સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday 11 December 2017

અનામત આંદોલનનું ઓપી સેન્ટર એટલે મહેસાણા - સોશ્યલ મીડીયામાં ચર્ચાઃ પાટીદાર ફેકટર ચાલ્યુ તો ? - ત્રણમાંથી કોણ બાઝીગર? ૧૮મીએ ફેંસલો - ટ્રાફિકનું કારણ ધરી મોદી-રાહુલના રોડ-શોને મંજૂરી ન મળી, હાર્દિકને મળી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

અનામત આંદોલનનું ઓપી સેન્ટર એટલે મહેસાણા

મહેસાણા બની ગઈ છે હાઈપ્રોફાઈલ જંગ... : ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સામે કોંગ્રેસના જીવાભાઈ પટેલ વચ્ચે ટક્કરઃ હાર અને જીતનું કારણ બની રહેશે પાટીદાર ફેકટર : આ બેઠક ઉપરથી કુલ ૩૪ ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે...! : ૨૫ અપક્ષ ઉમેદવારો

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ ચૂંટણીના બીજા તબક્કાની બેઠકોમાં ૨૫ - મહેસાણા બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈ છે.
કારણ કે રાજયના નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિન પટેલ પાટીદારના અસંતોષ વચ્ચે ચૂંટણી લડી રહ્યા છે. તો સામે કોંગ્રેસ પક્ષે પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
૧૪મી ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાની મતદાન બેઠકો જીતવા તમામ પક્ષો એડીનુ જોર લગાવી રહ્યા છે. આ બેઠકોમાં મહેસાણા બેઠક વધુ ચર્ચામાં છે ત્યારે આ બેઠકને નજીકથી જોઈએ તો...
પૌરાણિક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ જેવા પુરાણોની માહિતી અનુસાર પૌરાણિક કાળમાં મહેસાણા જીલ્લો અનિત કે અપરાંત પ્રદેશના ભાગ તરીકે વર્ણવાયો છે. લોક મુખે ચાલતી ચર્ચા અનુસાર મહેસાણા નગર મેસાજી ચાવડા નામના રાજપૂતે વસાવ્યુ હોવાનું મનાય છે.
કહેવાય છે કે ઈ. સ. ૧૩૫૮માં ભાદરવા સુદની દશમે મેસાજી ચાવડાએ તોરણવાળી માતાની સ્થાપના કરી મહેસાણા ગામનો પાયો નાખ્યો હતો તે પછી ગામના વસવાટનું તોરણ બાંધવામાં આવ્યુ. મહેસાણાની સ્થાપનામાં એક માત્ર સાક્ષી તોરણવાળી માતા આશરે ૬૪૯ વર્ષથી અખંડ દિવાની જયોત પ્રસરાવી રહ્યા છે.
મહેસાણા જીલ્લો હાલના ગાંધીનગર અને પાટણ જીલ્લાનો બનેલો હતો. ૧૯૯૭ના વર્ષમાં મહેસાણા જીલ્લામાંથી પાટણ જીલ્લો છૂટો પડ્યા બાદ નવ તાલુકાનો મહેસાણા બન્યો.
હવે જો આપણે આ બેઠકના મતદારોની સ્થિતિ જોઈએ તો અહીં ૨,૫૭,૪૩૫ જેટલા મતદારો નોંધાયેલ છે. જેમાં ૭૭,૦૦૦ જેટલા કળવા પાટીદાર, ૧૬,૦૦૦ જેટલા લેઉવા પાટીદાર, ૪૧,૦૦૦ જેટલા ઠાકોર પાટીદાર, ૪૩,૫૦૦ જેટલા એસ. સી. મતદાતાઓ, ૧૦,૦૦૦ જેટલા ચૌધરી, ૧૦૦૦૦ જેટલા બ્રાહ્મણો, ૧૦ હજાર જેટલા દરબારો, ૭ હજાર જેટલા રબારીઓ, ૫ હજાર જેટલા જૈન તથા ૩૬ હજારથી વધુ મતદાતાઓ અન્ય જ્ઞાતિમાંથી આવે છે.
આ બેઠકનો છેલ્લા ૩૦ વર્ષનો ઈતિહાસ જોઈએ તો મુખ્ય રાજકીય પક્ષો પટેલ ઉમેદવારોની જ પસંદગી કરી રહ્યા છે. આ સ્થિતિ જોતા આ બેઠક પર પાટીદાર સમાજના મતોનું પ્રભુત્વ વધુ જણાય છે અને હાલ પાટીદાર ભાજપથી નારાજ જણાય છે અને આમ પણ મહેસાણા અનામત આંદોલનનું ઓપી સેન્ટર જ ગણાય છે.
આ કારણે જ ભાજપે મહેસાણા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, નગરપાલિકા ગુમાવવી પડી છે. આજ બેઠક પર દૂધસાગર ડેરી આવેલી છે. જેમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સતત ખેંચતાણ ચાલુ છે.
જેને લઈને નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા એવા નીતિનભાઈએ ખુદ આ બેઠકના બદલે અન્ય બેઠક પરથી લડવાની માંગ હાઈકમાન્ડને કરી હોવાનું પણ કહેવાય છે. પરંતુ હાઈકમાન્ડે તેમને આ બેઠક પરથી જ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.
૧૯૬૨ થી ૨૦૧૨ સુધીના આ બેઠકના પરિણામોની એક ઝલક જોઈએ તો... ૧૯૬૨માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર શાંતિબેન પટેલ, તો ૧૯૬૭માં સ્વતંત્ર પાર્ટીના કે. જે. યાજ્ઞિક, ૧૯૭૨માં ફરી કોંગ્રેસના ઉમેદવાર દયાશંકર ત્રિવેદી, ૧૯૭૫માં કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન)ના ઉમેદવાર ભાવસિંહજી ઝાલા તો ૧૯૮૦માં ફરી કોંગ્રેસ (ઈન્દીરા)ના ઉમેદવાર ભાવસિંહજી ઝાલા જ જીત્યા હતા.
જયારે ૧૯૮૧ની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર એ. આર. ભાવસિંહજી જીત્યા. તો ૧૯૮૫માં ફરી કોંગ્રેસ જ જીત્યુ. પરંતુ આ વેળાએ ઉમેદવાર હતા પટેલ મણીલાલ તેમણે ભાજપના રાજપૂત ચંદ્રસિંહને આશરે ૨૦,૦૦૦ જેટલા જંગી મતોથી હરાવ્યા. જાણે ભાજપને લાગી આવ્યુ હોય તેમ. બસ ત્યાર પછી આ બેઠક પર જાણે ભાજપનો જ કબજો રહ્યો છે.
૧૯૯૦ના વર્ષમાં ભાજપે ખોડાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા અને તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર માથુરજીને ૩૯૦૦ જેટલા મતોથી હરાવી આ બેઠક પર ભાજપને એન્ટ્રી અપાવી... ૧૯૯૫માં અને ૧૯૯૮માં ફરી ભાજપમાંથી ખોડાભાઈ પટેલે જીત મેળવી.
સમય આગળ સરતો ગયો... રાજકીય આલમના સમીકરણો પણ બદલાતા ગયા. ૨૦૦૨ના વર્ષમાં ભાજપે એપોલો ગ્રુપવાળા અનિલભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા તો સામે કોંગ્રેસે જીવાભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા... આ વખતે પણ ભાજપે બાજી મારી અનિલભાઈએ જીવાભાઈને ૧૭,૭૦૦થી વધુ મતોથી હરાવ્યા.
૨૦૦૭ના વર્ષમાં બીજેપીએ ફરી અનિલભાઈને જ ઉતાર્યા તો કોંગ્રેસે ઉમેદવાર બદલી નરેશકુમાર રાવલને કમાન સોંપી. આ વેળાએ પણ અનિલભાઈએ ૧૬,૩૦૦ જેટલા મતોથી નરેશભાઈને હરાવ્યા.
પરંતુ ગત ૨૦૧૨ની ચૂંટણીમાં નીતિનભાઈ પટેલે પોતાનો કડી મત વિસ્તાર બદલીને મહેસાણા બેઠક પરથી ઝંપલાવ્યુ તો સામે કોંગ્રેસમાંથી પટેલ નટવરલાલ ઉતર્યા... ઉમેદવાર બદલાતા રહ્યા.. જીત તો ભાજપને જ મળતી રહી આ વેળાએ નીતિનભાઈએ નટવરલાલને ૨૪,૨૦૦ જેટલા જંગી મતોથી હરાવ્યા.
જો કે આ વેળાએ એટલે કે ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ માટે જીત આટલી સરળ નહિં હોય. એટલે આ બેઠક ઉપર જબરી ખેંચતાણ ચાલી રહી છે. નીતિનભાઈ પટેલને હરાવવા પાટીદારો કોઈ કચાસ છોડવા માંગતા નથી.
આ બેઠક ઉપરથી રાજયભરમાં કદાચ હાઈએસ્ટ કહી શકાય તેટલા ૩૪ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી, આપ જેવી પાર્ટીઓ ઉપરાંત ૨૫ ઉમેદવારો અપક્ષ ચંૂટણી લડી રહ્યા છે. જેનો સીધો મતલબ એ થાય કે ભાજપના મત તોડવા પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે.
છેલ્લા ૨૨ વર્ષથી આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું અધિપત્ય જોવા મળી રહ્યુ છે. સવાલ એ છે કે આ ચૂંટણીમાં પણ ભાજપ પોતાનું શાસન આ બેઠક પર જાળવી રાખશે...? કે પછી કોંગ્રેસને એન્ટ્રી કરવાની તક મળશે...?
આનો જવાબ તો ૧૮મી ડિસેમ્બરને સોમવારે જ મળશે.
મહેસાણા - ૨૫ બેઠકના ભાજપના ઉમેદવાર  નીતિનભાઈ પટેલ પરિચયની પાંખેઃ ૬૧ વર્ષીય નીતિનભાઈ સરકારમાં નંબર-૨ની પોઝીશન ધરાવે છે
મહેસાણા બેઠકના આ વેળાના જંગમાં ૩૪ ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. જો કે તેમાં મુખ્યસ્પર્ધા ભાજપના ઉમેદવાર શ્રી નીતિનભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલ વચ્ચે જ રહેશે તેમ જણાય છે.
આ વેળાએ આવો આપણે આ બંને ઉમેદવારોનો સંક્ષિપ્તમાં પરિચય જોઈએ તો...
શ્રી નીતિનભાઈ પટેલનો ૨૨મી જૂન ૧૯૫૬ના રોજ વીસનગરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કડીની સર્વા વિશ્વવિદ્યાલયમાંથી લીધા બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી કોંગ્રેસના સ્નાતક તરીકે ડિગ્રી મેળવી.
પુત્ર લક્ષણ પારણામાં તેમ કોલેજ કાળથી જ નીતિનભાઈમાં નેતાગીરીના લક્ષણો જણાતા હતા. મ્યુનિસિપાલીટીના કોર્પોરેટર તરીકે કારકિર્દી શરૂ કરી અને ખૂબ જ ટૂંકાગાળામાં પહેલી વખત ધારાસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યુ અને ભવ્ય જીત મેળવી.
ગુજરાત સરકારમાં આરોગ્ય, ગ્રામીણ ડેવલોપમેન્ટ, એગ્રીકલ્ચર, મહેસુલ અને નાણામંત્રી સહિતના મહત્વના ખાતાઓની જવાબદારી સુપેરે સંભાળી. એટલુ જ નહિં મુખ્યમંત્રી બનતા બનતા જરાક માટે રહી ગયા. હાલ ઉપમુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવી રહ્યા છે.
નીતિનભાઈ પ્રસિદ્ધિમાં ઓછુ માને છે પડછા પાછળ રહી કામ કરવામાં વધુ માને છે. આશરે છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ સાથે જોડાયેલ નીતિનભાઈ અત્યારે સરકારમાં નંબર - ૨ની પોઝીશન ધરાવે છે. રાજકીય આલમમાં બહોળો અનુભવ ધરાવતા નીતિનભાઈ કોટન જીનીંગ વ્યવસાય સાથે પણ સંકળાયેલ છે.
૨૦૧૨ના વર્ષમાં નીતિનભાઈએ પોતાનું મતવિસ્તાર બદલી મહેસાણા બેઠક પરથી ઝંપલાવી ભવ્ય જીત પણ મેળવી હતી અને હવે ફરી ૨૦૧૭માં આ જ બેઠક પરથી ઝંપલાવ્યુ છે.
હવે જોઈએ અહીં આ વેળાએ નીતિનભાઈનો રાજકીય અનુભવ અને તેમણે કરેલા કાર્યો કામ આવશે... કે ચાલશે... જ્ઞાતિનું સમીકરણ...?
કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઈ પટેલ પરિચયની પાંખેઃ ૭૯ વર્ષીય જીવાભાઈ ઉદ્યોગપતિની પણ ભૂમિકા ભજવે છે...: લોકસભા જંગ જીત્યા બાદ હવે ઝંપલાવ્યુ છે વિધાનસભામાં....
મહેસાણા-૨૫ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી જીવાભાઈ અંબાલાલ પટેલને નજીકથી જોઈએ તો...
૩૦મી એપ્રિલ ૧૯૩૮ના રોજ ઉત્તર ગુજરાતના મહેસાણાના માંકનેજ ગામે જન્મ. માતાનું નામ મીનાબેન અને પિતાનું નામ અંબાલાલભાઈ. બાળપણથી જ કોઠાસૂઝ ધરાતા જીવાભાઈએ ટેક્ષટાઈલ વિષયમાં ડિપ્લોમા કર્યુ છે. આપમેળે રસ્તાઓ શોધી ધંધે વળગ્યા... આકરી મહેનત અને ભારે સંઘર્ષ બાદ જીવનમાં સફળતા મેળવી. ભલે સમય લાગ્યો પરંતુ આજે તેમની ગણના એક સફળ ઉદ્યોગપતિમાં થાય છે.
પારીવારિક જીવનની એક ઝલક જોઈએ તો જીવાભાઈની પ્રગતિમાં તેમના ધર્મપત્નિ ચંપાબેનનો પણ સિંહફાળો રહ્યો છે. ૩ પુત્રરત્ન ધરાવતા જીવાભાઈ સુરતના ઉદ્યોગપતિઓમાં અદકેરૂ સ્થાન ધરાવે છે. વતન માટે કંઈક કરી છૂટવાની હંમેશા ખેવના ધરાવતા જીવાભાઈએ પોતાનું વતન માંકનેજની શકલ બદલાવી નાખી છે.
સહકારી ક્ષેત્રે આગેવાની કર્યા બાદ કોંગ્રેસ તરફથી ૧૪મી લોકસભાની ચૂંટણીમાં મહેસાણા બેઠક પરથી ઝંપલાવી સાંસદ બન્યા અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી જ મહેસાણા બેઠક પરથી ઝંપલાવ્યુ છે.
પાટીદારોની ભાજપ તરફની નારાજગી જીવાભાઈની જીત સરળ બનાવશે... કે પછી મતદારો ભાજપને જ રહેશે વફાદાર...?

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/12-12-2017/67127

સોશ્યલ મીડીયામાં ચર્ચાઃ પાટીદાર ફેકટર ચાલ્યુ તો ???

રાજકોટ તા.૧ર : વિધાનસભા ચૂંટણી માટે શનીવારે મતદાન થયા બાદ હવે  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના પ૪ બેઠકો ઉપર પરિણામ શું આવશે ? તેના ઉપર સૌ કોઇની નજર છે. અને પાટીદાર અનામત આંદોલન અને હાર્ર્દિક પટેલની જાહેર સભાઓની આ પરિણામો  ઉપર અસર થશે કે નહી ? તે પ્રશ્ન છે.
સોશ્યલ મીડીયામાં એક ચર્ચાતી વાત મુજબની હાર્દિક પટેલ અને પાટીદર તથા ખેડુત ફેકટર ચાલ્યુ હશે તો  સૌરાષ્ટ્રની બેઠકો ઉપર કોંગ્રેસ માટે વિજયના ઉજળા સંકેતો હોવાનું ચર્ચાય છે.
આ બેઠકોમાં રાજકોટ -૬૮, રાજકોટ -૭૧, ગોંડલ , જેતપુર, ધોરાજી, જામનગર, ગ્રામ્ય, જામનગર દક્ષિણ, કાલાવડ, જામજોધપુર, ટંકારા, મોરબી, માણાવદર, વિસાવદર, તાલાલા, અમરેલી, લાઠી, સાવરકુંડલા, ધારી, ગાારીયાધાર બેઠકોના પાટીદારો નિર્ણાયક છે.
જયારે પાટીદારોના મતો નિર્ણાયક ન હોય તેવી ૧૧ જેટલી બેઠકોમાં વિજય માટે કોંગ્રેસને તક છે આ બેઠકોમાં જસદણ, વાંકાનેર, ખંભાળીયા, કોડીનાર, ઉના, પાલીતાણા, અબડાસા, માંડવી(કચ્છ), લીંબડી, ધ્રાંગધ્રા, પોરબંદરનો સમાવેશ થાય છે. તેમ મીડીયામાં ચર્ચાય છે.
જુનાગઢ જીલ્લામાં કેશોદ બેઠક પાટીદાર પ્રભુત્વવાળી છે ત્યાં પણ કસોકસનો જંગ છેે જયારે સોમનાથ અને માંગરોળ બન્ને બેઠકો ઉપર ભારે અનિશ્ચીતતા પ્રવર્તે છે. એવી જ સ્થિતી દ્વારકા અને ચોટીલા બઠકોની હોવાનંુ ચર્ચાઇ રહ્યુ છે જયારે બોટાદ બેઠક પણ ભાજપ માટે જોખમરૂપ હોવાનું સોશ્યલ મીડીયામાં ચર્ચાય છે.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/12-12-2017/67126

ત્રણમાંથી કોણ બાઝીગર? ૧૮મીએ ફેંસલો

ગુજરાતની ચૂંટણી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ માટે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની સંભાવનાનો આકાર નક્કી કરશેઃ રસ્તો નક્કી કરશેઃ ચૂંટણી ઉપર ત્રણેયનું ભાવિ આવલંબે છેઃ ગૃહરાજ્યમાં પરાજયથી મોદીની ઇમેજ ખરડાશેઃ કોંગ્રેસની હાર થશે તો રાહુલની નેતાગીરી સામે સવાલો ઉભા થશેઃ ભાજપનો પ્રચંડ વિજય થશે તો હાર્દિકની રાજકિય કારકિર્દી સમાપ્ત થઇ જશે

નવી દિલ્હી તા. ૧૨ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે અને બીજા તબક્કાનું મતદાન ૧૪ ડિસેમ્બરે છે ત્યારે રાજયની બંને પ્રમુખ રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસે અમદાવાદ-ગાંધીનગરના ૨.૨૨ કરોડ મતદારોને આકર્ષવા માટે સોમવારે શહેરોમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો. પીએમ મોદીએ સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે રેલીને સંબોધી હતી તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગાંધીનગરમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. જયારે હાર્દિક પટેલે મંજૂરી ન હોવા છતા મોટી સંખ્યામાં સપોર્ટર્સ સાથે ૫૨ કિમીનો રોડ શો કર્યો હતો. આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાસના હાર્દિક પટેલએ ત્રણમાંથી કોણ બાઝીગર બનશે એનો ૧૮મીએ ફેંસલો આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૧૭ની વાત છે ત્યારે મોદી અને રાહુલ ઉપરાંત હાર્દિક પટેલ ત્રીજો ચહેરો બન્યો છે જે ચૂંટણી દરમિયાન સૌથી વધુ જાહેરમાં દેખાયો હોય. ત્યારે આ ચૂંટણીના પરિણામ પર ત્રણેય નેતાઓનું ભુવિષ્ય અવલંબી રહ્યું છે. મોદી માટે જો ભાજપ ૨૦૧૨ની ૧૧૬ બેઠકો કરતા ઓછી લાવે તો પણ પોતાનો વિકાસ એજન્ડા સાબિત કરવામાં મુશ્કેલી જરૂર ઉભી થશે. કેમ કે ભાજપ દ્વારા જે વિશાળ જીતનો દાવો કરવામાં આવ્યો છે તે ન મળતા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેની અસર દેખાઈ શકે છે. એટલું જ નહિ મોદીની ઇમેજને પણ ફટકો પડશે.
જયારે સોમવારે જ જેમનું નામ કોંગ્રેસના પ્રમુખપદે જાહેર કરવામાં આવ્યું તેવા રાહુલ ગાંધી માટે ગુજરાત જીત બુસ્ટરનું કામ કરશે. જયારે ગુજરાતમાં હાર અથવા કોંગ્રેસની બેઠકોમાં ઘટાડો તેમની નેતાગીરી સામે એક મોટો પ્રશ્નાર્થ ઉભો કરશે. પક્ષના પ્રમુખ તરીકે ગુજરાતની ચૂંટણી રાહુલ માટે સૌથી પહેલી ચૂંટણી હશે. એટલા માટે કે પાછલા કેટલાક મહિનાઓથી રાજયમાં રાહુલ ગાંધી કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે અને સમગ્ર ઇલેકશન મેનેજમેન્ટ તેમની આગેવાનીમાં થઈ રહ્યું છે ત્યારે તેનું પરીણામ ચોક્કસ રાહુલના ભાવી પર અસરકર્તા રહેશે.
જયારે રાજયના ત્રીજા સૌથી ચર્ચાસ્પદ ચહેરા તરીકે ઉભરેલો હાર્દિક, પાટીદાર અનામત આંદોલન અને કુખ્યાત 'સેકસગેટ' સ્કેન્ડલના કારણે આ ચૂંટણીમાં ખાસ્સી લાઈમલાઈટમાં રહ્યો છે. હાર્દિકે કોંગ્રેસનો સાથ દીધા બાદ આગામી ચૂંટણીના પરીણામો તેના આંદોલન અને રાજનૈતિક કારકીર્દી પર અસર કરશે. કેમ કે આગામી દોઢ વર્ષમાં હાર્દિક ચૂંટણી લડવા માટે કવોલિફાય થઈ જશે અને ૨૦૧૯ના લોકસભામાં ચૂંટણીમાં તે એકિટવ પોલિટિકસમાં ભાગ લઈ શકે છે. પરંતુ જો તેના દાવાઓ પ્રમાણે પાટીદાર આંદોલનની ભાજપની જીત પર કોઈ ખાસ અસર નહીં જોવા મળે તો હાર્દિકના રાજકીય ભવિષ્ય સામે પણ સવાલ ઉભો થઈ જશે.
ભાજપની પૈતૃક સંસ્થા રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ દ્વારા કરવામાં આવેલ આંતરિક સર્વે આધારે ભાજપ ૧૦૦-૧૧૦ બેઠકો જીતી શકે છે. સુરત અને સૌરાષ્ટ્ર તથા ઉત્ત્।ર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભાજપને હારનો સામનો કરવો પડી શકે છે. આ કારણે ગુજરાત ભાજપના ટોચના નેતાઓ જીતુ વાઘાણી, ભાર્ગવ ભટ્ટ અને રાજયકક્ષાના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ બીજા તબક્કાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે સ્થાનિક નેતાઓ સાથે બેઠકો કરવા મજબૂર બન્યા છે. કેમ કે પહેલા તબક્કામાં ૨૦૧૨ની અપેક્ષાએ ખાસ્સું ઓછું મતદાન નોંધાયું હતું. જોકે ભાજપના ટોચાના નેતાઓ દાવો કરી રહ્યા છે કે જે બેઠકો પર ઓછું મતદાન નોંધાયું છે તે પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પાટીદારો અનામત આંદોલનથી પ્રભાવિત નથી થયા.
જયારે ૧૯૯૫થી સત્તા બહાર રહેલી કોંગ્રેસને ગુજરાતમાં આ વખતે આશા દેખાઈ રહી છે. 'વિકાસ ગાંડો થયો છે', પાટીદાર આંદોલન, ઓબીસી આંદોલન અને દલિત આંદોલનના મુખ્યનેતાઓને પોતાના પક્ષે કરવામાં સફળ રહેલી કોંગ્રેસને રાજયમાં જબરજસ્ત જીતની આશા છે. ઓગસ્ટમાં રાજયસભા ચૂંટણીમાં ભાજપના તમામ ગણિતને ઉંધા પાડવાના કારણે પ્રદેશ કોંગ્રેસમાં પણ એક નવું જોમ આવ્યું છે. તો રાહુલ ગાંધીએ પણ ગુજરાત ચૂંટણીને ધ્યાને રાખી સોફટ હિંદુત્વ અપનાવતા રાજયના ૨૬ મોટા મંદિરોની મુલાકાત લીધી છે અને રેલીઓ કરી છે જેના આધારે કોંગ્રેસને આશા છે કે આ વખતે મેન્ડેટ તેમના ફેવરમાં હશે.
તો ગુજરાત પરીણામો પર સૌથી વધુ અસર પાટીદાર અનામત આંદોલનની જોઈ શકેશે કે નહીં તે તો પરીણામ આવશે ત્યારે ખબર પડશે પરંતુ જે રીતે હાર્દિક પટેલની રેલીઓમાં ભીડ ઉમટી રહી છે તે જોતા રાજયની રાજનીતિમાં હાર્દિક ચોક્કસપણે અસરકર્તા રહેશે તેટલું નક્કી છે.(૨૧.૧૧)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/12-12-2017/119580


ટ્રાફિકનું કારણ ધરી મોદી-રાહુલના રોડ-શોને મંજૂરી ન મળી, હાર્દિકને મળી

બાઈક, કાર સહિતના વાહનોનો કાફલો તૈયાર રાખવાનું બંને પક્ષોને માથે પડ્યું
ગાંધીનગર: ચૂંટણીના પ્રચારનો મંગળવારે છેલ્લો દિવસ છે ત્યારે અમદાવાદમાં પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલનો રોડ શો સોમવારે યોજાઈ ગયો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો રોડ શો યોજવાની પોલીસે મંજૂરી આપી નથી. ભાજપ અને કોંગ્રેસે બાઇક, કાર સહિતની તૈયારી રાખી હતી. પણ, પોલીસે મંજૂરી ન આપતા ભાજપ અને કોંગ્રેસે રોડ-શો મોકૂફ રાખ્યા હતા.

ભાજપ-કોંગ્રેસ મથામણ કરતા રહ્યા અને ‘પાસ’ ફાવી ગઈ

રસપ્રદ બાબત એ છે કે, હાર્દિકને છેક પશ્ચિમના છેવાડાથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ પૂર્વ વિસ્તારના ખૂણા સુધી પહોંચતા રોડ-શો માટે સત્તાવાળાઓ તરફથી મંજૂરી મળી ગઈ હતી. પરંતુ બીજી તરફ સત્તાધારી ભાજપ અને કોંગ્રેસને આ જ પ્રકારના રોડ-શો માટે મંજૂરી આપવાનો પોલીસે ધરાર ઈન્કાર કરી દીધો હતો. શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ દ્વારા ધરણીધર જૈન દેરાસરથી બાપુનગર ચાર રસ્તા સુધી રેલી યોજવા માટેની મંજૂરી માગી હતી.
સત્તાવાળાઓનો નિર્ણય વાજબી, બીજું કોઈ કારણ દેખાતું નથી

કાયદો-વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તેઓ જે નિર્ણય લે તે વાજબી છે. અમને આપી હોય અને તેમને ના આપી હોય તો બરોબર છે. બંનેને રોડ શો અંગે પરવાનગી આપી નથી. તેથી બીજું કોઇ કારણ દેખાતું નથી. કોંગ્રેસે વાસ્તવિકતા સ્વીકારવી જોઇએ. આ મામલે વધુ કાંઇ કહેવાનું રહેતું નથી. -યમલ વ્યાસ, પ્રવક્તા, ભાજપ
કાયદાનું કારણ આપીને ભાજપે અમારો રોડ-શો રદ કરાવ્યો

ભાજપનો રોડ-શો ભયથી રદ કરાયો છે. જયારે કોંગ્રેસનો રોડ શો કાયદાથી રદ કરાવવામાં આવ્યો છે. ભાજપ રોડ-શો રદ કરાવે છે. તેમનો રોડ શો નિષ્ફળ જવાનો ભય હોવાથી રદ કરાયો છે. ભાજપનો રોડ-શો ભયથી અને કોંગ્રેસનો રોડ શો કાયદાથી રદ કરાયો હોવાનું તેમણે અંતમાં જણાવ્યું હતું. -ડો. હિમાંશુ પટેલ, પ્રવક્તા, કોંગ્રેસ
પોલીસે આ કારણ આપ્યું?
ભાજપે ધરણીધર જૈન દેરાસરથી બાપુનગર ચારરસ્તા અને કોંગ્રેસે જગન્નાથ મંદિરથી મેમ્કો ચારરસ્તા સુધી રોડ-શો, કોર્નર રેલીની મંજૂરી માંગી હતી. આ બંને રૂટ અતિ ટ્રાફિકની વ્યસ્તતાવાળા છે. આ રૂટ પર રેલવે સ્ટેશન અને મહત્ત્વના બસસ્ટેન્ડ પણ વચ્ચે આવે છે. ચાલુ દિવસ દરમિયાન આ બજારો 


Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-modi-gandhi-road-traffic-was-not-allowed-as-carry-show-the-hardik-gujarati-news-5767034-PHO.html

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD













Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment