સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 8 October 2017

ફુગાવો વધે છે, જોબ ચિંતાનું કારણઃ જનરલ ઇકોનોમી નિરાશામાં - RBIએ એકની નવી નોટો ઇશ્યૂ કરી પણ બેંકોને કાળાબજાર કરવામાં જ રસ - અનેક ચીજો પરથી ૨૮ ટકા GST હટાવી શકે છે સરકાર - ગોધરાકાંડઃ ૧પ વર્ષ બાદ હાઇકોર્ટના ચુકાદાની તૈયારી - કેન્દ્ર-રાજ્ય સરકારોના કારણે સિંગતેલ ઉદ્યોગ મરણ પથારીએઃ ઉદ્યોગને જીવાડવા વપરાશ વધે એ જરૂરી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ફુગાવો વધે છે, જોબ ચિંતાનું કારણઃ જનરલ ઇકોનોમી નિરાશામાં
યશવંત સિંહાએ અર્થતંત્ર વિશે ચિંતા વ્યકત કર્યા બાદ હવે રિઝર્વ બેંકનો ચોંકાવનારો સર્વેઃ કન્ઝયુમર કોન્ફીડન્સ, ગ્રોથ અને બીઝનેસ સેન્ટીમેન્ટમાં ઘટાડોઃ ખરીદારીને લઇને લોકોનું મનોબળ તુટી રહ્યુ છેઃ મેન્યુફેકચરીંગ ક્ષેત્રના વેપારીઓ નિરાશ થઇ રહ્યા છે, વિકાસ દર નીચે જઇ રહ્યો છે
   નવી દિલ્હી તા.૯ : તાજેતરમાં દેશના અર્થતંત્ર અંગે પુર્વ નાણામંત્રી યશવંત સિંહાએ ચિંતા વ્યકત કર્યા બાદ હવે રિઝર્વ બેંકે બિહામણું ચિત્ર રજુ કર્યુ છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવેલા અનેક પ્રકારના સર્વેમાં બહાર આવ્યુ છે કે, ખરીદારીને લઇને લોકોનું મનોબળ નીચે જઇ રહ્યુ છે, મેન્યુફેકચરીંગ સેકટરના ઉદ્યોગોમાં નિરાશાનું મોજુ છે, ફુગાવો વધી રહ્યો છે અને વિકાસનો દર નીચે જઇ રહ્યો છે. રિઝર્વ બેંકના આ સર્વેના તારણો તેણે ૪થી ઓકટોબરે રજુ કરેલી આર્થિક નીતિ સમીક્ષા રિપોર્ટ સાથે મેળ ખાય છે. રિઝર્વ બેંક આર્થિક નીતિના સમીક્ષા રિપોર્ટમાં વર્ષ-ર૦૧૭-૧૮માં અનુમાનીત વિકાસ દર ૭.૩ ટકાથી ઘટાડી ૬.૭ ટકા કર્યો હતો.
   રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચાર કવાર્ટરથી સામાન્ય ઉપભોકતાઓમાં આમ આર્થિક પરિસ્થિતિને લઇને નિરાશા પ્રવર્તી રહી છે. ૪થી ઓકટોબરે રિઝર્વ બેંકે જારી કરેલ કન્યુમર કોન્ફીડન્સ સર્વેમાં જણાવ્યુ હતુ કે, સપ્ટેમ્બર-ર૦૧૭ સુધી સામાન્ય આર્થિક સ્થિતિ અંગે ૩૪.૬ ટકા લોકોએ કહ્યુ હતુ કે, સ્થિતિ સુધરી છે જયારે સપ્ટેમ્બર-ર૦૧૬ સુધી આવુ માનનારાની સંખ્યા ૪૪.૬ ટકા હતી. સર્વે અનુસાર સપ્ટેમ્બર-ર૦૧૭ સુધી ૪૦.૭ ટકા લોકોએ કહ્યુ હતુ કે, આર્થિક સ્થિતિ બગડી છે. જયારે સપ્ટેમ્બર ર૦૧૬ સુધી રપ.૩ ટકા લોકો આવુ માનતા હતા.
   સર્વે અનુસાર આવતા એક વર્ષમાં આર્થિક સ્થિતિ સુધરશે એવુ માનનારાની સંખ્યા ઘટી છે. સર્વે અનુસાર પ૦.૮ ટકા લોકોએ કહ્યુ હતુ કે, આવતા એક વર્ષમાં આર્થિક સ્થિતિ સુધરશે. જયારે ડિસેમ્બરમાં ૬૬.૩ ટકા લોકોને લાગતુ હતુ. આવતા એક વર્ષમાં સ્થિતિ સુધરી જશે.
   કન્ઝયુમર કોન્ફીડન્સ સર્વે દેશના છ મુખ્ય નગરો બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, કોલકતા, મુંબઇ અને નવી દિલ્હીમાં કરવામાં આવ્યો હતો. જેમાં લગભગ પ૧૦૦ લોકો પાસેથી સુચનો અને આર્થિક સ્થિતિ, રોજગારી, મોંઘવારી, વ્યકિતગત આવક અને ખર્ચ અંગેના સવાલો પુછવામાં આવ્યા હતા. ધ કરન્ટ સીચુએશન ઇન્ડેકસ એક સબ ઇન્ડેકસ છે જે રિઝર્વ બેંકના કન્ઝયુમર કોન્ફીડન્સ સર્વેનો હિસ્સો હોય છે આનાથી ગ્રાહકોની વર્તમાન આર્થિક પરિસ્થિતિ અંગેની વિગતો મળતી હોય છે. આ જ પ્રકારે આવતા છ મહિનાની પરિસ્થિતિને લઇને ગ્રાહકોની ઉમ્મીદ અને આકાંક્ષાને ફયુચર એકસ્પેકટેશન ઇન્ડેકસ સબ ઇન્ડેકસથી આંકવામાં આવે છે.
   જે લોકોને સવાલ પુછવામાં આવ્યા હતા તેઓને માટે રોજગારી સૌથી ચિંતાનો વિષય હતી. રોજગારી ક્ષેત્રે નિરાશાનું વાતાવરણ હતુ. રિઝર્વ બેંકના સર્વે અનુસાર ૪૩.૭ લોકોએ કહ્યુ હતુ કે, હાલની રોજગાર અંગેની સ્થિતિ અત્યંત ખરાબ સમયમાં પસાર થઇ રહી છે. આ સ્થિતિ નવેમ્બર ર૦૧૬માં ૩૧.૪ ટકા હતી તેના કરતા વધુ છે. સર્વે અનુસાર તાજેતરમાં મોંઘવારીએ પણ મોઢુ ફાડયુ છે. લોકોની આવકનું લેવલ પણ સપ્ટેમ્બર-ર૦૧૭માં ઘટીને ર૬.૬ ટકા થયુ છે જે નવેમ્બર-ર૦૧૬માં ૩૭.૩ ટકા હતુ. જે દર્શાવે છે કે સેન્ટીમેન્ટ નિરાશાજનક છે. ૮૦ ટકા લોકો માને છે કે છેલ્લા એક વર્ષમાં ખર્ચનું પ્રમાણ વધી ગયુ છે જે ફુગાવાને કારણે છે.

Source :-http://www.akilanews.com/09102017/main-news/1507523832-115614


RBIએ એકની નવી નોટો ઇશ્યૂ કરી પણ બેંકોને કાળાબજાર કરવામાં જ રસ
દિવાળીના તહેવારમાં નવી નોટોનો કાળો કકળાટઃ રૂ. ૧,૧૮૦ આપો એટલે કાળાબજારીયા તરત દસની કડકડતી નોટોનું બંડલ પકડાવી દે
   અમદાવાદ, તા. ૯ : રિઝર્વ બેન્ક દ્વારા દિવાળીના તહેવારમાં રૂપિયા એકથી માંડીને બસોની નોટોના નવા બંડલો બેન્કોને આપવામાં આવે છે. ત્યાં મોટાભાગની બેન્કો નવી નોટો ગ્રાહકોને આપવાનું ટાળી રહી છે. કહેવાતી મોટી બેંક ગ્રાહકને લાઈનમાં ઉભા રહે તો બસો રૂપિયાની માત્ર બે નોટો આપી છે. બીજી તરફ કાળાબજારિયાઓ પાસે આખીને આખી રીમો પડી છે.જે ઓનમાં આપી રહ્યા છે. દિવાળીના તહેવારમાં એક રૂપિયાની રિમ (દસ બંડલ)ના ભાવ ૬,૦૦૦ રૂપિયા કાળાબજારિયા લઈ રહ્યા છે.જયારે બસોની નોટોનું રિમ ૩૨,૦૦૦ રૂપિયા ભાવ વસૂલવામાં આવી રહ્યો છે. બેન્કોના મેનેજર કહી રહ્યા છે કે, અમારી પાસે નવી નોટો આવી નથી તો ગ્રાહકોને કેવી રીતે આપી શકીએ .બીજી તરફ દિલ્હી ચકલા અને માણેકચોકમાં તો તમામ નોટોના રીમો કાળાબજારીયાઓ પાસે પડેલા છે.
   ઉલ્લેખનીય છે કે, અત્યારે એક,બે અને પાંચ રૂપિયાની નોટોના બંડલો લોકોને મળતા નથી. જે બજારમાં ઓનમાં સરળતાથી મળી જાય છે. અત્યારે દસની નોટોના નવા બંડલોની અછત હોવાથી ઓનમાં રીમ રૂ.૧૧૮૦૦ કાળાબજારીયા લે છે. બેંકોના ગ્રાહકો કહી રહ્યા છે કે, રૂ.૨૦૦ના દરની નોટો બેંકો પાસે નથી અને કાળાબજારિયાઓ પાસે કેવી રીતે આવી રહી છે તે એક તપાસનો વિષય છે. કાળાબજારિયાઓ કહી રહ્યા છે કે, અમારું ઉપરથી સેટિંગ છે બેન્ક પહેલા અમારી પાસે આખીને આખી રિમ આવી જાય છે. માણેકચોક અને દિલ્હી ચકલાના કાળાબજારિયાએ નામ નહીં આપવાની શરતે કહ્યુ કે બજારમાં એક રૂપિયાની નવી નોટો નહીં મળે પણ મારી પાસે તમે માગો એટલા રિમ આપીશ.
   
                                                                                                                       
   
   કયા બંડોલના કેટલા ઓન?
   
   એકની નોટ
   
   ૫૦૦
   
   બેની નોટ
   
   ૫૫૦
   
   પાંચની નોટ
   
   ૩૦૦
   
   દસની નોટ
   
   ૧૮૦
   
   પચ્ચાસની નોટ
   
   ૩૦૦
   
   બસોની નોટ
   
   ૧,૨૦૦
      

Source :-http://www.akilanews.com/09102017/main-news/1507521846-115610


અનેક ચીજો પરથી ૨૮ ટકા GST હટાવી શકે છે સરકાર
૨૮ ટકા સ્લેબમાં ઓછી થશે ચીજોઃ કાઉન્સિલની નેકસ્ટ મીટીંગમાં થશે ચર્ચા
અનેક ચીજો પરથી ૨૮ ટકા GST હટાવી શકે છે સરકાર
   નવી દિલ્હી તા. ૯ : દેશભરના રાજયોમાંથી નાણાંમંત્રીઓએ ફરિયાદ કરતા ઞ્લ્વ્ કાઉન્સિલ અનેક ચીજોને ૨૮ ટકા ટેકસના સ્લેબમાંથી હટાવી શકે છે. અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં બે રાજયના નાણાંમંત્રીઓએ જણાવ્યું કે બાથ ફિટિંગ્સ, સિમેન્ટ્સ, સ્ટીલ પ્રોડકટ્સ વગેરે કંસ્ટ્રકશનમાં વપરાતી ચીજોને ટોપ બ્રેકેટમાં મૂકવામાં આવી હતી. એક રાજયના નાણાંમંત્રી જણાવે છે, 'GST પાછળનો આશય મેરિટ અને નોન મેરિટ ગુડ્સને છૂટા પાડવાનો હતો અને નોન-મેરિટ માલ સામાનને ટોપ બ્રેકેટમાં મૂકવાનો હતો પણ આવું થયું નહિ.' તેમણે વધુમાં જણાવ્યું કે આ ટેકસનો દર ખૂબ વધારે હોવાથી તેના પર ઘટાડો કરવો જરૂરી હતો. શનિવાર સીબીઈસીના અધિકારીઓએ જણાવ્યું કે ટોપ સ્લેબમાં વધારે પડતી આઈટમ્સ હતી.
   બીજા એક રાજયના નાણાંમંત્રીએ જણાવ્યું કે આ મુદ્દાની ચર્ચા કાઉન્સિલની નેકસ્ટ મીટીંગમાં થાય તેવી શકયતા છે. હવે નેકસ્ટ મીટીંગ ગૌહાટીમાં મળવાની છે. મંત્રીએ જણાવ્યું, 'અમારૂ વચગાળાનું ધ્યેય સ્લેબ ઓછા કરવાનો છે.' અમુક સરકારી અધઇકારીઓનું માનવું છે કે ૨૮ ટકા જેટલા ઊંચા ટેકસને કારણે કેટલાંય વેપારીઓ ટેકસ ચોરી કરી રહ્યા છે અને ગ્રાહકોને રોકડમાં ચૂકવણી કરવા સલાહ આપી રહ્યા છે અને તેનું બિલ પણ નથી બનતુ.
   ગયા શુક્રવારે મળેલી GST કાઉન્સિલની મીટીંગમાં નક્કી થયુ હતું કે કોઈપણ નિર્ણય લીધા પહેલા તેની રેવન્યુ પર પડનારી અસર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. સરકારે રાજયના નાણાંમંત્રીઓની પેનલ બનાવવાની પણ ઘોષણા કરી છે. આ પેનલ રેસ્ટોરાં અને વિવિધ કેટેગરીમાં લાગતા ટેકસ સ્લેબ પર ફેરવિચારણા કરશે. હાલમાં રેસ્ટોરાંમાં ૧૨ ટકાથી ૨૮ ટકા ટેકસ લાગે છે.
   આ ઉપરાંત પેનલ કર બાદબાકી મળી હોય તેવા માલસામાનના વેચાણમાંથી થતી આવકને કંપનીના ટર્ન ઓવરમાંથી બાકાત રાખવાનું વિચાર કરી રહ્યું છે. આ કારણે સરકારી તિજોરીમાં ટેકસની આવકમાં ધરખમ ઘટાડો થવાની શકયતા છે. કમિટી ચકાસશે કે માલસામાનના સપ્લાય પર પણ આ સ્કીમ લાગુ પાડી શકાય તેમ છે કે નહિ. આ કમ્પોઝિશન સ્કીમ મુજબ ૨૦ લાખથી ૧ કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા વેપારીઓ (૧ ટકા), ઉત્પાદકો (૨ ટકા) અને ખાણીપીણીના સ્થળો (૫ ટકા)ને GSTમાં રાહત મળશે અને કમ્પ્લાયન્સનું ભારણ પણ ઘટી જશે.
   GST દર નક્કી કરવામાં સરકારે વેટ, એકસાઈઝ, સર્વિસ ટેકસને ધ્યાનમાં રાખ્યા હતા. કેન્દ્ર સરકારનું ફોકસ સામાન્ય ઉપયોગની ચીજો પર GSTનું ભારણ ન ઘટાડવાનું હતું. આમ છતાંય સ્ટેશનરી સહિતની અનેક જીવન જરૂરિયાતની ચીજોને ટોપ બ્રેકેટમાં મૂકાઈ હતી જેને કારણે સરકારની સામે વિરોધનો સૂર ઊઠ્યો હતો.

Source :-http://www.akilanews.com/09102017/main-news/1507525079-115620

ગોધરાકાંડઃ ૧પ વર્ષ બાદ હાઇકોર્ટના ચુકાદાની તૈયારી
વર્ષ-ર૦૦રમાં ગોધરામાં ટ્રેનનો ડબ્બો સળગાવવાના મામલે આરોપીઓને દોષિત ઠેરવ્યાના અને દોષમુકત કર્યાના નિર્ણયને પડકારતી અપીલો ઉપર આવશે ચુકાદોઃ ગુજરાતમાં ચૂંટણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થયુ છે ત્યારે ગોધરાકાંડ પર આવનારા આ ફેંસલાની અસર રાજકારણ ઉપર પડશે
ગોધરાકાંડઃ ૧પ વર્ષ બાદ હાઇકોર્ટના ચુકાદાની તૈયારી
   નવી દિલ્હી તા.૯ : વર્ષ-ર૦૦રમાં ગોધરામાં ટ્રેનના ડબ્બા સળગાવવાના મામલામાં એસઆઇટીની ખાસ અદાલત તરફથી આરોપીઓને દોષિત ઠેરવવા અને છોડી મુકવાના ફેંસલાને પડકારતી અપીલો પર ગુજરાત હાઇકોર્ટ આજે પોતાનો ફેંસલો સંભળાવી શકે છે. સાબરમતી એકસપ્રેસ એસ-૬ ડબ્બાને ર૭ ફેબ્રુઆરી ર૦૦રના રોજ ગોધરા સ્ટેશને આગના હવાલે કરી દેવામાં આવ્યો હતો. તે પછી સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ડબ્બામાં પ૯ લોકો હતા જેઓ અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો હતા.
   એસઆઇટીની વિશેષ અદાલતે ૧ માર્ચ ર૦૧૧ના રોજ આ મામલામાં ૩૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જયારે ૬૩ દોષિતો છોડી મુકયા હતા. ૧૧ દોષિતોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જયારે ર૦ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બાદમાં હાઇકોર્ટમાં અનેક અપીલો દાખલ કરી દોષ સિધ્ધિને પડકારવામાં આવે, જયારે રાજય સરકારે ૬૩ લોકોને છોડી મુકવાને પણ પડકારી હતી.
   ખાસ અદાલતે ફરિયાદીઓની એ દલીલોને સ્વીકારી ૩૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા કે ઘટનાની પાછળ ષડયંત્ર હતુ. દોષિતોને હત્યા, હત્યાનો પ્રયાસ અને આપરાધિક ષડયંત્ર હેઠળ કસુરવાર ગણવામાં આવ્યા હતા. હવે જયારે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ગોધરાકાંડ પર આવનારા આ ફેંસલાની રાજકારણ ઉપર અસર પડશે.
   આ કેસના ત્રણ આરોપીઓ ચુકાદા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. જયારે સજા પામેલા એક કેદીનું જેલમાં મોત થયુ હતુ.
   ગોધરા જિલ્લા અદાલતના હુકમને સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમે કોર્ટમાં પડકાર્યો હતો અને નિર્દોષ છુટી ગયેલા આરોપીઓને સજા કરવાની માંગણી કરી હતી. જયારે ફાંસીની સજા અને જન્મટીપની સજા પામેલા કેદીઓએ જિલ્લા અદાલતના હુકમને રદ્દ કરવાની અપીલ કરી હતી. હાઇકોર્ટે આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને હવે આજે ચુકાદો આપી રહી છે. (૩-૩)

Source :-http://www.akilanews.com/09102017/main-news/1507521922-115612

કેન્દ્ર-રાજ્ય સરકારોના કારણે સિંગતેલ ઉદ્યોગ મરણ પથારીએઃ ઉદ્યોગને જીવાડવા વપરાશ વધે એ જરૂરી

સિંગતેલનો વપરાશ ૨ વર્ષ પહેલા ૮ ટકાથી ઘટીને માત્ર ૨.૫ ટકા જ રહ્યો છેઃ ૨૦૧૦માં વ્યકિતદીઠ તેલના વાર્ષિક વપરાશ ૧૧ કિલો હતો જે આજે ૨૦ કિલો થવા છતાં તેલના ભાવ નીચા સોમાની ૬૮મી વાર્ષિક સભામાં વ્યકત કરવામાં આવેલી ચિંતા
કેન્દ્ર-રાજ્ય સરકારોના કારણે સિંગતેલ ઉદ્યોગ મરણ પથારીએઃ ઉદ્યોગને જીવાડવા વપરાશ વધે એ જરૂરી
   ગઈકાલે સોમાની મળેલી સાધારણ સભામાં સંબોધન કરી રહેલા પ્રમુખ સમીરભાઈ શાહ નજરે પડે છે. જ્યારે નીચેની તસ્વીરમાં ઉપસ્થિત સભ્યો અને ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટય થઈ રહ્યુ છે તે દેખાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
   રાજકોટ, તા. ૯ :. સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશન (સોમા)ની ૬૮મી વાર્ષિક સાધારણ સભા ગઈકાલે ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશભાઈ પટેલના અતિથિ વિશેષ પદે યોજવામાં આવી હતી. જેમાં સિંગતેલ ઉદ્યોગના ભાવિ અંગે ચિંતા વ્યકત કરવામાં આવી હતી અને કેન્દ્ર તથા રાજ્ય સરકારોના અણઆવડત ભર્યા નિર્ણયોને કારણે આ ઉદ્યોગ મરણ પથારીએ છે જેને જીવાડવા સામુહિક પ્રયાસોની જરૂર ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. મગફળી, સિંગદાણા, સિંગતેલનો વપરાશ વધશે તો જ આ ઉદ્યોગ જીવશે. સિંગતેલનો વપરાશ ૨ વર્ષ પૂર્વે ૮ ટકાથી ઘટીને માત્ર ૨.૫ ટકા જ રહ્યો છે. જ્યારે માથાદીઠ વપરાશ ૧૧ કિલોથી વધીને ૨૦ કિલો થવા જાય છે.
   ગુજરાતમાં સતત બીજા વર્ષે ચોમાસુ સારૂ રહેવાને પગલે મગફળીનું ઉત્પાદન સારૂ રહેવાના અંદાજો આવી રહ્યા છે. રાજકોટ ખાતે રવિવારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશન(સોમા)ની વાર્ષિક સાધારણ સભામાં મુકવામાં આવેલા અંદાજ પ્રમાણે રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ૨૫ લાખ ટનનું ઉત્પાદન થશે. જો કે આ અંદાજ વેપારીઓનાં અંદાજ કરતા ઘણો નીચો હોવાથી સિંગતેલની બજારમાં તેની મોટી અસર થાય તેવી સંભાવના છે.
   સોમાની બેઠકમાં મુકવામાં આવેલા અંદાજ પ્રમાણે રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું કુલ ૧૫.૯૮ લાખ હેકટરમાં વાવેતર થયું હતું. જે ગત વર્ષે ૧૬.૩૩ લાખ હેકટરમાં થયું હતું. બનાસકાંઠા સહિતના વિસ્તારમાં પૂરને કારણે વાવેતર ધોવાયું હોવાથી વાવેતરને અસર પહોંચી છે. જેને પગલે મગફળીનું ઉત્પાદન ચાલુ વર્ષે રાજયમાં ૨૫ લાખ ટન થશે, જ્યારે ગત વર્ષનો ૨.૨૫ લાખ ટનનો કેરીફોરવર્ડ સ્ટોક રહેવાનો અંદાજ છે. કેરીફોરવર્ડ સ્ટોકમાં ૧.૨૫ લાખ ટન સરકારી એજન્સીઓ પાસે અને ૧ લાખ ટન મગફળી હજી પણ ખેડૂતો પાસે પડી છે. આમ બધો મળીને કુલ ૨૭.૨૫ લાખ ટનનો પુરવઠો રહેશે.
   સોમાએ ગત વર્ષે ખરીફ સિઝનમાં મગફળીના પાકનો અંદાજ ૨૬ લાખ ટનનો મુકયો હતો. જો કે વેપારીઓનાં અંદાજ પ્રમાણે ગત વર્ષે પણ ૨૮થી ૩૦ લાખ ટન મગફળી પાકી હતી અને ચાલુ વર્ષે પણ નવી સિઝનમાં ૩૦થી ૩૨ લાખ ટનનો પાક થાય તેવી ગણતરીને થઈ રહી છે. મુંબઈ ખાતે ગત મહિને સોલવન્ટ એકસટ્રેકટર્સ એસોસીએશન ઓફ ઈન્ડીયાની વાર્ષિક બેઠકમાં ગુજરાતની મગફળીના પાકનો અંદાજ ૩૦ લાખ ટનનો મુકવામાં આવ્યો હતો, છતાં તેલના ભાવ નીચા છે. સિંગદાણા અને સિંગતેલથી કેટલા આરોગ્યલક્ષી ફાયદા થઈ શકે છે તેનો યોગ્ય પ્રચાર થવો જોઈએ.
   સૌરાષ્ટ્રભરના ઓઈલ મિલરો, વેપારીઓ, બ્રોકરો, કમિશન એજન્ટો અને સિંગદાણા ઉત્પાદકોની હાજરીમાં પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની અણઆવડત નિર્ણયના કારણે ઉદ્યોગ મૃતઃપ્રાય દશામાં ચાલી રહ્યો હોવાથી ઓઈલ મિલો બંધ થવા લાગી છે. ૨૦૧૧માં માથાદીઠ વાર્ષિક વપરાશ ૧૧ કિલોનો હતો જે આજે ૨૦૧૭માં ૨૦ કિલોએ પહોંચ્યો છે. છેલ્લા બે વર્ષથી તેલિબિયાનું ઉત્પાદન બમ્પર હોવા છતા સરકારોના અધકચરા નિર્ણયને કારણે ઉદ્યોગ તો ભાંગી ગયો છે પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ ઉપજતા નથી. દેશને ખાદ્યતેલોની વાર્ષિક જરૂરીયાત ૨૦૪ લાખ ટનની છે તેની સામે અંદાજિત ૭૦ ટકા આયાત ઉપર આધાર રાખવો પડે છે. વિદેશી સસ્તા તેલના કારણે સિંગતેલનો   વપરાશ બે વર્ષ પહેલા ૮ ટકામાંથી ઘટીને માત્ર ૨.૫ ટકા જ રહ્યો છે. સોમાના મેમ્બરોને ઉદ્યોગ ટકાવી રાખવા અને મલ્ટિનેશનલ કંપનીઓની સામે ટક્કર લેવા નવી ટેકનોલોજી અપનાવવા ઉપર ભાર મુકયો હતો. સરકાર જાહેરાતોમાં અબજોનો ખર્ચ કરી રહી છે પરંતુ ખેડૂતોને અને ખેતીને બચાવવા પાછળ ધ્યાન ઓછું દેવાઈ રહ્યુ છે.
   પ્રારંભે જુલી શ્યામભાઈ શાહ તેમજ સમીરભાઈ શાહ, નરેશભાઈ પટેલ, ઉકાભાઈ પટેલ, શિવલાલભાઈ બારસીયા, રસીકભાઈ સરેલીયા વિગેરે મંચસ્થોએ દીપ પ્રાગટય કર્યુ હતું.
   સોમાના માનદમંત્રી સુરેશભાઈ કનેરીયાએ ગત વર્ષનો અહેવાલ રજુ કરતા જણાવ્યુ હતુ કે ટેકાના ભાવે મગફળી ખરીદાઈ તેવી સોમાની રજુઆત સફળ રહી છે. આ નિર્ણયથી ખેડૂતો મગફળી વધારે પ્રમાણમાં વાવતા થશે. લોકોને સસ્તુ તેલ મળશે. સરકારે તેલ ઉદ્યોગને મૃતઃપાય થતો બચાવવા પ્રતિ વર્ષ ટેકાના ભાવે મગફળી ખરીદ કરવી જોઈએ. તેમજ ઈમ્પોર્ટ ડયુટી વધારવી જોઈએ જેથી તેલની આયાત ઓછી થતા દેશનો તેલ ઉદ્યોગ બચી શકે.
   આ તકે ટ્રેઝર મુકેશભાઈ સરોડીયાએ ગત વર્ષના હિસાબો રજુ કરતા તેને સર્વાનુમતે બહાલી અપાઈ હતી.
   સોમાના પૂર્વ પ્રમુખ ઉકાભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, ચાલુ વર્ષે મગફળીનો ૨૫ લાખ ટન જેવો પાક થનાર છે. સરકાર ૫૦૦ કરોડના ખર્ચે ખેડૂતો પાસેથી રૂ. ૯૦૦ ના ભાવે મગફળી ખરીદશે પરંતુ અગાઉના અનુભવો છે તે તેમા વચેટીયા જ લાભ લઈ જાય છે ત્યારે સોમાએ ખેડૂતોના ખાતામાં રોકડા જમા થાય તેવી રજઆત કરવી જોઈએ.
   તેમણે ઉમેર્યુ હતુ કે ખેતી ભાંગતી જાય છે. ખેડુત સંસ્થાઓ સરકારની ખુશામત કરે છે તે ખેડૂતોનું હિત કોણ જુએ છે?
   કિસાન સંઘના પ્રમુખ મનસુખભાઈ પટોળીયાએ સરકાર દ્વારા રૂ. ૯૦૦ના ટેકાના ભાવે મગફળી ખરીદવાના નિર્ણયને આવકારી જણાવ્યુ હતુ કે, નિર્ણય સારો છે પરંતુ આ ભાવ રૂ. ૧૧૦૦ રાખવાની માગણી હતી. આ તકે તેમણે સીંગતેલમા ભેળસેળ ન થાય તે જરૂરી હોવાનું સુચન કર્યુ હતું.
   સૌરાષ્ટ્ર ઓઈલ મિલ્સ એસોસીએશન 'સોમા'ના પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતુ કે, સરકારના કેટલાક ખોટા નિર્ણયોને કારણે ઘણી મીલો બંધ થઈ ગઈ છે. સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નિર્ણય કર્યો તેમજ સોયાબીન, રાયડો, સરસવના ભવ પણ નીચા છે તે માટે પણ વિચારવું જોઈએ.
   વધુ ખાદ્ય તેલની આયાત સામે ખેદ વ્યકત કરતા તેમણે જણાવ્યુ હતુ કે દેશમાં ખાદ્યતેલની ૭૦/૭૫ ટકા આયાત થઈ રહી છે. ખાદ્યતેલમા આત્મનિર્ભરતા કેળવવા અટલ સરકારનું ધ્યેય હતુ. ત્યારે આયાત ડયુટી ૯૨ ટકા હતી. (સોયાતેલ ૪૫ ટકા) છતાં ભાવ વધ્યા હતા, પરંતુ એ પ્રોજેકટ અધુરો રહી ગયો.
   સંપૂર્ણ બહુમતી ધરાવતી આ સરકારે પણ અમારી આશા પુરી નથી કરી તેમ જણાવી સમીર શાહે માર્મિક ટકોર પણ કરી હતી તે તેલ મોંઘુ થાય તો કંઈ સરકાર નહિ ઉઠી જાય ? ૨૦૧૦મા વ્યકિતદીઠ તેલનો વાર્ષિક વપરાશ ૧૧ કિલો હતો. જે આજે ૨૦ કિલો થવા છતા તેલના ભાવ નીચા જ રહ્યા છે. ઈંડા કે શૌચાલય જેવી જાહેરાત થઈ રહી છે તો મગફળી કે સીંગતેલની જાહેરાતો કેમ ન થાય ? જો તેવું થાય તો જરૂર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે.
   સોમા વિશે સમીરભાઈએ કહ્યું કે એક સમયે ૧૦૦૦ સભ્ય સંખ્યા ધરાવતી આ સંસ્થામાં આજે ૧૮૨ સભ્ય સંખ્યા રહી છે. વધુ સભ્ય સંખ્યા થાય અને ધંધાનું મોડયુલ ચેન્જ કરવા નવી ટેકનિક અપનાવવા તેમણે સભ્યોને આહવાન આપ્યુ હતું.
   ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, સોમાનું કામ સરાહનીય છે. સંસ્થાના હિસાબ રજૂ થયા અને એક જ મીનીટમાં સર્વાનુમતે પાસ થયા એ સંસ્થા પ્રત્યેનો વિશ્વાસ બતાવે છે.
   ખેડૂતોની ચિંતા ખેડૂત સંસ્થા કરે તે જરૂરી છે, પરંતુ પોતાના ઉત્પાદનના ભાવ નક્કી કરવાનો ખેડૂતોને હક્ક નથી ? તે માટે એક રાષ્ટ્રીય લેવલની એનજીઓ બનાવવા તેમણે સૂચન કર્યુ હતું. આ તકે નરેશભાઈએ ઉમેર્યુ હતુ કે, બધા સભ્યો સાથે મળી ખેડૂતોના પ્રશ્ને રજુઆત કરે તકે જરૂરી છે. મગફળીનું તેલ સૌથી સારૂ છે, પરંતુ તેના માર્કેટીંગની જરૂર જણાય રહી છે.

Source :-http://www.akilanews.com/09102017/rajkot-news/1507523778-85732

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment