સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 6 October 2017

નાના વેપારીઓને દર મહિને રીટર્ન ભરવામાંથી છૂટ, GST કાઉન્સિલનો નિર્ણય - 27 વસ્તુમાં GST ઘટાડાયો, બે લાખની જ્વેલરીની ખરીદી સુધી PAN નહીં - 27 પ્રોડક્ટસના GST રેટમાં ઘટાડો, સ્ટેશનરી અને ખાણી-પીણીની ચીજો થશે સસ્તી - બેંક ખાતા બાદ હવે પોસ્ટ ઓફિસ સ્કીમ્સ માટે પણ આધાર ફરજિયાત

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

નાના વેપારીઓને દર મહિને રીટર્ન ભરવામાંથી છૂટ, GST કાઉન્સિલનો નિર્ણય
  

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની મીટિંગમાં શુક્રવારે નાના વેપારીઓને મોટી રાહત આપી છે. કાઉન્સિલે કોમ્પોઝિટ સ્કીમની મર્યાદા 75 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરી દીધી છે. રીતે રીટર્ન ફાઇલ કરવામાં પણ વેપારીઓ અને ટ્રેડર્સને ત્રણ મહિનાની છૂટ આપી છે. હવે વેપારીઓએ ત્રણ મહિનામાં એકવાર રીટર્ન ફાઇલ કરવું પડશે. હાલ, તેમને દર મહિને રીટર્ન ફાઇલ કરવું પડે છે. સરકાર રિવર્સ ચાર્જમાં પણ રાહત આપવાની તૈયારીમાં છે. આગામી મીટિંગમાં તેના પર નિર્ણય આવી શકે છે.

GST કાઉન્સિલે વધાર્યો કોમ્પોઝિટ સ્કીમનો વ્યાપ
  
–જીએસટી કાઉન્સિલે કોમ્પોઝિટ સ્કીમની લિમિટ 75 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરી છે. એટલે કે પહેલા કરતા વધારે નાના વેપારીઓ કોમ્પોઝિટ સ્કીમનો ફાયદો લઇ શકે છે. એટલે કે 20 લાખ રૂપિયાથી વધુ અને એક કરોડ રૂપિયા સુધી વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારી જીએસટીની કોમ્પોઝિટ સ્કીમનો લાભ લઇ શકે છે.

 - કોમ્પોઝિટ સ્કીમ હેઠળ ટેક્સ રેટ ઓછો છે. સ્કીમ હેઠળ વેપારીઓને માત્ર 2 ટકા ટેક્સ ચૂકવવાનો હોય છે. કોમ્પોઝિટ સ્કીમનો ફાયદો રીટેલર, હોલસેલર, મેન્યુફેક્ચરર, ટ્રેડર્સ અને રેસ્ટોરન્ટ વેપારીઓ ઊઠાવી શકે છે.

સરકારે રીટર્ન ફાઇલિંગમાં પણ આપી છૂટ

- ટ્રેડર્સ અને વેપારીઓને જીએસટી પોર્ટલ પર રીટર્ન ફાઇલિંગમાં પણ પડી રહેલી મુશ્કેલીઓના કારણે સરકારે રીટર્ન ફાઇલિંગમાં ત્રણ માસની છૂટ આપી છે. જીએસટી હેઠળ અત્યાર સુધી વેપારીઓ દર મહિને રીટર્ન ફાઇલ કરતા રહ્યા છે. હવે વેપારીઓ અને ટ્રેડર્સને રીટર્ન ફાઇલિંગમાં ત્રણ મહિનાની છૂટ અપાઇ છે.

રિવર્સ ચાર્જમાં પણ મળી શકે છે રાહત

- સરકાર વેપારીઓ અને ટ્રેડર્સને રિવર્સ ચાર્જમાં પણ રાહત આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર રિવર્સ ચાર્જમાં થોડા મહિના માટે છૂટ આપી શકે છે. એવું મનાય છે કે જીએસટી કાઉન્સિલની આગામી મીટિંગ પછી સરકાર નિર્ણય જાહેર કરી શકે છે

Source :-https://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-TAXA-gst-council-gives-big-relief-to-small-traders-in-filling-return-every-month-5714092-PHO.html


27 વસ્તુમાં GST ઘટાડાયો, બે લાખની જ્વેલરીની ખરીદી સુધી PAN નહીં

નવી દિલ્હી:જીએસટી લાગૂ થયાના ત્રણ મહિના બાદ શુક્રવારે જીએસટી કાઉન્સિલે નાના-મધ્યમ વેપારીઓને રાહત આપતા મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. સરકારે 27 જેટલી ચીજવસ્તુઓ-સેવાઓના દરમાં ઘટાડો કરવાની સાથે દોઢ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવનારાઓને માસિક નહીં પણ ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપી હતી. સાથે કોમ્પોઝીશન સ્કીમનો લાભ લેવા માટેની મર્યાદા 75 લાખથી વધારીને એક કરોડ રૂપિયા કરાઈ છે

રિફંડની વ્યવસ્થાને સરળ બનાવતા કાઉન્સિલે 1લી એપ્રિલથી -વૉલેટ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. -વે બિલ, ટીડીએસ તથા ટીસીએસ પરનો અમલ 2018 સુધી મોકૂફ રખાયો છે. નિકાસકારોને 10 ઓક્ટોબરથી જુલાઇનું અને 18 ઓક્ટોબરથી ઓગસ્ટનું રિફંડ ચૂકવી દેવાશે. સૌથી મહત્ત્વની જાહેરાત જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે કરાઈ છે. બે લાખ સુધીની ખરીદી સુધી પાનકાર્ડ આપવું પડશે નહીં. શુક્રવારે નાણાપ્રધાન અરૂણ જેટલીના વડપણ હેઠળ મળેલી જીએસટી કાઉન્સિલની 22મી બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા હતાં. હવે પછીની બેઠક ગુવાહાટીમાં મળવાની છે.

- 27વસ્તુમાં GST ઘટાડાયો, જાહેરાતનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળશે
- જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને મનીલોન્ડરિંગમાંથી બહાર કારાયું
- નિકાસકારોને રિફંડ માટે -વોલેટ
- કમ્પોઝિશન સ્કીમની મર્યાદા 75 લાખથી એક કરોડ
- મેનમેડ યાર્ન પરનો દર 18%થી 12%, જરી જોબવર્કનો દર 12%થી 5%
- હવે 50,000 ના બદલે બે લાખની જ્વેલરીની ખરીદી સુધી PAN નહીં
- હોમિયોપેથી દવાઓ પર 12 ટકાથી 5 ટકા, બાળકોના ફૂડ પેકેટ 18થી 5 ટકા
- ખાખરા તથા રોટલી, અનબ્રાન્ડેડ નમકીન પરનો જીએસટીનો દર 5 ટકા
- સંખ્યાબંધ સ્ટેશનરી વસ્તુ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડી 18 ટકા
- દોઢ કરોડના ટર્નઓવરવાળાઓ માટે મહિનાના બદલે ત્રિમાસિક રિટર્ન

ગુજરાતના કાપડના વેપારીઓને રિઝવ્યા

જીએસટીના વિરોધમાં ઉગ્ર આંદોલન છેડનાર અમદાવાદ, સુરત સહિતનાં શહેરોના વેપારીઓને શુક્રવારે મોટી રાહત મળી છે. જીએસટી કાઉન્સિલે યાર્ન પરનો જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની જાહેરાત કરી છે. તો જરીવર્ક સહિતના વિવિધ જોબવર્ક પરનો દર પણ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. સરકારે કોમ્પોઝીશન સ્કીમ હેઠળની મર્યાદા પણ 75 લાખથી વધારીને 1 કરોડ કરી છે તથા 20 લાખથી ઓછા ટર્નઓવર પરનો ઇન્ટર સ્ટેટ ટેક્સ નાબૂદ કર્યો છે. હવે દોઢ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ત્રણ મહિને રિટર્ન ફાઇલ કરી શકશે. જાહેરાતોનો સીધો ફાયદો ટેક્સટાઇલ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ-મેન્યુફેક્ચરર્સને મળશે. તહેવારોને કારણે કાપડના વેપારીઓની દિવાળી સુધરશે તેમ મનાય છે.

તહેવારો અને લગ્ન સિઝનમાં ફાયદો થશે

સરકારની જાહેરાતથી તહેવારો અને લગ્નની આગામી સિઝનમાં લોકોને મોટી રાહત મળશે. હવે 50 હજાર રૂપિયાથી વધુના દાગીનાની ખરીદી પર પાન દર્શાવવું ફરજિયાત નથી. એટલે કે જ્વેલર્સે હવે દાગીનાની ખરીદી કરનારાઓની વિગતો ફાઈનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટને આપવાની જરૂર નહીં રહે. તેના માટે મની લૉન્ડરિંગ એક્ટમાં કરાયેલા ફેરફારો પરત લેવાયા છે. સાથે જીએસટી કાઉન્સિલે વિવિધ 27 ચીજવસ્તુઓના દરમાં ઘટાડો કરતા વેપારીઓ-લોકોને મોટી રાહત મળી છે. ચીજવસ્તુઓમાં ખાખરા, અનબ્રાન્ડેડ નમકીન, સ્ટેશનરી સહિતની વિવિધ ચીજવસ્તુઓ સામેલ છે. કાપડ તથા સોના-ચાંદીના વેપારીઓને પણ કાઉન્સિલે રાહત આપી છે, જેનો સીધો ફાયદો સિઝનમાં ગ્રાહકોને પણ મળશે.

આગામી ચૂંટણીનો લાભ લેવાનો આશય
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને 2018માં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ સહિતનાં 8 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે જીએસટી કાઉન્સિલના નિર્ણયો સૂચક માનવામાં આવે છે. ખાસ કરીને જાહેરાતોના કારણે જીએસટી સામે રોષે ભરાયેલા વેપારીઓને મનાવવાનો પ્રયાસ કરાયો છે. રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો તથા કોમ્પોઝીશન સ્કીમની મર્યાદામાં વધારા સહિતના નિર્ણયો ચૂંટણીમાં સીધો ફાયદો પહોંચાડે એવા છે. જે 27 ચીજવસ્તુઓ-સેવાઓ પરનો દર ઘટાડવામાં આવ્યો છે તેનો મહત્તમ લાભ ગુજરાતને થશે. ખાખરા-નમકીન પરના દરમાં ઘટાડો, જરીવર્ક, ઇમિટેશનના જોબવર્ક પરનો દર પણ ઘટાડવામાં આવ્યો છે, જેનો સીધો લાભ ગુજરાતના લોકો-મેન્યુફેક્ચરર્સને થશે.

Source :-https://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-POLI-government-gives-big-relief-for-pan-detail-to-jewellers-for-buying-more-than-rs-5714055.html


27 પ્રોડક્ટસના GST રેટમાં ઘટાડો, સ્ટેશનરી અને ખાણી-પીણીની ચીજો થશે સસ્તી

નવી દિલ્હીઃ ગઇ 1 જુલાઇથી ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) લાગુ થયા પછી અનેક ઘરેલુ આઇટમ્સ મોંઘી થઇ ગઇ હતી તેનાથી અનેક લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી અને ઘણા લોકો રોષે ભરાયા હતા. પરંતુ હવે સરકાર તરફથી જીએસટી દરોમાં મોટી રાહત આપવામાં આવી છે. શુક્રવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘરેલુ વપરાશની 27 પ્રોડક્ટ્સ પર ટેક્સ રેટ ઘટાડવામાં આવ્યો છે. ટેક્સ રેટ ઘટી જવાથી પ્રોડક્ટ્સની કિંમત પણ ઘટશે. અહીં અમે જણાવી રહ્યા છીએ કે કઇ કઇ પ્રોડક્ટસ પરના જીએસટી રેટમાં કેટલો ઘટાડો થયો.

ગુજરાતની ફેવરિટ ડીશ પર ઘટ્યો ટેક્સ

જીએસટી કાઉન્સિલે અનેક ગુડ્ઝ અને સર્વિસીસ પરના ટેક્સમાં ઘટાડો કર્યો છે. ગુડ્ઝ પ્રોડક્ટ્સમાં સ્લાઇડ્સ ડ્રાઇડ મેંગો અને ગુજરાતની ફેવરિટ ડીશ સામેલ છે. તે ઉપરાંત બાળકોના પેકેજ્ડ ફૂડ અને અનબ્રાંડેડ મીઠા પર પરનો ટેક્સ પણ ઘટાડી દેવાયો છે. જ્યારે -વેસ્ટ, જોબ વર્કસના ટેક્સ રેટમાં પણ કાપ મૂકાયો છે.

પ્રોડક્ટ - પહેલાનો ટેક્સ સ્લેબ (ટકા)  -  પછીનો ટેક્સ સ્લેબ (ટકા)
 સ્લાઇડ્સ ડ્રાઇડ મેંગો – 12 % -  5 %
 ખાખરા – 12 % -  5 %
 પ્લેન રોટી -  12 % -  5 %
 બાળકોના પેકેજ્ડ ફૂડ – 12 % -  5 %
અનબ્રાંડેડ ફરસાણ – 12 % -  5 %
અનબ્રાંડેડ આયુર્વેદિક દવાઓ -  12 % - 5 %
પંપ પાર્ટસ  - 28 %  - 18 %
રબર વેસ્ટ  - 18 % -  5 %
પેપર વેસ્ટ – 12%  - 5 %
સ્ટોન (માર્બલ, ગ્રેનાઇટ સિવાય) – 28%  - 18 %
સ્ટેશનરી આઇટમ્સ – 28 % -  18 %  
ડીઝલ એન્જિનના પાર્ટસ  - 28% -  18 %
-વેસ્ટ  - 28 % -  5 %  
જોબ વર્કસ (જરી, ઇમિટેશન, ફૂડ આઇટમ્સ, પ્રિન્ટિંગ આઇટમ્સ) - 12 % - 5 %
લેબર (સરકારી કોન્ટ્રાક્ટ) – 12 % - 5 %

Source :-https://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-TAXA-gst-council-has-announced-cut-tax-rates-on-27-products-5714120-PHO.html?sld_seq=2


બેંક ખાતા બાદ હવે પોસ્ટ ઓફિસ સ્કીમ્સ માટે પણ આધાર ફરજિયાત

નવી દિલ્હીઃ સરકારે બેન્ક ખાતા પછી હવે પીપીએફ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ્સ, કિસાન વિકાસ પત્ર અને પોસ્ટ ઓફિસ ડિપોઝિટ માટે પણ આધારને ફરજિયાત બનાવ્યું છે. હાલના ડિપોઝિટર્સને તેમના એકાઉન્ટ્સ આધાર સાથે લિન્ક કરાવવા માટે 31 ડિસેમ્બર, 2017 સુધીની મુદત આપવામાં આવી છે.

પોસ્ટ ઓફિસ જઇને આપવી પડશે આધારની વિગત

- પોસ્ટ ઓફિસ એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરવા તમારે પોસ્ટ ઓફિસ જવું પડશે. તમે બેન્કની જેમ પોસ્ટ ઓફિસ એકાઉન્ટને ઓનલાઇન આધાર સાથે લિન્ક નહીં કરાવી શકો. તેનું કારણ છે કે મોટા ભાગની પોસ્ટ ઓફિસમાં ઓનલાઇન સુવિધા નથી.

- દેશમાં 1.5 લાખ. પોસ્ટ ઓફિસ છે. પોસ્ટ ઓફિસ એકાઉન્ટ હોલ્ડર્સની પાસે પોતાના એકાઉન્ટને આધાર સાથે લિન્ક કરાવવા માટે ત્રણ માસથી ઓછો સમય છે. જ્યારે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સને તેમના ખાતાને આધાર સાથે લિન્ક કરાવવા 6 માસનો સમય મળ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં છે મોટા ભાગના પોસ્ટ ઓફિસ એકાઉન્ટ હોલ્ડર્સ

- દેશના ગ્રામીણ વિસ્તારોમાં પોસ્ટ ઓફિસનું નેટવર્ક મોટું છે. નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં લોકો પોસ્ટ ઓફિસમાં વધારે નાણાં જમા કરે છે. ઓછો સમય હોવાથી ગ્રામીણ વિસ્તારોમાં ગ્રાહકોને પોતાનું એકાઉન્ટ આધાર સાથે લિન્ક કરાવવામાં મુશ્કેલી પડી શકે છે.

- પહેલા કેન્દ્ર સરકારે બેન્ક એકાઉન્ટ ખોલવા આધારને ફરજિયાત. બનાવ્યું છે. વળી, વર્તમાન બેન્ક હોલ્ડર્સને 31 ડિસેમ્બર સુધીમાં આધારની ડીટેલ આપવાની છે. કેન્દ્ર સરકારે બેનામી ડીલ અને બ્લકમની પર અંકુશ લગાવવા માટે પગલું લીધું છે.

સરકારી સ્કીમ્સ અને સબસિડી માટે આધાર પર રાહત

- ગયા મહિને સરકારી સ્કીમ્સ અને સબસિડીનો લાભ લેવા માટે આધારની ડીટેલ આપવાની સમય મર્યાદા વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી હતી. એટલે કે જેમની પાસે આધાર નથી તેઓ 31 ડિસેમ્બર સુધીમાં સરકારી સ્કીમોનો લાભ લઇ શકે છે.
 
- સરકારી સ્કીમ્સનો ફાયદો લેવા માટે આધાર ડીટેલ આપવાની સમય મર્યાદા વધારવાના કારણે 135 સ્કીમ્સના લાભાર્થીઓને રાહત. મળી છે

Source :-https://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-POLI-now-adhar-is-must-for-post-office-schemes-with-deadline-of-31st-december-5713893-PHO.html

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment