સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 17 March 2015

૨૦મી માર્ચે ખગ્રાસ સૂર્યગ્રહણને અદ્ભુત અવકાશી નજારો

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

૨૦મી માર્ચે ખગ્રાસ સૂર્યગ્રહણને અદ્ભુત અવકાશી નજારો

હવે પછી આવું સૂર્યગ્રહણ ૨૦૬૯ના વર્ષમાં રચાશે

વડોદરા,મંગળવાર
દુુુનિયાના અમુક દેશો, પ્રદેશોમાં આગામી શુક્રવારે તા.૨૦મી માર્ચે ખગ્રાસ સૂર્યગ્રહણનો અવકાશી અદ્ભુત નજારો જોવા મળશે. ભારતમાંગ્રહણ જોવા મળશે નહિ પણ આ પ્રકારનું ગ્રહણ હવે પછી એપ્રિલ-૨૦૬૯ માં જોવા મળશે.
ફાગણ કૃષ્ણપક્ષ અમાસને શુક્રવારે તા.૨૦મી માર્ચે મીન રાશિમાં અને ઉત્તરાભાદ્ર નક્ષત્રમાં થનારું ખગ્રાસ સૂર્યગ્રહણ વિશ્વના અમુક દેશો, પ્રદેશોમાં જોવા મળશે.
આ ગ્રહણ યુરોપ, દ.આફ્રિકા, ઉ. એશિયા, મિડલ ઇસ્ટ, ઉ. એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે. આ ગ્રહણ ખગ્રાસ સ્થિતિ ઉ.એટલાન્ટિક મહાસાગર, નોર્વે, નોર્થ પોલમાં સ્પીલ બર્ગમાં દેખાશે.
ગ્રહણની ખંડગ્રાસ સ્થિતિ સ્પેનમાં મેન્ડ્રીક, આર્યલેન્ડમાં ડબલીન, ફ્રાન્સમાં પેરીસ અને બેલફાસ્ટ, યુુ.કે.માં લંડનમાં બેલ્જિયમમાં બ્રસેલ્સ, નેધરલેન્ડમાં એમસ્ટરડેમ, જર્મનીમાં બર્લિન, નોર્વેમાં ઓસ્લો, સ્વીડનમાં સ્ટોકહોમમાં દેખાશે. આ ગ્રહણ અગાઉ તા.૨૪ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ થયેલા ગ્રહણ જેવું છે.
આ ખગોળીય ઘટનામાં ભારતીય સમયાનુસાર ગ્રહણ સ્પર્શ ૧૩કલાક ૧૦ મિનિટ, ૫૪ સેકન્ડ, ગ્રહણ મધ્ય ૧૫ કલાક ૧૫ મિનિટ ૪૦ સેકન્ડ, અને ગ્રણ મોક્ષ ૧૭ કલાક ૨૦ મિનિટ  ૧૩ સેકન્ડે થસે.
પૃથ્વી ઉપર ખગ્રાસ અને ખંડગ્રાસ સૂર્યગ્રહણ અવકાશી અદ્ભુત નજારો જોવાનો મોકો ભારતના લોકોને મળશે નહી.

આગામી ૨૦મી માર્ચે ખગોળીય ઘટના ઃ રાત અને દિવસ સરખાં
૨૦ માર્ચ પછી ગરમી અને દિવસની લંબાઇ વધશે

વડોદરા,મંગળવાર
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા.૨૦માર્ચે દિવસ અને રાત સરખા જોવા મળશે. તા.૨૧મી શનિવારથી દિવસ લંબાતો જાય છે અને તા.૨૧મી જુને લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે.
તા.૨૦મી માર્ચ શુક્રવારે દિવસ ૧૨ કલાક ને ૦૧ મિનિટનો રાત્રિ ૧૧ કલાક ને ૫૯ મિનિટ રહેશે. સુર્યોદય સવારે ૬ કલાક ૪૫ મિનિટ અને સૂર્યાસ્ત ૬ કલાક ૪૭ મિનિટ થશે. તા.૨૦ મી માર્ચ પછી ઉત્તરોત્તર દિવસ લાંબો થતો જશે. સરખા દિવસ માટે પાંચ થી સાંત મિનિટનો તફાવત રહે છજે. આ દિવસ પછી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ુત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તા.૨૧મી જુને લાંબામાં લાંબો દિવસ હોય છે.
૨૦મી માર્ચને વસંત સંપાત દિવે તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે તા.૨૧મી સપ્ટેમ્બરના દિવસને શરદ સંપાદ તરીકે ઓળખાય છે. તા.૨૦મી માર્ચે સૂર્યની આકાશી વિષુવવૃત્તને છેદવાની પ્રક્રિયા શરૃ થતાં તે દિવસે રાત-દિવસ સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનું પ્રમાણ વધતું જાય છે.વસંત સંપાત દિવસ પછી ગરમી શરૃ થાય છે. કારણ કે પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખૂણે નમેલી હોય છે. હવે પૃથ્વીનું ઉત્તર તરફનું માથું સૂર્ય તરફ તેટલા ખૂણે નમેલું જવા મળશે. આપણે ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાથી સૂર્યના સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે.
દિવસ- રાતની લંબાઇ ચંદ્રની દિશા, સુર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો પર આધારિત હોય છે. જે સતત બદલાતા રહે છે. આથી દિવસ-રાતની લંબાઇમાં દસ મિનિટનો તફાવત સ્વાભાવિક માન્ય ગણાય છે.

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment