સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 18 March 2015

સોનું ગગડીને ૧૧૫૦ ડોલરની અંદર ઉતરી ૪ મહિનાના તળિયે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સોનું ગગડીને ૧૧૫૦ ડોલરની અંદર ઉતરી ૪ મહિનાના તળિયે

અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ પૂર્વે

ચાંદીએ રૃા.૩૬૦૦૦ની સપાટી ગુમાવી ઃ  ૧૦૦ કેરેટના ડાયમંડનું ઓક્શન  ન્યુયોર્કમાં  એપ્રિલમાં થશેઃ ૨૫૦ લાખ ડોલરના ભાવ  ઉપજશે
મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે મંદી આગળ વધી હતી. સોનાના ભાવો ૧૦ ગ્રામના આજે વધુ રૃ.૧૦૫ ઘટયા હતા.  વિશ્વ બજારના  સમાચારો  નરમાઈ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઘટી ઔંશના  ૧૧૫૦ ડોલરની મહત્ત્વની  સપાટીની અંદર ઉતરી ગયાના સમાચારો હતા. અમેરિકામાં ફેજરલ રિઝર્વની મિટિંગ પર નજર રહી હતી. આ મિટિંગમાં વ્યાજના દરોમાં વધારા અંગે કેવો સંકેત આપવામાં આવે છે તેના પર બજારની નજર રહી હતી. આ  મિટિંગ પૂર્વે વિશ્વ બજારમાં સોનાના ભાવો તૂટી ગયા હતા.  મુંબઈમાં  આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૫૭૦૫ વાળા રૃ.૨૫૫૯૦ ખુલી રૃ.૨૫૬૦૦ બંધ રહ્યા  હતા જયારે   ૯૯.૯૦ના ભાવો રૃ.૨૫૮૫૫ વાળા  રૃ.૨૫૭૪૦  ખુલી  રૃ.૨૫૭૫૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના  ૯૯૯ના રૃ.૩૬૦૪૦ વાળા આજે રૃ.૩૫૯૨૫ ખુલી રૃ.૩૫૯૩૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૩૫૯૦૦થી ૩૫૯૫૦  તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૨૫૦થી ૩૦૦  જેટલા  નીચા રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ૧૧૫૧.૮૦ ડોલરવાળા ઉંચામાં ૧૧૫૨.૬૦ થયા પછી નીચામાં  ૧૧૪૫.૪૦ થઈ સાંજે  ૧૧૪૭.૧૦ ડોલર રહ્યા હતા.  સોના  પાછળ વિશ્વ બજારમાં  ચાંદીના ભાવો ઔંશના ૧૫.૨૫ ડોલર વાળા ઉંચામાં ૧૫.૬૦  થયા પછી  નીચામાં ૧૫.૪૨ થઈ સાંજે ૧૫.૪૭  ડોલર રહ્યા હતા.  વિશ્વ બજાર ઘટતાં  ઘરઆંગણે  આયાત પડતર  નીચી  આવતાં  મુંબઈ હાજર બજારમાં આજે  સોના ચાંદીમાં   તૂટતી બજારે  વેચનારા વધુ  તથા લેનારા  ઓછા રહ્યા હતા.  દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે  ડોલરના  ભાવો  રૃ.૬૨.૭૦ વાળા ઉંચામાં રૃ.૬૨.૭૭ તથા નીચામાં  રૃ.૬૨.૬૧  થઈ છેલ્લે  રૃ.૬૨.૨૯ રહ્યાના સમાચારો હતા.
અમેરિકામાં વ્યાજના દરો અપેક્ષાથી વહેલા વધવાનો સંકેત મળશે તો વિશ્વ બજારમાં  સોનાના ભાવો વધુ ઘટવાની  શક્યતા  જાણકારો બતાવતા  હતા. જો આવો સંકેત  નહિં આવે તો   સોનાના ભાવો ઉછળવાથી  પણ શક્યતા  જાણકારો  બતાવી રહ્યા  હતા.
દરમિયાન, એએનઝેડના જણાવ્યા  મુજબ સોનામાં આગામી   વર્ષોમાં એશિયાની માંગ વધવાની શક્યતા છે  આ અંદાજ મુજબ એશિયાની  માગ જે હાલ વાર્ષિક  ૨૫૦૦ ટન  જેટલી રહે છે  તે ૨૦૩૦ સુધીમાં  ૫૦૦૦ ટન થવાની  શક્યતા છે. વિશ્વ બજારમાં  સોનાના ભાવો  ઔંશના  હવે પછી  ૨૦૨૫માં  ૨૦૦૦ ડોલર તથા ૨૦૩૦માં  ૨૪૦૦ ડોલર થવાની શક્યતા  બતાવાઈ છે.  વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઘટી  નીચામાં ૪ મહિનાના તળિયે  ઉતરી ગયા હતા.
દરમિયાન વિશ્વના ડાયમંડ બજારમાં  મળતા  સમાચારો મુજબ  ૧૦ વર્ષ  અગાઉ  સા. આફ્રિકાની  ખાણમાંથી   મળેલો  ૧૦૦ કેેરેટનો   ફલોલેસ ડાયમંડ  દુબઈ બજારમાં  રજૂ  કરવામાં આવ્યો  છે તથા આ ડાયમંડનું  ઓક્શન  એપ્રિલમાં  ન્યુયોર્કમાં  થવાનું છે.  આ ડાયમંડના  ભાવો ૧૯૦થી ૨૫૦ લાખ ડોલર જેટલા ઉપર જવાની શક્યતા છે. ૧૦૦ કેરેટથી વધુના ડાયમંડ ઉપલબ્ધતા ઓછી રહી છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment