Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
રાજસ્થાન સરકાર ‘આ’ શરતે ગુર્જર અને અન્ય પાંચ જાતિને આપશે આરક્ષણ
રાજસ્થાન સરકારે ગુર્જર સહિત પાંચ અન્ય જાતિને 50 ટકાની કાયદાકીય સીમા અંતર્ગત એક ટકો આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ ભાજપા સરકારે એક સર્કુલરના માધ્યમથી ગુરૂવારનાં રોજ મંત્રીમંડળની પરવાનગી લઇ આ અંગે નિર્ણય કર્યો છે. રાજસ્થાનનાં સંસદીય કાર્યમંત્રી રાજેન્દ્ર રાઠોડે જણાવ્યું કે, ગુર્જર સહિત પાંચ જાતિઓને અત્યંત પછાત વર્ગની શ્રેણી અંતર્ગત એક ટકાની આરક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે.
તેમણે જણાવ્યું કે, રાજ્યપાલની પરવાનગી બાદ આ સંબંધમાં એક સુચના જાહેર કરવામાં આવશે. રાજસ્થાન વિધાનસભાએ ગત વર્ષે ઓક્ટોબરમાં એક બિલ દ્વારા ગુર્જર સહિત અન્ય પાચ જાતિઓને અત્યંત પછાત વર્ગનાં લોકો સાથે આરક્ષણ આપવા માટે આરક્ષણ 21 ટકા વધારી 26 ટકા કરવામાં આવ્યું છે.
આ બિલથી સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામા આવતું આરક્ષણ વધારીને 54 ટકા પહોંચી ગયુ છે. પરંતુ હાઇકોર્ટે આ બિલ પર રોક લગાવી દીધી હતી, બાદમાં હાઇકોર્ટે પણ સરકારને 50 ટકાથી વધારે આરક્ષણ સીમાને પાર નહી કરવાના નિર્દેશ આપ્યા હતાં. વર્ષ 1994માં અનય અન્ય પછાત વર્ગની જાતિઓ સાથે ગુજર/ ગુર્જર-બંજારા/ બાલદિયા / લબાના, ગાડીયા-લુહાર/ગાડિયા, રાયકા/રેબારી અને રડરિયાને સામેલ કર્યા હતાં.
Source :-http://sandesh.com/rajasthan-government-has-decided-to-give-reservation-to-gurjar-and-other-five-castes/
ગુજરાતમાં હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ વગરના વાહન ચાલકો પર તવાઈ આવશે
૧૫ જાન્યુઆરી સુધીમાં તમામ વાહન ચાલકોને હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા તાકીદ વડોદરા,તા.22.ડીસેમ્બર વાહનો એચએસઆરપી(હાઈ સિક્યુરિટિ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ)નહી લગાવનાર વાહન ચાલકો પર આગામી દિવસોમાં તવાઈ આવશે.સંખ્યાબંધ વાહન ચાલકો હાલમાં પણ જુની ઢબની નંબર પ્લેટ લગાવીને ફરે છે.તેમની સામે કાર્યવાહી કરાશે તેમ આરટીઓના સત્તાવાર સૂત્રોનુ કહેવુ છે.આરટીઓની તાકીદ બાદ આરટીઓ અને ડીલર્સને ત્યાં નંબર પ્લેટ લગાવવા વાહન ચાલકોનો ધસારો થાય તેવી શક્યતાઓ છે. સૂત્રોના કહેવા પ્રમાણે સુપ્રિમ કોર્ટે ગુજરાત સહિતના પાંચ રાજ્યોને નોટિસ ફટકારીને હાઈ સિક્યુરિટિ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાડવાના આદેશનો કડક અમલ કરવા માટે તાકીદ કરી છે.નવેમ્બર ૨૦૧૨થી નવા વાહનોમાં હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટનો અમલ કડક રીતે થાય છે પણ એ પહેલાના જ ુના તેમજ હાલના કેટલાક નવા વાહનો પણ આ પ્રકારની નંબર પ્લેટ વગર ફરે છે.તે કાયદા વિરુધ્ધ છે.જેથી પોલીસ તંત્રને આ બાબતે કડક પગલા લેવા જણાવાયુ છે. વાહન ચાલકો હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ ફીટ કરાવી શકે તે માટે વાહન ડીલર્સ અને આરટીઓ ખાતે વ્યવસ્થા ગોઠવી છે.આથી તમામ વાહન ચાલકોને ૧૫ જાન્યુઆરી,૨૦૧૮ સુધીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ ફીટ કરાવવી પડશે.હાઈ સિક્યુરિટિ નંબર પ્લેટ વગર ફરનારા વાહનોને ૫૦૦ રૃપિયા સુધીનો દંડ પોલીસ ફટકારી શકે છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/vehilcle-without-high-security-number-plate-will-be-fined
અમદાવાદના રસ્તાઓ પર 100 ઈલેક્ટ્રિક બસો દોડતી જોવા મળશે
200 કરોડના ખર્ચે બસો ખરીદવા કોર્પોરેશન તૈયાર... અમદાવાદ, તા.22.ડિસેમ્બર અમદાવાદ મ્યુનિ. તંત્રએ શહેરમાં હવાના વધતા પ્રદૂષણના સંદર્ભમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને અસરકારક બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે અન્વયે બીઆરટીએસ અને એએમટીએસમાં દોડાવવા માટે ૧૦૦ મોટી અને મિડિયમ સાઇઝની ઇલેક્ટ્રિક બસો ખરીદવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ દરખાસ્ત કરી છે. લગભગ ૨૦૦ કરોડનો ખર્ચ આ બસોની ખરીદી પાછળ થશે. જેમાંથી કેન્દ્રની સબસીડી બાદ કરતા મ્યુનિ.એ ૮૬ કરોડ ખર્ચવાના રહેશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું. જનમિત્ર કાર્ડને લોકોમાંથી મળી રહેલો સહાનુકૂળ પ્રતિભાવ કમિશનરે ઇલેક્ટ્રિક બસો ઉપરાંત ઇ-ઓટોરીક્ષા ખરીદવાની વિચારણા હોવાનું પણ જણાવ્યું હતું ઉપરાંત બીઆરટીએસમાં બસો વધાર્યા સિવાય પણ આવક અને પેસેન્જરની સંખ્યામાં વધારો થયો હોવાનો તેમણે દાવો કર્યો હતો. પહેલાં ૧.૧૪ લાખ પેસેન્જરો રોજ આવ-જા કરતા હતા તે વધીને ૧.૪૦ લાખ થયા છે. મ્યુનિ.એ મુકેલા જનમિત્ર કાર્ડને લોકોનો સહાનુકૂળ પ્રતિભાવ મળી રહ્યાનો દાવો કરી તેમણે જણાવ્યું હતું કે, ૧૨ હજાર કાર્ડ ઇસ્યુ થઈ ગયા છે. આ કાર્ડ બીઆરટીએસ, એએમટીએસ, મેટ્રો સિવાય રેસ્ટોરન્ટ જેવી જગ્યાએ પણ ક્રેડિટ કાર્ડની જેમ ઉપયોગ થઈ શકશે. તેમજ આગળ કયા રસ્તે કેટલો ટ્રાફિક છે, પાર્કિંગ ક્યાં મળી રહે તેમ છે વગેરે બાબતોની સાઇન બોર્ડ દ્વારા લોકોને માહિતી મળી રહેશે કે સીસીટીવી કેમેરાના કારણે સલામતી પણ વધશે. તેમણે જણાવ્યું હતું કે, રામાપીરના ટેકરાનો વિકાસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અન્વયે કરવાનો છે, જે બાબતે લોકલ એરિયા ડેવલપમેન્ટ પ્લાન મુજબ કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યાંના લોકોને વૈકલ્પિક રીતે આપવાના છે તે ફ્લેટના સેમ્પલ પણ તૈયાર થઈ રહ્યા છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/100-electric-bus-will-be-purchased
Video: મધ્યપ્રદેશમાં વિદ્યાર્થી દ્વારા મસાજ કરવાતા શિક્ષકનો વીડિયો વાઈરલ
- મડિયાદોની પ્રાથમિક શાળામાં શિક્ષક કાયમ વિદ્યાર્થીઓ પાસે મસાજ કરાવડાવે છે - વીડિયો વાઈરલ થતા સમગ્ર ઘટના આવી સામે
મધ્યપ્રદેશ, તા. 22 ડિસેમ્બર 2017, શુક્રવાર મધ્યપ્રદેશમાં એક શિક્ષક વિદ્યાર્થી પાસે મસાજ કરવાતો કેમેરામાં કેદ થઈ ગયો છે. સરકારી શાળાઓનું નામ આમેય બદનામ છે ત્યારે મધ્યપ્રદેશના એક ગામની સરકારી શાળામાં વિદ્યાર્થી પાસે શિક્ષક મસાજ કરાવતો હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના મડિયાદોની પ્રાથમિક શાળામાં કલકુઆમાં હરિશંકર તિવારી નામના શિક્ષક દ્વારા બુધવારની બપોરે પાંચમાં ધોરણના વિદ્યાર્થી દ્વારા શાળાના જ એક વર્ગખંડમાં કમર અને વાંસો દબાવડાવ્યો હતો. જ્યારે આ અંગે શિક્ષકની પૂછપરછ કરવામાં આવી તો તેમનું કહેવુ હતુ કે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલે તે માલીશ કરાવી રહ્યા હતા. જ્યારે શાળાના વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, હરિશંકર કાયમ તેમની પાસે તેના હાથપગ દબાવડાવે છે જો વિદ્યાર્થીઓ ના પાડે તો તેમને મારે છે.
મધ્યપ્રદેશ, તા. 22 ડિસેમ્બર 2017, શુક્રવાર મધ્યપ્રદેશમાં એક શિક્ષક વિદ્યાર્થી પાસે મસાજ કરવાતો કેમેરામાં કેદ થઈ ગયો છે. સરકારી શાળાઓનું નામ આમેય બદનામ છે ત્યારે મધ્યપ્રદેશના એક ગામની સરકારી શાળામાં વિદ્યાર્થી પાસે શિક્ષક મસાજ કરાવતો હોય તેવો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના મડિયાદોની પ્રાથમિક શાળામાં કલકુઆમાં હરિશંકર તિવારી નામના શિક્ષક દ્વારા બુધવારની બપોરે પાંચમાં ધોરણના વિદ્યાર્થી દ્વારા શાળાના જ એક વર્ગખંડમાં કમર અને વાંસો દબાવડાવ્યો હતો. જ્યારે આ અંગે શિક્ષકની પૂછપરછ કરવામાં આવી તો તેમનું કહેવુ હતુ કે તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો એટલે તે માલીશ કરાવી રહ્યા હતા. જ્યારે શાળાના વિદ્યાર્થીઓનું કહેવુ છે કે, હરિશંકર કાયમ તેમની પાસે તેના હાથપગ દબાવડાવે છે જો વિદ્યાર્થીઓ ના પાડે તો તેમને મારે છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/madhya-pradesh-teacher-caught-on-camera-getting-a-back-massage-from-a-student-in-a-govt-sch
રાજકોટમાં અધધ...23000 મિલકતો તાળા મારેલી હાલતમાં પડી છે!!
કાળા-ધોળા નાણાંનું મોટા શહેરોમાં જમીન-મકાનમાં રોકાણનો બોલતો પૂરાવો રાજકોટ,તા.22.ડીસેમ્બર રાજકોટમાં, ખાસ કરીને રહેણાંક ઝોન બનેલા વેસ્ટઝોનમાં એક તરફ આમ નાગરિકોને ઘરનું ઘર આપવામાં મનપા સરકારની ઘોર ઉદાસીનતા રહી છે ત્યારે બીજી તરફ આજે ખુદ મનપા સૂત્રોએ જણાવ્યા મૂજબ ૨૩ હજાર મિલ્કતો જેમાં મુખ્યત્વે રહેણાંક મકાનો, ફ્લેટ્સ છે તે એવા મળ્યા છે જે રહેવા માટે નહીં પણ માત્ર નાણાં એકના અનેકગણા કરવા રોકાણ કરવા માટે રાખી મુકાયા છે. મનપા દ્વારા કાર્પેટ એરિયા મૂજબ તમામ મિલ્કતોની આકારણી કરાવાતા ૪.૪૮ લાખ મિલ્કતો નોંધાઈ છે અને ૬૫ હજાર મિલ્કતો પહેલીવાર ચોપડે ચડી છે. આ માપણી દરમિયાન ૨૩ હજાર મિલ્કતો એવી મળી છે કે જ્યાં સતત તાળા લટકતા રહ્યા છે અને ત્યાં કોઈ રહેતું નહીં હોવાનું જણાવાયું હતું. બીનનિવાસી ભારતીયો કે ગુજરાતીઓ ઉપરાંત ઝડપથી કરોડોપતિ થયેલાઓ પણ આવી મિલ્કતો ખરીદીને રાખી દેતા હોય છે. મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું કે શહેરમાં પ્લાન પાસ હોય કે પ્લાન વગરની હોય પણ દરેક મિલ્કતો પર હાઉસટેક્સ વસુલવાને પાત્ર હોઈ આવી તમામ મિલ્કતોની અમે આજુબાજુના મકાનો પરથી અને અન્ય માપદંડોથી માપણી કરીને ટેક્સબ્રાન્ચના ચોપડે ચડાવી છે જે દરેકને અન્ય મિલ્કતોની જેમ બિલ મોકલાશે. શહેરમાં મોટાભાગના ભાજપના અને કોંગ્રેસના નેતાઓ, મનપાના અધિકારીઓ બિલ્ડરો સહિતના માલેતુજારો ધીકતા ધંધા વગર જ અનેક મિલ્કતો અને જમીનો એકના ડબલ નહીં પણ અનેકગણા કરવા લઈ લે છે. માથાભારે શખ્સો વ્યાજખોરીમાં ફસાવીને આમ નાગરિકની મિલ્કત પચાવી અન્ય નામે કબજો જમાવી દે છે. તો બેનંબરી કે ભ્રષ્ટાચારથી આવેલા નાણાં પાંચસો-હજાર કે હવે બે હજારની નોટના થપ્પા કરીને ઘરમાં નથી રખાતા પણ મોટાભાગે આવી મિલ્કતોમાં રોકાય છે. અનેક ધંધાર્થીઓ,વ્યવસાયીઓ આવી મિલ્કતોમાં નાણાં રોકીને પછી તેને ભાડે આપી દે છે, યુનિ.રોડ,કાલાવાડ રોડ પર આવા ઘરો ગર્લ્સ કે બોયઝ હોસ્ટેલ કે દુકાનો શરુ થાય છે તો વિદ્યાનગર મેઈનરોડ જેવા સ્થળે સાંકડો રોડ, પાર્કિંગની જગ્યા ન હોય અને બહારથી ડુપ્લેક્સ મકાન દેખાય ત્યાં હોસ્પિટલ શરુ થઈ જાય છે. આ બધ્ધુ મનપાની મીઠીનજર હેઠળ ચાલતું રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૮-૧૧-૧૬ના નોટબંધી જાહેર કર્યા પછી ગોવામાં લાગણીશીલ અને ચોટદાર ભાષણ કરીને બેનંબરી મિલ્કતો પર પ્રહાર કર્યા હતા અને આ અંગે તેઓ નોટબંધીથી અટકવાના નથી, અન્ય કડક પગલા લેવાશે તેવા સંકેત પણ આપ્યા હતા પણ આવા પગલા હજુ સુધી લેવાયા નથી. આ મિલ્કતોમાં કોણે કેટલી મિલ્કત બાકાયદા પોતાના નામે ચડાવી છે અને તે પોતાની છે તેવું જાહેર કર્યું છે અને કોણે બીજાના નામે રાખી છે તે પણ સવાલ છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/madhya-pradesh-teacher-caught-on-camera-getting-a-back-massage-from-a-student-in-a-govt-sch
૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મુશ્કેલી, ૧૦ બેઠકો પર કોંગ્રેસને ફાયદો થશે
વિધાનસભાની ચૂંટણીના પરિણામો કહી રહ્યા છે કે આગામી દિવસો ભાજપ માટે કપરા હશે અમદાવાદ,તા.22.ડીસેમ્બર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભલે ભાજપને જીત મળી હોય પણ ભાજપ માટે હરાખવવા જેવુ નથી કેમ કે, શહેરોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો વધ્યો છે. આ કારણોસર આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતતા ભાજપને આંખે અંધારા આવી શકે છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ૧૦ બેઠકો પર સીધો ફાયદો થશે. સાત જિલ્લામાં ભાજપનો સંપૂર્ણ સફાયો, કોંગ્રેસની પક્કડ મજબૂત થઇ,જયા હાર્યાં ત્યાં મતોની લીડ વધી વિધાનસભાની ચૂંટણીમાં ડાંગ,તાપી,નર્મદા,અમરેલી,અરવલ્લી,ગીર સોમનાથ,મોરબીમાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે. નામપૂરતી એકેય ૂબેઠક મળી શકી નથી. આ ઉપરાંત કોંગ્રેસે બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, સુરેન્દ્રનગર, જામનગરમાં સારો દેખાવ કર્યો છે. અત્યારે લોકસભામાં ભાજપ પાસે ૨૬ બેઠકો છે. સુરેન્દ્રનગરમાં ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૨ લાખ મતોથી હારી હતી. આ વખતે આ વિસ્તારમાં કોંગ્રેસને ૪૪ હજારની લીડ મળી છે. બનાસકાંઠામાં પણ કોંગ્રેસને ૨ લાખ મતોથી હારનો સામનો કરવો પડયો તે જ વિસ્તારમાં ૨૬ હજારની લીડ મળી છે. ભરૃચમાં ૧.૫૦ લાખથી હારનાર કોંગ્રેસને વિધાનસભામાં ૧ હજાર મતની લીડ પ્રાપ્ત થઇ છે. જૂનાગઢમાં તો કોંગ્રેસ ૧.૩૫ લાખ મતથી હારી હતી તે વિસ્તારમાં આજે કોંગ્રેસને ૧.૧૪ લાખ મતોની લીડ મળી શકી છે. અમરેલીમાં ય કોંગ્રેસને ૫૦ હજારની સરસાઇ મળી છે.આણંદમાં ગત વખતે ૬૩ હજારથી હાર થઇ આજે ૬૦ હજારની લીડ મળી છે. વિધાનસભાની બેઠકોનો અંદાજ જોતાં કોંગ્રેસને આગામી લોકસભાની ચૂંટણીમાં દસેક બેઠકો પર સીધો ફાયદો પહોંચી શકે છે. ભાજપના દિગ્ગજોને ચિંતા પેઠી છેકે, શહેરોને તો સાચવી શકાયાં છે પણ ગામડાઓમાં હજુય કમળ ખીલી શક્યુ નથી જે લોકસભાની ચૂંટણીમાં જોખમ સર્જી શકે છે. ચૂંટણી પરિણામ પરથી રાજકીય સબક મેળવી ભાજપે ખાસ કરીને ગામડાઓમાં એકડો ફરીથી ઘૂંટવો પડશે. રાજ્યસભાની ચાર બેઠકોની મુદત પૂર્ણ થઇ રહી છે તે જોતાં તેમાં ય કોંગ્રેસ ભાગ પડાવી શકે છે. આમ,વિધાનસભાનુ પરિણામ ભાજપ માટે આંચકો આપનારૃ બની રહ્યું છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/congress-will-gain-in-loksabha
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/congress-will-gain-in-loksabha
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
xender download
ReplyDeletexender apps
xender web
xender software
Xender is a powerful file sharing app that has been downloaded by millions of people from all over the world.
pubg lite on pc
ReplyDeletethanks for sharing great information...