સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 25 September 2014

ગરબે રમવાની નવ રાતો સિવાય માં દુર્ગાના નવ સ્વરૂપો વિશે જાણો છો ખરાં?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ગરબે રમવાની નવ રાતો સિવાય માં દુર્ગાના નવ સ્વરૂપો વિશે જાણો છો ખરાં?

- નવદુર્ગાના આ સ્વરૂપો કરાવે છે શક્તિ, જ્ઞાન અને સંપદાની પ્રાપ્તિ

અમદાવાદ તા. 25 સપ્ટેમ્બર, 2014

ગુજરાતભરમાં આજથી નવરાત્રિનો પર્વ ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે, આ તહેવાર નવ દિવસ સુધી ચાલશે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા-અર્ચના કરીએ છીએ.

પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી), આગલના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછલા ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પુજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ નવ રૂપો વિશે થોડીક જાણીએ.

પ્રથમ નોરતે દુર્ગા શૈલીપુત્રીની પુજા
આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

 
બીજા નોરતે દુર્ગા શ્રી બ્રહ્મચારિણીની પુજા
આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.

ત્રીજા નોરતે દુર્ગા શ્રી ચંદ્રઘંટાની પુજા
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે.

ચોથા નોરતે દુર્ગા શ્રી કૂષ્માંડાની પુજા
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

પાંચમા નોરતે દુર્ગા શ્રી સ્કંદમાતાની પુજા
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.


છઠ્ઠા નોરતે દુર્ગા શ્રી કાત્યાયની પુજા
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે.

સાતમા નોરતે દુર્ગા શ્રી કાલરાત્રિની પુજા
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

 
આઠમા નોરતે દુર્ગા શ્રી મહાગૌરીની પુજા
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.

નવમા નોરતે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રીની પુજા
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું.




Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

1 comment:

  1. Faisalabad is one of the biggest cities in Pakistan and the hub of the textile industry. It is widely acknowledged as the Manchester of Pakistan due to its large industrial role. girl in pink dress , baby girl yellow dress , red frock for baby girl , boys green pants The quality of the fabrics produced in this city has no parallel. In fact, the fabric is something of a specialty of Faisalabad. Many people from all over the country flock to this city for a spot of cloth shopping. We aim to provide you all of the best of Faisalabad at our store.

    ReplyDelete