સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 9 October 2017

ભાજપ સરકારે બે મહિનામાં અનામત આપવા અમારા ઘરે આવવું પડશે: હાર્દિક - ફાંસીથી બચેલા 11 આરોપીઓનો ગોધરાકાંડ સમયે આ હતો રોલ - મોદીના 'સ્ટેન્ડ અપ ઇન્ડિયા'ને ફટકોઃ લોન આપવામાં બેંકોની કંજૂસાઇ - નાકનો સવાલ છે...ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારશે ભાજપ - ૨૦૧૯માં નરેન્દ્રભાઇને હરાવવા રાહુલને મળ્યું 'બ્રહ્માસ્ત્ર'? - 'ચૂંટણી' ગિફ્ટ : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં 3 રૂ. સુધી ભાવ ઘટાડો - તેલંગણાના કેશલેસ ગામોમાં ફરીથી રોકડની બોલબાલા

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ભાજપ સરકારે બે મહિનામાં અનામત આપવા અમારા ઘરે આવવું પડશે: હાર્દિક

હળવદ તાલુકાના ટીકરગામેના માધવનગર ગામ ખાતે સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયુ હતું.
હળવદ: હળવદ પાટીદાર આંદોલન સમિતી દ્વારા આયોજીત સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયું હતું. આ મહાસભામાં ગુજરાત અનામત આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યો હતો. જેમાં ભાજપ સરકાર વિરૂદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે સરકાર પાટીદાર સમાજને બે મહિનામાં અમોને અનામત આપવા ઘેર આવવું પડશે. આ સર્વધર્મ મહાસભામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હળવદ ખાતે હળવદ તાલુકા પાટીદાર આંદોલન સમિતી દ્વારા હળવદ તાલુકાના ટીકરગામેના માધવનગર ગામ ખાતે સર્વધર્મ મહાસભાનું આયોજન કરાયુ હતું. જેમા ગુજરાત પાટીદાર આંદોલન સમિતીના પાસ કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સર્વધર્મ મહાસભામાં ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા હાર્દિક પટેલે જણાવેલ હતું કે સરકાર અમોને બે મહિનામાં અનામત આપવા સરકારને ઘેર આવવું પડશે. અને વધુમાં જણાવ્યું કે અમારા પાટીદાર સમાજના ખેડૂત કે વિધવા બેન હોય તેમના સંતાનને 200 માંથી 190 માર્કસ આવ્યા હોય તેમ છતાં પણ કોલલેટર ન આવે તેનો વિરોધ છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-SUR-OMC-bjp-government-to-give-reservation-in-two-months-hearty-gujarati-news-5716588-PHO.html?ref=ht&seq=2

ફાંસીથી બચેલા 11 આરોપીઓનો ગોધરાકાંડ સમયે આ હતો રોલ

હાઇકોર્ટે 11 આરોપીઓની ફાંસીને સખત આજીવન કેદમાં તબદીલ કરતો ચુકાદો આપ્યો હતો 
અમદાવાદ: 2002માં ગુજરાતને કોમી રમખાણોની આગમાં હોમી દેનાર ગોધરાકાંડના કેસમાં સોમાવારે હાઇકોર્ટે 11 આરોપીઓની ફાંસીને સખત આજીવન કેદમાં તબદીલ કરતો ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ જી.આર.ઉદવાણીની બેન્ચે 27 ફેબ્રુઆરી 2002ના ગોધરાકાંડના અન્ય 20 આરોપીઓને આજીવન કેદનો નીચલી અદાલતનો ચુકાદો પણ માન્ય રાખ્યો હતો. 63 આરોપીઓને દોષમુક્ત ઠેરવવાના નીચલી અદાલતના ચુકાદા પર પણ હાઇકોર્ટે મહોર મારી હતી.

હાઇકોર્ટે ગોધરાકાંડમાં જીવ ગુમાવનાર 59 લોકોના પરિવારજનોને છ અઠવાડિયાની અંદર 10 - 10 લાખનું વળતર ચૂકવવા કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ કર્યો છે. હાઇકોર્ટે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં નિષ્ફળતા બદલ ગુજરાત સરકાર અને રેલવેની ઝાટકણી કાઢી હતી. ગુજરાતમાં 2002માં થયેલાં ઐતિહાસિક તોફાનો માટે જવાબદાર સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં 94 આરોપીઓ સામે હાઇકોર્ટમાં ચાલેલા ક્રિમિનલ કન્ફર્મેશન કેસમાં સોમવારે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.

હાઇકોર્ટે ગોધરાકાંડ ગુનાઇત કાવતરાનું પરિણામ હોવાનું સ્વીકાર્યું હતું. ષડ્યંત્રમાં સામેલ તમામ આરોપીઓને સજા થવી જોઇએ તેવી નોંધ પણ હાઇકોર્ટે કરી હતી. 63 આરોપીઓને દોષમુક્ત ઠેરવતા નીચલી અદાલતના ચુકાદાને પડકારતી અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હાઇકોર્ટે ગોધરાકાંડમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પણ તેમની ઇજા અને સારવારને ધ્યાને લઇ વળતર ચૂકવવા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો. આરોપીઓના વકીલ એમ.એમ.શેખે જણાવ્યું હતું કે હાઇકોર્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકારવો કે કેમ એ નિર્ણય અમે ચુકાદાનો અભ્યાસ કર્યા પછી લઈશું.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-life-imprisonment-for-11-accused-in-godhra-incident-gujarati-news-5716658-PHO.html?ref=ht


મોદીના 'સ્ટેન્ડ અપ ઇન્ડિયા'ને ફટકોઃ લોન આપવામાં બેંકોની કંજૂસાઇ
મોદીએ દરેક બેંકોને બીઝનેસ શરૂ કરવા એક દલિત, એક આદિવાસી કે મહિલામાંથી કોઇપણ બેને લોન આપવા કહ્યુ હતુઃ સુચનાના ૧૭ મહિના બાદ પણ બેંકો હજુ મુહુર્ત જુએ છેઃ ૧.૩૪ લાખ બેંકોમાંથી માત્ર ૬ ટકા બેંકોએ જ અનુ.જાતિ અને જનજાતિના લોકોને લોન આપી છેઃ અનુ.જાતિના પ૮પર, જનજાતિના ૧૭૬૧ અને ૩૩૩ર૧ મહિલાઓને જ લોન મળીઃ રૂ.૮૮૦૩ કરોડની મંજુર લોનમાંથી અપાઇ ફકત રૂ.૪૮પર કરોડ

   નવી દિલ્હી તા.૧૦ : નવો બીઝનેસ શરૂ કરવામાં મદદ કરવા માટે દરેક બેંકોને એવુ જણાવાયુ હતુ કે, જયાં પણ તમારી શાખા હોય તે વિસ્તારમાં કોઇ યુવક કે જે દલિત હોય કે આદિવાસી હોય કે પછી મહિલા હોય એમાંથી ઓછામાં ઓછા બે લોકોને લોન આપવી. આવુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ એપ્રિલ ર૦૧૬ના રોજ નોઇડામાં સ્ટેન્ડ અપ ઇન્ડિયાના લોન્ચીંગ પ્રસંગે કહ્યુ હતુ પરંતુ રેકોર્ડ બતાવે છે કે, તેમની આ સુચનાના ૧૭ મહિના પછી પણ ૧.૨૦ લાખ બેંક શાખાઓમાંથી માત્ર ૬ ટકાએ જ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુસુચિત જાતિ અને જનજાતિના લોકોને લોન આપી છે અને રપ ટકા કરતા પણ ઓછી શાખાઓએ જનરલ કેટેગરીમાં મહિલાઓને લોન આપી છે.
   આરટીઆઇ હેઠળ નાણા મંત્રાલયના ફાઇનાન્સીયલ સર્વિસ પાસેથી મેળવવામાં આવેલા રેકોર્ડમાં જણાવાયુ છે કે, માત્ર ૬ ટકા જ બેંકની શાખાઓએ અનુ.જાતિ અને જનજાતિના લોકોને લોન આપી છે. મળેલી માહિતી અનુસાર જાહેર ક્ષેત્રની ર૧ જેટલી બેંકો, ૪ર રિજીયોનલ રૂરલ બેંકો અને નવ પ્રાઇવેટ સેકટરની બેંકોએ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુ.જાતિના પ,૮પર અરજદારોને લોન આપી છે. જયારે અનુ.જનજાતિના ૧૭૬૧ લોકોને તથા જનરલ કેટેગરીની ૩૩૩ર૧ મહિલાઓને જ લોન આપી છે.
   આ બધી બેંકોએ મંજુર કરેલી કુલ લોનની રકમ રૂ.૮૮૦૩ થવા જાય છે જેમાંથી રૂ.૪૮પર કરોડની લોનની વહેચણી કરવામાં આવી છે. ડેટા મુજબ ર૧ જાહેર ક્ષેત્રની કોમર્શીયલ બેંકોએ સાથે મળીને ટેન્ડર ઇન્ડિયા લોન ૩૮૧૧૧ લોકોને આપી છે જેમાંથી પપપ૯ અનુ.જાતિના, ૧૬પ૩ જનજાતિના અને ૩૦૮૯૯ જનરલ કેટેગરીની મહિલાઓ છે. અનુ.જાતિ અને જનજાતિના અરજદારોને આપવામાં આવેલી લોનની સરેરાશ ૧૦ લાખ છે જયારે મહિલાઓના મામલામાં આ સરેરાશ રૂ.૧ર.ર૭ લાખ છે.
   જાહેર ક્ષેત્રની આ બેંકોમાંથી છ બેંકોએ ૧૦૦ કરતા પણ ઓછા અનુ.જાતિના લોકોને લોન આપી છે. જયારે ૧૬ બેંકોએ તો અનુ.જનજાતિની કેટેગરીમાં એક પણ લોન મંજુર કરી નથી. નવ પ્રાઇવેટ બેંકોમાંથી ઇન્ડુસ ઇન્ડ બેંકે ૧૮૪ સ્ટેન્ડ અપ ઇન્ડિયા લોન અનુ.જાતિના લોકોને લોન આપી છે. જયારે બાકીનાએ માત્ર ૧ર લોન જ આપી છે. ડેટા અનુસાર આ નવ બેંકોએ સાથે રહીને ૧૯૬ અનુ.જાતિ, ૭૬ અનુ.જનજાતિ અને ર૦૧પ જનરલ કેટેગરીની મહિલાઓને લોન આપી છે.
   ચાર પ્રાઇવેટ બેંકો અને ૪ર રીજીયોનલ રૂરલ બેંકોમાંથી ૧પએ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ અનુ.જાતિના લોકોને એક પણ લોન આપી નથી. પ્રાઇવેટ બેંકોમાં એકસીસ, એચડીએફસી, સાઉથ ઇન્ડિયન બેંક અને નૈનીતાલ બેંકનો સમાવેશ થાય છે. પાંચ પ્રાઇવેટ બેંકો એકસીસ, ફેડરલ, આઇસીઆઇસીઆઇ, યશ બેંક અને નૈનીતાલ બેંકે અનુ.જાતિના એકપણ વ્યકિતને લોન આપી નથી.
   ૪ર રીજીયોનલ રૂરલ બેંકોમાંથી ૩૩ બેંકોએ અનુ.જનજાતિના માત્ર એક વ્યકિતને લોન આપી છે. જયારે અનુ.જાતિના ૧પ લોકોને લોન આપી છે.
   સરકારના નિયમ હેઠળ સ્ટેન્ડ અપ ઇન્ડિયા હેઠળ ૧૦ લાખથી ૧ કરોડ સુધીની લોન અનુ.જાતિ અને જનજાતિના લોકોને આપી શકાય. આ માટે વ્યાજનો દર પણ ઓછો છે પરંતુ બેંકો ભારે કંજુસાઇ દાખવી રહી છે.

Source :-http://www.akilanews.com/10102017/main-news/1507611307-115668

નાકનો સવાલ છે...ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારશે ભાજપ

યુપીની જેમ મોદી અંતિમ દિવસોમાં ફરી વળશેઃ અમિત શાહ, સુષ્મા સ્વરાજ, સ્મૃતિ ઇરાની, પીયુષ ગોયલ, ગડકરી, રાજનાથ સિંહ પ્રચાર કરવા આવશેઃ યોગી આદિત્યનાથ પણ ૩ થી ૪ જેટલી સભાઓ સંબોધશેઃ ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ પણ આવશે
નાકનો સવાલ છે...ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારશે ભાજપ

   નવી દિલ્હી તા.૧૦ : ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તેની પુરેપુરી તાકાત લગાવવાનો નિર્ણય લીધો છે. છેલ્લા ૧પ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવુ બની રહ્યુ છે કે, જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને પીએમ મોદી ઉપરાંત અન્ય ચહેરાઓનો પણ સહારો લેવો પડી રહ્યો છે. ભાજપ સંપુર્ણ રીતે આક્રમક ચૂંટણી પ્રચાર કરવાના મુડમાં છે અને સમજાય છે કે ટુંક સમયમાં સ્ટાર પ્રચારકોની ફોજ ગુજરાતમાં ઉમટી પડશે.
   ગત વિધાનસભા અને ર૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણી સુધી તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ કાફી હતા. પક્ષ તેમના ચહેરા થકી વિરોધીઓને પછડાટ આપી દેતી હતી પરંતુ હવે રાજયની પરિસ્થિતિ બદલાય છે. એક તરફ જયાં સુધી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના કાર્યક્રમોમાં ભીડ વધી રહી છે તો પીએમ મોદીની સભામાં અગાઉ જેટલી ભીડ જોવા મળતી નથી. ભાજપના અધ્યક્ષ અમિત શાહને પણ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ભાજપ હેડ કવાટરના સુત્રો છાતી ઠોકીને કહે છે કે ભાજપ ગુજરાતમાં ભારે અંતરથી જીતશે.
   ગુજરાતમાં ભાજપ રર વર્ષથી સત્તા ઉપર છે. ભાજપને આ વખતે પાટીદારો, સત્તા વિરોધી લહેર, દલિતો, જીએસટી વગેરે મુદાઓ નડી શકે તેમ છે આમ છતાં ભાજપ કોઇ કચાસ રાખવા માંગતુ નથી. ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદી ઉપરાંત અમિત શાહ, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, પીયુષ ગોયલ, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ વગેરે સ્ટાર પ્રચારકો તરીકે ગુજરાતમાં ફરી વળશે. એવુ માનવામાં આવે છે કે ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જેમ અંતિમચરણમાં વડાપ્રધાન ગુજરાતમાં ભરપુર પ્રચાર અભિયાન ચલાવશે. અત્યાર સુધીમાં એક મહિનામાં તેઓ ત્રણથી વધુ વખત ગુજરાત આવી ચુકયા છે.
   નાણામંત્રી અરૂણ જેટલી પણ ગુજરાત આવી શકે છે જો કે પક્ષના આંતરિક સુત્રોના કહેવા મુજબ નોટબંધી, જીએસટી સહિત કેટલાક નિર્ણયોને કારણે જેટલીનો ગ્રાફ થોડો નીચે ઉતર્યો છે. આમ પણ તેઓ સ્ટાર પ્રચારકની ભુમિકામાં ઓછા રહેતા હોય છે.
   ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે અને તેઓ પ્રચાર પણ કરશે. તેઓ બે વખત ગુજરાતની મુલાકાત લઇ શકે છે આ દરમિયાન તેઓ ૩ સભાઓને સંબોધન કરશે. આ ઉપરાંત ભાજપના મુખ્યમંત્રીઓ દેવેન્દ્ર ફડણવીસ, વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણ વગેરે પણ પ્રચાર કાર્યમાં જોડાશે.
   કેન્દ્ર સરકારના કેટલાક મંત્રી એવા પણ છે કે જેમણે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની ચૂંટણી બાબતે પ્રચાર માટે પક્ષને વધુ સમય આપવાનુ શરૂ કર્યુ છે. એક મંત્રી અંગે કહેવાય છે કે તેઓ ચાર દિવસ દિલ્હીમાં તો બે દિવસ ગુજરાતમાં રહે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે નાકનો સવાલ બની ગઇ છે. સંઘ પણ ભાજપની સાથે છે. સંઘે પોતાના સાથી સંગઠનો અને અન્ય રાજયોના પ્રચારકોને પણ ચૂંટણીમાં ભાજપનો સાથ આપવા જણાવ્યુ છે. એટલુ જ નહી વિહિપના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાને સંઘે પ્રચાર કરવા કહ્યુ છે.

Source :-http://www.akilanews.com/10102017/main-news/1507609346-115665

૨૦૧૯માં નરેન્દ્રભાઇને હરાવવા રાહુલને મળ્યું 'બ્રહ્માસ્ત્ર'?
<br />૨૦૧૯માં નરેન્દ્રભાઇને હરાવવા રાહુલને મળ્યું 'બ્રહ્માસ્ત્ર'?
   નવી દિલ્હી તા. ૧૦ : શું કોંગ્રેસને ૨૦૧૯માં લોકસભા ચૂંટણી માટે 'બ્રહ્માસ્ત્ર' મળી ગયું છે? રિપોર્ટસ મુજબ, કોંગ્રેસ કેમ્બ્રિજ એનાલિટિકા નામની એ ચર્ચિત કંપનીના સંપર્કમાં છે, જેણે ગત વર્ષે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. હકિકતમાં, કેમ્બ્રિજ એનાલિટિકા કન્ઝયૂમર્સના ઈન્ટરનેટ ડેટાનું વિશ્લેષણ કરી એ જાણવાનું કામ કરે છે કે લોકોની પસંદ-નાપસંદ શું છે, લોકો માટે મુદ્દા કયા છે, જેથી નેતા એ હિસાબે પોતાની રણનીતિ તૈયાર કરી શકે. આ વિશ્લેષણમાં ઓનલાઈન સર્ચ, ઈમેલ અને ત્યાં સુધી કે શોપિંગ વેબસાઈટ્સને પણ ફંફોસવામાં આવે છે.
   ૨૦૧૪માં જયારે એ વાત બહાર આવી હતી કે, ભાજપ સોશિયલ મીડિયાને પણ ધ્યાનમાં રાખીને ચૂંટણીની રણનીતિ તૈયાર કરી રહી છે, તો રાજકીય પંડિતોએ તેને વધુ મહત્વ આપ્યું ન હતું. તેમનું માનવું હતું કે, ભારતની ગ્રામ્ય જનતાનો તેની સાથે કોઈ સંબંધ નથી, પરંતુ ભાજપની શાનદાર જીતે એ સાબિત કરી આપ્યું કે, મતદારોના સમૂહની ઓળખ કરવા અને પછી તેમને ધ્યાનમાં રાખીને ચૂંટણીની રણનીતિ બનાવવામાં ઈન્ટરનેટનું મોટું યોગદાન રહ્યું.
   ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સોશિયલ મીડિયા પર ઘણા એકિટવ રહે છે અને તેના દ્વારા ઘણા મોટા અભિયાન પણ ચલાવે છે. સ્માર્ટ ઓનલાઈન કેમ્પેનના જમાનામાં હવે જૂની ચૂંટણી રણનીતિઓ અને રીતો એટલી કારગત નથી રહી. મીડિયા રિપોર્ટસ મુજબ, કેમ્બ્રિજ એનાલિટિકાના સીઈઓ એલેકઝાન્ડર નિકસે આગામી લોકસભા ચૂંટણીમાં યુપીએ માટે ચૂંટણી રણનીતિ બનાવવાના સંદર્ભમાં વિપક્ષના ઘણા નેતાઓની મુલાકાત કરી છે. કંપનીએ કોંગ્રેસને એક પ્રેઝન્ટેશન પણ આપ્યું છે, જેમાં વોટરોને ઓનલાઈન સાધવાની રણનીતિને વિસ્તારથી બતાવાઈ છે.
   ઉલ્લેખનીય છે કે, કેમ્બ્રિજ એનાલિટિકાના દમને સમગ્ર દુનિયા માને છે. કંપનીએ અમેરિકામાં ટ્રમ્પને જીતાડવામાં મોટો રોલ નિભાવવા ઉપરાંત બ્રેકિઝટને લઈને થયેલા જનમત સંગ્રહમાં પણ કમાલ બતાવ્યો. એનાલિટિકાએ બ્રેકિઝટના પક્ષમાં કેમ્પેન ચલાવ્યું હતું, જેના પર બ્રિટનની જનતાએ પણ મહોર લગાવી. દુનિયાભરની ઘણી રાજકીય પાર્ટીઓ આજે કંપનીના સંપર્કમાં છે. માનવામાં આવી રહ્યું છે કે, જો યોગ્ય વોટરોને ટાર્ગેટ કરી ટ્રમ્પ જેવા ઉમેદવાર ચૂંટણી જીતી શકે છે, તો પછી અન્ય લોકો પણ જીતી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાની ચૂંટણીમાં શરૂઆતમાં ટ્રમ્પને ઘણા નબળા માનવામાં આવી રહ્યા હતા.
   પોતાના ચૂંટણી અભિયાનમાં ટ્રમ્પે વિદેશી કર્મચારીઓને લઈને કડક વલણ અપનાવ્યું હતું, તો પણ તે હિંદુઓને આકર્ષિત કરવામાં સફળ રહ્યા. જણાવાઈ રહ્યું છે કે, આ રણનીતિ કંપનીના એ ડેટા પર આધારિત હતી, જેમાં જણાવાયું હતું કે, કેટલાક મહત્વના રાજયોમાં હિંદુ વોટર્સ પોતાનું પલ્લું બદલી શકે છે. એ કંપનીએ સૂચવેલી રણનીતિ હતી કે ટ્રમ્પે ભારતીય વોટરોને આકર્ષિત કરવા માટે હિંદીમાં જાહેરાતો આપી હતી. વર્જિનિયામાં ટ્રમ્પની દીકરી એક હિંદુ મંદિરમાં દિવાળી ઉજવતી જોવા મળી અને ટ્રમ્પ એમ કહેતા જોવા મળ્યા કે વ્હાઈટ હાઉસમાં ભારતીયો અને હિંદુઓનો એક સાચો મિત્ર પહોંચશે. આ તમામ વાતો અમરીશ ત્યાગીએ ગત વર્ષે ઈકોનોમિક ટાઈમ્સમાં લખેલા પોતાના લેખમાં જણાવી હતી. અમરીશ જેડીયુ નેતા કેસી ત્યાગીના પુત્ર છે અને તે કેમ્બ્રિજ એનાલિટિકા તરફથી ટ્રમ્પ માટે બનાવાયેલા ચૂંટણી કેમ્પેનનો ભાગ હતા.(૨૧.૬)

Source :-http://www.akilanews.com/10102017/main-news/1507611535-115675

'ચૂંટણી' ગિફ્ટ : ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલમાં 3 રૂ. સુધી ભાવ ઘટાડો

કેન્દ્રમાંથી રાજ્ય સરકારોને ભાવોમાં ઘટાડો કરવા વેટ ઘટાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આડે ગણતરીના દિવસો રહ્યા છે. ચૂંટણી જાહેર થાય એ પહેલા સત્તારૂઢ સરકાર લોકોને ખુશ કરવા પ્રયાસ કરી રહી છે. ભાજપ શાસિત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોના ઉદ્ઘાટનથી લઈને ખાતમુહૂર્તો કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે વધુ એકવાર પ્રજાને ખુશ કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. આ મામલે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. જેમાં પેટ્રોલમાં રૂ. 2.92 અને ડીઝલ રૂ. 2.72નો ભાવ ઘટાડો જાહેર કર્યો હતો.
મુખ્યમંત્રી નિવાસે જાહેરાત કરાઈ
આજે મુખ્યમંત્રી નિવાસે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની અપીલને લઈને રાજ્યમાં બંને પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર લેવાતા 28.96% વેટ પર 4 ટકાનો ઘટાડો કરીને 67.53 પેટ્રોલનો અને 60.77 ડીઝલનો ભાવ જાહેર કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલ પર નવો ભાવ આજ રાતથી(મંગળવાર) અમલી બનશે. વેટમાં ઘટાડાને કારણે સરકારની આવકમાં રૂ. 2316 કરોડનો ઘટાડો થશે.
આગળની સ્લાઈડ્સ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું નાગરિકોને લાભ થશે, રાહુલને જીએસટીનું મર્યાદિત જ્ઞાન, તેઓ પોતે પણ જીએસટીના નિર્ણયમાં સામેલ

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-gujarat-government-may-be-cut-petrol-and-diesel-price-in-state-NOR.html?ref=ht

તેલંગણાના કેશલેસ ગામોમાં ફરીથી રોકડની બોલબાલા

નબળી કનેકિટવિટી અને યોગ્ય માળખું નહિઃ PM મોદીના કેશલેસ ઇકોનોમી અભિયાનને ફટકો
   હૈદરાબાદ તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેશલેશ ઇકોનોમીના મિશનને આંચકો લાગે તેવા અહેવાલમાં નોટબંધી બાદ 'કેશલેસ ટ્રાન્ઝકેશન' ગામો જાહેર થયેલા તેલંગણાના ૩૮૦માંથી ૨૫૦ ગામો ફરીથી રોકડના વ્યવહારો તરફ વળી ગયાં છે. જોકે, એ માટે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટની નબળી કનેકિટવિટી જવાબદાર છે. નોટબંધીના ૧૦ મહિનાની અંદર જ કેશલેસ વ્યવહારો માટેનો શરૂઆતી ઉત્સાહ ઓસરી ગયો છે. બીજી બાજુ બેન્કો અને એટીએમ્સમાં રોકડની સરળતાથી ઉપલબ્ધતાને કારણે પણ ગામવાસીઓ રોકડના ઉપયોગ તરફ પાછા વળ્યા છે.
   'પીઓએસ મશીનોની નબળી કનેકિટવિટીને કારણે ટ્રાન્ઝેકશન્સ અધવચ્ચે જ અટકી જાય છે. ગ્રાહકો સાથે કેશલેસ વ્યવહારો કરવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે અમને ફરીથી રોકડના વ્યવહારો કરવાની ફરજ પડી છે' તેમ રાજયના રિટેલ ટ્રેડર્સ એસોસિએશનના સેક્રેટરી એ. મુરલીધરે જણાવ્યું હતું. નાણાં વિભાગે આ વાતને સરકારના ધ્યાને ધરી છે કે જયાં સુધી આઇટી માળખું અને કનેકિટવિટીના પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી રાજયને 'કેશલેસ ટ્રાન્ઝેકશન સ્ટેટ'નો હેતુ સર થવાનું શકય નથી.

Source :- http://www.akilanews.com/10102017/main-news/1507611377-115670

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App





 CLICK HERE TO DOWNLOAD






Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment