સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 11 October 2016

ગુજરાતની સરકારી પ્રા.શાળાઓના શિક્ષકોની જિલ્લા ફેરબદલીઓ થશે - આજે RTIને ૧૧ વર્ષ પૂર્ણ, ગુજરાતમાં અમલના નામે મીંડુ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group News

ગુજરાતની સરકારી પ્રા.શાળાઓના શિક્ષકોની જિલ્લા ફેરબદલીઓ થશે

- એપ્રિલ-મે મહિનાને બદલે હવે બદલી કેમ્પ

- અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા ઘણા દંપતીઓ એક જિલ્લામાં રહેવા માટે ૧૦ વર્ષથી રાહ જોઇ રહ્યા છે

અમદાવાદ, મંગળવાર
 
ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકોની જિલ્લા ફેરબદલીઓ એપ્રિલ-મે મહિનામાં કરવાને બદલે હવે આદેશો કરાયા છે !! શિક્ષણ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની લાપરવાહીને કારણે બદલીઓ માટે છેલ્લા એક દાયકાથી રાહ જોતા શિક્ષકોને હવે પડતા પર પાટું લાગ્યું છે. એક સત્ર પૂર્ણ થયા બાદ શા માટે બદલી કેમ્પો રાખવા પડયા તે કોઇને સમજાતું નથી.
 
આ અંગે એક પરિપત્ર કરાયો છે. આ જણાવાયું છે કે, ૪૦ ટકા જગ્યાઓ જિલ્લાફેરથી કરવાની થાય છે. જેને ધ્યાને રાખીને જાહેર કેમ્પ દ્વારા બદલીઓ કરવી. જિલ્લા ફેરબદલી કરવાપાત્ર શિક્ષકોએ અગાઉથી બદલી કરતી અરજીઓ જે-તે જિલ્લા દ્વારા મંગાવી લેવી. મોટાભાગના કિસ્સામાં દંપતીઓ બદલીની રાહ જોઇ રહ્યા છે. તેઓ અલગ અલગ જિલ્લામાં જુદા રહે છે. આમ તો દર ડીસેમ્બર મહિનામાં પરિપત્ર કરીને અરજીઓ મંગાવી તમામ જિલ્લામાં મોકલી અપાતી હોય છે. પરિપત્રમાં જણાવાયા મુજબ એક તરફી અને અરસપરસ જિલ્લા ફેરબદલી સમય મર્યાદામાં રજિસ્ટરમાં નોંધાયેલી અરજીઓ પૈકી ૨૫, ૨૬ અને ૨૭ ઓકટોબર સુધીમાં શરતોને આધીન કાર્ય પૂર્ણ કરવાનો આદેશ કરાયો છે. તા. ૨૩/૫/૧૨ના નિયમો મુજબ જિલ્લા ફેરબદલી માટે તા. ૧ જૂન ૨૦૧૬ પછી અવસાન, નિવૃતિ કે રાજીનામું આપવાને કારણે બદલી થઇ શકશે નહીં. ઉપરાંત તા. ૩૧/૮/૧૬ની સ્થિતિએ શિક્ષકોની સંખ્યાનાં પ્રમાણમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને વિકલ્પ પસંદ કરી ઓનલાઇન બદલી માટેનાં નિયમોમાં સમાવેશ થતો હશે તેની બદલીનાં આદેશો થયા છે. પરંતુ જિલ્લા ફેરબદલીનાં આદેશ મુજબ બદલી કર્યા પછી તેને છૂટા કરતા પહેલા પ્રાથમિક શિક્ષણ નિયામકનો બીજો આદેશ ન થાય ત્યાં સુધી તેને છૂટા કરવાના રહેશે નહીં. એટલે કે તેમને ફરીથી ઘણો વખત બદલી માટે રાહ જોવી પડશે.
 
શિક્ષકો કહે છે કે સરકારને જો ખરેખર કૌટુંબીક ભાવનાની સમજણ હોય તો પરિવારોને તાત્કાલીક રીતે બદલીનાં લાભો આપી દંપતીઓને એક જિલ્લામાં નોકરીએ મૂકી દેવા જોઇએ.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-district-teachers-in-government-primary-schools-will-be-transferred

આજે RTIને ૧૧ વર્ષ પૂર્ણ, ગુજરાતમાં અમલના નામે મીંડુ

- વર્ષે ૧૦૦ કરોડથી વધુનો ધૂમાડો થવા છતાં

- સરકારનાં કૌભાંડો બહાર આવે એવી માહિતી અપાતી નથી ઘણા કિસ્સામાં માહિતી કમિશનરનું પણ ભેદી વલણ

અમદાવાદ, મંગળવાર

કેન્દ્ર સરકારે ઘડેલા રાઇટ ટુ ઇન્ફર્મેશનનાં એટલે કે RTI ના કાયદાને ૧૨મી ઓકટોબરે ૧૧ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ૨૦૦૫થી દેશભરમાં અમલી કરેલા આ કાયદાનો ગુજરાતમાં જોઈએ તેટલો અમલ થતો નથી. ખાસ કરીને સરકારનાં કૌભાંડો, ગેરરીતિઓ કે અનિયમિતતા બહાર આવે તેમ હોય તેવી માહિતી આપવાનું મોટે ભાગે ટાળવામાં આવે છે. જયાં માહિતી અપાઇ છે ત્યાં ખુબ જ અધુરી અને ખોટી હોય છે. ઘણા કિસ્સામાં માહિતી કમિશનરનું વલણ પણ સરકાર તરફી હોવાનાં આક્ષેપો થયા છે.

RTI નો કાયદો બન્યા બાદ દેશભરમાં અનેક મોટા કૌભાંડો બહાર આવ્યા છે. RTI ને કારણે અનેક વખત કેટલીક સરકારો મુશ્કેલીમાં પણ આવી છે. ગુજરાતમાં પણ શરૃઆતના વર્ષોમાં RTI હેઠળ ઘણી ચોંકાવનારી વિગતો આવતા સરકારને નીચા જોણું થયું હતું.

ત્યાર બાદ એ વખતની મોદી સરકારે RTI હેઠળ સંવેદનશીલ વિગતો આપવા પર ધીમે દીમે બ્રેક મારી હતી. અરજદારોને સરળતાથી માહિતી નહીં આપવી, વારંવાર ધક્કા ખવડાવવા, અધુરી અને ખોટી કે ગેરમાર્ગે દોરે તેવી માહિતી આપવી, ૧૦ હજારથી માંડીને ૨૦ થી ૩૦ હજાર રૃપિયા ભરાવવા. આ બધી ટ્રીક અપનાવવાની મૌખીક સૂચના મોટાભાગના સરકારી ડિપાર્ટમેન્ટને આપી દેવાઇ હતી.

આ જ RTI અંતર્ગત ગુજરાત ગ્રામ કમિશનરે અરજદારને એવો જવાબ આપ્યો હતો કે તમે ગામડે ગામડે જાવ અને માહિતી લઇ લો !! અક્ષરધામના હુમલા સંદર્ભમાં મૃત્યુ પામનારા, નિર્દોષ છૂટનારા, કેટલી સહાય કરી વગેરેની માહિતી મંગાઇ હતી પણ અપાઇ નથી.

તત્કાલીન મુખ્યમંત્રી જાપાનના પ્રવાસે ગયા ત્યારે તેમની સાથે ૩૮ જેટલા અધિકારીઓ સાથે ગયા હતા તેની વિગતો માગી જે પણ આપી નથી. મોદી સામે ચૂંટણીમાં આચારસંહિતાના ભંગની ફરિયાદ કરાઇ હતી. કોર્ટ કેસ પણ થયો હતો. છતાં RTI માં એવો જવાબ અપાયો કે ચૂંટણી પંચ પાસે મોદીની સામે આચારસંહિતાનો ભંગ થયાનો કોઈ રેકર્ડ ઉપબ્ધ નથી !!

માહિતી નહીં આપતા નાના અધકિારીઓને કયારેય દંડ કરવામાં આવે છે પરંતુ મોટા સચિવો કે ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ પગલા લેવાતા નથી. એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે સરકાર દ્વારા જ માહિતી કમિશનરની નિમણૂકો કરાતી હોવાથી તેઓ ઘણા કિસ્સામાં સરકારની તરપેણ પણ કરી નાખે છે.

આ સિવાય પણ ગુજરાતભરમાં હજારો નાગરિકોની ફરિયાદો હોય છે કે તેમને RTI હેઠળ માહિતી અપાતી જ નથી. ઘણાની ફરિયાદ એવી છે કે માહિતી અધુરી અને ખોટી અપાય છે. લોકો કહે છે કે જો સરકાર વાસ્તવમાં પારદર્શકતાની વાતો કરતી હોય તો RTI હેઠળ તુરંત જ અને સાચી માહિતી આપી કાયદાનો અમલ કરાવવો જોઈએ.



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment