Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
એટીએમ કાર્ડના નંબર મેળવી રૃા.૧.૬૬ લાખની ઠગાઇ કરીઓન લાઇન રકમ વાપરી નાખતી ગેંગનો વધુ ૧૩ શિકાર બન્યા
આઇસીઆઇસીઆઇથી બોલુ છુ... તમારૃં કાર્ડ જૂનું થઇ ગયું, ૧૬ આંકડાનો નંબર આપી નવું કાર્ડ મેળવો તેમ કહી ઠગાઇ
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર એટીએમ કાર્ડના નંબર મેળવી ઓન લાઇન શોપીંગ કે મોબાઇલ કુપનો રિચાર્જ કરાવી લેતી ટોળકીએ વડોદરાના વધુ ૧૩ ગ્રાહકોનો શિકાર કરતા એસઆઇટી એ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગ્રાહકને વાતોમાં ફસાવી એટીએમ કાર્ડના નંબર મેળવી ઓન લાઇન શોપીંગ કે મોબાઇલ કુપનો રિચાર્જ કરાવી લેતી ટોળકીની જાળમાં રોજેરોજ બેંક ગ્રાહકો ફસાઇ રહ્યા છે. સયાજીગંજ પોલીસે ગઇ તા.૫મી માર્ચે બ્લ્યુડાર્ટ કુરિયરમાં પાર્સલ છોડાવવા આવેલા બિહારના અપંગ યુવક સંતોષકુમાર સિંગની ધરપકડ કરી હતી. તેની સાથેના બે સૂત્રધાર શોભિતસિંગ અને સુલભ ફરાર થઇ જતા બંનેને શોધવા પોલીસ બિહાર ગઇ હતી. પરંતુ તેમનો કોઇ પતો મળ્યો નથી. આ ટોળકીએ ગુજરાત સહિતના રાજ્યોમાં થોકબંધ ગ્રાહકોને આ રીતે છેતરીને ઓનલાઇન શોપીંગ કરી લીધુ હોવાની વિગતો ખુલી હતી. દરમિયાનમાં હજી આવા બનાવો ચાલુ જ રહ્યા છે. આઇસીઆઇસીઆઇ બેંકના નામે ફોન કરી ગ્રાહકોના કાર્ડ નંબર મેળવી રકમ વગે કરતી ટોળકી સામે વધુ એક ફરિયાદ નોંધાતા એસઆઇટીના પીઆઇ બીજે રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ તા.૧૭-૧૨-૧૪ થી તા.૨-૧-૧૫ સુધીમાં ૧૩ જણાના કાર્ડને આધારે ઓન લાઇન શોપીંગ કે રિચાર્જ કરાવી રૃા.૧.૬૩ લાખની રકમ વાપરી નાંખી છે. બનાવ અંગે નવાપુરાની સર્વોદય સોસાયટીમાં રહેતા મનિષભાઇ પરિખે તમના ખાતામાંથી રૃા.૧૦,૮૦૯ ની રકમ ઉપાડી લેવાઇ હોવાની અને આવા બીજા ૧૨ જણાના ખાતા માંથી પણ રકમ ઉપાડી લેવાઇ હોવાની ફરિયાદ નોંધાવી છે. કાર્ડના નંબર નહી આપવા કરાતી અપીલની કોઇ અસર નહી હવે બેંકોએ બોર્ડ લગાવવા માંડયા, પોલીસે ફિલ્મ બનાવી બેંકો અને વીમા કંપનીઓને જાહેરાત આપવા પોલીસે જાણ કરી (પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર એટીએમ કાર્ડના નંબર નહી આપવા માટે બેંક અને પોલીસ ઓફિસર્સ દ્વારા વારંવાર કરાતી અપીલની કોઇ અસર નહી દેખાતા હવે જાગૃતિ લાવવા પોલીસે વિડીયો કલીપીંગ્સ અને બેંકોએ બોર્ડે લગાવવાનું શરૃ કર્યું છે. એટીએમ કાર્ડના નંબરો બેંક માંગતી નથી અને આપવા નહી તેવી વારંવાર પોલીસ તેમજ બેંકો દ્વારા સૂચના અપાય છે. પરંતુ તેની કોઇ અસર દેખાતી નથી. પોલીસે હવે શાર્ટ ફિલ્મ તૈયાર કરી જાગૃતિ અભિયાન શરૃ કર્યું છે. પોલીસે બેંકો અને વિમા કંપનીઓને પણ જાહેરાતો આપવા સૂચના આપી છે. તો બીજી તરફ બેંકોએ ગ્રાહકોને એસએમએસ કરી તેમજ બોર્ડ લગાવી જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment