સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday 3 October 2014

ગૌ માંસની નિકાસ બંધ કરો, ચીની ચીજોનો બહિષ્કાર

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gujarat Samachar News

ગૌ માંસની નિકાસ બંધ કરો, ચીની ચીજોનો બહિષ્કાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આરએસએસના વડા મોહન ભાગવતનો આદેશ

દેશના છેવાડાના માનવીની સુખાકારી અને સુરક્ષા સુનિશ્ચિત ન થાય ત્યાં સુધી સરકારનું કામ અધુરું
(પીટીઆઈ)    નાગપુર,તા.૩
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે સ્વદેશીની ભાવનાનું ભારપૂર્વક સમર્થન કરતા ભારતવાસીઓને દેશમાં જ ઉત્પાદિત માલ વાપવાની હિમાયત કરી છે. બીજી બાજુ ભારતમાંથી પશુ-માંસની અને ખાસ કરીને ગોમાંસની થતી નિકાસ પર તત્કાળ પ્રતિબંધ મૂકવાની આરએસેસના વડા મોહન ભાગવતે ભારપૂર્વક માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે આજે દેશમાં કેવી કરૃણ પરિસ્થિતિ પ્રવર્તે છે? મા-બાપ ઘરડા થાય ત્યારે તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવામાં આવે છે અને પશુ (ખાસ કરીને ગોવંશ) ઘરડા થાય ત્યારે તેને કતલખાને મોકલવામાં આવે છે.
ભારતીય બજારોમાં બેફામ રીતે ઠલવાતા ચીની માલને લીધે દેશના અર્થતંત્રને થઈ રહેલાં નુકસાન સંદર્ભમાં સ્વદેશીની ભાવના જગાવવા પર ભાર મૂકતા ભાગવતે જણાવ્યું હતું કે દેશવાસીઓએ આત્મનિર્ભર બનવું જોઈએ અને ઉદ્યોગ ક્ષેત્રે સાહસિકતાના ગુણો ખીલે એ માટે યોગ્ય ઉત્તેજન મળવું જોઈએ. લોકોએ પણ દેશમાં જ બનેલી વસ્તુઓ વાપવાનો આગ્રહ રાખવો જોઈએ.
ભારતીય રાષ્ટ્રીય સલામતી, અર્થતંત્રમાં સુધારણા તેમ જ આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનાવવા માટે નરેન્દ્ર મોદીની સરકારે સત્તા પર આવ્યા પછી ચાર જ મહિનાના ટૂંકા ગાળામાં આદરેલા પ્રયાસોને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દૂરદર્શનના રાષ્ટ્રીય પ્રસારણમાં બીરદાવ્યા હતા.
આજે દશેરાને દિવસે સંઘના ૮૯માં સ્થાપના દિને તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ભારત દેશ એક મજબૂત રાષ્ટ્ર તરીકે કાઠું કાઢી રહ્યો છે. એવો લોકોના મનમાં વિશ્વાસ જાગ્યો છે.
સંઘના વડાના ભાષણનું પહેલી જ વાર દૂરદર્શન ઉપર એક કલાક સુધી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું તેની કોંગ્રેસ અને સીપીઆઈ (એમ) દ્વારા ટીકા કરવામાં આવી હતી. સરકારી પ્રસારણ સેવાનો એનડીએએ દુરૃપયોગ કર્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપએ બચાવ કરતા કહ્યું હતું કે રાષ્ટ્રભક્તિ માટે આરએસએસ દ્વારા સન્નિષ્ઠ યોગદાન આપવામાં આવ્યું છે. સહુને સમાન ન્યાયની ફિલોસોફીનું સંઘે કાયમ સમર્થન કર્યું છે.
દેશની પ્રજાએ નવી સરકારને તેની નીતિઓના અસરકારક અમલ માટે થોડો વધુ સમય આપવો જોઈએ. જ્યાં સુધી દેશની છેવાડાની વ્યક્તિ કલ્યાણ-યોજનાઓ, સલામતી અને સુરક્ષા બાબત સંતોષ વ્યક્ત ન કરે ત્યાં સુધી સરકારનું કામ પૂર્ણ થયેલું ન ગણાય. અમારી પાસે કંઈ જાદુઈ લાકડી નથી કે પલકવારમાં બધું પલ્ટાઈ જાય. પરંતુ એક હકિકત છે કે આ સરકાર આદરેલા કાર્યો પૂરા કરવા પ્રતિબદ્ધ છે. મોદીની તાજેતરની અમેરિકાની મુલાકાતે પણ દેશવાસીઓના મનમાં ઉત્સાહની ભાવના જગાવી છે.
જમ્મુ-કાશ્મીરમાં તબાહી વેરનારા તાજેતરના પૂર વખતે સરકારની અને સંઘના સ્વયંસેવકોની બચાવ અને સહાય કામગીરીની ભાગવતે તારીફકરી હતી.
આરએસએસના વડાએ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનની સલામતી માટે એકદમ જાગૃત અને સતર્ક સરકાર, મજબૂત સંરક્ષણ નીતિ અને સીમાડાની રક્ષા માટે કાબેલ સંરક્ષણ દળો અનિવાર્ય છે. આજે આપણાં લશ્કરમાં ૨૩ હજાર ઓફિસરોની ખેંચ છે. લશ્કરને પૂરતા પ્રમાણમાં સૈનિકો અને અફસરો પૂરા પાડવાની આપણી જવાબદારી છે.

વિદેશમાં બનેલી ભગવાનની મૂર્તિઓનું પૂજન બંધ કરો
નાગપુર,તા.૩
ભારતના દેવ-દેવીઓની મૂર્તિઓ મોટા પ્રમાણમાં ચીનમાં બને છે અને પછી આપણે ત્યાં મોકલવામાં આવે છે. આ સંદર્ભમાં આરએસએસના વડા મોહન ભાગવતે વિદેશમાં તૈયાર થયેલી આ મૂર્તિઓની પૂજા-અર્ચના બંધ કરવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે રોજબરોજના ઉપયોગમાં આવતી ચીજો પણ વિદેશમાં બનેલી હોય તો લોકો એ ખરીદવા માટે લલચાય છે. વિદેશી વસ્તુના મોહને ત્યજીને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો લોકોએ આગ્રહ રાખવો જોઈએ.

ભાગવતે ઉઠાવેલા મુદ્દા પ્રસ્તુતઃ મોદી
(પીટીઆઈ)    નવી દિલ્હી, તા. ૩
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે નાગપુરમાં દશેરા નિમિત્તે આપેલા ભાષણના વખાણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ દ્વારા જે સામાજિક મુદ્દા ઉઠાવાયા છે તે આજના સમયમાં પ્રસ્તુત છે. વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે, મોહન ભાગવતજીએ તેમના પ્રવચનમાં મહત્ત્વના રાષ્ટ્રીય મુદ્દાની વાત કરી હતી. તેમના દ્વારા જે સામાજિક મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે આજે ઘણાં જ પ્રસ્તુત છે.
આ પ્રકારનું ટ્વિટ કરીને વડાપ્રધાને મોહન ભાગવતના પ્રવચનની ઓનલાઈન માહિતી આપતી લિંક પણ મૂકી હતી. તેમણે સંઘના કાર્યકરોને સંઘના સ્થાપના દિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રીય સમાચાર ચેનલ દૂરદર્શન પર સંબોધન કરતા ભાગવતે ગૌહત્યા અને માંસની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની વાત પણ છેડી હતી. આ ઉપરાંત તેમણે લોકોને ચાઈનીઝ ચીજવસ્તુઓની ખરીદી નહીં કરવાની પણ અપીલ કરી હતી. ભાગવતે કહ્યું હતું કે, બાંગલાદેશમાંથી ગેરકાયદે રીતે આવતા લોકોના કારણે તમિલનાડુ અને કેરળમાં જિહાદી પ્રવૃત્તિ વધી છે. એટલું જ નહીં, પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં હિંદુ સમાજ ખતરામાં છે.
ભાગવતે કહ્યું હતું કે, મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત બનાવવા માટે ફક્ત ચાર જ મહિનામાં જે પગલાં લીધા છે તે આવકાર્ય છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment