી વધારે માત્રામાં પીવું.
   (૪) તમે બીપી, હૃદયરોગ અથવા માનસીક રોગની દવા લેતા હોય તો વધારે કાળજી રાખીને શરીરને ગરમીથી બચાવવુ જોઇએ અને હીટ સ્‍ટ્રોક સામે રક્ષણ માટેની પુરતી તૈયારી રાખવી. (પ) નાના બાળક અથવા  કોઇપણ વ્‍યકિતને કારમાં બેસાડીને કાર પાર્ક કરી દેવી ખુબ જ ખતરનાક બની શકે છે. કારનું તાપમાન દશ મીનીટમાં જ ર૦ એફ વાતાવરણના તાપમાન કરતા ઉપર વધી શકે છે જે જીવલેણ બની શકે છે.
   (૬) તમારી દીનચર્યા એવી રીતે ગોઠવો કે શારીરિક કામ બહારનું હોય તો તે સવારે અથવા સાંજે કરવુ અને અનિવાર્ય હોય તો આગળ જણાવેલી કાળજી રાખવી.
   (૭) તમારા શરીરને ગરમીમાં કામ કરવાની ટેવ ન હોય તો તેને ધીમે ધીમે ટેવ પાડવી, એક સાથે શરીર ગરમીનો સામનો કરશે તો હીટ સ્‍ટ્રોકની શકયતા વધી જાય છે.
   ડો. મિલાપ મશરૂ
   એમડી ફીઝીશ્‍યન ક્રિટીકલ કેર
   વોકહાર્ટ હોસ્‍પીટલ , રાજકોટ
   મો. ૯૮રપ૩ ૦૭૦૧૧
 


Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-lu-fury-heat-stroke-three-people-in-gujarat
http://www.gujarati.webdunia.com/article/home-remedies/%E0%AA%98%E0%AA%B0%E0%AB%87%E0%AA%B2%E0%AB%81-%E0%AA%89%E0%AA%AA%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B-%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AB%80%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B2%E0%AB%82-%E0%AA%A5%E0%AB%80-%E0%AA%95%E0%AB%87%E0%AA%B5%E0%AB%80-%E0%AA%B0%E0%AB%80%E0%AA%A4%E0%AB%87-%E0%AA%AC%E0%AA%9A%E0%AA%B6%E0%AB%8B-114040500007_1.htm
http://www.akilanews.com/05052014/rajkot-news/1399285867-25042




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 1 May 2016

સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૮ રૃપિયાનો વધારો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૮ રૃપિયાનો વધારો

- પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા પછી

- કેરોસિનના ભાવમાં લિટરે ૩ અને જેટ ફયુઅલના ભાવમાં ૧.૫ ટકાનો વધારો

(પી.ટી.આઈ.)    નવીદિલ્હી, તા. ૧
પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાના બીજા દિવસે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે સબસિડી વિનાના ગેસ સિલિન્ડરના ભાવમાં ૧૮ રૃપિયાનો વધારો કર્યો હતો અને નોન પીડીયેલ કેરોસીનના ભાવમાં લગભગ રૃપિયા ૩નો વધારો કર્યો હતો. સબસિડી વિનાના ગેસ સિલિન્ડરનો ભાવ હવે ૫૨૭.૫૦ થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એપ્રિલની પહેલી તારીખે સબસિડી વિનાના ગેસનાં ભાવમાં ઘટાડો થયો હતો. પેટ્રોલ, ડિઝલ, કેરોસીન અને રાંધણગેસ બાદ કેન્દ્ર સરકારે જેટ ફયુઅલના ભાવમાં ૧.૫ ટકાનો વધારો કર્યો હતો. દિલ્હીમાં જેટ ફયુઅલના ભાવમાં કિલો લીટરે રૃપિયા ૬૨૭નો વધારો કર્યો હતો.
.
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-non-subsidized-gas-cylinder




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 29 April 2016

આર્થિક અનામતની જાહેરાત: શું ચાલે છે ગુજરાત સરકારના મગજમાં?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

આર્થિક અનામતની જાહેરાત: શું ચાલે છે ગુજરાત સરકારના મગજમાં?

અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકારે આજે જાહેર કરેલી 10% આર્થિક અનામત જાહેરાત કરી છે. 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારજનોને આ અનામતનો લાભ મળી શકશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે. પરંતુ આ અનામતના નામે યુવા સ્વાવલંબન યોજનાનો અમલ કરવાનો સરકારનો આડકતરો ઇરાદો હોવાનો બંધારણના તજજ્ઞનો માની રહ્યાં છે.
 
અનામત કે આર્થિક સહાય? સમજો સરકારનું ગણિત?
 
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજ્ય સરકારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી હતી, પરંતુ આંદોલનકારીઓએ આ યોજનાને લોલીપોપ કહીને ફગાવી દીધી હતી. પાટીદારોની અનામત અંગેની માંગણીને સંતોષવા માટે રાજ્ય સરકારે યુવા સ્વાવલંબન યોજનાના નિયમોને જ અનામતના નામે આપીને પાછલા બારણે અનામતના બદલે યોજનાનું અમલ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો. કેમ કે, જો સરકાર 10% EBC પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા જાય તો અન્ય વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય તેમ છે, જે ગેરબંધારણીય કહેવાય. પરિણામે સરકાર 10% EBC અનામતમાં એવું વિચારી રહી છે કે 49% SC, ST અને OBCની અનામત બેઠકોને બાદ કરતાં 51% જનરલ બેઠકોમાં કોમન મેરિટ લિસ્ટ બનાવી એમાંથી જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે પછાત હશે તેમને યુવા સ્વાવલંબન યોજનાના નિયમોને આધારે સરકાર આર્થિક મદદ કરશે.
 
CMએ શું કહ્યું?
 
મુખ્યમંત્રી આનંદીબેને જણાવ્યું હતું કે, યુવા સ્વાવલંબન યોજનાનું અમલીકરણ યથાવત સ્થિતિમાં જાળવી રાખવા સાથે યુવાનોને આ પ્રસ્તાવિક 10% આર્થિક અનામતનો લાભ મળશે. તેમજ પ્રસ્તાવિક અનામતનો લાભ નવા શૈક્ષણિક વર્ષ જૂન, 2016થી મળશે. જેના લાભાર્થીઓમાં તમામ બિનઅનામત જ્ઞાતિઓનો સમાવેશ થશે.

શિક્ષણ
 
- સરકારે આજે 10% EBCમાં 6 લાખની આવક મર્યાદા નક્કી કરી છે, જે આવક મર્યાદા યુવા સ્વાવલંબન યોજનામાં પણ છે.
- યુવા સ્વાવબંન યોજના હેઠળ પ્રતિ વર્ષ રાજ્યના વિદ્યાર્થીઓને રૂ. ૧૦૦૦ કરોડ સુધીનો લાભ મળશે એવી જાહેરાત સરકારે કરી હતી. આ યોજનાનું અમલ વર્ષ 2015-16થી યોજનાનો અમલ થશે. જ્યારે સરકારે જાહેર કરેલી 10% અનામતનું અમલ પણ નવા શૈક્ષણિક સત્રથી થશે.
- યુવા સ્વાવલંબન યોજના હેઠળ ધોરણ ૧૨માં ૯૦ પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ચાર વર્ષના અભ્યાસક્રમોમાં રાજ્ય સરકાર વિદ્યાર્થી દીઠ રૂ. બે લાખ સુધીની ફી સહાય આપશે.
- યુવા સ્વાવલંબન યોજના હેઠળ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પાસ કરી પ્રથમ ૮૦ પર્સેન્ટાઈલમાં આવતા જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા ટેકનિકલ કોર્સમાં ગ્રાન્ટેડ કૉલેજમાં તથા સેલ્ફ ફાયનાન્સમાં પ્રવેશ મેળવશે તેમને આમ ડિપ્લોમાના ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી દીઠ રૂ. ૭૫ હજાર સુધીની ફી સહાય રાજ્ય સરકાર આપશે.
- બી.એ., બી.કોમ., બી.એસસી., બી.એડ્.ના ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીદીઠ રૂ. ત્રીસ હજાર સુધીની મર્યાદામાં ફી સહાય સરકાર આપશે.
- સરકારી પ્રાથમિક શાળા અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચના વિદ્યાર્થીઓને મફત ગણવેશ, મફત પાઠ્યપુસ્તકો અને શિષ્યવૃત્તિનો લાભ આપવામાં આવશે.
 
નોકરી
 
- બિનઅનામત દરેક વર્ગની હાલની મહત્તમ વયમર્યાદામાં પાંચ વર્ષનો વધારો કરવાનો નિર્ણય. આગામી ભરતી પ્રક્રિયાથી તેનો લાભ મળવાપાત્ર થશે.
- રાજ્ય સરકાર મુદ્રા યોજના હેઠળ મેળવેલ રૂ. 10 લાખ સુધીની બેન્ક લોન ઉપર ત્રણ વર્ષ સુધી દર વર્ષે પાંચ ટકાની મર્યાદામાં વ્યાજ સહાય પૂરી પાડશે.

10% EBCમાં હાલ પૂરતું અલગ મેરિટ બહાર પાડવું શક્ય નથી
 
ગુજરાત સરકારે શિક્ષણમાં 10% આર્થિક અનામત આપવી હોય તો માત્ર વટહુકમના માધ્યમથી આપી શકે નહીં, પરંતુ તેઓ ખાસ કિસ્સામાં આર્થિક પછાત વિદ્યાર્થીઓ માટે અલગ મેરિટ બનાવી શકે છે. તે માટે રાજ્ય સરકારે પોતાના શિક્ષણ વિભાગ દ્વારા અનામતના બદલે ખાસ કોટા નક્કી કરીને આર્થિક રીતે પછાત માટે અલગ મેરિટ બનાવી શકે. પરંતુ બંધારણીય રીતે તેને ખાસ દરજ્જો આપવો પડે. પરિણામે સરકારે જાહેર કરેલી 10% EBCમાં હાલ પૂરતું અલગ મેરિટ બહાર પાડવું શક્ય નથી.
 
EBC નહીં પરંતુ SEBC જોઇએ
 
કોઇપણ રાજ્યની સરકારે આર્થિક અનામત આપવું હોય તો તેના માટે EBC નહીં પરંતુ SEBCનો દરજ્જો આપવો પડે. આ માટે ગુજરાત વિધાનસભામાં માત્ર કાયદો પસાર કરવાથી મળી શકતું નથી. SEBC આપવા માટે કેન્દ્રમાં રાજ્યસભા અને લોકસભામાં ભારતીય બંધારણમાં એમેન્ડમેન્ટ લાવીને સુધારો કરી SEBCને અનામત આપી શકે છે. અગાઉ કેન્દ્રમાં નરસિંહ રાવની સરકારે આ પ્રયાસ કર્યો હતો. પરંતુ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધો હતો.
 
કેવી રીતે અનામત અમલમાં આવશે?
 
- આજે સાંજે કેબિનેટની બેઠક
- અનામત અંગેનો ઠરાવ મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવશે.
- આ અંગેનો વટહુકમ બહાર પાડવા માટે રાજ્યપાલને મોકલવામાં આવશે.
- બાદમાં રાજ્યપાલની મંજૂરી બાદ વટહુકમનો અમલ શરૂ થશે.
- અમલ થયા બાદ આગામી વિધાનસભામાં આ વટહુકમનો ખરડો પસાર કરીને કાયદામાં સુધારા કરવામાં આવશે.
.
Source :-http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1283548-NOR.html





Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 28 April 2016

GOOD NEWS આર્થિક આધાર પર અનામતની જાહેરાત, 1લી મેથી 10 ટકા લોકોને થશે લાભ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

આર્થિક આધાર પર અનામતની જાહેરાત, 1લી મેથી 10 ટકા લોકોને થશે લાભ

અમદાવાદ:આજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપનો કોર કમિટીની મીટિંગમાં શ્રવણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. 10 ટકા આર્થિક રીતે નબળા લોકોને તેનો લાભ મળશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે. છ લાખ સુધીની આવક મર્યાદાવાળા પરિવારોને જ આ અનામતનો લાભ મળશે.

ભાજપે કરી આર્થિક અનામતની જાહેરાત

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સવર્ણ વર્ગના બિન અનામત વર્ગના લોકો માટે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારજનોને આ અનામતનો લાભ મળી શકશે. બિનઅનામત પરિવારજનોને આ લાભ મળી શકશે. આ અંગે પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસે વટહુકમ બહાર પાડવામાં આવશે.
 
- 10%  બિનઅનામત લોકોને મળશે અનામતનો લાભ
- 6 લાખથી ઓછી આવક ધરાવતાં લોકોને મળશે લાભ
- આર્થિક આધાર પર અનામતનો પ્રસ્તાવ
- 1 મેના રોજ બહાર પડશે નોટિફિકેશન
- નોકરી અને એડમિશનમાં મળશે અનામતનો લાભ, આ શૈક્ષણિક વર્ષથી જ મળશે લાભ
- 49% અનામતમાં કોઇ ફેરફાર નહીં

- પાટીદાર આંદોલન સહિતના મુદ્દે ચર્ચા
 
મંત્રી મંડળમાં કોઇ ફેરફાર કરવો કે પછી વિધાનસભાની 2017ની ચૂંટણી સુધી યથાવત્ રાખવું તે બાબતે  વિચારણા કોર કમિટીની બેઠકમાં થઇ હતી. પાસના ત્રણ આગેવાનોને જામીન મળ્યા છે, ત્યારે પાટીદાર આંદોલન બાબતે સરકારનું વલણ અને આગામી રણનીતિ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.

- મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા
 
પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણીની પસંદગી થઇ ત્યારથી જ મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા પ્રબળ બની હતી, પરંતુ આ બાબતે કોઇ સર્વસહમતિ ન સધાતા કોઇ ઠોસ નિર્ણય લેવાઇ શક્યો ન હતો. ભાજપના સંગઠનમાં પણ ફેરફાર કરવાની શક્યતા જોવાઇ રહી હતી, પણ આ બાબતે ટોચના નેતાઓ વચ્ચે જ અસંતોષ હોવાથી કોઇ ફેરફાર થઇ શક્યો ન હતો. નરેન્દ્ર મોદીના કાર્યાલયના ઓએસડી સંજય ભાવસારના પુત્રના લગ્ન નિમિત્તે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા છે. તેમની હાજરીમાં આજે પ્રદેશ ભાજપની કોર ટીમની બેઠક મળી છે.

.
 Source :-http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1283545-NOR.html?seq=1





Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 7 April 2016

પાણી વ્યવસ્થા : સમસ્યા અને સમાધાન - ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન સહિત અનેક રાજયોમાં ભયંકર જળસંકટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

પાણી વ્યવસ્થા : સમસ્યા અને સમાધાન

૨૨મી માર્ચે વિશ્વભરમાં પાણી દિવસની ઉજવણી હવે ગંભીરતાથી કરવામાં આવી છે. કારણકે મનુષ્યની ત્રણ મુખ્ય જરૂરિયાતો પૈકીની સૌથી મહત્વની જરૂરિયાત પાણીની તંગી વર્તાતા હવે પાણી માટે જળયુદ્ધો ખેલવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે આગામી ૨૦ વર્ષમાં પાણીની ગંભીર કટોકટી ઊભી થશે. વિશ્વના જળ સરોવરો ઝડપથી સૂકાઈ રહ્યા છે જેના કારણે વધતી વસ્તી સામે પાણીની ભારે તંગીનો સામનો કરવો પડશે. વૈશ્વિક ચેતવણી તો એવી આપવામાં આવી છે કે સરેરાશ વ્યક્તિના પાણી પુરવઠામાં કાપ મૂકવાનો વારો આવશે ! સંયુક્ત રાષ્ટ્રસંઘના પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે કે રાજકીય નેતાઓ યોગ્ય અને અસરકારક પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યા છે. કેટલાક કેસોમાં પાણીની ગંભીર કટોકટી અંગે વિવાદ ઊભા થયા છે. વિશ્વના કુલ વસ્તી પૈકીના ૨૦ ટકા વસ્તી શુદ્ધ પીવાનું પાણી ધરાવતી નથી જે મોટી સમસ્યા છે. વર્લ્ડ વોટર એસેસમેન્ટ પ્રોગ્રામ ડિરેક્ટર ગોલ્ડન યંગે જણાવ્યું છે કે પાણીની કટોકટી ઊભી થવાની છે.
પૃથ્વી ઉપર પાણીનો કુલ જથ્થો એક અબજ ૩૫ કરોડ ધન કિલોમીટર જેટલો છે. તેનો માત્ર ૨.૬૦ ટકા ભાગ જ સ્વચ્છ પાણીનો છે. બાકીનો ૯૭.૪૦ ટકા જથ્થો દરિયાના ખારા પાણીના રૂપમાં છે. સ્વચ્છ પાણી કે ૨.૬૦ ટકા છે. તેનો કુલ જથ્થો ૩ કરોડ ૬૦ લાખ ધન કિલોમીટર છે. જેમાંનું ૦.૬૦ ટકા પાણી જ નદીઓ, તળાવો, સરોવરો, કુવાના રૂપમાં ઉપલબ્ધ છે. બાકીનું બધું જ પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવો ઉપર કેટલાય કિલોમીટર લાંબા પર્વતો અને હિમનદીઓના સ્વરૂપે સચવાયેલું છે.
માનવ સંસ્કૃતિનો ઈતિહાસ દર્શાવે છે કે જ્યારે કોઈ વસ્તુનો અભાવ વર્તાવા માંડે છે ત્યારે તે અણમોલ બની જાય છે. પછી એ અણમોલ વસ્તુની પ્રાપ્તિ માટે યુદ્ધ શરૂ થઈ જાય છે. વીસમી સદીની વિદાયવેળાએ વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા એક અહેવાલમાં એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે કે, ૨૧ મી સદીમાં જે નાના મોટા યુદ્ધો અથવા મહાયુદ્ધો થશે એ પાણી માટે ખેલાશે. આ અહેવાલમાં આવેલી માહિતી અનુસાર ૨૧મી સદીના આરંભે પણ વિશ્વની ૪૦ ટકા વસ્તિને પીવાનું પાણી મેળવવા ફાંફા મારવા પડે છે. વિશ્વના ૮૦ દેશો એવા છે કે, જ્યાં પાણીની નળની સુવિધા છે.
પણ ત્યાં મનુષ્ય જીવન સ્વસ્થ રહી શકે તેટલું પૂરતું પાણી મળતું નથી. વિશ્વ બેંકના આ અહેવાલમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે પછાત, વિકસિત કે વિકાસશીલ દેશ હોય તેણે પોતાનો પાણીનો જથ્થો જાળવી રાખવા માટે વહેલી તકે પાણી રેશનિંગની વ્યવસ્થા શરૂ કરવી જોઈએ. કેમ કે ૨૧ મી સદીનો આરંભ જ જળસંકટ સાથે થશે. આંકડાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દરેક ૨૧ મા વરસે પાણીની જરૂરિયાત બમણી થઈ જાય છે.
કુદરતના કેટલાક અદ્ભૂત સર્જનોમાં પાણી એક અદભૂત સર્જન છે. આપણા શરીરનો મોટો ભાગ પાણીનો બનેલો છે. પાણી જેમ આપણા શરીરને વધુ પડતું ગરમ થતું અટકાવે છે તેવી જ રીતે પાણી પૃથ્વીને વધુ પડતી ઠંડી થતી અટકાવે છે. મનુષ્યના મગજમાં ૭૪.૫ ટકા, હાડકામાં ૨૨ ટકા, કિડનીમાં ૮૨.૭ ટકા, સ્નાયુમાં ૭૫ ટકા, લોહીમાં ૮૩ ટકા પાણીનો ભાગ હોય છે. પાણી સિવાય જીવન શક્ય નથી. બીજી રીતે જોઈએ તો દરેક ક્ષેત્રે અને સમયે પાણીની ઉપયોગીતા અને અનિવાર્યતા છે.
ખેતીમાં સિંચાઈ ક્ષેત્રે ૭૩ ટકા પાણીનો ઉપયોગ થાય છે. ઉદ્યોગમાં પણ પાણી અનિવાર્ય છે. ૧ લિટર પેટ્રોલ ઉત્પન્ન કરવામાં ૧૦ લિટર પાણી જોઈએ. ૧ કિલો કાગળ ઉત્પન્ન કરવા માટે ૧૦૦ લિટર પાણી જોઈએ. ૧ કિલો ચોખા પકવવામાં ૪૫૦૦ લિટર પાણી જરૂરી છે. એક ટન લોખંડ ઉત્પન્ન કરવામાં ૨૦,૦૦૦ લિટર પાણી જોઈએ. આમ દરેક વસ્તુઓ ઉત્પન્ન કરવા માટે પાણીએ પ્રાથમિક અને અનિવાર્ય પ્રવાહી છે.
આપણે પાણી પ્રશ્ને જાગૃત થવું કેટલું જરૂરી છે તે ૧૯૯૦ થી ૨૦૦૫ ના ગાળામાં પાણી વપરાશ અને પાણીની પ્રાપ્યતા વચ્ચે અંતર સતત વધતુ જશે એ પાણી અંગે અને દુનિયામાં કેવી કપરી સ્થિતિ સર્જાશે. પાણીનો વપરાશ વિભાગવાર કેટલો વિશ્વ સ્તરે. ૧. ખેતીમાં ૬૯ ટકા પાણી વપરાય છે. ૨. ઉદ્યોગમાં ૨૩ ટકા પાણી વપરાય છે. ૩. ઘરવપરાશ પીવામાં ૮ ટકા પાણી વપરાય છે. કુલ ૧૦૦ ટકા.
અને પરિણામે જળસ્ત્રોતો પર દબાણ વધતુ જાય છે ૧૯૯૭ની વિશ્વની કુલ વસ્તી ૫૮૪૦ મિલીયન હતી તે ૨૦૨૫ સુધીમાં ૨૧૯૬ મીલીયન વધારો થઈને ૮૦૩૬ મિલીયન થઈ જશે.દિલ્હી, મુંબઈ વગેરે મોટા શહેરોના લોકોના પાણી વપરાશનો રેશિયો છે. ગ્રામ્ય વિસ્તારમાં તો પાણીની પ્રાપ્તિનો જ મોટો પ્રશ્ન છે. દુનિયાના વિવિધ ખંડોમાં વધતી જતી વસ્તીનો દર ૧૯૯૦માં વિશ્વનો માથાદીઠ વાર્ષિક જળ જથ્થો ૯૨૫૫ ઘ. મી. હતો તે ૨૦૨૫ સુધીમાં ઘટીને ૫૮૯૬ ધ.મી. થઈ જશે.
આ આંકડાનો વિશ્વની એવરેજ છે. પણ પાણી અછતવાળા દેશોની સ્થિતિ તો પાણી પ્રાપ્યતા બાબતે ખૂબ જ વિકટ થઈ જશે. વસ્તી વધારાનો દર વધુ છે. પાણીની પ્રાપ્યતા ઝડપી રીતે ઓછી થતી જવાથી આજે પણ ભારતમાં ૪.૫૦ કરોડ લોકો પ્રદૂષિત પાણીના કારણે વિવિધ બિમારીઓના ભોગ બનેલા છે.
વિકાસશીલ દેશોમાં ખેત ઉત્પાદન માટે ૫૫ ટકા જેવી જમીન સારી છે. ૨૩ ટકા જેટલી જમીન ખેત ઉત્પાદન માટે મધ્યમ પ્રકારની છે. અને ૨૨ ટકા જમીન ખેતી માટે તદન નબળી છે. આ સ્થિતિને પણ ધ્યાને લઈ ભવિષ્યની અન્નની જરૂરિયાતને પહોંચી વળવા વિચારવા આયોજન કરવું જરૂરી છે. પૃથ્વીનું તાપમાન વધતું જવાના કારણે ભારતમાં ચોખા, ઘઉં જેવા પાકોના ઉત્પાદનમાં ૨૦૫૦ સુધીમાં ૫ થી ૩૦ ટકા ઘટાડો થવાની શક્યતા છે.
ભારતમાં બધા પ્રયત્નો પછી પણ માંડ વાર્ષિક ૧.૭ ટકાના દરે અન્ન ઉત્પાદન વધારી શક્યા છીએ. પણ વસ્તી વધારાની ગતિ વર્ષ ૧.૯ ટકાના દરે વધે છે. ભારત દેશમાં ૨૦૨૫ સુધીમાં તો હેકટર દીઠ ૮ ટન ઉત્પન્ન કરવાની જરૂરિયાત ઊભી થશે. ત્યારે આપણી દશા કેવી થશે.
પૃથ્વીના વધતા જતા તાપમાનને કારણે બરફ ઓગળીને દરિયાની સપાટી સતત વધી જશે પરિણામે ૨૦૫૦ સુધીમાં ભારતની દરિયાકાંઠાની ૩૬૦૦૦ ચોરસ કિલોમીટર જમીન દરિયાના ખારા પાણી નકામી બનાવી દેશે. આ બધી બાબતો ૨૧મી સદીના ભારતના લોકોને જાગૃત બનવા સૂચવે છે.
ગુજરાત રાજ્યની જમીન પરની વાર્ષિક જળસંપત્તિ ૨૦૮૬૪ મી. ઘ.મી. અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી નદીઓ દ્વારા મળતી જળસંપત્તિ ૧૮૦૪૭ મી. ધ.મી. મળી કુલ જમીન પરની વાર્ષિક જળ સંપત્તિ ૩૮૫૩૩ મી. ધ. મી. અને વપરાશ પાત્ર ભૂગર્ભ જળસંપત્તિ ૧૧૨૦૦ મી. ધ.મી. મળી કુલ વાર્ષિક જળ સંપત્તિ ૪૯૭૩૩ મી ઘ.મી.ની છે. પ્રવેશવાર જોઈએ તો તળ ગુજરાતનો વિસ્તાર ૪૪ ટકા જળ સંપત્તિ વાર્ષિક ૩૯૯૨૧,૦૫ મી. ધ.મી. સૌરાષ્ટ્ર વિસ્તાર ૩૩ ટકા વાર્ષિક જળ સંપતિ ૮૫૯૩,૨૯ મી. ધ.મી., કચ્છ વિસ્તાર ૨૩ ટકા કુલ વાર્ષિક જળ સંપત્તિ ૧૨૧૮,૬૬ મી. ધ.મી. ની છે.
રમ
પાણી ક્યાં ક્યાં છે તેની વિગત વિભાગવાર
પાણીનો જથ્થો  ઘ.કિ.મી.
મીઠા પાણીના કુલ  જથ્થાના ટકા

ઉત્તર દક્ષિણ ધ્રુવ પર બરફના રૂપમાં
૩,૦૨,૩૬,૩૪૮
૭૬,૭૪૨

૮૦૦ મીટર ઉંડાઈ સુધીમાંનુ ભૂગર્ભર્જળ
૦,૩૯,૦૦,૨૦૬
૯,૮૯૯

૮૦૦ થી ૪૦૦૦ મીટર ઉંડાઈ સુધીમાંનું ભૂગર્ભજળ
૦,૫૦,૩૯,૩૬૦
૧૨,૭૯૦

જમીન પરના કુદરતી અને કુત્રિમજળ સંગ્રહ સ્થાનોમાંનું પાણી
૦,૦૧,૩૨,૩૮૪
૦૦,૩૩૬

ભૂમિ પરની માટી, વૃક્ષ, વનસ્પતિઓ અને પ્રાણી શરીર વગેરેમાંનું પાણી
૦,૦૦,૭૪,૦૭૨
૦૦,૧૮૮

વાયુમાં ભોજન રૂપમાં રહેલ જળ જથ્થો
૦,૦૦,૧૪,૯૭૨
૦૦,૦૩૮

પૃથ્વી પરની નદીઓમાં રહેલ જળ જથ્થો
૦,૦૦,૦૧,૧૮૨
૦૦,૦૦૪

અન્યત્ર
૦,૦૦,૦૧,૧૮૨
૦૦,૦૦૩

કુલ
૩,૯૪,૦૦,૦૦૦
૧૦૦,૦૦ ટકા
ખંડનું નામ
વસ્તી મિલીયનમાં
વસ્તીવધારાનો વાર્ષિક દર
માથાદીઠ વાર્ષિક પાણી પુરવઠો ઘ.મી.માં

૧૯૯૭
૨૦૨૫

૧૯૯૦
૨૦૨૫
એશિયા
૩૫૫૨
૪૯૧૪
૧.૬
૪૩૬૭
૩૦૩૧
ઓકેનિયા
૨૯
૩૯
૧.૧
૩૬૨૪૯
૨૫૯૬૦
યુરોપ
૭૨૯
૭૦૬
૦.૧
૮૬૯૯
૭૯૧૮
આફ્રિકા
૭૪૩
૧૩૧૩
૨.૬
૫૫૩૨
૨૩૮૬
નોર્થ અમેરિકા
૨૯૮
૩૭૨
૦.૬
૧૯૪૬૪
૧૪૨૧૧
લેટિન અમેરિકા
૪૯૦
૬૯૧
૧.૮
૨૯૮૧૮
૧૮૩૫૯
અને કરેલિયન સમગ્ર વિશ્વની એવરેજ
૫૮૪૦
૮૦૩૬
૧.૫
૯૨૫૫
૫૮૯૬
રાજ્યના ચારેય ઝોનમાં સરેરાશ વાર્ષિક વરસાદ અને વરસાદી દિવસોની પેટન્ટ પણ ભારે વિવિધતા ધરાવે છે. દક્ષિણ ગુજરાત વરસાદ ૧૪૪૮ મી.મી . વરસાદી દિવસો ૫૧ છે. ઉતર ગુજરાત વરસાદ ૮૦૫ મી.મી. વરસાદી દિવસો ૩૧ છે. સૌરાષ્ટ્ર વરસાદ ૫૯૪ મી.મી. વરસાદી દિવસો ૨૭ છે. અને કચ્છમાં વરસાદ ૩૩૦ મી.મી. વરસાદી દિવસો ૧૫ છે.
સરકારી આંકડા મુજબ ૨૦૧૦ ગુજરાતની પાણીની જરૂરિયાત અને પાણીની પ્રાપ્યતા કેવી રહેશે કયા પ્રદેશને પાણીની કેટલી ખાધ રહેશે વગેરે વિગતો પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૩૧૦૦ મી. ઘ.મી. ની સામે પાણી મળશે. ૧૦૪૦૦ મી. ઘ.મી. અને ૭૦૦૦ મી. ઘ.મી. (૬૭.૩૧ ટકા) ની પાણીની વાર્ષિક ખાધ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૪૩૯૦ મી. ઘ.મીન. ની સામે તેને પાણી મળશે ૨૪૭૫૦ મી. ઘ.મી. એટલે કે દક્ષિણ ગુજરાત પાસે કુલ ૧૦૩૬૦ મી. ધ.મી. જળ જથ્થો સરપ્લસ રહેશે. આ હિસાબે રાજ્યની કુલ ૪૪૮૯૦ મી. ઘ.મી. ની જરૂરિયાત સામે કુલ પાણીની વાર્ષિક પ્રાપ્યતા પણ ૪૪૮૯૦ મી. ધ.મી. ની રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાર્ષિક ૧૦૩૬૦ મી. ઘ.મી. પાણી સરપ્લસ રહેશે.
૨૦૨૫ માં પાણી પ્રશ્ન વધુ વિકટ બનશે. ૨૦૨૫માં પાણીની જરૂપિયાત અને પ્રાપ્યતાના અંદાજો મુજબ ૨૦૨૫માં સૌરાષ્ટ્ર- કચ્છની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૪૪૪૦ મી. ધ.મી. સામે પાણીની પ્રાપ્યતા ૧૦૧૭૧ મી. ધ.મી. હશે. એટલે કે ૪૨૬૯ મી. ધ.મી. (૪૧.૯૭%) પાણીની વાર્ષિક ખાધ રહેશે. એ જ રીતે ઉત્તર ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૮૩૬૦ મી. ઘ.મી.ની સામે પાણીની વાર્ષિક પ્રાપ્યતા ૧૦૨૧૨ મી. ધ.મી.ની હશે. અને ૮૪૧૮ મી. ઘ.મી. (૮૨.૪૩%) પાણીની વાર્ષિક ખાધ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતની પાણીની વાર્ષિક જરૂરિયાત ૧૫૫૦૦મી ઘ.મી.ની સામે વાર્ષિક પાણીની પ્રાપ્યતા ૨૮૧૮૭મી ઘ.મી. રહેશે. આ હિસાબે દક્ષિણ ગુજરાત પાસે પાણીનો વાર્ષિક વધારો ૧૨૬૮૭ મી. ઘ.મી.નો રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતની વાર્ષિક ખાદ્ય પણ ૧૨૬૮૭મી. ઘ.મી. ની જ છે.
૧૯૧૧૧ માંથી ૪૬૫૯ ગામોના પાણી ખરાબ છે. પાણીની અછતનાં કારણે આરોગ્યને હાનિકારક, ન પીવાલાયક પાણી પણ રાજ્યનાં સેંકડો ગામોમાં લોકોએ પીવું પડે છે. ફ્લોરાઈડ, નાઈટ્રેટ, સેલિનિટીની અસરવાળા પાણી મળે છે. તેવા ગામોની સંખ્યા પણ મોટી છે. જિલ્લાના કુલ ગામો અને ખરાબ પાણીવાળા ગામો આ પ્રમાણે છે. અમદાવાદ-૭૮૬ (૨૯૯), જુનાગઢ-૧૦૭૧ (૧૩૯), રાજકોટ-૮૫૪ (૭૫), સુરેન્દ્રનગર-૬૫૨ (૧૧૧), અમરેલી૬૨૩ (૧૫૮), ભાવનગર-૯૧૯ (૨૪૭), જામનગર-૬૯૩ (૯૫), ગાંધીનગર-૯૬ (૩૨), સાબરકાંઠા-૧૮૪૭ (૫૩૨), બનાસકાંઠા-૧૫૫૬ (૧૭૩), કચ્ચ-૯૯૭ (૧૪૩), મહેસાણા-૧૬૪૬ (૬૫૮), બરોડા-૧૬૫૧ (૪૦૮), ખેડા-૯૭૩ (૪૫૫), ભરૂચ-૧૧૨૩ (૧૮૩), સુરત-૧૧૯૦ (૯૫), પંચમહાલ-૧૮૯૫ (૫૦૬), વલસાડ-૮૨૬ (૬૨), ડાંગ-૩૧૧
રાજ્યના કુલ ૧૯૧૧૧ ગામોમાંથી ફલોરાઈડ અસરવાળા ૨૮૨૬૦ ગામો નાઈટ્રેટની અસરવાળા ૭૮૫ ગામો સેલિનિટીની અસરવાળા ૧૦૪૮ ગામો મળી કુલ ૪૬૫૯ ગામોના લોકોએ નાછૂટકે બિનઆરોગ્યપદ પાણી પીવું પડે છે. આ સ્થિતિ જોતાં માનવીને બચવું હશે તો પાણીને બચાવવું પડશે. પાણીને પ્રદૂષિત થતું અટકાવવું પડશે. આ માટે સરકાર અને સરકારી તંત્ર દ્વારા જેટલા પ્રયાસો થતા હોય તે થાય. પરંતુ લોકોએ દરેક નાગરિકોએ પોતાની ફરજ સમજીને પોતાનાથી થઈ શકે તેટલા પ્રયાસો કરવા અનિવાર્ય છે. સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં પાણી પ્રશ્ને લોકોમાં ધીરે ધીરે સમજ કેળવાતી જાય છે. જાગૃતિ આવતી જાય છે. સૌરાષ્ટ્ર - કચ્છના સેંકડો ગામોમાં લોકો દ્વારા વરસાદી પાણી રોકવા સંગ્રહવા અને ભૂતળમાં ઊતારવા માટે જળસંચયના વ્યાપક કાર્યો થવા લાગ્યા છે. પાણી અછતવાળા અન્ય વિસ્તારોમાં પણ લોકો દ્વારા જળ સંચયના કાર્યો માટે વલણ વધતું જાય છે. જે ખૂબજ સારા ચિહનો છે.

સૌરાષ્ટ્રમાં ભૂતળનાં ઉંડા ઊતરતા પાણી
ક્રમ
તાલુકા
ચોમાસા પછી પાણીનું લેવલ (મીટર) વર્ષ : ૧૯૯૨
ચોમાસા પહેલાં પાણીનું લેવલ (મીટર) વર્ષ : ૨૦૦૨
૧.
અંજાર
૧૫.૫૨
૨૨.૨૯
૨.
ભુજ
૨૦.૦૩
૩૦.૮૨
૩.
મુંદ્રા
૧૦.૭૪
૧૮.૨૧
૪.
માંડવી
૧૮.૪૩
૨૬.૧૫
૫.
નખત્રાણા
૧૭.૬૫
૨૫.૦૭
૬.
ખંભાળિયા
૯.૭૩
૧૫.૩૫
૭.
લાલપુર
૭.૮૦
૧૫.૪૪
૮.
ભાણવડ
૯.૯૩
૧૫.૮૭
૯.
જામજોધપુર
૯.૩૧
૧૭.૩૬
૧૦.
કાલાવડ
૯.૩૪
૧૬.૧૨
૧૧.
ધ્રોલ
૯.૨૭
૧૫.૧૨
૧૨.
રાજકોટ
૫.૪૮
૧૫.૦૮
૧૩.
પડઘરી
૩.૮૩
૧૪.૪૦
૧૪.
ગોંડલ
૩.૦૮
૧૬.૨૨
૧૫.
ઘોરાજી
૬.૯૮
૧૪.૧૦
૧૬.
જામકંડોરણા
૫.૫૩
૨૧.૧૩
૧૭.
ઉપલેટા
૬.૮૯
૧૮.૩૦
૧૮.
ધ્રાંગધ્રા
૧૧.૦૧
૧૯.૧૯
૧૯.
હળવદ
૧૩.૬૭
૩૩.૭૨
૨૦.
મૂળી
૯.૯૩
૧૮.૮૪
૨૧.
વઢવાણ
૧૪.૧૨
૧૬.૭૩
૨૨.
સાયલા
૭.૯૫
૧૩.૯૮
પાણીનું રાસાયણિક પૃથ્થકરણ વરસાદ પહેલાં અને પાણી રીચાર્જ પછી પાણીની ગુણવતા લેબોરેટરીમાં તપાસવામાં આવી હતી. તેની વિગતો આ પ્રમાણે છે. રાસાયણિક પૃથ્થકરણ અહીં આપવામાં આવ્યું છે.
તત્વો
ચોમાસા પહેલાં
ચોમાસા પછી
ક્ષારનું પ્રમાણ
૮.૩૫
૩.૬૦
હાણું આંક (આમ્લતા)
૭.૪૫
૭.૬૪
કેલ્શિયમ- મેગ્નેશિયમ
૩૯.૪૦
૧૭.૨૦
કેલ્શિયમ
૨૮.૮૦
૮.૮૦
સોડિયમ
૪૭.૩૦
૧૮.૨૦
કાર્બોનેટ
૦.૦૦
૦.૦૦
બાયકાર્બોનેટ
૩.૦૦
૧૧.૦૦
ફ્લોરાઈડ
૭૬.૦૦
૨૬.૦૦
સલ્ફેટ
૮.૬૦
૩.૯૦
સોડિયમ એડસોરબશન રેશિયો
૧૦.૬૬
૩.૨૧
રસીડયુલ સોડિયમ કાર્બોનેટ
૦.૦૦
૦.૦૦
સસ્પેન્ડેડ સોલીડ પાર્ટીકલ
૫૪.૫૬
૫૧.૪૧

ડૉ. દિલીપભાઈ આર. મર્થક
લેખક બી.આર.એસ. કોલેજ, શારદાગ્રામ, માંગરોળના પ્રિન્સીપાલ છે.
 Source :-http://gu.vikaspedia.in/energy/aaaab0acdaafabeab5ab0aa3/a9cab3/aaaabeaa3ac0-ab5acdaafab5ab8acdaa5abe-ab8aaeab8acdaafabe-a85aa8ac7-ab8aaeabeaa7abeaa8

ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન સહિત અનેક રાજયોમાં ભયંકર જળસંકટ
આજે પણ ભારતની મહિલાને પીવાના પાણી માટે સરેરાશ ૪ કિ.મી. પગપાળા જવુ પડે છેઃ આજે ‘વર્લ્‍ડ વોટર ડે'...વાંચો પાણી સમસ્‍યાની રસપ્રદ વાસ્‍તવિકતાઃ દિલ્‍હી, મુંબઇ, ચેન્‍નાઇ જેવા મેટ્રો સીટીમાં પાઇપલાઇનોથી થતા લીકેજને કારણે દરરોજ ૧૭ થી ૪પ ટકા પાણી વેડફાય જાય છે જ્જ ગાય પાસેથી એક લીટર દુધ મેળવવા માટે ૮૦૦ લીટર પાણી વાપરવુ પડે છે જ્જ એક કિલો ઘઉં ઉગાડવા માટે ૧૦૦૦ લીટર અને અને ૧ કિલો ચોખા માટે ૪૦૦૦ લીટર પાણીની જરૂર પડે છ
ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન સહિત અનેક રાજયોમાં ભયંકર જળસંકટ
      નવી દિલ્‍હી તા.રર : ધરતી ઉપર પાણી વગર જીવન સંભવ નથી. સતત ઘટી રહેલા વરસાદને કારણે દેશ દુનિયાના કેટલાય વિસ્‍તારો પાણીના ભયંકર સંકટમાં આવી ગયા છે. ભારતમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, તેલંગાણા, બુંદેલખંડ સહિત ઘણા રાજયોમાં પાણીની સમસ્‍યા વિકટ બની છે. ૧૯૯રથી યુએનઓ દ્વારા રરમી માર્ચને ‘વર્લ્‍ડ વોટર ડે' તરીકે ઉજવવાનો ફેંસલો કર્યો છે. આજે વોટર ડેના દિવસે પાણીની સમસ્‍યા સાથે જોડાયેલી રસપ્રદ વાસ્‍તવિકતા જાણવા જેવી છે.
      * આજે પણ ભારતીય મહિલાઓને પીવાનુ પાણી મેળવવા ૪-૪ કિ.મી. સુધી પગપાળા રઝળવુ પડે છે.
      * દુષિત પાણીથી થવાવાળી બીમારીઓમાં દુનિયામાં દર વર્ષે રર લાખ લોકોના મોત થાય છે. છેલ્લા પ૦ વર્ષ દરમિયાન પાણી માટે ૩૭ મોટા હત્‍યાકાંડો સર્જાયા છે.
      * ધરતી ઉપર ૧ અબજ ૪૦ કયુબીક કિલોલીટર પાણી છે. આમાંથી ૯૭.પ ટકા સમુદ્ર છે. બાકીનું બચેલુ ૧.પ ટકા પાણી બરફના રૂપમાં જામેલુ છે. એક ટકો જ નદી, તળાવ, કુવા, ઝરણા અને ડેમોમાં પીવાલાયક છે. જેમાંથી ૬૦ ટકા પાણી ખેતી અને કારખાનાઓમાં વપરાય છે. * ધરતી ઉપર મોજુદ પાણીના એક ટકાનો ૪૦મો હિસ્‍સો જ આપણે પીવા, ખાવા, ન્‍હાવા, કપડા ધોવા અને સાફ-સફાઇમાં વાપરી શકીએ છીએ.
      * દુનિયાભરમાં દર ૧૦ વ્‍યકિતએ ર વ્‍યકિતને પીવાનુ ચોખ્‍ખુ પાણી મળતુ નથી.
      * દર વર્ષે ૩ અબજ લીટર બોટલબંધ પાણી વપરાય છે.
      મોટા શહેરોમાં પાઇપલાઇન લીકેજથી થતો પાણીનો વેડફાટ
      * દિલ્‍હી, મુંબઇ, ચેન્‍નાઇ જેવા મેટ્રો સીટીમાં પાઇપલાઇનોથી થતા લીકેજને કારણે દરરોજ ૧૭ થી ૪પ ટકા પાણી વેડફાય જાય છે.
      * એક બાથ ટબમાં ન્‍હાવાથી લગભગ ૪૦૦ લીટર પાણી વપરાય છે જયારે ડોલથી ન્‍હાવાથી માત્ર ૧૦૦ લીટર પાણી વપરાય છે.
      * બ્રશ કરતી વખતે નળ ચાલુ રાખવાથી પાંચ મીનીટમાં લગભગ રપ થી ૩૦ લીટર પાણી વહી જાય છે.
      એક લીટર દુધ માટે ૮૦૦ લીટર પાણી !
      * એક વ્‍યકિતને દરરોજ પીવા માટે ૩ લીટર અને ઢોરઢાંખરને પ૦ લીટરની જરૂર પડે છે.
      * ગાય પાસેથી એક લીટર દુધ મેળવવા માટે ૮૦૦ લીટર પાણી વાપરવુ પડે છે.
      * એક કિલો ઘઉં ઉગાડવા માટે ૧૦૦૦ લીટર અને અને ૧ કિલો ચોખા માટે ૪૦૦૦ લીટર પાણીની જરૂર પડે છે. ભારતમાં પડેલુ ૮૩ ટકા પાણી ખેતી અને સિંચાઇ માટે વપરાય છે. (૩-૧૪)
Source :- http://www.akilanews.com/30032016/main-news/1458642616-79870




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 29 February 2016

પાંચ લાખ સુધીના પગારદારોને માત્ર રૃા. ૩૦૯૦ની રાહત આપી - EPFનો ઉપાડ મોંઘો પડશે : ૬૦ ટકા રકમ પર ટેક્સ લાગશે - એક કરોડથી વધુની આવક પર સરચાર્જ વધીને ૧૫ ટકા કરાયો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

રૃા. પાંચ લાખ સુધીના પગારદારોને માત્ર રૃા. ૩૦૯૦ની રાહત આપી

- ટેક્સ સ્લેબમાં કોઈ જ ફેરફાર કરવામાં ન આવ્યો

૫ લાખથી કે ૧૦ લાખથી વધુની આવક ધરાવનારાઓને નાણા મંત્રી દ્વારા કોઈ જ રાહત આપવામાં આવી નથી
(પ્રતિનિધિ તરફથી)     અમદાવાદ,તા.૨૯
ભારતના કરોડો પગારદારોને હતાશ કરતાં નાણાં મંત્રી અરુણ જેટલીએ રૃા. ૫ લાખ સુધીના પગારદારોને માત્ર રૃા. ૩૦૯૦ની નજીવી રાહત આપી છે. પાંચ લાખ સુધીના પગારદારોન વેરામાં અત્યાર સુધી રૃા. ૨૦૦૦ની રાહત આપવામાં આવતી હતી તે વધારીને રૃા. ૫૦૦૦ કરી દેવામાં આવતા તેમને વધાારના રૃા. ૩૦૦૦નો લાભ મળ્યો છે. તેના પર લેવાતા સરચાર્જનો તેમાં ઉમેરો કરવામાં આવે તો રાહત રૃા. ૩૦૯૦ની થાય છે. બીજી તરફ નાણાં મંત્રીએ રૃા. ૫ લાખથી ૧૦ લાખની અને રૃા. ૧૦ લાખથી વધુની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓને કોઈ જ રાહત આપવામાં આવી નથી.
નાણાં મંત્રીના આ બજેટથી નોકરિયાત વર્ગ અને સરકારી નોકરિયાત જરાય આકર્ષાયા નથી. ત્રણ ટકા સરચાર્જ સાથે આવકના જુદાજુદા સ્લેબમાં લાગુ પડનાાર આવકવેરાની વિગતો નીચે મુજબ છે. આ ગણતરીમાં આવકવેરો બચાવવા માટે જુદી જુદી કલમો હેઠળ કરવામા આવતા રોકાણને કારણે મળતા લાભને ગણતરીમાં લીધા વિના જ રૃા. ૧૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવનારાઓને વેરાની કેટલી બચત થશે તેની વિગતો આ સાથે જ નીચેના બોક્સમાં આપવામાં આવી છે.
જોકે અરુણ જેટલીએ તેમના બજેટ મારફતે કલમ ૮૦ જીજી હેઠલ હાઉસ રેન્ટના ડિડક્શનની રકમ વાર્ષિક રૃા. ૨૪૦૦૦થી વધારીને રૃા. ૬૦,૦૦૦ કરી આપી છે. એચઆરએ ન લેનારાઓને રૃા. ૬૦,૦૦૦ સુધીની રકમ કલમ ૮૦ જીજી હેઠળ બાદ આપવાની જોગવાઈ કરી આપવામાં આવી છે. આ માટે તેમણે ત્રણ કન્ડિશન પણ મૂકેલી છે.
એક વ્યક્તિગત કરદાતાને કે પછી હિન્દુ અવિભક્ત પરિવારને જ કલમ ૮૦ જીજી હેઠળ ચૂકવેલું ભાડું બાદ મળી શકે છે. બીજું, આ નોકરિયાત સ્વરોજગાર મેળવતો હોવો જોઈએ અથવા તો તે પગારની આવક ધરાવતો હોવો જોઈએ. ત્રીજું, કરદાતા કે તેમની પત્ની અથવા તો સગીર વયના બાળકને નામે તે જે સ્થળે નોકરી કરતો હોય કે વ્યવસાય કરતો હોય તે સ્થળે કોઈ જ ઘર હોવું ન જોઈએ. આ સંજોગોમાં જ તેમને કલમ ૮૦ જીજીનો લાભ આપવામાં આવશે. કલમ ૮૦ જીજી હેઠળ ડિડક્શન મેળવવા ઇચ્છતા કરદાતાએ ઉપર જણાવેલી તમામ શરતોને આધીન રહીને આ રાહત મેળવવા માટે તે પાત્રતા ધરાવે તેવી જાહેરાત તેણે ફોર્મ નંબર ૧૦ બીએ મારફતે કરવાની રહેશે. આ રાહત મેળવવામાં કોઈ પણ શરતનો ભંગ થતો નથી તે જણાવવું પડશે. આમ વધારાનો રૃા. ૩૬૦૦નો વેરા લાભ પણ કરદાતાઓને મળશે. વાર્ષિક રૃા. ૫ લાખ સુધીની આવક ધરાવનારા કરદાતાઓને આ લાભ મળશે.
મહિને રૃા. ૫૦૦૦નું ને વર્ષે રૃા. ૬૦૦૦૦ની રાહત આપતી જોગવાઈનો લાભ લેવા ઇચ્છતી વ્યક્તિ વાર્ષિક રૃા. ૩ લાખની આવક ધરાવતો હોય અને રૃા. ૧.૫ લાખનું ભાડું ચૂકવતો હોય તો તેને મહિને રૃા. ૫,૦૦૦ ને વર્ષે રૃા. ૬૦૦૦૦ બાદ મળી શકે છે.
તેની ગણતરી કંઈક આ રીતે કરવામાં આવે છે. ત્રણ લાખની આવકમાંથી રૃા. ૧.૫ લાખ ભાડું ચૂકવે છે. કુલ આવકરમાંથી ૧૦ ટકાની બાદબાકી કરવામાં આવતા બીજી રૃા. ૩૦,૦૦૦ની આવક થાય છે. આમ તેની કુલ આવકમાંથી રૃા. ૧.૮ લાખ બાદ થઈ જાય છે. તેને રૃા.૬૦૦૦૦ આવકમાંથી બાદ મળી જાય છે.

નિવૃત્તિ સમયે EPFનો ઉપાડ મોંઘો પડશે : ૬૦ ટકા રકમ પર ટેક્સ લાગશે

- સરકાર ત્રણ વર્ષ સુધી નવા કર્મચારીઓનો EPF ફાળો ભરશે

નવી દિલ્હી, તા. ૨૯
નાણા પ્રધાન અરુણ જેટલીએ કરેલી જાહેરાતથી નિવૃત્તિ સમયની તમારી બચતમાં નોંધપાત્ર ઘટાડો થઇ શકે છે. નાણાપ્રધાને કરેલી જાહેરાત મુજબ નિવૃત્તિ સમયે  નેશનલ પેન્શન સ્કીમ(એનપીએસ) અને એમ્પલોઇ પ્રોવિડન્ટ ફન્ડ(ઇપીએફ)ના નાણા ઉપાડતી વખતે તેના પર આંશિક સ્વરૃપે ટેક્સ વસૂલ કરવામાં આવશે.
ઇપીએફની રકમ પર અત્યાર સુધી ટેક્સ વસૂલવામાં આવતો ન હતો. ઇપીએફમાં નાણા રોકવાના સમયે, રકમ પર મળતી વ્યાજની રકમ અને ઉપાડતી વખતે કોઇ પણ જાતનો ટેક્સ વસૂલ કરવામાં આવતો ન હતો. બેન્ક ખાતામાં જમા થતી એનપીએસની રકમ પર ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો.
૧ એપ્રિલ, ૨૦૧૬ પછી ઇપીએફની કુલ રકમના ૬૦ ટકા પર ટેક્સ વસૂલવામાં આવશે જ્યારે ૪૦ ટકા રકમ પર ટેક્સ વસૂલવામાં આવશે નહીં. એનપીએસમાં હાલમાં નિવૃત્તિ સમયે જેટલી રકમ જમા થઇ હોય તેની ૪૦ ટકા રકમનો એન્યુઇટી પ્લાન ખરીદવાનો હોય છે જ્યારે બેંકમાં જમા થતી ૬૦ ટકા રકમ પર ટેક્સ વસૂલ કરવામાં આવે છે.  નવા કર્મચારીઓનો એમ્પલોયી પ્રોવિડન્ટ ફન્ડ(ઇપીએફ)નો ૮.૩૩ ટકાનો ફાળો ત્રણ વર્ષ સુધી સરકાર ભરશે તેવી જાહેરાત નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટ દરમિયાન કરી હતી. પોતાનું ત્રીજું બજેટ કજૂ કરતા જેટલીએ જણાવ્યું હતું કે ૧૫,૦૦૦ સુધીનું માસિક પગાર ધરાવતા કર્મચારીઓને આ લાભ મળશે. જેટલીએ ૨૦૧૬ના બજેટમાં નવી ઇપીએફ સ્કીમ માટે ૧૦૦૦ કરોડ રૃપિયા અલગ ફાળવ્યા છે.

વર્ષે એક કરોડથી વધુની આવક પર સરચાર્જ વધીને ૧૫ ટકા કરાયો

- સુપર રિચના ખિસ્સા પર સતત બીજા વર્ષે પણ કાતર ફરી

સુપર રિચ પર યુપીએ સરકારે લાદેલા સરચાર્જમાં એનડીએ સરકારે ત્રણ ટકાનો વધારો કર્યો
(પીટીઆઇ)     નવી દિલ્હી તા. ૨૯
નાણા પ્રધાન અરૃણ જેટલીએ સુપર રીચ પર લાદવામાં આવેલા સરચાર્જમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે, જેને પગલે હવે સરચાર્જ ૧૫ ટકા ચુકવવો પડશે. જે લોકોની વાર્ષિક આવક ૧ કરોડ કે તેથી વધુ હોય તેમના પર આ ટેક્સ લાદવામાં આવ્યો છે.
અગાઉ ૧૨ ટકા સરચાર્જ હતો જેમાં વધારો કરી ૧૫ ટકા કરવામાં આવ્યો છે. સૌપ્રથમ ૨૦૧૩-૧૪માં યુપીએ સરકારમાં નાણા પ્રધાન પી. ચિદંબરમે આ સરચાર્જ વાર્ષિક એક કરોડ કે તેથી વધુની આવક ધરાવતા લોકો પર લગાવ્યો હતો, જોકે તે સમયે સરચાર્જ ૧૦ ટકા જ હતો, જે વધીને હવે ૧૫ ટકા સુધી પહોંચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે ગત બજેટમાં અરૃણ જેટલીએ વેલ્થ ટેક્સને રદ કર્યો હતો અને તેની જગ્યાએ એક કરોડ કે તેથી વધુની વાર્ષિક આવક ધરાવનારા પર લાદવામાં આવેલા સરચાર્જમાં બે ટકાનો વધારો કર્યો હતો અને હવે એક જ વર્ષમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે. એટલે કે એનડીએના શાસનમાં સુપર રીચ પરના સરચાર્જમાં પાંચ ટકાનો વધારો થયો છે.



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)