સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 22 March 2015

આસારામની મિલકતો અંગે તપાસ કરતા ઇન્કમટેકસ ઇન્સ્પેકટરની માતાને ધમકી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

આસારામની મિલકતો અંગે તપાસ કરતા ઇન્કમટેકસ ઇન્સ્પેકટરની માતાને ધમકી

સુરત ઇન્કમટેકસના પ્રેમ તુલીસીનાથના અમદાવાદ નિવાસસ્થાને ફોન ગયો

'હું સુરતથી બોલું છું, તમારા દિકરાને સમજાવી દેજો નહીં તો જાનથી હાથ ધોવા પડશે'

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, તા.૨૨
હું સુરતથી બોલું છું, તમારા દિકરાને સમજાવી દેજો નહીંતર જાનથી હાથ ધોવા પડશે એવો ધમકીભર્યો ફોન આસારામ-નારાયણની મિલ્કતના દસ્તાવેજોના ૪૨ પોટલાની તપાસ સાથે સંકળાયેલા સુરત ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના યુનિટ-૩ના ઇન્સ્પેકટરના અમદાવાદ નિવાસસ્થાને રહેતી માતા પર આવતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ વર્તુળોના જણાવ્યા મુજબ મજુરાગેટ ઇન્કમટેકસ કોલોનીમાં રહેતા પ્રેમ તુલસીનાથ (ઉ.વ. ૪૨) સુરતના ઇન્કમટેકસ યુનિટ-૩માં ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. અમદાવાદના મોટેરા આશ્રમમાં સુરત પોલીસે દરોડા પાડી આસારામ અને નારાયણની મિલ્કતના દસ્તાવેજોના ૪૨ પોટલા કબ્જે લીધા હતાં. તે મિલ્કતો અંગે ઇન્કમટેકસ વિભાગ દ્વારા થયેલી ચકાસણીની ટીમમાં ઇન્સ્પેકટર પ્રેમ તુલસીનાથ પણ સામેલ હતા.
આ ઇન્નસ્પેકટરનું મૂળ નિવાસસ્થાન અમદાવાદ છે. ગત તા. ૨૦-૩-૨૦૧૫ના રોજ તેના અમદાવાદના નિવાસસ્થાને રાત્રિના ૧૦ વાગ્યે લેન્ડલાઇન નંબર પર ફોન આવ્યો હતો. જે તેમની માતાએ ઉપાડયો હતો અને સામે છેડેથી ધમકી મળી હતી કે, 'હું સુરતથી બોલું છું, તમારા દિકરાને સમજાવી દેજો કે શાંતિથી નોકરી કરે નહીંતર જાનથી હાથ ધોવા પડશે, મારા રસ્તામાં ના આવે.'' આમ ધમકીભર્યા ફોનની વાત માતાએ દિકરાને કરતા ઇન્સ્પેકટરે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ તપાસ પો.સ.ઇ. એસ.એમ. સોની કરી રહ્યાં છે.

જે નંબર પરથી ફોન આવ્યો હતો તે સીમકાર્ડ બે વર્ષ પહેલાં ખોવાયું હતું
અમદાવાદ ખાતેના લેન્ડલાઇન નંબર પર જે ધમકીભર્યો ફોન આવ્યો હતો, તે નંબર પાંડેસરામાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીન રીપેર કરનારા મનોજ વર્માના નામે રજીસ્ટ્રર થયો હતો. પોલીસે મનોજ વર્માને ઉંચકી લાવી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, આ નંબર મેં લીધો હતો પરંતુ બે વર્ષ પહેલા વતન ઉત્તરપ્રદેશથી આવેલા ભાઇ રવિ વર્માને આપી દીધો હતો.
ઉમરા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.એમ. સોનીએ રવિ વર્માને પકડી લાવી પૂછપરછ શરૃ કરી છે. તો તેણે પણ નવી સ્ટોરી કરી હતી કે, આ કાર્ડ તો ખોવાઇ ગયું હતું અને મેં પોલીસ ફરિયાદ પણ આપી હતી. જો કે, મોબાઇલ કંપનીમાં જાણ નહીં કરતા આ સીમકાર્ડ એકટીવ જ રહ્યો છે.  જો કે, પોલીસે આ મોબાઇલ ફોનનું લોકેશન તેમજ કોલ ડીટેઇલ કઢાવી તપાસ શરૃ કરાવી છે અને રવિ વર્મા ખોટું બોલી રહ્યો છે કે, સાચું તે તપાસ કરી રહી છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment