સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 18 February 2016

ફ્રીડમ-૨૫૧: સૌથી સસ્તો સ્માર્ટ ફોન મેડ ઈન ચાઈના નીકળ્યો! - क्या है 251 फ्रीडम स्मार्टफोन के इतना सस्ता होने का राज..?

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ફ્રીડમ-૨૫૧: સૌથી સસ્તો સ્માર્ટ ફોન મેડ ઈન ચાઈના નીકળ્યો!

- કંપનીએ ઓર્ડર લેવાનું શરૃ કરી દીધું, પણ ઉત્પાદન પ્લાન્ટ નથી સ્થાપ્યો!

- મેડ ઈન ચાઈના લખેલા ભાગ પર કલર લગાવી દેવાયો


દાવો કર્યા પ્રમાણેના એપ પણ ફોનમાં નથી
અમદાવાદ, તા.૧૮
બુધવારે રિંગિંગ બેલ્સ નામની કંપનીએ ફ્રીડમ-૨૫૧ નામનો સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. માત્ર રૃપિયા ૨૫૧માં મળતો હોવાથી એ જગતનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન બન્યો છે. વળી આ ફોન સંપૂર્ણપણે સ્વદેશી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે બીબીસીના દાવા પ્રમાણે આ ફોન ચાઈનામા બનેલો છે. અને તેની ખરી ઉત્પાદક કંપની ચીનની એડકોમ છે. મેડ ઈન ચાઈના લખેલા ભાગ પર સફેદ કલર લગાવી દેવાયો છે.
કંપનીએ રૃપિયા માત્ર ૨૫૧માં ફોન આપવાની વાત કરતા મોબાઈલ ઉત્પાદન વિશ્વમાં હાહાકાર મચ્યો છે. કઈ રીતે ચાર-પાંચ હજારની ક્ષમતા ધરાવતા ફોન જેવા જ ફિચર્સ ધરાવતો ફોન અઢીસો રૃપિયામાં બની શકે એ મોબાઈલ ઉત્પાદકો પણ સમજી શકતા નથી. સરેરાશ વ્યક્તિ મહિને ૨૫૧ જેટલું તો મોબાઈલ રિચાર્જ કરાવી નાખતો હોય છે. એ સંજોગોમાં અત્યંત સસ્તો હોવાથી મોબાઈલ ખરીદવા લોકોએ તડાપીટ બોલાવી હતી. કિંમત ઉપરાંત ૪૦ રૃપિયા ડિલિવરી ચાર્જના ઉમેરી રૃપિયા ૨૯૧ ચૂકવીને ફોન નોંધાવવો પડે છે. ફોનની માત્ર ઓનલાઈન જ ખરીદી થઈ શકે છે અને પૈસા એડવાન્સ ભરવા પડે છે.
ફ્રીડમ-૨૫૧ માત્ર ઓનલાઈન જ ખરીદી શકાય એમ હોવાથી કરોડો લોકોએ તેની વેબ ખોલી હતી. ગુરુવારે તો સેકન્ડના ૬ લાખથી વધારે લોકો વેબસાઈટ ખોલતાં હોવાનો કંપનીએ દાવો કર્યો હતો. એ પછી વેસાઈટ હેક થતા હાલ વેચાણ અટકાવી દેવાયુ છે. દરમિયાન બીબીસીએ લખ્યું છે કે મોબાઈલના ઓર્ડર લેવાય છે, પણ કંપની તેનું ઉત્પાદન ક્યાં કરશે એ નક્કી નથી. હજુ સુધી કોઈ સ્થળે કંપનીનો ઉતપાદન પ્લાન્ટ સ્થપાયો નથી.
એપલના આઈફોન જેવા જ દેખાતા આ ફોનમાં ફેસબૂક, વોટ્સએપ, યુટયુબ, સ્વચ્છ ભારત, મહિલા સુરક્ષા જેવી એપ બિલ્ટ-ઈન હશે એવી કંપનીએ જાહેરાત કરી હતી. પણ હકીકતે ફોનમાં એવી એપ ફીટ થયેલી નથી. એ રીતે કંપનીએ ગ્રાહકો સાથે છેતરપિંડીની શરૃઆત કરી દીધી છે. બુધવારે ફોનના લોન્ચિંગ વખતે સંરક્ષણ મંત્રી મનોહર પારિકર અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. તેમાંથી મનોહર જોશી હાજર પણ રહ્યાં હતા. ફોન અંગે એક સાસંદે જોકે ફરિયાદ નોંધાવી છે.


કંપની દોઢ અબજ રૃપિયા એકઠા કરી શકે છે!
આ કંપનીનું ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ ઉત્પાદન ક્ષેત્રે કોઈ બેકગ્રાઉન્ડ નથી. તેની કોઈ બીજી પ્રોડક્ટ માર્કેટમાં નથી અને નથી કોઈ અનુભવી પ્રમોટર્સ. પરિણામે માર્કેટના જાણકારો ફોનને શંકાની નજરે જોઈ રહ્યાં છે. વળી એક વેબસાઈટે તો ત્યાં સુધી ભય દર્શાવ્યો છે કે ઓર્ડર લીધા પછી ફોન નહીં મળે તો શું કરીશું? કંપનીના કહેવા પ્રમાણે આગામી ૩ મહિનામા ૫૦ લાખ યુનિટ ડિલિવર કરવાના છે. એક યુનિટના ૨૯૧ રૃપિયાના હિસાબે કંપની જો તમામ ૫૦ લાખ ફોનના ઓર્ડર ઓનલાઈન મેળવે તો ૧ અબજ, ૪૫ કરોડ, ૫૦ લાખ રૃપિયા એકઠા કરી શકે.

क्या है 251 फ्रीडम स्मार्टफोन के इतना सस्ता होने का राज..?

सभी को पता है कि मुफ्त में कुछ भी नहीं मिलता. जाहिर है सस्ता भी कुछ नहीं होता। अब सितंबर 2015 में बनी नोएडा के सेक्टर 63 स्थित रिंगिंग बेल्स कंपनी दुनिया का सबसे सस्ता स्मार्टफोन लेकर आ रही है। पूरी दुनिया में इस पर बहस छिड़ गई है कि जब मैन्यूफैक्चरिंग का बादशाह चीन भी इतना सस्ता स्मार्टफोन नहीं ला सका, तो कैसे भारत ऐसा कर पा रहा है। हमने इस बारे में कई स्त्रोतों और विशेषज्ञों से पुख्ता जानकारी हासिल की और आपको बताते हैं कि क्यों यह स्मार्टफोन इतना सस्ता है। इस मोबाइल को लॉन्च करने और हर हाथ तक पहुंचाने के पीछे तमाम वजहें हैं। -पहली वजह यह कि इस मोबाइल के निमार्ण के पीछे भारत सरकार का हाथ है.

डिजिटल इंडिया और मेक इन इंडिया योजनाओं की सफलता सुनिश्चित करने की दिशा में यह स्मार्टफोन मील का पत्थर साबित होगा।



- सरकार ने इस मोबाइल में प्रीइंस्टॉल्ड सरकारी ऐप यानी पहले से ही ऐप इंस्टॉल कर रखे हैं। इनमें स्वच्छ भारत, वीमेन सेफ्टी, फिशरमैन, फार्मर, मेडिकल जैसे ऐप शामिल हैं। यानी इन्हें मोबाइल से हटाया या डिलीट नहीं किया जा सकता। फेसबुक-व्हाट्सऐप जैसे प्रीइंस्टॉल्ड ऐप भी दिए गए हैं जो इसे सोशल मीडिया के लिए भी बेहतर बनाएंगे। -इन ऐप का मतलब कि इन योजनाओं से जुड़ी जानकारी लोगों तक पहुंचेगी और लोगों से जुड़े आंकड़े सरकार तक पहुंचेंगे। 

-इस मोबाइल की बिक्री अधिकांश भारतीयों को इंटरनेट और डिजिटल इंडिया से जोड़ देगी। यानी सरकार के पास इतने लोगों तक अपनी पहुंच आसान करने और उन पर नजर रखने का मौका हो जाएगा। 

-सरकार अपनी योजनाओं के लिए विज्ञापन जारी करने की रकम का अगर कुछ हिस्सा इस योजना में खर्च कर देती है तो भी यह हर तबके के लोगों तक सीधे पहुंच बना लेगी। -मोबाइल सर्विस प्रोवाइडर कंपनियां भी सरकार के जरिए इस हैंडसेट निमार्ण में मदद कर सकती हैं. क्योंकि सीधी सी बात है कि जितने ज्यादा स्मार्टफोन यूजर्स होंगे उतने ही ज्यादा इन सर्विस प्रोवाइडरों के पास ग्राहक होंगे। रिलायंस, एयरटेल, वोडाफोन, टाटा जैसी कंपनियों को स्मार्टफोन यूजर्स बढऩे से ज्यादा ग्राहक मिलेंगे। 

- फेसबुक भी देश के हर वर्ग और भारी जनसंख्या तक पहुंच बनाने के लिए सरकार को इस सस्ते हैंडसेट निमार्ण में निवेश करने के लिए मदद कर सकती है.

કોણ છે Freedom 251 પાછળનું ભેજું મોહિત ગોયલ? રૂ. 4100નો ફોન રૂ. 251માં કેવી રીતે મળે?


ગેજેટ ડેસ્ક : રિંગિંગ બેલ કંપનીએ માત્ર રૂ. 251માં એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન લોન્ચ કર્યો છે. જેને વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન માનવામાં આવે છે. ત્યારે આ ફોન પાછળ કોનું ભેજું છે? શું માત્ર રૂ. 251માં સ્માર્ટ ફોનનું નિર્માણ (એ પણ નફા સાથે) શક્ય છે. આવા જ કેટલાક સવાલોનો જવાબ મેળવવાનો અહીં પ્રયાસ કર્યો છે. 
કોણ છે મોહિત ગોયલ?

- થોડો સમય અગાઉ સુધી મોહિત તેમના પિતાની કરિયાણાની દુકાનમાં બેસતો હતો.
- ત્રણ દાયકાથી પરિવાર અનાજ તથા ડ્રાયફ્રૂટના ધંધા સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે.
- મોહિતના લગ્ન ધરના સાથે થયાં છે. જે કંપનીમાં સીઈઓ છે.
- મોહિતે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોવાનું કહેવાય છે.
- ઉપરાંત મોહિતે એમિટી યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી છે.
- રિસર્ચ ફર્મ કન્વર્જન્સ કેટાલિસ્ટના પાર્ટનર જયંત કોલાના કહેવા પ્રમાણે, સબસિડી વગર આટલી નીચી કિંમતે સ્માર્ટફોન વેચવો શક્ય નથી લાગતો.
- સાઈબર મીડિયા રિસર્ચના ફૈઝલ કાવોસાના કહેવા પ્રમાણે, સૌથી હલ્કી ગુણવત્તાવાળા પાર્ટ્સ વાપરવામાં આવે તો પણ આ સ્પેસિફિકેશનનો ફોન બનાવતા રૂ. 680 થી રૂ. 816નો ખર્ચ આવે.
- કંપનીનું કદ જોતા આ લક્ષ્યાંક પાર કરી શકશે કે કેમ તે સવાલ છે. તેમ પણ કાવોસાએ ઉમેર્યું હતું. 

રિંગિંગ બેલ્સ કંપની વિશે
- મોહિત ગોયલે પાંચ મહિના અગાઉ રિંગિંગ બેલ્સ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી.
- કંપનીનું મુખ્યાલય નોઈડામાં આવેલું છે.
- મોહિતના પત્ની ધરના કંપનીમાં સીઈઓ છે.
- આઈઆઈટી એલ્યુમિની અશોક ચઢ્ઢા કંપનીના વાઈસ પ્રેસિડન્ટ છે.
- મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સની વેબસાઈટ પ્રમાણે સુષ્મા દેવી, રાજેશ કુમાર અને મોહિત તેના ડાયરેક્ટર્સ છે.
- અખબારોમાં 'ઈન્ડિયાના સૌથી વ્યાજબી ભાવના સ્માર્ટફોન ' તરીકે તેની જાહેરાત કરવામાં આવી છે.
- મધ્યપ્રદેશના ધારાસભ્ય ઓમપ્રકાશ સકલેચાએ દેશનો સૌથી સસ્તો ફોન લાવવામાં મદદ કરી હોવાનું કહેવાય છે.
- કંપની ઉત્તરાખંડ અને નોઈડામાં પ્લાન્ટ 250-250 કરોડ રૂપિયાના ખર્ચે બે પ્લાન્ટ્સ નાખવા માગે છે.
 - બંને કંપનીઝની પ્રોડ્કશન લાઈન પાંચ લાખ મોબાઈલ ફોન્સની હશે.
કંપની પાસે ડેમો પીસ પણ તૈયાર નથી 

- લોન્ચિંગ વખતે 'એડકોમ' કંપનીનો મોબાઈલ ડેમો તરીકે દેખાડવામાં આવ્યો હતો.
- એડકોમ સમાન પ્રકારના મોબાઈલ ફોન્સ રૂ. પાંચ હજારમાં વેચે છે.
- ચાર મહિના પછી કંપનીએ ડિલિવરી આપવાની છે.
- પરંતુ કંપની પાસે તેનો ડેમો પીસ, પ્રોટોટાઈપ કે બિટા પીસ તૈયાર નથી.
- ફોનની ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક સિમ્બોલ્સ iOS જેવા છે.
- ફોન લોન્ચ થાય ત્યારે એપલ તેની ઉપર કોપીરાઈટ કેસ કરી શકે તેમ છે.
- કંપની લાઈસન્સ ફિસ કેવી રીતે ચૂકવશે તથા BIS સર્ટિફિકેશનનું શું? તે અંગે પણ સવાલો ઉઠી રહ્યાં છે.
- આ સર્ટિફિકેશન વિના ભારતમાં ફોન વેચી ન શકાય. તેની મંજૂરી મેળવવામાં સમય લાગી શકે છે.
- કંપનીના કહેવા પ્રમાણે, ઈનોવેટિવ માર્કેટિંગ, ડ્યુટીઝમાં ઘટાડા, લાર્જ સ્કેલ પ્રોડક્શન તથા ઈકોમર્સના કારણે તેઓ સસ્તામાં આપી શકે છે.
- જો કે હેન્ડસેટના પાર્ટ્સ જ 251થી વધુમાં પડે તેમ હોવાનું જાણકારોનું કહેવું છે.
- કંપનીએ વેબસાઈટ પર દાવો કર્યો છે કે તેના 650 કરતા વધુ સર્વિસ સેન્ટર્સ છે. જેનું અસ્તિત્વ વાસ્તવિક સ્વરૂપમાં ક્યાંય જણાતું નથી.
- આટલા મોટાપાયે ઉત્પાદન કરવા માટે કૌશલ્યવાન કર્મચારીઓ ક્યાંથી આવશે ? શું કોઈ ભરતી કરવામાં આવી છે કે કેમ ? જેવા સવાલોના જવાબ આપવામાં કંપની નિષ્ફળ રહી છે. 
ઈન્ડસ્ટ્રીમાં ચિંતાના વમણ

- જો રિંગિંગ બેલ્સ કંપની આ ભાવે સ્માર્ટફોન આપી શકે તો તે ભારત અને ચીનની હેન્ડસેટ મેકિંગ કંપનીઝ માટે પડકારજનક બની રહે તેમ જણાય છે.
- ઈન્ડિયન સેલ્યુલર એસોસિએશને કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન રવિશંકર પ્રસાદને ભાવો પર ચાંપતી નજર રાખવા વિનંતી કરી છે.
- એસોસિએશને માંગ કરી છે કે જો સબસિડી આપવામાં આવી હોય તો પણ સ્માર્ટ ફોનનો ભાવ રૂ. 3500થી નીચે ન હોવો જોઈએ.
- ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ પણ ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ને પત્ર લખ્યો છે.
- સોમૈયાએ માંગ કરી છે કે ભાવો અંગે ચાંપતી નજર રાખવામાં આવે અને ગ્રાહકો સાથે ઠગાઈ ન થાય તેની કાળજી રાખવામાં આવે.
- કંપનીના કહેવા પ્રમાણે, તેને કેન્દ્ર સરકારની કોઈ મદદ નથી મળી રહી.
- કંપનીના મેનેજમેન્ટના કહેવા પ્રમાણે તેઓ ધંધો જમાવવા માટે 'ઘરના પૈસા' નથી નાખી રહ્યાં.
- કોઈ ટેલિકોમ કંપની સાથે સ્કિમમાં મોબાઈલ લોન્ચ થઈ રહ્યો હોવાનો રિંગિંગ બેલે ઈન્કાર કર્યો છે.
- ભારત સરકાર સાથે મળીને 'સૌથી સસ્તું ટેબ્લેટ' આકાશ લાવનારી ડેટાવિન્ડ કંપની એ રૂ. 999માં સ્માર્ટ ફોન લાવવાની જાહેરાત કરી હતી.
- જો કે આ માટે ડેટાવિન્ડ કંપનીએ ટેલિકોમ કંપની આરકોમ સાથે પાર્ટનરશીપ કરી છે.
- ડેટા વિન્ડ કંપનીના સીઈઓના કહેવા પ્રમાણે, જે સ્પેસિફિકેશન્સ કંપની ઓફર કરી રહી છે તે કમ સે કમ 1600 રૂપિયામાં પડે તેમ છે. આટલો સસ્તો ફોન કેવી રીતે આપી શકશે, તે મોડલ અમારે માટે જાણવું રસપ્રદ બની રહેશે.
ફોનના સ્પેસિફિકેશન્સ 

- 3જી ફોન
- 4-ઈંચ WVGA રિઝોલ્યુશન ડિસ્પ્લે
- 1.3 ગીગાહર્ટ્સ ક્વાડ-કોર પ્રોસેસર
- એક જીબી રેમ
- કુલ 8 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ
- 32 જીબી સુધીની એકસ્ટેન્ડેડ મેમરી (મતલબ કે મોબાઈલ કરતાં મેમરીકાર્ડ મોંઘું પડશે.)
- 3.2 મેગાપિક્સલનો બેક કેમેરા
- 0.3 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરા
- 1450 mAh બેટરી
- ઉપરાંત સ્વચ્છ ભારત, માછીમારો, ખેડૂતો, મહિલાઓ અને તબીબો માટેની એપ્સ તેમાં પ્રિ-લોડેડ હશે. 

#Freedom251નું બુકિંગ ફરીથી શરૂ, હવે સરકારે કંપની પાસે માંગ્યો ખુલાસો


નવી દિલ્હીઃ દુનિયાનાં સૌથી સસ્તા સ્માર્ટફોન Freedom 251ની સાઈ ક્રેશ થયા બાદ શુક્રવારે સવારે તેના પર પ્રી-બુકિંગ ફરીથી શરૂ થઈ ગયું છે. ટ્વિટર પર કેટલાક વપરાશકર્તાઓએ બુકિંગ થવા તો કેટલાકે ટેક્નિકલ મુશ્કેલી આવવાની વાત કહી છે. 251 રૂપિયાનો આ ફોન શિપિંગ ચાર્જિસ બાદ 291 રૂપિયામાં મળી રહ્યો છે. પહેલા દિવસે કંપની રિંગિગ બેલ્સે તેનાં 30 હજાર ઓર્ડર લઈને 87 લાખ રૂપિયા એકઠા કરી લીધા હતા. આ દરમિયાન ફોનનાં મોટા પ્રમાણમાં થઈ રહેલા બુકિંગ પર સરકારની નજર છે... એક ડિપાર્ટમેન્ટે માંગ્યો ખુલાસો... યૂપી સરકાર કરશે તપાસ
- એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ટેલિકોમ મિનિસ્ટ્રી આ કંપનીની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે.
- મિનિસ્ટ્રીનું ઈંટરનલ એસેસમેન્ટ પણ એ કહે છે કે, આ સ્માર્ટફોનની કિંમત 2300 રૂપિયાથી ઓછી ન હોઈ શકે. પરંતુ જ્યા સુધી ગડબડનો કોઈ કેસ કે ફરિયાદ ન આવે ત્યા સુધી આ મામલે દખલગીરી નહી કરે.
- આ તરફ, 251 રૂપિયાનાં ફોનની ખાતરીને ગોટાળો ગણાવી ચૂકેલા બીજેપી સાંસદ કિરિટ સોમૈયાએ ટ્વિટ કરી દાવો કર્યો કે, ટેલિકોમ મિનિસ્ટ્રીએ રિંગિગ બેલસ પાસે ખુલાસો માંગ્યો છે.
- સોમૈયા પ્રમાણે, કંપનીને પૂછવામાં આવ્યું છે કે, તે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ સાથે સર્ટિફિકેશન વગર કેવી રીતે ફોન વેચી રહી છે? કેન્દ્ર એ યૂપી સરકાર પાસે પણ કંપની ઓથેન્ટિસિટી તપાસવા માટે કહ્યું છે.,
નવા વિવાદ પર કંપનીએ શું કહ્યું?

- સરકાર તરફથી નજર રાખવાનાં સમાચાર અને બીજેપી નેતા સોમૈયાનાં દાવાનું કંપનીએ ખંડન કર્યું.
- રિંગિંગ બેલ્સનાં ડિરેક્ટર મોહિત ગોયલે જણાવ્યું- અમે કંઈ પણ નથી છુપાવી રહ્યા. બુકિંગથી મળેલા ફંડને અમે અલગ અલગ એકાઉન્ટમાં રાખ્યા છે. બધી ડિલિવરી ન થાય ત્યા સુધી અમે ફંડ્સને હાથ નહી લગાવીએ.
- ગોયલે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, અમે 25 લાખ ફોનનું ઓનલાઈન અને 25 લાખ ફોનનું ઓફલાઈન બુકિંગ ઈચ્છીએ છીએ. અમે બધા 50 લાખ સ્માર્ટફોન્સનું જૂન સુધી 100 ડિલિવરીનું વચન આપીએ છીએ.
- ઉલ્લેખનીય છે કે, આ પહેલા આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે, કંપની 2.5 લાખથી વધારે સ્માર્ટફોન્સનો ઓર્ડર નહીં લે.
દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોન સામે ઉઠ્યા સવાલો
- લોન્ચિંગ દરમિયાન ડિફેન્સ મિનિસ્ટર મનોહર પર્રિકર જવાના હતા પરંતુ તેઓ ન ગયા.
- ઈન્ડિયન સેલ્યુલર એસોસિયેશને કહ્યું કે, જે ફોનની રિટેલ વેલ્યુ 3500થી 4100 રૂપિયાની વચ્ચે છે, તે 251 રૂપિયામાં કેવી રીતે મળે?
- ફોનનો દેખાવ આઈફોન અને પહેલેથી ઉપલબ્ધ એડકોમ સ્માર્ટફોન જેવો માનવામાં આવી રહ્યો છે.
બુકિંગ શરૂ થતાની સાથે જ સાઈટ ક્રેશ
- આ સ્માર્ટફોન નોઈડાની રિંગિંગ બેલ્સે લોન્ચ કર્યો છે. 30 જૂનથી કંપની તેનું શિપિંગ શરૂ કરી દેશે.
- ગુરુવારે સવારે બુકિંગ શરુ થયા બાદ વપરાશકર્તાઓએ કંપનીની વેબસાઈટ freedom251.comનાં શરૂઆતનાં અમુક કલાક સુધી ક્રેશ થવા અને બાદમાં ઓર્ડર પ્લેસ ન થવાની ફરિયાદ કરી.
- ત્યાર બાદ કંપનીએ પોતાની વેબસાઈટ પર આવી રહેલા વપરાશકર્તા માટે મેસેજ પોસ્ટ કર્યો.
- તેમાં લખવામાં આવ્યું- અમને હાલ એક સેકન્ડમાં 6 લાખ હિટ્સ મળી રહી છે. જેના કારણે સર્વર ઓવરલોડેડ થઈ ગયું છે.
- અમે તેનું બુકિંગ રોકી રહ્યા છીએ. સર્વિસ અપગ્રેડ કર્યા બાદ અમે 24 કલાકની અંદર તેને ફરીવાર શરૂ કરીશું.
-  આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર પોતાના ગુસ્સો પણ કાઢ્યો છે.
- ટ્વિટર અને ફેસબુક પણ સાઇટની ક્રેશ થવાની પોસ્ટ પણ યૂઝર્સ દ્વાર શેર કરાઇ રહી છે.
પેમેન્ટ નથી થઇ શકતું
- અમુક કલાકો બાદ સાઇટ ખુલી તો રહી છે પણ લોકો મોબાઇલ ખરીદવા માટેની આવશ્યક પ્રક્રિયા પુરી નથી કરી શકતા.
- વારંવાર શિપિંગ એડ્રેસ એડ કરવાનું કહેવામાં આવી રહ્યું છે અને સબમિટ કર્યા પછી રિફ્રેશ થઇને ફરી પાછું ત્યાંનું ત્યાં જ આવી જવાય છે.
શું છે આ ફોનની ખાસિયત, વિરોધનું અન્ય શું છે કારણ
- 4 ઈંચ એચડી ડિસ્પ્લે, 1.3 ગીગા હર્ટઝ પ્રોસેસર અને 1 જીબી રેમ ધરાવતા 251 રૂપિયાનાં આ ફોન બુધવારનાં રોજ નોઈડામાં લોન્ચ થયો.
- પર્રિકર તેનાં લોન્ચિંગ દરમિયાન ન આવ્યા. બીજેપી સાંસદ મુરલી મનોહર જોશી આ લોન્ચિંગ ઈવેન્ટમાં સામેલ થયા.
- મોબાઈલ ઈંડસ્ટ્રી બોડી ઈન્ડિયન સેલ્યુલર એસોસિએશન(આઈસીએ)નું કહેવું છે કે, ટેલિકોમ મિનિસ્ટર રવિશંકર પ્રસાદને આ મામલે તપાસ કરવી જોઈએ.
- આઈસીએનું કહેવું છે કે, સબસિડી પર સેલ છતા આ પ્રકારનાં સ્માર્ટફોનની કિંમત 4100 રૂપિયાથી ઓછી ન હોઈ શકે.
- આઈસીએએ આ સસ્તા સ્માર્ટફોનનાં લોન્ચિંગ ઈવેન્ટમાં સીનિયર પોલિટિકલ અને ગવર્મેન્ટ લીડરશિપને મળ્યું ઈન્વિટેશન અને નેતાઓની હાજરી પર સવાલ કરવામાં આવ્યા છે.
જૂનથી મળશે ફોન, બુકિંગ શરૂ

આ સ્માર્ટફોન નોઈડાની રિંગિગ બેલ્સે લોન્ચ કર્યો છે. 251 રૂપિયાનાં આ સ્માર્ટફોન માટે કંપનીની વેબસાઈટથી પ્રી-બુકિંગ 18 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ ગયું, જે 21 ફેબ્રુઆરી સાંજે 8 વાગ્યા સુધી કરી શકાય છે. 30 જૂનથી કંપની તેનું શિપિંગ શરૂ કરી દેશે.
ઈન્ડિયન સેલ્યુલર એસોસિએશને શું ભાવ પદ્ધતિ જણાવી?

- આઈસીએસે કહ્યું કે, આ પ્રકારની પ્રોડક્ટનું બિલ ઓફ મટીરીયલ(બીઓએમ) વેલ્યુ 40 ડોલર એટલે કે2700 રૂપિયા થાય છે. આ કોસ્ટ ત્યારે આવે જ્યારે તેને સપ્લાઈ ચેનથી ખરીદવામાં આવે.
- આઈસીએનાં નેશનલ પ્રેસિડેન્ટ પંકજ મહિંદ્રૂએ ટેલિકોમ મિનિસ્ટરને લખેલા પત્રમાં કહ્યું કે, રિટેલ  સેલ્સ દરમિયાન પ્રોડક્ટ કોસ્ટમાં ડ્યૂટી, ટેક્સ, ડિસ્ટ્રીબ્યૂશન અને રિટેલ  માર્જિન પણ જોડવામાં આવે છે.
- આ પ્રકારે આ સ્માર્ટફોનની રિટેલ કોસ્ટ રિટેલ કિંમત 4100 રૂપિયા થાય છે તો આવો સ્માર્ટફોન 251માં કેવી રીતે વેચાઈ શકે છે.
- મહિંદ્રૂએ કહ્યું કે, જો આવા ફોનને ઈ-કોમર્સ કે કોઈ પ્રકારની સબસિડીનાં લાભ પર વેચવામાં આવે તો તેની કિંમત 52-55 ડોલર(3500-3800 રૂપિયા) બેસે છે.
- તેઓએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે પ્રોડક્ટ ડાયરેક્ટ કોઈ સબસિડી નથી મળી, તો આ પ્રોડક્ટ આટલા ઓછા ભાવમાં કેવી રીતે વેચાઈ શકે?
- નોંધનીય છે કે, Samsung, Apple, Sony, Lava, Micromax, Karbonn, Motorola અને HTC  જેવી કંપનીઓ આઈસીએની મેમ્બર્સ છે.
જવાબમાં રિંગિંગ બેસ્લે શું ગણિત બતાવ્યું?

- રિંગિંગ બેલ્સનાં પ્રેસિડેન્ટ અશોક ચઢ્ઢાએ લોન્ચિંગ ઈવેન્ટમાં કહ્યું, ' આ વર્ષનાં અંતમાં અમે ફ્રીડમ-251 સ્માર્ટફોનનું હાર્ડવેર ભારતમાં બનાવીશું. બાદમાં તેને 100 ટકા મેડ ઈન ઈન્ડિયા કરી દઈશું.'
- 'અમે તેના માટે નોઈડા અને ઉતરાખંડમાં પાયલોટ પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. તેની કોસ્ટ 500 કરોડ રૂપિયા અને ટાર્ગેટ કેપેસિટી દર મહિને 5 લાખ યૂનિટ્સની હશે. આવા 5 મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સ અમે બનાવીશું. પરંતુ શરૂઆતમાં અમે અઢી લાખ ઓર્ડર્સ બાદ બુકીંગ બંધ કરી દઈશું.'
- બિલ ઓફ મટીરીયલનાં હિસાબે આ સ્માર્ટફોનની કોસ્ટ 2000 રૂપિયા છે. ભારતમાં બનાવીને અમે તેમાંથી 400 રૂપિયા બચાવી લઈશું.
- ઓનલાઈન વેચીને અમે તેમાંથી 400 રૂપિયા વધુ બચાવી લઈશું. જો પ્રી-ઓર્ડરનાં આંકડા વધશે તો અમે 400 રૂપિયા વધારે બચાવી શકીશું.
- ત્યારબાદ જ્યારે પ્લેટફોર્મ મોટું થઈ જશે તો અમે આવી પ્રોડક્ટ્સ હાઈલાઈટ કરીશું જે કસ્ટમર્સ માટે વેલ્યુએબલ હશે.
- તેનાથી અમારી સોર્સ ઓફ ઈનકમ વધશે. તેનો ફાયદો અમે કસ્ટમર્સ સુધી પહોંચાડીશું અને સ્માર્ટફોનની કોસ્ટને કંટ્રોલ કરીશું.
- કંપનીનું કહેવું છે કે, તે આ ફોન માટે કોઈ ગવર્મેન્ટ સબસિડી નથી લઈ રહી. ન પ્રોજેક્ટમાં સરકારનો કોઈ ડિપાર્ટમેન્ટ સામેલ છે.
આઈફોનની કોપી કરવાનો દાવો કેમ?

- હિન્દુસ્તાન ટાઈમ્સનાં રિપોર્ટ પ્રમાણે, ફ્રીડમ 250માં મોટાભાગે બિલ્ટ અપ આઈકોન આઈફોન જેવા દેખાય છે.
- તેનું વેબ બ્રાઉઝર એપ એપ્પલનાં સફારી બ્રાઉઝર જેવું દેખાય છે જે આઈફોન, આઈપેડ અને મેકમાં હોય છે.
- તેમાં રાઉન્ડ હોમ બટન આઈફોન જેવું જ છે.
- મીડિયા રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ફ્રીડમ 251 દિલ્હીની આઈટી ઈમ્પોર્ટર કંપની એડકોમના એક હેન્ડસેટનની લાઈન પર બનેલો છે. એડકોમ કંપનનો ફ્રીડમ 251 જેવો એક સ્માર્ટફોન ઘણા ઈ-રિટેલર કંપનીઓની વેબસાઈટ પર અંદાજે 4000 રૂપિયામાં લિસ્ટેડ છે.
કોના માટે ચેલેન્જ છે આ ફોન?

- રિંગિંગ બેલ્સનો પ્લાન 500 રૂપિયાથી ઓછાનાં અન્ય પણ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવાનો છે. હાલ માર્કેટમાં ઉપલબ્ધ સૌથી સસ્તો સ્માર્ટફોન 1500 રૂપિયાની આસપાસ છે.
- ગવ વર્ષે ડાટાવિંડે પ્લાન કર્યો હતો કે, તે અનિલ અંબાણીનાં રિલાયન્સ કમ્યુનિકેશલ(આરકોમ)ની સાથે મળીને વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન, 999 રૂપિયામાં લોન્ચ કરશે. આ ફોન અત્યાર માર્કેટમાં નથી આવ્યો.
- જ્યારે, તેને 4500થી 5000 રૂપિયાની વચ્ચે આવતા લીનોવો એ2010 અને કાર્બન મેક વન ટાઈટેનિયમ માટે પણ ચેલેન્જ માનવામાં આવી રહ્યો છે.
- 251 રૂપિયાનાં આ સ્માર્ટફોનની સ્ક્રીન લીનોવો(4.5 ઈંચ) અને કાર્બન(4.7 ઈંચ)થી નાની હશે પરંતુ 1.3 ગીગા હર્ટ્ઝ ક્વાડકોર પ્રોસેસર લગભગ એટલું જ કામ આપશે.
2999 રૂપિયામાં 4જી ફોન લોન્ચ કરી ચૂકી છે રિંગિંગ બેલ્સ

- તાજેતરમાં રિંગિંગ બેલ્સે 2999 રૂપિયામાં 4જી સ્માર્ટફોનને માર્કેટમાં લોન્ચ કર્યો હતો.
- આ ઉપરાંત, માર્કેટમાં કંપનીનાં બે ફીચર ફોન પણ ઉપલબ્ધ છે.



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 7 January 2016

GPS Tracking Solution

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

GPS Tracking Solution 
Contact Us For Purchase  :- 9429893515, 8511604135, 8155053505

How Does GPS Vehicle Tracking Work?

Track Your Truck vehicle tracking solutions combine sophisticated GPS tracking technology with flexible, advanced mapping and reporting software. A GPS-enabled Vehicle Tracking Device is installed on each vehicle to collect and transmit tracking data via a cellular or satellite network, whichever works best for your operations. The device then delivers the data to the Track Your Truck hosted application, NetTrack, which you can access through the Web at any time. You receive real-time vehicle tracking updates, including location, direction, speed, idle time, start/stop and more, allowing you to manage a tighter schedule and more efficient fleet.
  • Track Your Truck’s Coyote tracking device updates the internal position every second and sends a new GPS update every two minutes
  • Track Your Truck’s SkyRunner unit transmits the GPS message via the Iridium satellite network, which covers North America, to the Track Your Truck 24/7 Network Operations Center
  • Track Your Truck’s Skyhawk II unit transmits the GPS message via Globalstar’s LEO satellite network to the Track Your Truck Network Operations Center
  • Track Your Truck vehicle tracking features include real-time mapping with automatic refresh, live tracking from your cell phone, and detailed truck activity reports




14 Benefits of GPS Fleet Tracking for Transportation Companies

  1. Save on operating expenses – Reduce unnecessary overhead costs by eliminating excess fuel consumption, billing discrepancies, unnecessary overtime expenses, and unauthorized vehicle usage.
  2. Reduce insurance costs – Many insurance providers give discounted premiums (up to 35 percent) for companies that have vehicles equipped with a real-time fleet tracking system.
  3. Optimize resources – Don’t wait until it’s too late to make a money-saving change. Fleet GPS enables you to monitor daily use of your resources in real time and with useful tools like analytics and reports.
  4. Maximize vehicle utilization – Eliminate unnecessary idle time and vehicle misuse to get the most from your fleet.
  5. Keep customers happy – Real-time vehicle tracking allows you to offer first-class customer service.
  6. Be more predictable – Provide customers with accurate delivery times and benefit from better vehicle and employee utilization at the same time.
  7. Maximize labor costs – Increase employee productivity and efficiency by eliminating downtime, preventing dispatch inaccuracies, and reducing tardiness.
  8. Optimize financial management – Accurate GPS log data allows you to create more useful profit and loss analyses, improves accountability, and enables better budget preparation.
  9. Superior route planning – Smarter route planning and more predictable schedules allow you to stay competitive and reduce costs.
  10. Manage maintenance – Create alerts based on time, mileage, or engine hours to develop advanced vehicle maintenance routines.
  11. Ease of use – User-friendly interfaces enable easy access to quality information and data from any computer or mobile device.
  12. Locate assets – Locate lost or stolen vehicles or other assets with exact location details made possible by GPS technology.
  13. Improve safety – Enhance safety and security for personnel by providing direct assistance and support, monitoring vehicle activity, and implementing two-way communication between drivers and dispatchers.
  14. Be competitive – Compete with market rivals by implementing unparalleled commercial fleet tracking capabilities. You will be able to provide better service and the money you will save with fleet GPS will help you keep costs low.
.
Contact Us For Purchase  :- 9429893515, 8511604135, 8155053505




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 29 December 2015

નાસાએ મંગળ ગ્રહની ખીણની તસવીરો અને સૂર્યની અલ્ટ્રા ફૂટેજ રિલીઝ કરી

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

નાસાએ મંગળ ગ્રહની ખીણની તસવીરો અને સૂર્યની અલ્ટ્રા ફૂટેજ રિલીઝ કરી

માર્સ રિકન્સાઈસન્સ ઓર્બીટર મિશન

ગોળ પથ્થરોથી ઢંકાયેલી દિવાલ ખીણમાં ઢળી રહી છે તેવો સંશોધકોનો દાવો

વોશિંગટન, તા.૨૯
અમેરિકાની વિશ્વ વિખ્યાત વૈજ્ઞાાનિક સંસ્થા નાસાએ તાજેતરમાં મંગળ ગ્રહ પરની તસવીર રજુ કરી હતી. આ તસવીરમાં એક ખીણ દ્રશ્યમાન થાય છે, જેની દિવાલો ગોળ પથ્થરોથી ઢંકાયેલી છે. સંશોધકે જણાવ્યું હતું કે, જમીન ઘસી પડવાનો સીધો ઢોળાવ પર્વતોની માટીને એકસાથે મોકલે છે અને ઢાળની ટોચ પરથી ટેકરી બનાવે છે. જ્યારે ભૌતિક પદાર્થો ઢોળાવ સુધી પહોંચે છે અને એ ધાર એક અંગુઠા કારની ટોચની રચનામાં સુવ્યાખ્યાતિ થાય છે.
મંગળ પરની ભુસ્ખલન વાળી આ ખીણની તસવીર ૧૯ માર્ચ, ૨૦૧૪ના રોજ મોકલાયેલા માર્સ રિકન્સાઈસન્સ ઓર્બીટરમાં લગાવેલા હાઈ રિઝોલ્યુશેન ઈમેઝિંગ સાયન્સ એક્સપરિમેન્ટ કેમેરા વડે લેવામાં આવી હતી. સંશોધકોનું કહેવું છે કે તસવીરોમાં જે ભુસ્ખલન બતાવવામાં આવ્યું છે એ અપેક્ષિત રીતે તાજુ હોવાનું જાણ થાય છે, તે ઉપરાંત અનેક પથ્થરો ઘસવાની તૈયારીમાં હોય તેવું લાગે છે. કેટલાક નાના નાના ખાડાઓ ભુસ્ખલનની અસર નીચે દબાયેલા હોય તેમ લાગે છે, તે ઉપરાંત સંખ્યાબંધના નાના કદના પથ્થરો પણ આ ખીણમાં જોવા મળે છે.
આ ઉપરાંત આજના દિવસે નાસાએ મંગળ ગ્રહ પરની એક તસવીરને જાહેર કરી હતી તો બીજી તરફ નાસાએ સુર્યના અલ્ટ્રા ફુટેજને રીલિઝ કર્યા હતાં. આ ફૂટેજ નાસાને સોલાર ડાયનેમિક્સ ઓબ્જર્વેટરીની મદદથી મળ્યા હતાં. આ મિશન સુર્ય પર સતત નજર રાખવા માટે નાસાએ અપનાવ્યું છે. વીડિયોમાં પ્રકાશના અલગ અલગ દસ વેવલેન્થને કેપ્ચર કરવામાં આવી છે. દરેક વેવલેન્થને અલગ અલગ કલરથી યુનિક રીતે તૈયાર કરાયેલી છે.
નાસાના સુત્રોએ જણાવ્યું હતું કે એક મિનિટનો વીડિયો તૈયાર કરવા માટે ખાસ લોકોની ટીમ તૈયાર કરવી પડી છે અને એક મિનિટના ફૂટેજને બનાવવામાં અંદાજે દસ કલાકથી પણ વધારે સમય લાગે છે. નાસાએ આ વીડિયો ફૂટેજને યુટયુબ પર રીલિઝ કર્યુ હતુ અને એક કરોડથી પણ વધારે લોકો નિહાળી ચુક્યા છે.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Friday, 25 December 2015

Download Meri Sadak Application...... ��खूबज उपयोगी माहीती��

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

Download Meri Sadak Application......

Download Mobile App for citizen feedback for PMGSY roads launched

Download Application : Click here

Visit official site http://omms.nic.in/



��खूबज उपयोगी माहीती��

पोतना गाम ना प्रधानमंत्री ग्राम सडक योजना ना रोडना कामोनी गुनवत्ता,निर्माणनी गति,रोकवामा आवेल कार्यो अने अनूरक्षणना मुल्यो विशे फरियादो अने प्रतीक्रियाओ नोधावी शक्से.
����नागरिक PMGSY सडकोनी वधारेमा वधारे 3 फ़ोटो लईने फ़रियाद / प्रतिक्रिया साथे उपलोड करी सके छे.
����सात दिवसनी अंदर सरकार द्वारा जवाब मल्वो अने 60 दिवसनी अंदर तेनू संपूर्ण रिते पूर्ण करवानु आश्वासन.
��Download Mobile App for citizen feedback for PMGSY roads launched




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Monday, 21 December 2015

હરિયાણામાં મંદબુદ્ધિની યુવતીના ગેંગ રેપ, હત્યા કેસમાં સાતને ફાંસી

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

હરિયાણામાં મંદબુદ્ધિની યુવતીના ગેંગ રેપ, હત્યા કેસમાં સાતને ફાંસી

આખરે કેટલી વાર 'નિર્ભયા' મરશે ઃ મહિલા ન્યાયાધીશની ટકોર

ફેબુ્રઆરી ૨૦૧૫માં મૂળ નેપાળની મંદબુદ્ધિની યુવતીની ગુપ્તાંગમાં પથ્થર, સળિયા નાંખી હત્યા કરાઈ હતી ઃ પી.એમ. રિપોર્ટમાં ગુપ્તાંગમાંથી પથ્થર, બ્લેડ મળ્યા હતા ઃ પોલીસે બળાત્કારીઓની માહિતી આપનારને રૃ. એક લાખનું ઈનામ જાહેર કર્યું હતું ઃ નિર્ભયાકાંડની જેમ આ કેસના કુલ નવ આરોપીમાંથી એક સગીર, એકની આત્મહત્યા

(પીટીઆઈ)    રોહતક, તા.૨૧
નિર્ભયા કાંડનો સૌથી ઘાતકી બળાત્કારીની મુક્તિનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે જ ચંદીગઢમાં રોહતકની અદાલતે પણ મંદબુદ્ધિની યુવતીના સામૂહિક બળાત્કાર અને હત્યાના કેસમાં સાત આરોપને ફાંસીની સજા સંભળાવી છે.

આ ચુકાદો આપતા રોહતક જિલ્લા અદાલતના ન્યાયાધીશ સીમા સિંઘલે પણ નિર્ભયાને યાદ કરતા કહ્યું હતું કે, ''આખરે કેટલી વાર નિર્ભયા મરશે. આ પ્રકારના ગુનામાં મજબૂત હાથોથી કામ લેવું પડશે. કોઈને અમારું સન્માન છીનવવાનો અધિકાર નથી...''
'હરિયાણા ૧૬ ડિસેમ્બર' તરીકે જાણીતા થયેલા આ કેસમાં પણ નિર્ભયાકાંડની જેમ જ આરોપીઓએ ભયાનક ક્રૂરતા આચરી હતી. આ ઘટનાના પણ હરિયાણા સહિત દેશભરમાં પડઘા પડતા ફક્ત દસ જ મહિનામાં ચુકાદો આવી ગયો છે. આ ઘટનામાં પણ એક સગીરવયનો આરોપી સામેલ છે, જે અત્યારે જુવેઈનાલ જસ્ટિસ બોર્ડના ટ્રાયલનો સામનો કરી રહ્યો છે.
ગયા વર્ષ ફેબુ્રઆરી માસમાં રોહતકમાં મૂળ નેપાળની એક મંદબુદ્ધિની યુવતી અચાનક લાપતા થઈ હતી. ચાર દિવસ પછી રોહતક-હિસાર હાઈવે પર બહુ અકબરપુર ગામની સીમમાં આ યુવતીની લાશ મળી હતી. આ યુવતીના પોસ્ટમોર્ટમ અહેવાલમાં ઘટસ્ફોટ થયો હતો કે, આ યુવતી સાથે ભયાનક હિંસા આચરીને સામૂહિક બળાત્કાર કરાયો હતો. એટલું જ નહીં, યુવતીના ગુપ્ત ભાગમાં પથ્થર અને લોખંડના સળિયા નાંખીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હતી. આ યુવતીના ગુપ્તાંગોમાંથી પથ્થરો અને બ્લેડ પણ મળી આવી હતી.
આ સમાચાર પછી સ્વાભાવિક રીતે જ ચંદીગઢમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના પછી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને વિરોધ પક્ષોએ પણ મનોહરલાલ ખટ્ટર સરકારનો ઉગ્ર વિરોધ કર્યો હતો. પરિણામે પોલીસે ઝડપથી તપાસ હાથ ધરીને નજીકના ગદ્દીખેડી ગામના રહેવાસી સુનીલ, પદમ, મનવીર, રાજેશ, સરવર, સુનીલ અને સોમવીર સહિત એક સગીર વયના આરોપીની અટકાયત કરી હતી. મૂળ દિલ્હીના સોમવીરે બાદમાં આત્મહત્યા કરી લીધી હતી.
નોંધનીય છે કે, આ કેસની તપાસ કરવા હરિયાણા પોલીસે સાત ટીમ બનાવી હતી. એટલું જ નહીં, આ ગુનેગારોની માહિતી આપનારાને રૃ. એક લાખનું ઈનામ પણ જાહેર કરાયું હતું. આ કેસમાં ફક્ત દસ જ દિવસમાં ૬૧માંથી ૫૭ સાક્ષી ફરી જતા પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

ચુકાદા પહેલાં મહિલા ન્યાયાધીશ સીમા સિંઘલની ટિપ્પણી
એક મહિલા તરીકે હું તેની ચીસો સાંભળી શકું છું

રોહતક, તા.૨૧
આજે ચુકાદો આપતા પહેલાં રોહતક જિલ્લા અદાલતના ન્યાયાધીશ સીમા સિંઘલે ટિપ્પણી કરી હતી કે, આ કેસમાં પોલીસે તમામ પુરાવા સાથેની ૩૦૦ પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. આજે હું ન્યાયિક પ્રક્રિયા પૂરી કરવા જ આવી છું.
આ ઘટનાને જે રીતે અંજામ અપાયો છે તેના માટે ફાંસી પણ ઓછી છે
એક ન્યાયાધીશ પહેલાં હું માણસ છું અને માણસથી પણ પહેલાં એક સ્ત્રી છું. આ યુવતીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી ખબર પડી છે કે, કેટલી યાતના આપીને તેની હત્યા કરાઈ છે. એક મહિલા તરીકે હું એ મંદબુદ્ધિની યુવતીની ચીસો સાંભળી શકું છું. હું તેનું દર્દ સમજી શકું છું, જે આ રાક્ષસોએ તેને આપ્યું છે. આ ફેંસલો આવા ગુના કરનારા માટે બોધપાઠ સમાન છે. જો આજે હું આ ચુકાદામાં ઢીલ રાખીશ તો આ યુવતી સાથે મૃત્યુ પછીયે અન્યાય થયો ગણાશે. આ ઘટનાને જે રીતે અંજામ અપાયો છે એ માટે ફાંસીની સજા પણ ઓછી છે. આ પ્રકારની સજાથી કદાચ આપણે આવા ગુના અટકાવતા રોકી શકીશું. આપણે નિર્ભયા જેવું નામ આપીને આપણી ઓળખ છુપાવવાની જરૃર નથી.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Sunday, 20 December 2015

૨૨મીએ પંચાયતી રાજ પર કોણે કબજો મેળવ્યો તે સ્પષ્ટ થશે

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

૨૨મીએ પંચાયતી રાજ પર કોણે કબજો મેળવ્યો તે સ્પષ્ટ થશે

પંચાયતોમાં રાજકીય પંચાત શરૃ

આજે ફોર્મ ભરાશે,આવતીકાલે પ્રમુખો ચૂંટાશે

ભાજપ-કોંગ્રેસે જિલ્લા - તાલુકા પંચાયતના પ્રમુખ,ઉ.પ્રમુખના મેન્ડેટ આપ્યાં ઃ સત્તા મેળવવા બન્ને પક્ષો વચ્ચે ખેંચતાણ
અમદાવાદ ,રવિવાર
જિલ્લા - તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખની નિમણૂંક કરવા માટે ભાજપ - કોંગ્રેસમાં રવિવારે પણ ધમધમાટ ચાલુ રહ્યો હતો. સ્થાનિક કક્ષાથી માંડીને નિરીક્ષકોના અહેવાલ આધારે મેન્ડેટની કામગીરી પૂર્ણ કરાઇ હતી. સોમવારે જિલ્લા - તાલુકા પંચાયતોમાં બંન્ને પક્ષના નિરીક્ષકોની ઉપસ્થિતીમાં પ્રમુખ, ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરાશે. મંગળવારે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ૨૨મીએ આખાયે રાજ્યમાં કઇ પંચાયત પર કોણે વિજય વાવટો લહેરાવ્યો તેનું ચિત્ર સ્પષ્ટ બનશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે ભાજપનો સફાયો થયો છે અને ઘણાં લાંબા વખત બાદ કોંગ્રેસ પંચાયતોમાં શાસન કરવા જઇ રહી છે. જોક, હજુયે ઘણી પંચાયતોમાં ડખાં છે પરિણામે ભાજપ કે કોંગ્રેસ સત્તા મેળવશે તે તો સ્થાનિક રાજ્કારણ નક્કી કરશે.
રવિવારે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે પ્રભારી ગુરૃદાસ કામત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સ્થાનિક નેતાઓની રજૂઆતથી માંડીને નિરીક્ષકોના અહેવાલ આધારે જિલ્લા-તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખના નામોની આખરી પસંદગી કરીને મેન્ડેટ આપવાની કામગીરી પૂર્ણ કરી હતી. આ ઉપરાંત નિરીક્ષકો સાથે બેઠક યોજીને જે તે જિલ્લા - તાલુકામાં સર્વાનુમતે પક્ષના આદેશ મુજબ ચૂંટણી યોજાય તે માટે સૂચના આપી હતી. ભાજપે પણ પ્રમુખ, ઉપપ્રમુખના નામોની પસંદગીને આખરી ઓપ આપ્યો હતો. ૨૧મી સોમવારે તાલુકા - જિલ્લા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વખતે ભાજપ - કોંગ્રેસના નિરીક્ષકો હાજર રહેશે. કોઇ સભ્ય છેલ્લી ઘડીએ બળવો ન કરે તેના પર નિરીક્ષક બાજનજર રાખશે. ૨૨મીએ પ્રમુખ, ઉપપ્રમુખના નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે. આમ, મંગળવારે ગુજરાતના પંચાયતી રાજ પર કોણ કબજો કર્યો તે ચિત્ર એકદમ સ્પષ્ટ થઇ જશે.

કોંગ્રેસ ૧૩૫ તા.પં, ૨૧ જિલ્લા પંચાયતોમાં સત્તાની ઇનિંગ રમશે
કોંગ્રેસ ઘણાં લાંબા સમય બાદ તાલુકા , જિલ્લા પંચાયતોમાં સત્તાના સિંહાસને બિરાજશે. સૂત્રોના મતે, ૧૨૪ તાલુકા પંચાયત અને ૨૧ જિલ્લા પંચાયત પર કોંગ્રેસ બહુમતીના જોરે સત્તા મેળવશે. આમ છતાંયે કોંગ્રેસને એ વાતનો ભય સતાવે છેકે, ભાજપના તડજોડના રાજકારણને પગલે ત્રણ-પાંચ તાલુકા પંચાયત , બે જિલ્લા પંચાયતોમાં હાથમાંથી સરકી જાય તેમ છે. જયારે નર્મદામાં જેડીયુના સહકારથી જિલ્લા પંચાયત પર કબજો મેળવવામાં કોંગ્રેસ સફળ થશે. આ ઉપરાંત ગીર સોમનાથ અને ભરૃચમાં પણ કોંગ્રેસ માટે ઉજળી તકો છે. આમ છતાંયે ભાજપના રાજકીય ખેલ ખેલે તો ચિત્ર છેલ્લી ઘડીએ બદલાઇ શકે છે.

૧૬ જિલ્લા-તાલુકા પંચાયતોમાં ચિઠ્ઠી ઉછળશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે પરિણામોએ ગ્રામિણ વિસ્તારના રાજકારણમાં ભારે બદલાવ લાવી દીધો છે.અમદાવાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતની જિલ્લા-તાલુકા પંચાયતોમાં સોમવારે ભાજપ-કોંગ્રેસનું નસીબ કામ કરશે. જયાં સરખી બેઠકો હોય ત્યાં ચિઠ્ઠી ઉછાળીને સત્તા સોંપાશે. ઉલ્લેખનીય છેકે, ધોળકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ચિઠ્ઠીના જોરે જ સત્તા મળી છે.

૨૦ જિલ્લા - તાલુકા પંચાયતમાં અપક્ષો સત્તા નક્કી કરશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પરિણામોએ એવી પરિસ્થિતી સર્જી છેકે, ૪ જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતમાં અપક્ષ જ ભાજપ કે કોંગ્રેસમાંથી કોઇ એકને સત્તાના સિહાસને બિરાજવામાં મહત્વની ભૂમિકા નક્કી કરશે.દેવભૂમિ દ્વારકા ,ગીર સોમનાથ, ભરૃચ અને નર્મદા જિલ્લા પંચાયત ભાજપ કોંગ્રેસને સરખી બેઠકો મળી છે પરિણામે અપક્ષો પર જ દારોમદાર છે. ૧૬ તાલુકા પંચાયતોમાં પણ કઇંક આવી જ સ્થિતી છે. હવે સત્તા હાંસલ કરવા માટે ભાજપ-કોંગ્રેસે અત્યારથી અપક્ષોની ખરીદી કરવા તડજોડની રાજનિતી રમી છે. અપક્ષોને બંન્ને રાજ્કીય પક્ષો તરફથી ભરપૂર ઓફરો કરવામાં આવી રહી છે.

૪ તાલુકા પંચાયતોમાં અપક્ષો સત્તાના સિંહાસને બિરાજશે
૨૩૦ તાલુકા પંચાયતોમાં ચાર તાલુકા પંચાયતમાં એવી સ્થિતી સર્જાઇ છેકે, જયાં અપક્ષોની સંખ્યા ભાજપ-કોંગ્રેસ કરતાં યે વધુ છે. ગીર સોમનાથના કોડિનાર તાલુકા પંચાયત, ભરૃચના નેત્રંગ તાલુકા પંચાયત, વાલિયા તાલુકા પંચાયત, નર્મદાના સાગબારા તાલુકા પંચાયતમાં અપક્ષો ભાજપ-કોંગ્રેસના ટેકાથી સત્તા મેળવે તેમ છે.




Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)