Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
If you are interested to being business partner with kindly contact on Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
ખોડલધાન નરેશને કોંગ્રેસ આગળ કરે તો અમારો સપોર્ટઃ હાર્દિક પટેલ
રાજકોટમાં મોદીનાએ કર્યો તે રુટ પર હાર્દિક કરશે રોડ શો,હાર્દિકના રાજકોટમાં ઘામા ભાજપ પર પડશે ભારે.?
રાજકોટઃ ભાજપ હોય, કોંગ્રેસ હોય, કે અન્ય પક્ષ, અત્યારે બધા જેમને મળવા દોડી આવે છે તે ખોડલઘામ નરેશ પટેલને લઇ અનેક વાતો વહેતી થઇ છે. તાજેતરમા રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત વખતે તેમને કહ્યું હતું કે, 'તમારા માટે અમારા દરવાજા ખુલ્લા જ છે.' ત્યાર પછી વિજય રૂપાણી પણ નરેશ પટેલ સાથે ગુફ્તેગૂ કરી ગયા. હાલ નરેશ પટેલને લઇ રાજકારણ ગરમાયું છે ત્યારે રાજકોટમાં આવેલા હાર્દિક પટેલ
જણાવ્યું હતું કે, 'નરેશ પટેલ સમાજના આગેવાન છે, જો તેમને કોંગ્રેસ પક્ષ
આગળ કરતો હોય તો સારી વાત છે. અમે બધા સાથે મળી સારુ પરિણામ લાવીશું.'
હાર્દિકના રાજકોટમાં ધામા
વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક
પરથી ચૂંટણી લડનાર છે તેની સામે કોંગ્રેસમા સક્ષમ ધારાસભ્ય ઇન્દ્રનીલ ફાઇટ
આપવાના છે ત્યારે હાર્દિક એન્ડ કંપનીએ વિજયભાઇ અને ભાજપને ફટકો આપવા
રાજકોટ પસંદ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. હાર્દિક રાજકોટમાં રહી
ભાજપને માત આપવાનો પ્લાનિંગ કરી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અહીં જ
મકાન ભાડે રાખી રણનીતિઓ ઘડવામાં આવશે. રાજકોટમાં યુવાનો સાથે હાર્દિકે
બેઠકનો દોર પર શરૂ કરી દીધો છે.
મોદીના રૂટમાં રોડ શો
થોડા સમય પહેલા મોદીએ રાજકોટ 9 કિલોમીટર જેટલો રાજકોટના આજી ડેમથી લઇ
એરપોર્ટ સુધી રોડ શો કર્યો હતો. હાર્દિક આ જ રૂટ પર રોડ શો કરશે તેવી
ચર્ચાએ જોર પકડ્યું છે. આ માટે હાર્દિક બેઠક કરી રણનીતિ ધડી રહ્યો છે.
આગામી દિવસોમાં હાર્દિકનું ફોકસ રાજકોટ રહે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-patidar-movement-leader-harkik-patel-on-khodaldham-naresh-NOR.html?ref=ht
GST કાઉન્સીલની બેઠકઃ નીકળશે અચ્છે દિનની ફોર્મ્યુલા
અર્થવ્યવસ્થામાં
સુસ્તી વચ્ચે જીએસટી કાઉન્સીલની બેઠકમાં જેટલી કરી શકે છે મોટા એલાનોઃ
વેપારીઓનું દર્દ દુર કરવા લેવાશે નિર્ણયઃ કાપડ ઉદ્યોગને રાહત મળશેઃ નાના
વેપારીઓ માટે છુટના સ્લેબને ૭પ૦૦૦ થી વધારી દોઢ કરોડ કરાશેઃ પેટ્રોલ-ડિઝલને
જીએસટી હેઠળ લવાશે ? જીએસટી મુકિત મર્યાદા ર૦ લાખથી વધારાશે !: રિટર્ન
ફાઇલીંગની મુદત ૩ મહિનાની થશે
નવી
દિલ્હી તા.૬ : જીએસટી પર થઇ રહેલા એકધારા પ્રહારો અને અર્થવ્યવસ્થામાં
આવેલી સુસ્તી અંગે વિપક્ષની સાથે-સાથે પોતાના જ લોકોએ ધોકો પછાડવાનુ શરૂ કરતા
ચોંકેલી સરકાર હવે જીએસટીમાં રાહતો આપવા તૈયાર થઇ હોવાનુ જાણવા મળે છે.
આજે મળી રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાંથી 'અચ્છે દિન'ની ફોર્મ્યુલા નીકળે
તેવી શકયતા છે. નાના વેપારીઓને રાહત થાય તેવા નિર્ણયો લેવાશે. જે પાંચ
બાબતો ઉપર નિર્ણય લેવાય તેવી શકયતા છે તેમાં નાના વેપારીઓને છુટના સ્લેબને
૭પ૦૦૦ થી વધારીને દોઢ કરોડ કરવામાં આવશે. ટેકસ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝને લાભ
મળી શકે છે ઉપરાંત પેટ્રોલ અને ડિઝલને જીએસટીમાં લાવવા વિચારણા થશે.
કમ્પોઝીશન સ્કીમ માટે રજીસ્ટ્રેશનને ફરીથી ખોલવામાં આવે તેવી શકયતા છે. આ
ઉપરાંત લઘુઉદ્યોગો અને નિકાસકારોને પણ રાહત મળે તેવી શકયતા છે. આજની
બેઠકમાં વેપારીઓને ૩ મહિનામાં એક વખત રિટર્ન ભરવુ પડે એવો નિર્ણય પણ લેવાય
તેવી શકયતા છે.
આજે નાણામંત્રી અરૂણ
જેટલીના વડપણ હેઠળ યોજાઇ રહેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ૧૦૦ દિવસ જુના
જીએસટીમાં ધરખમ ફેરફારો કરવામાં આવે તેવી શકયતા છે. તમામ લોકોની નજર આજની
બેઠક ઉપર કેન્દ્રીત થઇ છે. આજની બેઠકમાં નાણામંત્રી વિસંગતીઓને દુર કરવા
મહત્વના એલાનો કરશે. જીએસટીને લઇને ચારેય તરફ વધતા વિરોધ વચ્ચે સરકાર લોકો
અને વેપારીઓના દર્દને દુર કરે તેવી શકયતા છે. વસ્ત્ર ઉદ્યોગ માટે જીએસટીના
દરોમાં ઘટાડો કરવામાં આવે તેવી શકયતા છે. નિકાસકારોને પણ રાહત મળે તેવી
સંભાવના છે. કેટલીક વસ્તુઓની કરની શ્રેણીમાં ફેરફારો કરવામાં આવે તેવુ પણ
જાણવા મળી રહ્યુ છે.
પેટ્રોલ
અને ડિઝલ બાદ હવે જીએસટીમાં પણ સમસ્યાઓનુ નિરાકરણ લાવી રાહતો આપવા સરકાર
સજ્જ થઇ છે. આજની બેઠક અત્યંત મહત્વની રહે તેવી શકયતા છે. કમ્પોઝીશન
સ્કીમની મર્યાદા ૭પ લાખથી વધારી એક થી દોઢ કરોડ કરવામાં આવે તેવી શકયતા છે.
જીએસટીની મુકિત મર્યાદા ર૦ લાખથી વધારવા પણ વિચારણા કરવામાં આવશે. નાના
વેપારીઓને રાહત આપવા માટે મોટા નિર્ણયો લેવામાં આવે તેવી પણ શકયતા છે. નાના
ઉદ્યોગોને પણ રાહત મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
હાલના
તબક્કે ટર્નઓવરની મર્યાદા ગણતી વખતે કરમુકત ગુડઝ અને કરપાત્ર ગુડઝ વચ્ચે
કોઇ તફાવત નથી. બેઠકમાં તેને વધુ સરળ બનાવવા રીટર્ન ફાઇલીંગને આસાન
બનાવાશે. નાના કરદાતાને રાહત આપવા કમ્પોઝીશન સ્કીમ વધુ મજબુત બનાવાશે.
(૩-૩)
Source :-http://www.akilanews.com/06102017/main-news/1507264675-115465
‘વિકાસ’નો મજાક બનાવવાનું કોંગ્રેસને ભારે પડશે: રૂપાણીએ શાબ્દિક ચાબખા માર્યાં
મતદારોને રીઝવવા માટે આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા ઉપમુખ્યમંત્રી નિતિન પટેલની જાહેરાત
કરમસદથી શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા સાવલી વિધાનસભાક્ષેત્રમાંથી ગુરૂવારે આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા મત ક્ષેત્રના લાલપુરાથી પ્રવેશી હતી. જ્યા સુંદલપુરના સરપંચે સ્વાગત કર્યું હતું. અહીમાં ,ખોરવાડ, શીલી અને ઓડ ના માર્ગે યાત્રા ઉમરેઠમાં પ્રવેશી હતી. અહીં લાલદરવાજા પાસે ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતિ ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન પટેલ, વિષ્ણુભાઈ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનું સ્વાગત કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદારોને રીઝવવા આગામી બે-ત્રણ દિવસમા પેટ્રોલ ડીઝલના ભાવમા રાજ્ય સરકાર ઘટાડો કરશે. તેવી તેમણે પોતાના સંબોધનમાં જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે,ભારતીય જનતા પાર્ટીની સરકારે હમેશા દરેક સમાજની ચિંતા કરી છે. સમાજના દરેકનું જીવન ધોરણને ઊંચુ લાવવાનો પ્રયાસ કરાયો છે.
ઉમરેઠ તાલુકાના લાલપુરાથી ઓડ ખોરવાડથી ઉમરેઠ આવી પહોચેલી ગૌરવ યાત્રામા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, રાજ્યસભાના સાંસદ લાલસિહ વડોદરિયા, આણંદના સાંસદ દિલિપ પટેલ તેમજ ખાણખનીજ મંત્રી રોહિતભાઈ પરેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉમરેઠ: કોંગ્રેસ
વિકાસથી ડરી ગઇ છે. કોંગ્રેસ વિકાસની મજાક બનાવે છે. કોંગ્રેસ માટે વિકાસ
મજાક છે પરંતુ અમારા માટે વિકાસ મિજાજ છે. ઈટાલીયન ચશ્માથી કોંગ્રેસને
વિકાસ શું છે તે કોંગ્રેસીઓને કયાંથી ખબર પડે, એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ
રાજ્ય સરકારની સિદ્ઘિઓનો ઉલ્લેખ કરતાં વધુમાં જણાવ્યું હતું કે,
જ્યોતિગ્રામ યોજના દ્વારા ગામડે-ગામડે વિજળી પહોંચાડવાની શરૂઆત થઈ છે.
ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં માત્ર સાત યુનિવર્સિટી હતી.
જ્યારે ભાજપના સરકારમાં 57 બની છે. રાજીવ ગાંધી
કહેતા હતા કે, હું એક રૂપિયો મોકલુ છુ ત્યારે 15 પૈસા પહોંચે છે.
કોંગ્રેસના દલાલો 85 પૈસા ખાઇ જતા હતા. હવે નરેન્દ્રભાઇની સરકારમાં એક
રૂપિયાની સામે સવા રૂપિયાનું કામ થઇ રહ્યુ છે.
કરમસદથી શરૂ થયેલી ગુજરાત ગૌરવ યાત્રા સાવલી વિધાનસભાક્ષેત્રમાંથી ગુરૂવારે આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા મત ક્ષેત્રના લાલપુરાથી પ્રવેશી હતી. જ્યા સુંદલપુરના સરપંચે સ્વાગત કર્યું હતું. અહીમાં ,ખોરવાડ, શીલી અને ઓડ ના માર્ગે યાત્રા ઉમરેઠમાં પ્રવેશી હતી. અહીં લાલદરવાજા પાસે ઉમરેઠ સંતરામ મંદિરના ગાદીપતિ ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન પટેલ, વિષ્ણુભાઈ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈનું સ્વાગત કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને મતદારોને રીઝવવા આગામી બે-ત્રણ દિવસમા પેટ્રોલ ડીઝલના ભાવમા રાજ્ય સરકાર ઘટાડો કરશે. તેવી તેમણે પોતાના સંબોધનમાં જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે,ભારતીય જનતા પાર્ટીની સરકારે હમેશા દરેક સમાજની ચિંતા કરી છે. સમાજના દરેકનું જીવન ધોરણને ઊંચુ લાવવાનો પ્રયાસ કરાયો છે.
ઉમરેઠ તાલુકાના લાલપુરાથી ઓડ ખોરવાડથી ઉમરેઠ આવી પહોચેલી ગૌરવ યાત્રામા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, રાજ્યસભાના સાંસદ લાલસિહ વડોદરિયા, આણંદના સાંસદ દિલિપ પટેલ તેમજ ખાણખનીજ મંત્રી રોહિતભાઈ પરેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-ANA-OMC-gujarat-gaurav-yatra-reached-umareth-at-on-thursday-gujarati-news-5713235-PHO.html
ગુજરાતમાં GSTને કારણે રેસ્ટોરન્ટ બિઝનેસમાં ૩૫ ટકાનો ઘટાડો નોંધાયો
ગ્રાહકો ઉપર ટેક્ષનો મોટો બોજોઃ કાયમી ગ્રાહકો પણ જવાનું ટાળવા લાગ્યા
અમદાવાદ તા. ૬ : GST લાગુ થયા બાદ જાણે રેસ્ટોરન્ટમાં જમવા જવું એ ભોગવિલાસની વસ્તુ બન્યુ હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે ગુજરાતમાં GST લાગુ થયા બાદથી જ રેસ્ટોરન્ટ બિઝનેસમાં ૩૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સર્વિસ સેકટરમાં ૧૮ ટકા GSTના માર લોકોના ખિસ્સા પર વધુ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.
હોટલ્સ
એન્ટ રેસ્ટોરન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ આ અંગે જણાવ્યું
હતું કે, 'રેસ્ટોરન્ટ બિઝનેસમાં ચોક્કસપણ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો
વિકેન્ડ્સમાં પણ અસર કરી રહ્યો છે. આ કારણે રેસ્ટોરન્ટમાં કેટલાંક કાયમી
ગ્રાહકો પણ જવાનું ટાળી રહ્યા છે. ઘણાં રેસ્ટોરન્ટના ધંધામાં તો ૫૦ ટકાનો
ઘટાડો થયો છે. ઘણીવાર બિલ રાઉન્ડ અપ કરતા ટેકસનો દર ૧૮ થી વધીને ૨૦ ટકા થઈ
જાય છે.'
શહેરના
એક રેસ્ટોરન્ટ ઓનર દિલીપ ઠક્કરે જણાવ્યું હતું કે, 'જે ફેમિલી મહિનામાં
ચાર વખત આવતી હતી તે હવે માત્ર એક કે બે વખત જ આવે છે.' ઘણા રેસ્ટોરન્ટ
કમ્પોઝિટ સ્કિમ ચલાવી રહ્યા છે અને તેમના ગ્રાહકો પર ટેકસનો બોજો નાંખવાનું
ટાળી રહ્યા છે.
ચાંદખેડામાં
એક રેસ્ટોરન્ટના માલિક એરન ફર્નાન્ડિઝે જણાવ્યું હતું કે, 'કમ્પોઝિટ સ્કિમ
અપનાવવા છતા પણ બિઝનેસ ૧૫-૨૦ ટકા સુધી ઘટ્યું છે. ગ્રાહકો પર ભાવની સીધી
અસર જોવા મળે છે. તેથી અમારે નુકસાન વેઠવું પડે છે.'
સુરતના
રેસ્ટોરન્ટના પણ કંઈક આવા જ હાલ છે. સાઉથ ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ
એસોસિયેશનના વાઈસ પ્રેસિડન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, 'હોમ ડિલિવરી
અને ટેકઅવે બિઝનેસમાં પણ ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ફેસ્ટિવલ સિઝનમાં GSTનુકસાનકારક સાબિત થશે. દિવાળી સિઝનમાં પણ ધંધો ૫૦ ટકા સુધી ઘટે તેવા અણસાર છે.'
ઘણા લોકોને GSTના સાયકોલોજિકલ ઈમ્પેકટ પડી હોય તેવું પણ લાગી રહ્યું છે. વડોદરાના
એક રેસ્ટોરન્ટ ઓનર નિતીન નાણાવટીએ જણાવ્યું હતું કે, 'જોકે ૧૮ ટકા ટેકસ
રેટ ઘણું વધારે કહેવાય પરંતુ મોટાભાગના લોકોએ તેને સ્વીકારી લીધું છે.
પહેલાં સર્વિસ ટેકસ અને વેટ મળીને બિલ તો લગભગ બરોબર જ થતું હતું. કેટલાંક
રો મટિરિયલ પર ટેકસ લાગવાને કારણે પણ ભાવો વધ્યા છે.'
Source :-http://www.akilanews.com/06102017/gujarat-news/1507264165-64360
More Detail E Way Bill Click Here
Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management AppCLICK HERE TO DOWNLOAD
Customization in Tally.ERP9
1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
- Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report
- Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization
- Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel
- Mobile Application
Mobile Tally - Tally Mobile Application
Dashboard Daily Sales Report Daily Purchase Report Cash & Bank Stock Summary Bills Receivable Billy Payable Fix Assets Loans (Liability) Today Daybook Source :- tallyBIZDownload Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here
Link :- https://tallysolutions.com/download/
GST Knowledge in Gujarati Click Here Link :- http://blogs.tallysolutions.com/gu/
GST Knowledge in English Click Here Link :- http://blogs.tallysolutions.com/
GST Knowledge in Hindi Click Here Link :- http://blogs.tallysolutions.com/hi/
Source :-Gayatri Solution Group
CLICK HERE TO SHOW PRICE LIST
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER
Note :- Tally, Quickheal Antivirous, Education Software કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
IT, CCTV, ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135, બેસ્ટ રેટ મલસે
Products :- Quick
Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED,
Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling
Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web
Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector,
Scanner, Printer, Education CD - DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
No comments:
Post a Comment