સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday 12 March 2015

સોલાર પ્લેનને અમદાવાદમાં વધુ રોકાણ કરવું પડે તેવી સંભાવના

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

સોલાર પ્લેનને અમદાવાદમાં વધુ રોકાણ કરવું પડે તેવી સંભાવના

પ્રતિકૂળ વાતાવરણને કારણે

આયોજકોએ હવામાન વિભાગ સાથે બેઠક યોજી ઃ નાગરિકો શુક્રવારે સવારે ૮થી સાંજે ૬ સુધી

અમદાવાદ, ગુરુવાર
માત્ર સોલાર પાવરથી સંચાલિત 'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેને મંગળવારે રાત્રે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું છે ત્યારથી જ  તે નાગરિકો માટે આકર્ષણ-ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અગાઉના કાર્યક્રમ અનુસાર  'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેન રવિવારે બપોરે અમદાવાદથી વારાણસી જવા માટે રવાના થઇ જવાનું હતું. પરંતુ પ્રતિકૂળ વાતાવરણને કારણે માત્ર 'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેનનું વધુ એક દિવસ રોકાણ લંબાય અને તે સોમવારે રવાના થાય તેવી પૂરી સંભાવના છે.
આ વિષે પ્રાપ્ત થયેલી વિગત અનુસાર  'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેનના બંને પાયલટ્સ બટ્રાન્ડ પિકાર્ડ અને આન્દ્રે બોશબર્ગ તેમજ આયોજકોએ હવામાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી આગામી ત્રણ દિવસમાં હવામાન કેવું રહેશે તેના વિષે ચર્ચા કરી હતી. હવામાન ખાતાએ આગામી બે દિવસ દરમિયાન અમદાવાદમાં વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરી છે.  જેના કારણે 'સોલાર ઇમ્પલ્સ-૨' વધુ એક દિવસ અમદાવાદમાં રોકાય તેવી પૂરી સંભાવના છે. 'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેનની એક ઝલક મેળવવા માટે આજે નાગરિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે, આજે ખાનગી કંપની દ્વારા 'સોલાર ઇમ્પલ્સ-૨' માટે ઇવેન્ટ યોજવામાં આવી હોવાથી આમ જનતાને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. પ્રવેશ નહીં આપવામાં આવતા આ આમ જનતા અને આયોજકો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. ઘણા નાગરિકોએ તો માત્ર પોતાના બાળકોને જવા દેવા માટે વિનંતી કરી હતી પરંતુ આયોજકો ટસના મસ થયા નહોતા. આજે સવારે ૧૦ઃ૦૦થી સાંજે ૭ઃ૦૦ દરમિયાન ૭૦૦થી વધુ નાગરિકો  'સોલાર ઇમ્પલ્સ-૨' ની એક ઝલક માટે આવ્યા હતા પરંતુ તેમને નિરાશા જ હાથ લાગી હતી.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા,  'સોલાર ઇમ્પલ્સ-૨'ના આયોજકો અને રાજ્ય સરકાર વચ્ચે કોની ભૂમિકા શું રહેશે તે વિષે કોઇ પારસ્પરિક સમજૂતિ ન હોય તેમ સ્પષ્ટ જણાતું હતું. આ ઉપરાંત કોઇ પણ આયોજન વિના જ સમગ્ર કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હોય તેમ સ્પષ્ટ જણાતું હતું. જાહેર જનતા આ પ્લેન વિષે માહિતી મેળવી શકે શુક્રવારે સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધીનો સમય ફાળવવામાં આવ્યો છે. આ વિષે એકિત્રત થયેલા નાગરિકોનું માનવું હતું કે સૂર્યની ઊર્જાનો પ્રચાર થાય તે હેતુથી 'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેનને અમદાવાદમાં લાવવામાં આવ્યું છે.  હકિકતમાં તો વિદ્યાર્થીઓ માટે આ પ્લેન અંગે ખાસ ગાઇડ રાખવો જોઇએ તેમજ આ પ્લેન કેવી રીતે તૈયાર થયું તેની સફરની વિગત રજૂ કરતી શોર્ટ ફિલ્મ દર્શાવવી જોઇતી હતી.

પાઇલટ્સ-ક્રુ મેમ્બર્સ અમદાવાદની સહેલગાહે
'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેનના બંને પાયલટ્સ બટ્રાન્ડ પિકાર્ડ અને આન્દ્રે બોશબર્ગ તેમજ કેટલાક ક્રુ મેમ્બર્સ ગુરુવારે સવારે અમદાવાદની સહેલગાહે ઉપડી ગયા હતા. તેમણે ખાસ કરીને અમદાવાદમાં આવેલા હેરિટેજ સ્થળ ઉપર વિશેષ પસંદગી ઉતારી હતી. પીકાર્ડે જણાવ્યું હતું કે '૧૯૯૯માં હું હોટ એર બલૂનથી વિશ્વપ્રવાસે નીકળ્યો હતો અને તે સમયે પ્રતિકૂળ વાતાવરણને કારણે ભારતમાં ઉતરવાનું શક્ય બન્યું નહોતું. ભારતની સંસ્કૃતિથી ખૂબ જ પ્રભાવિત થયો છું. અમદાવાદ શહેર પણ ખૂબ જ પસંદ આવ્યું છે અને બે વર્ષ બાદ એક પ્રવાસી તરીકે આ શહેરની મુલાકાતે આવીશ.'


પ્રતિકૂળ વાતાવરણને કારણે 'સ્વૈચ્છિક બ્લેકઆઉટ'
આજે અમદાવાદમાં બપોર બાદ વાતાવરણ પલટાઇ જતા 'સોલાર ઇમ્પલ્સ-૨' પ્લેન જ્યાં રાખવામાં આવ્યું છે તે વિશિષ્ટ હેંગરમાં થોડા સમય 'સ્વૈચ્છિક બ્લેકઆઉટ' કરી દેવામાં આવ્યો હતો. આ વિષે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક ક્રુ મેમ્બરે જણાવ્યું હતું કે 'વરસાદ-વાવાઝોડા દરમિયાન ઘર કે ઓફિસમાં યાંત્રિક ઉપકરણને નુકસાન પહોંચે નહીં તેના માટે મેઇન સ્વિચ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવતી હોય છે. આવા જ કારણથી અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવી જતાં થોડા સમય માટે હેંગરમાંથી સ્વૈચ્છિક રીતે સાંજે ૫ઃ૫૫ કલાકે વીજળીનો પૂરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આ પ્લેનને નુકાસન પહોંચે નહીં તેના માટે અમારે આ પ્રકારે આગોતરા આયોજન કરવા જરૃરી છે. ' વરસાના ઝાપટાં શરૃ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા-અમદાવાદ દ્વારા હેંગર ઉપર તાકીદે તાડપત્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 'સોલાર ઇમ્પલ્સ-૨'માટે ૮૦ સ્પોન્સર્સ
ઈંધણના એક પણ ટીપાનો ઉપયોગ કર્યા વિના વિશ્વપ્રવાસે નીકળેલા  'સોલાર ઇમ્પલ્સ-૨'એ વિશ્વભરમાં કૂતૂહલ જગાવ્યું છે. પ્રાપ્ત થયેેલી વિગત અનુસાર સૂર્યની ઊર્જાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો તેવા હેતુથી શરૃ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અધધ ૮૦ જેટલી કંપનીઓએ સ્પોન્સરશિપ આપેલી છે જેમાં દેશ-વિદેશની વિવિધ મલ્ટિનેશનલ કંપનીઓનો સમાવેશ થાય છે.  'સોલાર ઇમ્પલ્સ-૨'ના પ્રોજેક્ટ પાછળ ૧૫૦ મિલિયન ડોલરનો ખર્ચ થયો છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment