Gujarat Samachar News
દંડની ડબલ રકમ દર્શાવતું પત્રક બતાવીને તોડ કરવાનું ચાલતું રેકેટ
અમદાવાદમાં કેટલાક ટ્રાફિક પોલીસ દ્વારા
પીયુસીનું સર્ટી ન હોય તો ૮૦૦ રૃપિયા ઃ વધારે સ્પીડના ૭૦૦ રૃપિયા કહીને મેમો આપ્યા
અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં કેટલાક ટ્રાફિક પોલીસ જવાનો વાહન ચાલકને રોકીને લાઇસન્સ, પીયુસી પ્રમાણપત્ર સહિતની માંગણી કરતા હોય છે. વાહન ચાલકે ટ્રાફિકના નિયમનું ઉલંઘન કર્યાનું સાબિત થતાંની સાથે જ પોલીસવાળા પોતાની પાસે રખાયેલા ડબલ દંડની રકમ દર્શાવતું કોસ્ટક બતાવીને મેમો આપ્યા વગર તોડ કરવાનું વ્યવસ્થિત રેકેટ ચાલતું હોવાનું બહાર આવ્યુ છે. થલતેજ ચાર રસ્તા પાસે ટ્રાફિક એસીપીએ એક હેડ કોન્સ્ટેબલને આવા કોસ્ટક સાથે પકડી પાડીને તેની સામે ગુનો નોધાવતાં વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રાફિકના કાયદા અંગેનું માર્ગદર્શિકા પુસ્તક અગાઉ તત્કાલીન સંયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ જે તે સમયે બહાર પાડયું હતું. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકનો દંડ વધારવાનું કોસ્ટર છાપીને આ પુસ્તકમાં છપાયેલા દંડ મુજબનો વધારો કરવાની દરખાસ્ત ગુજરાત સરકારને મોકલી આપી હતી. પરંતુ તે દરખાસ્ત સરકારે મંજૂર કરી ન હતી. જે પુસ્તિકામાં સૂચવેલી દંડની રકમમાં લાઇસન્સ વગર બાઇક ચાલકને ૩૦૦ દંડ અને ધંધાકીય વાહન ચાલકને ૯૦૦ રૃપિયા અને પીયુસી પ્રમાણપત્ર ન હોય તો ૮૦૦ રૃપિયા દંડ,ભયજનક સ્પીડમાં વાહન હંકારવાનો દંડ ૭૦૦ રૃપિયા દર્શાવવામાં આવ્યો હતો.
એસજીહાઇવે સહિત અમદાવાદમાં ફરજ બજાવતા કેટલાક ટ્રાફિક પોલીસવાળા પોતાની પાસે ઉપરોક્ત માર્ગદર્શિકા પુસ્તકમાં છપાયેલી દંડની રકમના કોસ્ટકની ઝેરોક્ષ સાથે રાખીને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને દંડની રકમ બતાવીને તેને મે મો આપવાના બદલે દર્શાવેલા દંડની પચાસ ટકા રકમ પડાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ થલતેજ સર્કલ પાસે ફરજ બજાવતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ અમરસિંહ રાઠોડે શુક્રવારે સવારે ૧૦.૪૫ કલાકે એક કાર ચાલકને રોકીને લાઇસન્સ માંગ્યા બાદ પીયુસી પ્રમાણપત્રની માંગણી કરી હતી. કાર ચાલક પાસે પીયુસી સર્ટી ન હોવાથી ટ્રાફિક પોલીસ તેમને પોતાની પાસે કાગળમાં છાપેલી દંડની રકમનું પત્રક બતાવ્યું હતું જેમાં પીયુસી ન હોય તો ૮૦૦ રૃપિયા દંડ લખેલો હતો. કાર ચાલકને શંકા જતાં તેણે તેના પરિચીત ઉચ્ચ પોલીસ અધિકારીને આ અંગેની જાણ કરી હતી. જેના કારણે ઘટનાસ્થળે ટ્રાફિક એસીપી દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસની પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો. તેની પાસેથી દંડની ડબલ રકમ દર્શાવતો લેમીનેશન કરેલો કાગળ મળી આવ્યો હતો. જેને લઇને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સામે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેટકટર એમ.જે.દીવાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાવતાં વસ્ત્રાપુર પોલીસે જમાદારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ પાસે આપવામાં આવેલા મે મો પાછળ ટ્રાફિક નિયમ ભંગના વિવિધ ગુનાના દંડની રકમ દર્શાવેલી હોય છે. તેમ છતાં કેટલાક પોલીસવાળા ઉપરોક્ત ટેકનિક અપનાવીને તોડ કરતા હોય છે.
અમદાવાદ બહારના વાહન ચાલકોને ટાર્ગટ કરાય છે
અમદાવાદ, રવિવાર
અમદાવાદના કેટલાક ટ્રાફિક પોલીસ જવાનો ખાસ કરીને અમદાવાદ બહારના વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી તેમની પાસે વાહનને લગતા જરૃરી દસ્તાવેજો માંગતા હોય છે. તેવા સમયે વાહન ચાલક પાસે પીયુસી સર્ટી ન હોય અથવા લાઇસન્સ સહિતના જરૃરી દસ્તાવેજ ન હોય તેવા સમયે ટ્રાફિક પોલીસ તકનો લાભ ઉઠાવીને ટ્રાફિક નિયમ ભંગ બદલ કરવામાં આવતા દંડની ડબલ કરમ દર્શાવતું કોસ્ટક બતાવીને વાહન ચાલક પાસે તોડ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે.
Source :-http://gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in/,અમદાવાદમાં કેટલાક ટ્રાફિક પોલીસ જવાનો વાહન ચાલકને રોકીને લાઇસન્સ, પીયુસી પ્રમાણપત્ર સહિતની માંગણી કરતા હોય છે. વાહન ચાલકે ટ્રાફિકના નિયમનું ઉલંઘન કર્યાનું સાબિત થતાંની સાથે જ પોલીસવાળા પોતાની પાસે રખાયેલા ડબલ દંડની રકમ દર્શાવતું કોસ્ટક બતાવીને મેમો આપ્યા વગર તોડ કરવાનું વ્યવસ્થિત રેકેટ ચાલતું હોવાનું બહાર આવ્યુ છે. થલતેજ ચાર રસ્તા પાસે ટ્રાફિક એસીપીએ એક હેડ કોન્સ્ટેબલને આવા કોસ્ટક સાથે પકડી પાડીને તેની સામે ગુનો નોધાવતાં વસ્ત્રાપુર પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રાફિકના કાયદા અંગેનું માર્ગદર્શિકા પુસ્તક અગાઉ તત્કાલીન સંયુક્ત પોલીસ કમિશનર મોહન ઝાએ જે તે સમયે બહાર પાડયું હતું. જેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકનો દંડ વધારવાનું કોસ્ટર છાપીને આ પુસ્તકમાં છપાયેલા દંડ મુજબનો વધારો કરવાની દરખાસ્ત ગુજરાત સરકારને મોકલી આપી હતી. પરંતુ તે દરખાસ્ત સરકારે મંજૂર કરી ન હતી. જે પુસ્તિકામાં સૂચવેલી દંડની રકમમાં લાઇસન્સ વગર બાઇક ચાલકને ૩૦૦ દંડ અને ધંધાકીય વાહન ચાલકને ૯૦૦ રૃપિયા અને પીયુસી પ્રમાણપત્ર ન હોય તો ૮૦૦ રૃપિયા દંડ,ભયજનક સ્પીડમાં વાહન હંકારવાનો દંડ ૭૦૦ રૃપિયા દર્શાવવામાં આવ્યો હતો.
એસજીહાઇવે સહિત અમદાવાદમાં ફરજ બજાવતા કેટલાક ટ્રાફિક પોલીસવાળા પોતાની પાસે ઉપરોક્ત માર્ગદર્શિકા પુસ્તકમાં છપાયેલી દંડની રકમના કોસ્ટકની ઝેરોક્ષ સાથે રાખીને ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકને દંડની રકમ બતાવીને તેને મે મો આપવાના બદલે દર્શાવેલા દંડની પચાસ ટકા રકમ પડાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ થલતેજ સર્કલ પાસે ફરજ બજાવતા ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ અમરસિંહ રાઠોડે શુક્રવારે સવારે ૧૦.૪૫ કલાકે એક કાર ચાલકને રોકીને લાઇસન્સ માંગ્યા બાદ પીયુસી પ્રમાણપત્રની માંગણી કરી હતી. કાર ચાલક પાસે પીયુસી સર્ટી ન હોવાથી ટ્રાફિક પોલીસ તેમને પોતાની પાસે કાગળમાં છાપેલી દંડની રકમનું પત્રક બતાવ્યું હતું જેમાં પીયુસી ન હોય તો ૮૦૦ રૃપિયા દંડ લખેલો હતો. કાર ચાલકને શંકા જતાં તેણે તેના પરિચીત ઉચ્ચ પોલીસ અધિકારીને આ અંગેની જાણ કરી હતી. જેના કારણે ઘટનાસ્થળે ટ્રાફિક એસીપી દોડી આવ્યા હતા અને ટ્રાફિક પોલીસની પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો. તેની પાસેથી દંડની ડબલ રકમ દર્શાવતો લેમીનેશન કરેલો કાગળ મળી આવ્યો હતો. જેને લઇને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સામે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેટકટર એમ.જે.દીવાને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધાવતાં વસ્ત્રાપુર પોલીસે જમાદારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ પાસે આપવામાં આવેલા મે મો પાછળ ટ્રાફિક નિયમ ભંગના વિવિધ ગુનાના દંડની રકમ દર્શાવેલી હોય છે. તેમ છતાં કેટલાક પોલીસવાળા ઉપરોક્ત ટેકનિક અપનાવીને તોડ કરતા હોય છે.
અમદાવાદ બહારના વાહન ચાલકોને ટાર્ગટ કરાય છે
અમદાવાદ, રવિવાર
અમદાવાદના કેટલાક ટ્રાફિક પોલીસ જવાનો ખાસ કરીને અમદાવાદ બહારના વાહન ચાલકોને રોકીને તેમની પાસેથી તેમની પાસે વાહનને લગતા જરૃરી દસ્તાવેજો માંગતા હોય છે. તેવા સમયે વાહન ચાલક પાસે પીયુસી સર્ટી ન હોય અથવા લાઇસન્સ સહિતના જરૃરી દસ્તાવેજ ન હોય તેવા સમયે ટ્રાફિક પોલીસ તકનો લાભ ઉઠાવીને ટ્રાફિક નિયમ ભંગ બદલ કરવામાં આવતા દંડની ડબલ કરમ દર્શાવતું કોસ્ટક બતાવીને વાહન ચાલક પાસે તોડ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે.
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment