સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 15 March 2015

શાકભાજીના ભાવ આસમાને ઃ લીબું મરચાં,આદુ,કારેલાં, ચોળી-પરવળ મોંઘાં

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

શાકભાજીના ભાવ આસમાને ઃ લીબું મરચાં,આદુ,કારેલાં, ચોળી-પરવળ મોંઘાં

હોલસેલ માર્કેટથી ગ્રાહક સુધી પહોચતાં શાકભાજી મોંઘીદાટ બને છે

કમોસમી વરસાદને પગલે શાકભાજીની આવક પર અસર ઃ શાકભાજીની નફાખોરી પર બેઅંકુશ ઃ શાકભાજ

અમદાવાદ , શનિવાર
કમોસમી વરસાદને કારણે ખેતીને તો નુકશાન પહોચ્યું છે સાથે સાથે શાકભાજીની આવક પર અસર થઇ છે. એટલું જ નહીં, માવઠાંને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાતાં ભાવવધારાએ ફરી એકવાર ગૃહિણીઓને ચિંતાતુર કરી મૂકી છે. લીંબુ, મરચાં, આદુ, કારેલાં, ચોળી, પરવર જેવી ઘણી શાકભાજીના કિલોના ભાવોએ તો રૃા.૧૦૦નો આંક વટાવી દીધો છે પરિણામે રસોડાનું બજેટ ખોરવાયું છે. મહત્વની વાત તોએછેકે, શહેરના હોલસેલ માર્કેટમાંથી ખરીદાતાં શાકભાજી ગ્રાહક સુધી પહોંચતાં મોંઘાદાટ બની જાય છે. છુટક બજારમાં શાકભાજીની નફાખોરી હવે ધીરે ધીરે બેઅંકુશ બની રહી છે પરિણામે ગ્રાહકોને ભોગ બનવું પડયું છે.
અમદાવાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, જમાલપુરમાં શાકભાજીના હોલસેલ ભાવો સામાન્ય માનવીને પરવડે તેવા છે પણ છુટક વેપારી- લારીવાળા ખરીદીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં વેચે છે ત્યારે ત જ શાકભાજી કિલો દીઠ બમણાં - ત્રણ ગણાં ભાવે વેચાઇ રહી છે જેમ કે, હોલસેલમાં લીંબુ કિલોએ રૃા.૩૦-૫૦ના ભાવે મળે છે તે છુટકમાં કિલોએ રૃા.૧૦૦ થી ૧૨૦માં વેચાઇ રહ્યાં છે. મરચાં છુટકમાં કિલો રૃા.૧૦૦-૧૨૦ના ભાવે વેચાય છે જે હોલસેલમાં રૃા.૧૮-૪૦ના ભાવે મળે છે. છુટક વેપારીઓ ધૂમ નફો રળે છે. કમોસમી વરસાદને કારણે ઘણી શાકભાજીની આવક ઘટી છે જેથી ભાવો વધ્યાં છે. ચોળી -પરવર, કારેલાં, રતાળું, લીંબુ , ગિલોડા, મરચાં સહિતની શાકભાજીના ભાવોએ તો રૃા.૧૦૦-૧૨૦ બોલાઇ રહ્યો છે. દુધી, રિંગણ,તાંદળજો, મેથી, રવૈયા, ફુલાવર, વટાણાનાં ભાવ વધ્યાં છે. જે શાકભાજીના એપીએમસી હોલસેલ માર્કેટમાં કિલો દીઠ રૃા.૮ થી માંડીને રૃા.૧૫ છે તે શાકભાજી છુટકમાં કિલોએ રૃા.૪૦-૪૫માં વેચાઇ રહી છે. આમ, છુટકમાં શાકભાજીમાં ત્રણ ગણો નફો લેવાય છે. હોલસેલ કરતાં છુટકમાં શાકભાજીના ભાવોમાં જમીન આસમાનનો તફાવત જોવા મળી રહ્યો છે પરિમાણે ગૃહીણીઓ છડેચોક નફાખોરીનો ભોગ બની રહી છે.


હોલસેલ અને છુટક બજારમાં શાકભાજીના ભાવો
શાકભાજી
 હોલસેલ (રૂપિયા)
 છુટક ભાવ (રૂપિયા)
લીંબુ
 ૩૦-૫૦
 ૧૦૦-૧૨૦
ટામેટાં
 ૮- ૧૭
 ૪૦-૪૫
ફુલાવર
 ૩ -૭
 ૩૦
રવૈયા
 ૮-૧૭
 ૪૦
ડુંગળી
 ૧૨ - ૧૭
 ૩૦ - ૩૨
બટાકા
૨ - ૪
 ૮ - ૧૦
રિંગણ
૫ -૧૦
 ૩૦
દુધી
૮ -૧૨
 ૩૦
ભીંડા
૨૦-૪૦
 ૮૦
વાલોર
૫ -૧૦
 ૩૦-૩૫
કોથમીર
૩ -૬
 ૩૦
કોબીજ
૫ - ૮
 ૩૦
લીલી ડુંગળી
 ૬ - ૧૦
 ૪૦-૪૫
ગિલોડા
૨૦-૪૦
 ૮૦ - ૧૦૦
મરચાં
૧૮-૪૦
 ૧૦૦-૧૨૦
કારેલાં
૨૫-૪૦
 ૮૦-૧૦૦
ચોળી-પરવર
૫૦-૭૦
 ૧૨૦
મેથી
૮-૧૫
 ૪૦
આદુ
૪૦-૫૦
 ૧૦૦
રતાળુ
૩૫-૪૨
 ૧૦૦ - ૧૨૦
વટાણાં
૧૫-૨૨
 ૬૦
 

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment