Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)
Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
(*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
વિશ્વનું સૌ પ્રથમ સોલાર વિમાન અમદાવાદના આંગણે ઊતર્યુંકોઇ પણ પ્રકારના ઈંધણ વિના માત્ર સૂર્ય ઊર્જાથી ચાલતું'સોલાર ઇમ્પલ્સ-૨' વિમાન અમદાવાદ એરપોર્ટ ખાતે પાંચ દિવસનું રોકાણ કરશે ઃ શહેરીજનો
અમદાવાદ, તા.૧૦
માત્ર સોલાર પાવરથી સંચાલિત 'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેન અબુધાબીથી ૧૮૫૭ કિલોમીટરનું અંતર કાપી મંગળવારે રાત્રે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું છે. કોઇ પણ પ્રકારના ઈંધણના ઉપયોગ વિના માત્ર સૂર્યની ઉર્જા દ્વારા સંચાલિત આ અજાયબી સમાન પ્લેને આજે અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડિંગ કર્યું ત્યારે તેને આવકારવા માટે રાજ્ય સરકારના તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-અમદાવાદના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્લેનના પાયલટ બટ્રાન્ડ પિકાર્ડ અને આન્દ્રે બોશબર્ગનું ફુલોના ગુલદસ્તા વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતે ૧૫ માર્ચ એટલે કે પાંચ દિવસ સુધી આ પ્લેન અતિથિ રહેશે. 'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેન માટે ૨૦ સભ્યોનો ટેક્નિકલ સ્ટાફ આગામી પાંચ દિવસ દરમિયાન ખડેપગે તૈનાત રહેશે. આજે મોડી રાત્રે 'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેનને યોગ્ય રીતે ઊતરણ થવામાં ૪૫ મિનિટનો સમય લાગ્યો હતો. 'સોલર ઇમ્પલ્સ-૨'નું ઊતરણ થયા બાદ તેને ટેક્નિકલ સ્ટાફ દ્વારા ધક્કો મારી તેના માટે વિશિષ્ટ રીતે સેરેમોનિયલ ગેટમાં તૈયાર કરવામાં આવેલા હેન્ગરમાં પાર્ક કરવામાં આવ્યું હતું. આ વિષે અમદાવાદ એરપોર્ટના એર ટ્રાફિક કન્ટ્રોલર-જોઇન્ટ જનરલ મેનેજર વી.કે.શેઠે જણાવ્યું હતું કે '૨૩૦૦ કિલોગ્રામના વજન ધરાવતા 'સોલર ઇમ્પલ્સ-૨' ની ઉડ્ડયન ગતિ સામાન્ય એરક્રાફ્ટ કરતા ઘણી ઓછી હોય છે. આ જ કારણ છે કે એરપોર્ટમાં ટ્રાફિક ઓછો હોય ત્યારે તેના ઊતરણનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રકારની ઐતિહાસિક ઘટનાનું સાક્ષી અમદાવાદ એરપોર્ટ બની રહ્યું હોવાથી અમે ખૂબ જ રોમાંચ અનુભવી રહ્યા છીએ. 'સોલર ઇમ્પલ્સ-૨' અમદાવાદમાં પાંચ દિવસનું રોકાણ કરશે ત્યારે તેનો વિશિષ્ટ રીતે અભ્યાસ થઇ શકે તેના માટે વિજ્ઞાાન સાથે સંકળાયેલા રાજ્યના તજજ્ઞાો, સંસ્થાઓ તેમજ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવશે. ' ઉલ્લેખનીય છે કે, આ 'સોલર ઇમ્પલ્સ-૨' ૧૫મીએ અમદાવાદથી વારાણસી અને ત્યાંથી તેનો વિશ્વપ્રવાસ આગળ ધપાવેશે. સૂર્ય ઊર્જાથી વિમાન ચાલી શકે તેવી ૧૯૮૦ના વર્ષ અગાઉ કોઇએ કલ્પના પણ કરી નહોતી. સૌપ્રથમ અમેરિકન એરોનેટિકલ એન્જિનિયર પોલ મેકક્રીડી જ સંશોધકો માટે સોલાર વિમાનના પડકારને સામે લાવ્યા હતા. તેમનું સૌપ્રથમ સોલાર વિમાન એક હજાર કિલોમીટર ઊડયું હતું. ૧૯૯૦માં એરિક રેમન્ડે સનસિકર વિમાનને ૧૨૧ કલાક ઊડાડયું હતું. વર્ષ ૨૦૧૦ની ૯થી ૨૩ જુલાઇ દરમિયાન એન્ગ્લો-યુએસ કંપનીએ ઝેફિર નામનું ડ્રોન સતત ૩૩૬ કલાક-૨૨ મિનિટ ઊડાવી નવો કિર્તીમાન સ્થાપ્યો હતો. હવે 'સોલર ઇમ્પલ્સ-૨' વિશ્વપ્રવાસ ખેડી તમામ વિક્રમો તોડી નાખશે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment